પહેલો ગિરમીટયો Rupen Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પહેલો ગિરમીટયો

પહેલો ગિરમીટયો ( ગાંધીજીના દક્ષિણ આફ્રિકાના જીવન પર કેન્દ્રિત નવલકથા ) મિત્રો સાહિત્ય પરિષદમાં શ્રી રાજેન્દ્ પટેલ આ પુસ્તકનો આસ્વાદ કરાવશે તેવું જાણવા મળ્યું ત્યારથી તે વાંચવાની ઈચ્છા થઇ અને વાંચીને ઘણું જાણવા અને માણવા મળ્યું. પહેલો ગિરમીટયો પુસ્તકના લેખક શ્રી ગીરીરાજ કિશોર છે ,પુસ્તક મૂળ હિન્દી ભાષામાં છે અને તેનો સરસ અનુવાદ આપણા માટે શ્રી મોહન દાંડીકરે કર્યો છે.

પહેલો ગિરમીટયો પુસ્તકમાં લેખકે આ નવલકથાના માધ્યમથી એક સામાન્ય માણસ મોહનીયોમાંથી મોહનદાસ અને મોહનદાસમાંથી મહાત્મા કેવી રીતે બને છે તેની સંઘર્ષ કથા રજુ કરી છે. હિન્દી સાહિત્ય જગતમાં આ પ્રકારની આ પ્રથમ નવલકથા છે. હિન્દીમાં આ નવલકથાના ૯૦૦ પેજ છે અને ગુજરાતી અનુવાદ ૭૫૩ પેજનો છે. પુસ્તક દળદાર અને મજેદાર છે. આ નવલકથાનું હિન્દીમાં વિમોચન રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ આર. કે. નારાયણ દ્વારા ભારતીય જ્ઞાનપીઠની વિનંતીથી ૩ જુન, ૧૯૯૯માં થયું હતું. પુસ્તકમાં ગાંધીજી વિશે નવું કંઈપણ નથી પણ જેઓએ સત્યના પ્રયોગો પુસ્તક ના વાંચ્યું હોય તેઓને આ નવલકથામાંથી ગાંધીજીના દક્ષિણ આફ્રિકાના અનુભવો જાણવા મળશે. મારા મત મુજબ સત્યના પ્રયોગોના પાના નંબર ૯૩ થી ૨૦૫ સુધીના પ્રકરણ ૬ થી ૧૩ સુધીની વાત સમાવી લેવામાં આવી છે.

પહેલો ગિરમીટયોના લેખક ગીરીરાજ કિશોર ૨૬ જુલાઈ ૨૦૦૮માં આ પુસ્તકના વાર્તાલાપ પોગ્રામ માટે નારાયણ દેસાઈ સાથે ગુજરાતી સાહિત્ય પરિષદમાં આવ્યા હતા. પહેલો ગિરમીટયો પુસ્તક અંગેના કાર્યક્રમ હેઠળ ગીરીરાજ કિશોર ૨૭ ઓગસ્ટ ૨૦૦૮માં ગુજરાત વિદ્યાપીઠમાં આવ્યા હતા.

પહેલો ગિરમીટયો ગુજરાતી પુસ્તકના ૨૬ પ્રકરણના ૭૫૩ પેજમાંથી કેટલીક જાણવા અને માણવા જેવી માહિતી અહી મુકવાનો પ્રયાસ કરીશ.

પહેલો ગિરમીટયો

લેખક } ગીરીરાજ કિશોર

અનુવાદક } મોહન દાંડીકર

પ્રકાશક } નવજીવન પ્રકાશન મંદિર

કિમંત } રૂ. ૩૫૦

મિત્રો ગિરમીટ એટલે એગ્રીમેન્ટ. મોહનદાસ ગાંધી એક વર્ષના ગિરમીટ પર દાદા અબ્દુલ્લાના કેસમાં મિ. બેકરને મદદ કરવા માટે સાઉથ આફ્રિકા ગયા હતા અને તે સમય ગાળા દરમ્યાન જે પ્રસંગો, ઘટનાઓ બની તે આ નવલકથામાં સમાવેશ કરવામાં આવ્યો છે.

પહેલો ગિરમીટયોમાંથી કેટલાંક અવતરણો

પ્રકરણ -૧

ઈ.સ ૧૮૬૦ની ૧૬ નવેમ્બરે એડીગ્ટન બંદરે ભારતના મદ્રાસથી ટુરો સ્ટીમ્બર ૩૪૨ કુલીઓ એટલે ગિરમીટિયા લઈને આવી હતી.

ટુરો સ્ટીમ્બર પરથી પ્રથમ કુલી દેવારામ અને બીજો અબ્રાહમ ઉતર્યો હતો.

ટુરો સ્ટીમ્બર ના આવેલા કુલીઓમાંથી પ્રથમ નોકરી ૪૯ નંબરના કુલીને મળી હતી.

મિ. ક્રોમ્પટન દેવારામ અને તેના પરિવારને એક વર્ષના ચાલીસ પાઉન્ડ આઠ શિલિંગમાં લઇ ગયો હતો.

મિ. બિશપ અબ્રાહમ અને તેના પરિવારને એક વર્ષના એકત્રીસ પાઉન્ડ છ શિલિંગમાં લઇ ગયો હતો.

પ્રકરણ – ૨

આ પ્રકરણમાં સડરીન્ધમ અને ફ્યુજિલિયર સ્ટીમ્બર ડૂબી જવાનો કરુણ પ્રસંગ છે.

સડરીન્ધમ સ્ટીમ્બર મોરેશિયસ જતું હતું.

ફ્યુજિલિયર સ્ટીમ્બર આફ્રિકા જતું હતું.

પ્રકરણ – ૩

મોહનદાસ ૨૪ વર્ષની ઉંમરે ૨૪ મે ૧૮૯૩માં નાતાલ આવ્યા હતા. તેમને બંદરે લેવા માટે દાદા અબ્દુલ્લા સાથે રૂસ્તમજી અને મિ. માર્શલ લેડ્યુ આવ્યા હતા.

મોહનદાસને એક વર્ષના કામ માટે ફર્સ્ટ ક્લાસનું ભાડુ, રહેવા અને ખાધા ખર્ચ ઉપરાંત ૧૦૫ પાઉન્ડ આપવાનું નક્કી થયું હતું.

મોહનદાસ જે સ્ટીમ્બરમાં જવાના હતા તે સ્ટીમ્બરમાં પ્રથમ વર્ગમાં મોઝામ્બિકના ગવર્નર જવાના હોવાથી તેમના માટે જગ્યા ન હતી. તેમણે ચીફ ઓફિસરને પોતાનો પરીચય આપ્યો અને કહ્યું આ સ્ટીમ્બરના માલિક દાદા અબ્દુલ્લાના જ કામથી તેઓ જઈ રહ્યા છે.

ચીફ ઓફિસરે પોતાની કેબીનમાં જગ્યા ફાળવી જેથી ડેકના ઉતારુ તરીકે જવામાંથી છુટ્યા.

સ્ટીમ્બર પ્રથમ લામુમાં ૩ થી ૪ કલાક માટે રોકાવાની હતી.

મોહનદાસને આફ્રિકન સાથે પ્રથમ મુલાકાત લામુ પોસ્ટ ઓફિસમાં થઈ ત્યાં ભારતીયો કામ કરતા હતા.

સ્ટીમ્બર ઝાંઝીબારમાં એક અઠવાડિયું રોકાવાની હતી.

મોહનદાસ પ્રથમવાર દાદા અબ્દુલ્લાને મળ્યા ત્યારે તેઓ માર્શલ સાથે અવનવા પ્રસંગોની વાતમાં વ્યસ્ત હતા અને હુકો પીતા હતા.

મોહનદાસને ટ્રાન્સવાલમાં દાદા અબ્દુલ્લાના કેસમાં તેમના વકીલ મિ. બેકરને બ્રીફ તૈયાર કરવામાં મદદ કરવાની હતી.

કોર્ટમાં મેજિસ્ટ્રેટે મોહનદાસને પાઘડી ઉતારીને આવવા કહ્યું ત્યારે પાઘડી પોતાનું સ્વમાન છે તેમ કહી કોર્ટ છોડીને બહાર નીકળી ગયા.

કોર્ટમાં માત્ર આરબોને જ પાઘડી પહેરવાની છૂટ હતી તે જાણી ખુબ દુઃખી થયા અને આખી રાત વિચારોમાં ખોવાયેલા રહ્યા.

મોહનદાસને પાઘડી પરથી પિતાજીની પાઘડીની વાત યાદ આવી ગઈ. તેમના પિતાજી રાજકોટના ઠાકોર સાહેબનો રથ લઇ પોરબંદર લગ્નમાં જતા હતા તે વખતે રસ્તામાં રથ ઉલળી પડતા બાપુ પણ દુર ઉછળ્યા પણ માથા પરની પાઘડી પકડી રાખવાથી માત્ર હાથ પગે છોલાયું અને માથુ બચી ગયું.

ડરબનમાં તેઓએ આખો દિવસ બધા સમાચારપત્રની ઓફિસોમાં ફરીને પોતાના અપમાન માટે નિવેદનની નકલો પહોંચાડી.

બીજા દિવસે કોર્ટના પ્રસંગના અનુસંધાનમાં ત્યાંના અખબારમાં થોડા ફેરફાર સાથે “ અનવેલકમ વિઝીટર “ ના નામે નિવેદન છપાયું તે મોહનદાસને ઓછુ ગમ્યું પણ છપાયાનો આનંદ થયો.

અખબારમાં પત્ર છપાવાથી થોડા દિવસ માટે મોહનદાસ કુલી બેરિસ્ટરના નામથી જાણીતા થયા હતા.

મોહનદાસ ભારતથી પોતાની સાથે ગીતા, રામાયણ, ટોલ્સટોયના પુસ્તક લઇ ગયા હતા.

ઘણા દિવસો બાદ તેઓએ ગીતા વાંચવા ખોલી અને તેમનો શ્લોક ગાયોમાં હું કપિલા છુ ….. શ્લોક વાંચ્યો.

લંડનમાં એક પ્રોફેસરે મોહનદાસને પોશાક માટે સલાહ આપી હતી. મોહનદાસ તે સલાહ હંમેશા યાદ રાખી પોશાક પહેરવામાં ચીવટ રાખતા.

મોહનદાસને પી.નોટ નો અર્થ ખબર ન હતી તે તેઓને દાદાના કેશિયર પાસેથી જાણવા મળ્યો.

દાદા ને તેમના સગા અને વેપારી તૈયબ શેઠ વચ્ચે વેપાર અંગે થયેલ તકલીફનો કેસ હતો તેમાં મદદ કરવાની હતી.

મોહનદાસને ડરબન સ્ટેશન પર ગોરાઓ અને કાળાઓ માટેના અલગ રસ્તો જોઈ આશ્ચર્ય અને દુઃખ થયું.

મોહનદાસે પ્રિટોરિયા જવા માટે ટ્રેનમાં ફર્સ્ટ કલાસમાં સફર શરુ કરી. તેઓ દાદાએ આપેલા કુરાન શરીફ વાંચતા હતા અને વચ્ચે વચ્ચે પોરબંદરના વિચારોમાં ખોવાઈ જતા હતા.

ટ્રેન પીટરમારિત્સબર્ગ સ્ટેશન પર આવીને ઉભી રહી ત્યારે ટ્રેનના ફર્સ્ટક્લાસમાં મોહનદાસ એકલા જ હતા તેવામાં એક ગોરો મુસાફર તે જ ડબ્બામાં પ્રવેશ્યો.

ગોરો મુસાફર ડબ્બામાં મોહનદાસને જોઈને પાછો ઉતરી ગયો અને રેલવેના બે કર્મચારીને લઇ આવ્યો. તે કર્મચારીઓએ મોહનદાસને કાળાઓ માટે આ ડબ્બો નથી તેમ કહી ઉતરી જવા કહ્યું.

મોહનદાસે તેઓની વાતનો વિરોધ કર્યો પણ તેઓ સમંત ન થયા. જો મોહનદાસ જાતે ન ઉતરે તો જબરદસ્તીથી ઉતારવામાં આવશે તેમ જણાવ્યું છતાં તેઓ ઉતર્યા નહિ.

છેવટે મોહનદાસને ટ્રેનમાંથી ધક્કો મારી સ્ટેશન પર ઉતારી દેવામાં આવ્યા અને ટ્રેન આગળ નીકળી ગઈ.

મોહનદાસે આ ઘટનાનો વિરોધ કર્યો પણ તેઓને સાંભળનાર ત્યાં કોઈ ન હતું. સ્ટેશન પર બીજા કાળા લોકોએ તેઓને સાંત્વના આપી.

મોહનદાસે આ ઘટનાનો તાર દાદા અબ્દુલ્લાને મોકલ્યો અને આ ઘટના માટે રેલવેના જનરલ મેનેજરને કમ્પ્લેઇન કરવા કહ્યું. દાદા આ ઘટનાથી દુઃખી થયા.

મોહનદાસ સ્ટેશન પર ઠંડીમાં ઠરતા હતા ત્યારે અન્ય કાળા મુસાફરે તેઓને મદદ કરી હતી.

બીજા દિવસે મોહનદાસને રેલ્વે કર્મચારીએ જાતે ફર્સ્ટ કલાસમાં બેસાડ્યા.

મોહનદાસને આગળ યાત્રામાં સિગરામવાળાએ અને અન્યોએ પણ અપમાન કર્યું હતું.

મોહનદાસ પ્રિટોરિયા પહોંચ્યા ત્યારે તેમને લેવા માટે કોઈ ન આવતાં મુજવણમાં મુકાયા અને છેવટે નજીકની જોન્સટન હોટલમાં ગયા.

બીજા દિવસે હોટલમાંથી મોહનદાસ મિ બેકરના ઘરે પહોંચ્યા.

મિ બેકરે મોહનદાસને રહેવા માટે મેટીલ્ડાના ઘરે પેઈંગગેસ્ટ તરીકે વ્યવસ્થા કરી આપી.

મિ બેકર અને મોહનદાસ વચ્ચે ખ્રિસ્તી ધર્મ વિશે ગરમાગરમ સરસ ચર્ચા થતી.

વધુ જાણવા ભાગ ૨ ની રાહ જુઓ....

***