Namuno - 1 books and stories free download online pdf in Gujarati

નમુનો: ૧ (બસ બે જ મિનીટ)

નમુનો: ૧

(બસ બે જ મિનીટ)

નમુનાઓ આમતો દરેકની આસપાસ ફરતા જ હોય છે, બસ... એને પારખવા બે-ત્રણ મિનીટ ધ્યાનથી જોવા પડે!! તેમની હરકતો જ એવી હોય છે કે તેઓ આ ખિતાબને ડીઝર્વ કરે.

અહી આપણે નમુના એટલે સર્વે માટે લેવાતા સેમ્પલની વાત નથી કરી રહ્યાં. આપણે એવા લોકોની વાત કરી રહ્યાં છીએ જેઓ સિમ્પલ એટલે કે નોર્મલ નથી હોતા. આવા લોકોને આજુબાજુના વાતાવરણ અને લોકોનું ભાન જ નથી હોતું કે પછી હોતું હોવા છતાં પોતાના અંદરના અવાજને તે રોકી શકતા હોતા નથી. હા.. પણ જો તમે નવરા હોવ અને સમય પસાર કરવો હોય તો આમનો સહારો લઇ શકો ખરા.... પણજો તમારી પાસે સમય નથી અને ભૂલથી આવા નમુના મળી જાય તો તમારી હાલત કેવી થાય... તેને અનુલક્ષીને મારા મિત્ર જયમીન સાથે થયેલો અનુભવ અહી ટપકાવી રહ્યો છું.

***

રવિવાર હતો... તો પણ અમદાવાદનાં અમરાઈવાડી વિસ્તારમાં આજે મેળા જેવું વાતાવરણ હતું. લોકોના ટોળેટોળા ઉમટયા હતા. લગભગ દર રવિવારની જેમ આજે પણ સરકારી નોકરી માટે પરીક્ષા હતી. આ વખતે સિવિલ એન્જીનીયરનો વારો હતો!!

સરકારી નોકરી માટેનાં કેન્ડીડેટ બે પ્રકારના હોય છે. પહેલા કે જેઓએ કોલલેટર સિવાય બીજા કોઈપણ કાગળને છેલ્લાં કેટલાંય અઠવાડિયાઓથી હાથ અડાડ્યો નથી. અને બીજા કે જેઓ છેલ્લાં કેટલાય મહિનાઓથી ચોપડીઓમાં જ ખોવાયેલા રહ્યા હોય છે. અમારું એક અદભુત નિરીક્ષણ છે (આને અમારૂ અભિમાન ન ગણવું) કે જેઓ માત્રને માત્ર આપવાં ખાતર પરીક્ષામાં આવે છે તેઓ જાણે કોઈનાં લગ્નમાં આવ્યા હોય તેમ તૈયાર થઈને આવે છે, અને આજકાલ પાછા ગોગલ્સ ફરજિયાત થઇ ગયા છે. બીજી બાજુ જેઓએ મહેનત કરી છે તે લોકો એકદમ સાદાઈથી આવી ખૂણામાં બેસી મહિનાઓથી વાંચેલા વિષયોનું રીવીઝન કરતાં હોય છે.

બિનમહેનતુ કે જેઓને પરીક્ષામા પુછાનારા વિષય પણ ખબર નથી હોતી એવા નવરા લોકો મહેનત કરીને આવેલા લોકોનું પણ મોરલ ડાઉન કરે તેવી ટીપ્પણીઓ પાસ કરતાં હોય છે. “બે... આરામથી ક્લીઅર થઇ જાય એક્ઝામ... જો તૈયારી કરીએ તો.. ” “અરે શું વાત કરે છે? લાસ્ટ ટાઈમ મેં એકપણ દિવસ નહોતું વાંચ્યું તો પણ સો માંથી ચાલીસ આવ્યા હતાં... ” “બાપુ... તમને ખબર નથી આપણા જેક કેટલાં ઊંચા છે. તું ચિંતા ન કર, આપણે જુગાડ કરી લઈશું”

પરીક્ષાનો સમય ૧૧ વાગ્યાનો હતો. પરંતુ કલાસમાં બેસી જવાનો સમય ૧૦:૧૫ રાખેલ. જયમીન લગભગ ૧૦:૩૦ આસપાસ તેના મિત્રને તેની સ્કુલે ઉતારી અહી પહોચેલો. લાંબો સ્કેફોલડીન્ગમાં વપરાતાં બામ્બુ સરખો અને પહોળાઈમાં વન બ્રિકવોલ જેવો જયમીન હાંફતો-હાંફતો સ્કુલમાં આવેલ. તેણે બહારની દીવાલ પરચીપકાવેલ યાદીમાંથી પોતાનો નંબર શોધ્યો અને ક્લાસ તરફ દોડ્યો. ક્લાસમાં માત્ર ૧૫ જ લોકો હતા. તેણે પોતાની સીટ શોધી અને બેઠો. હજુ ૧૦:૩૫ થઇ હતી. જયમીનને બાથરૂમ જવું હતું, તેણે નીરીક્ષક્ને કહ્યું અને નીચે ભાગ્યો. શાળામાં આજે માત્રને માત્ર બે જ ટોઇલેટ ચાલુ રખાયા હતા. અને બંને આગળ ૨૦-૨૦ લોકોની લાઈન હતી. જયમીનને હવે સમજાયું કે અડધો ક્લાસ ખાલી કેમ હતો!! જયમીન લાઈનમાં જોડાયો. બાજુના ટોઇલેટમાં બધાજ લોકો અંદર ગયેલાને દરવાજો ખખડાવી ગાળો આપતા હતા. અને અંદરનો માણસ છેલ્લી દસ મિનીટથી “બસ.. બે જ મિનીટ” કહે જતો હતો.

“અરે.. કેવા નમુના આવી જાય છે? ઘરેથી જઈને આવતા હોય તો?” બાજુની લાઈનમાંથી એક બોલ્યો. જયમીનની લાઈન ફટાફટ ચાલી રહી હતી. આખરે બે-ત્રણ મિનીટ પછી બાજુની લાઈનનાં ટોઇલેટમાંથી એક ભદ્દા જેવો એક છોકરો પરસેવે રેબઝેબ થઇ બહાર આવ્યો. હાઈટમાં બટકો અને એકદમ ગોળમટોળ મોઢું, વાળ બિલકુલ ચોટાડેલા અને આંખો બટાકા જેવી. જેમ કોઈ સુપરસ્ટાર કોઈ ફંકશનમાં હાજરી આપવા આવ્યો હોય અને ગાડીમાંથી ઉતરે એવી રીતે ચાલ્યો. લોકો સુપરસ્ટારને જોઇને બુમો પાડે, અહી લોકો આને જોઇને લાંબી લાંબી ગાળો આપતા હતાં, પણ તેને કાંઈજ ફરક ન પડતો હોય તેમ તે ચાલ્યો ગયો. ૧૦:૪૫એ જયમીન નવરો થયો અને વર્ગમાં ગયો.

થોડી જ વાર પછી “જયમીન ભાઈ... કાઈના તમે?”એવો અવાજ તેના કાને પડ્યો. તેણે પાછળ જોયું તો આતો એ જ સુપરસ્ટાર... એટલે ગઠીયો!! જયમીનને પહેલા તો સમજાયું નહિ કે તેનું નામ આને કેવી રીતે ખબર પડી. પછી પોતાની ડેસ્ક પર મુકેલકોલ લેટર જોયો અને અટકળ બાંધીકે ભાઈએ સો ટકા કોલલેટર જોયો હશે.

“શું.. વિચારો શ ભાઈ?” ભદ્દાએ બેન્ચીસ ખખડાવી પૂછ્યું. જયમીન વિચારોનાં વૃંદાવનમાંથી પાછો આવ્યો અને બોલ્યો “હં.... કાઈ નહિ. બોલો ને?”

એ થોડો આગળ ખસક્યો અને બોલ્યો “તૈયારી કેવી? બરાબર વાંચ્યું છે કે કાં?”. ભાઈકાઠીયાવાડી લાગતોહતો.

“વાંચ્યું તો છે પણ હવે જોઈએ.... ”જયમીને જવાબ આપ્યો.

“તમે સ્યુ કરો છો?” તેણે ફરી પૂછ્યું.

“હાલ... સાઈટ પર જાઉં છું” આટલું બોલી જયમીન આગળ ફર્યો. તેણે જયમિનનું કોલર ખેચ્યું અને બોલ્યો “બાય ધ વે હું એડવોકેટ છું... ”

જયમિનને થોડું આશ્ચર્ય થયું. એકતો સમય હતો નહિ તે મગજનું દહી કરતો હતો. ‘તે સિવિલ એન્જીનીયરીંગ કર્યા પછી એડવોકેટ કેમ બન્યો હશે?’ એવો વિચાર આવતા જ જયમીન ઉત્સુકતાથી પાછળ ફર્યો અને પૂછ્યું “એડવોકેટ?” તેભદ્દો ફરી થોડો આગળ આવ્યો અને બોલ્યો “ એમાં એવું છે ને કે.... ” એ આનાથી કાઈ આગળ બોલે તે પહેલા જ નીરીક્ષકે જાહેરાત કરી “ચાલો.... ગોઠવાઈ જાઓ બધા... હું પેપર આપવાનું શરૂ કરું છું”

“સારૂ... તમને પછી કઈશ. અને હા જો પેપરમાં કોઈ કાયદા કે કલમ વિષે આવે તો મને પુછતા અચકાતા નહિ. આપણને એ બધું હારૂ આવડે” એમ કહી તેણે તેનાં વળી ગયેલા શરીરને સીધું કર્યું અને ભોળો થઇ નીરીક્ષક સામે જોવા લાગ્યો.

“સારૂ” જયમીને ઉવાચ્યું અને આગળ ફર્યો.

ફરીએક મિનિટ રહી જયમીનનાંખભા પર હાથ આવ્યો અને તે બોલ્યો “બે જ મિનિટ.. ” જયમીન કંટાળીને પાછળ ફર્યો. “બાપુ.... તમને આવડતું હોય એટલું મને બતાવજો ને?” એને ગરીબડા અવાજે કહ્યું. જયમીન મનમાં મલકાયો અને બોલ્યો “અરેસો ટકા.... ”

નીરીક્ષકે પેપર વહેચ્યાં અને બધાને ચેતવણી આપી. બેલ વાગ્યો અને બધા લખવા ભણા થયા. જયમીને આ પરીક્ષા માટે કાઈ તૈયારી નહોતી કરી. તેને છેલ્લે દોઢ મહિના પહેલા કોઈ બુક વાંચી હતી. દોઢ મહિના પહેલાનું યાદ કરી લખવું મુશ્કેલ હતું. જેટલા પ્રશ્નોનાં જવાબ આવડતા હતા તેટલા તે ટીક કરવા માંડ્યો હતો. કોઈ પ્રશ્નનાં ગાઢ વિચારમાં તે હતો અને પાછળથી તેની પીઠ પર અણી ભોંકાઈ. તે ઓચિંતો ઉછળ્યો અને પાછોબેઠો. નીરીક્ષક બહાર તેમના સહયોગી સાથે ગપ્પાં લડાવતાં હતાં. “બે જ મિનીટ ભાઈ... ” અવાજ આવ્યો. જયમીન બેન્ચિસનો ટેકો લઇ કાન સોંસરાકરી બેઠો.

“ભાઈ... તમને કાઈ આવડ્યે છે?” તેણે પૂછ્યું. જયમીને ડોકું ઘુણાવી ના પાડી અને લખવા માંડ્યો.

લગભગ અડધો કલાક નીકળી ગયો. જયમીનને થયું કે હવે શાંતિ... થોડી મિનિટ પછી તે ઉભો થયો અને નીરીક્ષક સામે તટલી (છેલ્લી) આંગળી કરી બોલ્યો “સાહેબ... બે જ મિનિટ. બાથરૂમ જવું છે” નીરીક્ષકે વાતો વચ્ચે સમય કાઢી “હા” પાડી. જયમીને આખરે હાશકારો અનુભવ્યો. જયમીને હવે ટીક કરવામાં સ્પીડ પકડી હતી. પાંચ મિનિટ પછી ભદ્દો ક્લાસમાં આવ્યો અને જયમીનની બેન્ચીસ આગળ પહોચી સ્લો મોશનમાં ચાલવા લાગ્યો અને ધીમેથી બોલ્યો“ બાપુ... કાંઇક લખાવો... આપણીતો ફાઈટી પડી છે. ” જયમીન કાઈ જ બોલ્યો નહિ. નીરીક્ષક્ને ફરીથી વ્યસ્ત જોઈ તે બોલ્યો “બે જ મિનિટ ભાઈ.... એક કામ કરો તમે તમારા પેપરમાં જવાબ ટીક કરી ધ્યો અને મને આપીધ્યો... મારું પેપર તમે રાખો” જયમીનનુંચસક્યું. એનાદિમાગમાં એકતો મહામહેનતે થોડું ઘણું યાદ આવતું હતુંઅને આ નમુનો અલગ-અલગ ટોચકા આપે જતો હતો. તે કાઈ બોલ્યો નહિ. પેલો પણ સમજી ગયો. થોડીવાર પછી જયમીનનેદયા આવી અને તેના પેપરમાં જવાબ ટીક કરી પાછળવાળાને દેખાય તે રીતે બાજુમાં મુક્યું. ભદ્દો તો પેપર જોઇને ખુશ-ખુશાલ થઇ ગયો અને હસતાં મોઢે ફટાફટ જવાબ ટપકાવવા લાગ્યો.

“ભાઈ... આ કલમવાળા પ્રશ્નમાં શું જવા આવે?” જયમીને પાછળ ટેકો લઈને પૂછ્યું. આખા પ્રશ્નપત્રમાં એક જ બંધારણને લગતો પ્રશ્ન હતો. જયમીન ખુશ થયો કે ચાલો એક પ્રશ્નનો જવાબ તો સો ટકા સાચો પડશે. ભાઈએ ગંભીરતાથી પ્રશ્ન વાંચ્યો અને“બે જ મિનિટ... હું કઉ... ” બોલ્યો. જેમ કોઈ UPSC/GPSCમાં એકદમ કઠિન પ્રશ્ન પૂછ્યો હોય તેમ તેણે વિચારવાનું શરૂ કર્યું. મોઢામાં પેન નાખીને!! એ સમયે તે જેમ નાનો છોકરો લોલીપોપ ખાતો હોય તેવો લાગતો હતો. બે મિનિટ કહી પાંચ મિનીટ વિચાર્યા બાદ તે ડોકું હલાવતાં બોલ્યો “જુઓ... A અનેC તો શક્ય જ નથી. એ મનેખબર છે પાક્કી... પણ હવે B અને D માં તો મને પણ થોડું કન્ફયુઝન છે” ફૂટ્યા કરમ!!! “એકતો એક માત્ર સવાલ પૂછ્યો હતો અને તેમાં પણ કાઇ વળ્યું નહિ” જયમીન મનમાં બબડ્યો. તે આગળ થયો અને ફરી જેવા આવડે તેવા જવાબો ટીક કરવા લાગ્યો.

સમય પસાર થવા લાગ્યો. “અડધો કલાક.... છેલ્લો અડધો કલાક બાકી છે હવે” નીરીક્ષકે જાહેરાત કરી. લગભગબધાની જ કમર સીધી થઇ ગઈ. જે લોકો આપણે અગાઉ વાત થઇ તેમ તૈયાર થઈને આવેલા હતા, તેઓની ઊંઘ ઉડી અને બેઠા થયાં. જયમીનની પાછળવાળો ભદ્દો દડાની જેમ કુદ્યો અને બોલ્યો “ભાઈ... જામનગરમાં આપણી બઉ ઈજ્જત છી... આ પરીક્ષા પાસ કરવી પડશે... લખાવોને થોડું?”

જયમીન કંટાળીને ધીમેથી બોલ્યો “મારી પણ પાલનપુરમાં બહુ ઈજ્જત છે... મને તો લખવા દો” ભદ્દો થોડો નારાજ થયો અને આજુ-બાજુનાં બીજા લોકો સાથે સાંઠ-ગાંઠ કરવાની ચાલુ કરી. પણ કાઈજ ન થતાં શાંત અવાજે ફરી બોલ્યો “બાપુ.. વાંધો નહિ... તમારૂ પતે એટલે લખાવજો” અનેરહી-રહીને બોલ્યો “છેલ્લી વીસ મિનિટમાં” જયમીને સાંભળ્યું ન સાંભળ્યું કર્યું અને પોતાનું ચાલુ રાખ્યું.

ભદ્દોજયમીનની પાછળ ફરવાની કે તેના ઈશારાની રાહ જોઇને ટેબલ પર બે હાથ મૂકી તેના પર મોઢું ટીંગાડીને બેઠો હતો. દસ મિનિટ પછી નીરીક્ષકે ફરીથી જાહેરાત કરી “ વીસ મિનિટ... ” ભાઈના હવે તણખલા છુટા થવા લાગ્યાં. તેણે થોડી જોરથી એટલે લગભગ આખા ક્લાસને સંભળાય તે રીતે કહ્યું“ભાઈ હવે તો બતાવો” આજુબાજુ વાળા બધા જોવા લાગ્યા. નીરીક્ષક તેની બાજુમાં આવીને ઉભા રહ્યાં. તે જાણે પોતાના પેપર સાથે જ એકલો વાતો કરતો હોય તેવો ડોળ કરવા લાગ્યો. જયમીન તેની ધૂનમાં જ હતો. નીરીક્ષક ગયા પછી ધીમેથી બોલ્યો “બે જ મિનિટ... ખાલી બે જ મિનિટ બતાવો બસ. પછી હું તમને હેરાન નહિ કરૂ... બસ” જયમીનકંઇજ બોલ્યો નહિ. બે-ત્રણ મિનિટ પછી જયમીને પેપર પુરૂ કર્યું. તેણે પોતાનું પ્રશ્નપત્ર બાજુમાં મુકવાનો નિર્ણય કર્યો.

પેલો ભાઈ કોઈ ન મળતા ફરીથી, પાછળ બેઠેલીછોકરી સાથેમંડ્યો“બેન... કાંઇક લખાવો ને?” પેલી એતો થોડી પણ મચક ન આપી. ભાઈ હવે કંટાળ્યો અને નક્કી કર્યું કે “હવે કાઈંજ જ લખવું જ નથી.... ” અને ટેબલ પર પેન પછાડી. બેન્ચિસે અચાનક થ્રસ્ટ અનુભવ્યો અને ઝૂલવા લાગી. જયમીને તેની પેનનું પોલરૂ બંદ કર્યું અને પેપર બાજુમાં મૂકી ઈશારો કર્યો “ઓય... બે મિનિટ.... લખી દો હવે. ”

“દસ મિનિટ.... ચાલો બધા પોત-પોતાના નંબરચેક કરી લો” નીરીક્ષકે ફરી કહ્યું. ભદ્દો થોડીવાર વિચાર કરવા લાગ્યો અને બોલ્યો “ના બસ... હવે આપણે કાઈ નથી લખવાનાં... ” જયમિનનેઆશ્ચર્ય થયું. તેણે નીરીક્ષકથી બચતી નજરે ડોકું ફેરવ્યું અને બોલ્યો “કેમ?”

“બસ બહુ થયું હવે.. હવે નહિ” તેણે અજબ આત્મવિશ્વાસથી જવાબ આપ્યો. જયમીને“ઓકે... ” કહી પોતાનું પેપર લઇ લીધું. ભદ્દો ત્રણ-ચાર મિનિટ શાંત રહ્યો અને પછી અચાનક જ સ્પ્રિંગની જેમ ઉછળ્યો અને બોલ્યો“ભાઈ... જલ્દી લખાવોને. સોરી... હું પતાવી દઉં”. જયમીન હસ્યો અને તેને દેખાય તે રીતે પેપર મુક્યું. જેમ કોઈ માણસ વર્ષોથી ભૂખ્યો હોય અને અચાનક ખાવામાં માત્ર સુકી રોટલી મળે તો પણ તેને પાંચ પકવાન લાગે તે રીતે તે મંડ્યો.

“ચાલો... સમય પૂરો.... લખવાનું બંદ કરો બધા” નીરીક્ષકે આજના દિવસની તેની છેલ્લી જાહેરાત કરી અને પેપર કલેક્ટ કરવાનું ચાલુ કર્યું. જયમીનનો નંબર પાંચમો હતો અને એની પાછળ ભદ્દો છઠ્ઠો.

“સર... બેજ મિનિટ. બહુ બાકી રહી ગયું હતું... ” તે કાઈ ઘોર વિચારતો હોય તેવી મુદ્રામાં બોલ્યો.

“તો શું આટલી વાર ઊંઘતો હતો ભાઈ? આ બધું ના ચાલે” અનેનીરીક્ષકે પેપર હાથમાં પકડ્યું. એક છેડો તેના હાથમાં અને બીજો નીરીક્ષકનાં.

“એ ભાઈ તું પેપર છોડ નહીતર ફાટી જશે... મને કાઈ ફર્ક નહિ પડે પણ તારી કારકીર્દી બગડશે.. ” નીરીક્ષક બોલ્યા. ભદ્દાએપેપર છોડ્યું. નીરીક્ષકે તેના આગળનાં બે લાંબા દાંત સાથે સ્મિત આપ્યું અને આગળ વધ્યા.

લોકો ધીમે-ધીમેં બહાર આવવાં લાગ્યા. ટોઇલેટ આગળ ફરીથી લાંબી લાઈન લાગી હતી. જયમીનને ઉતાવળ હોવાથી તે ફટાફટ ગેટ તરફ ચાલ્યો. અચાનક“ ઓ જયમીન બાપુ... ”ની ચીસ સાંભળી. તે પાછળ ફર્યો, ફરીથી પેલો ગઠીયો જ હતો.

“બાપુ... ક્યાં ઉપડ્યા. બેમિનિટ ઉભા તો રયો” તે બોલ્યો. જયમીન મલકાયો અને ઉભો રહ્યો.

“અરે... મેં લખાવ્યું ત્યારે લખતાં કેમ નહોતા?” જયમીને પૂછ્યું. “અને પછી પાછા લખવા લાગ્યાં”

પેલાએ બોડી લેન્ગવેજ બદલી અને બોલ્યો “વેલ્યુ... મને લાગ્યું કે હવે જવા દે નથી લખવું પણ પછી થયું કે હાલને ઘી-ગોળ મળ્યા હે તો ખાઈ લઉં”

“સારૂ... ચાલો હું નીકળું. મારે એક મિત્રને બાજુની સ્કુલમાંથી લઈને પાલનપુર નીકળવાનું છે... ” જયમીને ઘડિયાળ જોતા કહ્યું.

“અરે હા... વાંધ્યો નહિ. પણ તમારો નંબર આપતા જાઓને? કોઈ વાર કામ આવે... ” તેણે કહ્યું.

“હા.. લખો” અને જયમીન તેનો નંબર બોલી ગયો.

“અરે યાર.. બેટરી જ નથી. એક કામ કરો હું તમને મારૂ કાર્ડ આપી દુ શું. તમે આ નંબર પર મિસ કોલ મારી દેજો” તેણે પોકેટમાંથી કાર્ડ કાઢ્યું અને જયમિનનાં હાથમાં મુક્યું. કાર્ડ જોતાજ જયમીન હેબતાઈ ગયો. તેણેભદ્દાની સામે જોઇને કહ્યું “આ શું? LIC એજન્ટ?”

“હા... હુંLIC એજન્ટ છું. ” તેણે શાંતિથી જવાબ આપ્યો.

“સિવિલ પછી... એડવોકેટ... પછીLIC એજન્ટ?” જયમીન કંટાળી ગયો હતો.

“અરે ના.. ભાઈ ના, મે ક્યાં સિવિલ કર્યું છે? આપણે તો કોમર્સ વાળા. ” તેણેગરમીમાં શર્ટ ઊંચા નીચો કર્યો અને જવાબ આપ્યો.

“તો તમે પરીક્ષા કેવી રીતે અને કેમ આપી?” જયમીને ગુસ્સાથી પૂછ્યું.

“અરે આતો બધા સિવિલવાળા દોસ્તારો આપતા હતા.. તો ફોર્મ ફરી નાખ્યું અમદાવાદ ફરવા આવવા ખાતર. ફોર્મમાં ક્યા ડીગ્રી બતાવવાની હોય છે? ખાલી લખવાની જ હોય છે ને” તે બોલ્યો અને ખડખડાટ હસવા લાગ્યો. જયમીન ગુસ્સાથી લાલચોળ થઇ ગયો હતો.

“અને હા... આ મારું બીજું કાર્ડ.. પણ આ છ મહિના પછી જ વાપરજો... ” તેણે કહ્યું

“કેમ?” જયમીને દાંત કચકચાવીને પૂછ્યું.

“મારું એડવોકેટ નું ભણવાનું છ મહીના પછી ચાલુ થશે... એટલે” તેણે હસતાં મોઢે જવાબ આપ્યો. જયમીન તેને મારવા માટે આજુબાજુ કાંઇક શોધી રહ્યો હતો અને એટલામાં જ તે બોલ્યો “સારૂ ચાલો હું નીકળું છું.. મારા સિવિલવાળા દોસ્તારો આવી ગયા છે... અમારે આજે લાલ દરવાજા જવાનું છે... પછી મળીશું... ” જયમીને ગુસ્સા સાથે હાશકારો અનુભવ્યો. અને આના જેવો બીજો કોઈ અહી મળે તે પહેલા ગેટથી બહાર નીકળ્યો....

---અન્ય પાલનપુરી

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED