આ ઉંમરે શું સુજ્યું કે પાછી છૂટાછેડા ની વાત લઈ બેઠો!. અશોક ના બાપુજી એ વાત કરી અશોક નું લગ્નજીવન ખરાબ તો નહીં પણ બહુ સારું પણ નહીં જ્યોતિ સાથે લગ્ન જીવન ના વિસ વર્ષે પણ મન નો મેળાપ ન થતા છુટા છેડા લેવાનો વખત આવ્યો.
સમાજ વાતો કરે. અશોક ના સંબંધીઓ જ્યોતિ ની ભૂલો શોધે. જ્યોતિ ના સંબંધીઓ અશોક ની ભૂલો શોધે. વાંક ગમે તેનો હોય સજા તો નીતિ એ ભોગવવાની હતી.
નીતિ ઓગણીસ વર્ષ ની અશોક અને જ્યોતિ ની એકની એક દીકરી હતી. દાદા ના ઘણા લાડ કોડ મા મોટી થયેલી.
અશોક અને જ્યોતિ ને પહેલા થીજ મતભેદો રહ્યા કરતાં. લગ્ન ના છએક મહિના બાદ કરતાં આટલા વર્ષો જેમતેમ વિતાવ્યા. નીતિ ના ભવિષ્ય નો વિચાર કરતા કરતાં પણ જીવન નો અંત કંઈક આજ સબંધો માં લાખાયેલો નહીં હોય એમ માની અંતે છુટા પડવું એજ રસ્તો લાગ્યો. પણ બંને ને છુટા પડવાનું કશુજ દુઃખ ન લાગ્યું.
પણ જ્યોતિ ને નીતિ ને છોડવાનું જીવ છોડ્યા જેટલું દુઃખ લાગ્યું. રોજ ની ઝંઝટ માટે અને નીતિ ના નાસીબમાં જે લખ્યું હશે તે થશે. એમ માની બીજો કોઈ રસ્તો ન મળતા આખરે છુટા પાડવાનો નિર્ણય કર્યો.
એ નિર્ણય એક ઘર નો હતો જેમાં બધી બાજુથી ગુમાવવા નું એક નીતિ ને હતું. અને બીજું દાદા ના નસીબ માં.
દાદાનું ઘર આર્થિક રીતે સંપન્ન એટલે આ ઉંમરે પણ કોઈ બીજી છુટા છેડા લીધેલી છોકરી મળી જશે. એવું માની દાદાએ મન મનાવી લીધું.
કોઈ પણ રીતે મન ને મનાવી ના શકે એવી એકજ વ્યક્તિ હતી. જે એક માં ને છોડવા રાજી ન હતી. પરંતુ એક ઘર પરિવાર અને સમાજનાં નિર્ણયો કોઈ ની લાગણી કે પ્રેમ ને જોઈને થોડા લેવામાં આવે છે? ત્યાં કોઈ ની જીદ કોઈ નો સ્વાર્થ કોઈ ની મહત્વકાંક્ષા ઓ ને જોઈ ને લેવાતાં હોય છે
આખરે અશોક અને જ્યોતિ ના છુટા છેડા થયાં.
હવે અશોક માટે કોઈ નવી સ્ત્રી ની શોધ શરૂ થઈ અને એક સ્ત્રી મળી પણ ગઈ. એક વિધવા સ્ત્રી વનિતા જેમનો પતિ એક એકસીડન્ટ માં મૃત્યુ પામેલો. એમનો એક દીકરો જેને બહુ લાડથી મોટો કર્યો. ભણાવ્યો. સારી નોકરી પણ મળી. ત્યાંજ તેમના પતિનું એકસીડન્ટ થયું અને મૃત્યુ પામ્યા. વાનીતાએ પતિની થોડી બચત માંથી છોકરાને પરણાવ્યો. અને ઘરમાં વહુ આવી.
નવી વહુ ઘર માં આવતાજ ઘરની જજ બની ગઈ. વનિતા ઉપર હુકમો છોડવા લાગી. અને થોડા દિવસ માં પોતાનુજ ઘર તેને પારકું લાગવા માંડ્યું. અને નિર્ણય કર્યો અને પાછું અશોક સાથે પરણી નવો સંસાર શરૂ કર્યો.
પોતાને સાસરે જવાની ઉમરમાં ઘરે એક નવી માં આવી.સર્વ ગુણે સંપન્ન, સ્વભાવે પણ સારી. અને પોતે પણ છોકરા વહુ એ આપેલા ઘણાં દુઃખ જોઈ આવેલી એટલે ઘણી ગંભીર બની ગયેલી.
પરંતુ નીતિ માટે એકવીસ વર્ષ ની ઉંમર માં એ કોઈ નવી માને સ્વીકારવી એ બહુ અધરી બાબત બની. પણ પોતાનું દુઃખ કહે તો પણ કોને કહે. એ ઉમરજ એવીકે જયારે સહું થી વધારે છોકરી ને માં ની જરૂર હોય. ઘણી અંગત સલાહો. કોઈ નવા ઘરમાં લગ્ન કરીને જાય ત્યાં રહેવાની કળા સાસરે જઈ ત્યાં કોની સાથે કેવો વ્યવહાર કરાઈ કોની સાથે કેવીરીતે રહેવાય એવી બધી સલાહો એ ઉંમરમાં માં પાસેથી વીશેષ લેવાની હોય અને પોતાના એવા સવાલો જે કોઈ ને ન કરી શકાય તેના જવાબ માં પાસેથી વગર માંગ્યા મળતાં હોય.
પોતાને કેવા જીવનસાથી ની અપેક્ષા છે. તે મન મૂકીને માં ને જ કહી શકાય. ત્યાં આ નવી માં ગમે તેટલી સારી હોય તો પણ મન ના દરવાજાઓ બધી જગ્યાએ ન ખુલે? એમ નીતિ ના વિચારો રોજથી રોજ પરિપક્વ થતાં ગયા. જે નીતિ એકવીસ વર્ષ ના દેખાવમાં બે ચાર વર્ષ નો ઉમેરો કરતાં ગયાં.
ઘરમાં નવી વહુ આવી બધું બરાબર ઘર સંભાળી લીધું. પછી આડોસ પડોસ માં ઓળખાણો પણ સારી થાય ગઈ. તેમજ સમયના વહેણમાં એક વર્ષ નીકળી ગયું.
એ સમયનાં વહેણ માં નિત ના લગ્નની વાતો થવા લાગી. પરંતુ નિત ના મને હજુ પોતાની સગી માં ને હજુ વીદાય આપી નોહતી. એ હજુ પણ ઉદાસ ઉદાસ રહેતી. નવી માં ગમે તેટલી સારી તોયે તે એમની સામે મન ખોલવામાં રાજી ન હતી.
જોતજોતામાં તેમના માટે છોકરો શોધવાની શરૂઆત થઈ. અને એક વ્યવસ્થિત સુખી કુટુંબમાં નીતિ નું સગપણ નક્કી થયું. પરંતુ વિચારો ની દ્વિધા નીતિ ને રોજ ઠમઠોળતી કે મારા લગ્નમાં મારી એ માં આવશે કે નહીં? આવશે જ કેમ ન આવે એક માં ને પણ દીકરી ના લગ્ન કરવાની કેવી તમન્ના હોય.
ઘરમાં બધા લગ્નની તૈયારી માં લાગી ગયા બધાને કંકોત્રી ઓ વહેંચવામાં લાગ્યા પણ માં ની તો કોઈ વાત નથી કરતું વાત તો શું કોઈ યાદ પણ નથી કરતું. એ માં એ પણ કેવા કેવા સપનાં જોયાં હશે. પોતાની લાડલી માટે ઢીંગલીઓ થી રમાડતાં રમાડતાં કેવી કલ્પના કરી હશે.
પણ આ તો સુધારેલો સમાજ એમને ક્યાં પરવા હોય છે કોઈ ના પ્રેમ ની બસ લગ્ન એટલે રોશની નો ઝગમગાટ, ફૂલોનો શણગાર, બેન્ડવાજા નો નાદ..પણ મન એકલું માણસ એકલો. જેવી હાલત નીતિ ની થઈ.
મન માં વિચાર કર્યો હું દાદા ને વાત કરીશ તે એકજ દિવસ મારા લગ્નમાં મમ્મી ને આવવાની રજા આપે હું તેમને બોલાવીશ. એ થોડી ના પડશે લોહીના સબંધ એમ થોડાં તૂટી જાય. લગ્ન મારા છે તો મારી પણ કોઈ ઈચ્છા હોય અને છોકરી ની ઈચ્છા પૂરી કરવી એ માં બાપ બન્ને ની ફરજ છે.
બીજા દિવસે સાંજે જમી ને અશોકભાઈ અને દાદા બેઠા હતા. વનિતા બેન ઘર નું કામ પતાવી શેરી એ બાજુ વાળા બેન સાથે બેઠા. અશોકભાઈ અને દાદા બેઠા હતાં ત્યાં સમય જોય નીતિ એ વાત શરૂ કરી લગ્ન માં મારી મા ને બોલાવસો ને? એટલું સાંભળતાં અશોકભાઈ ના મનમાં તાપમન નો પારો 42 ડીગ્રી એ પહોંચી ગયો. પરંતુ દાદા પાસે બેઠા હોવાથી તે તરત તો કઈ ના બોલી શક્યા. થોડીવાર ત્રણેય એકબીજા સામું જોતા રહ્યા.પછી અશોકભાઈ થી રહેવાયું નહીં. બોલ્યાં તેને હવે આ ઘર સાથે કોઈ સબંધ નથી એ એટલું તું સમજી લે. પણ સબંધ છે એ મારી મા છે. છે નહીં હતી હવેથી આ ઘરમાં છે એ તારી મા છે. પણ હું ક્યાં તેને અહીં રાખવાનું કહું છું લગ્ન માં એક દિવસ ની તો વાત છે.પણ એ નહીં બની શકે અશોકભાઈ એ ચોખ્ખી નાં પાડી.અને દાદા ફક્ત સાંભળતાં રહ્યાં. અને કરે પણ શું. સમાજ એવું સમજે છે કે છૂટાછેડા થયાં એટલે છુટા થયાં પણ એકવીસ વર્ષ ની છોકરી નું મન એ સમાજ ની રીત કેમ સમજી શકે? તો પણ નીતિ એ પોતાની માં ને પોતાના લગ્ન માં બોલાવવા માટે દાદા પાસે આજીજી કરી.
દાદા વૃદ્ધ છે કદાચ બાળક અને વૃદ્ધ બંને પાસે પ્રેમ અને લાગણીઓ ભરપૂર હોય છે પણ બને અત્યારે લાચાર જેવી હાલત અનુભવી રહ્યા છે.દાદા પણ ઈચ્છે કે દીકરીને લગ્ન ના દિવસે માં ના આશીશ મળે. પણ આ ઉમર અને સમાજ ના રીવાજો એને એવું કરવા ની શક્તિ અને સાથ નથી આપતાં. નીતિ પાસે છેલ્લો એક રસ્તો હતો તે એમના નવી મા ને મનાવવા નો એ પણ અજમાવી જોયો એક સ્ત્રી બીજી સ્ત્રી ની લાગણીઓ સમજી શકે. પણ સ્ત્રી માં અધીકાર ભાવ પણ જબ્બર હોય છે અત્યારે અહીં હું તારી મા જ છું એમની શુ જરૂર છે અને માં તરીકે ના બધા સબંધો હું સારી રીતે નિભાવી શકું છું. મેં ક્યારેય તારી સાથે એવો વ્યવહાર નથી કર્યો કે તને કૈં ઓછું લાગે એવું કહી એમને પણ એ વાત ટાળી. અને એમજ સમય એ લગ્ન સુધી પહોંચી ગયો. આમતો એક છોકરી ના અરમાનો પતિ સિવાય વિષેશ બીજા કોઈ ના હોય શકે. પણ પોતાના લગ્ન માં ખૂટતો વસવસો ભાગ્યેજ કોઈ છોકરી ભૂલી શકે. એવો સમય એ લગ્ન માં આવી પહોંચ્યો લગ્ન ના સુખ થી વધારે માં ના વિયોગ નું દુઃખ. એ કોઈ માતા અને પિતા ના મત ભેદ. મન ભેદ તિરસ્કાર.નફરત. ગુસ્સો.અહમ.જ્યારે છુટા પડાવે ત્યાં શુધી પહોંચે ત્યારે તેનું પાપ કોઈ નાના છોકરાં છોકરી ને ભોગવવું પડતું હોય છે. એ લગ્નના ફેરા પૂરાં થયાં બેન્ડવાજા સાથે જાન નીકળી અને એક છોકરી ના અંતર નો ચિત્કાર એબેન્ડવાજા ના અવાજ માં ઓગળી ગયો.