કર્મ નું પરિણામ Jalpesh rabara દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કર્મ નું પરિણામ

માણસ ઘણી વખત એવી દ્વિધા ઓ માં ખોવાય છે કે જેવી એને કલ્પના પણ ના કરી હોય. અને વિચારવા માંડે કે ભગવાન આમ કેમ કરતો હશે. અથવા તો ભગવાન ક્યાંય હશે કે નહીં. ?

પરંતુ આપણે જીવેલા જીવન નો શાંતિથી વિચાર કરીયે તો ક્યાંક ને ક્યાંક એવું જોવા મળે જ છે કે ભગવાન ચોક્કસ છે સમયે સમયે આ ધરતી પર એના પ્રમાણો પણ આપતો રહે છે. અને એવા પ્રસંગો આપણી આજુ બાજુ, અત્યાર ના સમયે પણ બનતા હોય છે. પણ આ ભાગદોડ વાળા જીવન માં આપણે તેને જોઈ સકતા નથી. ભગવાન ના પ્લાનીંગ બધા લાંબા ગાળાના હોય એવું લાગે છે. એટલે સમય નું પરિવર્તન આપણને એ બધું ભુલાવી દે છે. કર્મ ના નિયમો અટલ છે તેને કોઈ બદલી નથી શકતું.

” જેવું કરો તેવું પામો “

ભગવાન નો માણસ ને આપેલ કદાચ આ એકજ નિયમ છે. જે વહેલું અથવા તો મોડું સુખ અથવા દુઃખ કઈ પણ જે આપણને મળે છે. તે ફક્ત આપણાં કર્મ નો હિસાબ હોય છે. એવી એક વાર્તા પૂજ્ય નીલકંઠ સ્વામી ના મુખે થી ભાગવત કથા માં સાંભળેલી જે શીખવે છે. કર્મ નું પરિણામ ગમે તેટલા વર્ષે પણ મળેજ છે.

એક શેઠ અને શેઠાણી હતા. સુખી માણસ આર્થિક રીતે સંપન્ન મોટો બંગલો! દુઃખ એકજ એક પણ સંતાન નહીં. શેઠાણી ને મનમાં રહ્યા કરે એક દીકરો હોય તો સારું. શેઠ ભગવાન ભક્ત હતા. એને એવી કોઈ પીડા ન હતી. એતો માને ભગવાન ની ઈચ્છા હશે તેમ થશે.

શેઠ એક દિવસ બહાર ગામ ગયા શેઠાણી ને મન માં પીડા કે એક દીકરો હોય તો સારું અને શેઠ બહાર ગયા એ દિવસે એક બ્રાહ્મણ ત્યાં આવ્યા. બ્રાહ્મણ આવ્યા એટલે પેલા શેઠાણી ના મન ની અંદર બહુ ત્વરા હતી. એટલે પૂછ્યું કે મારે સંતાન થાય એવું કૈં ખરું, હું એવું કઈ વ્રત લઉ કે જાપ કરું! જેથી મને સંતાન થાય.

પેલા બ્રાહ્મણે બતાવ્યું હું તમને એક ઉપાય બતાવું. જેનાથી તમને સંતાન થાય, પણ તમારે એના માટે એક કામ કરવું પડે! ને કહે માતાજી ની આગળ જો તમે લીલું નાળિયેર વધારો તો તમને સંતાન થાય. તો કહે એટલે શુ કહે માતાજીનું મંદિર અહીં થી થોડે દૂર છે. ત્યાં તમે કોઈ છોકરા ની બલી આપો તો તમારે ત્યાં સંતાન થાય. નહીં તો તમારા ભાગ્ય માં સંતાન નથી. બ્રાહ્મણ તો આટલું કહી ને જતો રહ્યો. શેઠાણી ને મન ની અંદર ગાંઠ વળી ગઈ. લીલું નાળિયેર વધારું તો મને સંતાન થાય.

એવામાં ઘટના એવી બની કે એક ભીખારણ બે ત્રણ છોકરા ઓ ને લઈ ભીખ માંગવા આવી. શેઠાણી કહે તારે કેટલા છોકરા, તો કહે બેય આંગળી એ એક એક વળગાડ્યા છે એક કાખ માં છે અને હજુ બે ઘરે છે. ઘણાય છોકરા ઓ છે. એતો માતાજી ની મહેર છે. તો કહે એક છોકરો દેવો મને તને રૂપિયા આપું. ભિખારી ને તો બીજું શુ હોય, પેટ ભરવા મળતું ન હોય રૂપિયા મળે તો બધુજ દઈ દેવા તૈયાર થય જાય. તો કહે મારા પતિ ને પૂછી આવું. તો શેઠાણી કહે તારા પતિ ને પૂછી આવ એક દીકરો આપે તો પાંચસો રૂપિયા આપું. પાંચસો રૂપિયા એટલે એ જમાનામાં કેવળી મોટી રકમ કહેવાય. .

ભિખારી તો રૂપિયા મળતા હતા એટલે રાજી થય ગયો. કઈ વાંધો નહીં ભલેને એક આપી દઈએ આપણી પાસે ઘણાય છે. પાંચસો રૂપિયા તો મળે. આપણું આખા વરસ નું જીવન પોષણ થઈ જશે, શેઠાણી ને તો કઈ રૂપિયા ની હતી નહીં ભગવાને ઘણું આપ્યું હતું. પાંચસો રૂપિયા આપી એક છોકરો લીધો. અને ત્યાં માતાજીના મંદિર પાસે બલી ચડાવી દીધી. છોકરો મૃત્યુ પામ્યો, પછી જે થયું એ માતાજી ની મહેર કે કુ મહેર સમય જતા શેઠાણી ને ત્યાં દીકરાનો જન્મ થયો,

શેઠાણી તો ખૂબ રાજીના રેળ થાય, કે પેલા બ્રાહ્મણ નું વચન સાચું થયું કે માતાજી ને લીલું નારિયેળ વધાર્યું ને મારે ત્યાં દીકરો થયો. શેઠ ને આ વાત ની કઈ જાણ ન કરી. શેઠ ની પાસે કપટ રાખ્યું, ભલો માણસ હતા શેઠ તો, સમય જતા એમજ દિવસો તો વૃદ્ધિ ને પામતા ગયા. સમય જતા શેઠની સંપત્તિ પણ ખૂબ વધવા લાગી. દીકરો પણ ધીરે ધીરે મોટો થવા લાગ્યો, વીશ વર્ષ નો યુવાન દીકરો થયો. શેઠ અને શેઠાણી ખૂબ રાજી છે,

શેઠ ના મનમાં એમ છે કે ભગવાને આપણા પર અનુગ્રહ વરસાવ્યો,અને શેઠાણી ની અંદર પાપ છે કે લીલું નાળિયેર વધાર્યું ને આપણે ત્યાં દીકરો થયો, એ દીકરા ના ધામ ધૂમ થી લગ્ન કર્યા સુંદર વહુ આવી, એમને ત્યાં પણ પુત્ર થયો, શેઠ અને શેઠાણી તો ખૂબ રાજી થયાં આપણું કુટુંબ હર્યું ભર્યું આપણો વંશ આગળ ચાલ્યો.

એક દિવસ શેઠ અને શેઠાણી બંને અગાસી ઉપર હિંડોળે હીંચકતા હતા. લાગ જોઈ ને શેઠાણી એ વાત છેળી શેઠાણી કહે તમને ખબર છે. આપણે ત્યાં દીકરો કેમ થયો. એક દિવસ તમે બહાર ગયા હતાને એક જ્યોતિશ આવ્યા હતા,એણે વાત કરી કે લીલું નાળિયેર માતાજી ને વધારો ને તો તમારે ઘેર દીકરો થાય. એક ભીખારણ આવી હતી એમની પાસેથી દીકરો લીધો. અને એને વધાર્યો એટલે ભગવાને આપણી પર કૃપા કરી ને આપણને દીકરો આપ્યો છે. આજ કેટલું આપણું ઘર સુખી છે. આપના દીકરા ને ત્યાં પણ દીકરો થયો છે. વહુ પણ કહ્યાંગરી આવી છે અને ભગવાને આપણને ખૂબ સંપત્તિ પણ આપી છે.

શેઠ આ વાત સાંભળી ને ગમ ખાઈ ગયા,બોલ્યા નહીં પણ મન ની અંદર થયું, કે મારા જીવન માં હું નીતિનું કામ કરૃ છું ક્યારેય મેં અનીતિ કરી નથી વેપાર ની અંદર, અને મારી પત્ની આવા કર્મો કરે છે,મન માં થયું ભગવાન પણ ખરો છે. આવું ક્રૂર કર્મ કરીને મારી પત્ની આટલી સુખી છે. ભગવાન એને દંડ નહીં દેતા હોય?

સમય જતા શેઠ એક દિવસ કામ માટે બહાર ગયા છે. ચોમાસા ની ઋતુ છે. ચોમાસા માં એકદમ વરસાદ વરસવા માંડ્યો. વીજળી ના કડાકા થવા માંડયા, ચારે બાજુ વાતાવરણ એકદમ ગમગીન થઈ ગયું. અને જે બંગલા માં શેઠાણી એમનો પુત્ર એમની પુત્રવધુ અને પૌત્ર રહે છે ત્યાં એક ભયંકર વીજળી એ મકાન ઉપર પળી. અને એ આખા મકાન ના બે ભાગ થઈ ગયા. અને મકાન આખું જમીન ની અંદર ઘુસી ગયું. તેમાં શેઠાણી એમનો પુત્ર એમની પુત્ર વધુ એમનો પૌત્ર બધાજ મૃત્યુ પામ્યા. આખો બંગલો જમીન ની અંદર ઘૂસી ફસાઈ ગયો.

શેઠ આવ્યા માણસો બધા એમના બંગલા ની આસપાસ ભેગા થઈ ગયા. શેઠ આવીને કહે આ બધુ શું થયું. તો માણસો કહે વીજળી પડી અને મકાન ના બે ભાગ થઈ ગયા. અને આખું ઘર અંદર ફસાઈ ગયું. તમારા પત્ની તમારો પુત્ર પુત્રવધુ અને પૌત્ર બધા મૃત્યુ પામ્યાં છેં, શેઠ કઈ ન બોલ્યાં પણ મનમાં એક શબ્દ નીકળી ગયો, "ભગવાન છે ખરો, " પણ થોડો ટાઢો છે, પરિણામ થોડું મોડું આપે છેં, જેવું કર્મ કરીએ એવું પરિણામ મળવાનું જ છેં.