વાત કોની માનવી Jalpesh rabara દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વાત કોની માનવી

" વાત કોની માનવી "

આ વાત આ સમયમાં એક પ્રશ્નાર્થ બની ગઈ છે. કે વાત કોની માનવી? જે સારા સારા ભાષણ આપે છે તેની? જે સારા હોદ્દા ઉપર બેસીને સારી સારી વાતો કરે છે તેની? કે આપણા ધાર્મિક ગુરુઓની? કે સારા સારા ભાષણો કરતાં મોટિવેશન ધંધાદારી ગુરુઓની? કે જેણે પોતાના જીવનમાં બે ટંક ભોજન થી વધારે કૈં પણ કર્યું નથી અને સલાહો આપી ને કોલર ઊંચા રાખતાં કહેવાતા વડીલોની?

વાત પહેલાં ભાષણો વાળાની કરીયે તો તેમાં સૌથી પહેલા રાજકારણીઓ આવે જે કામ તો પોતાના અંગત સ્વાર્થ સિવાય સમાજ માટે બીજું કશું કરતાં નથી. પણ ભાષણો બહુ સારા કરે છે. જે પોતાના અધિકાર માં આવતાં વિસ્તાર નો કોઈ વ્યક્તિ કોઈ વિસ્તાર નું કામ લઈ એમની ઓફિસમાં જાય તો કદાચ એકાદ બે ધક્કા માં સાંસદ. ધારાસભ્ય. કે કોર્પોરેટર મળી જાય.

પણ તમારી કોઈ લાગવગ કે ઓળખાણ ન હોય તો તમારી સાથે એટલી જ ચર્ચા કરશે કે સારું હું જોઈ લઈશ. પણ એ મહાશય ને કોઈ મેળાવડા માં ભાષણ કરતાં જોઈએ ત્યારે એ એવું ભાષણ કરતાં હશે કે જાણે આપણું કોઈ પણ કામ આ મહાશય ગમે ત્યારે કરી આપશે. પણ એ બીજા માટે વાતો થી વધારે બીજું કશું કરતા નથી. જેને આપણે ચૂંટી ને એક ફરજ સોંપેલી છે એ પોતાની ફરજ માં આવે એટલું પણ કરતા નથી તો સમાજ માટે વધારાની તો અપેક્ષા શું રાખવી..

બીજા અત્યાર ના સાધુ સંતો અને ધર્મ ગુરૂઓ આમ કરવું જોઈએ તેમ કરવું જોઈએ! સારા સમાજમાં કરવામાં આવે તેવા બધાં કાર્યો તમને કહેશે એવી અસંખ્ય સલાહો તેમની જીભે રમતી હશે. પરંતુ વાત જ્યારે પોતાના આચરણ માં ઉતારવાની આવશે ત્યારે એમ કહેશે એતો અમારી જરૂરિયાત છે. પણ અત્યાર ના સમયનાં સાધુઓ સંતો ની જરૂરિયાત એટલી બધી છે કે સંસારી માણસો તો એમની સામે વૈરાગી લાગે.

એજ સલાહો આપવાની કેટેગરીમાં ત્રીજા આવે મોટિવેશન ગુરૂ ઓ જેમનુ કામજ સારું સારું બોલવાનું છે. એ હંમેશા માણસો ને પોઝિટિવ વાતો કરશે. જેનાથી કોઈ માણસ નું ક્યારેય ભલું નથી થતું. હા થોડી વાર માટે મનના વિચારો બદલી જાય છે. મનમાં સારું ફિલ થાય છે. પણ બે ચાર દિવસ પછી માણસ હતો એવોજ થઈ જાય છે. જેમ મકાન ઉપર કલર કરવાથી મકાન નથી બદલી જતું , કલર જ બદલાય છે એમ.

હવે આવે છે સારા હોદ્દાપર કોઈ પણ જગ્યાએ આપણે જોઈએ કોઈ કોર્પોરેટ ઓફીસ નો અધિકારી કે કોઈ સામાન્ય ધંધા નો માલિક કે સામાન્ય દુકાન દાર પોતાની નીચેના માણસ સાથે એજ રીતે વર્તતો હશે. જાણે જગત નું બધું જ્ઞાન એમનામાં છે. એથી વિષેશ જ્ઞાન આ જગતમાં કૈં છે જ નહીં.

પરંતુ એ બુદ્ધિજીવીઓ એવું ક્યારેય નથી વિચારતાં કે આપણી નીચે કામ કરવા વાળો કોઈ કારીગરી માણસ પણ જો સગવડો અને સ્વતંત્રતા મળે તો ક્યારેક કહેવાતા બુદ્ધિજીવીઓ થી પણ આગળ નીકળી જાય છે. અને એવું બનેજ છે. ઘણી જગ્યાએ.

હવે જોઈએ જે એક વખત પણ ન માંગો તો પણ દસ મળે એવી આપણા વડીલો ની સલાહ. એક છોકરો ભણવાનું પુરૂ કરી કોઈ જોબ શોધે છે. સામાન્ય સંજોગોમાં અત્યાર ના સમય પ્રમાણે જોબ શોધવામાં બે થી છ મહિના નીકળી જાય છે. ત્યાં કહેવાતા કેટકેટલા વડીલો આ જોબ કરાય તે જોબ કરાય. જોબ ની રાહ ન જોવાય કોઈ નાનો ધંધો શરૂ કરી લેવાય એવી વણમાંગી સલાહો આપશે..

પરંતુ ભાગ્યેજ કોઈ વડીલ કહી શકે છે કે મેં આ બધા મારા વિચારો અને અનુભવો ઉપર થી તને કહ્યું. હવેે શું કરવું એ તારે પોતેજ નક્કી કારવાનું છે.

પેલી એક વાર્તા છે. કે એક સીત્તેર વર્ષના વૃદ્ધ નું મૃત્યું થયું હતું ત્યાં એમનો પુત્ર રડતો એમની બાજીમાં બેઠો હતો ત્યાંથી એક સાધુ પસાર થતા હતા. તે જોય તે જોઈ સાધુ પેલા પુત્ર ને સલાહ આપવા લાગ્યા. જે જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે તેની પાછળ શોક ન કરાય આપડે બધાંએ એક દિવસ મારવાનું છે. વગેરે વગેરે..

થોડા દિવસ પછી એ સાધુ ની એક બકરી મરી ગઈ અને સાધુ રડતા રડતા બોલવા માંડ્યા. મારી પાસેતો એક બકરી હતી. હવે હું એકલો પડી જઈશ મારુ કોણ .ત્યાંથી પેલો યુવાન પસાર થયો સાધુ ને રડતાં જોઈ. તેમની પાસે ગયો. એમને શાંત પાડયા. પછી પૂછ્યું. તમે મારા બાપૂ ના મૃત્યુ સમયે મને સમજાવતાં હતાં બધાએ એકદિવસ મારવાનું છે. તો તમે આ શોક સાનો કરો છો. સાધુ બોલ્યા એ બાપ તારો હતો !. આ બકરી મારી છે!..

"બસ આવુજ હોય છે. વધારે પડતી સલાહોમાં"

આ વાતો ઘણી અઘરી છે પણ એક સામાન્ય માણસ માટે આ સત્ય છે. જે કદાચ ડુંગર ની ટોચ ઉપર બેઠેલા માણસ ને નીચેની વસ્તુઓ નાની અને જીણી દેખાય છે. એમ કહેવાતા મોટા અને ઊંચા હોદ્દા વાળા અને વડિલોને આવી વાતો ઘણી નાની લાગે. પણ છેલ્લે માણસે શીખવાનું તો પોતાના અનુભવો માંથીજ છે.

માણસ જે કાંઈ કરે છે. જે કંઈ બને છે. જે કાંઈ મેળવે છે . તેમાં કદાચ કોઈ બહાર ની વ્યક્તિ નો અડધો ફાળો હોય શકે છે. પણ અડધો એ પોતાની જાત નો છે. એ પોતાની જાતને ઘડે છે. તેમાંથી બને છે. અને કંઈક મેળવે છે.

તેના પોતાના વિચારો. તેનું પોતાનું વર્તન. તેની પોતાની નજર દરેક વસ્તુઓ ને જોવાની. દરેક સબંધો ને પારખવાની. દરેક ક્રિયા ને બારીકાઈથી નિરીક્ષણ કરવાની. નજરની સામે આવતાં હરેક દ્રષ્યો ને સાચા- ખોટા નો ભેદ કરી મનની અંદર ઉતારવાની આવડત માણસને પોતે ધારેલી કક્ષાએ લઈ જઈ શકે છે. નહીં કે કોઈ ની ઉછીની લીધેલી આવડત! ( ઉછીની આવડત એટલે કામ કોઈ નું અને નામ કોઈનું )

"એ બધું થોડીવાર મનને આનંદ ચોક્કસ આપી શકે છે મંઝીલ નહીં."

આપણે કોઈ રસ્તા પરથી નીકળીએ અને અંધારું હોય, આપણને રસ્તો ન દેખાય તો કોઈ દિવા કે બતી ની મદદ થી આપણે રસ્તો શોધી શકીએ. એટલે જેની પાસેથી જ્ઞાન કે સલાહ લાઈએે તે દીવો અથવા તો બતી બની શકે છે. પણ રસ્તો આપણે જાતે શોધવાનો હોય. અને મંઝીલે પણ આપણે જાતેજ પહોંચવાનું હોય છે.

એક મિડલ કલાસ માણસ નું જીવન કેવું હોય છે. આ સમય પ્રમાણે મિડલકલાસ કુટુંબ ની સરેરાશ આવક વિસ હજારથી ચાલીસ હજાર ની કહી શકાય. સરેરાશ 70% ભારત માં આવા કુટુંબો હશે. તેમને ખર્ચ કરવા માટે એટલા ઓપ્શન નથી હોતા જેટલા એક અમીર માણસ પાસે હોય છે.

એમનું જીવન કહેવાતા બુદ્ધિજીવી ઓ થી કૈંક અલગ હોય છે. જે છે. એટલા માં ઘર ખર્ચ કાઢવાનો એમ પણ કોઈ બિન જરૂરી વસ્તુ ન આવવી જોઈએ. અથવા જેની જરૂર નહિવત છે તે વસ્તુ પણ ક્યારેક બાદ કરવાની રહે. તેમાં પણ એજ મહિનામાં કોઈ અણધાર્યો વધરા નો ખર્ચ થયો તો કોઈ લેવાની વસ્તુ આગળ ના મહિના ના લિસ્ટમાં જતી રહે.

એમાંથીજ છોકરાઓ ને ભણાવવાના. તેમાંથીજ મકાનના કે ગાડીના હપ્તા ભરવાના. એ બધું બાદ કરતા વધારે કઈ બચત નથી થતી. જે કઈ બચત થાય છે તે છોકરા ઓ ના લગ્ન કરાવવા પૂરતી મર્યાદિત હોય છે. જે ફરજિયાત કરવી પડતી હોય છે. એ સામાન્ય માણસ જે જીવન જીવે છે તેવી પરિસ્થિતીમાં આવી સલાહો આપવા વાળા કદાચ કઈ પણ નથી કરી શકતાં.

તેઓ સરેરાશ સુખી માણસો છે. એ સાચું કે એ પોતાની ઘણી ઈચ્છાઓ દબાવી રાખે છે. એણે પોતા માટે ઘણી બાંધ છોડ કરી, તેને પોતાના વ્યવહાર થી શીખેલું છે કે જીવન કેમ જીવાય.

પોતાના કામ ઉપર, ધંધો હોય તો ધંધામાં અત્યારની હરીફાઈ માં ચાલવાનું, મગજ વગર ના ગ્રાહકો સાથે મગજમારી કરવાની. જોબ હોય તો બોસ સાથે કે કોઈ સહકર્મચારીઓ સાથે દલીલો કરવાની, ભલે એવું જરૂરી નથી કે બધે એવુંજ હોય પણ વધારે પડતા સામાન્ય જીવન માં એવુંજ હોય છે. કોઈ તેને હળવાશ થી લઈ શકતું હોય. કોઈ તેને વધારે મન માં વાગોળવાથી તણાવ ગ્રસ્ત રહેતું હોય.

ઘણાને આર્થિક સંકટોમાં બીજું કઈ વિચારવાનો સમયજ ના રહેતો હોય, ક્યારેક એક શાંઘોને તેર તૂટે એવી હાલત હોય, ત્યાં કોઈ મોટિવેશન સલાહ કામ ન આપે, અને જે સલાહ આપે છે તે પણ મુશ્કેલી માંથી નીકળવાના સાચા રસ્તા નથી બતાવી શકતા. કરણ કે બધાની મુશ્કેલીઓ અલગ અલગ હોય છે એટલે બધાનો હલ પણ અલગ અલગ હોવાનો.

સૂફીયાની વાતો કરતા ગુરુઓ માંથી થોડાજ એવા હોય છે જે વાતો કરવાને બદલે સાચ્ચેજ મદદ કરતા હોય છે,

ઘણા બધા મોટિવેશન ગુરુઓ માંથી થોડાજ એવા હશે જે પોતાના વિચારોથી અને પોતાના અનુભવો ઉપરથી કશુક બોલતા હોય છે.

ઘણા બધા બોસ માંથી થોડાજ બોસ એવા હશે જે પોતાના કર્મચારીઓ માટે એવું વિચારી શકે કે તું મારા થી પણ વધારે પ્રગતિ કરવાને કાબેલ છે. તું ઘણો બધો આગળ વધવા સમર્થ છે. હું તારી મદદ માટે હંમેશા તૈયાર છું.

ઘણા બધા વડીલો માંથી અમૂકજ એવા નીકળશે જે તમારા માટે કોઈ નક્કર કામ કરશેે! ફક્ત કહેશે નહીં આમ કરવાથી આવું થશે. રસ્તો કરી આપશે અને કહેશે હવે તું સ્વતંત્ર છે, સામે આકાશ છે તારે કઈ દિશામાં ઉડવાનું એ તારે જાતેજ નક્કી કરવાનું છે.