દાદાનું દર્દ Jalpesh rabara દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દાદાનું દર્દ

આયુષ્ય ના પાંસઠ વર્ષ ગામ માં વિતાવ્યા. જાજી સમૃદ્ધિ તો નહીં! પણ માપમાં કામ કરવાનું. ચોખ્ખું ખાવા પીવાનું. સાથે ખાવા ના એટલા જ શોખીન ખાધા વગર પણ રહી ના શકે. અને સિમની ચોખ્ખી હવા. વધારે કમાઈ કૈં સંગ્રહ કરી લેવાની આતશ નહીં. એટલે સરેરાશ સુખી જીવન. છોકરો વહુ શહેરમાં રહે. વજુભાઇ અને મંજુબેન ગામડે રહે .છોકરા- વહુ નો શહેર માં રહેવાનો આગ્રહ ઘણો પણ શહેર નું જીવન બંધિયાર લાગે. થોડા દિવસ શહેર માં રહી પાછું ગામ યાદ આવે. પણ ઉમર તો તેની આદત બતાવ્યે જ રહે. એમ સીત્તેર વર્ષે વજુભાઈ થોડા ઢીલાં પડ્યા. શરીરે સાથ દેવાનું થોડું ઓછું કર્યું પણ મન હજુ પણ એવુંજ મજબૂત હતું.

ખેતી કામ માંથી હવે જાતે નિવૃત્તિ લઈ લીધી હોય. પણ પગવાડી ને બેસવાની આદત નહીં. એટલે ગમે ત્યાં ગામ માં હડિયાપટી ચાલુજ હોય. ઉનાળાનો સમય ચાલવામાં શ્વાસ ચડે છે અને લાગેલો ઘાવ જલ્દીથી રુજાતો નથી.એવી ફરિયાદ હવે વધવા લાગી. પુત્ર વિમલ ના આગ્રહથી ડોકટર ને બતાવવાનું નક્કી કર્યું. અને શહેર આવ્યા.

બીજાં દિવસે વિમલ વજુભાઇ ને લઈ એક મોટી હોસ્પિટલ આવ્યો. ત્યાં નામ લખાવી બે કલાક પછી વારો આવે એમ હોવાથી.હોસ્પિટલ ના હોલમાં થોડા પેશન્ટ બેઠાં હતાં ત્યાં બેઠાં. વજુભાઇ પહેલી વખત આવી મોટી હોસ્પિટલમાં આવતા હોવાથી બધી દિશાઓ માં ચારેતરફ જોવા લાગ્યા. ત્યાં આઠ-દસ માણસો નવા કપડા પહેરીને બેઠા હતા. તેમાં કોઈ દર્દી જેવું લાગતું નહોતું. અને તન-ચાર છોકરી ઓ એવીજ તૈયાર થઈ આમ થી તેમ આંટા મારતી હતી. વજુભાઇ ને જાણે કોઈ હોટલમાં આવ્યા હોય એવો માહોલ લાગ્યો.

એકાદ કલાક થઈ બેઠા-બેઠા વજુભાઇ એ દીકરા વિમલ ને પૂછ્યું. દાક્તર બપોરે આવે! તો આપણે અત્યારે શું કામ આવ્યા. ત્યાંજ દાક્તર આવી ગયા. અને પેલી છોકરીઓ જે એક જગ્યાએ બેસી વાતો કરતી હતી તે પાછી આમથી તેમ દોડવા માંડી.

હવેે છોકરી નામ બોલે તેમ એક પછી એક માણસો ડોકટર ની કેબિનમાં અંદર જાવા લાગ્યા. અને વજુભાઇનો વારો આવ્યો. વિમલ વજુભાઇ ને લઈ અંદર ગયો. ડોકટર ની બાજુની ખુરશી પર બેઠા. સૌથી પહેલાં ડોક્ટર એ બ્લડપ્રેશર માપ્યું. ડાયાબિટીસ માપી અને બીજી તેની રીતે થોડી તપાસ કરી.

ડોક્ટર ડૉક્ટરો ની રીતે મુજબ જાજુ બોલ્યા વગર એક કાગળ પર દવા લખતા-લખતા બોલ્યા. કૈં ગભરાવાની જરૂર નથી. ડાયાબિટીસ રહે છે. આ દવા રેગ્યુલર ચાલુ રાખશો સારું થઈ જશે. અને એક બીજા કાગળ પર ખાંડવાળું, તીખું-તળેલું, જેવા પાંચેક વાકયો લખ્યા. આજથી આ વસ્તુઓ ખાવાની બંદ કરવાની રહેશે. ખાસો તો સારૂં નહીં થાય. અને એક મહિના પછી પાછા બતાવી જશો. એવું કહી રજા આપી.

વજુભાઇ મનમાં બબડ્યા. આવુ ખાવાથી દવાથી પણ સારૂં ના થાય તો દવા શું કામ આપી હશે ? આ દાક્તરે.! જો આવું ખાવાનું બંદ કરવાથી સારું થતું હોય તો દવાની હું જરૂર હશે? ખાવાનું ઓછું કરવાનું ને દવા ઓ વધારવાની. ખેર દવાઓ તો લેવી પડશે એવું વિચારી અને દવાઓ લઈ ઘરે ગયા.

એક મહિનો શહેરમાં રોકાવાનું નક્કી કર્યું. શ્વાસ ની તકલીફ થોડી ઓછી થઈ. એકાદ મહિનો નીકળ્યો હશે ત્યાં ફરી છાતીમાં દુખાવાની ફરિયાદ થઈ. ફરી પાછા ડોક્ટર ને બતાવવાનો સમય પણ થઈ ગયો.

પાછાં એ ડોક્ટર ને બતાવ્યું તો જે હતી એજ દવા ચાલુ રાખવા કહ્યું. અને વધારમાં એક બીજા ડોક્ટર નું નામ લખી તેને બતાવવાનું કહ્યું. વજુભાઇ ને કૈં સમજાયું નહીં. બીજા દાક્તર ને બતાવવાનું સે તો એમણે સુકામ દવાઆપી હશે. પણ છાનામાના વિસાલ ની સાથે ગયા વગર કોઈ રસ્તો નહોતો.

તેઓ બીજા ડોક્ટર પાસે ગયા. ત્યાં જઈને પૂછ્યું તો તે ડોક્ટર હાજાર નહોતા. એમની જગ્યાએ તેના જુનિયર ડોક્ટર હતા. તેને બતાવવાનું નક્કી કરીને નામ લખાવી ત્યાં વારો આવવાની રાહ જોઈ બેઠા.

ત્યાં બેઠેલા એક છોકરો અને એક છોકરી વાતો કરતાં હતાં. ડોક્ટર ક્યાંક આવા ઉનાળામાં પણ ઠંડી હવા આવે એવી જગ્યાએ ફરવા ગયા છે. વજુભાઇ ને મનમાં વિચાર આવ્યો આ દાક્તર ના રૂમ માં તો રોજ ટાઢી હવા આવતી હોય તો ત્યાં જવાની શું જરૂર પડતી હશે આ દાક્તર ને.!

વારો આવ્યો એટલે વિશાલ વજુભાઇ ને લઈ ડોક્ટર ની કેબીન માં ગયો. એ ડોક્ટરે પણ પેલાની જેમજ હીરાલાલ ની તાપસ કરી. બ્લડપ્રેશર વધી જાય છે. કૈં ખાસ વાંધો નથી.દવા ચાલુ રાખશો સારું થઈ જશે. વજુભાઇ ને પેલા અને આ ડોક્ટર માં કૈં ફરક લાગ્યો નહીં.

આ ડોક્ટરે પણ પેલાની જેમજ એક કાગળ માં થોડીક દવાઓ લખી અને એક બીજા કાગળ માં કોરી રોટલી સિવાય જે ખાવાનું બાકી રહ્યું તું તે ખાવાનું બંદ કરવાનું કહ્યું.

દવા લઈ ઘરે ગયા. દસેક દિવસ નીકળ્યા. સાધારણ સારું રહેવા લાગ્યું. ખાસ કંઈ વાંધો નહીં રેગ્યુલર દવા લે. પણ કોરી રોટલી અને કોરું-મોરું શાક ખાઈ દિવસો કાઢવામાં પેલા દર્દ થી વધારે તકલિફ પડવા લાગી.

વજુભાઇ મન માં મૂંઝવણ અનુભવવા લાગ્યા. ખાધા વગર જીવાતું નથી અને ખાઈએ તો પણ તકલીફ? ઉપરથી શહેર નું વાતાવરણ એટલે ગામ જવાનું નક્કી કર્યું. ઘરના બધાને વાત કરી. વાત નહીં પણ નિર્ણય આપ્યો ગામ જવું છે. એટલે છોકરા માટે જવાદેવા સીવાય કોઈ રસ્તો પણ નહોતો.

ગામ જઈ દવા ચાલુ રાખી. તબીયત ઘણી સારી રહેવા લાગી. સાથે ગામડાની શુધ્ધ હવા એ પાછું વજુભાઇના શરીર ને દોડતું કરી દીધી.

છએક મહિના નીકળ્યા. ખાવાની લાલસા વધવા લાગી. મંજુબેન ને વાતકરી જો જીવવાનું છે તો દવા ખાઈ શું જીવવાનું. ભગવાને કેટલી બધી ચીજો બનાવી છે ખાવા માટે જે થવાનું હશે તે થશે. આમ પણ ઘણાં વર્ષો થયા છે. દવા ચાલુ રાખી સાથે હવે ધીરે ધીરે બધું ખાવાનું શરૂ કર્યું.

બધું ખાવાની કોઈ વાત દીકરા વિશાલ ને ના કરી. અને ડોકટર ને પણ ન કરી. ડોકટર પણ સારું હોવાથી કોઈ રિપોર્ટ વગર રેગ્યુલર દવા આપી દેતા. દવા રેગ્યુલર ચાલુ રાખી. સાથે બધું ખાવાનું પણ ચાલુ રાખ્યું.

એમ કરતાં ખાતા- પીતાં, હાલતાં-ચાલતાં સાત વરસ નીકળી ગયા.

સાત વરસ પછી પાછી વજુભાઇ ની તબિયત થોડી બગાડવા માંડી. સાત વર્ષ પછી પાછાં એજ ડોક્ટર પાસે. જેમને રેગ્યુલર બતાવતાં હતાં ત્યાં વિશાલ વજુભાઇ સાથે ગયો. રિપોર્ટ કરાવ્યાં એજ ડાયાબિટીસ અને બ્લડપ્રેશર નો પ્રોબ્લેમ પણ થોડો વઘારે.

ડોક્ટર તેની રીત પ્રમાણે થોડી વધારે પાવર ની દવા આપી અને ના ખાવાના લિસ્ટ માં થોડું વઘારે ઉમેરી આપ્યું. થોડી વધારે સલાહો સાથે દવા લઈ બંને ઘરે આવ્યા.

ઘરે આવી જમીને બધા બેઠા ત્યાં મંજુ બેનથી રહેવાયું નહીં અને વજુભાઇ ને સંભળાવવા મંડ્યા. ખાવ છો બધું અને દુઃખી થાવ અને બીજાને પણ દુઃખી કરો છો. આ ઉમરે હવે બંદ કરવું જોઈશે.

વિસાલ ને પણ હવે ખબર પડી કે વજુભાઇ બધુંજ ખાય છે. તેણે પણ સાથ પુરાવ્યો. તમને પહેલાથી બધું ખાવાની ના પાડી હતી. તમે બધું ખાવા મંડ્યા અમને વાત પણ ન કરી. અને ડોક્ટર ને પણ વાત ન કરી. કૈં થઈ જતું તો. થોડીવાર વાતાવરણ શાંત રહ્યું.

પછી વજુભાઇ બોલ્યા કૈં થયું તો નથી.? અને સાત વર્ષ થી બધુજ ખાવ છું તો પણ તંદુરસ્ત તારી સામે છું અને બધું ન ખાતો હોત તો ખાટલે પડ્યો હોય એવું પણ બને. આ સાત વર્ષ થી હાલતું ચાલતું શરીર એ દવાની ટીકડી ઓ થી નથી. હું જે ખાવ એ ખોરાક થી છે.

ભલે કદાચ એ દવાઓમાં શરીર સારું રાખવાની શક્તિ હશે. પણ કોરી રોટલીઓ અને કોરું મોરું શાક ખાઈ ને તો હું ખાટલે જ પડ્યો હોત. આ શરીર હજુ હાલે ચાલે છે એ ખોરાક થી નહીકે દવાથી અને દવા થી દેહ હાલે એ જીવવાનો શો અર્થ.

એમના થી વધારે સારું ખાઈ પી ને જીવન પૂરું કરીએ! કોઈ કશુજ બોલ્યું નહીં.

બીજા સાત વર્ષ પછી પણ હીરાલાલ એજ વાત કરતાં હતાં...