કહેવાનાં લગ્ન Jalpesh rabara દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કહેવાનાં લગ્ન

શું કરો ચંદુ ભાઈ ડેલી ની બાર થીજ આવાજ આવ્યો. એ આવો આવો સુનીલ ભાઈ. આમ તો સુનીલ ઉંમર માં નાનો પણ શહેર થી આવે એટલે તુકારો નો નીકળે એટલે ચંદુ ભાઈ ના મો માથી આવો આવો બોલાય ગયું .ત્યાં રસોડા માંથી અવાજ આવ્યો સુનિલ ભાઈ ક્યારે આવ્યા એકલા આવ્યા કે વઉ ને હારે લાવ્યા. ના દયા ભાભી એકલોજ આવ્યો થોડુંક કામ હતું તો રજા નો દિવસ નેે જઈ આવું. સુનીલ બોલવાનું પૂરું કરે એ પહેલા જ વળતાં બીજા શબ્દો ભાભી ના મોંઢા માંથી નીકળી ગયાં કેમ વીનું મજામાં છે ને, વિનોદ ચંદુ ભાઈ અને દયા ભાભી નો છોકરો, ગામની શેરી માં બધાં એને વીનું જ કહે આ માં નો જીવ, છોકરા ની ઉપાધિ માં સિવાય બીજું કોણ કરે. છોકરો દસ ભણી ને શહેરમાં કમાવા ગયેલો. હા ભાભી મજા કરે છે. એ એને શું ઉપાધી. ત્યાંજ ભાભી નાં મોઢે થી નિશાશો નીકળ્યો હા બીજી તો કોઈ ઉપાધી નથી પણ આ સમય માં છોકરા માટે છોકરી ગોતવી એ માં બાપ માટે મોટી ઉપાધી છે.ભાઇ. છોકરી ગોતતા ત્રણ વરસ તો નીકળી ગ્યા. ચંદુ ભાઇ તો સાક્ષી ભાવે એ બન્ને ની વાતો સાંભળતા હતા. જરુર લાગે ત્યાં હોંકારો ભણતાં. ત્યાં ભાભી એ ચા બનાવી બેય ને આપી સુનીલે ચા પીતા પીતાં જ વાત ચાલું કરી .જો ચંદુ ભાઈ તમારી ગણતારી હોય તો ઈન્દોર મારી ઓળખાણ છે. ત્યાં મેળ પળી જશે .આમેય આપડે ગોતવા માં ત્રણ વરસ તો કાઢી નાખ્યાં વિનું ની ઉમર હવે..ત્યાંં થોડા દબાયેલ અવાજે ભાભી બોલ્યાં ઈતો (એટલે ચંદુ ભાઈ) એક દિવસ કહેતા હતા પણ ભાઇ મારુ મન ખચકાય છે. બાર ની છોકરી આપડા ઘરમાં આવે કેવી હોય કેવી ના હોય એને કૈં આવડતું હો ના આવડતું હોય. ઈતો આવડી જાય અહી આવીને શીખી લે! ચંદુ ભાઈ સમય અને પરિસ્થિતિ પામેલા હોય એટલે,સુનિલ ની વાત માં સહેમત હોય એમ બોલ્યાં. હવે બોલાવાનો સુનિલ ને જાણે મોકળો પટ મળ્યો હોય. હવે તો ઘણાં બધાં છોકરા ઓ ને ત્યાં પરણાવે જ છે ને કઈ નવી વાત તો રહી નથી. અહીં આવીને બધું શીખી લ્યે. જોવ ને પેલા રતિભાઈ નાં છોકરા ની વહુ કેવું બધું શીખી લીધું ને પેલાં રામા ની વહુ કેવી તૈયાર આખું ઘર સંભાડેે. અહીં ગોતી ગોતી ને છોકરા ને ઘરડાં કરવા એના કરતા આમ શું ખોટું છોકરો ઘર ના રોટલા ખાતો થાય.એ જ ઉપાધી છે ભાઈ હળવે થી દયા ભાભી બોલ્યાં. પણ સુનિલ વિનું ની શું મરજી એ પૂછવું જોઈએ ચંદુ ભાઈ બોલ્યા. અમે રોજ સાથેે જ બેઠાં હોઈ એને હું પૂછી લઈશ તમે કહેતા હો તો અને તમારો વિનું ક્યાં ના પાડે એવો છે તમારી કોઇ વાતમાં. પણ ચંદુ ભાઈ એ રૂપિયા પચાસ હજાર માંગે એને ખાવાં ધાન નથી એટલે તો અહીં એ દીકરી ને મોકલે થોડા ખચકાતા સુનીલે કહ્યું . કદાચ ત્રીસ ચાલીસ માંય પતી જાય એમતો ત્યાં મારો મિત્ર છે. તમારી ઇચ્છા હોય તો વાત કરૂ. થોડી વાર ઘર નું વાતાવરણ શાંતિ થઇ ગયું. ચંદુ ભાઈ અને દયા ભાભી છોકરા ના લગ્ન નો પ્રષ્ન હલ કરવા મા ગૂંચવણં માં પડયા. બીજો કોઇ રસ્તો ય નથી હવે કેટલી રાહ જોવી કમને પણ ભાભી બોલ્યાં.ને આમેય અહીં કોઇ છોકરી આપે તો પણ કેવી હોય એની શી ખાતરી.ચંદુ ભાઈ એ થોડીક વાત માં સુનીલ ને વિનુ ને પૂછી ઇન્દોર છોકરી ની તપાસ કારવાનું કહી દીધું. પછી થોડી ગામની ફાલતું વાતો કરી સુનિલ નીકળ્યો.

સાંજે શહેર પહોચી રોજ ની બેઠકે બેઠા વિનુ ને તેનાં જ ઘરે થયેલ બધી વાત કરી. વીનું પણ પરિસ્થિતિ સમજી ગયેલો છોકરો. મા-ં બાપ ને જેમ છોકરા ની ચિંતા એમ છોકરા ને માં-બાપ ની ચિંતા હોય.અને સામે દેખાતાં અમુક કિસ્સા ઓ માં ચાલીસ વર્ષ એ કુંવારા રખડતા છોકરા.એટલે સુનિલ ની વાતો માં હાં માં હાં કહેતો ગયો. સંજોગો ની સામે થાકેલો માણસ વિસામાં ની રાહ મા હોય એમજ,ઘણી વખત એવાં નિર્ણય લેવા પડે જેવું આપણે પોતે પણ ના ઇચ્છતાં હોઈએ.વિધી ના કેવા વિધાન હોય છે. કોય ને કયાં ખબર હોય છે. પછી . મિત્ર ને ફોન કર્યો બધી વાત કરી મિત્ર એ તપાસ કરી ફોન કરીશું એવું કહ્યું એટલે બંને સુવા નીકળ્યાં.

બે દિવસ પછી પાછો મિત્ર નો ફોન આવ્યો ત્રણ છોકરી ઓ છેં. તમને ગમે તે જોઇ લો જેના પિતાઓ પચાસ હજાર લેશે એવું એ કહે છેં.કૈંક બની શકે એટલા ઓછા કારવીશુ.ત્યાંજ સામે વીનું દેખાયો આપણે છોકરી જોવાં ઇન્દોર જાવાનું છે તારાં પપ્પા સાથે તું વાત કરી પૂછી લેજે કયારે જઇશું.સમય નક્કી કરી ફોન કરવાનો છે તો મને કહીશ. અત્યારે જ પૂછી લઉ એમ વિચારી ફોન લગાવ્યો વાત કરવાં પણ સુનિલ ને જ આપી સુનીલે પાછાં એજ સબ્દો ચંદુ ભાઈ ને કહ્યાે છોકરી જોવા ઇન્દોર જવાનું છે. ચંદુ ભાઈ એ જાણે જવાબ પહેલાં થી તૈયાર રાખ્યો હોય એમ ફોનમાં કહયું તમેં એટલે વિનુ અને તમેં નક્કી કરી તમેં બંને જાઓ અને જો કોઇ છોકરી ગમે તો હું અને એની મમી આવીશું રૂપિયા લઈ ને સાથે જ લેતા આવસું વહુને અને કોઇ મંદિર માં લગ્ન કરી ફેરા ફેરવી લઈશું. શું કહો છો સુનીલ ભાઈ. ચંદુ ભાઈ ની વાત યોગ્ય લાગી હોય એમ સુનીલે હા કહીં અને ઈન્દોર જવાનું નક્કી થયું.

ચાર દિવસ પછી સુનિલ અને વિનું ઈન્દોર જવા નીકળ્યા ત્યાં સુનિલ ના મિત્ર ના ઘરે જવાનું પહેલાં થીજ ગોઠવાઈ ગયું હતું .સવારે નવ વાગ્ય બંનેે ઈન્દોર સ્ટેશન પહોંચ્યા. ત્યાં થી રિક્ષા માં મિત્ર ના ઘરે પહોંચ્યા. મિત્ર મહોદય ઘરે ન હતા.પરંતુ સુનીલ અને મિત્ર પત્ની એકબીજાને પહેલાં થી ઓળખતાં હોય કોઇ પરિચય આપવાની જરૂર ન રહી.

આવો કહી મિત્ર ના પત્ની બોલ્યા હમણાં જ બહાર ગયા નજીક માં જ હશે આવતાં જ હશે બોલતા બોલતા ચા આપી. ત્યાં મિત્ર પણ આવી ગયો. થોડી ઔપચારિક વાતો કરી મિત્ર એ કહ્યું આપણે ત્રણ છોકરી ઓ જોવા ત્રણ જગ્યા એ અલગ અલગ જવા નું છે તો જલ્દીથી નીકળીએ. અને જે છોકરી તમને ગમેં તે કહેજો ત્યાં જ વાત કરીશું. જેમ આપણે ત્યાં છોકરી ઓ ની કમી છે એમ અહીં રૂપિયા ની કમી છે બીજું એ માણસો ને ખાસ હું ઓળખ તો નથી આપણે સારી રીતે જોઇ નકકી કરવું કહી મિત્ર એ પોતાની વાત પૂરી કરી ત્યાં સુનિલ અને વિનું ના ધબકારા થોડા તેજ થઇ ગયાં. મિત્ર ભલો માણસ છે ગોર ફેરા ફેરવી દે ઘર તો ના ચલાવી દે એવું સુનીલે વિચાર્યું. અને વિનુ ના મન માં પહેલાંથી જ ઘોડા દોડવા મંડ્યા હતાં. ત્રણેય નીકળ્યાં બે જગ્યાએ છોકરી ઓ ન ગમી ત્રીજી છોકરી ગમી દેખાવે સામાન્ય પેલી બે કરતાં વિશેષ એકે હિન્દી માં તો હિન્દી માં પણ વાત કરતાં તો આવડે છે . એવું વિચારી ચાલીસ હજાર માં નકકી કર્યું. સુનીલે ફોન પર ચંદુ ભાઈ ને બધી વાત કરી સાંજની ટ્રેન માં નીકળી કાલે પહોંચવા તાકીદ કરી. બે હજાર રૂપિયા છોકરી વાળા ઓ ને આપી છોકરી માટે નવાં કપડાં લેવા કહ્યું . સાથે મિત્ર એ કહ્યું લગ્ન ની વિધિ અમારા શહેર જઈ કરીશું.લગ્ન એક લાગણી નો સંબંધ પરંતુ આવાં સંબંધો માં લાગણીઓ કયાં ચાલી જાતી હશે.માણસ પોતે આવા ખેલ કરતો હોઈ અને સમય જાણે આવા ખેલ જોતો હોઈ, છોકરી ના મન માં જાણે ઘર બદલ વાનું છે અને વીનું ના મન માં જાણે મારુ ઘર બંધાશે.એવા ભાવો બંને ના મન માં રમવા માંડ્યા. ત્રણેય ત્યાંથી નીકળી પાછાં મીત્ર ના ઘરે પહોંચ્યા. જુના મળેલા મિત્રોએ ઘણી વાતો કરી વિનુ એ છોકરી જોયા પછી મન ના ઘોડા ઓ કૈંક વધારે દોડવા માંડયા.

બીજા દીવસ સવાર ના નવ વાગ્યાં ત્યાં ચંદુ ભાઈ ને ભાભી ઇન્દોર આવી પહોંચ્યા .આગળ નકકી થયા પ્રમાણે દસ વાગે છોકરી વાળા ના ઘરે પહોંચી ગયા .શુકન નું શ્રીફળ આપી એકબીજાને હાર પહેરાવી મીઠું મો કરાવી ત્યાંની રસમ પૂરી કરી. સુનીલ અને મિત્ર એ છોકરી ના પિતા ને નકકી થયેલા રૂપિયા આપી એકબીજાને મો મીઠું કરાવ્યું. ટ્રેન નો સમય નજીક હોય ત્યાંથી સ્ટેશન જવા નીકળ્યાં મિત્ર પણ સાથે સ્ટેશન બધાં ને વળાવવા આવ્યો. ટ્રેન આવી બધા ટ્રેનમાં બેઠા. વિનું ના મન મા વિચારો ઘોડા હજુ દોડતા હતા.એક છોકરી જે જીવન સાથી બનશે કે ફક્ત અમે એક બીજા ની જરૂરિયાત થી વધારે કાંઈ નહીં! એ છોકરી આજે સાથે હતી પરંતુ વિચારો થી આગળ કશું ના દોડયું ને અડધી રાત પછી ટ્રેન માં ઉંઘ આવી .

સવાર થયું ત્યાં બધા પોતાના શહેર પહોંચી ગયા એક મંદિર માં થોડાં સબંધીઓ યે વ્યવસ્થા કરેલી હતી એ પ્રમાણે લગ્ન વિધિ કરી. સમાજ ના વ્યવહાર પ્રમાણે એક લગ્ન પૂરાં થયા.વહુ ઘરમાં આવ્યાં નો દયાબહેન ને ઘણો આનંદ થયો. એ આનંદ ની સગા વ્હાલા ઓ માં જાણ કરી. એક દિવસ થયો અને સાસુ એ નવી વહું ને ઘર ની થોડી જાણકારી આપી. ચંદુ ભાઈ ગામ ચાલ્યા ગયા. એમ બે-ત્રણ દિવસ નીકળ્યાં દયા બેન જાણે મારો દીકરો વિનું સંસાર ના સુખ ભોગવવાં માંડ્યો એનું ઘર બંધાઇ ગયુ. ત્યાં ચોથા દિવસે વીનું કામ પર થી સાંજે છ વાગે ઘરે આવ્યો તો ડેલી પર તાળું જોયું. ત્યાં સામે ના રસ્તા પર થી દયા બહેન ને આવતા જોયા એટલે થોડી વાર ત્યાંજ થોભ્યો. દયા બહેન બાજુમાં આવી બોલ્યા ડેલી પર તાળું કેમ વહુ ક્યાં છે એજ તો મારે તમને પૂછવાનું છે. બન્ને થોડીવાર એક બીજા ની સામે જોઈ રહ્યાં ત્યાંજ બાજું વાળા બહેન પોતાની ડેલી ની બહાર નીકળ્યા. અને કહયું તમાંરી વહુ કયાંક ગઈ અને એવું કહેતી ગઈ છે કે.

મેં.જા રહી હુ અપને ઘર યહાં નહિ જચતાં. ઐસે બોલનાં મુઝે લેને નહિ આયે મેં વાપસ નહિ આને વાલી.

વિનું ના મનમાં બધા ઘોડાં ઓ દોડતા હવે બંધ થઈ ગયા અને નરસિહ મહેતા નું એક વાક્ય યાદ આવ્યું

ભલું થયું ભાંગી જંજાળ હવે સુખે ભજશુ શ્રી ગોપાલ.

***