ઓહ ! નયનતારા - 27 Naresh k Dodiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઓહ ! નયનતારા - 27

27 - કાઠીયાવાડી સરજમીં ?

સંબંધ...? વાફાની અશ્રુધારા મારા શરીરને દઝાડે છે. આ સ્ત્રીઓનાં અશ્રુઓ કાઠિયાવાડથી લઈને કાઝાકિસ્તાન સુધીના પુરુષોને પીગળાવી નાખવાનું એકમાત્ર શસ્ત્ર છે, જે દુનિયાની તમામ સ્ત્રીઓ વગર પરવાને બેધડક ઉપયોગ કરે છે.

બન્નેની આંખો વાતો કરતાં કરતાં મળી ગઈ તેની જાણ પણ વ્હીસ્કીના નશાએ થવા નથી દીધી. સવારે જ્યારે આંખો ખુલે છે ત્યારે સમય સાડા દસનો છે. લંડન શહેર આજે ઉદાસ છે. ઉદાસીના માહોલમાં ગોરંભાયેલા આકાશમાંથી ગુપચુપ રીતે અલંકારહિન ઉતરાયેલા યૌવન સાથે વર્ષારાણીનું આગમન થાય છે. જિંદગીમાં પ્રથમ વખત થનગનતી વર્ષારાણીને ઉતરેલા ચહેરે નગ્ન સ્વરૂપે જોઈ હતી.

સામે ટેલિવિઝનમાં બીબીસીનો વર્લ્ડ રિપોર્ટચાર્ટ દેખાય છે. સપ્ટેમ્બરના આખરી દિવસોમાં ગુજરાતમાં અનરાધાર વરુણદેવ વર્ષે છે.

હવે મને ખબર પડી કે અહીંયા વર્ષારાણીનો ચહેરો કેમ ઉતરી ગયો છે ? કારણ કે વરુણદેવના યૌવને હિન્દુસ્તાનના ગુજરાતમાં માજા મૂકી છે.

ફરી પાછી મારી નજર કારપેટ પર પડી, વાફાના ખૂબસૂરત દેહ અલંકારરહિત અને વસ્ત્રહિન દશામાં સફેદ ચાદરમાં લપેટાઈને પડ્યો છે. એક જ રાતમાં ત્રણ વખત લુંટાયેલા યૌવનના થાકને દૂર થતાં હજુ પણ સમય લાગશે.

આ જીતવલેણ સૌંદર્યની યુનિવર્સિટીના ભાષાકીય જ્ઞાનનો અનુભવ હોય નહીં. તો અહીંનું એજ્યુકેશન બહુ આકરું છે.

અચાનક યાદ આવે છે કે આ જીવલેણ સૌંદર્યના ઉદરમાં મારો પોતાનો જીવ આકાર લઈ રહ્યો છે. કુદરતની બલિહારી કેવી છે કે આ જીવલેણ સૌંદર્યને જીવંત રાખવાની જવાબદારી પણ મારે જ સ્વીકારવી પડે છે. હવે સંબંધોની લાગણી ઉમેરાય છે. આ નિશ્ચેતન સૌંદર્યની મૂર્તિને હોઠોથી સજીવન કરવા નીચે ઝૂકવું પડે છે.

ઓહ...! માય બેબી. વાફા અચાનક ઊંઘમાંથી સફાળી જાગી જાય છે. આંખો ચકળવકળ ફર્યા કરે છે. ઘડિયાળમાં સમય જોઈને આંખોમાંથી ઊંઘ ઊડી જાય છે.

ટુ લેટ...!

યસ...! બહુ મોડું થઈ ગયું છે.

બહાર વરસાદ આવે છે છતાં પણ તું જવા માગે છે ? વિષાદભર્યા અવાજની તડપનમાં એક સંબંધની ઉષ્માની ખુશી દેખાય છે.

તું તારા ભાવિ સંતાનને છોકરી જોવા માગે છે કે છોકરો ?

ઓફકોર્સ છોકરી !

વાહ ! હું પણ તારી જેમ છોકરી જન્મે એવું ઈચ્છું છું.

હવે મને રજા આપશે ? આજે બહુ લેટ થઈ ગયો છું. અનવરની કાર ઘરની બહાર આવી ગઈ છે. આટલું બોલતાની સાથે શ્વાસ રૂંધાયો હોય તેવું લાગે છે.

હવે મારા શ્વાસમાં વાફાની લાગણીસભર ઉષ્માની અસર વર્તાય છે. વાફાની ખામોશ આંખોની લાચારી કદી ના અનુભવાયેલી લાગણીનો અનુભવ કરાવે છે. જે સ્ત્રી પોતાના પ્રેમને સદાય જીવંત રાખવા તેના પ્રેમીના સંતાનની માતા બનવાની હદ સુધી પહોંચી શકે છે, તેને ખબર છે કે તેનો પ્રેમી તેના જીવનમાં બીજી વખત આવવાનો નથી॥ છતાં પણ આટલી હદે આ પ્રેમીપુરુષ સાથે કોઈપણ માગણી વિના ફક્ત ખુશ જોવાની તમન્ના રાખે છે. ખરેખર આવી સ્ત્રીઓ વંદનીય છે.

મને નયનતારાની એક વાત યાદ આવી કે મારી જેમ ઉચ્ચ અભ્યાસ કરતી છોકરીથી ગામડાંની છોકરીઓ સુધી તમામ સ્ત્રીઓ શા માટે પોતાના પ્રિયપુરુષને પામવા આટલી લાગણીશીલ બની જાય છે અને એવું તે શું હશે આ મર્દોમાં કે સ્ત્રી પહેલી નજરમાં જ તે પુરુષની આસક્ત બની જાય છે ?

જીવલેણ સૌંદર્ય અને બુદ્ધિનો સમન્વય ધરાવતી સ્ત્રીઓ સાથે લાંબા સમય રોમાન્સ કરવો હિતાવહ નથી, એના કરતા બહેતર એ છે કે આવી સ્ત્રી સાથે પુરુષે ઝટપટ લગ્ન કરી લેવા જોઈએ.

આ જીવલેણ સૌંદર્યના આયુષ્યો બહુ ટૂંકા સમયના હોય છે, કુંવારું સૌંદર્ય એ રૌદ્ર સ્વરૂપ છે, લગ્ન પછીનું સૌંદર્ય ગતિશીલ સૌંદર્ય છે જ્યારે તેના પટેમાં જીવ પાંગરતો હોય ત્યારે આ સૌંદર્ય સ્થિર બની જાય છે અને આ સૌંદર્ય જ્યારે ત્રીસથી ચાલીસ વર્ષની વયનું હોય ત્યારે બે કાંઠે વહેતી નદી જેવું ગાંડુંતુર હોય છે. જ્યારે પિસ્તાલીસ વર્ષની વય વટાવે ત્યારે આ સૌંદર્ય જે જીવલેણ હતું તે મૃતપ્રાયઃ બની જાય છે. આ જીવલેણ સૌંદર્ય એ માણસ જ સમજી શકે છે જેની આંખોમાં વાસના હોતી નથી.

બુદ્ધિમંત સ્ત્રીની ખામોશી અને કજીયાખોર સ્ત્રીનો કકળાટનો અર્થ, જો કોઈપણ પુરુષ આ અર્થને બરાબર સમજી શકતો હોત તો જગતમાં કજોડાં અને કજીયાનો અવકાશ બહુ જ ઓછા પ્રમાણમાં જોવા મળતો હોત.

બાવીસ વર્ષની ઉંમરે લગ્ન થયા પહેલા મળેલું જ્ઞાન કદાચ મારા લગ્નજીવન માટે ફાયદાકારક છે કે ગેરફાયદો છે ? તે સમજણ મારામાં કદાચ નહીં હોય, તેવું મારું માનવું છે. વાફાની સામે નજર હટાવ્યા વિના કાર તરફ રવાના થતા પગ ત્યારે ભારે લાગે છે. શોર્ટ ટી-શર્ટ પહેરેલી વાફાનો દેહ વરસાદથી ભીંજાઈ ગયો છે. એક હાથ હલાવ્યા વિના ઊંચો થયેલો છે. મૌનની ભાષામાં પણ સૌંદર્ય ટપકે છે.

જોયા છે વરસતા વરસાદના છાંટણાઓ બાષ્પીભવન થતા,

જ્યારે મારી પ્રિયતમાની નજર સામે વિયોગમાં જલતી છોડીને જતા,

અનુભવી છે, વરાળોની ખુશબો વરસતા વરસાદી માહોલમાં.

આજે ઓફિસમાં કામનો છેલ્લો દિવસ છે. મારા ટેબલ પર નયનતારાનો પત્ર એક ફૂલોની ડિઝાઈનવાળા કવરમાં પડેલો છે. સવાર નહીં પણ બપોરના બાર વાગવા આવ્યા છે. આજે પ્રવીણભાઈ અને ભરતભાઈ બન્નેની ઓફિસમાં હાજરી છે. એ જ ડગ્લાસ સાહેબનું ટેબલ, સામેના ટેબલ પર કાળી છોકરીઓ, આજુબાજુમાં ગોરાઓ અને હિન્દુસ્તાનીઓના છોકરાઓ અને છોકરીઓનાં ટેબલ છે, જેમાંના મોટાભાગના છોકરાઓ અને છોકરીઓ અભ્યાસની સાથે સાથે અહીં નોકરી કરવા આવે છે.

નયનતારાનો પત્ર વાંચવાની શરૂઆત કરું છું. ચહેરા ઉપર એક અનોખી તાજગી વર્તાય છે, જે થોડીવાર પહેલાના ગમગીન ચહેરા પર ફરીથી હાસ્યને રમતું મૂકે છે.

મારા રામ,

તારો પત્ર મને મળ્યો, પત્ર વાંચતા આનંદ પણ થયો અને થોડું આશ્ચર્ય પણ થયું હતું. જે હોય તે તારો પત્ર વાંચતા દિલને એક પ્રકારની ઠંડક પહોંચી છે.

તારી દિવાનગી અને વરણાગીવેડાની ઝલક તારા છેલ્લા પત્રમાં જોવા મળી છે. વેપારીપુત્રએ આટલી આટલી હદે છાકટું બનવું ના જોઈએ ને મારો પણ વિચાર કરવો જોઈએ કે હિન્દુસ્તાનમાં પણ તેની એક પ્રિયતમા વસે છે.

જે માણસને એક વર્ષ પહેલા છોકરીઓના નામ પણ બોલતા શરમ આવતી હતી તે માણસ આજે કવિઓ જેવી ભાષાના શબ્દો પ્રયોગ અને મિનીંસ અને સ્ટોકિંગ્સની વાતો કરે ત્યારે તારા ઉપર થોડી શંકા જાય છે. જે હોય તે હજુ આપણાં લગ્ન થયાં નથી એટલે થોડી આઝાદી આપું છું. લગ્ન પછી તારે મારા વશમાં રહેવાની આદત પાડવી પડશે.

છેલ્લા અઢી-ત્રણ મહિનાથી તારા ઘરમાં રહેવા આવી ગઈ છું અને તારા બેડરૂમમાં જ મારો રાત્રીમુકામ હોય છે. એ બહાને તારા બેડરૂમના માહોલને માણવાનો મોકો મળે છે. તારો આ બેડરૂમ છે કે કોઈ અજાયબ ઘર છે !

રાત્રે પલંગ પર પડતાંની સાથે સામે દીવાલ પર માઈક ટાઈસન, સ્ટેફીગ્રાફ, ગ્રેબિયેલા રોબાટીની, પોપ સ્ટાર વામના પોસ્ટરો મને અજાણી વ્યક્તિ સમજીને ટગર ટગર જોયા રાખે છે.

તારા વિયોગની રાતોમાં તારા પ્રિય લેખકો તારી લાઈબ્રેરીમાંથી બહાર નીકળીને તારા બેડ પર મારી બાજુમાં આખી રાત બેસી રહે છે. આ બધા લેખકો સાથે ખૂબ ચર્ચા કરી પણ બધાના સ્વભાવ અને વિચારોમાં ભેદ જોવા મળે છે ! પણ તેમાં આનંદ આવે છે. અલગ અલગ પ્રકૃતિના પુરુષોને માણવાની મજા પણ ઔર છે.

કોઈ લેખક કલ્પનાની દુનિયાની શેર કરાવે છે તો કોઈ મનને વિચલિત કરે છે. કોઈ ધર્મધ્યાન કરાવે છે, કોઈ વિદેશ પ્રવાસ કરાવે છે, કોઈ મારી રાતોને રંગીન બનાવે છે અને અંગ્રેજી લેખકો તો કેડો મૂકતા નથી. ખુલ્લેઆમ મુક્તાચાર કરે છે ત્યારે મને પણ શરમ આવે છે પણ આ અંગ્રેજોને પણ આંટી મારે તેવા આપણા પૌરાણિક ગ્રંથોને મેં તારા કબાટમાં અલગ સાચવીને રાખ્યા છે. મને ખબર છે કે જ્યારે આપણી પ્રથમ રાત્રી હશે ત્યારે જ આ પુસ્તકોનું અધ્યયન કરવું જરૂરી છે. તેં આવા સાહિત્યનું અધ્યયન તો કર્યું જ હશે...?

પણ મને એક વાત સમજમાં આવતી નથી કે આમ તમામ લેખકો પચાર વર્ષને પાર કરી ગયા છે, છતાં પણ મારા જેવી બાવીસ વર્ષની યુવતીને પણ શરમાવે તેવાં લખાણો લખે છે !

હવે મને સમજમાં આવ્યું કે તારું વર્તન કેમ બદલાઈ ગયું છે ! જે માણસ ગઝલ, શેર, શાયરી, નવલકથા, ઈતિહાસ, નવલિકા, પ્રવાસન લેખ, આત્મકથાઓ, શૃંગાર શતકો, રામાયણ, ગીતા, મહાભારત અને અંગ્રેજી પુસ્તકો વાંચી વાંચીને મોટો થયો છે, તે પશ્ચિમી સંસ્કૃતિમાં દેશમાં પગ મૂક્યા પછી કવિતા ના કરે તો બીજું શું કરી શકે ? મને ખાતરી છે કે કવિતા કરવા માટે કોઈ તો નજર સમક્ષ હોવું જરૂરી છે.

તારા કાઠિયાવાડીની ખડતલ કાયા અને ચહેરાની ગુલાબી મસ્તીનું રહસ્ય તારા ઘરમાં રહેવા આવ્યા પછી હું જાણી ગઈ છું. તું જ્યારે અહીંયા આવીશ ત્યારે તારી આ નાગરાણીના દેહની કાઠિયાવાડી ગુલાબી જોઈ લેજે અને તારી જાતને નસીબદાર માનવી પડશે.

રૂપેરી દેહની ચમક અને રૂપેરી સુખ તો રૂપેરી પરદાની જેમ ત્રણ કલાકનો આનંદ વિષય બની શકે છે અને ગુલાબી દેહની ચમક અને ગુલાબી સુખનો તને હિન્દુસ્તાનમાં જ તને એકમાત્ર તારી નાગરાણી પત્ની નયનતારા પાસે જ મળશે. એટલે ત્યાં લંડનમાં ખોટાં ફાંફાં મારવાનું બંધ કરી દેજે.

અહીં તારા ઘરમાં મમ્મી, પ્રિયા અને પપ્પા તો મારો એટલો ખ્યાલ રાખે છે કે હું જાણે અહીંયા સુવાવડ કરવા આવી હોવ, તેમ અછો અછો વાના કરે છે !

અઠવાડિયામાં બે દિવસ ફરજિયાત અડદની દાળ અને ચાર પડવાળો રોટલાનું જમણ, દરરોજ રાત્રે ખીચડી, રોજ સવારે ઉઠતાની સાથે લીંબુપાણી અને મધ, કોલેજ જતાં પહેલાં આમળા, ફૂદીનો, પાલક અને બીટનો જ્યુસ, પછી પલાળેલી ત્રણ મામરો બદામ, બપોરે જમવા આવું ત્યારે ફરજિયાત સીઝન પ્રમાણે ફ્રુટ, લીલા ચણા, શેરડી તો વધારાના. રાત્રે સૂતાં પહેલાં મમ્મી બળજબરીથી કેશરવાળું દૂધ પીવડાવે છે.

સવારે પ્રિયા સાથે ચાલવા જવાનું, ત્યારબાદ તારા વોકર અને સાઈકલની મજા લેવાની અને પછી નાહીધોઈને ફ્રેશ થઈને તારા કબાટમાંથી ચોરીછૂપીથી તારા ફેવરિટ સ્પ્રે છાંટીને નીચે ઉતરવાનું એટલે ગરમાગરમ નાસ્તો તારી નયનતારા માટે હાજર હોય છે. અને અઠવાડિયામાં બે વખત મને ભાવતું નથી છતાં બળજબરીથી મમ્મી મધવાળું દૂધ પીવડાવે છે.

આ બધું જોયા પછી તારા જેવા વૃષભદેવના બને તો બીજું શું ? તારી તાકાતનો અને બુદ્ધિના વિકાસના રહસ્યો જાણીને હું તો અચંબિત થઈ ગઈ છું.

ત્રણ મહિના તારા ઘરમાં રહીને તારી નાગરાણીના સૌંદર્યમાં ઔર નિખાર આવી ગયો છે. આ તો સારું છે કે તારા ઈંગ્લેન્ડ જવાના બહાને મને લગ્ન પહેલાં જ સાસરિયામાં રહેવાનો મોકો મળ્યો છે. એટલે કદાચ લગ્ન પછી તારી ડોક્ટરને કાઠિયાણી બનવામાં સહેલાઈ રહેશે.

હજુ તો મેં મારા બેડરૂમની અમુક વાતો જ જાહેર કરી છે. તારી બધી ચીજવસ્તુઓ પરથી તારા વરણાગીવેડાની જાણ થાય છે.

તું તારા માટેની બધી વસ્તુઓની જાણે જથ્થાબંધ ખરીદી કરી હોય તેવું લાગે છે. આટલી જોડી કપડાં, દસ-બાર જોડી સુઝ, અલગ-અલગ જાતનાં સ્પ્રે, તારા દુબઈના અત્તરો, લગ્ન પહેલા બનાવેલા ત્રણ શૂટ અને ખાસ તો પ્રિયાએ ડિઝાઈન કરેલા તારા શર્ટની હારમાળા જોઈને જાણે એવું લાગે છે કે કોઈ શો-રૂમમાં ઘૂસી ગઈ હોવ તેવું લાગે છે !

તારા બાથરૂમની અંદર દરવાજા પર કોનું પોસ્ટર લગાડ્યું છે...? લગ્ન પહેલા તારે આ પોસ્ટર ત્યાંથી હટાવી લેવાનું છે સમજ્યો કે નહીં...! ના સમજાય તો હું સમજાવીશ. તારાં કસરતનાં સાધનોની આજુબાજુ ટુ પીસ પહેરેલી કસરતી બોડીવાળી છોકરીઓના ફોટાઓ પણ મેં ફાડી નાખ્યા છે.

તારા કબાટમાં જે અમેરિકન મેગેઝીનો છે જે તારા નામને અનુરૂપ છે, તેણે પણ પસ્તીમાં આપી દીધાં છે.

તારા કબાટમાં સંતાડેલી બે બ્લેક લેબલની બોટલોને પણ બાથરૂમમાં ઢોળી નાખી છે અને તારા અજાયબ ઘર સમા બેડરૂમમાં કિશન અને રાધાનો ફોટો લગાડાવ્યો છે અને રોજ સવારે ત્યાં અગરબત્તી કરીને આપણા બન્નેના બેડરૂમને પવિત્ર રાખું છું.

એ મારા રામ...! તને ગુસ્સો ચડે છે...?

તો ભલે ને ગુસ્સો ચડે...! તારાથી થાય તે કરી લેજે, તારે જિંદગીભર આ નાગરાણીના વશમાં રહેવાનું છે, સમજ્યો કે નહીં ?

હવે અહીંયા આ પત્ર પૂરો કરું છું. આ નાગરાણી તો તને ડરાવવા ખાલી અમસ્તા ફૂંફાડા મારે છે અને મને ખબર છે કે તને નાગણીઓ પકડવાનો બહુ શોખ છે.

તને બહુ યાદ કરીને ઘણીવાર રાત્રીના સમયે હું ડોક્ટર મટીને એક પ્રિયતમાની જેમ વિરહમાં આંસુઓ સારીને મારી જાતને હળવી કરું છું.

એવું તે શું હશે તારા જેવા પુરુષમાં કે આ નાગરાણી પણ તને જોતાં જ મોરલીના તાનમાં ડોલવા લાગે છે !

રડો રડો નયના,

કારણ વિના ય રડો.

નારીના ખાતર નરે રડવું,

એ કોઈ શરમની વાત નથી.

- મારા રામની એકમાત્ર,

નયનતારા

હવે મને કુદરતની કળા ઉપર શક જાય છે. બે કલાક પહેલા ભારે હૈયે વાફાની વિદાય લીધી હતી અને બે કલાક પછી આ નયનતારાના એક પત્રથી વિષાદભાવના અને મનના બોજ અચાનક ગાયબ થઈ ગયા છે. આમે પણ અમો કાઢિયાવાડી કઠણ કાળજાના છીએ. એટલે આવા આઘાતો સહેલાઈથી સહન કરીએ છીએ.

કુદરતની કળા ઉપર શક એટલા માટે જાય છે કે એક દસ ધોરણ પાસ ગુજરાતી વેપારીપુત્રને બે અલગ અલગ સ્ત્રીઓ સ્થિતિસ્થાપકતા ગુમાવીને પ્રેમ કરે છે. એક સ્ત્રી ડોક્ટર અને માસ્ટર ઓફ સર્જન (ઓર્થોપેડિક) અને એક સ્ત્રી જર્નાલિઝમ અને લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સની સ્નાતક, આ અસમતાની કડીઓ એકમાત્ર પ્રેમના કારણે જોડાઈને કેવી મજબૂત સાંકળ બની ગઈ છે !

નયનતારાનો વિચાર આવતા ફરી ચહેરા પર હાસ્ય ફરી વળે છે. ત્યાં અચાનક એક ખૂબસૂરત અને મીઠો અવાજ કાને પડે છે.

હેલ્લો ! આઈ એમ જમિલા રહેમત ખાન ફ્રોમ ગોલ્ડર્સ ગ્રીન લંડન.

આ જલ્વારેઝ હુશ્નનો અવાજ મને કસીનોની અમેરિકન રૂલેટની લાસ્ટ સ્પ્રિન્ટ યાદ અપાવે છે. નો...મોર બેટ પ્લીઝ, નો મોર બેટ પ્લીઝ.

ત્યાં જ મારા ટેબલ પર પડેલા ઈન્ટરકોમની રીંગ વાગે છે એટલે વાફાની ખાલી પડેલી ખુરશીમાં જમિલાને ઈશારાથી બેસવાનું કહું છું.

બોલો ભરતભાઈ, શું હુકમ છે ? તમારા એક દિવસના એમ્પલોયી માટે ?

હુકમ બુકમની વાતો છોડ, તારી બાજુમાં કાળા કપડાવાળીને પેન્ડીંગ કામ છે તે બધું સમજાવી દેજે અને બીજું કાંઈ ના સમજાવતો, સમજ્યો કે નહીં ?

ઓહ...! યસ સર ! મારા ચહેરા પર શરારતી હાસ્ય ઊભરાય છે.

સાંભળ...! આ વાફા નથી. એટલે સમજી-વિચારીને તારા જવાના છેલ્લા દિવસે જ મેં તેને એપોઈન્ટ કરી છે અને આ પાકિસ્તાની છે અને પાછી પઠાણ અને ખાન છે. એટલે તેનાથી દૂર રહેજે, સમજ્યો કે નહીં કે તારી પાસે રૂબરૂ આવું ? ભરતભાઈ હસતા હસતા કહે છે.

અત્યારે તું મારો શેઠ છે, એટલે કાંઈ બોલતો નથી, જામનગર આવે પછી તારી ખેર નથી, પટેલિયા...!

કોઈકનાં ભાણાં બરોબર ખાઈ જવાની આદત સારી નથી લુહારીયાવ. મારી થાળી જમીને અને મારી સામે ઓડકાર ખાય છે ?

ઓકે ઓકે યાર, ચિંતા ના કર, તું કહેતો હોય તો આને જમિલાબેન કહીને ભારત-પાકિસ્તાનનો નાતો મજબૂત બનાવી દઉં. જમિલાનું નામ ઉચ્ચારતા તેના નેત્રો મારી સામે ફફડાવીને જોયાં રાખે છે.

ના ભાઈ ના...! આટલી લાગણી પણ સારી નથી, આ લંડન છે, આપણું જામનગર નથી.

મતલબ એ છે કે આ નોનવેજ ડીસ તારા માટે રેડી થઈને આવી છે ? જમિલા તરફ જોઈને ભરતને જવાબ આપું છું.

હજુ તો પ્રિપરેશન કરવાનું બાકી છે. આ તો હજુ કાચી સામગ્રી છે. ભરતની વાત સાંભળીને એકદમ હસવું આવે છે.

ચાલ હવે ફોન મૂકું છું.

ઓકે, મારા બાપ...!

ભરત સાથે નાનપણથી પાકી દોસ્તી છે. મારાથી ફક્ત આઠ વર્ષ ઉંમરમાં વધારે છે. અહીં લંડનમાં બેન્થલીમાં ફરતો ભરત જામનગર આવે ત્યારે રોજ રાત્રે બાઈક પર ફરવા જવાનો અને ફિલ્મો જોવાનો પ્રોગ્રામ પાક્કો હોય છે.

જમિલાને બધા પેપર્સ અને એન્ટ્રીના ફોર્મની બધી વિગતો સમજાવી અને બધું સાહિત્ય તેને સોંપું છું અને મારી ખુરશી ખાલી કરીને જમિલાને ત્યાં બેસવા ઈશારો કરું છું. મારી પાસે બચેલા આઠ હજાર પાઉન્ડ પ્રવીણભાઈને સોંપવા તેની કેબિનમાં પ્રવેશ કરું છું. પ્રવીણભાઈને આઠ હજાર પાઉન્ડ આપી તેને જામનગર ટ્રાન્સફર કરવાનું જણાવું છું.

પપ્પાનો ફોન હતો અને કહેતા હતા કે તારા લગ્નની તારીખ અગિયાર ડિસેમ્બર પાકી કરી છે.

ઓહ...! મને તો ખબર પણ નથી.

તને ક્યાંથી ખબર હોય ? વાફાની સેવામાંથી નવરો પડે તો તને ખબર પડે ને ?

ના...! એવું કશું જ નથી.

એક વાત પૂછું ?

પૂછો.

અહીંયા રહેવું ગમે કે આપણા જામનગર શહેરમાં ?

ઓફ કોર્સ...! જામનગરમાં જ રહેવું ગમે છે.

હું તારા જેટલો નસીબદાર નથી. મારું ચાલે તો છ મહિના જામનગર અને છ મહિના લંડનમાં રહેવાનો પ્લાન છે.

એમાં કાંઈ પણ ખોટું નથી.

તું જામનગરમાં પહોંચીને જલદી અને વહેલી તકે ડિહાઈડ્રેશન ફેક્ટરીનું કામ શરૂ કરજે એટલે એ બહાને જામનગર આવવા-જવાનો મોકો મળે.

છોકરાઓ થોડા મોટા થાય એટલે ત્યાં જ મોકલી દેવા છે. અહીંયા રાખવાનો મારો ઈરાદો નથી. પ્રવીણભાઈની છૂપી વેદનાને હું બરાબર જાણું છું.

ત્યાં આટલું મોટું ગર છે, તમારી બાજુમાં અમારું છે. પછી ચિંતા શું કરવાની ?

ત્રણ મહિનામાં તેં બધું જોઈ લીધું છે. એટલે તને ખબર પડી કે રૂપિયા સિવાય પણ બીજી વસ્તુઓ મહત્વની છે અને આપણા ઈન્ડિયામાં હવે ક્યાં ધંધાની કમી છે ? પ્રવીણભાઈના અવાજમાં વતન પ્રત્યેની લાગણી સ્પષ્ટ દેખાય છે.

આવતી કાલે તારા આ પાઉન્ડમાં તારી સેલેરી પણ એડ કરીને જામનગર હવાલો મોકલી આપીશ, હવે બોલ, તું કહે તેટલા પાઉન્ડનો વધારો કરી આપું ?

પ્લીઝ...! મારે કાંઈ જોઈતું નથી. મારે થોડી રૂપિયાની કમી છે ? આ આઠ હજાર પાઉન્ડ પણ ભલે તમારી પાસે રહે.

ઓકે...! મારી પર છોડી દે.

જેમ આપને યોગ્ય લાગે તેમ કરવાની છૂટ છે.

વાફા સાથેનું ટ્યૂનિંગ બરાબર જામી ગયું હતું... જ્યારે તે અહીંથી છૂટી થઈ ત્યારે તારી તવાતો કરતા થાકતી નહોતી.

તમે પણ પ્રવિણભાઈ...!

સાચું બોલ...! શરમાય છે શા માટે ?

બે ઘડી આનંદની વાત છે, પ્રવીણભાઈને બધી હકીકત જણાવતા ડર લાગે છે.

અહીં દર વર્ષે આપણી ઓફિસમાં પાર્ટ ટાઈમ જોબ માટે ઘણઆ સ્ટુડન્ટ અહીંયા આવે છે અને ભરતની મહેરબાનીથી અહી લંડનમાં નોકરી મળી જાય છે.

આ જમિલા આવી છે તે તો પાકિસ્તાની છે. કુતૂહલવશ મેં પૂછ્યું.

તો એમાં શું થયું ? આપણી ઓફિસમાં દરેક દેશના સ્નાતકોને નોકરી કરવાની છૂટ છે અને આપણા ઈન્ડિયાના તો ઘણા સ્ટુડન્ટ લંડનમાં કાયમી રહી જાય છે અને સારી નોકરી મળતાં પૈસા પણ સારા મળે છે. પણ લાઈફ સ્ટાઈલ આખી બદલાઈ જાય છે. કુંવારા હોય એટલે ખૂબ જલસા કરે છે અને પછી ઇન્ડિયા લગ્ન કરવા દોડે છે.

આ બધાને ખબર છે કે દેશમાંથી આવેલી છોકરી ઘરને બરાબર સાચવી લેશે પણ જેટલું ધોળું દેખાય છે તે બધું સાફ નથી હોતું તેની ખબર તો તને પડી ગઈ છે. એટલી વાતમાં સમજી લેવાનું છે. પ્રવીણભાઈનો અનુભવ બધું કહી જાય છે.

કાલે હિન્દુસ્તાન જવા માટે નીકળી જવાનું છે. આ લંડન શહેરમાં હવે મને ઉદાસી અને અશાંતિ લાગે છે. મને મારો દેશ બહુ યાદ આવે છે. ચહેરા પર વતનની જુદાઈ શું છે તે સામેવાળો હિન્દુસ્તાની હોય તો જ સમજી શકે છે.

એ તો દરેક હિન્દુસ્તાનીનો સામૂહિક પ્રશ્ન છે, જે ક્યારેક તો વતનની બહાર રહેતા લોકોને સતાવ્યા જ કરે છે. અમુક મુદ્દાઓ તરુત જ દિલને સ્પર્શ કરે છે.

તારા માટે સોરી...! નયનતારા માટે વાફાએ એક ગિફ્ટ આપી છે અને ગિફ્ટ પર લખ્યું છે કે લગ્ન પછી નયનતારાને આ ગિફ્ટ આપવાની છે. આ ગિફ્ટ સાચવીને તારી બેગમાં રાખી દે જે બધી યાદોને ભૂલીને નવેસરથી જિંદગી જીવવાની છે. આવું બધું તો ચાલ્યા કરે છે.

યસ ! સાચી વાત, હવે જ મારી નવેસરથી જિંદગી શરૂ થવાની છે. આ નવી જિંદગી મારા માટે નહીં પણ બીજા લોકો માટે જીવવાની છે. કંઈક કરવાની ઈચ્છા છે. પેલા પાઉન્ડમાંથી જે રકમ મળશે તેમાંથી એક સ્કોલરશીપ આપતું ટ્રસ્ટ બનાવવાની ઈચ્છા છે, જેથી જરૂરિયાતમંદ હોંશિયાર છોકરાઓ અને છોકરીઓ વિદેશમાં અભ્યાસ કરી શકે. ઓછું ભણવાથી શું ગેરલાભ છે તે રહી રહીને સમજાય છે !

તારા ટ્રસ્ટમાં દર વર્ષે મારા તરફથી ચોક્કસ મદદ મળશે તેની ખાતરી આપું છું. કમસે કમ એક વાતની ખુશી જરૂર છે કે એક વખત વીસ વર્ષની ઉંમરે માણસ દેશની બહાર નીકળીને બહારની દુનિયાનો માહોલ જુએ ત્યારે ઘણું શીખવા મળે છે. યાદ રાખજે આજે 1992નું વર્ષ ચાલે છે. આજથી પંદર વર્ષ પછીનું હિન્દુસ્તાન જોઈને વર્લ્ડ કન્ટ્રી કહેનારા જ આપણા હિન્દુસ્તાનના વખાણ કરતા હશે. પ્રવીણભાઈના અવાજની ખુમારીનો અંદાજ આજે સાવ જુદો દેખાય છે.

અનવરની કાર પાછળ બે-ત્રણ કારનો કાફલો પણ મને વિદાય આપવા હિથ્રો એરપોર્ટ સુધી વળાવવા આવે છે. આમાંના કોઈ સગા નથી છતાં પણ એક લાગણીનું બંધન છે. એક આંખની શરમ છે જે દુનિયાના દરેક છેડે રહેતા ગુજરાતી અને દરેક ગુજરાતીને નડે છે. સામાન થોડો વધારે હોવાથી એક્સ્ટ્રા લગેજ ચાર્જ ભરવો પડે છે. સિક્યુરિટી અને અન્ય વિધિ પતાવી બધા લોકો જે મને વળાવવા આવે છે તેને ફરીથી ગળે લગાડી, આંખની બે કોરને ભીની કરી લઉ છું. ભીની આંખોના અશ્રુઓમાં એક ચમકારો થાય છે. સામેથી ચાલી આવતી વાફા નજરે પડે છે. એક પણ શબ્દની આપ-લે થયા વગર તે મને ભેટી પડે છે. આંસુઓની વિરહની વેદના અને પ્રિયજનને વિદાય આપતી વેળાએ આ અશ્રુબિંદુઓ તેજાબી બની જાય છે. મારા શર્ટ પર પડેલા વાફાનાં અશ્રુઓની ધારાઓ મારા શરીરને દઝાડે છે. હેન્ડ લગેજ લઈને ભારે હૈયે વિદાય લેવાની તૈયારી કરું છું. છેલ્લી વખત વાફાને જોવાનો મોહ છૂટતો નથી. મારાથી દૂર ઊભેલી વાફા કાંઈક ઈશારો કરે છે. પોતાની બે આંગળી પહેલા તેની બન્ને આંખો પરલગાડે છે ત્યારબાદ તેના પેટ ઉપર લગાડે છે અને આ બે જ આંગળીઓથી ફ્લાઈંગ કીસ કરે છે.

સહારા એરપોર્ટ પર પ્લેન લેન્ડીંગ થાય છે. અંધેરી વટાવીને ટેક્સી સીધી સાંતાક્રુઝ એરપોર્ટ પર પહોંચે છે. એક કલાક પછી મુંબઈ જામનગરની એરલાઈન્સમાં જામનગર પહોંચવાની આશામાં પગમાં જોમ આવી જાય છે. ચોમાસા પછીની ખુશ્બો વાતાવરણમાં રેલાય છે. એરપોર્ટની અંદર ચા પીવાનો મોહ છોડી શકતો નથી. આ આપણા લોકોની પહેલેથી નબળાઈ રહી છે. પછી યાદ આવે છે નયનતારાને પહેલી વખત તેની મેડિકલ કોલેજની સામે હોટલમાં ચાની ચુસ્કી લેતી હતી ત્યારે જોઈ હતી. આ ચાનુ ચુસ્કી લેતાં લેતાં મારી આંખો તેની આંખો સાથે મળી હતી.

ઈંગ્લેન્ડની મુલાકાતની એક પછી એક યાદોના સ્વપ્નોની દુનિયામાં ખોવાયેલો માણસ કાઠિયાવાડની ભૂમિ પર પગ મુકે છે.

બૂત બિલાફતી કે માહોલમેં

રામધૂન છેડકર

હુશ્ન કી જિંદા લાશ મેં

એક પનાહગાહ કો

બુતખાના બના કર, ઈસમેં

હિન્દુસ્તાની મીટ્ટી કી ખુશબો ડાલકર,

કાઠિયાવાડી સરજમીં તુજે ચુમને આયા હૈ.