ઓહ ! નયનતારા - 24 Naresh k Dodiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઓહ ! નયનતારા - 24

24 - વો તુમ હો !

તુર્કી વંશની ઈંગ્લીશ બોલતી આ વાફા નામની છોકરીએ આ અખાની રચનાને કેવી સાચી ઠેરવી છે ! પણ છેલ્લા શબ્દોમાં બેવફાઈ કરીને પિયુનો હાથ છોડી દીધો છે, કદાચ ઈંગ્લિશ ભાષામાં પિયુનો અર્થ શું થાય છે તે વાફાને ખબર નહીં હોય.

વ્હોટ પિયુ ? ના ! આ શબ્દ નયનતારાને માટે લાગુ પડે, પરણેતરના પિયુ હોય છે. જિંદગીના એકવીસ વર્ષ સુધી વાફા જેવી ચમકદાર સૌંદર્ય ધરાવતી છોકરીઓ જામનગર જેવા શહેરમાં થોડી જોવા મળે છે ? આ તો ઉપરછલ્લા આકર્ષણ ને પશ્ચિમી સંસ્કૃતિના કારણે આ આકર્ષણ બન્નેનાં શરીરોમાં પ્રવેશ કરી ગયું છે.

જે રીતે યાયાવર પક્ષીઓ થોડા મહીના રહીને પોતાના વતન ચાલ્યાં જાય છે તેમ તારે પણ ઈંગ્લેન્ડની ભૂમિ પર પાંખો ફફડાવીને હિન્દુસ્તાનની જમીન પર માળો બાંધવા પહોંચી જવાનું છે.

હોટલ પર પહોંચીને વાફા રાબેતા મુજબ મારી સાથે એક શબ્દ બોલ્યા વગર ફરીથી બાથરૂમની વાટ પકડે છે.

ઝાઝુકીનો પાણીનો અવાજ સ્પષ્ટ સંભળાય છે. બાથરૂમનો દરવાજો કદાચ વાફાએ જાણી જોઈને ખુલ્લો રાખ્યો હશે, પણ મનના દરવાજા બંધ થઈ ગયા હોય તેવું લાગે છે.

વાફા પોતાના ભીના વાળ પર હાથ ઘસતા ઘસતા બહાર નીકળે છે. ભીના વાળ મારા ચહેરા પર ઝુકવાના નથી એવી મને ખાતરી છે.

અચાનક મારા ચહેરા પર પાણીનાં ટીપાંઓ પડે છે. શેમ્પુની ખુશ્બો મારા નાકમાં પ્રવેશ કરે છે.

તારા જેવા તાજગીથી છલોછલ પુરુષોની ઉદાસી વાફાને બેચેન કરે છે. પુરુષોને આટલું લાગણીશીલ બનવું ન જોઈએ, હું છોકરી થઈને મર્દાના જિંદગી જીવું છું. તું હજુ મારાથી કદાચ પાંચ વર્ષ નાનો છે, એટલે યુવાની અને ઉદાસી વચ્ચે કોઈ જાતનો સંબંધ ના હોવો જોઈએ. તારા ચહેરા પર બાળકો જેવી મુસ્કાન જોવાની આદત પડી ગઈ છે. એટલે એક વખત તારી વાફાને ખાતર ચહેરા પર બાળક જેવી મુસ્કાન લાવવી પડશે. પ્લીઝ...પ્લીઝ...

છેવટે વાફાની લાગણીની જીત થાય છે. લાગણીઓના ઘોડાપૂર છલકાતાં વાફાની કમનીય કાયાને ફરજીયાત આ ઘોડાપૂરમાં તણાવું પડે છે.

કુદરતની કરામત પણ ક્યારેક માઝા મુકે છે. એક સ્ત્રી અને પુરુષ બોલ્યા વગર લાંબો સમય સુધી આલિંગનમાં પડ્યા રહે તો આંતરમનને રસપ્રચૂર કરતા અને આંબે બેઠેલા મોરથી મોહરી ઊઠતાં આંબાના વૃક્ષના સૌંદર્યની પ્રતિકૃતિ સમો કુદરતી માહોલ કોઈપણ મૌસમમાં સર્જાય છે. જ્યારે આંખો અને હોઠોના ફફડાટ જ કુદરતી સૌંદર્યના માહોલમાં એકબીજાને ચુંબકીય આકર્ષણોની આપ-લે કરતા હોય છે, ત્યારે મૌનની ભાષાને કોઈપણ વ્યાકરણની જરૂર રહેતી નથી. જ્યારે જ્યારે વિજાયતીય વ્યક્તિનાં હોઠ અને આંખોનું મિલન થાય છે ત્યારે શ્રેષ્ઠ કૃતિઓના શૃંગાર રસોના અધ્યાયોની શરૂઆત ગણાય છે, છતાં પણ શરૂઆતના સાથીદાર હોઠો અને આંખોને આ નયનરમ્ય દ્રશ્યોના મૂક સાક્ષીઓ બનાવી દેવાય છે અને આને જ કુદરતી લીલાઓની પરાકાષ્ઠા કહેવાય છે. છતાં પણ આ ઘટનાને સૃષ્ટિના સર્જનનું પહેલું પગથિયું કહેવાય છે.

હે હિન્દુ પુરુષ ! કદાચ આ આપણા બન્નેના છેલ્લા મિલનની રાત છે, એટલે તારી પાસેથી કંઈક માગવાની ઈચ્છા મારા દિલમાં થાય છે. હું ધારું તો ચોરીછૂપીથી પણ વસ્તુ લઈ શકું છું. પણ તારી મંજૂરી હોવી જરૂરી છે. વાફાની માંગણીઓમાં આજે તારા પ્રત્યેની લાગણીઓની સંવેદનાની ભીનાશ ઉમેરાય છે.

માંગ... માંગ... મારાથી શક્ય હશે તો તારી માંગણીથી સવાયું આપવા બંધાયેલો છું.

આજે તુર્કી સ્ત્રી તારી પાસેથી હિન્દુ પુત્ર કે હિન્દુ પુત્રીની અપેક્ષા રાખે છે અને કુદરતની ઈચ્છાને માન આપું છું.

એક કુંવારા પુરુષની લાચારી હોય છે, આના સિવાય કોઈ આપી શકવાની તેનામાં શક્તિ પણ હોતી નથી. વાફાની આંખોને મારી આંખો વચ્ચે સંવાદ થાય છે.

આ મૌનને સૂચક માનીને આગળની કાર્યવાહી થાય છે.

મુગ્ધે ધાનુષ્કતા કેયમપુર્વા ત્યતિ દ્રશ્યતે,

યાયા વિદ્યસિ, ચેતાંસિ ગણૈરેવ ન સાયકૈઃ

(હે મુગ્ધા ! તારું આ ધનુર્ધારીપણું કેવું અપૂર્વ જણાય છે ! કે જેના વડે યુવાનોના મનને ગુણોથી વીંધે છે, નહીં કે બાણો વડે.)

અંતે આ તુર્કી સુંદરીની અભિલાષાને પૂરી કરવા ઈતિહાસનું પુનરાવર્તન થાય છે. અને ઈતિહાસ બદલાય છે. તુર્કીસ્તાન ભૂમિ પર હિન્દુ યોદ્ધો એકલો લડે છે. પ્રેમયુદ્ધમાં આ એકલવીર વિજયટંકાર કરી તુર્કીની ભૂમિ પર પોતાના ભાલાનો પ્રહાર કરી પોતાના સામ્રાજ્યનું પહેલું બીજ રોપે છે.

આ બીજ પર પોતાના અશ્રુઓની ધારા છોડી તેને વિકસતું જોવાની પ્રાર્થના કરીને સંસારને સાર્થક કરે છે.

જિંદગીમાં પહેલીવાર આજે કોઈક માટે જીવવાની ઈચ્છા થઈ છે, એટલે જિંદગી જીવવા માટ ેકોઈકનો સહારો જોઈશે. આ સહારો તારા થકી મળી જાય તો જિંદગીની છેલ્લી પણ સુધી તારી યાદ સદાય મારી આંખો સામે જ રહેશે. આજે આ આપણી છેલ્લી મુલાકાત છે અને બે દિવસ પછી તારી બાજુની ચેર સદાય આ વાફાની સાક્ષી બનીને આપણી બેકર સ્ટ્રીટ લંડનની ઓફિસને સતત આપણાં બંનેની હાજરીનો અહેસાસ કરાવતી રહેશે. વાફાની ઉદાસ ભાષાના શબ્દો કતારબદ્ધ મારા દિમાગમાં કોતરાતા જાય છે.

હજુ તો આપણે બન્નેએ લાંબી જિંદગીની સફરની રાહ કાપવાની છે. ક્યારેક આપણા બન્નેનું મલન શક્ય બનશે ખરું ? ભવિષ્યની યોજનાને ઓપ આપતી વેપારી ભાષા બોલવા વેપારી જીવ મજબૂર બને છે.

કદાચ હા ! અને કદાચ ના...! થોડી રોકાઈને નિસાસો નાખીને ફરીથી બોલે છે.

કારણ કે દોઢ મહિના પછી તું જ્યારે હિન્દુસ્તાન પરત ફરશે ત્યારે છેલ્લી વખત તારો ચહેરો જોવા હિથ્રો એરપોર્ટ પર તને વિદાય આપવા હું આવીશ અને બીજીવાર તું જ્યારે હિથ્રો એરપોર્ટ પર ઉતરશે ત્યારે તને આવકારવા આ વાફા હાજર નહીં હોય. આ મારી હા અને નાનો જવાબ છે. વાફાના અવાજનું દર્દ મને સમજમાં આવતું જાય છે.

સાચું બોલજે તું જે કરે છે તે તેરી મરજી વિરૂદ્ધનું પગલું ભરે છે. મારી સાથે ટેલિપથી કહે છે કે તારી મરજી છતાં પણ મારા અને નયનતારાને ખાતર આ પગલું ભરે છે કે નહીં...?

એક સ્ત્રીના દિલની ભાષા સમજી શકવાની આવડત હિન્દુસ્તાની પુરુષોમાં છે જે બીજા દેશના પુરુષોમાં તેટલી આવડત હોતી નથી, કદાચ આ જ રહસ્ય તમારા લાંબા લગ્નજીવનનું કારણ હોઈ શકે છે. મારા યુનિવર્સિટીની કેમ્પસ લાઈફથી લઈને અત્યાર સુધીની લાઈફમાં જેટલા હિન્દુસ્તાની પુરુષો મારા જીવનમાં આવ્યા છે તેમાં કોઈ સહધ્યાયી, દોસ્ત કે બેડરૂમ પાર્ટનર બન્યાં છે. દરેક સમયે આ હિન્દુસ્તાની પુરુષો મને હંમેશા લાગણીના સ્ત્રોતથી ભરેલા લાગ્યાં છે. ફક્ત એક નયનતારા ચહેરાને નજર સમક્ષ રાખીને નાછુટકે આ નિર્ણય લેવો પડે છે. કદાચ તારી સાથે હજુ પણ એક દોઢ મહિના સુધી સંબંધ લંબાવું તો કદાચ તારું મન ભ્રમિત થઈ જશે એવું મને સતત લાગ્યા કરે છે. વાફાની આંખોમાંથી નીકળતાં આંસુઓ તેનાં ડૂસકાંથી રોકાય જાય છે.

કદાચ આ દોઠ મહિનો તું મને મળવાનું ચાલુ રાખે છતાં પણ તારી નામરજી હોય તો હું કદી પણ તારા શરીરને સ્પર્શ કરવાની હિંમત કરું નહીં. કારણ કે ગયા ડિસેમ્બર મહિનામાં જિંદગીમાં પહેલી વખત નયનતારાની મરજી છતાં મેં મારા આવેગો પર કાબૂ રાખીને નયનતારાને લગ્ન પહેલા સેક્સ માણતાં રોકી હતી. અને ઈંગ્લેન્ડમાં આ આવેગો પર કાબૂ રાખવામાં હું નિષ્ફળ ગયો છું. તેમાં તારા તરફથી કરાયેલ પહેલની અસર વધુ હતી અને પશ્ચિમી માહોલ પણ આના માટે જવાબદાર હોઈ શકે. અને એક વાતની ચોખવટ કરું છું કે મારી જિંદગીમાં લગ્ન પહેલા કે લગ્ન પછી નયનતારા બાદ આવેલી તું એક માત્ર છેલ્લી અને પહેલી સ્ત્રી હશે. તું આપણાં આ સંબંધને કોઈ પણ નામ આપી શકે છે. નયનતારાને મારી જિંદગીનું છેલ્લું અને પહેલું રહસ્ય સમજાવવું મારા માટે એક મુશ્કેલ કામ છે. કદાચ મારા માટે લાગણીના બંધનમાંથી છૂટવા આવું બોલવું જરૂરી હતું.

નાઉ ટાઈમ ટુ લીવ ઈસતંબુલ. લંડનની રિટર્ન ફ્લાઈટ, હિથ્રો એરપોર્ટ, કસ્ટમ વિધિ પતાવી એરપોર્ટની બહાર પ્રવીણભાઈનો પાકિસ્તાની ડ્રાઈવર અમારી રાહ જોઈને ઊભો છે. એરપોર્ટની અંદર બ્રિટિશ અને ઇન્ડિયન પાસપોર્ટ વચ્ચે શું તફાવત છે તે 1992ની સાલનું આ સંભારણું મારા માટે અને મારા ઈમાન માટે કદાચ જિંદગીભરનું ભૂલી ના શકાય તેવું સંભારણું હતું.

હિન્દુસ્તાનની માટે અને કાઢિયાવાડીઓને માટે આત્મવિશ્વાસ પર કદાચ વધુ પડતો ભરોસો હશે. આપણા માટે આઘાત રોજબરોજનું રૂટિન જેવું કાર્ય હશે. એટલે જ લંડનની ભૂમિ પર આ કાઠિયાવાડીએ ગઈ ગુજરી ભૂલી જઈને લંડનને નવી નજરથી જોવાની આદત પાડી દીધી છે. હવેથી અહીંયા પૈસા ઉડાડવા માટે નહીં પણ પૈસા કમાવવા માટે આવવું પડશે.

હિથ્રો એરપોર્ટ ટર્મિનલ ચાર, હંસલો વેસ્ટ, હંસલો ઈસ્ટ એક પછી એક લંડનના વિસ્તારો પાર કરીને કિંગ્સબરીના ઘરે મને છોડીને પાકિસ્તાની ડ્રાઈવર અનવર સુલતાન વાફાને તેના ઘરે છોડવા કાર સ્ટાર્ટ કરે છે. વાફાની ઉષ્માનો શબનમી અહેસાસ મારા હોઠ પર લંડનની ધૂપમાં ચમકે છે. તેની રોશની મારી આંખો પર પડતાં મારો રૂમાલ મારા હોઠ પર ફેરવી ઘરમાં પ્રવેશ કરું છું.

શનિ-રવિના બે મેચ રમવા મારા માટે સૌથી આનંદદાયક દિવસો હોય છે. લંડનના ઠંડા દિવસનો હૂંફાળો તડકો મારા શરીર પર પડતાં તામ્રવર્ણની ચમક ઓર નિખરે છે. થેન્ક્સ ટુ નયનતારા, આજે તારા સપનાં મારી આંખોમાં ચમકે છે.

આ સોમવાર મારા માટે યાદગાર છે, કારણ કે આવતા સોમવારે મારા સરજમીનની માટીની ખુશ્બો મારા નાકમાં પડતી હશે. મારી જન્મભૂમિ અને હવે મારી કર્મભૂમિ કાઠિયાવાડની ધરતી પર, મારી બુલેટ પાછળ નયનતારા પોતાના હાથ મારી કમર ફરતે વીંટાળીને પોતાના અંદાજમાં બોલતી હશે. એ પોપટ ! તારા હાલહવાલ તો જો, છોકરીઓની જેમ કાનમાં કડી પહેરીને તારી બાયડી ઉપર રોફ જમાવે છે. ચહેરા પરનું ગજનું આકર્ષણ મારા હ્સયમાં ફેરવાય જાય છે.

આર યુ સ્ટિલ ડ્રીમીંગ એબાઉટ વાફા... માય ફ્રેન્ડ ? ફિલિપિન્સ માઈકાનો અવાજ કાને પડે છે.

નો...! ડ્રિમીંગ અબાઉટ માય વાઈફ નયનતારા.

ઓહ...! રિયલી, મિન્સ આર યુ મેરિડ ? માઈકાની આશ્ચર્યથી પહોળી થતી આંખો મારી આંખો સામે આવે છે.

નો...! મારા એન્ગેજમેન્ટ થઈ ગયા છે. માય બેસ્ટ ફ્રેન્ડ લિટલ મંચ...!

ગુડ...! વેરી ગુડ...! માઈકા આજે મૂડમાં બોલે છે.

હાઉઝ યોર પ્રોગ્રેસ ? માઈકાને આગળની કાર્યવાહી માટે પૂછું છું.

એ બતાવવા તો તારી પાસે આવી છું. જીતની મમ્મી એકદમ ખુશ છે અને જીત તેનાથી પણ વધુ ખુશ છે. કદાચ તીર નિશાન પર બરાબર લાગશે તો જીતે પ્રોમીસ કર્યું છે કે આવતા મહિને તે મારી સાથે મેરેજ કરશે. પ્રેમમાં પડેલી માઈકાની આંખોમાં પ્રેમની રોશનીનો ઝળહળાટ સ્પષ્ટ દેખાય છે.

પ્રવીણભાઈની કેબિનમાં પ્રવેશ કરું છું. પ્રવીણભાઈ એકલા એકલા હસે છે. એટલે મેં ધીરેથી પૂછ્યું, પ્રવીણભાઈ...! કંઈક નવીન કાર્ય કર્યું છે ?

ના રે ના...! મને તારો વિચાર કરીને હસવું આવે છે. વાફા તો ચાલી ગઈ પણ તને લગ્નજીવનનો આનંદ અને લગ્ન કર્યા પછી આવતી મુસીબતોનો બરાબર પાઠ ભણાવી દીધો છે.

ચહેરા ઉપર વાફાના ગમને છુપાવવાની નાકામ કોશિશ કરું છું અને પ્રવીણભાઈને જણાવું છું કે, અહીંયા લંડનમાં આવું બધું ચાલ્યા કરે છે. એમાં મનને થોડું મારવું પડે છે.

હવે વાફાની બુદ્ધિ અને કલમનો સદ્ઉપયોગ થશે. ગોલ્ડ સ્ટાર બુક કંપનીમાં તેનું ફ્યુચર બહુ બ્રાઈટ છે. બાકી તો બહુ ભણેલા માણસોનાં ઠેકાણાં હોતાં નથી એટલે એક જગ્યાએ ટકી શકતા નથી. પ્રવીણભાઈ તેનો અનુભવ જણાવે છે.

તમે ઈન્ડિયા ક્યારે આવવાના છો ?

આવતા મહિને આવવાનો છું અને આપણે ફુડ ઈન્ડસ્ટ્રીનું કંઈક વિચાર કરીશું, તારી રીતે બધી તૈયરી કરી રાખજે. દોઢ વર્ષની અંદર આપણો માલ યુરોપની માર્કેટમાં પહોંચી જવો જોઈએ. પ્રવીણભાઈ તેનું પ્લાનિંગ મને સમજાવે છે.

કેબિનમાંથી બહાર નીકળીને મારી ખુરશી સંભાળું છું. બાજુવાળી ખુરશી જે ખાલી છે. એક ઠંડી લહેરખી દિલમાંથી પસાર થાય છે અને શ્વાસ વાટે ગરમ હવા બહાર નીકળે છે. હવે મારા નિસાસા નાખવાનો કોઈ મતલબ રહેતો નથી.

બેકસ્ટ્રીટ, સેન્ટ જોન્સવુડ, સ્વિસ કોટેજ અને વાફા જ્યાં રહે છે તે ફિંચલી રોડનું સ્ટેશન આવતા આંખો બંધ થઈ જાય છે. અને મેટ્રો લાઈનનું છેલ્લું સ્ટેશન સ્ટેનમોર આવે છે અને સ્ટેનમોર પછી ચોથું સ્ટેશન કિંગ્સબરી આવે છે. વાફાની કારની ખામી હવે જણાય છે. વાફાની ગેરહાજરી વર્તાય છે. વાફાના ડીઓની ખુશ્બોની ગેરહાજરી વર્તાય છે. કિંગ્સબરીથી ચડવાનું અને બેકસ્ટ્રીટ ઉતરવાનું અને બેકસ્ટ્રીટથી ચડવાનું અને કિંગ્સબરી ઉતરી જવાનું આ ક્રમ હવે મારા માટે થોડા દિવસ પૂરતો છે. હવે લંડન શહેર મને સૂનું સૂનું લાગે છે. ધરતીનો છેડો ઘર છે એ વાત હવે મને સમજાય છે.

હિન્દુસ્તાન જવાને બિ દેવસની વાર છે. સાંજે પાંચ વાગ્યે વાફા ઓફિસે આવે છે. મારા ટેબલ પાસે આવીને પોતાની જૂની ખુરશી પર બેસે છે. હજી પણ પોતાની હુકમની ભાષા ભૂલી નથી.

જલદી કરજે, તારે મારી સાથે નીકળવાનું છે.

ક્યાં જવાનું છે ?

એ પૂછવાનું નહીં, એકવાર કહ્યું એટલે ફાઈનલ સમજવાનું છે.

ઓ.કે. જેવી તારી મરજી.

વાફાની કાર લેસ્ટર સ્ક્વેર થઈને પીકાડેલી સર્કસ પહોંચે છે. આ જગ્યાનો માહોલ જરા વિચિત્ર લાગે છે. આજુબાજુ કદાચ ડ્રગનું સામ્રાજ્ય હોય તેવું લાગતું હતું. પણ ટુરીસ્ટોની સંખ્યા બહુ જણાય છે. કાળીયા અને ચીનાઓ વધારે દેખાય છે. ઉપર જોતા અમુક મકાનો પર રેડ લાઈટ દેખાય છે. પાછળની બાજુ ચાઈના ટાઉન છે.

ગાડીમાંથ ઉતરીને વાફા અને હું એક સ્ટોર્સ પાસે પહોંચ્યાં. તે સ્ટોર્સમાંથી વાફાએ એક પાર્સલ પોતાના પર્સમાં રાખી દીધું અને ફરી પાછા કાર તરફ રવાના થયા.

અહીં શા માટે આવ્યા છીએ ?

કાંઈ કામ નહોતું પણ મારે એક પાર્સલ લેવાનું હતું એટલે અહીંયા આવ્યા છીએ.

નવી જગ્યાએ તને બરાબર ફાવી ગયું છે ?

કામ કરવું હોય તેને કોઈપણ જગ્યા ફાવી જાય છે. કાર ચલાવતા ચલાવતા જવાબ આપે છે.

તું મને શા માટે લેવા આવી હતી ? મારી બેચેની વધતા સવાલ પૂછું છું.

નાક ઉપર આંગળી રાખીને મને ચૂપ રહેવાનો ઈશારો કરે છે. આજે વાફાનું વર્તન મને જરા વિચિત્ર લાગતું હતું. કદાચ ડ્રગ લેતી હશે ?

નયનતારાના શું ખબર છે ?

બહુ મજા કરે છે, ત્રણ વર્ષ પછી એમ.એસ. બની જશે.

બહાર જમવું છે કે ઘરે ટેક અવે લઈ જવું છે ?

જેવી તારી ઈચ્છા...!

આજે તારો હુકમ ચાલશે, મારી નવી જોબ માટે અને તારી વિદાયમાનમાં વાફા પાર્ટી આપે છે. વાફા ધરાર હસતી હોય તેમ જવાબ આપે છે.

ઓ.કે. તારા ઘરે ગાડી લઈ લે. થોડી ડ્રિંક્સની ઈચ્છા છે.

જેવી તારી મરજી. વાફાના અવાજમાં ઉષ્માનું બાષ્પિભવન થતું દેખાય છે.

વાફાના ઘર પાસે કાર પાર્કિંગ કરીને દરવાજા બહારનું વાતાવરણ લંડનની રાત્રીની આગાહી કરે છે. આજુબાજુમાં રહેતા ગુજરાતી પરિવારોને છેલ્લી નજરે જોઈને બે દિવસ પછી આ બધું યાદોના આલ્બમમાં સમાવીને હિન્દુસ્તાનમાં નવા આલ્બમ બનાવવાની તૈયારી શરૂ કરવાની છે.

વાફાનો એ જ ડ્રોઈંગરૂમ છે. એ જ સોફાસેટ છે. એ જ કારપેટ છે, સફેદ રંગનું હીટર છે. કદાચ હવે મારા જવાથી આ હીટરની વાફાને જરૂર પડવાની છે. શિયાળાની શરૂઆતની ઠંડીનો ચમકારો દેખાય છે. છેલ્લી વારની આ મુલાકતની યાદોની ગમગીની દિલોદિમાગ પર છવાઈ ગઈ છે. છેલ્લા ત્રણ મહિનામાં કાઠિયાવાડથી આવેલા એક અરમાની આંખોવાળા છોકરાને બાવીસ વર્ષની ઊંમરે પૂર્ણ પુરુ, બનાવી દીધો છે. આ લંડન શહેર ઠંડી ક્રૂરતાથી યુવાનોની કતલ કરે છે.

એક પછી એક યુરોપના શહેરોની યાદો કેમેરાના રોલની જેમ આંખોમાં ફરતી જાય છે. સસ્તાં દિલોની ખરીદી માટે અહીંનું બજાર માફક આવે છે. થ્રો એન્ડ યુઝ અહીંની પ્રકૃતિ છે. ભૌતિક વસ્તુ અને માણસો માટે થ્રો એન્ડ યુઝ નામનો શબ્દ યુરોપ માટે બરાબર લાગુ પડે છે.

1992ની સાલમાં પણ અહીંના સનરાઈઝ રેડિયો સ્ટેશન પર 1990માં રિલીઝ થયેલા આશિકી ફિલ્મનાં ગીતો હજુ પણ વાગ્યા કરે છે.

સાંસો કી જરૂરત હૈ જૈસે ઝિંદગી કે લિયે,

બસ એક સનમ ચાહિયે આશિકી કે લિયે.

મારા ચહેરા પર એક ફિક્કું હાસ્ય આવે છે. પાગલપણાની પણ કોઈ હદ હોય છે. શા માટે ચાહતા ન હોવા છતાં કોઈ પ્રત્યે આટલી આસક્તિ જાળે છે ? હજુ પણ વાફા પ્રત્યે શા માટે આટલી લાગણી ઉભરાય આવે છે ?

નઝર કે સામને જિગર કે પાસ કોઈ રહેતા હૈ,

વો હો તુમ, વો હો તુમ.

પણ આજે મારા માટે તુમ નયનતારા છે અને વો વાફા છે. જિગરમાં નયનતારા અને નજરની સામે વાફા છે. ફિલ્મી ગીતો પણ ગજબના છે !