પ્રેમ અમાસ - ૫. yashvant shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ અમાસ - ૫.

ટ્રીન.....ટ્રીન.....

હલો....ઓ હાય...કેમ છો...?

આજે સાંજના ...?

ઓ.કે....સેઇમ પ્લેસ...સેઇમ ટાઇમ. ઓ.કે.....મળીયે. બાય.

પુનમ અને ચાંદની હવે વારંવાર મળવા લાગ્યા છે. જયારથી ચાંદની સુરત આવી છે તેને હવે ખાસ કોઇ કંપની ન હોય સમય પસાર કરવા પુનમને મળે છે. આ તરફ પુનમ પણ એકલો છે તેને પણ ચાંદની ની કંપની ગમે છે. બન્ને પાસે ભુતકાળની યાદો છે. કોલેજ કાળમા પસાર કરેલી મિઠી યાદો જયારે પણ મળે ત્યારે વાગોળે છે. કોલેજના આ વર્ષોમાં આમ કરેલ અને તેમ કરેલ. બન્ને પોતાની એકલતા દૂર કરવા મળતાં રહે છે અને મળે ત્યારે વાતો વાતોમા ભુતકાળમાં ચાલ્યા જાય છે.

આજે પણ પુનમ અને ચાંદની બન્ને દરરોજની માફક સાંજના એક ગાર્ડનમા ભેગા થઈને બેઠા છે. ચાંદની તને યાદ છે...કોલેજનો એ વાર્ષિક ઉત્સવ. હુ મારા શોખ ખાતર કયારેક કોઇ કવિતા કે શાયરી લખતો હતો અને આપણી કોલેજના એ નોટિસ બોર્ડ પર બધાની વાર્તા ક્રુતિ શાયરી વગેરે મુકાતા હતા. તેમા તમે લોકો મને પણ મારી કવિતા શાયરી મુકવાનુ કહેતા હતા. પરંતુ હું હમેંશા કહેતો કે મારી શાયરીમા મુકવા જેવું કઇ ખાસ નથી હોતુ. હુ તો હમેંશા એજ લખુ છુ જે હુ ફીલ કરું છું. લોકોને વંચાવવા કે લોકોને ગમે તેવુ હુ નથી લખતો. મને એવુ લખતા આવડતુ જ નથી. છતાં તમારા બધાના ‌ આગ્રહથી મે કોલેજની સ્ટોરી રાઇટીંગ કોમ્પીટીશન અને શાયરી કોમ્પીટિશનમા મારી વાર્તા અને શાયરી મોકલી જ દીધી. મને ઇનામ મળશે કે નંબર આવશે તેવી કોઇ આશા જ ન હતી. પરંતુ જયારે એન્યુલ ડે મા પારિતોષિક વિતરણ વખતે એકાએક સ્ટેજ પરથી નામ જાહેર થયું કે સ્ટોરી રાઇટીંગ સ્પર્ધામા દ્વિતિય સ્થાન પર છે મી.’પુનમ મહેતા’. ત્યારે પળભર તો હું ધડકન ચૂકી ગયેલ આમા મારું જ નામ બોલાયુ કે શું. મને વિશ્વાસ જ નહોતો બેસતો પરંતુ તમે લોકો એ ચીયર્સ કરી મને સ્ટેજ પર ધકેલવા લાગ્યા તો હું પણ અચાનક આવુ ન ધારેલ બની જતા સ્ટેજ પર ઇનામ લેવા પહોંચી ગયો. અને આનંદના અતિરેકમા ઇનામ આપનારના હાથમાંથી ઇનામ લઇને તેમની સાથે હાથ મિલાવ્યા વગર જ સ્ટેજ નીચે તમારી પાસે દોડી આવેલ. ઇનામ આપનારનો હસ્તધુન કરવા લંબાયેલ હાથ એમ જ રહી ગયેલ. ને બધા ખુબ હસી પડેલ પણ શું થાય. જયારે કઇંક અચાનક થાય તો ખુશીના અતિરેકમા કઇંક તો ગરબડ થઈ જ જાય. ત્યારબાદ ફરી જયારે શાયરી કોમ્પીટિશનના પ્રાઇઝ્નુ નામ જાહેર થયુ કે ફરી એકવાર આજનુ શાયરી કોમ્પીટિશન ફર્સ્ટ પ્રાઇઝ વિજેતા છે પુનમ મહેતા. ત્યારે તો હું ખુશીથી ઉછળી ગયેલ. પરંતુ આ વખતે પહેલાં જેવી ભુલ ન થાય તે ખાસ ધ્યાન રાખેલ. સૌ પ્રથમ ઇનામ લઇ ખાસ હસ્તધુન કર્યું અને ઈનામ આપનારે પણ મારો હાથ બરાબર પકડી લીધો ફરી સભામા હાસ્ય ફેલાય ગયુ. એ યાદગાર પળ તો કયારેય નહિ ભુલાય.

ચાંદની : અને હા તેમાં તે બોલેલી શાયરી યાદ છે..

હા, એ વખતે તો ઓડિયન્સમાથી શાયરી .....શાયરી ની ફરમાઇસ પણ ખુબ થઈ. હવે એ પળે અચાનક સ્ટેજ પર શાયરી કયાથી યાદ આવે. શાયરી એ કઇ ગમે ત્યા ગમે ત્યારે થોડી બની જાય પરંતુ લોકોની ખુબ ફરમાઇસ થતા ઓન ધ સ્પોટ તો શું બોલુ. છેલ્લે બોલવું જ પડશે એવુ લાગતા એક ફની શાયરી બનાવી ને બોલી દીધેલ.

જમિન સે આસમાન તક..

જમીન સે આસમાન તક..

વાહ..વાહ..

આસમાન સે જમીન તક.

વાહ..વાહ..

જમિન સે આસમાન તક..

આસમાન સે જમીન તક.

બસ હવા હી હવા...બસ હવા હી હવા..

તે સાંભળીને બધા ખુબ જ હસેલા.

ચાંદની : તને યાદ છે..કોલેજ કેન્ટીંગમા જયારે નવા નવા આવેલ ટપોરી જેવા સલીમે જયારે મારી સાથે ફ્લર્ટ કરવાની કોશિશ કરેલ ત્યારે તમે લોકોએ તેને કેવો મેથીપાક ખવરાવેલ અને પછી કયારેય મારી સામે જોવાની તો શું નીકળવાની હિમત પણ નો તો કરી શકતો. હા યાર એ દિવસો અને દુનિયા જ કઇક અલગ હતી. આમ બન્ને ભુતકાળની વાતો કરી છુટા પડતા.

રજની હવે એક એક દિવસમાથી એક એક મહિના ગણતી થઈ ગઇ છે. આમ ને આમ કરતા તેને આઠ માસ પુરા થવા આવ્યાં. મહામુસીબતે પ્રેગ્નનસી રહી હોય તે હવે પોતાનું અને આવનાર બાળકનુ ધ્યાન રાખવામાં પોતાનો સંપૂર્ણ સમય વ્યતીત કરે છે. સ્ત્રી જેમ જેમ મા બને છે તેમ તેમ તે વધુ ને વધુ પીઢ અને પાકટ બનતી જાય છે. ભલે તેની ઉમર ગમે તે હોય. કોઇ સ્ત્રી કદાચ ઉમરમા નાની હોય પરંતુ મા બની જાય તો મા બનતા જ તે જાણે એક સંપૂર્ણ સ્ત્રીની જેમ વર્તન કરવા લાગે છે. લોકોની તેને જોવાની દ્રષ્ટિ પણ બદલાય જાય છે. એક ૧૮ કે ૨૦ વર્ષની કન્યા હોય અને તેના પહેરવેશમાં જો જરા દુપટ્ટો કે પાલવ આમતેમ થયો હોય તો લોકોની દ્રષ્ટિ અલગ રિતે પડે છે અને એજ-કન્યા સ્ત્રી અગર મા બન્યા પછી જાહેરમાં પોતાના બાળકને સ્તનપાન કરાવતા તેના કપડા ગમે તેમ હોય તો પણ લોકો તેને નજરમાં નહીં લે. કારણ તે મા છે. અને તેનુ સમગ્ર ધ્યાન તેના સંતાન મા હોય છે. લોકો તે સમજે છે જાણે છે. ત્યારે કોઈને બીજા કોઈ વિચાર નથી આવતા. વ્યક્તિ એજ હોય ઉમર પણ એજ હોય તો પણ પરિસ્થિતિ બદલાતા લોકોની નજર પણ બદલાય છે.

આપણા સમાજમાં સ્ત્રી ને લોકો દેવી માને કે ન માને પરંતુ એક મા ને અવશ્ય દેવી નો દરજ્જો મળે છે.

રજનીને પણ લોકો હવે મા બનવાની હોય પહેલાં જે વાંઝ કે અપશુકની ગણવા લાગેલ તે માન ની નજરે જોવા લાગેલ .

માણસના હ્રદયની સૌથી મોટી 'ટ્રેજેડી' એ છે કે તેનામા એક સરખો ભાવ ક્યારેય નથી રહેતો. તેનામા વિવિધ ભાવ ભરેલો હોય છે અને ભાવો પણ કેવા.?

પરસ્પર વિરોધી. એક પળે તે જેને ધીક્કારે છે બીજી જ ક્ષણે જ તે તેને ચાહે છે. જેની સામે તે લડવા તૈયાર થઈ જાય છે તેની જ ખાતર તે તેના જીવનનું બલિદાન આપવા પણ તૈયાર થઇ જાય છે. માણસની આ ટ્રેજેડી જ નહિ હોય, કદાચ તે તેનુ સૌથી મોટું ગૌરવ પણ હશે. માણસમા કેવળ એક જ ભાવ સ્થિર રહેતો હોત તો દુનિયા દુર્જન અને સજ્જન એમ બે સ્પષ્ટ ભાગમાં વહેચાઇ ગઇ હોત. પણ દુનિયા તો ભરપુર છે એવા મનુષ્યોથી જેમનામાં દુર્બળતા છે, સ્વાર્થ છે, પોતાના માટે સુખ પામવાની ઇચ્છા છે. તો સાથોસાથ ઉદારતા છે, મમતા છે. બીજાને માટે મરી ફીટવાની અપુ્ર્વ ત્યાગ ભાવના છે. આવા પરસ્પર વિરોધી તત્વ વચ્ચે નિત્યત: ચાલતા સંઘર્ષોના કાટાળા માર્ગ પર ચાલતા રહેવું એજ જિંદગી છે ને ?

રજની ને પણ પહેલાં અમાસ તરફ દિલમા પ્યાર ઉમડતો હતો અને પુનમ તરફ નફરત તેનું સ્વરુપ હવે ધીરે ધીરે બદલવા લાગેલ. હવે તેને અમાસ તરફ નફરત થવા લાગેલ તો પુનમ તરફ સહાનુભૂતિ થવા લાગેલ. હવે જયારે પણ પુનમનો ફોન આવે તો તે બહુ પ્રેમથી વાત કરતી અને હમેંશા ફોન પર વાત થયાં કરે તેવું ઇચ્છતી. પરંતુ પુનમને હવે તેના તરફ કોઇ વિશેષ પ્રેમભાવ થતો ન હતો. હા પોતાની ફરજ સમજી વીકમા એકાદવખત ફોનથી તેની ખબર પુછી લેતો. અને બન્ને જાણે સમય પસાર કરી રહ્યા હતા.

આખરે બન્ને ને જે ક્ષણનો ઇન્તઝાર હતો તે આવી ગઇ. એક સાંજે રજનીના પિયરમાથી ફોન પર સમાચાર આવ્યાં કે. અભિનંદન આજે તમે પિતા બની ગયા છો. રજનીએ એક સુંદર બાળકન્યા ને જન્મ આપેલ છે.

( આનંદના આ સમાચાર પછી પુનમ અને રજનીના જીવનમાં શું પરિવર્તન થાય છે. પુનમ અને ચાંદની ના સંબંધમા શું અસર આવે છે તે જાણવા પ્રેમ અમાસ-૬ વાંચવો જ રહ્યો . આપના કિમતી અભિપ્રાય જણાવતા રહેશો. આભાર .)

- આકાશ. ( યશવંત શાહ )