પ્રેમઅમાસ - ૧૧
( પ્રેમ અમાસના આગળના ભાગમા જોયું કે અમાસ રજનીના અનૈતિક સંબંધ પર એકવખત પુર્ણવિરામ મુકાયાબાદ રજની ફરી અમાસને પામવા કોશીસ કરે છે. ચાંદનીના પતિ આકાશનુ અવસાનબાદ ચાંદની અને અમાસના પ્રેમ સંબંધની જાણ રજનીને થતા તે ચાંદનીને અમાસના જીવનમા જીવનમાંથી દૂર કરિ અમાસને પુન: પ્રાપ્ત કરવા એક પ્લાન બનાવે છે. તે માટે તે પુનમ અને ચાંદનીને ભેગાકરી પુનમ પર ચાંદની સાથે અફેર રાખે છે તો પોતે પણ અમાસ સાથે અફેર રાખસે એવુ કહીને પુનમ સાથે જગડો કરે છે. પુનમ આ બધાથી કંટાળીને શહેર છોડીને જતો રહે છે… હવે આગળ..)
आप जैसा कोइ मैरी जिंदगी मै आए ! बात बन जाए ! हा बात बन जाए !
दिल को दिल बदन को बदन हरकीसिको चाहीये तन का मिलन !
રેડિયો પર જુના ગીત વાગી રહ્યાં છે. રજની સાથે સાથે ગાઇ રહી છે. જાણે તે પોતાની જાતને સમજાવી રહી છે. કે પોતે યુવાન છે અને પોતાનો પતિ પુનમ નથી તો પોતાને પણ અમાસ જેવો કોઇ સાથી જોઇએ જ. પોતાની તન બદનની ભુખ મિટાવવા એક સાથી તો જોઇએ જ.
રજની હવે પુનમના ગયા પછી એકદમ બોલ્ડ બનતી જાય છે. હવે તેને અમાસ સાથે રહેવામા કે બહાર સાથે ફરવામા સમાજનો બિલકુલ ડર નથી રહ્યો. પુનમના ગયા પછી અમાસ જ એનો સહારો ગણો તો સહારો અને પ્રેમ ગણો તો પ્રેમ હતો. અમાસ જ તેની તમામ જરૂરિયાત પુરી કરતો હતો જે આર્થિક હોય કે શારીરિક.
બીજી બાજુ પુનમને રજનીના વકીલ તરફ થી મળેલ નોટિસ પછી પુનમે પણ પોતાના વકીલ રાખી નોટિસ નો જવાબ નોટિસ થી આપેલ કે રજની પોતાના કહ્યામા નથી અને પોતાની સાથે પત્ની તરિકે રહીને પતિ તરિકેના કોઈ હક્ક ભોગવવા નથી આપતી તો પોતે તેને પત્ની તરિકે શા માટે ગણે અને શા માટે તેની જવાબદારી ઉઠાવે. વળી નીશા પણ પોતાની પુત્રી નથી તે રજનીનુ અવૈધ સંતાન છે. તો તે બન્નેના ભરણપોષણ ની જવાબદારી પોતે શા માટે ઉઠાવે. પોતે રજની સાથે હવે રહેવા નથી માંગતો અને છુટાછેડા ઇચ્છે છે. કોર્ટ તેને છુટાછેડા આપી એક બદચલન સ્ત્રીથી મુક્ત કરે અને પોતાની રીતે સ્વતંત્ર રીતે જીવવા માગે છે તો તે માટે કોર્ટ તેને રજની થી છુટાછેડા આપી પોતાને આઝાદ કરે. ભારતીય ન્યાયતંત્રની છાપ છે કે એક વખત કોઈ પણ મામલો કોર્ટમા જાય પછી વર્ષોના વર્ષ નીકળી જાય અને ચુકાદો એટલો મોડો આવે કે જ્યારે તે આવે ત્યારે ગમે તેની ફેવરમા આવે તે વ્યક્તિ ને તેનો કોઈ ફાયદો ન રહ્યો હોય. તેનુ ઘણું ખરુ જીવન પુરુ થઇ ગયુ હોય. રજની માટે પણ કાઇક આવુ જ થશે એવુ દરેક માનતા હતા.
ચાંદની હવે અમાસે આપેલ એક આલિશાન ફ્લેટમા રહે છે. અમાસે તેની બધી જવાબદારી લઇ લીધી છે. તેને રહેવા માટે એક સુંદર ફ્લેટ તથા જરુરી તમામ સામગ્રી પુરી પાડે છે. તેના પુત્ર ચાંદને એક ડે બોર્ડીંગ સ્કુલમાં એડમિશન અપાવી દીધું છે તેનો પણ તમામ ખર્ચ અમાસ ભોગવે છે. ચાંદની એ પોતાની મમ્મીનુ ઘર છોડી દીધું અને ટ્રાવેલર્સ ની જોબ પણ છોડી દીધી. બસ આખો દિવસ આરામ અને પોતાની સુંદરતાનો ખયાલ રાખવાનો. બની ઠની ને રહેવાનું કોઈ કામકાજ નહિ કરવાનુ બધી જ જવાબદારી અમાસની બદલામા પોતે માત્ર અમાસને ખુશ રાખવાનો. અને અમાસને ખુશ રાખવા એ ઇચ્છે ત્યારે અને ઇચ્છે તેને તેના મિત્રો ને ખુશ કરવાના. જવાની ને જાણે તે કેશ કરિ રહી હતી. તેને પાછળની જિંદગીમા શું થસે લોકો પોતાના માટે શું કહે છે, તેની કોઇ જ પરવાહ ન હતી. બસ જવાની છે તો મોજ કરો. એશ કરો. સંબંધ સમાજ કે સંસ્કારને તેને ફગાવી દીધા હતા. તેને હવે અમાસ પ્રત્યે એક આંધળો વિશ્વાસ થય ગયો હતો કે અમાસ જ તેને જીવનભર સાચવશે અને અમાસ જ હવે તેનુ જીવન છે. જેમ અમાસ કહે તેમ જ કરવાનુ અને અમાસ જેમ સાચવે તેમ રહેવાનુ.
પુનમના ગયાં પછી રજની પાસે કોઈ આર્થિક ઉપાર્જન નો શ્રોત નથી તેણે આજ સુધી કોઇ જોબ પણ નહિ કરેલ કે અનુભવ પણ ન હતો કે જોબ કરી શકે. અમાસ શરુ શરુમા તો તેને પૈસા આપે છે. તેની દરેક જરૂરિયાત પુરી કરે છે. અમાસને વારંવાર બોમ્બે પોતાનો પ્રોજેકટ ચાલતો હોવાથી જવાનું થાય છે. તે કોઈ કોઇ વાર રજની ને તો મોટેભાગે ચાંદની ને પોતાની સાથે લઇ જાય છે. રજની ને અમાસ તરફ એ બાબતમાં કોઇ ફરિયાદ કે શિકાયત નથી કે ચાંદની ને પોતાના કરતા વધારે પોતાની સાથે મુંબઈ લઈ જાય છે. પરંતુ જયારે જયારે અમાસ વધારે સમય બોમ્બે રહે અને પોતે સુરતમાં એકલી હોય તો તેને અમાસ વગર પૈસાની તકલીફ વધારે રહેતી. આ વખતે પણ અમાસ અને ચાંદની સાથે મુંબઈ ગયા છે. પોતે સુરત એકલી છે. પૈસાની આ તકલીફ દિન પ્રતિદિન વધતા રજની મુ્જાય છે. બે માસથી ઘરનું ભાડું પણ ચુકવી શકેલ નથી. મકાન માલિક વારંવાર ઉઘરાણી છતાં ભાડું ચુકવી શકતા છેલ્લી નોટિસ આપિને જાય છે કે આ ૩૦ તારીખ પર ભાડું ન ચુકવી શકો તો ઘર ખાલી કરી દો હુ ત્રણ માસનુ ભાડું તમારી ડિપોજીટમાથી વસુલ કરિ લઇશ. આ એક તારીખ પહેલાં ત્રણ માસનુ ભાડું એકસાથે જોઇએ અથવા ઘર ખાલી જોઇએ. રજની પાસે કોઈ વિકલ્પ નથી રહેતો. તે અમાસ ને બધી વાત કરે છે. પરંતુ તુ ઇચ્છે તો તારી રહેવાની વ્યવસ્થા કરી આપું. રજની ને એ માટે તૈયાર થવું પડે છે. તે પોતાનું હાલનુ ઘર ખાલી કરિ દે છે અને અમાસ પોતાની સાઇટમા બનેલ એક ખાલી ફ્લેટ રજનીને ટેમ્પરરી રહેવા માટે આપી દે છે. આમ તે અમાસના એક પછી એક ઉપકાર નીચે આવતી જાય છે. જોકે તે તેને ગમે છે કારણ તેનાથી તે અમાસની વધુ ને વધુ નજીક આવતી હોય તેમ માને છે. પરંતુ હકિકતમાં તો તે અમાસે આપેલ ફ્લેટમા અમાસના ટુકડા પર પલનાર એક રખાત બની ને રહી જાય છે.
પ્રેમ હમેંશા જયાં આપવાની ભાવના હોય સમર્પણ હોય ત્યાં જ સાચો હોય છે. એ પ્રેમ જ પ્રેમીઓને સર્વોત્તમ બનાવે છે. પ્રેમ કદિ કોઇનુ અહિત કરીને કે કોઇ ને તડપાવીને ન થાય અને થાય્ તે પ્રેમ જ ન હોય. રજની અને ચાંદની અમાસને પ્રેમ કરતાં હતા તે હકીકતમાં પ્રેમ ન હતો. પરંતુ એકબીજાને પછાડીને આગળ વધવાની હોડ હતી. અમાસ તરફ સાચો દિલથી કોઇને પ્યાર ન હતો. પ્રેમના નામે વાસના હતી. અમાસ સાથે ભોગ ભોગવવાની તમન્ના હતી. તેથી જ ચાંદની એ પોતાનું ઘર વર બધું છોડીને પ્રેમ ના નામ પર અમાસ સાથે વાસનાનો ખેલ ખેલ્યો. અને અંતમાં પોતે સરળ શબ્દો મા કહિયે તો એક વેશ્યા જેવું જીવન સ્વીકારી લીધું. જયારે રજની એ પણ પોતાની વાસના પુરી કરવા પુનમ સાથે અને ચાંદની સાથે ખેલ ખેલીને પોતાનું ઘર બરબાદ કર્યું. છેવટે તે પણ અમાસ સાથે અમાસની એક રખાત બની ને રહી ગઇ.
(અમાસ તરફના ચાંદની અને રજની ના પ્રેમ તેઓને બરબાદીના કયા પડાવ સુધી લઇ જાય છે. અમાસ રજની અને ચાંદની ના આ ડાર્ક લવ ત્રણેય ની જિંદગી ને કેવા અંધકાર મા લઇ જાય છે તે જાણવા પ્રેમ અમાસ નો આખરી ભાગ વાચવો જ રહ્યો. આપને મારી આ પ્રથમ નોવેલ કેવી લાગે છે તેમજ આ વાર્તા નો અંત આપ કેવો વિચારો છો તે આપ મારા કોન્ટેક્ટ નંબર ૯૮૭૯૫૬૦૫૯૪ પર વોટ્સ અપ અથવા અન્ય માધ્યમથી જણાવી શકો છો. આપના મંતવ્યો તથા સુચનોની હમેંશા પ્રતિક્ષા રહેશે આભાર )
' આકાશ '
(યશવંત શાહ.)