પ્રેમ અમાસ - 8 yashvant shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ અમાસ - 8

( પ્રેમ અમાસના આગળના ભાગમા જોયું કે અમાસ રજનીના અનૈતિક સંબંધ પર પુર્ણવિરામ મુકાયા બાદ રજનીને બાળકીનો જન્મ થાય છે. પુનમ રજનીનુ જીવન રાબેતા મુજબ ચાલી રહ્યું છે. ચાંદનીના આગમનથી પુનમનો તેના તરફ જુકાવ વધે છે. અચાનક ચાંદનીના પતિ આકાશનુ અવસાનબાદ ચાંદની અને અમાસના પ્રેમ સંબંધની જાણ રજનીને થતા તે ચાંદનીને અમાસના જીવનમા જીવનમાંથી દૂર કરિ અમાસ ને પુન: પ્રાપ્‍ત કરવા એક પ્લાન બનાવે છે...હવે આગળ..)

મહોબ્બત હે કયા ચીજ યે હમકો સુનાવો....

યે કીસને શુરુ કી હમે ભી બતાવો....

ચાંદની રેડિયોમા વાગી રહેલ ગીત સાથે ગાઇ રહી છે...ચાંદની હવે ધીરે ધીરે આકાશના અવસાનના શોકમાથી બહાર આવી રહી છે. આ પણ કદાચ તેનો એક ડ્રામા જ હતો કારણ, તેને આકાશ કરતાં અમાસ સાથે વધારે પ્રેમ અને લગાવ હતો. બન્ને એ મળીને જ આકાશ ને પહેલા સાઉદીઅરેબિયા જોબને બહાને દૂર મોકલી આપેલ. ત્યારબાદ બન્ને એકબીજાના થઈ ને રહી ગયા હતા. સમાજની નજરે માત્ર શોક નો દેખાવ કરી રહી હતી. બાકી તેને આકાશના જવાનો રતિભાર પણ અફશોસ ન હતો. અમાસ અને ચાંદની એ સાથે મળીનેજ આકાશને દૂર કરેલ.

રજની પોતાના અંગત શોર્સથી આ બધું જાણી ચુકેલ. પરંતુ તકની રાહ જોતી હતી કે આ વાતનો પોતે પોતાના માટે કેવી રીતે ફાયદો ઉઠાવે. કે જેથી પુનમ પણ પોતાના જિવનમાથી દુર થઈ જાય અને અમાસ પોતાનો ફરી થઈ જાય.

ચાલાક રજનીને એક દિવસ આ તક મળીજ ગઇ. જયારે તે ચાંદનીના ઘરે એમજ ગઇ તો ઘર ખુલ્લું હતું અને અમાસ અને ચાંદની બન્ને મોજ મસ્તી કરી રહ્યાં હતા. ચાંદનીએ દરવાજા ની આડમા રહી ને ચાંદની અને અમાસના બિભસ્ત ફોટા પોતાના મોબાઇલમા લઇએ ચુપચાપ દબે પાવ પાછિ ફરી જાય છે. ચાંદની અને અમાસના નગ્ન દ્રશ્ય જોઇને રજનીના માનસપર ફરી અમાસને ભોગવવાની ઇચ્છા તીવ્રતાથી જાગી ઉઠે છે. હવે તે ગમે તે ભોગે ચાંદનીને અમાસના જીવનમાં થી દૂર કરી પોતે પુન: અમાસના જીવનમા પ્રસ્થાપિત થવા એક માસ્ટર પ્લાન બનાવે છે.

જાહેરમાં રજની હવે પુનમ સાથે એકદમ સારી રીતે વર્તવા લાગી. જાણે પોતાના જીવનમાં પુનમ જ સર્વસ્વ છે. પુનમ વગર બધું નિર્થક છે. બન્ને પતિ પત્ની એક બીજાને માટે જ બનેલ છે. બન્ને એક બીજાને અનહદ પ્રેમ કરે છે. બન્ને એક બીજા વગર રહી શકે તેમ નથી તેવુ દર્શાવવા લાગ્યા. ચાંદનીને અમાસ અને રજની વચ્ચેના સંબંધની ન તો અમાસે જણાવેલ કે ન તો પુનમે બતાવેલ. ચાંદની અમાસ–રજનીના આડ સંબંધ થી અજાણ છે.

રજની એ પોતાનો માસ્ટર પ્લાન અમલમા મુકતા સૌ પ્રથમ તો પુનમ અને ચાંદની ને જાણી જોઇને એક બીજાથી નજીક લાવવા પ્રયત્ન કરવા લાગી. પુનમ સામાન્ય પુરુષ જાત મુજબ એકદમ ભોળો છે. તેને ચાંદનીના કોઇ પ્લાનની ગંધ નથી. તે તો ચાંદનીની સાથે વધારે સમય ગાળવા મળતા ખુશ રહે છે. વળી આ બાબત પોતાની પત્ની રજનીને કશો વાંધો નથી પરંતુ તે ખુદ આ બાબત મૌન સહકાર આપે છે. જાણીને તે ખુબ ખુશ છે. આમ પણ તેને ચાંદની તરફ હવે દિલથી લગાવ નહિ રહેલ. અને સ્વાભાવિક છે કે પોતાની પત્નીને લગ્ન પછી પણ અન્ય પુરુષ સાથે અફેર્સ હોય તે જાણ્યા પછી ક્યા પુરુષ ને પ્રેમ રહે? તે મનથી તો રજની થી કોશો દૂર જતો રહેલ જ માત્ર જાહેર જીવનમાં પતિ પત્ની સંબંધ થી બન્ને સાથે રહેતા હતા. જેમ જેમ ચાંદની સાથે રહેવાની તક મળતી ગઇ તેમ તેમ તે ચાંદની તરફ ઢળવા લાગ્યો.

આ બાજુ ચાંદની પણ એક ચાલાક સ્ત્રી હતી તેને પુનમ કરતાં અમાસમા વધારે રસ હતો. તેથી તે પુનમથી સલામત અંતર જાળવીને રહેતી વળી આ બાબતમાં રજનીનો રવયો જોતા તેને કંઇક અંશે દાળમા કાઇક કાળુ છે તેવી શંકા ગઇ. તેથી તે સચેત બની બન્ને વચ્ચે સલામત સંબંધ રાખવાનો પ્રયત્નશીલ રહેતી. આમ ને આમ ઘણો સમય પસાર થઇ ગયો. લાખ પ્રયત્ન છતાં પોતાના પ્લાનમા સફળતા ન મળતાં આખરે રજની એ એક નવો દાવ ખેલ્યો. ચાંદની સાથે મળીને તેણે જાતે પોતાના ભુતકાળની વાતો અર્ધસત્ય રુપે રજુ કરી અને પોતાને અને અમાસને સંબંધ હતો તેવુ લાગતા પુનમને પોતાના તરફ પ્યાર નથી રહેલ. વળી નિશાના જન્મ પછી પોતાનું શારિરીક આકર્ષણ બિલકુલ નથી રહ્યું. હુ પુનમને ખુબ પ્યાર કરું છુ. તેને ખુશ જોવા માંગુ છુ. તે તારી સાથે ખુબજ ખુશ રહે છે. તો તુ તેની સાથે શારિરીક સંબંધ પણ બાંધ જેથી કરીને તેને શારિરીક સુખ પણ મળે. વાત સાંભળીને ચાંદની અચંબામા મુકાય જાય છે. પળભર તો એ વિચારમા ડુબી જાય છે. કે શુ પ્રતિભાવ આપવો. પરંતુ પળભર વિચાર બાદ તેને સમજાય જાય છે કે કોઇ પણ પત્ની પોતાના પતિ માટે આ રીતે બીજી સ્ત્રીને શારિરીક સંબંધ રાખવા માટે આ રિતે સામેથી વાત ન કરે. ભલે તે ગમે તેટલો પતિને પ્રેમ કરતી હોય અને પોતે એ જરૂરિયાત સંતોષી સકે તેમ કેમ ન હોય. નક્કી આમા રજનીની કોઈ મોટી ચાલ છે. એક ચાલાક સ્ત્રી ને બીજી ચાલાક સ્ત્રી ને સમજવામાં વાર નથી લાગતી. ચાંદની રજનીની ચાલ હોવાનું સમજી જતાં તેનો સ્પષ્ટ ઇન્કાર કરે છે.

રજનીને પોતાનો પ્લાન ફેઇલ થવાનું લાગતા તેણે શામ દામ દંડ ભેદ બધું જ અપનાવીને પોતાનો પ્લાન સફળ કરવાનુ નક્કી કરી લીધું. ચાંદની રજનીની લાખ સમજાવટ છતાં પુનમ સાથે શરીર સંબંધ બાંધવા સહમત ન થઈ ત્યારે આખરી પત્તુ ખોલતા ચાંદની એ કહ્યું કે આકાશ ના ગયા પછી તુ અમાસ સાથે શારિરીક સંબંધ રાખી શકે છો તો પછી પુનમ સાથે કેમ નહીં ? મને તારા અને અમાસના સંબંધની પુરી જાણકારી છે. અને જો તુ મારી વાત નહિ સ્વીકારે તો આ વાત બધા જ જાણી જશે. એક રીતે ચાંદની ને ધમકી આપી બ્લેક મેઇલ કરીને પોતે પોતાની વાત મનવાવીને જ રહી. ચાંદની પાસે હવે કોઈ વિકલ્પ જ ન હતો. તેણે આખરે એ વાત સ્વીકારી ને રજની જેમ કહે તેમ કરવા તૈયાર થઇ ગઇ.

એક દિવસ રજનીના પુર્વ પ્લાન મુજબ રજની પુનમ અને ચાંદની ત્રણેય જણા મુવિ જોવા જાય છે. મુવિ બોરીંગ છે મારું તો માથું દુખે છે હુ ઘેર જાવ છું તમે બન્ને પિક્ચર જુવો કહિ રજની પોતાની પુર્વ યોજના મુજબ અધુરી મુવિ છોડી જતી રહે છે. ચાલુ પિક્ચરમા ચાંદનીના હાથમાં રહેલ પોપકોર્ન પેકેટમાથી આછા ઉજાશ આછા અંધકારમા પુનમ પોપકોર્ન લઇને ખાઇ રહ્યો છે. એમા અચાનક તેનો હાથ ભુલથી ચાંદનીની છાતી પર વ્રક્ષથળને ટચ થઇ જાય છે. પુનમ સોરી કહી પોતાનો હાથ પાછો ખેચી લે છે. પરંતુ ચાંદની તેનો હાથ પોતાના હાથમાં પકડીને પોતાની છાતી સરસો ચાપી લે છે અને બોલે છે કમ ઓન....ડોન્ટ બી સીલિ. બી બ્રેવ. આ તો રિતસરનુ આમંત્રણ હતું અને તે પણ પોતાની પત્નીની ગેરહાજરીમા પોતાની જ ફ્રેન્ડ્સનુ પછી ક્યો પુરુષ પોતાના પર કન્ટ્રોલ રાખી શકે..? ચાંદની અને પુનમ વચ્ચે શારિરીક છે્ડછાડને ઉત્તેજના પુર્ણ વાતાવરણ વધવા લાગ્યું. જયારે બન્ને એકદમ આવેશમા આવવા લાગ્યા તો બન્ને જણ મુવિ છોડી ને બહાર આવે છે. અને બાજુમાં આવેલ હોટેલમાં રુમ રાખે છે અને બન્ને ભરપુર શારિરીક સુખ માણે છે.

ચાલાક રજનીની ચાલ આ રિતે આખરે સફળ થાય છે. પુનમ ચાંદની સાથે શારિરીક સંબંધથી ખુબ ખુશ છે. હવે જ્યારે પણ તક મળે પુનમ ચાંદની સાથે રહેવા અને શારિરીક સંબંધ કરવા તત્પર થયી જાય છે. રજનીનુ તીર બરાબર નિશાન પર લાગેલ છે. એક વખત રજની પોતાના ઘરમાજ બન્નેને સાથે સહશયનની તક સર્જીને જતી રહે છે. પુનમ ચાંદની બેખબર બની શરીર સુખ માણતા રહે છે અને રજની એ ગોઠવેલ હિડન કેમેરામા બધું જ રેકોર્ડ થઈ જાય છે. આ રીતે રજની પોતાના પ્લાનનુ પ્રથમ પગલું પુરુ કરે છે. આગળનો રજનીનો ખતરનાક પ્લાન શુ છે અને તે અમલમાં લાવી શકે છે કેમ તે જાણવા આગળનો ભાગ વાચવો જ રહયો.

- “ આકાશ “યશવંત શાહ.