પ્રેમ અમાસ -૬. yashvant shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ અમાસ -૬.

मेरा चंदा है तु....

मेरा सुरज है तु....

है मेरी आँखो का तारा है तु...

जीति हु बस मै तेरे लिये...

मेरे जिवन का सहारा ही है तु...

રજની ગીત ગુન ગુનાવતી નીશાને રમાડી રહી છે. રજની એકદમ ક્રીટિકલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી હતી. એક તરફ અસહ્ય શારીરિક પિડા. તો બીજી તરફ કોઇનો પણ માનસિક સહારો નહી. બહારથી બધા જ જાણે તેની સાથે પરંતુ અંદરથી કોઇ નહીં. આમપણ કોઇપણ શારિરીક પીડા તો ખુદનેજ સહેવી પડે એ ખરુ, પરંતુ જો માનસિક સ્ટ્રેસમા કોઇનો સહિયારો મળે સાંત્વના મળે તો તેની અડધી પીડા આોછી થઈ જાય. હવે તેને સમજાયુ કે પ્રસુતિની પીડા વાંઝીયા શું જાણે તે કહેવત કેમ પડી હશે. ખરેખર આ એક એવી પીડા છે જેનુ વર્ણન કોઇ શબ્દોમા થઈ જ ના શકે. છતાં આવી ભયંકર પીડા પણ સ્ત્રી હસતા હસતા સહી લે છે. ને તેથી જ કદાચ સહનશીલતા મુર્તિ કહેવાતી હશે. સ્ત્રીમા કુદરતે આ પીડા સહન કરવાની એક અનોખી સહનશક્તિ આપી છે, તે અકલ્પનીય છે. તેની આ પીડાનો રતીભર અહેસાસ તેના ચહેરા પર જોવા નહીં મળે પરંતુ સર્જન નો એક આનંદ ઉલ્લાસ જ જોવા મળસે. ખરેખર કુદરતે સર્જન શક્તિ એને જ આપે છે સર્જન ની પીડા સહી શકે.

સ્ત્રી માટે સર્જનના આનંદ સામે સંસારની તમામ પીડા ગૌણ લાગે છે. પ્રુથ્વી પરના ઇશ્વર નુ બિરુદ એમનેમ ઓછુ મળે છે ? એક પથ્થર ને પણ મુર્તિ બની પુજાવા માટે ટાંકણાથી ટોકાવવુ પડે છે. શીણી અને હથોડાના માર સહેવા પડે છે. જયારે આ તો જીવતા જીવ પુજાવાનુ છે. એટલે આવી પીડા તો સહેવીજ પડે ને. રજની પણ પોતાની બધી જ પીડા પોતાની નાની નાજુક પરિસી દિકરી નુ મ્હો જોઇને ભુલી જાય છે.

રજનીને અંદરથી પુનમનો સાથ ન મળવાનું કયારેક બહુજ દુ:ખ થતું પરંતુ અંદરથી તે મન મનાવી લેતી કે એના માટે જવાબદાર પણ હુ પોતે જ છું. કારણ મે જ પુનમને વિશ્વાસમા લીધા વગર અમાસ સાથે સંબંધ જોડેલ. ભલેને તે સંતાન પ્રાપ્તિ માટે જ કેમ ન હોય. પરંતુ આ બાબતમાં મારે તેને વિશ્વાસમા લેવાની જરૂર હતી. પરંતુ શું તે આ માટે પુનમ મને મંજુરી આપતે..? કોઇપણ પુરુષ આ માટે તૈયાર થાય ખરો.? ન જ થાય પુરુષ માટે તો મર્દાનગીજ એનુ જીવન હોય છે. કોઇપણ પુરુષ પોતાની મર્દાનગી સામે આંગળી ચીંધાય તે કઇ રિતે સહી શકે ? તો પછી એનો માર્ગ શું હતો ? શું મારે મારા માત્રુત્વથી વંચિત રહેવાનું ? આ બધાનો કોય ઉકેલ જ ન હતો. મે જે પણ કર્યું તે અમારા સંસાર માટે સંતાન માટે જ કરેલને. પોતાની જાત ને તે કયારેક ખરી તો કયારેક દોશી ગણે છે. પરંતુ હવે બધું ભુલી જઇને પુનમે તેને અપનાવી લેવી જોઇએ તેમ માને છે.

એક માસ પુરો થતા જ રજની પુનમ સાથે પોતાના પતિના ઘરે આવી જાય છે. હવે તેનો આખો દિવસ પોતાની નાની સી પરી જેવી પુત્રી સાથે વીતે છે. પુનમે અને રજની એ બન્ને એ સાથે મળી તેનુ નામ નીશા રાખેલ છે. પુનમ પોતાનું જીવન રાબેતા મુજબ ઓફિસ અને બીઝનેસ ટુરમા વિતાવે છે. જયારે રજનીની તો દુનિયા જ જાણે નીશા બની ગઇ છે. નીશા ને રમાડવામાં નીશા ને ખવરાવવુ, નીશા ને સુવડાવવી એજ બધી પ્રવુર્તીમા એનો દિવસ પુરો થાય છે. નીશાની આસપાસ જ એનુ જિવન ચક્ર ફર્યા કરે છે. એક માતા માટે તો બાળક જ એની દુનિયા બની જાય છે. ખાસકરીને બાળક નાનુ હોય ત્યારે તો માતા માટે તો પોતાનો સમગ્ર બાળક પાછળ જ પસાર થય જાય છે. એક પિતા તરીકે પુનમ નીશા સાથે જરુર સમય વિતાવે છે. તેની સાથે રમે છે. તેને બહાર લૈઇ જાય છે. પરંતુ માત્ર ફુરસદ મળે ત્યારે. આખો દિવસતો તે પોતાના બીઝનેસમા વ્યસ્ત હોય છે. સાંજ પડે ઘરે આવે ત્યારે તે પણ પોતાનો બધો સમય નાનકડી નીશા સાથે વિતાવે છે. એક બાળક સાથે રમવામા કે રમાડવામા દરેકને મજા જ આવે છે. કારણ બાળક ને રમાડવામા મોટા પણ બાળક બની જાય છે. માનો તે પોતાનુ બાળપણ તેનામા જિવંત થતુ અનુભવી શકે છે. તે તેનિ સાથે રમીને પોતાનુ બાળપણ જિવે છે. પુનમ નીશાને દરરોજ સાંજે ગાર્ડનમા રમાડવા લૈઇ જાય છે.જ્યારે રજની તો પોતાનો પુરો દિવસ નીશા સાથે જ વિતાવે છે. પળભર પણ તે નીશા વગર રહી નથી શકતી.

પુનમ એક તરફ નીશાને લીધે રજની પણ નજીક થતો જાય છે. નીશા પુનમ અને રજ્ની વચ્ચે વાત કરવાનુ માધ્યમ બની ગઇ છે. બન્ને ને વાત કરવા માટે જાણે એક ટોપીક નીશા જ છે. ગમેતેમ તોય તે રજની અને પુનમ વચ્ચેના સંબધનો સેતુ બની ગૈઇ છે. હવે પતિ પત્ની વચ્ચે પહેલા જેવો પ્રેમ નથી રહ્યો તો બન્ને વચ્ચે નફરત પણ નીશાના આગમનથી અદ્ર્શ્ય થય ગઇ છે. એક બે વખત રજની પણ પુનમ અને નીશા સાથે ગાર્ડનમા આવી તો ચાંદની સાથે પણ તેની મુલાકાત થઈ. બધા સાથે જ કોલેજમા ભણેલ તેથી તે પણ રજની ની મિત્ર જ હતી. હવે પુનમ રજની અને ચાંદની બધા જ સાથે મળતાં અને ફરતા હતા અને નીશા તથા ચાંદની નો પુત્ર ચાંદ સાથે રમતા. પહેલાં જે સ્થાન અમાસ નુ હતું તેની જગ્યાએ ચાંદની આવી ગયેલ. બધા મિત્ર બની સાથે ફરતા અને આનંદ કરતા. જીવન જાણે રાબેતા મુજબ સરળ વહી રહ્યું હતું

માણસમા માણસ ને મળવાની જૈ અમથી આદત હોય છે. તે કેટલીક વખત વ્યસન જેવી બની જાય છે. ચોક્કસ વ્યક્તિને ચોક્કસ સમયગાળામાં મળવાની જે ટેવ પડી જાય તો એવી વ્યક્તિને મળ્યા વગર એને ચેનનથી પડતુ. કામ હોય કે ન હોય. કેટલીકવાર તો બીજા રોકાણને કારણે સમય ન હોય ત્યારે મોઢું જોવા પુરતો પણ દોડી જાય છે. સહવાસની આ ઝંખના પાછળ સ્નેહભાવ કામ કરી રહ્યો હોય છે. આ સ્નેહ ને કારણે જ ગમતી વ્યક્તિના સંસર્ગ મા રહેવાનું માણસને ગમતું હોય છે. સહવાસના આ વ્યસનમાથી જ ઘણીવાર પ્રેમ નામનો રોગ જન્મ લેતો હોય છે. પણ એકવાર વ્યસન લાગ્યા પછી રોગ આવે કે મૌત તેની કોણ દરકાર કરે છે ? પુનમ ને પણ ચાંદની ને મળવાનું જાણે વ્યસન થઈ ગયેલ. એક દિવસ પણ ન મળે તો જાણે દિવસ અધુરો રહ્યો હોય તેવુ લાગતું. રોજ રોજ તો બન્ને મળી શકે તેવું શક્ય ન હતું કારણ ચાંદની ને પોતાનો પુત્ર ચાંદ હજુ બહુ જ નાનો હતો અને ઘર તથા જોબ બન્ને જવાબદારી નીભાવવાની હતી. જયારે પુનમ એકલો હતો. તેને મળવામા કોઈ તકલીફ ન હતી. પરંતુ બન્ને ને એક બીજા ને મળ્યા વગર ચૈન પડતુ ન હતું. છેલ્લે એવી ગોઠવણ થઈ કે રાત્રે જમ્યા બાદ ચાંદની ચાંદને ગાર્ડનમા રમાડવા લઇ ને આવતી ને પુનમ જમીને એજ ગાર્ડનમા નીશાને લૈઇ ને વોક કરવા આવતો. દર રોજ આ રીતે બન્ને થોડો સમય મળતાં. અને એ મુલાકાત થીજ બન્ને દિવસભરના થાક થી જાણે મુક્ત થઇ ફ્રેસ થઇ જતાં .

આવુ વહાલુ કરી મુકેલ વ્યસન જયારે એકા એક છોડવાનુ આવે ત્યારે માણસ વિહવળ બની જાય છે. બેચેન કે બાવરો બની જાય છે. આમ છતાં ચોક્કસ બાબતમાં શ્રદ્ધા પુર્વક માનનાર માણસો પોતાની માન્યતા ખાતર મને કે કમને પણ આવા સંબંધ ને તોડતા અચકાતા નથી. માત્ર સંસર્ગ લીલા ખાતર સંબંધ નિભાવનારા માણસો અને આ પ્રકારના માણસો વચ્ચે ઘણો મોટો તફાવત હોય છે. પુનમે પણ પોતાનુ અને રજની સાથેનુ જિવન ખરાબ ન થાય તેનુ ધ્યાન રાખતા ચાંદની સાથે ધીમે ધીમે પોતાની જાત પર નિયંત્રણ રાખીને સંપર્ક ઘટાડી દીધો. બધાનુ જિવન સુખરુપ સરળ ચાલી રહ્યુ હતુ. પણ જીવન જેનુ નામ ક્યારેય હમૈશ માટે સરળ શી રીતે રહી શકે. અચાનક એક સમાચાર એવા આવ્યાં કે સાઉદીઅરેબીયામા એક રોડૅ અકસ્માતમા આકાશનુ મ્રુતયુ થયુ છે. આ સમાચાર આકાશના મિત્રે ફોનથી જણાવ્યા. આ સમાચારથી ચાંદનીના માથે તો જાણે આભ તુટી પડ્યુ અને આ સમાચારથી જાણે દરેકના જીવનમાં એક ભુકંપ આવ્યો.

( આ સમાચારથી કોના જીવનમા શુ ફેરફાર આવે છે તે જાણવા આપને પ્રેમ અમાસનો આગળનો ભાગ વાચવોજ રહ્યો. આપને આ વાર્તા કેવી લાગે છે તે જણાવતા રહેશો. આપના મંતવ્યની પ્રતિક્ષામાજ.)

- “ આકાશ.” ( યશવંત શાહ. )