ખોજ 14 shruti shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખોજ 14

નિશા પૂર્વ તૈયારી સાથે અભિજિત ને મળવા જેલ માં ગઈ. વિકીએ નિશા ને અભિજિત ને મળવા માટે તૈયાર કરી હતી. વિકીએ જ કીધું હતું કે અભિજિત ને મળી ને લગ્ન ની બધી તૈયારી કરી લે. અને એને મળી ને એનાં મન નો પણ તાગ મેળવી શકાય. એ ઉપરાંત અભિજિત ના મેનેજર દ્વારા એની જામીન ના પેપર પણ તૈયાર કરાવી લેવા કહ્યું હતું.

ઓહો, આ વખતે કયો બૉમ્બ લાવી છે?અભિજીતે નિશા ને દાખલ થતા જોઇ ને તરત જ વ્યંગ માં કહ્યું.

બહુ મોટો છે.નિશા એ હસતા હસતા કહ્યું.

કેમ? નાના થી શાંતિ નહતી થતી કે મોટો લાવવો પડ્યો!અભિજિતે પણ કટાક્ષ બાણ ચાલુ રાખ્યા.

આવતા અઠવાડિયે આપણે લગ્ન કરીએ છે. ક્યાં સુધી આમ ચાલશે?નિશા એ વાત બદલવા નો પ્રયત્ન કર્યો.

ક્યાં સુધી આમ ચાલશે, એટલે?અભિજિત સમજ્યો છતાં ન સમજ્યો હોય એવો ડોળ કર્યો.

ક્યાં સુધી તું મારા થી નારાજ રહીશ. આવતા અઠવાડિયે લગ્ન..નિશા આગળ બોલવા જતી હતી ત્યાં અભિજીતે તેની વાત અધ્ધ વચ્ચે કાપી નાખી.

આવતા અઠવાડિયે?

હા, મેં તારા મેનેજર પાસે તારી જામીન ના કાગળો તૈયાર કરાવી લેવા કહ્યું છે. જે એકાદ બે દિવસ માં આવી જશે.નિશા બોલી ગઈ.

લગ્ન તારા હશે, મારા નહિ.અભિજિત મક્કમ સ્વરે બોલી ગયો.

પણ…નિશા બોલતા બોલતા ચૂપ થઈ ગઈ. તેને વિકી ની વાત યાદ આવી ગઈ. પાંચ મિનિટ શાંત બેસી રહી. ન અભિજિત કઈ બોલ્યો કે ન નિશા કઈ બોલી. અભિજીત ને નિશા ની હાજરી પણ ગૂંગળાવતી હતી. અભિજિત કોટડી માં આંટા મારવા લાગ્યો. તેને થયું કે નિશા અહીંયા થી હવે જાય તો સારું. પણ નિશા પોતા નું કામ પૂરું કર્યા વગર જવા નહતી માંગતી. તે મોકા ની રાહ જોઈ રહી હતી. ત્યાં જ અભિજિત નું ધ્યાન નહતું કે એણે પોતા ના પર્સ માંથી લોહી વાળો કાગળ કાઢ્યો. અને નીચે ફેંકી દીધો એ પછી અભિજિત ની તરફ જોયું. અભિજિત ની નજર નહતી. બે સેકન્ડ પછી એણે કાગળ ઉપડ્યો ને બોલી-આ શું છે, અભિજિત?

અભિજીતે એની તરફ નજર કરી અને મોં મચકોડી, ના પાડી. ખબર નથી એવું મોઢું કર્યું. નિશા એ એની સામે કાગળ ખોલ્યો. અભિજિત ને નવાઈ લાગી કે અહીંયા કશું જ હતું નહીં તો આ કાગળ ક્યાં થી આવ્યો હશે?

નિશાએ અભિજિત સામે કાગળ ધર્યો. અને અભિજીતે લોહી વાળા અક્ષર વાંચ્યા ,હું તને મારી નાખીશ.અભિજિતે જેવું વાંચ્યું કે તરત જ એના મોઢા ના ભાવા તંગ થઈ ગયા. અભિજિત તરત જ ડરી ગયો. તેને શોસ પડવા લાગ્યો. એકદમ જ કમકમાં આવી ગયા. તેનું મગજ કામ કરતું બંધ થઈ ગયું. નિશા આ બધું જોઈ રહી. તે બે ઘડી ચોંકી ગઈ કે અભિજિત ને આવું શુ થઈ રહ્યું છે? ત્યારે એને યાદ આવી ગયું કે અભિજિત લોહી જોઈ ને ગભરાઈ જાય છે. હવે એણે હુકમ નું બીજું પત્તુ રમવા નું હતું.

તેણે કાગળ છુપાવી દીધો અને ઉભી થઇ અભિજિત જોડે ગઈ. અભિજિત ના ખભા પર હાથ મુક્યો ને બોલી -તું ચિંતા ના કર, કોઈ તારું કશું નહીં બગાડી શકે. હું છું ને? અને હું બે દિવસ પહેલા જ પંડિતજી ને આપણી કુંડળી બતવવા ગઈ હતી. ત્યારે પંડિતજી એ કહ્યું હતું કે તારા માં દોષ છે. જે તારા લગ્ન પછી ટળી જશે.

અભિજિત ગભરાઈ ગયેલો તેનું દિલ કે દિમાગ કશું કામ કરતું નહતું. તે કઈ જ બોલ્યો નહિ. તેને નિશા ની વાત સાચી લાગી. તેના આ ડરે તેને અંદર થી ખતમ કરી નાખ્યો હતો. જ્યારે જયારે થોડો પણ સ્ટ્રેસ પડે કે તેનું મગજ પર ડર કાબુ કરી લેતો. હવે તે કોઈ પણ ભોગે આ ડર થી છૂટવા માંગતો હતો. પછી ભલે ને એને નિશા જોડે લગ્ન પણ કેમ ના કરવા પડે?

નિશા ત્યાં થી ચાલી ગઈ. પણ પેલો કાગળ ત્યાં જ ભૂલી ગઈ.જતા જતા નિશા ને સામે નાવ્યા મળી. નાવ્યા ને આવતા જોઇ નિશા વિચાર માં પડી ગઈ. નિશા ને લાગ્યું કે એણે ક્યાંક આ છોકરી ને જોઈ છે. તેણે વિચારવા નો પ્રયત્ન કર્યો કે એણે ક્યાં જોઈ છે?

રાત્રે ફરી મુકીમે ભોંયરા માં જવાનું નક્કી કર્યુ. બધા ની સુઈ ગયા પછી મુકિમ પેહલા ની જેમ રસોડા ના બારણે અંદર આવ્યો. અને સીધો ભોંયરા માં ગયો. મોબાઈલ ની બેટરી ચાલુ કરી. આજે ભોંયરા નું બારણું બહાર થી બંધ હતું. ખાલી હડો વાસેલો હતો. તેણે અવાજ ના થાય એવી રીતે જાળવી ને ખોલ્યો અને અંદર પ્રવેશ્યો. તેણે ટોર્ચ ના પ્રકાશ થી ભોંયરા ના વિશાળ કક્ષ માં નજર નાખી. આખો સળનગ લાંબો રૂમ હતો. એક જ રૂમ હતો. જેમાં ત્રણ ચાર મોટા ચિત્રો હતા. એક ચિત્ર માં કોઈ પુરુષ હતો તેને જોઈ લાગતું કે એ રાજા હોવો જોઇએ. મુકીમે નજીક જઈ જોયું તો એની નીચે લખેલું કે રાજા ભૂપતસિંહ. તેણે આખા ચિત્ર માં નજર કરી તેમના હાથ માં કલમ હતી. કલમ જોઈ નવાઈ લાગી. તેને અડી ને બીજું ચિત્ર હતું તેને જોઈ ને લાગતું આ રાણી હોવી જોઈએ. અને એની નીચે લખેલું કે રાણી નારાયણી દેવી. તેમના ચિત્ર માં એક પણ આભૂષણ પહેરેલું નહિ સિવાય કે કંગન. એ સિવાય બીજા બે ચિત્ર હતા. એક હતા રાધા ને બીજા હતા કૃષ્ણ. આ બધા ચિત્રો હાથે બનાવેલા હતા. બીજો નાનો ભંગાર સિવાય કંઈ હતું નહીં. તેને તબલા શોધવા નો પ્રયાસ કર્યો. ક્યાંય તેને તબલા દેખાયા નહીં. તેને નવાઈ લાગી કે પેલા દિવસે જે અવાજ સાંભળેલો એ એનો ભ્રમ તો નહીં હોય ને? ખજાનો શોધવા માટે તસવીરો પર હાથ ફેરવ્યો. દીવાલ પર પણ જોયું તેને તસ્વીર ખસેડવા નો પ્રયાસ કર્યો. પણ કઈ થયું નહિ. મુકિમ ને લાગ્યું કે અહીંયા ક્યાંક જ ખજાનો હોવો જોઈએ. ત્યાં કંઈક અવાજ આવ્યો એણે બારણાં તરફ નજર કરી. કોઈક હતું પણ મુકિમ ઉર્ફે ભીમસિંગ ને જોઈ ભાગી ગયો.

નાવ્યા અભિજિત ની કોટડી માં દાખલ થઈ. અભિજિત નાવ્યા ને જોઈ ખુશ થયો. તેને મન પર શાંતિ લાગી. નિશા ના આવ્યા પછી જે ઘટના બની એના લીધે એ થોડો હેરાન થઈ ગયેલો હવે એને સારું લાગ્યું. અભિજિત નું ઉતરેલું મોં જોઈ નાવ્યા સમજી ગઈ કે કંઈક વાત હોવી જોઇએ. તેણે તરતજ પૂછ્યું-શુ થયું છે?

કઈ નથી થયુંઅભિજિત પોતાના દિલ ની વાત નાવ્યા ને કેહવા માંગતો નહતો.

પણ તમારું મોઢું જોઈ ને લાગતું નથી કે બધું બરાબર હોય!નાવ્યા પણ સમજતી હતી કે કદાચ કોઈ વાત હસે તો પણ અભિજિત તેને નહીં કહે.

અરે, કઈ ખાસ નહીં. એ તો નિશા મળવા આવી હતી.

શેની માટે?નાવ્યા થી પૂછતાં પુછાઈ ગયું પછી લાગ્યું કે એને પૂછવું નહતું જોઈતું.

બસ, એ જ લગ્ન.અભિજિત વધારે બોલવા માંગતો નહતો

નાવ્યા ને શુ બોલવું એ સૂઝ્યું નહીં એટલે બે મિનિટ ચૂપ રહી.

તું એકદમ અચાનક મળવા આવી. કોઈ વાત છે?અભિજીતે વાત ચાલુ રાખવા માટે પૂછ્યું

અરે, હા એ તો હું ભૂલી જ ગઈ કે હું એક સરસ સમાચાર આપવા આવી છું.નાવ્યા વાત નો દોર બદલાયો કે એનો મૂડ પણ બદલાઈ ગયો.

શુ?અભિજિત ના મોઢા પર પણ નવી રોનક છલકાઈ.

મને એક ડાન્સ રીયાલીટી શો માં ભાગ લેવા માટે ઓફર આવી

જે મેં સ્વીકારી લીધી.

એ શો કમલ સફારી નો તો નથી ને?અભિજીતે તરત જ અનુમાન લગાવી લીધું.

હા. તમને કેવી રીતે ખબર?નાવ્યા ને નવાઈ લાગી.