Valentine Vision books and stories free download online pdf in Gujarati

Valentine Vision

“વેલેન્ટાઈન વિઝન”

હિરેન કવાડ



© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

વેલેન્ટાઈન વિઝન

“હેય.. બ્રો, ચાલ ને મેથીલ મા આવ્યા છીએ તો આંટો મારી આવીએ.”, લક્ષે કહ્યુ. “પણ ડુડ આંટો ક્યાં મારીશુ અને બ્રો માસ્ટરને પુછવુ પડશે” રામે કહ્યુ.

લક્ષ અને રામ મેથીલ ની ફાઈવ સ્ટાર હોટેલ જ્યાં ત્રણેય ને ઉતારા આપવામા આવ્યા હતા ત્યા જ હતા અને બન્ને વિશ્વેસ સર(માસ્ટર વિશ્વામિત્ર) ના સ્વીટ(રૂમ) માં ગયા. રામ અને લક્ષે બન્ને કાનમા રાખેલા ઈયરફોન્સ કાઢીને એના માસ્ટર તરફ માન દર્શાવ્યુ. “સર આ લક્ષ ને મુડ ફ્રેશ કરવુ છે એટલે હુ એને ઘુમાવવા લઈ જાવ,..? અને આમ પણ હસબન્ડ સીલેકશન જોવા જવાનુ છે એટલે જેનકસર માટે ફ્લાવર બુકે તો લઈ જ જવુ પડશે એટલે એ લઈ આવશુ”, રામે કહ્યુ. “ઓકે, નો પ્રોબ્લેમ પણ, બી કેરફુલ, એન્ડ ટેક કેર ઓફ લક્ષ”, માસ્ટર વિશ્વેસ સરે કહ્યુ.

“ઓહ, માય ગોડ, આ ગોરો ગોરો અને ફ્રેન્ચ કટ બીયર્ડ વાળા ને તો જો યાર, મુઆઆઆપ જો ને કેટલા હેન્ડસમ લાગે છે”, બે જીન્સ પહેરેલી મીથેલ ની કોલેજ જતી છોકરીઓ એ રામ અને લક્ષ ને જોઈને એકબીજા વચ્ચે વાતો કરી. “જો બ્રો પેલા આર્ચીઝ સ્ટોર મા જઈએ ત્યા બધુ જ મળી જશે. એની બાજુ મા મેકડી પણ છે એટલે ત્યાં નાસ્તો પણ થઈ જશે.” લક્ષે કહ્યુ.

રામ અને લક્ષ બન્ને આર્ચીઝ સ્ટોર તરફ જાય છે. આજે વેલેન્ટાઈન્સ ડે હતો એટલે નેચરલી બહાર રેડ કલર ના હાર્ટ શેપ લટકાવેલા હતા. અને મોટા મોટા અક્ષરે હેપ્પી વેલેન્ટાઈન્સ ડે લખેલુ હતુ. આમ પણ મેથીલ બારેમાસ વેલેન્ટાઈન માટે જાણીતુ છે. અને એમા પણ આ આર્ચીઝ એરીયા તો સ્પ્રીંગ એરીયા તરિકે ઓળખાય છે. આ એરીયા મા લવ ચારે બાજુ સ્પ્રેડ થયેલો હોય છે. બન્ને આર્ચીઝ ના સ્ટોરમા એન્ટર થયા. વેલેન્ટાઈન્સના લીધે રેડ રેડ જ બધે દેખાતુ હતુ. ફોટો ફ્રેમ, કાર્ડસ, રેડ ટેડીબેઅર, ગીફ્ટ્‌સ, રેડ રીબન્સ થી શણગારેલો આખો આર્ચીઝ સ્ટોર કઈ અલગ જ હતો. આવતી કાલે વેલેન્ટાઈન હોવાને લીધે ખાસ્સી ભીડ પણ હતી. રામ એન્ડ લક્ષ બુકે ડિપાર્ટમેન્ટ તરફ જાય છે, જે આર્ચીઝ ના ગેટ તરફ હતો.

રામ અને લક્ષ વેરીઅસ બુકે જોઈ રહ્યા હતા. એમને થયુ કે જેનક સર માટે બુકે લઈ જવાનુ છે એટલે આખે આખુ રેડ તો ના જ લઈ જવાય એટલે એ બીજા કલર ના ફ્લાવર ને જોવામા લાગી ગ્યા. એવામા જ પાંચ ગર્લ્સ આવી એમાની ચારે પીંક કલર ના ટોપ્સ પહેર્યા હતા અને એકે જે ખુબ બ્યુટીફુલ લાગતી હતી એણે રેડ કલર નુ ટોપ પહેરેલુ હતુ. જે બધાથી અલગ તરી આવતી હતી. આ જોઈને રામ એકદમ હક્કા બક્કા રહી જાય છે. એ પાંચેય બુકે-ડિપાર્ટમેન્ટ નિ સામે જ કાર્ડસ સીલેક્ટ કરી રહી હતી. એમા રેડ કલર ના ટીશર્ટ વાળી ગર્લ્સ માત્ર શાંતિથી ઉભી હતી. એ એના બન્ને હાથ ભેગા કરીને અકળાયેલી હોય એમ મસળી રહી હતી અને આંખો ને વાળી વાળી ને રામ તરફ જોઈ રહી હતી. એની પાસે ઉભેલી એની ફ્રેન્ડ એના કાન મા કઈક ગણગણી રહી હતી.

“ઓય લક્ષ, પેલી બ્યુટી ને જોઈને હુ એના તરફ અટ્રેક્ટ થઈ ગ્યો છુ.”, રામે એકધારી પેલી રેડ ટોપ વાળી છોકરી તરફ નજર ટકાવી રાખતા કહ્યુ. “બ્રો એ કોણ છે તમને ખબર છે..?”,લક્ષે રામ ને પુછ્‌યુ. “ના” “એ, જેનક ની ડોટર સીત છે, જેના માટે આ હસબન્ડ સીલેકશન નો પ્રોગ્રામ ઓર્ગનાઈઝ થયો છે.”, લક્ષે કહ્યુ.

“પણ તને કેમ ખબર..?”, રામે લક્ષ ને તરત પુછી લીધુ.

“એના ટોપ ની પાછળ જુઓ, સીત લખેલુ છુ. અને આ એ જ હોવી જોઈએ, જસ્ટ એઝ્‌યુમ કર્યુ.”, લક્ષે ચોખવટ કરી.

“પેલા બે ને જો સીત, કોણ છે તને ખબર છે..?, એવધ ના પ્રીન્સ છે અને આપણા ગેસ્ટ છે, કેટલા હેન્ડસમ છે”, એક ફ્રેન્ડે સીત ને કહ્યુ. તરત સીતે એની ફ્રેન્ડ ની કોમળ કમર પર ચીટીંયો ખણ્‌યો, સીત રામ તરફ એકધારી જોઈ રહી. બન્ને આઈ ટુ આઈ કોન્ટેક્ટ કરી રહ્યા.

“એનો ચહેરો કેટલો કુલ છે, એનુ ગજીની સ્ટાઈલ જેકેટ અને હેર સ્ટાઈલ તો જો, એની સાથે ના એના બડી ને તો જો, એ પણ બવ કુલ છે યાર, એની વોચ થી માંડીને એના શુઝ, હુ તો બેભાન થઈ જઈશ”, સીતે ની સખીયો ની આવી વાતો સાંભળી. એક પ્રીન્સેસ ની જેમ જ સીતે એની સખીયો તરફ આંખો પહોળી કરી, છતા તેના ચહેરા પર સ્માઈલ તો હતી જ.

રામ અને લક્ષ બન્ને એક મોટુ બુકે લઈને બુકે ડીપાર્ટમેન્ટ નો ગોળ વળાંક લઈને બન્ને ગીફ્ટ કાઉન્ટર તરફ ગયા. જ્યાંથી સીત અને એની ફ્રેન્ડસ દેખાઈ રહ્યા હતા. સીત એની ફ્રેન્ડસ ની પાછળ રહી રામ સામે સતત જોઈ રહી હતી અને રામ પણ કઈ નજર હટાવી રહ્યો નહોતો. રામ ને થયુ કે એને ઓળખાણ કાઢવી જોઈએ.

“લક્ષ ચાલતો, પેલી ગીફ્ટ્‌સ જોઈએ”, રામે લક્ષ ને એક આંખ મારી અને બન્ને સીત જ્યાં કાર્ડસ ખરીદી રહી હતી એ તરફ ચાલ્યા. સીત પાછળ ફરી ગઈ, એણે એની સાથે હાર્ટ શેપ નુ રેડ કલર નુ સોફ્ટ ટોય પોતાની છાતી સાથે ભીંસી દીધુ.

“સીત.. સીત,”, એની ફ્રેન્ડ મેન્ડીએ (મંદાકિની) એ કહ્યુ. સીત હડબડાઈને પાછુ ફરવાઈ ગઈ ત્યારે જ રામ એની પાસેથી પસાર થયો અને સીત ની કોણી પસાર થઈ રહેલા રામની મસલ્સ સાથે ટકરાઈ. સીત ને વાઈલ્ડ સ્ટોન બોડી સ્પ્રે ની સ્ટ્રોંગ સ્મેલ આવી અને સીત ના હાથ માં હતુ એ સોફ્ટ ટોય નીચે પડી ગયુ.

“આઈ એમ, સો સોરીપ”, સિતે કહ્યુ. “ઈટ્‌સ ઓકે,..”, રામે પણ કહ્યુ.

“તુ તો જેનક સર ની ડોટર જ ને.?, જેના માટે આજે બધો પ્રોગ્રામ છે.?”, રામે ઓળખાણ માટે નો સવાલ કરી લીધો.

“હા, હુ જ સીત અને આ બધી મારી ફ્રેન્ડસ, આ તમારા બ્રધર લાગે છે.!”,

“હા એ લક્ષ.. અમારે અહિ થોડા ફ્લાવર્સ ખરીદવા હતા એટલે આવ્યા હતા”,

“અમે પણ, આજે વર્શીપ છે એટલે ફ્લાવર્સ..”, સીતે કહ્યુ.

“પણ તમે તો કાર્ડ અને ગ્રીટીન્ગ્સ..”, રામે વાત કટ કરતા જ પુછ્‌યુ.

“હા, મારી ફ્રેન્ડસ ને એમના બોય ફ્રેન્ડસ માટે ખરીદવાનુ હતુ..”,

“ઓકે..”

‘૧ મિનિટ..,”, રામે કહ્યુ અને એ લક્ષ ને લઈને કાઉન્ટર ની પાછળ ની તરફ ગયો જ્યાં સીત એને જોઈ શકતી નહોતી. અને દોઢેક મિનિટ મા એ લોકો પાછા આવ્યા.

રામે એક ગુલાબ અને ગ્રીટીન્ગ કાર્ડ સીતા સામે ધરીને કહ્યુ, “ધીઝ ઈઝ ફોર યુપહેપ્પી વેલેન્ટાઈન્સ ડે”, ત્યારે રામ જાણે આજે સાંજે શુ થવાનુ હતુ એ બધુ જ જાણતો હોય એમ સીત સામુ જોઈ રહ્યો.

સીત પણ રામ ની આંખો મા બધુ જોઈ રહી હોય એમ ઉભી રહી અને એક પળ પછી રામે આપેલુ રોઝ અને કાર્ડ લઈ લીધુ. વધુ કઈ બોલ્યા વિના રામ સીત જે તરફ ઉભેલી હતી એની અપોઝીટ સાઈડ તરફ ચાલતો થયો.

પણ બન્ને દુર ગયા એ પહેલા રામ ને સિત નો હાથ એકબીજાને અડકયો. કોઈ જ ને ખબર ના પડે એમ એ બન્નેએ એકબીજા ના હાથ ભીંસી ને પકડી રાખ્યા અને પછી કોમળતાથી સરકાવ્યા.

આ ભાવાનુવાદ મારો છે અને આજની જનરેશન ને માફક આવે એવો છે. બધા કેરેક્ટર્સ કોણ છે એ કદાચ તમને ખબર પડી જ ગઈ હશે, છતા કહી દવ, આ પ્રસંગ મેં જે લીધો અને મારા શબ્દો મા આજના સમય પ્રમાણે કનવર્ટ કર્યો એ રામાયણ નો પુષ્પવાટીકા નો સીન છે. રામ અને લક્ષમણ વિશ્વામીત્ર ની આજ્જ્ઞા લઈને પુષ્પવાટીકા જોવા જાય છે ત્યાર નો આ સીન છે.

ચેન્જ ઈઝ ધ રૂલ ઓફ નેચર, જ્યારે એમ કહેવાય છે કે આજની જનરેશન ને આપણ શાસ્ત્રો મા રસ નથી તો એનુ કારણ એ છે કે એને પોતાની જાત શાસ્ત્રો મા નથી દેખાતી. એ જીન્સ પહેરે છે એટલે એને પીતાંબરો મા રસ નથી. આજે વેલેન્ટાઈન છે અને વસંત ઋતુ પણ છે.

જે બાગ નુ વર્ણન રામાયણ મા છે એ બાગ મા બારે માસ વસંત રહેલી છે એવુ રસીક વર્ણન છે જે નીચેની પંક્તિ મા કહેલુ છે.

ૐાૂૈ ષ્ઠાટૂ ષ્ઠદ્ઘ હજચાજદ્બ ાંહ્વછ ંખ્ત ષ્ઠઙ્મટ્ઠિ દ્ઘરિૂ દ્ઘખ્તહ્વ આજ ૐાાહ્વ છ

અને રામ અને સિતા મળે છે ત્યારે એનુ વર્ણન, સીતા ની બાગ મા એન્ટ્રી નુ પણ ખુબ રસીક વર્ણન રામચરિત માનસ મા છે. જ્યારે રામ સિતા ને અને સીતા રામ ને જુવે છે ત્યારે એની શુ સ્થિતિ હોય છે એ થોડી ઘણી હવે પછીની પંક્તિ થી ખબર પડશે.

ન્;ાી ટાજીદ્ઘ ઙ્ઘરીર ઙ્ઘખ્તાજી ષ્ઠચાોરછ કટદ્ઘા દૃે;ે ે;ે ષ્ઠરેૂ ષ્ઠોર છ

ઙ્મૂેર ખ્તદ્ઘ"ાર ઙ્મષ્ઠ ઙ્મચાર ઙ્મ;ોરછ કઙ્મટ્ઠ; કખ્ત; દૃકિ દ્બઇઙ્ઘટ્ઠમ ોંર છછ

પણ આ લેખ એ આજની ભાષા મા લખાયેલો છે. એના સીન્સ કોઈ બાગ બગીચા મા નથી હોતા, એ મોલ કે મેકડોનાલ્ડ મા જાય છે. આજના રામ પ્રાસાદ મા નથી જન્મતા, એ કોઈ હોસ્પિટલ મા જ જન્મે છે. ફર્ક બસ એટલો છે કે એ વખત ના રામે એની મમ્મી ને ચતુર્ભુજ રૂપ દેખાડેલુ અને આજનો રામ નથી બતાવતો.

જે બાગ મા બારેમાસ વસંત રહેતી હોય ત્યા વેલેન્ટાઈન ના ઉજવાય. પણ આજે તો વેલેન્ટાઈન એક જ દિવસ છે જ્યારે બે હાર્ટ ભેગા થાય છે. અને એકબીજા ને મોહબ્બત કરે છે. આજનો રામ કંઈ માત્ર સીતા ને જોઈ ને એના ભાઈ લક્ષમણ ને એમ નહિ કહે કે મારૂ મન ક્ષુભિત થયુ છે અને લક્ષ એ સાંભળી ને એનો જવાબ કોઈ શાંત શબ્દો થી નહિ આપે. એટલે જ લક્ષમણ અહિ લેક્ષ કે લક્ષ બની જાય છે. સિતા સીત અને મંદાકિની મેન્ડી છે. એટલે એ લોકો બાગ મા નહિ આર્ચીઝ ના ફ્લાવર શોપ મા જ જશે. એના વસ્ત્રો મા જીન્સ અને ટી-શર્ટ હશે, ટોપ અને લેગીઝ હશે. એણે ઈતર ની બદલે બોડી સ્પ્રે છાંટયો હશે. એ પુષ્પો ની બદલે બુકે લઈ જશે. પણ એ માત્ર જોયા જ નહિ કરે આજનો રામ ત્યાર ના રામ થી અલગ છે. એ સ્પર્શ સુધી પહોચશે. એ હાઈ હેલ્લો પણ કરશે. એ જમાના નો વિવેક એ જમાના ને મુબારક પણ આજના વિવેક ને કોણ ઓળખશે. જો જમાના સાથે માણસો ના વિચાર નહિ બદલે તો સામસામો વિરોધ જ થશે.

પ્રેમ ત્યારેય હતો અને આજેય છે જ. ત્યાર ના યુવાનો એને હાલતા ચાલતા પ્રેમ કહેતા અને અત્યારે લવ લવ કરે છે. ત્યારે એને વ્યક્ત કરવાની રીત અલગ હતી આજે એ કીસ કરીને એક્સપ્રેસ થાય છે. એ વખતે એકબીજા ના વર્ણન માટે ના શબ્દો અલગ હતા. અને આજેય અલગ છે એટલે જ “એ કેટલો કુલ છે કે એ ખુબ જ હોટ છે” એમ કહેવાય છે. અને ત્યારે સિતાની સખીએ એ એમ કહ્યુ હતુ કે, મારાથી બન્ને ના વખાણનથી થતા, જીભ ને આંખ નથી અને આંખ ને જીભ. જે રામચરિત માનસ ની નીચેની પંક્તિ મા કહેવાયુ છે

ન્;ાી ટાજીદ્ઘ ઙ્ઘરીર ઙ્ઘખ્તાજી ષ્ઠચાોરછ કટદ્ઘા દૃે;ે ે;ે ષ્ઠરેૂ ષ્ઠોરછછ

વેલેન્ટાઈન્સ ડે વર્ષો થી આ દેશ મા ઉજવાતો આવ્યો છે. એનુ નામ વસંત પંચમી હતુ અને છે. પણ આજના યંગસ્ટર્સ એને વેલેન્ટાઈન્સ ડે તરીકે ઉજવે છે. જો સિતા અને રામ ઈશ્વર હતા એવો સવાલ કે તર્ક ઉઠાવે તો રામચરિત માનસ મા જ સિતા ની રામની સામે આખો ના મિલાપ પછી ની સ્થિતિ જુઓ. તરત સિતાના મન મા પણ પ્રશ્નો ઉઠવા માંગે છે. કે મારા પિતા એ જે સ્વયંવર ના સંકલ્પો કર્યા છે એનુ શુપ? મારી માં એ વહેલા આવવાનુ કહ્યુ હતુ અને અમારે તો ખુબ મોડુ થઈ ગયુ. આવી અકળાવનારી સ્થિતિ રામ ગમી ગયા પછી સિતા ની હતી જ. એ સમય માટે એ લોકો લવર્સ હતા.

પ્રેમ ની સ્ટાઈલ ટોટલી બદલાઈ ચુકી છે. મોલ્સ, ગીફ્ટશોપ, થીયેટર્સ, મેળાઓ કે જ્યાં ચકડોળ સિવાય ની બધી જ એક્સાઈટ કરતી રાઈડસ આ બધા સ્થળો રામાયણ વખત ના બાગનુ પ્લેસ લઈ ચુક્યા છે.

So Love is Every Where, In Every Time and In Every Situatation.

Only you must have special heart to feel and special eyes to watch it.

લેખક વિશે

હિરેન કવાડ એન્જીનીયર, ફીલોસોફર, રાઈટર, એક્ટર, ફીલ્મ એન્ડ પ્લે સ્ક્રીપ્ટ રાઈટર છે. પણ એમના મતે તે એક એન્ટરટેઈનરથી વધુ કઈ જ નથી. હાલ એ ફુલ ટાઈમ આર્ટ્‌સ એન્ડ લીટરેચર સાથે સંકળાયેલ છે. એમને નાટકો જોવા ખુબ જ ગમે છે. એક્ટીંગ અને રાઈટીંગ પ્રત્યે એ ખુબ જ પેશનેટ છે. શોર્ટ સ્ટોરીઝ એ એમની પહેલી ગર્લફ્રેન્ડ છે. એ સિવાય એ મ્યુઝીક પણ જાણે છે. ક્લાસીકલ મ્યુઝીકના એ જબરા શૌખીન છે.

એમણે એમનુ એન્જીનીયરીંગ અમદાવાદની એક પ્રતિષ્ઠીત કોલેજમાંથી કર્યુ અને એન્જીનીયરીંગ પુરૂ કર્યાના બે વર્ષ પછી પોતાનો બધો જ સમય લીટરેચર અને આર્ટસમાં આપવાનુ નક્કિ કર્યુ. હાલ એ ‘એન્જીનીયરીંગ ગર્લ ’ નામની એક નોવેલ, શોર્ટ સ્ટોરીઝ અને નાટકો પર કામ કરી રહ્યા છે.

રીવ્યુઝ અને ફીડબેક આપવાનુ ભુલતા નહિ.

Facebook : www.facebook.com/Ihirenkavad

Google Plus : www.google.com/+hirenkavad

Twitter : www.twitter.com/hirenkavad

હિરેન કવાડના બીજા પુસ્તકો

All Books Available on Gujarati Pride Ebook App

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED