Chhat Chhat Ka Pyar Hiren Kavad દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Chhat Chhat Ka Pyar

“છત છત કા પ્યાર”

હિરેન કવાડ



© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

“છત છત કા પ્યાર”

યે વહી છત હૈ જહા મૈને તુમ્હે પહેલી બાર દેખા થા,

કપડે સુખાતે નઝરે છુપાતે, શરમાતે ઓર દુર જાતે.

છત સબ પે નઝર અડાયે રખતી હૈ,

ઈસી લીયે મેરી નઝર હર વક્ત છત પર રહતી હૈ.

યે વહી છત હૈ જહા પહેલી બાર હુએ થે ઈશારે,

ઔર સુની થી મૈને તુમ્હારી સખીયો કી હંસી.

યે વહી છત હૈ જહા મૈને છુપ કર સુકાયે કપડો કે પીછે,

ડર કર કીયા થા એકરાર ઈશ્ક કા ઓર તુમ સરક પડી મેરી બાહો મે.

મેરી છત ભી તુમ્હે દેખને કો બેતાબ થી ઉસ દીન,

જીસ દીન હુએ થે કુછ જઘડે તેરે ઘર.

યે વહી છત હૈ જહા મેરા સીર ગીર પડા થા તેરી ગર્દન કે પાસ,

પોછે થે આંસુ વો તુમ્હારા સ્પર્શ નશીલા લમ્હા.

યે વહી છત હૈ જહા મે આપકો દેખતા થા છુપ છુપ કે,

ઓર અબ મીલા કરતા હુ ચુપ ચુપ કે હર બાર હંમેશા કે લીયે...

યે વહી છત હૈ.. યે વહી છત હૈ...

“ઝરૂખો તો વાટ જોવાની જગ્યા છે... પણ છત એ તો મુલાકાત ની જગ્યા છે.” પહેલા કહી દવ છત ના બીજા નામ... ધાબુ.. કાઠીયાવાડ અને સૌરાષ્ટ્ર મા મોસ્ટ લી યુઝ થતો વર્ડ છે... “ચાલ ધાબે જીએ, ધાબા ઉપર હવા ખાવ જાવુ છે.”..ીંષ્ઠ. ટેરેસ.. લગભગ સીટી એરીયાઝ મા એપાર્ટ્‌મેન્ટ-ટેનામેન્ટ સાથે યુઝ થતો વર્ડ છે.. અગાશી- પ્યોર દેશી શબ્દ.. જે આ બધા નો પર્યાય જ છે.

“ ધાબે આવી જજે.. વાગે....” વ્હેન યુ આર નોટ ઈન કોલેજ.. છત થી મોટી કોલેજ કોઈ હોતી જ નથી.. કદાચ અહિં ક્લાસ રૂમ નથી હોતા પણ લેકચર જરૂર થાય છે... જ્યા લેકચરર આંખો હોય છે, હોઠો હોય છે, અને એક બન્ને ના સંવાદો હોય છે. ખબર નહિ કે ઉપર મે કવિતા લખી છે કે ગઝલ પણ એટલી ખબર છે કે છતે જે મને કહેવાનુ કહ્યુ એ લખ્યુ છે. નવુ ઘર લીધુ હોય અને સોસાયટી મા હજુ કોઈ ઓળખતુ ના હોય.., ટી.વી એ પકાવી દીધા હોય ત્યારે પછી છત બોલાવે છે.. ભુલથી ટાઈમ પાસ કરવા એકવાર પહોચી જવાય.. પણ ત્યા તો કોઈ દેખાય પાસે અડી ને આવેલા ઘર ની છત પર પંજાબી ડરેસ... પણ ગળા પર દુપ્પટો નથી, હાથ મા કપડા ભરેલી ડોલ છે.. નજર નીચે છે. કપડા ને જાટકી ને દોરી પર સુકવવા નાખતી વખતે નજર ઉઠે છે.. અને આખો મળે છે.. ફરી આંખો એક દમ ઝુકી જાય છે. શરૂ થાય છે મીશન ટેરેસફુલ...

ડે-૨ ફીર વોહી જગહ, વોહી વક્ત, વોહી કપડે સુખાને કી રસ્સી ઓર વોહી સુખાને વાલી મુજકો ભી ઓર કપડો કો ભી.. ડે-૩...ડે-૪..ડે-૫.. ડે-૬..ડે-૭.. ફીલ્ડીંગ ભરવી..નળીયા ગણવા.. લાઈન મારવી જે કહો તે આ દિવસો મા થયુ.. એન્ડ આવ્યો જજ મેન્ટ ડે... ઈન્તેકામ કી ઘડી.. રીઝલ્ટ ઈઝ જસ્ટ મીની બટ મેગા સ્માઈલ.... જેકપોટ.. જેકપોટ.. જેકપોટ.. વોટ એલ્સ નીડેડ..? ફીર તો સુબહ મે છત્ત પર કોલેજ ઓર શામ કો ટ્‌યુશન.. સાંજના પાંચ વાગે એટલે સુરજ ઢળવા લાગે.. અને ટાઢો છાયો થાય. ચોપડી લઈને વાચવા ને બહાને ઉપર ધાબે.. એ પણ આવે લટાર મારવા.. ગુંથણ ગુંથવા... ભરત્ત ભરવા.. કાંતો વાચવા એની સહેલી ઓ ને લઈને.. બન્ને તરફ થી ચાલે આંખો થી વાતો.. સ્મિત થી વાતો.. પણ હોય છતા સન્નાટો.. એજ સીલસીલો ચાલે.. પણ એક વાર સુરજ ડુબી ગયો હોય અને પછી બન્ને ના પગ ચાલે ઘર ની અગાશી ને જુદા પાડતી પાળી તરફ.. પાંચ આંગળી ઓ પરણે અને બને એ દસ.. બીજી પાંચ આંગળી ઓ ભેટે હોય દસ પણ લાગે દસ ને બદલે એક ...જસ્ટ.. એક હાથ.. “ સ્મિતા...... ઓ સ્મિતા...” “ આવી......... મમ્મી...” “કાલે મળીશ પાંચ વાગે બાય...” “ઓય....” રંગ મા ભંગ........!!!!

લવ સ્ટોરી ઓન ધ ટેરેસ આજે પણ થાય જ છે.. છત એ બાગ છે.. બગીચો છે.. પહેલી મુલાકાત અને રોજની મુલાકાત તો કદાચ છત પર થયેલા સેટીંગ નુ રોજ નુ સ્થળ હોય છે.. એની વાટે ખીલા ની જેમ ખોડાઈ રહેવુ.. ક્યારે આવશે એની રાહ... અને એનો ચહેરો જોવા બની જવુ લોઢા નો મીંદડો.. કોલેજ મા લવ સ્ટોરી બનતી જ હોય છે... પણ સ્કુલ ટાઈમ મા વેકેશન ટાઈમ મા છત એક માત્ર ઈલાજ... ઉતરાયણ આવે એટલે છત.. કડવા ચોથ આવે એટલે છત... પહેલા વરસાદ મા જુમવાનો મોકો એટલે છત... અને એ વરસાદ મા પાણી સાથે કોઈના પ્રેમ મા પલળ વાનો મોકો એટલે છત.. છત એટલે પ્રેમ નુ સ્થળ ઉતરાયણ પર પણ પતંગો ચગતી હોય.. અને ફીરકી પકડ વા ના બહાને જે થાય છે એ છત ને કારણે જ થાય છે.. સાથે શેરડી ના સાંથ.. એના કોમળ હાથો મારા ગાલ પર.. ક્યા ? છત પર...!! ઘર મા હોઈએ ત્યારે ગર્લ ફ્રેન્ડ કે બોય ફ્રેન્ડ નો કોલ આવે ત્યારે પનાહ કોણ આપે.. છત..ટેરેસ.. ધાબુ.. અગાશી...

ઉનાળા ના દિવસો ચાલી રહ્યા છે.. બફારા માથી બહાર લાવે કોણ? છત... પણ આ ઉનાળા ની છત પણ કઈ જેવી તેવી નથી... એપાર્ટમેન્ટ ના ટેરેસ ની છત રાતે મેળો બની જતો હોય છે.. એમા પેલી આવવાની હોય પથારી કરવા... નીંદ તો એક બહાના હોતા હૈ.. અસલી મકસદ તો ઉસે રીજાના હોતા હૈ... ગાદલા પાથરવા આવે ત્યારે એની ઝલક.. અને પછી અંજવાળીયા ની રાત મા આ પથારી થી પેલી પથારી તરફ થતો વાયર લેસ કોન્ટેક્ટ... નો બીલ નો નેટવર્ક પ્રોબ્લેમ... બસ વોહી રંગીન રાતે.....

મુવી થી માંડીને બુક્સ નોવેલ ક્યાય છતે પોતાની ઉણપ છોડી નથી... વિવાહ.. હમ આપકે હૈ કૌન.. અને એવા ઘણા મુવી જેના મને નામ યાદ નથી.. જેમા છત પ્રેમ નો પર્યાય બની ગઈ છે.. એટલે જ કહુ છત એટલે છાયો... એની ઝુલ્ફો નો.. છત એટલે પ્રેમ નો પાર્ક.. છત એટલે... મીટીંગ વીથ સાઈલન્સ.. એટલે જ એડવર્ટાઈઝ કરૂ છુ...... “છત કો લગા ડાલા તો લાઈફ ઝીંગાલાલા.”

લેખક વિશે

હિરેન કવાડ એન્જીનીયર, ફીલોસોફર, રાઈટર, એક્ટર, ફીલ્મ એન્ડ પ્લે સ્ક્રીપ્ટ રાઈટર છે. પણ એમના મતે તે એક એન્ટરટેઈનરથી વધુ કઈ જ નથી. હાલ એ ફુલ ટાઈમ આર્ટ્‌સ એન્ડ લીટરેચર સાથે સંકળાયેલ છે. એમને નાટકો જોવા ખુબ જ ગમે છે. એક્ટીંગ અને રાઈટીંગ પ્રત્યે એ ખુબ જ પેશનેટ છે. શોર્ટ સ્ટોરીઝ એ એમની પહેલી ગર્લફ્રેન્ડ છે. એ સિવાય એ મ્યુઝીક પણ જાણે છે. ક્લાસીકલ મ્યુઝીકના એ જબરા શૌખીન છે.

એમણે એમનુ એન્જીનીયરીંગ અમદાવાદની એક પ્રતિષ્ઠીત કોલેજમાંથી કર્યુ અને એન્જીનીયરીંગ પુરૂ કર્યાના બે વર્ષ પછી પોતાનો બધો જ સમય લીટરેચર અને આર્ટસમાં આપવાનુ નક્કિ કર્યુ. હાલ એ ‘એન્જીનીયરીંગ ગર્લ’ નામની એક નોવેલ, શોર્ટ સ્ટોરીઝ અને નાટકો પર કામ કરી રહ્યા છે.

રીવ્યુઝ અને ફીડબેક આપવાનુ ભુલતા નહિ.

Facebook : www.facebook.com/Ihirenkavad

Google Plus : www.google.com/+hirenkavad

Twitter : www.twitter.com/hirenkavad

હિરેન કવાડના બીજા પુસ્તકો

All Books Available on Gujarati Pride Ebook App