પ્રણય ચતુષ્કોણ yashvant shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રણય ચતુષ્કોણ

`’પ્રણય ચતુષ્કોણ`’

આકાશ અને સૂરજ

સૂરજ અને આકાશ.

એક બીજા વગર અધૂરા છે.

આકાશ વગર સૂર્ય ક્યાં હોય.. ?

તેવી જ રીતે સૂર્ય વગરનુ આકાશ કેવું લાગે... ?

બસ આવું જ કઇંક હતુ આકાશ અને સૂરજ બે દોસ્તોનુ.

આકાશ અને સૂરજ બન્ને જીગર જાન મિત્રો હતા.

સૂરજ ને આકાશ વગર ન કલ્પી શકો તેમ સૂરજ પણ તેના મિત્ર આકાશ સાથે જ હોય. અને જેવી રીતે સૂર્ય વગરનુ આકાશ નિસ્તેજ લાગે તેમ આકાશ પણ તેના મિત્ર સૂરજની ગેરહાજરીમા હમેંશા ઉદાસ નિસ્તેજ રહેતો હતો.

બન્નેની મૈત્રી કયા અને કયારથી શરુ થઈ તે કદાચ કોઇ ને ખબર ન હતી. પરંતુ બન્ને ને એકબીજા વગર જરાય ચાલતુ નહી તે બધાને ખબર હતી. બન્ને નાનપણથીજ સાથે હતા બન્ને એક મધ્ય વર્ગમાથી આવતા હતા. બન્નેનો સ્વભાવ પણ લગભગ સરખો. અંતર્મુખ. બન્ને ને અન્ય સાથે ખાસ કરિને છોકરીઓ સાથે સંપર્ક સંબંધ તેથી ઓછા હતા. બન્ને ભણવામા પણ લગભગ સરખા હોશિયાર હતા બન્નેમા ધણી બધી સમાનતા હતી તેથિ જ બન્ને વચ્ચે એક અતૂટ મૈત્રી બંધાયેલ.

આ મૈત્રી નાનપણથી કોલેજ સુધી સાથે જ રહી. કોલેજમાં એમની દોસ્તીની જોડી પ્રખ્યાત હતી. એ બન્નેની દોસ્તીની મિશાલ લોકો શોલે પિક્ચર ના જય અને વિરુ સાથે સરખાવતા હતા. બન્ને એક બીજા માટે કૈઇપણ કરવા હમૈશા તત્પર હોય. એક બીજા માટે જાન દેવી પડે તો પણ અચકાય તેમ ન હતા.

કોલેજકાળમા મોટેભાગે બને છે તેમ તેમના જીવનમા પણ સ્ત્રી મિત્ર નો પ્રવેશ થયો. પણ દરેક જગ્યાએ બને છે તેમ આ બન્ને મિત્રોમા સ્ત્રી મિત્રના પ્રવેશથી કાઇ ફરક ન પડ્યો કારણ એક તો એ બન્નેની મૈત્રી એ એક અલગ જ પ્રકારની ખાસ મૈત્રી હતી જેને કોઇ તોડી શકે તેમ જ ના હતું તેઓની મૈત્રી શારિરીક નહી પણ માનસિક હતી. દિલથી દિલની મૈત્રી હતી અને દિલથી બંધાયેલ સંબંધ કયારેય નથી તુટતા. પછી તે પ્રેમ સંબંધ હોય કે મૈત્રી સંબંધ.

સામે પક્ષે તેમના કિસ્મતે જે સ્ત્રી મિત્ર નો પ્રવેશ થયો તે પણ એક સાથે બે સ્ત્રી જે બન્ને પણ ખાસ બહેનપણી હતી. એ બન્નેને પણ એકબીજા વગર ચાલતુ નહી. એકનુ નામ ઉષા અને બીજી સંધ્યા. બન્ને ખાસમખાસ બહેનપણી. બન્નેને એક બીજા વગર ચાલેજ નહી. બન્નેના નામ મુજબજ એક ઉષા સવારની તાજગી ધરાવતી સુંદર કન્યા હતી, તો બીજી સંધ્યા પણ એટલીજ શાંત છતા ઇન્દ્ર ધનુષનિ જેમ બધાજ રંગો ધરાવતી કન્યા હતી. પ્રક્રુતિની કળા જેવી બન્ને એકમેકની સરખામણી ના કરી શકાય તેવી અનોખું વ્યક્તિત્વ ધરાવતી કન્યા હતી.

કોલેજના એક ફંકશનથી બન્નેનો આકાશ અને સૂરજ સાથે પરિચય થયો. અને પછી તો કુદરતની ઇચ્છા સમજો તો ઇચ્છા કે ગમે તે ચારેય વચ્ચે ધીમે ધીમે મુલાકાત અને મૈત્રી વધવા લાગી. આકાશની ઉપસ્થિતી મા જ સૂરજ ક્યારેક ઉષા સાથે તો ક્યારેક સંધ્યા સાથે મજાક મસ્તી યાને કે ફલ્રટ કરે તો ક્યારેક સૂરજની હાજરીમા જ આકાશ પણ બન્ને સાથે એવોજ વ્યવ્હાર કરે. કોઇ ને કોઇની માલિકી ભાવ કે ઇર્ષા ભાવ થાય નહી. મૈત્રી નો આ દૌર એવો તો ચાલ્યો કે એ ચારેય માટે જાણે એ ચાર એ જ દુનિયા હતી એ સિવાય જાણે બીજુ કસુ જ નહતુ. જ્યા જુવો ત્યા ચારેય હમૈશા સથેનેસાથે જ હોય. એ પછી ભણવાનુ હોય. કોઇ પ્રોજેક્ટ્ બનાવવાનો હોય કે ફરવા જવાનો કે પિકનિક નો પ્રોગ્રામ હોય જ્યા જાય ત્યા સાથે જ હોય અને કોઇ એક કેંન્સલ થાય તો બાકીના ત્રણેય પણ ના જાય. આમ એમનો આ સંબંધ દિનપ્રતિદિન ગાઢ બનતો ચાલ્યો.

એમનનો સંબંધ એક નિમર્ળ નિખાલસ મૈત્રી કે પ્રેમ સંબંધ હતો. એક અકલ્પનીય સંબંધ બની ગયો હતો.

તેવોને એકબીજા વગર જરા પણ ચાલતુ ન હતુ. એકની પણ હાજરી ન હોય તો જાણે કશુક ખુટતુ હોય તેમ લાગતુ હતુ. તેમની વચ્ચેના આ સંબંધ ને શું નામ આપવું.. ?

પ્રત્યેક તસવીર ને

જગત સમક્ષ મુકવા

એક અનુરૂપ ફ્રેમની જરુરત રહે છે

તેમ

પ્રત્યેક સંબંધ ને પણ

જગત સમક્ષ દર્શાવવા

તેને અનુરૂપ

નામરુપી ફ્રેમની જરુરત છે.

તસવીરનુ મુલ્ય

તેની ફ્રેમથી નહી પરંતુ -

તેમાં રહેલ કલા- સુંદરતાથી આંકવુ જોઇએ.

તેમ

પ્રત્યેક સંબંધ નુ મુલ્ય પણ

તેને આપેલ નામથી નહી પરંતુ -

તેમાં રહેલી ભાવનાઓ થી આંકવુ જોઇએ.

આકાશ- ઉષા- સૂરજ – સંધ્યા. આ ચાર વચ્ચેનો સંબંધ પણ કાઇક અલગ જ હતો. તેઓના વચ્ચે શુ હ્તુ.. માત્ર મૈત્રી કે તેથી કઇંક વિશેષ... ? નામ વગરના આ સંબંધ ને કોઈ સમજી શકે તેમ ન હતુ. કારણ મૈત્રી હમેંશા બે સરખી વ્યક્તિ પુરુષ-પુરુષ વચ્ચે કે સ્ત્રી-સ્ત્રી વચ્ચે હોય. અને યુવવસ્થામા અગર પુરુષ કે સ્ત્રી વચ્ચે આવો સંબંધ થાય તો તેને પ્રેમ સંબંધ કહેવાય. પણ આ તો બે પુરુષ અને બે સ્ત્રી વચ્ચે એક અકલ્પનીય અતુટ દિલથી દિલનો સંબંધ હતો. ના પ્રણય ત્રિકોણ હતો કે ના મૈત્રી ત્રિકોણ. મૈત્રી અને પ્રેમ વચ્ચે નો કોઈ અલોકિક અકલ્પનીય સંબંધ હતો. પ્રણયકથામા લવ ટ્રાયેંગલ સ્ટોરી થાય. પણ અહિતો ચતુષ્કોણ રચાયેલ. એક તરફ આકાશ ને સામે સૂરજ તો બીજી તરફ ઉષા અને સંધ્યા. સમબાજુ ચતુષ્કોણ ના ચારખુણા આકાશ- ઉષા- સૂરજ – સંધ્યા. બીરાજેલ હતા. ચારેય ખુણા વચ્ચે ચાર રેખા સંબંધ સરખા હતા કોઇની રેખા લાંબી નહી કે કોઇ ની ટુકી નહી. ચારેય ખુણા સરખા ચારેય રેખા સરખી. કોણ કોને વધારો ચાહે છે કે કોણ કોને ઓછુ કેવી રીતે નક્કી થાય જયાં દિલના દિલથી સંબંધ હોય ત્યાં વધારે શુ કે આોછુ શુ... ? તેઓના સંબંધને કોઇ ચોક્કસ નામ આપી સકાય તેમ ન હતુ.

કેટલાક સંબંધો ને

નામરુપી ફ્રેમમાં મઢ્યા પછી પણ

સમય જતાં

માત્ર તે ફ્રેમ ( નામ ) જળવાઇ રહે છે

તેમાનો સંબંધ લુપ્ત થઈ જાય છે

જ્યારે

કેટલાક એવા પણ સંબંધ હોય છે

જેને

કોઇપણ નામરુપી ફ્રેમમાં મઢ્યા ન હોય

( મઢી શક્યા જ ન હોય ) છતાં

તે અનંત કાળ સુધી

આપણા હ્રદયમાં જ સચવાય રહે છે

જેવી રીતે આ ચારેય વચ્ચેનો.. સંબંધ પણ એવોજ હતો...

તેમની વચ્ચેનો આ અલૌકિક સંબંધ કોલેજ કાળ દરમ્યાન સતત બની રહ્યો. અને અંતમા કોલેજ પુરી થતાજ દરેક છુટા પડી ગયા. દરેક પોત પોતાની લાઇન મુજબ અલગ અલગ શહેરમા વ્યવસાય માટે જવુ પડ્યુ દરેક જણ અલગ અલગ શહેરમા સેટ થયાં. પોતપોતાના જીવનમા સેટ થયાં પરંતુ બધાને એક બીજા પ્રત્યે લાગણી અને પ્રેમ એવો જ રહ્યો જેવો પહેલાં હતો. ચારેયને પોતપોતાના અલગ અલગ જીવનસાથિ મળીગયા આકાશના રજની સાથે તો સૂરજ ના ઉશ્મા સાથે લગ્ન થઇ ગયા. બીજીબાજુ ઉષા અને સંધ્યાને પણ પોતપોતાના જીવનસાથી મળી ગયા. દરેક પોતપોતાના સંસારમાં સેટ થઇ ગયાં પરંતુ આજે પણ આ ચાર વચ્ચે સમાન અંતર સમાન લાગણી છે. દરેકના દિલમા એક ખુણામા એક બીજા પ્રત્યે એક અનોખા સંબંધની લાગણી ફિલિંગ આજે પણ અકબંધ છે. પ્રણય ચતુષ્કોણ ના આ ચાર ખુણા કોણ કોનાથી વધારે કે ઓછા દૂર છે તે સમજી શકાય તેમ નથી. આપને સમજાય છે... ? તો આપના મંતવ્ય જરુરથી જણાવશો આભાર

  • આકાશ.
  • ( યશવંત શાહ )