વિષ વેરણી ભાગ ૧૦ NILESH MURANI દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિષ વેરણી ભાગ ૧૦

વિષ વેરણી

ભાગ ૧૦

સમીરાના અબુ નો ફોન કટ થતા મારા હૃદયના ધબકારાની ગતી બમણી થઇ, મારા ફેફસા માં શ્વાસ ઘૂંટાવા લાગ્યો, મને એન્ઝાઈટી થવા લાગી એક બાજુ મારા દિલ ઉપર સમીરાએ મુકેલ કાળમીંઢ પથ્થરનો વજન વધી રહ્યો હતો, બીજી બાજુ સ્ટેમ્પ પેપરના કાળા અક્ષરનું મારી સામે પ્રેઝેન્ટેસન સ્લાઈડની જેમ ફરતું, આવા સમયે મને એન્ટી-ઓક્સીડેન્ટ પીણા ની જરૂર હોય એવું સમીરા કહેતી, હું ધીમી ગતિએ ધ્રુજતા પગે રસોડામાં ફ્રીજ તરફ જઈ ફ્રીજ માંથી લીંબુ કાઢી અને બે બે ફાડ આખી એક ગ્લાસ માં નીચોવી બે પીસ બરફ નાખી ફ્રીજ માં પડેલી અડધી ભરેલી પાણી ની બોટલ થી ગ્લાસ ભરી, બે ચમચી ખાંડ નાખી ઉતાવળે ચમચી થી હલાવી અને એકજ સીપમાં પી ગયો, ગ્લાસ માં ના લીંબુ ના બીજ સાથે ગળા થી નીચે ઉતારી ગયો, ગ્લાસ માં કડવું ઝેર હોત તો પણ ઉતરી ગયું હોત લીંબુ ના બીજ ની શું વિસાત ? મને મારા ધબકારા ને શાંત કરવા હતા, મારા મગજ માં ચાલી રહેલ ધમાસાણ થી અજાણ અમી અસલમ અને મુમતાઝ બેડરૂમ માં ચાલ્યા ગયા, હું આમ તેમ ચપ્પલ શોધી રહ્યો હતો, સોફાની નીચે પડેલા ચપ્પલ પહેરી અને હું પગથીયા ઉતરી ગયો.

કોલોની ની બહાર નીકળી રોડ પર ચાલતો થયો સમીરા હમેશા કહેતી કે વોક કરવાથી મગજ શાંત થાય તેનો પ્રયોગ પણ મારે આજે જ કરવાનો હતો, ઉતાવળે હું મારો ફોન પણ ઘરે ભુલી ગયો,ફોન ની જરૂર પણ શું છે ? ફોન સાથે લીધો પણ હોત તો કોની સાથે વાત કરત?,વિચારો માં ચાલતા ચાલતા માર માથા ના વાળ માંથી ટીપું ટીપું પરસેવો ટપકી રહ્યો હતો, રસ્તે ચાલતા માણસો ને પણ ખબર નહોતી પડતી કે પરસેવો છે કે આંખ માંથી પડતું પાણી,બન્ને ટીપા પોતપોતાનો રસ્તો કરી મારા ગાલ પર થી નીચે સરકી રહ્યા હતા, હા બન્ને નું તાપમાન અલગ હતું, સ્નીગ્ધતા અલગ હતી,મારું મગજ હવે શાંત થઇ રહ્યું હતું,મારા હ્રદય ના ધબકારા હવે યંત્રવત નોર્મલ થઈ રહ્યા હતા, બસ શ્વાસ માં ભરેલો ડૂમો આમ તેમ છાતી માં અથડાઈ ને બહાર આવવા મથામણ કરતો ને ફસડાઈ પાછો પડી જતો, અમી અને અબુ ને પણ મારી પાસે આવા દસ્તાવેજ ની કેમ જરૂર પડી ?તે પ્રશ્ન મને મૂંજવતો, મારા મગજ ના એક ખૂણા માં એ દસ્તાવેજ લાગણીઓ લખાવી લેવાના હોય તેવી અનુભૂતિ કરાવતા,,હા લાગણીઓ ના દસ્તાવેજ નથી બનતા, પણ આમ આડકતરી રીતે લાગણીઓ પણ છીનવી લેવાય છે એ મને આજે જાણવા મળ્યું,કોઈ વકીલ લાગણીઓ ના દસ્તાવેજ નહી બનાવતો હોય, પણ વકીલ ને પણ ખબર નથી હોતી કે આ નાના અમથા સોગંધનામાં માં કેટલી લાગણી ના લીરા ઉડતા હશે, મને માલ મિલકતની કે બેંક બેલેન્સની લાલચ ક્યારેય નહોતી અનુભવાઈ, પણ પહેલી વાર લાગણી ની મિલકત ખોઈ હોવાની અનુભૂતિ થઇ, હા આજ વાત તેમને મને મૌખિક કરાર કરવા કહી હોત તો હસતા મોએ આપી દીધું હોત, અને મને સારું પણ લાગ્યું હોત,

રસ્તા માં આવતા એક ટેલીફોન બુથ ને જોઈ મને સમીરા ને ફોન કરવા વિચાર આવી અને જતો રહ્યો, ટેલીફોન બુથ ક્યારે પાછળ રહી ગયું તે ખબર ન પડી,હું ક્યાં રસ્તે જઈ રહ્યો હતો એ પણ મને ખબર ન હતી અને ક્યારે હું સમીરા ના ઘર ના ગેટ પાસે પહોંચી ગયો તે પણ મને ખબર ના પડી, એ પણ મારી યાદ માં જુરતી હશે, તેણી ના તીવ્ર સ્પંદનોમાં જરૂર કોઈ જાદુ રહ્યો હશે, યા તો મારું અચેતન મન મને અહી સુધી લઇ આવ્યું, હું ચમત્કારમાં કે નસીબમાં નથી માનતો પણ પ્રેમ માં આવા પણ ચમત્કાર થતા હશે ?

કે મારું સંપૂર્ણ સંચાલન મારું અચેતન મન કરવા લાગ્યું? ગેટ પાસે ઉભો રહી ને હું થોડો સ્વસ્થ થયો, ખિસ્સા માં થી રૂમાલ કાઢી અને આંખોમાં નું પાણી અને ચહેરા ઉપર નો પરસેવો સાફ કર્યો, બગીચા માં કામ કરી રહેલ કાકાની નજર મારા ઉપર પડતા જ તેમને મને જોયો જ નથી તેવો દંભ કરતા અંદર ચાલ્યા ગયા.

મારા ધ્રુજતા હાથ માં ડાબા હાથની આંગળી મેઈન ગેટ ના બેલના બટન સુધી જઈ અને અટકી ગઈ, એકજ ક્ષણમાં મારો હાથ પરત ફરી લથડી નીચે થયો, બેલ મારવાની હિમ્મત નહોતી થઇ રહી, હું પીઠ ફેરવી અને પાછો ફરતો જ હતો અને મારા કાને સમીરા નો આવાજ અથડાયો,

“ સલીમ......”

સમીરા નો આવાજ સાંભળી અને મારા અચેતન મન માં કોઈ સ્ફૂર્તિ ના સ્ફુરણ ફૂટી નીકળ્યા, પીઠ ફેરવી ને સમીરા તરફ જોવા ની હિમ્મત નહોતી થઇ રહી,ને ફરી સમીરા નો આવાજ આવ્યો,

“સલીમ ગેટ ખુલી ગયો છે અંદર આવી જા”

થોડી સેકન્ડ હું પીઠ ફેરવી ને જ ઉભો હતો અને હળવે થી પીઠ ફેરવી તો ગેટ ખુલ્લો હતો પણ સમીરા ન હતી , હું ગેટ ની અંદર જતો રહ્યો,મારા ચેતન મનએ મને હુકમ આપ્યો સલીમ અંદર જા,,, સમીરા એ જ તને ઘરે આવવા કહ્યું હતું,તે તું ભૂલી ગયો?. કેમ ન જાઉં મારી મંગેતર છે, મારો પણ હક્ક છે, તેના પર ગુસ્સો કરવાનો,, ગુસ્સો શું એજ કરી શકે છે ?,, આજ તો આરપાર ની લડાઈ ભલે થઇ જતી, હું હિમ્મત કરી અંદર જતો રહ્યો, સમીરા પીઠ ફેરવી અને સોફા પર બેસી ગઈ, મારી સામે જોવાની પણ તસ્દી ન લીધી હજુ પણ તેણી નો ગુસ્સો યથાવત હતો, અને વ્યાજબી પણ હતો ,મારો ધ્રુજતો હાથ પાછળ થી તેણી ના ખભા તરફ ખેંચાયો અને મારા ગળા માંથી ધ્રુસકા સાથે આવાજ નીકળ્યો,,,,”સ્સ્સ્સ સોરી...સમીરા ..અને ભેંકાટા સાથે હું રડી પડ્યો,નાના બાળક ની માફક હું સમીરા ને ચીપકી ને રડ્યો, સમીરા પણ સિસકારા સાથે રડી અને મારું માથું તેણી ની છાતી સમું દબાવી અને રડી પડી,કણસતા અને વિરહ ની વેદના સભર સ્વર માં તેણી એ પણ મને કહ્યું,

“સલીમ આ છેલા અઠવાડિયામાં તે મને ખુબ તડપાવી છે સતાવી છે”

તેણી પણ આટલું માંડ બોલી શકી હતી અને હું તેણી ના ખોળા માં માથું રાખી અને સોફા પર લેટી ગયો,

તેણીએ આંખોમાં ના આંસુ સાફ કરતા કહ્યું,,”કામ ડાઉન સલીમ હવે પછી નું આવું અઠવાડિયું આપણી જિંદગીમાં આવ્યું તો હું તારું ખૂન કરી નાખીશ “ આટલું કહી ને સમીરા મને ગાલ ઉપર માથા ઉપર ગળા માં અસંખ્ય ચુંબનોનો વરસાદ કરવા લાગી, મારો ડૂમો શાંત પડ્યો, મારું માથું હળવું થયું, અને ક્યારે હું તંદ્રાવસ્થા માં જતો રહ્યો અને મને સમીરાની ગોદ માં જોકું આવી ગયું મને ભાન ના રહ્યું, અડધો કલાક પછી મારી આંખ ખુલી, છત ઉપર ફરતો પંખો મને દેખાયો,સમીરા ના વાળ મારા ગળા માં વિખરાયેલા હતા, અને સમીરા ના જમણા હાથ ની થાપી મારી છાતી પર મારા ધબકારા સાથે તાલ મેળવી અને પડતી,હું સ્વસ્થ થઇ ને ઉભો થયો સમીરાએ મને પાણી પીવડાવ્યું અને કહ્યું,, “નાલાયક ખુદ તો રડે છે મને પણ રડાવે છે”

“ના સમીરા તું તારી જગ્યા એ બરાબર છો અને મને તારાથી કોઈ શિકાયત પણ નથી, તું હમેશા ઢાલ ની જેમ મારો બચાવ કરવા અને મારી દરેક મુસીબતમાં પહાડ ની જેમ અડીખમ મારી સાથે રહી છો ” મેં કહ્યું,

“હા મને ખબર છે જેના માટે તે દિવસ રાત એક કર્યા તે લોકો એ તારો હાથ છોડી દીધો એમજ ને?”

સમીરા બધી પરિસ્થિતિ કળી ગઈ હોય તેવા સ્વર મો બોલી,,

“હ...હ.....હા સમીરા તારી વાત સાચી છે,”

“તો હવે મારી વાત સાંભળી લે, આપણે એક એક કદમ જોઈ વિચારી ને આગળ વધવું પડશે,તારા ફેમીલી મેમ્બર્સ છળ અને કપટ નો શિકાર થયા છે,એટલે એમનો કોઈ વાંક નથી,”સમીરા એ કહ્યું,

“તો કોનો વાંક છે અને શું કરવું જોઈએ,”મેં કહ્યું.

“પહેલા તો મને એ જણાવ કે તારી સાથે શું બન્યું છે ?”સમીરા એ કહ્યું.

મેં સમીરા ને સ્ટેમ્પ પેપર માં લખી આપવા ની બધી બાબત વાત વિગતવાર જણાવી,

શાંતિ થી મારી વાત સાંભળ્યા પછી સમીરા એ કહ્યું,

“અચ્છા એમ વાત છે,, સલીમ આ બધું મુમતાઝ ના આયોજનનો એક ભાગ છે, ને હવે આગળ એ શું કરવાની છે તે આપણે ખબર નથી, પણ એક વાત સાંભળી લે તું એ લોકો ને કોઈ પણ જાત ના દસ્તાવેજ ના કરી આપીશ,”

“તો શું કરું ? આવતી કાલે મારે એ દસ્તાવેજ નું રજીસ્ટ્રેસન કરાવવા જવાનું છે, અને હું તૈયાર પણ છું, મને કંઈ નથી જોઈતું સમીરા,”મેં કહ્યું,

“હા તને કંઈ નથી જોઈતું, તો કોને જોઈએ છે ?, તારા અમી અબુ કે અસલમ ને ? તેઓ આટલા સમય માં ક્યારે આવું કેમ ના બોલ્યા અને હમણાં જ કેમ?”સમીરા એ કહ્યું,

“હા સમીરા વાત તો તારી સાચી છે, પણ મારે શું કરવું જોઈએ?”મેં કહ્યું,

“જો તું લખી આપીશ તો તારા ફેમીલી વાળા રોડ ઉપર આવી જશે અને મકાન ક્યારે વેચાઈ જશે એની તને ખબર પણ નહી પડે, હોસ્પિટલ માં રૂકસાના અને આંટી ની વાતો સાંભળી અને મને બધો અંદાજો આવી ગયો હતો, તે લોકો મુમતાઝ અને અસલમ જેમ કહેશે તેમજ કરશે, અને મુમતાઝ એ બધાને વસમાં કરી લીધા છે.” સમીરા એ કહ્યું.

“સમીરા અંકલ નો પણ ફોન આવ્યો હતો,”

“હા એ એક બિજનેસ ડીલ માટે બેંગ્લોર ગયા છે,અને તું ફિકર નહી કર હું તારીજ છું અને તારી જ રહેવાની, હું પણ તારા વગર ની લાઈફ ની કલ્પના નથી કરી શક્તિ, મને વિશ્વાસ હતો કે તું અહી આવીશ પણ તું આવી રીતે આવીશ તે મને કલ્પના પણ ન હતી, તારી હાલત જો અરીસા માં, તારા ઘર માં બધા ઊંઘ ની ગોળીઓ ખાતા થઇ ગયા છે, એક રૂકસાના બાકી રહી ગઈ હતી એ પણ ડીપ્રેસન નો શિકાર થઇ ગઈ છે, તું આમ તૂટી પડીશ તો કેમ ચાલશે ? અને વધારે સમય તું આમ ને આમ તૂટતો જુરતો રહ્યો તો એક દિવસ તું પણ ડીપ્રેસન નો શિકાર થઇ જઈશ, તું હમેશા લડાયક રહ્યો છો, અને તને આમ તૂટતો હું નથી જોઈ શક્તિ ” સમીરા એ કહ્યું,”

સમીરા ની વાતો માં તથ્ય હતું, મને આટલી બધી ખબર નહોતી પડતી,તો પણ સમીરા ની વાતો સાંભળી અને મારે આગળ શું કરવું એ સમજમાં નહોતું આવતું, મેં ફરી સમીરા ને પૂછ્યું,

“હવે આગળ શું કરવું ?”

“કશું નહી હાલ પુરતી દસ્તાવેજની વાત કોઇપણ બહાનું કરીને ટાળી મુક પછી આગળ શું કરવું એ પછી નક્કી કરીશું, અથવા એમ પણ કહી દે કે મારા નિકાહ થઇ જશે તેના બીજા દિવસે હું સોગંધનામું રજીસ્ટર કરાવી આપીશ,, એટલો વિશ્વાસ તો એ લોકો કરશે જ ને ?” સમીરા એ કહ્યું,

“હા મુમતાઝ સિવાય બધા વિશ્વાસ કરી લેશે,”

“હાલ પુરતી તો તું કોઈ પણ બહાનું આપી દે પછી આગળ જોયું જશે”

આટલું કહી અને સમીરા કિચન માં જતી રહી અને રસોડામાં થી આવાજ આપ્યો, “તારા મોઢા માં થી લીંબુ ની વાસ આવે છે, એટલે હું કોફી બનાવું છું,”

થોડી વાર માં સમીરા કોફી લઇ ને આવી હું કોફી પી અને બહાર નીકળ્યો,હજુ દરવાજા પાસે જ પહોંચ્યો હતો અને સમીરા એ ફરી આવાજ આપ્યો “ એક મિનીટ સલીમ”

“કેમ શું થયું ?” મેં પૂછ્યું..

“કશું નહિ તું અહી મારી બાજુમાં તો આવ,” એટલું કહી અને સમીરા એ ફરી મને પોતાની છાતી માં ભીંસી લીધો અને કહ્યું, “કામ બધા હીરો જેવા કરે છે પણ મારા હીરો ને રોમાન્સ કરતા પણ નથી આવડતું”

બસ આટલું સંભાળતા જ મેં તેણીને ગળા માં ચુંબન કરતા કહ્યું “કોફી ની વાસ આવશે મો માં થી “

“ભલે આવતી” સમીરા એ ધીમા સ્વર માં કહ્યું,

“પસીના ની પણ વાસ આવે છે”

“ભલે આવતી” સમીરા એ ધીમા સ્વર માં કહ્યું,

સમીરા હું નાહ્યો નથી એમજ ફ્રેશ થઇ ને ચપ્પલ પહેરી ને આવી ગયો છું,”

“ભલે” આટલું કહી ને સમીરા એ ફરી મારા ગાલ પર છાતી પર ગળા માં ચુંબનો નો વરસાદ કરી મુક્યો, તેણી મને થોડી થોડી વારે મૂકી અને ઘરે જવા કહેતી અને ફરી જકડી ને છાતીમાં ભીંસી ને જકડી લેતી, બે ત્રણ વખત આવું થયું એટલે મેં કહ્યું,

“સમીરા આમ ને આમ રાત વીતી જશે અને સવાર પડી જશે, હવે બોલ ભલે વીતી જતી,,,, બોલ,,,,,બોલ ને,”

“સમીરા એ મારા ગાલ સાફ કરતા અને વીખરાયેલા વાળ સાફ કરતા કહ્યું, “ચલ જા હવે જવાનું નામ નથી લેતો, અને હા આવીતી કાલે ઓફીસ માં અગત્ય ની મીટીંગ છે તેવું બહાનું કરી ને ઓફીસ આવી જજે પછી આગળ વાત કરીશું, અને હા કાલે ટીફીન ના લઇ આવીશ, ક્યાંક બહાર જમવા જઈશું”

“સમીરા ફાઈનલી હવે હું જાઉં ને,”

આ સાંભળી અને સમીરા એ મને ધકો આપ્યો અને હોલ ના દરવાજે પડેલ ચપ્પલ સુધી મૂકી ગઈ,

અને કહ્યું, “વોક કરી ને આવ્યો છે, ચલ હું ઘેર મૂકી જાઉં ?”

“ના સમીરા આજે મારે ચાલવું છે” આટલું કહી અને હું નીકળી ગયો, ગેટ ની બહાર નીકળતા જાણે હું કોઈ અદ્દભુત અને જાદુઈ ટ્રીટમેન્ટ લઇ ને નીકળ્યો હોઉં એમ સ્વસ્થ થઇ ગયો, ચાલતા ચાલતા હું રાત્રે સાડા નવ વાગ્યે ઘેર પહોંચ્યો, અસલમ ટીવી જોતો હતો, મુમતાઝ તેની બાજુમાં બેસી અને ચિપ્સ ખાતી હતી, રૂકસાના અને અમી રસોડા માં અને અબુ બેડરૂમ માં સુતા હતા,

અસલમ રસોડા માં જઈ અને પોતાની જમવાની થાળી ભરી અને જમવા લાગ્યો, ઘરની સીસ્ટમ ખોરવાઈ રહી હતી, બધા સાથે બેસી ને જમતા તે હવે, સીસ્ટમમાં વિક્ષેપ પડી રહ્યો હતો,અસલમ જમી અને સોફા પર લેટી, મેં ટીપોઈ પર પડેલ મારો ફોન ઉપાડી અને મારા બોશ ને હું મારી આવતી કાલ ની રજા કેન્સલ કરું છું એવો એસ એમ એસ કરી દીધો, ત્યાર બાદ હું જમી અને કોઈ પણ સાથે વાત કર્યા વગર સુઈ ગયો, વહેલી સવારે અસલમ ઉઠી અને જોગીંગ કરવા નીકળી ગયો, હું પણ થોડી વાર માં હું ઉઠી ફ્રેશ થઇ ઓફીસ જવાની તૈયારી કરવા લાગ્યો,

બહાર સોફા પર બેસી અને હું મોજા પહેરી રહ્યો હતો, મુમતાઝ ઉઠી ગઈ અને આખું ચોળતા ચોળતા મને કહ્યું, “કેમ સલીમ ભાઈ ઓફીસ જાઓ છો?”

“હા, ઓફીસથી ફોન આવ્યો હતો અગત્યની મીટીંગ છે મારે જવું પડશે”

“તો પછી પેલા દસ્તાવેજ રજીસ્ટ્રેસન કરાવવાના છે તેનું શું ?” મુમતાઝ એ પૂછ્યું,

“એ તો પછી પણ થઇ જશે, એ એટલા ઈમ્પોર્ટેન્ટ નથી,” મેં કહ્યું,

“પછી એટલે ક્યારે ?”

“કાલે....પરમદિવસે,,,,બેચાર દિવસ રહી ને ગમે ત્યારે એ તો ઘર ની જ વાત છે ને.” મેં કહ્યું.

આટલું કહી હું બેગ ખભે લટકાવી કારની ચાવી લઈ બહાર જવા નીકળતો હતો ફરી મુમતાઝ એ કહ્યું, “સલીમ ભાઈ ચાય નાસ્તો તો કરતા જાઓ,”

“ના હું લેટ થઇ ગયો છું,, બહાર કરી લઈશ,” આટલું કહી ને હું પગથીયા ઉતરી ગયો, રસ્તા માં મને વિચાર આવ્યો આ બાબતે અસલમથી ખુલ્લીને વાત કરવી જોઈએ, કેમ નહી ? નાનો ભાઈ છે,આ બાબતે એ પહેલાથી સમજી ગયો હોત તો આ નોબત ન આવી હોત,ઓફીસ માં એક કલાક વહેલો પહોંચી ગયો હતો, ચાય અને નાસ્તો મેં ઓફીસમાં મારી કેબીન માં જ મંગાવી લીધો,નાસ્તો કરતા મારા મગજ માં એજ વિચાર આવતા, શાની લડાઈ છે મારી ? કોણ દુશ્મન છે ? સામી છાતીએ આવી ને લડતો દુશ્મન સારો, આમ આ પ્રકાર ના દુશ્મન સાથે લડતા લડતા મારે પણ તેના જેવુજ થવું પડશે ? ના હવે ઘણું થયું, ઘણી મનમાની કરી લીધી, હવે મનમાની નહી થવા દઉં,, મારી મોટી ભૂલ એજ હતી, જયારે અસલમ અને મુમતાઝ ભાગી ગયા હતા ત્યારેજ બંને ની ધોલાઈ કરવા ની જરૂર હતી, ત્યારે જ મુમતાઝ ના અબુ ની મદદ લઇ ને મુંબઈ જતું રહેવું હતું અને બન્ને ને બાંધી ને પાછા લાવવાની જરૂર હતી, હવે જો તેની વાત નહી માનું તો એ તેની ઓકાત પર આવી જશે પોલીસ ની, મહિલાની સંસ્થામાં , કોર્ટ માં જવાની વગેરે ધમકીઓ આપશે, મને એવુજ લાગે છે, મારા ઘર માં બધા ને આ ધમકી થી જ બાન માં લઇ લીધા હશે ? આવી વાતો કરી કરી ને જ વશીકરણ કર્યું હશે?

કલાક પછી સમીરા પણ ઓફીસ માં આવી ગઈ, મારી કેબીન માં આવતા જ કહ્યું, “કેમ વહેલો આવી ગયો ઓફીસ ?, વહેલો ઉઠી ગયો હતો કે શું ?”

“હા તારા ચુંબનોનો ડોજ એટલો હેવી હતો કે જમીને આડો પડ્યો ને ક્યારે ઊંઘ આવી ગઈ ખબર જ ના પડી,”મેં હસતા હસતા કહ્યું.

“સલીમ આ ઓફીસ છે, તારી રોમેન્ટિક વાતો કરવાનો બગીચો નથી,” સમીરાએ કહ્યું.,

“તો પછી ચલ ને સાંજે બગીચા માં જઈએ, હવે તારા અબુ આવે ત્યાં સુધી અને નિકાહ ની તારીખ નક્કી ન થાય ત્યાં સુધી આમ ફિયાન્સ ફિયાન્સી બની ને થોડું જીવી લઇએ ફરી થોડો એન્જોય કરી લઇએ.”મેં કહ્યું.

બસ સમીરા એ એન્જોયની વાત જ કરી હતી અને અસલમ નો ફોન આવ્યો,મેં ઉપાડતા જ,

“હા અસલમ શું છે?”મેં કહ્યું.

“સલીમ તું ઓફીસ જતો રહ્યો”અસલમ એ કહ્યું.

“હા જરૂરી મીટીંગ હતી, મુમતાઝને કહી ને તો ગયો હતો, તને અલગ થી કહેવું જોઈતું હતું?”મેં કહ્યું.

“હા પણ રજા રાખી હતી ને ?, અને રોકાઈ ગયો હોત તો એક કામ પતિ ગયું હોત ને., અસલમ એ કહ્યું.

અસલમ કઇંક બોલવા જતો હતો પણ મેં ફોન કાપી ખિસ્સા માં રાખતા સમીરા ને કહ્યું,

“સમીરા જમવાનો શું પ્રોગ્રામ છે ?”

“હોટલ માંથી પાર્સલ મંગાવી લીધું છે, અને સાંજે તો તું બગીચામાં લઇ જવાનો ને ? તો આજ તો લારી ઉપર તારા ફેવરીટ મસાલા ઢોસા ખાવા છે.”

ક્રમશઃ આવતા ગુરુવારે.........