વિષ વેરણી ભાગ. ૮ NILESH MURANI દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિષ વેરણી ભાગ. ૮

વિષ વેરણી

ભાગ ૮

ઘેર પહોચતા જ મેં અબુ અને અમીના હાથ ચૂમ્યા અને અમી ના હાથમાં કાગળ આપતા કહ્યું,

“જો અમી આપના ઘરના ઘર નું સ્વપ્ન સાકાર થયું, , આવતા મહીને કબજો પણ મળી જશે, હવે આ સંકળાશમાં નહી રહેવું પડે, પણ જો અમી હું હમણાં થી જ કહી દઉં ભલે હું રહેવા ત્યાં જતો રહીશ પણ ચૂલો તો એકજ રહેશે, અહીંથી વધારે દૂર નથી, એક દોઢ કિલોમીટર ના અંતરે જ છે, ”

અમી અબુ એ મારા માથા પર હાથ મુક્ત કહ્યું, “ખુશ રહે બેટા પણ આ અંગે ની ચર્ચા તું અસલમ અને મુમતાઝ ની સામે નહી કરતો “

“કેમ ?” મેં પૂછ્યું,

“અસલમ ને દુબઈ જવું છે અને તેને બે લાખ રૂપિયા જોઈએ છે, મકાન ગીરવી મુકવાની વાત કરતો હતો”

અબુ એ કહ્યું.

“આવવા દયો અસલમ ને આવે એટલે વાત કરું, ક્યાં ગયો છે ?” મેં કહ્યું,

“એ બન્ને હમણાં વોક કરવા ગયા છે, ” અમી એ કહ્યું,

અડધો કલાક પછી અસલમ અને મુમતાઝ આવ્યા, હું અને અબુ ટીવી જોતા હતા, અસલમ ચુપચાપ બાથરૂમમાં જતો રહ્યો અને મુમતાઝ બેડરૂમમાં, થોડીવાર માં અસલમ બહાર આવી અને સોફા પર બેઠો,

“કેમ અસલમ નોકરી માં નથી જામતું?” મેં પૂછ્યું,

“ના એવું તો નથી ભાઈ પણ હું વિચારું છું દુબઈ જતો રહીશ, ત્યાં સારા સ્કોપ છે, મારી ઓફીસ માં એક ફ્રેન્ડ છે તેના અંકલ લઇ જવા તૈયાર છે અને પગાર પણ સારો આપશે.“

“શું જરૂર છે ? અહી શાંતિ નો રોટલો ખા ને ભાઈ, અને હજુ તું નોકરી લાગ્યો એને ચાર દા’ડા પણ નથી થયા, આનાથી પણ સારી નોકરી મળી જશે”

“ના ભાઈ મેં નક્કી કરી લીધું છે, આ અઠવાડિયા માં મારો પાસપોર્ટ પણ આવી જશે, ”

“કેમ નક્કી કરી લીધું એમ અચાનક ?” ઘર માં કોઈ ચર્ચાવિચારણા નહી !”

“ભાઈ હું તમારી મહેરબાની નીચે નથી રહેવા માંગતો અને તમારી જોહુકમી પણ વધી ગઈ છે ઘર માં મુમતાઝ ને મને ઘરમાં જેમ મરજી પડે તેમ ઉતારી પાડો છો, ”

“આવું તું કહે છે કે મુમતાઝ કહે છે?”

“છોડ સલીમ મારે ચર્ચા નથી કરવી મારે દુબઈ જવું છે એટલે જવું છે બસ આ મારો ફાઈનલ નિર્ણય છે”

“તારો છે કે મુમતાઝ નો ?”

“ભાઈ આમ વાતવાત માં મુમતાઝ ને વચ્ચે ના લઇ આવો, મેં લવ મેરેજ શું કર્યા, તેમાં તો તમે વાતવાત માં ઉધડા લઇ લો છો, “

હજુ હું બોલવા જ જતો હતો ને અબુ એ મને ચુપ રહેવા ઇશારો કર્યો, અસલમ ગુસ્સા માં છણકો કરી અને બેડરૂમ માં જતો રહ્યો, મેં પણ પડતું મુક્યું, ટીવી નું વોલ્યુમ વધાર્યું જ હતું ને અમીના ફોનની રીંગ વાગી, સમીરા ના અબુ નો ફોન હતો, અમી એટલું ભણેલા નહી પણ ફોન નું ડીસ્પ્લે જોઈ ને ખબર પડી જતી કે કોનો ફોન છે, રૂકસાના એ અમીને ફોન આપ્યો હતો ત્યારે બધા ના નંબર સેવ કરી આપ્યા હતા, અમી એ વાગતી રીંગ એ ફોન અબુ ને આપતા કહ્યું,

“સાંભળો છો, તમારો ફોન છે”

અબુ ફોનપર વાત કરતા કરતા બહાર લોબી માં જતા રહ્યા હું ટીવી જોવા લાગ્યો, દસ મિનીટ જેવી વાત ચાલી, અબુ એ ફોન કાપતા જ મને કહ્યું, “તારી નિકાહ ની તારીખ માટે પુછતાં હતા, આવતા અઠવાડિયા માં ગોઠવવા નું કહેતા હતા, પૂછતાં હતા કે તમારી તૈયારી છે ને ?”

“તો શું કહ્યું તમે ? “ “હા આપણે મહિના ની વાત કરી હતી તે મહિના ઉપર થયું, એક જવાબદારી પૂરી થાય ને ?” અબુ આટલુજ બોલ્યા ને મુમતાઝ અને અસલમ બન્ને બહાર આવી ગયા, અને મુમતાઝ વચ્ચે જ તાડૂકી,

“હા સલીમભાઈ અને રૂકસાનાદીદી માટે તમારી પાસે બધી તૈયારી છે, અસલમ માટે અને મારા માટે કંઇજ નહી ? શું હું અને અસલમ આ પરિવાર ના સદસ્ય નથી ?”

“મુમતાઝ તમને કોઈએ નહોતું કહ્યું મુંબઈ થી અહી પાછું આવવાનું, અને આમ નાનીનાની વાત માં મતભેદ ઉભા કરવા હોય તો તમે લોકો જઈ શકો છો” મેં કહ્યું,

“કેમ અમે કેમ જઈએ અહી થી? જાય અમારા દુશ્મન, સમજ્યા ? અસલમ તું કેમ કશું બોલતો નથી ? તને અને મને અહી થી નીકળી જવા કહેવાઈ રહ્યું છે !”

“જો મુમતાઝ અહી કોઈ દુશ્મન નથી, બધું થઇ જશે અને આ આપણા ફેમીલી નો છેલો પ્રસંગ છે, તો શું અમાને બચ્ચાઓ માટે કૈંક કરવા અરમાન ન હોય ?” અબુ એ કહ્યું,

“હા તો અસલમ ને દુબઈ જવું છે કૈંક કરી બતાવવું છે તો તેના માટે તમને વિચાર નથી આવતો ?” મુમતાઝ એ કહ્યું,

“અસલમ ને દુબઈ નહી અમેરિકા જવું હોય તો ભલે જતો, પણ પોતાના બલબુતા ઉપર, સમજી ?”મેં કહ્યું,

મુમતાઝ જોર થી પગ પછાડી અને રૂમ માં જતી રહી, અસલમ પણ તેની પાછળ પાછળ રૂમ માં જતો રહ્યો, થોડી વાર માં મુમતાઝ પોતાની બેગ ભરી અને બહાર નીકળી, અસલમ એ મુમતાઝ ને રોકવા કોશીષ કરી પણ મુમતાઝ ટસ ની મસ ન થઇ, જતા જતા મુમતાઝ અસલમ સામે જોઈ ને બોલી, “ નથી આવવું ને તારે મારી સાથે ?”

“ક્યાં જઈશું ?” અસલમ એ કહ્યું

“ક્યાય પણ જઈશું સડક પર રહીશ પણ આ ઘર માં હવે એક મિનીટ પણ નહી રહું “

અસલમ પણ રૂમ માં જતો રહ્યો ને પોતાની બેગ તૈયારી કરી અને મુમતાઝ સાથે નીકળવા તૈયાર થયો,

મેં ખુબ સમજાવ્યો પણ અસલમ એક નો બીજો ના થયો, જતા જતા બબડ્યો, “બસ સલીમ ઘણું થયું હવે હું પણ અહી નહી રહી શકું “

અમી અબુ એ પણ કોશિષ કરી પણ અસલમ ન સમજ્યો અને બન્ને નીકળી ગયા, મેં પણ પડતું મુક્યું મને લાગ્યું કે અસલમ મુમતાજ ની વાત માં આવી ગયો હોય, બહાર જઈ ને રહેશે ને શાન ઠેકાણે આવશે તો પોતે પાછો આવી જશે, અબુ હતાસ થઇ ને હોલના બેડ પર સુઈ ગયા અમી સોફા પર સુનમુન બેસી ગઈ, રૂકસાના પણ સુનમુન અમી ના ખોળા માં માથું રાખી ને સુતી હતી, ઘરમાં એક ગમગીની નો માહોલ પ્રસર્યો, અબુ અંદર અંદર રડી રહ્યા હતા,

મને પણ અંદર અંદર ખુબ ગુસ્સો આવી રહ્યો હતો, હું ઘર ની પરિસ્થિતિ કળી ગયો, તો પણ મને સમજમાં નહોતું આવતું શું કરવું? મેં અબુ ને કહ્યું , “અમી અબુ તમે શા માટે ચિંતા કરો છો? એ ઘરેથી કીધા વગર તો નથી ગયો ને ?” અને અહી થી બીજે ક્યાય નહી જાય હું રાત્રે ફોન કરી ને સમજાવવા કોશિશ કરીશ તમે ફિકર નહિ કરો”

થોડી વાર માં બધું નોર્મલ થયું, મેં અમી ને કહ્યું, “અમી જોરદાર ની ભૂખ લાગી છે કૈક ખાવાનું આપ ને”

અમી અને રૂકસાના રસોડા માં જતા રહ્યા, મેં ટીવી ચાલુ કરી અને અબુ ને જગાડ્યા અબુ થોડા સ્વસ્થ થયા, એટલે મેં અબુ ને પણ સમજાવ્યા ને કહ્યું, “અબુ મારા નિકાહ થઇ જાય એટલે જો અસલમ ને આપણા નવા ઘર માં રહેવા જવું હોય તો પણ છૂટ છે અને અહી રહેવું હોય તો ભલે અહી રહે થોડા દિવસ માં બધું સારું થઇ જશે, તો પણ અબુ ના ચહેરા પર થી ચિંતા ના ભાવ તો રહ્યા જ, અબુ એ કણસતા અવાજ માં કહ્યું,

“બેટા સલીમ ઔલાદ નું દુ:ખ તો જયારે માથે પડે ત્યારે ખબર પડે, તમારી ઔલાદ થશે ત્યારે તમને ખબર પડશે.”

“હા અબુ એ વાર્યો નહી વરે હાર્યો વરસે, સમય જ દવા છે, , ધીરે ધીરે તેને વાસ્તવિકતા નું ભાન થશે ને બધું સારું થઇ જશે.”

“પણ વાસ્તવિકતા નું ભાન ક્યારે થશે, બધું ઊંધું વળી જશે ત્યારે ?”

“ના અબુ એવું નહી થાય તમે ચિંતા નહી કરો હું રાત્રે શાંતિ થી ફોન કરી ને અસલમ ને સમજાવીસ”

જમવાનું તૈયાર થયું બધા ગમગીની ભર્યા વાતાવરણ માં જમી તો લીધું પછી મોડે થી મેં મુમતાઝ ના ફોન પર ફોન કર્યો, એક રીંગ વાગી ને ફોન કપાઈ ગયો, મેં ફરી રીંગ કરી ફરી કપાઈ ગયો, મેં ત્રીજી વાર કરી તો મુમતાઝ એ ફોન ઉપાડતા ની સાથેજ કહ્યું , “હવે અહી તો સુખે થી રહેવા દયો “

“અસલમ ને ફોન આપ “ મેં કહ્યું,

“અસલમ ને વાત નથી કરવી.”

“આ વાક્ય મારે અસલમ ના મોઢે થી સંભાળવું છે.”

“મેં કહ્યું ને અસલમ ને વાત નથી કરવી.” મુમતાઝ એ કહ્યું, ને સામેથી ફોન કપાઈ ગયો,

રાત્રે અબુ અને અમી ને ઊંઘ નહોતી આવતી બન્ને એક એક સ્લીપિંગ પિલ્સ ખાધી, મને તો ત્યારે ખબર પડી કે અમી અને અબુ સ્લીપિંગ પિલ્સ ખાય છે, આ અંગે મેં રૂકસાના ને પૂછ્યું,

“રૂકસાના અમી અને અબુ આ ઊંઘ ની ગોળી ક્યારથી ખાય છે?”

“ભાઈ જ્યાર થી અસલમ અને મુમતાઝભાભી અહી આવ્યા ત્યારથી”

“ઓહ પણ તારે મને તો કહેવું જોઈએ ને?”

“શું કહું તમને, મુમતાઝ ની રોજ ની કચકચ મને આ નથી ફાવતું ને મને પેલું નથી ફાવતું, તમે પણ તમારા કામ માં વ્યસ્ત હોવ તમને ક્યાં ટેન્સન આપવું ? અને અસલમ ને કઈ કહેવાનો મતલબ જ નથી, મુમતાઝ વાતવાત માં તેના અબુ ની અને ભાઈ ની ધમકી તો આપતી જ, પણ જગડો ન થાય તે માટે અમે તમને નહોતા કહેતા.”

જો કે પછી મને પણ પ્રશ્ન થયો કે જયારે મુમતાઝ એકસાથે દસ ઊંઘની ગોળી ખાઈ ગઈ તી ત્યારે મને કેમ યાદ ના આવ્યું, ?મને હવે ખુબ ગુસ્સો આવી ગયો હતો, અસલમ પણ આ બાબતે બેદરકાર નીકળ્યો, એકવાર તો એવો વિચાર પણ આવ્યો કે હવે ઘરે પાછો આવે તો પણ સાલા ને લાફો મારી ને કાઢી મુકું, હું તો સવાર માં નોકરી પર નીકળી જાઉં પછી ઘરે શું થતું હોય તેની મને થોડી ખબર હોય?”

બીજા દિવસે સવારે હું ઓફીસ માટે નીકળ્યો, ગંગામાસી એ મને બોલાવી બાજુમાં બેસવા કહ્ય, હું તેમની પાસે ખાટલા પર બેઠો ગંગામાસીએ મારા માથાપર હાથ ફેરવતા કહ્યું .

“બેટા સલીમ બધાને એક કરવા ની કોશિષ માં તું તારું ધ્યાન રાખજે “

“જી માસી હું મારાથી બનતી કોશિષ કરું છું પણ ના સમજે તો હું પણ શું કરું ?”

“ભલે બેટા જા” મારી પીઠ થપથપાવતા કહ્યું.

હું ઓફીસ પહોચ્યો, હું મારા કામ માં વ્યસ્ત હતો, મેં સમીરા ને કેબીનમાં બોલાવી અને એકલાખ અને સાઈઠ હજાર ની લોન માટે ફોર્મ ભરવા કહ્યું, સમીરા મારી સામે બેસી ફોર્મ ભરી રહી હતી ને મારા ફોન ની રીંગ વાગી, “હેલ્લો “ “હેલ્લો કોણ સલીમભાઈ બોલે છે?” “ હા બોલું છું બોલો શું કામ છે ?”

“સલીમ ભાઈ હું મહિલા ની સંસ્થા માંથી વર્ષા વાત કરું છું, તમારા વિરુધ અમારી પાસે ફરિયાદ આવી છે, તમે તમારી વહુ ને માનસિક અને શારીરિક ત્રાસ આપી અને ઘર માં થી પહેરેલા કપડા માં કાઢી મૂકી છે, અને બળજબરી થી ગર્ભપાત કરાવ્યો છે, તમારે તેનું નિરાકરણ લાવવા બે દિવસ માં અહી હાજર થવું પડશે, ”

મને ખુબ ગુસ્સો આવી ગયો હતો પણ હું ગુસ્સો પી ગયો અને મેં જવાબ આપ્યો “મેડમ અગર હું ના આવું તો ?” “તો પીડિત મહિલા દાદ માગવા પોલીસ સ્ટેસન માં જઈ શકે છે, અમારી સંસ્થા નું કામ એજ છે પોલીસ સ્ટેસન ની બહાર સમાધાન કરાવવાનું તમે આવો તો સારું પછી તમારી મરજી, હું અમારી સંસ્થા નું એડ્રેસ મોકલાવું છું ”

સામે થી ફોન કપાઈ ગયો, અને એકજ મિનીટ માં ફોન પર એસ એમ એસ આવ્યો, સમીરા સામે જ બેઠી બધું કળી ગઈ હોય એવા ભાવ માં પૂછ્યું, “શું થયું સલીમ હવે કયું નવું નાટક છે મુમતાઝ નું ?”

હું હજુ સમીરા ને કઈ કહેવા જ જતો ને ફરી મારા ફોન ની રીંગ વાગી, રૂકસાના નો ફોન હતો,

“હા રૂકસાના બોલ” “ભાઈજાન હમણાં કોઈ મહિલા ની સંસ્થામાંથી ફોન આવ્યો હતો, મુમતાઝ એ ફરિયાદ કરી છે”

“હા રૂકસાના અમી અબુ ને ખબર છે ?” “હા અબુ સાથે જ વાત કરી અને વાત કર્યા પછી અબુ ની તબિયત ખરાબ થઇ ગઈ છે તમે જલ્દી આવો,

હું કઈ પણ વિચાર્યા વગર કે સમીરા ને કહ્યા વગર ઓફીસમાંથી બહાર આવી પાર્કિંગ માં પડેલી કાર પાસે આવી કારની ચાવી કાઢવા ખિસ્સા માં હાથ નાખ્યો, ને સમીરા સામે આવી ને મને ચાવી હાથ માં આપતા કહ્યું,

“ચાવી ટેબલ પર પડી હતી, પણ થયું શું એ તો બોલ ?”

“કઈ નહી રસ્તા માં વાત કરીશું હમણાં તું કાર માં બેસીજા”

મેં કાર સ્ટાર્ટ કરી અને જવા દીધી સમીરા ને રસ્તા માં બધી હકીકત જણાવી, અમે ઘેર પહોંચ્યા જ હતા અને અમને સામે એમ્બ્યુલન્સ આવી અમે ઘેર પહોંચ્યા તો ગંગામાંસી એ જણાવ્યું કે હમણાજ અબુ ને હોસ્પિટલ માં લઇ ગયા, હું અને સમીરા તુરંત જ હોસ્પિટલ પહોંચ્યા, અબુ ને આઈ સી યુ માં રાખ્યા હતા, સમીરા અમી અને રૂકસાના બહાર બેઠા હતા ત્યાં ગઈ અને હું સીધો ડોક્ટર ની ચેમ્બર માં ચાલ્યો ગયો, ડોક્ટર બીજા દર્દી ને સમજાવતા મને બેસવા ઇશારો કર્યો, હું બેસી ગયો, બીજા દર્દી ના જતા જ ડોક્ટર સાહેબ એ મારી સામે જોઈ ને કહ્યું, ” મિસ્ટર સલીમ તમારા અબુ ને આ બીજો હુમલો છે”

“જી ડોક્ટર સાહેબ”

ડોક્ટર સાહેબ પ્રીસ્ક્રીપ્સ્ન પેપર પર લખતા લખતા કહ્યું,

“હાલ તો નોર્મલ છે તો પણ ચોવીસ કલાક ઓબ્જર્વેસન માં રાખવા પડશે”

ડોક્ટર સાહેબે પ્રીસ્ક્રીપ્સ્ન નો કાગળ મને આપતા કહ્યું, “લ્યો હમણાં આ દવા લઇ આવો “

હું કાગળ લઇ ને બહાર આવ્યો, મેડીકલ સ્ટોરમાં દવા નો કાગળ આપ્યો તે મેડીકલ વાળો એક પછી એક દવા ટેબલ પર મુકતો હતો અને હું બસ વિચાર માં ખોવાયેલો હતો કે, મારા ધબકારા વધી ગયા હતા, મારા ઉપર ખૂન સવાર થઇ ગયું હતું, મેડીકલ વાળો મને દવા સમજાવી રહ્યો હતો પણ મારું મગજ કામ નહોતું કરતુ, રૂકસાના મારી પાસે આવી, મેં રૂકસાના ને દવા કેવી રીતે લેવાની છે તે સમજવા કહ્યું, મેડીકલ વાળો રૂકસાના ને સમજાવી રહ્યો હતો, હું સમીરા અને અમી જ્યાં બેઠા હતા ત્યાં જઈ ને બેસી ગયો, થોડી વારે ઉભો થઇ ને બાલકની ની બારી પાસે જઈ ને ઉભો રહી ગયો, ફરી આમ તેમ આંટા માર્યા, શું કરું અસલમ ને ફોન કરું ? ફરી મુમતાઝ ઉપાડશે તો? ના ફોન તો કરવો જ પડશે, મેં ખિસ્સા માં થી ફોન કાઢી મુમતાઝ ના ફોન પર ફોન કર્યો, પહેલા ની જેમજ મુમતાઝ એ બે વખત ફોન કાપી નાખ્યો, ગુસ્સો તો એવો આવ્યો કે ખબર પડે કે ક્યાં છે તો સાલા ને ડંડા થી રીપેર કરું, ફરી ફોન કર્યો, મુમતાઝ એ ઉપાડતા જ કહ્યું.

“હવે શું છે તમને ? એકવાર કહ્યું ને કે અસલમ ને વાત નથી કરવી તમારી સાથે”

“તમને જોઈએ શું એ બોલ મુમતાઝ” મેં કહ્યું.

“મને પહેલા બે લાખ રૂપિયા જોઈતા હતા, પણ હવે મારો પ્લાન ફરી ગયો છે મારે પણ અસલમની સાથે દુબઈ જવું છે મને ચાર લાખ રૂપિયા જોઈએ બસ”

“હા મળી જશે ખાલી એકવાર અસલમ થી વાત કરાવ.”

મુમતાઝ એ અસલમ ને આવાજ આપતા કહ્યું “જોયું ને આમ નાક દબાવ્યું તો હવે ચાર લાખ રૂપિયા આપવા પણ તૈયાર થઇ ગયા, લે વાત કર” સામે થી અસલમ નો આવાજ આવ્યો.

“હા સલીમ ક્યારે આપો છો બે લાખ ? ”

ફોન માં વચ્ચે ધીમો ધીમો મુમતાઝ નો આવાઝ આવ્યો “બે લાખ નહી ડોબા ચાર લાખ”

મને અંદર અંદર ખુબ ગુસ્સો આવી રહ્યો હતો, કે સાલા ને પરિસ્થિતિ ખબર નથી ને બ્લેકમેલ કરે છે, આવું તો માફિયા પણ નથી કરતા, સાલો બગડી ગયો, , હાથ માં થી નીકળી ગયો,

“અસલમ અબુ ને સીટી હોસ્પિટલ માં દાખલ કર્યા છે, અબુ ને જોવા પણ નહી આવે?”

“હે... શું થયું અબુ ને ...હું હમણાં જ આવું છું, ”

હું હોસ્પિટલ ની બાલકની માં પાસે ઉભો હતો અડધો કલાક પછી મુમતાઝ અને અસલમ રીક્ષા માંથી ઉતર્યા,

મુમતાઝ એ જીન્સ પહેર્યું હતું, ઘર માં જીન્સ પહેરવાની મનાઈ હતી, અબુ થોડા રૂઢીચુસ્ત હોવાથી એ બાબત નું અસલમ ધ્યાન રાખતો, ઘર માં જીન્સ નહોતો પહેરવા દેતો, મને સમજમાં નહોતું આવતું કે બન્ને મારી સામે આવશે તો હું શું કરીશ, વિચાર તો ઘણા બધા આવી ગયા, કે હોસ્પિટલ માં જ સાલા ને એક લાફો ચોડી દઉં, પણ તે જે કરી રહ્યો હતો તેમાં મુમતાઝ નું પરિબળ કામ કરતુ, અસલમ એ આવતા જ પૂછ્યું,

“શું થયું અબુ ને ?”

“કેમ તને ખબર નથી ? કેમ કરતા થયું તે પણ ખબર નથી ?”

વચ્ચે જ મુમતાઝ બોલી, “સલીમભાઈ અમે અહી અબુ ની તબિયત પૂછવા આવ્યા છીએ તમારી ભડાસ સાંભળવા નહી”

“મુમતાઝ તને પહેલા પણ કીધું છે કે હું અને અસલમ વાત કરતા હોઈએ વચ્ચે નહી બોલવાનું, ”

મુમતાઝ કૈક બોલવા જતી હતી અસલમ એ મુમતાઝ ના ખભા પર હાથ મૂકી ને ચુપ રહેવા ઈશારો કર્યો, ત્યાં વચ્ચે જ સિસ્ટર એ આવી અને મને એક કાગળ પકડાવ્યો અને કેશ કાઉન્ટર પર દસ હજાર રૂપિયા જમા કરાવવા કહ્યું,

“અસલમ આપણે પછી વાત કરીએ, મારે નીચે એ ટી એમ માં પૈસા કઢાવવા જવું પડશે”

હું પંદર થી વિસ મિનીટ માં પૈસા કઢાવી ને આવ્યો, કેશ કાઉન્ટર પર દસ હજાર જમા કરાવ્યા અને અમી પાસે ગયો, અમી સુનમુન બેઠી હતી, રૂકસાના અને સમીરા અમી ની બાજુ માં બેઠી હતી, અસલમ અને મુમતાઝ લોબી માં ઉભા ગપસપ કરતા હતા, થોડી વાર પછી હું ઉભો થયો અને અસલમ અને મુમતાઝ પાસે ગયો અને અસલમ ને કહ્યું, “અત્યારેજ વાત કરવી છે કે સવારે અબુ ને રજા મળી જાય તેની રાહ જોવી છે ?”

વચ્ચે જ મુમતાઝ બોલી, “અત્યારે જ”

“મુમતાઝ હું અસલમ સાથે વાત કરી રહ્યો છે, અને હોસ્પિટલ ની અંદર મને તમારી અસલી ઔકાત બતાવવા મજબુર ન કરો તો સારું છે.”

“જોયું અસલમ મેં તને પહેલાજ કીધું હતું આમના ઉપર તો કેશ ઠોકી દેવો જોઈએ , હજુ શાન ઠેકાણે નથી આવી ” મુમતાઝ એ કહ્યું,

અમી, રૂકસાના અને સમીરા અમારી વાતચીત ન સાંભળે એની હું તકેદારી રાખતો હતો અને મુમતાઝ મને ઉક્સાવવા કરતી હતી, મેં દાંત કચકચાવી અસલમ અને મુમતાઝ સામે જોતા કહ્યું, ,

“અસલમ ટૂંક માં સાંભળી લે, અત્યારે મારું ઠેકાણે નથી અને હું કૈંક કરી બેસીશ, સવારે અબુ ને રજા મળી જાય પછી તું ઘરે આવ, જો શાંતિ થી વાત કરવી હોય તો તું એકલો આવજે આ તારી પૂછડી ને સાથે ના લઇ આવતો, અને તારી પૂછડી ને કહી દે કેશ કરવો હોય તો કરી નાખે, મુંબઈ માં ગેરકાયદેસર ગર્ભપરીક્ષણ કરાવી આવી એના અને ગર્ભપાત કરાવી આવી તેના પુરાવા છે મારી પાસે, મુમતાઝ ને અને તને જેલ ના સળિયા ગણતા કરવા માં મને સેકન્ડ પણ નહી લાગે, અને વિશ્વાસ ના આવતો હોય તો રજાક થી વાત કરી લેજે, એ ડોક્ટર ને જેલમાં ધકેલવા માં મારો જ હાથ છે, યાદ આવ્યું? તારી પાસે થી જ એ ડોક્ટર નું સરનામું મેળવ્યું તું, ચબરખી માં, એ મુમતાઝ ના હેન્ડરાઈટીંગ વાળી ચબરખી પણ મારી પાસે પડી છે, ”

મારી ધમકી કામ કરી ગઈ, મને બન્ને ની આંખ માં ભય જોવો હતો, અને એ મને દેખાયો, બન્ને ચુપચાપ સાંભળી રહ્યા હતા,

“હવે તમે લોકો અહી થી જાવ છો કે હું નીચે સુધી મુકવા આવું ? અને હા, , પેલી મહિલા વાળી સંસ્થા માંથી ફોન નહી આવે ને ?”હું આટલુજ બોલ્યો હતો અને બન્ને જણ પીઠ ફેરવી અને પાછું જોયા વગર ચાલ્યા ગયા.,

ક્રમશઃ આવતા ગુરુવારે......