વિષ વેરણી - ભાગ .૧ NILESH MURANI દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિષ વેરણી - ભાગ .૧

વિષ વેરણી ભાગ ૧.

Nilesh Murani.

પ્રસ્તાવના

“વિષ વેરણી” એક કાલ્પનિક વાર્તા છે,વાર્તા માં સમાયેલા નામ,સ્થળ,ઘટના, બધી જ ઘટના ઓ કાલ્પનિક છે., વિષ વેરણી માં એક પરિવાર માં આવતા અવનવા ઉતાર ચઢાવ અને ઘટનાઓ વિષે જાણવા વાચતા રહો., “વિષ વેરણી”

***

હું બાથરૂમ માંથી નાહિ ને બહાર નીકળ્યો , અમી પોતું કરી અને રસોડા માં જઈ રહી હતી, મને મોટે થી આવાજ આપ્યો,

” જોજે સલીમ લપસી ના પડતો મેં હમણાં જ પોતું કર્યું છે,”

હું બેડરૂમ માં ગયો, પ્રેસ કરેલ કપડા બેડ ઉપર જ પડ્યા હતા, મેં કપડા પહેરતા પહેરતા અમી ને કહ્યું, “અમી નાસ્તો તૈયાર છે?” “હા તારું ટીફીન પણ તૈયાર છે”

મારે મોડું થઇ ગયું હતું, એટલે હું ઉતાવળે રોટલી નો રોલ કરી અને ચાય સાથે ખાવા માંડ્યો,

“આરામ થી બેટા, ઉતાવળ નહી નાસ્તા માં, ગળા માં અટકાઈ જશે” અમી એ કહ્યું.,

રૂકસાના ના ગયા પછી અને હું જોબ પર લાગ્યો ત્યારથી બધા સાથે મળી અને જમવા નું કે નાસ્તો કરવા નું હવે એક સપના જેવું થઇ ગયું હતું., મને ઘણી વખત યાદ આવે કે હું જમવા બેસવા ની તૈયારી કરતો હોઉં અને અમી ફ્રીજ માં થી એક વાટકી દહીં કાઢી અને કહે, કે આટલું જ દહીં છે એટલે એક વાટકી દહીં માટે રૂકસાના અને અસલમ બાખડી પડતા, અને ત્યાં સુધી માં હું ચુપ ચાપ નીચે જઈ અને એક દહીં નું પેકેટ લઇ ને આવું ત્યારે તે બન્ને નો ઝગડા એ વિપરીત સ્વરૂપ લઇ લીધું હોય,,અસલમ કહેશે તું ખાઈ લે મારે નથી ખાવું ,અને રૂકસાના કહેશે તું ખાઈ લે,,ક્યારે ક તો અબુ પણ એમના જેવા જ થઈ જતાં, ખાસ રવિવાર નો દિવસ એટલે કેરમ રમવાનો દિવસ રમત ચાલુ કરતા પહેલા જ રૂકસાના હમેશા ચેતવણી આપતી રહેતી, “જો અસલમ ,સલીમ, અબુ ચીટીંગ કરસો તો મારે નથી રમવું”

ઉતાવળે નાસ્તો અને ચાય પીધી અને ટીફીન લઇ અને હું બહાર નીકળી અને પગથીયા ઉતરતો હતો સામે અસલમ આવ્યો, અસલમ મારો નાનો ભાઈ, એક સારો મિત્ર પણ કહી શકું કારણ કે તેની સાથે હમેસા એક મિત્ર ની જેમ જ વ્યવહાર કર્યો છે, તે રોજ સવારે બગીચા માં જોગીંગ કરવા જાય, “કેમ ભાઈ મોડું થયું ને આજે પણ? સાંજે મળજે વાત કરીએ,” અસલમ એ કહ્યું,

“ સાંજે હું આવી જાઉં પછી મળીયે,” “હા વાંધો નહી ભાઈ સાંજે, હું રાહ જોઇશ,”

નીચે પાર્કિંગ માં મારી બાઈક હતી મેં ઉતાવળે બાઈક માં કપડું માર્યું અને કિક મારી, બાજુ વાળા ગંગા માસી ખાટલો ઢાળી ને માળા ફેરવતા આડા જ બેઠા હતા રોજ ની જેમ, એટલે તેમને હટી જવા ઇસારો કર્યો, તે ઉઠી અને મને રસ્તો કરી આપ્યો અને હું નીકળી ગયો, રોજ ની જેમ સમીરા મારી રાહ જોઈ અને ઉભી હતી એટલે મેં બાઈક ઉભી રાખી અને તે બેસી ગઈ અને અમે નીકળી ગયા, સમીરા અને હું એકજ દિવસે એકજ ઓફીસ માં નોકરી જોઈન કરી હતી અને ત્યારથી અમો એકબીજાને ઓળખતા,

અસલમ કોલેજ ના ત્રીજા વર્ષ માં હતો, હું બી.એ. પૂરું કરી અને નોકરી માં લાગી ગયો હતો, આમ તો અબુ ની આવક માં થી ઘર ચાલી જતું, થોડી ઘણી બચત કરી હતી, અબુ હમેશા કહેતા કે બસ રૂકસાના ના નિકાહ થઇ જાય એટલે મારું ટેન્સન હળવું થઇ જાય, હું એક ફાઈનાન્સ કંપની માં હિસાબનીશ ક્લાર્ક તરીકે નોકરી કરતો, અને અબુ પાસે એમ્બેસેડર કાર હતી તે ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ માં ચાલતી,મોટી બહેન ને પરણાવી દીધી હતી, સૌથી નાની બહેન રૂકસાના મુંબઈ માં સ્થાઈ થઈ ગઈ હતી, ત્યાં બ્યુટીપાર્લર નું શિખી અને ત્યાંજ સારી જોબ મળી ગઈ એટલે ત્યાંજ હોસ્ટેલ માં રહેતી, બસ અમી અને અબુ ને તેની હંમેશાં ચિંતા રહેતી, અબુ હમેસા કહેતા કે બસ રૂકસાના ના નિકાહ થઇ જાય એટલે હું નિવૃત, રૂકસાના હજુ અઢાર વર્ષ ની જ હતી, અને તે પણ જોબ કરતી, પોતાના ખર્ચા કાઢી લેવા ઉપરાંત અમી ના ખાતા માં હર મહીને પૈસા મોકલાવતી. અબુ ના કહેવાથી હું એક ફ્લેટ ની સ્કીમ માં હર મહીને પૈસા ભરતો, આ બાબતે મને અને અબુ ને જ ખબર હતી, અબુ હમેશા કહેતા કે બચત ભલે ધીરે ધીરે થાય પણ મુસીબત ના સમયે તે ખુબજ મોટી લાગે છે.

પરિવાર માં એક જ સભ્ય અસલમ હતો જેનો અભ્યાસ ચાલુ હતો, એટલે તેના પ્રત્યે ઘરના બધા જ સભ્યો ને ખુબજ ઉત્સાહ માં હતો, કે બસ અસલમ ને મોટો ઓફિસર જ બનાવવો છે, ભલે ગમે તેટલો ખર્ચ આવે, દસ વર્ષ થી હાઉસિંગ બોર્ડ ના જુના મકાન માં રહેતા બીજા માળે નાનું એવું મકાન હતું, એક બેડરૂમ, હોલ અને કિચન, સાંજે હું જોબ પર થી પરત આવ્યો ત્યારે અસલમ કોલોની ના ઓટા ઉપર બેસી ને વાજું વગાડતો અને સામે ના ઘર ની અગાસી પર મુમતાઝ ઉભી હતી, અને બાજુ માં ગંગામાસી ખાટલા પર બેઠા બેઠા માળા ફેરવતા, અસલમ એ મને જોઈ ને વાજુ ખીસા માં મૂકી દીધું, મેં ઉપર નજર કરી તો મુમતાઝ પણ ચાલી ગઈ હતી,

“ભાઈ આવે છે ને તું નીચે? ,” હા હું થોડો ફ્રેશ થઇ ને આવું છું” મેં કહ્યું.

હું ફ્રેશ થઇ અને નીચે આવ્યો અસલમ ફરી વાજુ વગાડતો હતો અને મુમતાઝ એજ સ્થિતિ માં અગાસી ઉપર ઉભી હતી તે મને જોઈ ને જતી રહી.

“હું આવું તો કેમ જતી રહે છે? શું હું એને નથી ગમતો?”

“ના એને હું ગમું છું” “ ઓહ તો એમ વાત છે, બોલ શું કામ હતું”

“ભાઈ તું નિકાહ કરી લે ને”

“કોની સાથે મારે તો તારા જેવું કોઈ સેટિંગ પણ નથી” મેં હળવી મજાક કરી.

“કેમ ભાઈ આટ આટલી છોકરીઓ ના વાલીદ ની સામે થી ઓફર આવે છે અમી અબુ પાસે પણ તું ક્યાં હા પાડે છે ? ભાઈ!, તું ક્યાંક તો ડોકું ધુણાવ તો મારો કૈંક મેળ પડે,

“ભાઈ દિલ માં ઉતરે એવી કોઈક મળવી તો જોઈએ ને?,

“ ભાઈ હવે આ મુમતાઝ બહુ ઉતાવળ કરે છે, ભાગી જવાની વાત કરે છે”

“પાગલ છે શું તું?, આવું ના કરીશ તને ખબર તો છે કે, ક્યાં આપણે અને ક્યાં તેઓ!,તેઓ કરોડો માં રમે છે” અને આપણે મિડલ ક્લાસ,

“તો પણ રહે છે તો આપના જેવા મકાન માં જ ને?”

“એ તો પોશ વિસ્તાર માં મોટો બંગલો મૂકી ને અહી રહેવા આવ્યા છે, મુમતાઝ ને કોલેજ બાજુમાં થાય એટલે” મેં કહ્યું, “એ મારે કંઈ નથી જાણવું બસ મને એ ગમે છે, પણ તું મોટો ભાઈ છો એટલે હું તારા નિકાહ ના થાય ત્યાં સુધી કઈ ના કરી શકું”

“ તારા નિકાહ થઇ જાય તો હું આ મુમતાઝ સાથે ભાગી જાઉં”

“એવા કામ નહી કરવાના ભાઈ, અહી અમી અને અબુ નું નામ ડુબાડવું છે તારે? અને હજુ રૂકસાના નું પણ ગોઠવવાનું છે, તને એની કઈ ચિંતા ખરી?”

અસલમ ને મારી વાત સમજ માં આવી ગઈ હોય તેવું મને લાગ્યું, સાંજ નો સાડા સાત વાગ્યા નો સમય હતો અને અસલમ આવ્યો મારી પાસે “ ભાઈ તારો ફોન આપ ને” ઘર માં ફોન એક મારી પાસે જ હતો તે પણ કંપની એ આપ્યો હતો,

“કેમ કોને ફોન કરવો છે ?” કોઈ ને નહિ મિસ્સ કોલ કરવો છે” એમ કહી ને તે ફોન લઈ અને છત પર ચાલ્યો ગયો,

અડધો કલાક રહી ને ફોન પાછો આપી ગયો, એટલે મેં બેલેન્સ ચેક કરી તો પૂરી ૪૪.૬૫ ની હતી જે પહેલા પણ એટલીજ હતી. મેં કોલ લોગ ચેક કર્યો તે પણ ડીલીટ મારી દીધો હતો.

આવું અઠવાડિયા સુધી ચાલ્યું એટલે મેં મોકો જોઈ અને અમી અને અબુ ને આ અંગે વાત કરી. આશ્ચર્ય તો મને ત્યારે થયું કે અમી અને અબુ એ પણ મને એજ વાત કરી, કે અમને તો આ વાત ની છેલ્લા છ મહિના થી ખબર છે, અમે અસલમ ને સમજાવી સમજાવી અને થાકી ગયા છીએ, હવે તું જ સમજાવ, આ મુમતાઝ દિવસ માં ચાર વખત ઘરે આવે છે બહાના બનાવી ને, પાણી આવ્યું? તમારે લાઈટ છે? તમારેફલાણું ચેનલ આવે છે આંટી?

એક દિવસ સાંજે હું જોબ પર થી આવ્યો એટલે હું અને અસલમ ઓટા ઉપર બેઠા હતા મેં અસલમ ને કહ્યું’

“હું આવું છું કાલે તારી કોલેજ માં મારે મુમતાઝ ને મળવું છે”

“કેમ શું કામ છે ભાઈ મુમતાઝ નું તારે?” વાત કરવી છે બસ’ એને સમજાવવી છે”

“શું સમજાવીશ ભાઈ મેં બધી કોશિષ કરી લીધી”

“ઓહ તો આગ સામે છેડે થી લાગી છે એમ ને?”

“હા ભાઈ તેને ઘર માં બહુ ટોર્ચર કરે છે, તેના અબુ અને તેનો ભાઈ,ઘરે થી કોલેજ અને કોલેજ થી ઘરે હજાર સવાલ કરે છે થોડું મોડું વહેલું થાય તો, તું જુવે છે ને મુમતાઝ કોલેજ સિવાય બીજા કોઈ કામથી બહાર નીકળે છે?”

“ભાઈ મને તો એવું નથી લાગતું, આપની રૂકસાના ની સરખામણી માં તો તે ઘણી આઝાદ છે. “

“ભાઈ તું મારી સામે દલીલ ના કર હવે તો સવારે કોલેજ માં આવી જ જા તું સીધી વાત કર મુમતાઝથી”

બીજા દિવસે હું સ્પેશિયલ એક દિવસ ની રજા મૂકી અને કોલેજ માં ગયો, આમ તેમ બધે મુમતાઝ ને ગોતી તો મળી નહી, પણ અસલમ મળી આવ્યો, એટલે મેં અસલમ ને કહ્યું.

“ચલ ક્યાં છે તારી હિરોઈન , મળવું છે મારે.,”મારી વાત સાંભળી ને અસલમ થોડો ગભરાઈ ગયો હતો., હવે શું થશે, તેવો ભાવ તેના ચહેરા પર સાફ દેખાઈ રહ્યો હતો.

“ભાઈ મુમતાઝ સાથે શાંતિ થી વાત કરજે” અસલમ એ કહ્યું.

“કેમ તું શિખવાડીસ મને કે મારે કેમ વાત કરવી ?, જા તારી હિરોઈન ને કહી દે કે એ મારી જોડે શાંતિ થી વાત કરે, સમજ્યો ?

અસલમ ચુપ થઇ ગયો, અને મને લાઈબ્રેરી તરફ લઇ ગયો, મુમતાઝ ત્યાંજ હતી, એટલે અસલમ મુમતાઝ ને બહાર લઇ આવ્યો બંને કેન્ટીન તરફ ચાલતા થયા, અને કેન્ટીન ના ખૂણામાં ના એક ટેબલ પર બેસી ગયા, મુમતાઝ એ ટાઈટ ફીટ જીન્સ પહેરી હતી, ટાઈટ ફીટ સ્લીવ લેસ ટી- શર્ટ પહેરીયું હતું, ટી શર્ટ અને જીન્સ વચે એક ઇંચ જેટલો કમર નો ભાગ દેખાતો હતો, ઉંચા અંબોડા માં બોલપેન ફસાવી અને રાખી હતી, બન્ને ગાલ પર લાંબી લાંબી લટ્ટ લટકતી હતી, મેં તેણી ને નજીક થી આજે જોઈ તો તેની આંખો પણ મોટી મોટી અને આકર્ષક લગતી હતી, ઉચી એડી ના સેન્ડલ પહેર્યા હતા,કેન્ટીન માં ત્રણ પ્લેટ સમોસા ઓર્ડર કરતા કરતા મને બેસવા આગ્રહ કરે છે અને અંબોડા માં ફસાવેલી પેન ખેંચી અને વાળ ખુલ્લા કરી મુકે છે,,

“મુમતાઝ, સલીમ ને તારી સાથે કૈંક વાત કરવી છે, આપની કાલે વાત થઇ હતી ને?’ અસલમ એ કહ્યું, “ઓહ તો તમારી આ બાબતે પહેલા થી જ વાત થઇ ગઈ છે એમ? મેં કહ્યું.

“હા ભાઈ હું સમજી ગઈ આપ અહી મારી સાથે શું વાત કરવા આવ્યા છો, પણ હું મક્કમ છું અને હું કોઈ પણ સંજોગો માં અસલમ ને છોડવા તૈયાર નથી પછી મારે કંઈ પણ કરવું પડે.”

બસ મુમતાઝ ની વાત સાંભળી અને મને આગળ કોઈ વાત કરવા જેવું હતું જ નહિ, મુમતાઝ સમોસા ખાતા ખાતા ત્રણ સ્પ્રાઈટ ની બોટલ મંગાવે છે.પણ હું કોલ્ડ ડ્રીન્કસ નથી પીતો એમ કહી ને મેં મારી બોટલ ન ખોલવા જણાવ્યું.

“કેમ સલીમ ભાઈ કોલ્ડ ડ્રીન્કસ લ્યો ને, અમે તો રોજ પીએ છીએ તમે આજ તો પીઓ” મુમતાઝ એ કહ્યું.

અસલમ જયારે કોલેજ માટે બહાર નીકળે ત્યારે અમી તેને પચીસ રૂપિયા આપે રોજ, ક્યારેક અસલમ જીદ કરે તો અમી પચાસ કે સો રૂપિયા આપે પણ તેવું બહુ ઓછું બનતું, અથવા ક્યારેક મારી પાસે થી ચોરી છુપે લઇ જાય અને અમી કે અબુ ને ના કહેતો ભાઈ એવું કહેતો.

મુમતાઝ એ કેન્ટીન ના છોટુ ને બોલાવ્યો અને પર્સ માં થી પાંચસો ની નોટ કાઢી અને છોટુ ને આપી,

એટલે મેં પૈસા આપવા ના કહી, મેં પૈસા આપવા આગ્રહ કર્યો પણ અસલમ એ જ મને રોક્યો.

“ભાઈ તું પહેલી વાર અમારી કોલેજ માં આવ્યો છો, આજે તો અમને પૈસા આપવા દે ,”

“અમને?” આટલું કહી ને હું ઉભો થયો, કદાજ હું હજુ થોડો વધારે રોકાઇશ તો મારો સંયમ ખોઈ બેસીશ અને ગુસ્સો કરી બેસીશ એ વિચારી ને હું ઉભો થયો,

“ચલ અસલમ હું જાઉં છું” અબુ ની એમ્બેસેડર કાર લઇ ને આવ્યો છું, સર્વિસ માં આપવા ની છે, આજે છુટ્ટી રાખી તો તેનો કૈંક ઉપયોગ તો કરવો ને.? મેં કહ્યું.

અસલમ કઈ બોલે તે પહેલા જ મુમતાઝ વચ્ચે બોલી “ હેં ! સલીમ ભાઈ તમે કાર લઇ આવ્યા છો?” ચાલો આપણે ડ્રાઈવ પર જઈએ.”

મેં કંઈ જવાબ ના આપ્યો અને હું ચાલતો થઇ ગયો ત્યાંથી અને અસલમ અને મુમતાઝ મારી પાછળ પાછળ પાર્કિંગ સુધી આવ્યા., વળી અસલમ કૈંક કહેવા જતો હતો અને વચ્ચે મુમતાઝ.” સલીમ ભાઈ હું આવું તમારી સાથે, મને રસ્તા માં ઘર ના રસ્તા સુધી લીફ્ટ આપો ને પ્લીઝ.”

હું કઈ બોલું તે પહેલા કાર નો પાછળ નો દરવાજો ખોલી અને બેસી ગઈ.

હું મુંજાઈ ગયો, તેણી નું મારી સાથે નું વર્તન જોઈ ને જાણે મને ખુબ નજીક થી ઓળખતી હોય એમ. હું પણ કાર માં બેસી ગયો અને કાર સ્ટાર્ટ કરી અને જવા દીધી,

“ભાઈ આપણે પીઝા ખાઈશું?” “ના” મેં જવાબ આપ્યો. “ના ભાઈ આજે તો તમારે ખાવી જ પડશે મારા તરફ થી” “ હજુ હમણાં જ તો સમોસા ખાધા, સ્પ્રાઈટ પીધી, પછી કોઈ લીમીટ હોય ને?”

પાછલી સીટ માં થી હાથ લાંબો કરી અને મારો હાથ પકડી લીધો “ભાઈ બ્રેક કરો પ્લીઝ.”

મેં બ્રેક કરી બાજુ ના થ્રી સ્ટાર હોટલ તરફ લઇ જવા કહ્યું. એટલે મને લાગ્યું કે હજુ કૈંક વાત કરવી હશે, એટલે મેં પણ થોડો સંયમ જાળવ્યો અને હોટેલ પાર્કિંગ માં લઇ ગયો, હું કાર ને લોક કરી રહ્યો હતો એટલી વાર માં તે ઉતાવળે હોટલ ના દરવાજા તરફ પહોંચી ગઈ હતી અને મારી રાહ જોતી હતી.,

ખુબ ઉત્સાહ માં હતી તે, પણ મારો કોઈ મૂડ ના હતો, કે કોઈ આગળ વાત કરવી એ ફીફા ખંડવા જેવી વાત હતી, તે મન થી મક્કમ હતી અને અસલમ પણ.,

“ભાઈ પિઝ્ઝા ખાવી છે ને? “ના હું મસાલા ઢોસા કે ઈડલી ખાઈશ અને બીલ્ પણ હું ચુક્વીશ એ શરતે, ”

ખાવા નું મેનુ નક્કી હતું તો પણ મેનુ હાથ માં લઇ ને બેસી ગઈ ડાઇનિંગ પર, મેં વેઈટર ને બોલાવી અને ઓર્ડર લખાવી દીધો એક પીઝા અને એક મસલા ઢોસા, મેં તેના હાથ માં થી મેનુ લઇ અને ટેબલ પર મુક્યું અને સીધી મુદ્દા ની વાત જ કરી”

“મુમતાઝ તું અને અસલમ એક બીજાને કેટલા વર્ષ થી પ્રેમ કરો છો અને ઓળખો છો ?”

“છેલ્લા બે વર્ષ થી ભાઈ, સાચું કહું તો મારા અબુ પણ તમારા બન્ને ભાઈ ના વખાણ કરતા હોય છે, રોજ સવારે તમે ઉઠી અને ઘરના કામ કરતા હોવ કાર ની સાફ સફાઈ અમી અબુ ને કામ કરવા માં મદદ કરતા હોવ, એ જોઈ ને મારા અબા મારા ભાઈ ને હમેશા વઢતા હોય છે,”

“એમ ? મેં કહ્યું,

“હા એ એમજ કહેતા હોય છે કે જુવો શિખો કૈંક આમની પાસે થી માધ્યમ વર્ગ ના છે,તો પણ કેટલા ડાહ્યા અને ઘરરખા છે”

“તો શું માધ્યમ વર્ગ ના છોકરાઓ ગુંડા હોય છે? “ મેં હસતા હસતા પૂછ્યું? “ તે ખડ ખડાટ હસી પડી,

“હા મને લાગે છે જો હું મારા અમી અબુ કહેશે ત્યાં જો પરણી દુઃખી થાઉ તેના કરતા તો હું જેલ માં જવાનું વધારે પસંદ કરીશ,

“અને જો તારા અસલમ થી નિકાહ થયા તો અમારા આખા ફેમીલી ની લાઈફ ખતમ એ ખબર છે તને?” “ભાઈ એ તમે ફિકર ના કરો એ બધું હું ફોડી લઇસ બધા ને સમજાવવાની જવાબદારી મારી, ફક્ત તમારું મંતવ્ય જણાવી દો, તમે અમારી સાથે છો ને?” મને વિચારતો કરી મુક્યો શું જવાબ આપું, હું વિચારું છું એટલી વાર માં વેઈટર પીઝા, મસાલા ઢોસા ની પ્લેટ ટેબલ પર રાખતો હોય છે, અને બાઉલ માં સંભાર નાખતો હોય છે.,“એક સ્પ્રાઈટ લઇ આવજો ને” મુમતાઝ એ વેઈટર ને કહ્યું,” પછી મારી તરફ મોં કરી ને કહ્યું ભાઈ તમે લેશો કોલ્ડ ડ્રીન્કસ ? ઓહ સોરી ભાઈ તમે નથી પીતા કોલ્ડ ડ્રીન્કસ,”

“બાય ધ વે રૂકસાના દીદી થી મારી રોજ વાત થાય છે, તે પણ મને ખુબ પસંદ કરે છે., તમને શું વાંધો છે?”

“મને કોઈ વાંધો નથી હું તો એમજ ઈચ્છું છું કે તમે બન્ને ખુશ રહો, હું મારા અમી અબુ ને કદાજ મનાવી પણ લઉં, પણ તારા અમી અબુ અમારા જેવા કુટુંબ માં ક્યારેય હા નહી પાડે., “ “ભાઈ એ ચિંતા ના કરો તેનો પણ મારી પાસે ઈલાજ છે.”

મુમતાઝ અતિ કોન્ફીડેંટ હ્તી ,પણ મને તો એ બધું એક સપના જેવું લાગતું હતું. હું વિચાર કરતો હતો અને મસાલા ઢોસા ખાઈ રહ્યો હતો.

“ભાઈ હું આવું તમે બેસજો” મુમતાજ એ કહ્યું. મને એમ હતું જવું હશે વોશ રૂમ માં પણ તેણી હોટલ ની બહાર નીકળી અને લગભગ પંદર મિનીટ રહી ને પાછી આવી તેના હાથ માં બેગ હતી, આવી અને બેગ ટેબલ પર મુક્યું અને હળવું સ્મિત કર્યું મારી સામે, અને કહ્યું, “ લ્યો સલીમ ભાઈ આ તમારા માટે ગીફ્ટ મારા તરફ થી”

મેં પૂછ્યું “ શું છે?” “તમે જ ખોલી ને જોઈ લો” મેં અંદર નઝર કરી મને ૨૪૯૯/- રૂપિયા નું લેબલ દેખાયું, અને બ્લુ કલર નો જીન્સ નો શર્ટ હતો મને એમ લાગ્યું, હું વિચારતો થઇ ગયો હતો કે તેણી કેમ ખબર પડી કે બ્લુ કલર નો જીન્સ નો શર્ટ મને ખુબ પસંદ છે?, અસલમ એ કીધું હશે?” બધું પહેલા થી નક્કી હશે?

ક્રમસ: આવતા અંકે............