વિષ વેરણી - ભાગ 3. NILESH MURANI દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિષ વેરણી - ભાગ 3.

વિષ વેરણી

ભાગ 3

Nilesh Murani

“હા, તો તમે પૂછપરછ ની રીતે પૂછો ને, મોબાઈલ ફોન આપી દો, હજુ કોઈ ચાર્જ લગાવ્યા નથી અને આ રીતે વર્તન કરો છો ! ”વકીલ સાહેબે કહ્યું,

પોલીસ કોન્સ્ટેબલ મને મારો મોબાઈલ ફોન આપી જવાબ આપ્યા વગર ત્યાંથી જતો રહ્યો, મુમતાઝ ના અબુ અને તેનો ભાઈ હજુ પોલીસ સ્ટેસન માં જ બેઠા હતા, મારી સામે તાકી તાકી ને જોઈ રહ્યા હતા, અબુ એ કહ્યું, “ હું વાત કરી જોઉં મુમતાઝ ના અબુ સાથે ?’

સમીરા વચ્ચે જ બોલી, “ જો એમને વાત કરતા આવડતું જ હોત અને વાત કરવા ને લાયક હોત તો તેઓ પોલીસ સ્ટેશને આવતા પહેલા આપણી સાથે વાત કરવા આવ્યા હોત, હવે તેમની સાથે વાત કરી ને કોઈ ફાયદો નથી,” પોલીસ વાળા પૂછપરછ માટે મને લઇ જવા આવ્યા ત્યારે વકીલ સાહેબે વચ્ચે જ કહ્યું, “જે કઈ પૂછ પરછ કરવી હોય તે મારી સામે કરો” અને પૂછપરછ થી પહેલા હું મારા ક્લાયન્ટ સાથે વાત કરવા માગું છું,”

હું અને સમીરા વકીલ સાહેબ ને સાઈડ માં લઇ ગયા અને અસલમ અને મુમતાઝ ની બધી સચ્ચાઈ જણાવી,બધી વાત સાંભળી અને વકીલ સાહેબે કહ્યું.,

“ ઓકે, જો એમ વાત હોય તો બધું સાચુ કહી દેવામાં કહી વાંધો નથી, પણ એક વાત નું ધ્યાન રાખસો ક્યાય પણ સિગ્નેચર કરશો નહી કે લેખિત નિવેદન કરસો નહી,

વકીલ સાહેબ એ પોલીસ વાળા ને હાથ થી ઈસારો કરી કહ્યું,

“ ઓકે તમે પૂછ પરછ કરી લો, હું અહી જ બેઠો છું,”

પોલીસ વાળા મને પૂછપરછ રૂમ માં લઇ ગયા, તેઓ કઈ પૂછે તે પહેલા જ મેં તેમને અસલમ અને મુમતાઝ ની આખી કહાની સંભળાવી દીધી, અને છેલ્લે એટલું કહ્યું

“ આનાથી વધારે મને કઈ ખબર નથી, મને કોઈ જાણકારી મળશે એટલે હું તમને ચોક્કસ જણાવીસ, ત્યાર બાદ પોલીસ વાળા એ મને અડધો કલાક બેસાડી રાખ્યો અને પછી તેમાના એક કોન્સ્ટેબલ એ મારી પાસે આવી અને કહ્યું,,

” ઓકે તો તમે જઈ શકો છો, અને હા આ શહેર છોડી ને ક્યાય પણ બહાર જવું હોય તો પોલીસ સ્ટેશને જાણ કરી અને પછી જ જસો, અમે ગમે ત્યારે બોલાવીએ તરતજ આવી જજો,”

“જી સાહેબ” મેં જવાબ આપ્યો, બહાર બેંચ ઉપર સમીરા,વકીલ સાહેબ અને અબુ મારી રાહ જોઈ ને બેઠા હતા, વકીલ સાહેબે સમીરા અને અબુ ને ઘરે જવા કહ્યું અને મને બેસવા કહ્યું, જતા જતા સમીરા ચુપ ચાપ મારા ખિસ્સા માં પાંચ હજાર રૂપિયા મુક્યા અને કહ્યું,

“સલીમ હમણાં આ રાખ કદાજ તને જરૂર પડી જાય”

ત્યાર બાદ વકીલ સાહેબ મને બાજુ માં એક રેસ્ટોરન્ટ માં લઇ જાય છે અને કોઈ ને ફોન લગાવે છે, એ એટલુજ કહે છે ફોન પર કે,

“સાહેબ જરાક આવજો ને આપના જુના અડ્ડા પર,”

પછી વકીલ સાહેબ મને પૂછે છે, તમે શું લેસો, ચાય કોફી, કે પછી કઈ નાસ્તો? “જી સાહેબ, હું કોફી લઈશ,” મેં કહ્યું, વકીલ સાહેબ કોફી ઓર્ડર કરે છે એટલી વાર માં એક પોલીસ કોન્સ્ટેબલ આવે છે અને વકીલ સાહેબ સાથે હાથ મિલાવી અને મારી સામે પણ હાથ લંબાવે છે એટલે મેં પણ તેમની સાથે હસ્તધૂન કર્યું, અને વકીલ સાહેબ ની બાજુ ની ચેર પર બેસતા કહે છે,

“બોલો સાહેબ શું સેવા કરવાની છે”

“આ ભાઈ મારા મિત્ર છે, સલીમ ભાઈ, તેમના ભાઈ અસલમ ઘેર થી ચાલ્યા ગયા છે, જે વિષે મેં હમણાં આપણી ફોન પર વાત થઇ હતી” વકીલ સાહેબે કહ્યું,

“ઓહ ઓકે” પોલીસ કોન્સ્ટેબલ એ કહ્યું,

મને એમ લાગ્યું કે જયારે પોલીસ મારી સાથે પુછપરછ કરી રહી હતી ત્યારે વકીલ સાહેબે આવેલ કોન્સ્ટેબલ સાથે કૈંક વાત કરી હશે, ત્યાર બાદ પોલીસ કોન્સટેબ એ બોલવાનું શરુ કર્યું અને તે સાંભળી અને હું આશ્ચર્ય ચકિત થઈ ગયો. તે બોલતા હતા અને હું શાંતિ થી ધ્યાન દઈ અને સાંભળતો હતો, તેમણે કહ્યું,

“સલીમ ભાઈ, તમારી સિસ્ટર નું નામ રૂકસાના બરાબર?, મુમતાઝ કેશ માં જે કોલ ડીટેઇલ કઢાવી હતી,તેમાં તેમનું પણ નામ અને નંબર હતા,અને તમારી પુછપરછ ચાલુ હતી તે દરમિયાન તેમને પણ ફોન કરવા માં આવ્યો હતો, તમારી અને તમારા સિસ્ટર ની વાત એકજ નીકળી એટલે તમને છોડી મુક્યા છે, અને ફરિયાદ નો લેવાઈ ,નહી તો આ લોકો નો તમને કીડનેપીંગ ના કેશ માં ફીટ કરવા ની પૂરી તૈયારી હતી, અને મુમતાઝ ની એક બહેન હતી, જે ઘણી જ બદનામ હતી, એમ સમજો કે બધા રંગ માં પૂરી હતી, તેણી એ આજ થી લગભગ બે કે અઢી વર્ષ પહેલા આત્મહત્યા કરી હતી, અને આ નાની મુમતાઝ પણ એવી જ નીકળી, પહેલા તેઓ જ્યાં રહેતા ત્યાં પણ તેણી એ તેના માં બાપ ને ઊંચું જોઈ અને ચાલવા જેવા નથી રાખ્યા, એટલે જ તો તેઓ અહી જુના મકાન માં રહેવા આવી ગયા છે, કરોડો નો બીજનેસ છે પ્રોપર્ટી છે, હોટલ ની કમાણી, મકાન ભાડા, મોટા મોટા બુટલેગર જોડે ઉઠવા બેસવાનું છે, અને સાચું કહું તો જો તેમને તેમની છોકરી ની કઈ પડી જ નથી, જો તેઓ ધારે તો ચોવીસ કલાક માં મુમતાઝ અને અસલમ ને પકડી શકે એમ છે, પણ મને એમ લાગે છે કે તેઓ ને જ રસ નથી હવે, અને કદાજ તેઓ બદનામી થી ડરે છે, તે લોકો ઇચ્છતા જ નથી કે હવે મુમતાઝ પાછી આવે, અને હા મારી અંગત સલાહ છે કે તમે આ લોકો સાથે વિવાદ માં ના પડશો, તમે મને સીધા અને સંસ્કારી પરિવારના થી લાગો છો.,”

આ બધું સાંભળી અને મારું માથું જાણે ભમવા લાગ્યું, ટેબલ પર પડેલ પાણી નો ગ્લાસ હું ઉપાડું છું તે ખાલી હોય છે, એટલે વકીલ સાહેબ હોટલ વાળા ભાઈ ને આવાજ આપે છે, “કેમ ભૈલા કોફી કેમ થઇ ? ” ,

“જી સાહેબ” કહી ને હોટલ વાળો ભાઈ કોફી અને પાણી ટેબલ પર મુકે છે, હું પાણી પીવ છું અને કોફી પીવ છું એટલી વાર માં મારા ફોન ની રીંગ વાગી, રૂકસાના નો ફોન હોય છે, “ હેલ્લો” “ભાઈ જાન કેમ છો ?”

“હું મજા માં તું કેમ છો?” “ભાઈ જાન મને પોલીસ સ્ટેશને થી ફોન આવ્યો હતો, શું થયું છે બધું બરાબર છે ને?” “હા બધું બરાબર છે હું બહાર છું, ઘરે જઈ ને તને ફોન કરું છું આપણે પછી વાત કરીએ”

આટલું કહી અને મેં ફોન કટ કરી મુક્યો, વકીલ સાહેબ અને પોલીસ કોન્સ્ટેબલ હોટેલ ની બહાર નીકળી ગયા હોય છે, હું પણ હોટલ નું પેમેન્ટ કરી અને બહાર નીકળી જાઉં છે, હું વકીલ સાહેબ ને ઇસારા થી પૂછું છું કે આ પોલીસ વાળા ભાઈ ને કઈ વહીવટ માં આપવાનું ? , તો વકીલ સાહેબ મને ઇસારા થી ના કહે છે, ત્યાર બાદ તે પોલીસ કોન્ટેબલ ત્યાં થી જતા રહે છે અને વકીલ સાહેબ તેમનું વીઝીટીંગ કાર્ડ આપતા કહે છે,

“સલીમ ભાઈ આ મારું કાર્ડ છે, તમને કોઈ તકલીફ હોય તો મને તરતજ ફોન કરશો”

“જી સાહેબ તમને શું ફીસ આપવાની ?” મેં કહ્યું, “

”કશું જ નહી સલીમ ભાઈ, સમીરા ના પિતાશ્રી ના મારા ઉપર ખુબ અહેસાન છે, હું તમારા પાસે થી પૈસા ના લઇ શકું અને કોઈ કેસ બન્યો જ નથી તો ફીસ શાની?”, વકીલ સાહેબે હસતા હસતા કહ્યું,.

અને વકીલ સાહેબ નીકળી ગયા, મારું બાઈક ઓફીસ ના પાર્કિંગ માં પડ્યું હતું એટલે હું સીધો રીક્ષા પકડી અને ઓફિસે થી મારું બાઈક લઇ અને ઘરે ગયો, અમી અને અબુ મારી રાહ જોતા હતા અને સમીરા પણ મારા ઘરે જ હતી, રાત્રી ના દસ વાગી ગયા હતા,

હું ઘર માં પ્રવેશ કરું જ છું અને અમી તરત જ પાણી નો ગ્લાસ લઇ અને આવે છે અને માર માથા પર હાથ ફેરવતા કહે છે, “મારો સાવજ, આજે તો હેરાન થઈ ગયો, કેમ છે બેટા તું ઠીક તો છો ને?” “હા અમી હું બરાબર છું, ટાઇમ ઉપર જો વકીલ સાહેબ ના આવ્યા હોત તો શું થાત ! એ વિચારૂ છું,”

“સલીમ, આંટી અને અંકલ હજુ જમ્યા નથી તારી રાહ જોઈ ને, પહેલા તો આપણે ક્યાંક બહાર જઈ અને જમી આવીએ અથવા તો હું કૈંક પાર્સલ કરાવી ને લઇ આવું” સમીરા એ કહ્યું,

એટલી વાર માં ફરી રૂકસાના નો ફોન આવે છે, એટલે મને થયું કે તેણી ચિંતા કરતી હશે એટલે મેં તેણી થી વાત કરી અને બધી હકીકત જણાવી, એટલે રૂકસાના એ મને આશ્ચર્ય સાથે કહ્યું ,

“યા ખુદા, આ બન્ને તો પાગલ છે !, મને એક દિવસ મૂકી અને બીજા દિવસે ફોન કરતી હતી મુમતાઝ, હમેશા ઘરમાં બધાની પસંદ નાપસંદ વિષે પૂછતી હોય,, થોડા દિવસ પહેલા મને તેણી અસલમ ને પ્રેમ કરે છે અને અસલમ પણ તેણી ને પ્રેમ કરે છે , એવું કહેતી હતી અને છેલ્લા છ મહિના થયા તો તેણી ના ફોન સતત આવતા જ , મને એમ થયું કે હું અમી અને અબુ સાથે આ બાબતે વાત કરું, અને આજે જ વિચાર કર્યો ત્રણ દિવસ થી મુમતાઝ નો ફોન નથી અને ઉપર થી આ પોલીસ વાળા નો ફોન આવ્યો એટલે મને વધારે ફિકર થઇ.”

મારી રૂકસાના સાથે વાત ચાલુ હતી ત્યાં સુધી માં સમીરા ચુપ ચાપ ક્યારે ઘરમાં થો બહાર નીકળી અને બાજુ ની હોટલ માં થી જમવાનું પાર્સલ લઇ અને આવી ખબર જ ના પડી, રૂકસાના સાથે લગભગ વીસ મિનીટ જેવી વાત કરી, એક અસલમ ના ગાયબ થવાની મુસીબત મારા ઉપર મંડરાતી હતી અને આજે ઉપર થી આ નવી મુસીબત આવી ગઈ હતી, મને કઈ ખાવાની ઈચ્છા જ ન હતી, પણ સમીરા લઇ આવી હતી, સમીરા કિચન માં થી પ્લેટ, ચમચા ,ગ્લાસ એવી રીતે લઇ ને આવતી હતી જાણે ઘણા સમય થી મારા ઘરે આવતી હોય તેવું મને લાગતું હતું, પણ એ આજે પહેલી વાર મારા ઘરે આવી હતી, અમી અને અબુ ને જમવા માટે બેસાડે છે અને મને પણ હળવા સ્વર માં કહે છે,

“ચલ સલીમ તું પણ જમવા બેસી જા“

અમી અને અબુ ના કારણે પરાણે જમવા બેસી ગયો, જમી અને ઉભા થયા હતા અને રૂકસાના નો ફરી ફોન આવ્યો,.

“હેલ્લો ભાઈ જાન, આ મુમતાઝ અને અસલમ અહી મારી પાસે આવ્યા છે, અબી હાલ આવ્યા જ છે,”

“ ઓહ !!!!! તારી પાસે!!!!!!! ...મુંબઈ!!!!!!!!....ક્યાં છે અસલમ આપ તો એ નાલાયક ને ફોન” મેં કહ્યું.

“ભાઈ જાન એ અંદર રૂમ માં છે, મારી હોસ્ટેલ માં પુરુષ ને પ્રવેશ નથી, મેટ્રન પાસે થી અડધો કલાક ની પરવાનગી લઇ અને અંદર લાવી છું, એ તો અમારી મેટ્રન સારી છે, સમજે છે અને મને ઓળખે છે એટલે, પણ તમે અસલમ સાથે શાંતિ થી વાત કરજો તે ખુબજ ગભરાયેલો છે, મુમતાઝ ને તો હું હાલ પુરતી હોસ્ટેલ માં વ્યવસ્થા કરાવી આપીશ,

અસલમ ને આશા દીદી ના ઘરે મોકલી દઉં છું, આશા દીદી હું જે પાર્લર માં કામ કરું છું તેના માલિક, તેમના હસબંડ હમણાજ આવે છે અસલમ ને લેવા માટે,તેમની સાથે ફોન પર વાત થી ગઈ છે, બીજું બધું સવારે વિચારીસું,”

“હા રૂકસાના હું સમજી ગયો બસ તું બન્ને નું ધ્યાન રાખજે અને આશા દીદી ને પણ કહેજે અસલમ નું ધ્યાન રાખે, ફોન આપ તો અસલમ ને,

સામે થી અસલમ એ કહ્યું, “હેલ્લો ભાઈ, હું માફી ચાહું છું મેં તમને બધા ને હેરાન કર્યા પણ મારી પાસે કોઈ વિકલ્પ ના હતો, હું તમને એક બીજી વાત કહેંવા માગું છું પણ તમે પ્રોમિસ કરો કે અમી અને અબુ ને હમણાં નહી કહો ?” “હા અસલમ જે થવાનું હતું તે થઈ ગયું હવે કઈ વધારા નું હોય તો તે પણ બોલી જા જેથી કરી ને અમને આગળ ટેકલ કરવા માં સગવડતા રહે” મેં કહ્યું.

“ભાઈ અમે લોકો એ નિકાહ કરી લીધા છે અને રજીસ્ટ્રાર ઓફીસ માં પણ લગ્ન નોંધની કરાવી લીધી છે હવે અમે બન્ને કાયદેસર પતિ પત્ની થઇ ગયા છીએ”

“ ઓહ!!!!....નોંધણી? તે કેવી રીતે કરાવી તેના માટે તો મહિના પહેલા જાણ કરવી પડે ને ?”

“ભાઈ આ મુમતાઝ મારી પાસે પહેલા થી જ બધી તૈયારી કરી ને આવી હતી,”

“ઓકે હવે જે થવાનું હતું તે થઇ ગયું હવે હાલ તું કોઈ ચિંતા કરતો નહી હવે આગળ શું કરવું છે તે હું તને સવારે ફોન કરું છું.”

“ઓકે ભાઈ, રૂકસાના કહેતી હતી કે તમને પોલીસ સ્ટેશને લઇ ગયા હતા, ભાઈ તમને પોલીસ વાળા એ વધારે હેરાન તો નથી કર્યા ને ?”

“એ તો પહેલા વિચારવાનું હતું , ચલ મુક એ બધું પતિ ગયું સવારે વાત કરીશું,” મેં કહ્યું,

હવે હું વધારે ચિંતા માં મુકાઇ ગયો હતો, અસલમ ના મળી જવાના સમાચાર જેટલા સુખદ હતા એટલા તેઓ રૂકસાના પાસે પહોચી ગયા છે તે અને તેઓ એ નિકાહ કરી લીધા એ મારા માટે વધારે ચિંતા જનક હતું, પહેલા તો હું અમી અને અબુ ને જાણ કરી દઉં એટલે તેઓ તો ચિંતા કરવા નું બંધ કરે,

“ અમી –અબુ અસલમ મળી ગયો છે, તેની ચિંતા કરતા નહિ” મેં કહ્યું.

“હે!!!!, ક્યાં છે અસલમ? બેટા, સલીમ તે બરાબર તો છે ને???” અમી એ કહ્યું,

“તેઓ રૂકસાના પાસે પહોચી ગયા છે, અને તેઓ બરાબર છે કઈ ચિંતા કરવાની જરૂર નથી, પણ હવે શું કરવું તે વિચારવાનું છે,”

“યા ખુદા આ રૂકસાના પાસે! ત્યાં કેમ ગયા? તે પણ બિચારી હોસ્ટેલ માં રેહે છે,”

“અમી તેઓ મળી ગયા તે અગત્ય નું છે ,ક્યાં ગયા તે જરૂરી નથી હવે શું કરવું તે અંગે હું વકીલ સાહેબ સાથે ચર્ચા કરી લઉં છું” મેં કહ્યું,.

મેં સમીરા ને વાત કરી એટલે સમીરા વકીલ સાહેબ સાથે ફોન પર બધી ચર્ચા કરે છે અને વકીલ સાહેબ અમને તાત્કાલિક પોલીસ સ્ટેશને આવવા કહે છે,.

મેં તરત જ સમીરા ને કહ્યું. “ચાલો આપણે જઈએ પોલીસ સ્ટેશને”

“સલીમ પહેલા મારે ઘરે જવું પડશે, પપા નો બે વખત ફોન આવી ગયો, રસ્તા માં જ આવે છે ઘર, પપા ને મળતા જઈએ અને પછી પોલીસ સ્ટેશને જઈએ” સમીરા એ કહ્યું.

હું આ બધી માથાકૂટ માં તો ભૂલી જ ગયો હતો કે સમીરા નું પણ ઘર છે, તેનો પણ પરિવાર છે, એટલે મેં કહ્યું,. “નો પ્રોબ્લેમ સમીરા હવે તું જઈ શકે છે, તો પણ તે આજે મારા માટે ઘણી તકલીફ ઉઠાવી ,”

“ના સલીમ આ પરિસ્થિતિ માં હું તને એકલો મુકવા નથી માગતી પ્લીઝ,, હું ખાલી પપા સાથે વાત કરી લઉં પછી આપણે નીકળીએ પોલીસ સ્ટેશને”

“ઓકે સમીરા જેમ તું કહે તેમ” મેં કહ્યું,

“અમી અબુ, હું અને સમીરા પોલીસ સ્ટેશને જઈએ છીએ “ મેં કહ્યું,

“બેટા કઈ તકલીફ હોય તો ગંગામાસી ના ફોન પર રીંગ કરજે” અબુ એ કહ્યું,

મેં પગથીયા ઉતરતા કહ્યું, “અબુ અમી, મારી સાથે સમીરા છે એટલે મને કોઈ ચિંતા નથી”

મેં સમીરા નું ઘર નહોતું જોયુ, પણ મને એટલી ખબર હતી કે જ્યાંથી હું તેણી ને પીકઅપ કરતો ત્યાં જ ક્યાંક રહેતી હતી, એટલે તે રસ્તા પર મેં બાઈક લઇ લીધી, અને રોડ ની અંદર થી પોસ વિસ્તાર માં મને લઇ ગઈ ત્યાં એક આલીશાન બંગલા પાસે બાઈક ઉભી રખાવે છે અને મને બહાર ઉભો રહેવા કહે છે, “સલીમ પાંચ મિનીટ માં આવું છું , ફક્ત પપા ને મોઢું બતાવી આવું અને તેમને કહી ને આવું કે મોડું થઇ જશે” એટલું કહી અને તેણી ગેટ ની અંદર ચાલી ગઈ,

હું પણ વિચાર કરતો હતો કે આટલો મોટો આલીશાન બંગલો છે, કેટલી સ્વમાની હશે તેણી ? રહેણી કરણી અને પહેરવેશ તો એકદમ ટીપીકલ વુમન જેવો છે, અને મારી સાથે એક સામાન્ય નોકરી કરે છે, અને મારા કારણે કેટલી પરેશાન પણ થાય છે.,

તેના આંગણ ના બગીચા માં હળવું અંજવાળું હોય છે રાત્રી નો સમય હોય છે એટલે વધારે દેખાતું નથી હોતું, પણ ઘર ના દરવાજા ઉપર લાગેલી લાઈટ ચાલુ હોય છે,પાંચ સાત મિનીટ પછી સમીરા દરવાજા માં થી બહાર આવે છે, અને તેની પાછળ સમીરા ના અબુ પચાસ થી પંચાવન ની ઉમર ના લગતા હોય છે, તેમને નાઈટ સુટ પહેર્યો હોય છે, અને તે સમીરા સામે જોઈ ને તેણી ને કૈંક કહેતા હોય છે, એકાદ મિનીટ જેવી તેમની વાતચીત ચાલે છે અને સમીરા મારા તરફ આવે છે, સમીરા નું મોઢું ઉતરી ગયેલું હોય છે,

“ચાલો સલીમ પોલીસ સ્ટેશને” સમીરા એ આવતા જ કહ્યું, મેં કિક મારી અને પોલીસ સ્ટેસન તરફ બાઈક જવા દીધી, સમીરા ચુપ હતી કઈ બોલતી ના હતી, એટલે મેં જ ચુપ્પી તોડી અને કહ્યું.,

“ સમીરા મારી અસલમ સાથે ફોન પર વાત થઇ તેમાં અસલમ એ જણાવ્યું કે તેઓ એ નિકાહ કરી લીધા છે અને લગ્ન નોંધણી ઓફીસ માં પણ નોંધણી કરાવી લીધી છે અને આ અંગે અમી અને અબુ ને કહેવા ની ના કહી છે“

“ઓહ !! એમ !!!” સમીરા એ કહ્યું,.

“હા અને મુમતાઝ એ આ બધું પહેલા થી જ આયોજન કરી રાખ્યું હતું” મેં કહ્યું,.

“આજ નહી તો કાલે અમી અને અબુ ને કહેવું તો પડશે જ ને ?, સમીરા એ કહ્યું,

“પણ એક વાત તો નક્કી છે સલીમ કે આ મુમતાઝ બવ પાક્કી છે,” કોઈ કચાસ નથી રાખી બધું પહેલાથી જ આયોજન કર્યું છે” સમીરા એ કહ્યું.,

અમે પોલીસ સ્ટેશને પહોચી ગયા વકીલ સાહેબ પણ પોલીસ સ્ટેશને હાજર હતા, વકીલ સાહેબ એ પોલીસ ઇન્સ્પેકટર ને બધી હકીકત જણાવી દીધી હોય છે, મુમતાઝ ના અબુ અને તેણી નો ભાઈ પણ પોલીસ સ્ટેસન માં આવી ગયા હોય છે, ઇન્સ્પેકટર ની સામે જોઈ અને વકીલ સાહેબ કહે છે,

“ સલીમ લગાવો તો ફોન રૂકસાના ને અને મુમતાઝ થી વાત કરાવો ”

મેં ખિસ્સા માં થી ફોન કાઢ્યો અને રૂકસાના ને ફોન લગાવ્યો , રૂકસાના ફોન ઉપાડી અને “હેલ્લો” “હા રૂકસાના આ વકીલ સાહેબ ને વાત કરવી છે એક મિનીટ” એટલું કહી અને મેં ફોન વકીલ સાહેબ ને આપ્યો ”

વકીલ સાહેબ ફોન લઇ અને રૂકસાના ને કહે છે “ બેટા રૂકસાના હું વકીલ અંકલ બોલું છું, જરા મુમતાઝ થી વાત કરાવો ને” વકીલ સાહેબ સામે થી જેવો મુમતાઝ નો આવાઝ સાંભળે છે ફોન મુમતાઝ ના અબુ ને આપે છે, મુમતાઝ ના અબુ અને મુમતાઝ લગભગ વીસ થી પચીસ મિનીટ જેવી વાત કરે છે, તેમની વાત ઉપર થી એવું જણાઈ રહ્યું હોય છે કે મુમતાઝ તેમને ચોખ્ખા શબ્દો માં પાછું આવવાની ના પાડી રહી હોય છે અને તે અસલમ સાથે નિકાહ કરી નેજ રહેશે તેવું કહી રહી હોય છે, વકીલ સાહેબ મુમતાજ ના અબુ પાસે થી ઇસાર થી ફોન ની મગણી કરે છે અને ફોન લઇ અને મુમતાજ ને કહે છે, “બેટા મુમતાઝ આ પોલીસ અંકલ થી જરા વાત કરી લે “ ત્યાર બાદ પોલીસ ઇન્સ્પેકટર સાહેબ મુમતાઝ સાથે વાત કરતા હોય છે, ફોન માં વાત પૂરી થતા જ, ઇન્સ્પેકટર સાહેબ ફોન મને આપતા કહે છે કે

“ મુમતાઝ તેણી ની મરજી થી ગઈ છે અને તેણી એડલ્ટ છે, એટલે કોઈ કેશ બનતો નથી” આટલું કહી અને ઈન્સ્પેક્ટ સાહેબ અમને જવા માટે કહે છે. મુમતાજ ના અબુ અને તેનો ભાઈ અમારી પાછળ પાછળ આવે છે અને મને અને વકીલ સાહેબ ને રોકી અને પોલીસ સ્ટેસન ની બહાર આવવા કહે છે, પોલીસ સ્ટેસન ની બહાર નીકળ્યા પછી મુમતાજ ના અબુ એ કહ્યું,

“હવે શું કરવું છે તમારે ?”

“કરવાનું શું હોય જે થવાનું હતું તે થઇ ગયું” વકીલ સાહેબે કહ્યું,

“ સાહેબ હું છોકરી ના બાપ છું, અને હું આપણે વિનંતી કરું છું , ગમે તેમ કરી મુમતાઝ અને અસલમ ને અહી બોલાવી આપો, હું મુમતાઝ અને અસલમ ના નિકાહ ધૂમ ધામ થી કરાવી આપીશ”

“ઓકે અંકલ અમને કઈ વાંધો નથી પણ જો તેમ કરવા મુમતાઝ તૈયાર ન થાય તો અમે કશું નથી કરી શકતા, હા અમે અસલમ ને સમજાવવાની કોશિશ ચોક્કસ કરીશું,” મેં કહ્યું,

“તમે કોશિશ તો કરો, એ અહી આવી જાય પછી હુ તમને પ્રોમિસ કરું છું, હું પોતે કાયદેશર રીતે તેમના નિકાહ કરાવી આપીશ” મુમતાઝ ના અબુ એ કહ્યું,

“ઓકે અંકલ હું પ્રોમિસ નથી કરતો પણ વાત કરી જોઉં છું”

ત્યાર બાદ મુમતાજ ના અબુ ત્યાં થી જતા રહ્યા, અને વકીલ સાહેબે મારી સામે જોઈ ને કહ્યું,

“જો તમને આમની વાત ઉપર વિશ્વાસ હોય તો બન્ને ને બોલાવી લ્યો અહી, પણ આજકાલ ઓનર કિલિંગ ની ઘટના ઓ પણ બને છે, હું આ વ્યક્તિ ઉપર વિશ્વાસ ના કરી શકું પછી તમારી મરજી.”

ક્રમસ: આવતા અંકે,,,...