વિષ વેરણી ભાગ ૬ NILESH MURANI દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિષ વેરણી ભાગ ૬

વિષ વેરણી

ભાગ ૬

Nilesh Murani.

સાંજે સાત વાગ્યા થી રૂકસાના ફોનને આમ તેમ ચેક કરી, થોડીથોડી વારે સ્ક્રીન સાફ કરી રહી હતી. હું અને અબુ ટીવી જોતા હતા ત્યાં ફોન મૂકી ગઈ, રૂકસાના ના ચહેરાના રંગ બદલાઈ ગયા, રાત્રે સાડા નવ વાગ્યે રજાક ના અબુ નો ફોન આવ્યો, અબુ એ ઔપચારિક વાતચીત કરી, કૌટુંબિક માહિતી મેળવી, તેમને આવવા આમંત્રણ આપ્યું.

બીજા જ અઠવાડિયે રજાક અને તેના અમીઅબુ આવી ગયા, છોકરો અને ફેમીલી બધા ને પસંદ આવ્યા, મધ્યમ વર્ગ ના અને ખાધે પીધે સુખી લાગ્યા, રૂકસાનાની સગાઇ ની તારીખ પણ એક મહિનો રહી ને નક્કી કરી, ઘર માં ખુસી નો માહોલ સર્જાયો, અમી ના ચહેરા પર પણ ખુશી ની લહેરખી આવી, અમી એ તરત જ કહ્યું,

“સાંભળો છો, અસલમના અબુ, તો પછી સલીમનું પણ નક્કી કરી જ નાખીએ”

“સલીમ માટે કોઈ સારી છોકરી તો મળે?” અબુ એ કહ્યું,

“ઓહ!! તો તમને કંઈ ખબર જ ક્યાં છે ? સલીમ માટે આપણે છોકરી ગોતવાની જરૂર જ ક્યાં છે?” અમી એ હસતા હસતા મારી સામે જોઈને અબુને કહ્યું,

હું ચુપચાપ બેઠો હતો, મને ખબર હતી અમી બધું જ સંભાળી લેશે, મારે કંઈ બોલવાની જરૂર નથી,

અંતે અમી એ મારી અને સમીરાની વાત નો ઘટસ્ફોટ કરી જ નાખ્યો, ,

મેં નીચે જઈ ને તરત જ સમીરા ને ફોન કર્યો, “હેલ્લો સમીરા, બોલ તને લાઈફ ટાઇમ લીફ્ટ જોઈતી હતી ને ?, તારા અબુ ને પૂછી લે ક્યારે આવીએ મળવા?”

“હું આજે વાત કરું અબુને અને સવારે ઓફીસમાં મળીયે, ” સમીરા એ કહ્યું,

બીજા દિવસે સમીરા ઓફીસ માં મળી મેં હાથના ઇશારાથી પૂછ્યું ?

તેણી એ ધીમે થી કહ્યું, “અબુ સાથે વાત કરી, આવતી કાલે સાંજે છ વાગે આવવા કહ્યું છે”

“ઓકે સમીરા” એટલું કહી ને હું મારી કેબીન માં જતો રહ્યો,

સાંજે ઘરે જઈ અને અબુ ને વાત કરી, બીજા દિવસે ઓફીસ માં હાફડે ની છુટ્ટી કરી હું અને સમીરા ઘરે જતા રહ્યા, મારી સગાઈ ની વાત નો દોર શરુ થયો, સાંજે છ વાગ્યે સમીરા ના ઘરે જવાની તડામાર તૈયારી ચાલી, અમી એ બધી તૈયારી કરી , છ ના સવાછ વગાડી દીધા પછી ખબર પડી, ઘરમાં એક બ્યુટીસીયન છે ને!, .. રૂકસાના, તો વાર તો લાગે જ ને!!

હું અસલમ અને અબુ તો વહેલા તૈયારી થઇ ને બેઠા હતા, બધા કાર માં ગોઠવાયા, વચ્ચે બે વખત સમીરાનો ફોન આવી ગયો, સાંજે સાત વાગ્યે સમીરાના ઘરે પહોંચ્યા, બધું નક્કી જ હતું બસ ખાલી ફોર્માલીટી, અને સગાઈ ની તારીખ નક્કી કરવાની હતી, અબુ એ એવી ઈચ્છા વ્યક્ત કરી કે એકજ દિવસે બન્ને પ્રસંગ ગોઠવાય, અબુ એ સમીરાના અબુ ને રૂકસાના ની સગાઇ ની વાત જણાવતા કહ્યું, .

“જનાબ જો તમને તકલીફ ના હોય તો આવતા મહીને રૂકસાના ની સગાઇ ની જે તારીખ નક્કી કરી છે એજ દિવશે ગોઠવીએ તો કેવું રહેશે ?”

“ઓહ સ્યોર..... વ્હાય નોટ ? એ તો સૌથી ઉતમ , , એક સે ભલે દો, , એક જ દિવસ માં બે પ્રસંગ, તમે પહોચી શકશો ને ? મને તો કોઈ પ્રોબ્લેમ નથી,

“હા હા કેમ નહી, મારા સિંહ જેવા બે છોકરા બધી તૈયારી કરી લેશે “ અબુ એ હસતા હસતા કહ્યું,

બન્ને એક દિવસ માં કેવી રીતે ગોઠવશો જનાબ ? સમીરા ના અબુ એ કહ્યું,

સવારે રૂકસાના ની સગાઇ અને સાંજે સલીમ અને સમીરા ની, કેમ રહેશે ?

નો... બન્ને નો સમય સાંજે જ રાખો, , અહી આપણા આંગણે, બગીચા માં કુદરતી વાતાવરણ ની વચ્ચે, સમીરા ના અબુ એ કહ્યું,

“જી જનાબ તમે કહો તેમ, , ”

સમીરા અને રૂકસાના બન્ને કિચન માં ગુસપુસ કરી રહી હતી, બન્ને ના ચહેરાપર ખુસી ની અનોખી રંગત હતી, થોડી જ વારમાં સમીરા અને રૂકસાના બધા માટે શરબત લઇ ને આવી, , , આમ બન્ને ભાઈ બેન ની સગાઇ એક જ દિવસે નક્કી થઇ, અને ત્યાર પછી ના મહિના માં નિકાહ ની પણ ચર્ચા થઇ જેની મને કલ્પના પણ ન હતી,

ઘરે આવતાની સાથેજ અમીએ બધા ને નાનામોટા કામ ની વહેંચણી કરી, રૂકસાના અને સમીરા માટે કપડા, દાગીના, સગાઇ ના દિવસે પહેરવાના કપડા, નિકાહના દિવસે પહેરવાના કપડા લીસ્ટ સુધી ની તૈયારી કરી મૂકી., કપબોર્ડ માંથી પોસ્ટઓફિસ ની તેમજ બેંક ની ત્રણ-ચાર પાસબુક કાઢી ને અબુને આપતા કહ્યું.

“સાંભળો છો, , , લ્યો આ સલીમ અને રૂકસાના ની અમાનત, સગાઈ ભલે સાદાઈ થી કરશું, પણ નિકાહ ધૂમ ધામ થી કરવા છે, ”

અબુ એ પાસબુક ટેબલ પર મુક્તા કહ્યું., ” ઓહ....હરખ તો જો!!, , , તારા એક ના બાળકોનો જ પ્રસંગ થોડો છે ?, , અને અત્યારે રાત્રે થોડો હું બેંક માં જઈશ?”

“હા એમજ સવારે જજો બેંક માં “અમી એ કહ્યું.

“કઈ જરૂર નથી પોસ્ટ માં થી હું કઢાવી આવીશ, બેંક નું એ ટી એમ કાર્ડ છોકરાઓ ને આપી દેજે, જેમ જરૂર પડશે એમ કાઢી આવશે.” અબુ એ કહ્યું.

“સલીમ રજિયા ને ફોન કર અને એમને કહી દે આવતી કાલે જ આવી જાય, અને હા તારા બનેવી થી પણ વાત કરજે સારું લાગે, અને મુબારક બાદ આપજે “ અમી એ મારી સામે જોઈ ને કહ્યું, .

આમંત્રણ માટે નું લીસ્ટ બનાવવા અમી એ રૂકસાના અને મુમતાઝ ને સોંપતા કહ્યું, “જો રૂકસાના સગાઇ માટે ખાલી દાદા-દાદી નો પરીવાર, અને નાના-નાની, નો પરિવાર, તેમજ નજીક ના સગાસંબંધી તને યાદ આવે એમનું જ લીસ્ટ બનાવ અને કેટલા થાય છે એ પ્રમાણે વ્યવસ્થા થાય, ”

“અમી મુમતાઝના અમી-અબુ ને આમંત્રણ આપવાનું છે ?” રૂકસાના એ પૂછ્યું, .

મુમતાઝ વચ્ચે જ બોલી, “એ લોકો નહી આવે, ”

“કેમ નહી આવે?” મેં પૂછ્યું,

“સલીમભાઈ તમે દિલ્હી ગયા હતા ત્યારે હું એબોર્સન કરાવ્યા થી બે દિવસ પહેલા અબુ ને મળવા ગઈ હતી, પણ ગેટ પર વોચમેન એ જ મને અંદર જવા ન દીધી, ” મુમતાઝ એ કહ્યું.,

“અરે વોચમેન એ ન જવા દીધી તારા અમી અબુ અને ભાઈ એ તો ના નથી કરી ને?” મેં કહ્યું,

“એ વોચમેન કાકા એ મને બધી વાત કરી, મારા નિકાહ ની જે દિવસે તેમને ખબર પડી તે દિવસે જ તે લોકો એ ઘર માં પડેલી મારી બધી વસ્તુ, ફોટા કપડા, વગેરે ઘર ની પાછળ ના બગીચા માં દફનાવી તેના પર મરવો અને કુંવરપાઠ વાવી દીધા છે, ” આટલું કહી ને મુમતાઝ રડી પડી, મેં તેણીના માથા પર હાથ મુક્યો ને કહ્યું, “કઈ વાંધો નહી આજે નહી તો કાલે બધું સારું થઇ જશે”

એટલું કહી ને મોટી બહેન રજિયા ને ફોન કર્યો, તે કેમ ભૂલાય જાય, તેના વગર તો કોઈ પ્રસંગ કેમ પાર પડે ? બીજા જ દિવસે મોટીબહેન રજીયા, બનેવી અને તેમની નાની ઢીંગલી અકિલા, આવી ગયા,

સગાઇ ને દસ દિવસ બાકી હતા, ખરીદી તો સમીરા અને રૂકસાના જોઈએ એવી કરી લેશે બનેવી પણ ઘર માં નાના મોટા કામ માં મદદ કરવા લાગ્યા, ઘરમાં સભ્ય સંખ્યા વધી ગઈ હતી એટલે ગંગામાંસી એકલા જ રહેતા એમને સગાઇ નો પ્રસંગ સાચવવા એમનું આખું મકાન સોંપી દીધું એટલે બધા ગોઠવાઈ ગયા હતા,

હું ઓફીસ થી પરત આવું એટલે મારે તો બસ એક ડ્રાઈવર ની નોકરી માં ફરી લાગી જવાનું, સતત પાંચ દિવસ સુધી ખરીદી ચાલી, અને પાંચ દિવસ માં રોજ સાંજે સાડા છ વાગ્યે નીકળીએ અને રાત્રે દસ વાગી જાય, આમ અડધી ખરીદી તો નિકાહ ની પણ થઇ ગઈ, આમ ને આમ સગાઇ ની તારીખ નજીક આવી ગઈ ખબર જ ના પડી, સગાઇ ની આગલી રાત્રે અમે ચર્ચા કરી રહ્યા હતા, સમીરા તેની ખરીદી ની બેગ અલગ કરી ને ઘરે જવા ની તૈયારી કરી રહી હતી, મેં કહ્યું.,

”સમીરા, રૂકસાના ખરીદી માં હજુ કઈ રહી નથી જતું ને ? પછી છેલ્લી ઘડીએ નો કહેતા કે આ રહી ગયું ને પેલું રહી ગયું “

મુમતાઝ વચ્ચે જ બોલી, “ભાઈ સાચું કહું તો મારા માટે કંઇજ નથી લેવાયું, એક જોડી કપડા સીવાય, ”

“તો ....તારી ક્યાં સગાઇ છે?, , અને તારે હજુ શું લેવાનું બાકી છે ?” અસલમ એ પૂછ્યું.,

“જ્વેલરી માં બધું સમીરા અને રૂકસાના નું જ લેવાયું, મારો તો કોઈ ને વિચાર જ સુધા ન આવ્યો” મુમતાઝ એ કહ્યું..

“જો આવી ખરીદી નો લાભ લેવો હોયતો ભાગીને કે કોર્ટ મેરેજ ના કરાય “ અસલમ એ હસતા હસતા કહ્યું.

“તે હું ક્યાં એકલી ભાગી હતી ? તું પણ સાથે જ હતો ને?” મુમતાઝ એ કહ્યું, ”

“હા તો હું ક્યાં ફરિયાદ કરું છું? મેં પણ જે લીસ્ટ માં મારા બે જોડી કપડા લેવાના હતા તે જ લીધા, ” અસલમ એ કહ્યું,

રૂકસાના વચ્ચે જ બોલી , ”ભાભી રહેવા દો, તમારા માટે જે એક ડ્રેસ લીધો ને એટલામાં મારા ચાર આવી જાય”

“હું આવા કિમતી કપડા જ પહેરું છું, ” મુમતાઝ એ કહ્યું,

“એ તારા બાપ ના ઘેર હતી ત્યારે અત્યારે અહી જે મળે તેમાંજ સંતોષ રાખવો .”અસલમ એ કહ્યું, ”

“ ભાભી જયારે અસલમ કમાણી કરતો થાય ત્યારે તમે પાંચ હજાર નો ડ્રેસ પહેરજો તમને કોઈ નહિ રોકે” રૂકસાના એ કહ્યું.

“ત્રણ મહિના મુંબઈ માં રહી ને પૈસા પાણી ની જેમ ઉડાડ્યા છે, પિઝ્ઝા, સ્પ્રાઈટ, મુવી, રેસ્ટોરન્ટ, ચોપાટી, આવા જલસા મારવાનું તમને કોને કીધું હતું? અને અસલમ ને શાંતિ થી ક્યાય નોકરી પણ ન કરવા દીધી ” રૂકસાના એ કહ્યું, ”

મામલો વધારે બિચકે તે પહેલા જ મેં મુમતાઝ ને પૂછ્યું, ,

“તારે હજુ શું લેવું છે મુમતાઝ ? બોલ, આપણે વહેલી સવારે જઈ લઇ આવશું”

“મારે કઈ નથી લેવું, ” એટલું કહી લાલધૂમ મો કરી અને મુમતાઝ બેડરૂમ માં જઈ અને જોર થી ધાડ દઈ ને દરવાજો પછાડ્યો,

“નૌટંકી છે સાલી “ અસલમ એ કહ્યું,

, ઘર માં થોડી વાર સોપો પડી ગયો, મેં અસલમ ને ઇસારા થી મુમતાઝ પાસે જવા કહ્ય, અસલમ રૂમ તરફ ગયો અને રૂમ માં થી જોર થી બુમ મારી

, , ”સલીમ.....અમી......અબુ, , , , જલ્દી આવો, , , ”

હું દોડી ને રૂમ માં ગયો તો મુમતાઝ બેડ ઉપર બેહોસ પડી હતી, અસલમ તેને જગાડી રહ્યો હતો, મુમતાઝ ના હાથ માં સ્લીપિંગ પિલ્સની દસ ગોળી નું એક ખાલી પતરું હતું, , ,

હું સમજી ગયો મેં તરત જ અસલમ ને કહ્યું, “ચલ જલ્દી મુમતાઝ ને હોસ્પીટલ લઇ જવી પડશે, “

અમી અને અબુ ગભરાઈ ગયા, અબુ એ કહ્યું “યા ખુદા હવે શું થશે ?

“કંઈ નહી થાય અબુ તમે ચિંતા ન કરો, હજુ દસ કે પંદર મિનીટ થઇ છે, અને જે ગોળી તેને ખાધી છે તે એટલી પાવર વાળી નથી કે મરી જવાય”

મેં રજીયાને ભલામણ કરી અબુની ધ્યાન રાખવા દિલના મરીજ છે, બીજી ચર્ચા કર્યા વગર સીધો નીચે ગયો અને કાર સ્ટાર્ટ કરી અને અસલમ મુમતાઝ ને ઉપાડી નીચે લઇ આવ્યો કાર ની પાછલી સીટ પર સુવડાવી, મને કઈ સમજાતું ના હતું હવે શું કરવું, આગળ ની સીટ પર સમીરા બેસી ગઈ, અને મને તરત જ કહ્યું, “સલીમ કામ ડાઉન, હું કહું તે રસ્તા પર જવા દે મારી એક ફ્રેન્ડ નર્સ છે એ આપણે મદદ કરી શકે છે.“

સમીરા એ તરત જ તેની કોઈ ફ્રેન્ડ ને ફોન કરી અને બધી હકીકત સમજાવી, અને કહ્યું,

“ઓકે અમે લોકો રસ્તા માજ છીએ લગભગ અડધો કલાક માં પહોચી જઈશું, ”

ત્યાર બાદ સમીરા મને તેના ઘર ના પાછળ ની લાઈન માં એક ઘર પાસે કાર પાર્ક કરવા કહ્યું,

અને કાર માંથી ઉતરતા ની સાથે જ ઘરમાં ઘુસી ગઈ, પાંચ જ મિનીટ માં સમીરા બહાર આવી અને કહ્યું, “મુમતાઝ ને અંદર લઇ લો, ”

કાર માંથી નીચે ઉતરી હું અને અસલમ મુમતાઝ ને ઉપાડી અને ઘરની અંદર લઇ ગયા,

મુમતાઝ ને બેડ ઉપર સુવડાવી અને મને અને અસલમ ને બહાર હોલ માં સોફા ઉપર બેસવા કહ્યું,

ત્યાર બાદ સમીરા ની ફ્રેન્ડ બહાર આવી અને મને પૂછ્યું, “કઈ ગોળી ખાધી છે અને કેટલો સમય થયો?” અસલમ એ તરત જ ખિસ્સા માં થી તે ગોળી નું ખાલી પતરું આપતા કહ્યું, “લગભગ એક કલાક થયો”

મુમતાઝ ને બાટલા ચડતા હતા, લગભગ એકાદ કલાક પછી મુમતાઝ હોશમાં આવી, ત્યારે સમીરા અને તેની ફ્રેન્ડ બહાર આવી અને મને કહ્યું, “જુઓ મુમતાઝ ને વોમિટ થઇ ગઈ છે અને હવે ખતરા થી બહાર છે કઈ પણ ચિંતા કરવાની જરૂર નથી, હવે તમે મુમતાઝ ને મળી શકો છો, ”

તેમની વાત સાંભળી ને મને શાંતી થઇ, હોસ્પિટલ માં લઈ ગયા હોત તો શું થાત?, પોલીસ કેશ થાત, ઈજ્જત ના ચીથરા ઉડત મુમતાઝ ના અબુ ને ખબર પડત તો તેઓ તો ગુંડા ટાઈપ ના માણસો છે, પ્રસંગ બગડત એ અલગ, રાત્રે બાર વાગી ગયા, સમીરા ને પણ ઘરે જવાનું હતું, સમીરા નું એકટીવા ઘરે પડ્યું હતું, મેં સમીરા ને પૂછ્યું, “તારે ઘરે જવાનું શું છે ? તારા અબુ ચિંતા કરતા હશે, ” “અબુ ને ફોન કરી દીધો છે, ” સમીરા એ કહ્યું,

તમે લોકો ઘરે જાવે હું અહી જ ઉતરી જઈશ, હું અને અસલમ સમીરા ને ઘેર ઉતારી અને ઘરે પહોચ્યા, ઘર માં બધા અમારી રાહ જોઈ ને જાગતા હતા, સિસ્ટર એ કહ્યું હતું કે મુમતાઝ ને આરામ ની જરૂર છે, એટલે મુમતાઝ ને બેડરૂમ માં સુવડાવી અને બધાને સુઈ જવા કહ્યું, રાતના એક વાગ્યો હતો, અબુ હતાસ થઇ ગયા હતા, હું અબુ પાસે ગયો અને પૂછ્યું,

” ઊંઘ નથી આવતી અબુ તમને ?”

“ક્યાંથી આવે?ઘરમાં આવી ઘટના બની જતી હોય ત્યારે, સારું થયું હું મારી દવા ખાવાનું પણ ભૂલી ગયો હતો, લાવ ચલ મારી દવા લાવ”

મેં બેડની પાસે પડેલ ડ્રોઅર માં થી અબુ ને ગોળી કાઢી ને આપી હું કિચન માં થી પાણી નો ગ્લાસ ભરી લાવ્યો, અબુ એ પાણીનો ગ્લાસ હાથ માં લેતા કહ્યું, .

“જો બેટા સલીમ આ ગોળી લોહી પાતળું કરવાની છે, અગર હું એકીસાથે બે ચાર ગોળી ખાઈ જાઉં તો સવારે ઉઠું જ નહી, ”

“ઓહ અબુ એવું શા માટે કહો છો? હજુ તો અમારા બાળકોના નિકાહ પણ તમારે જ કરાવવાના છે “

મેં હસતા હસતા કહ્યું, ,

“બધું ખતમ થઇ ગયું સલીમ બધું ખતમ, મારા તો વા’ણ ડૂબી ગયા, સલીમ વા’ણ ડૂબી ગયા” અબુ એ કણસતા આવાઝ માં પાણી નો ખાલી ગ્લાસ મને આપતા કહ્યું, ને અબુ પડખું ફેરવી ને સુઈ ગયા, હવે અબુ ની માનસિક સ્થિતિ સારી નહતી એવું મને લાગ્યું, આટલા હતાશ થતા પહેલી વાર જોયા,

સવારે દસ વાગ્યે મેહમાન આવવાના હતા, બધી તૈયારી કરવાની હતી એટલે હું અને અસલમ પણ સુઈ ગયા, બેન બનેવી અને તેમની છોકરી અકિલા નીચે ગંગામાંસી ના ઘરે ચાલ્યા ગયા, અકિલા ઊંઘ માં હતી એટલે બનેવી તેને ખભે ઉપાડી અને લઇ ગયા,

સગાઇ ની તૈયારી માટે મારી ચિંતા વધી ગઈ હતી. જો સવારે મુમતાઝ ની હાલત બરાબર હોય તો નાના મોટા કામકાજ માં અસલમ નો ઉપયોગ કરી શકાય, હું એકલો કેટલે ઘોડે ચડીસ ? મારી ઓફીસ માંથી મદદ માટે મિત્રો ને કહ્યું હતું, તો પણ અસલમ સગાઈ માં હાજરી આપી શકશે કે કેમ ?, સગા સંબંધી અસલમ અને મુમતાઝ વિષે પૂછશે તો શું જવાબ આપીશ, જો મુમતાઝ ની તબિયત સવાર સુધીમાં બરાબર થઇ જશે તો પણ તે કોઈ નવું નાટક તો ઉભું નહી કરે ને ? હું એજ વિમાસણ માં હતો, એ તો સારું હતું મેં જ અબુ અને અમી ને કહ્યું હતું કે સગાઈ માં બધા ને આમંત્રણ નથી આપવું સાવ સાદગી પૂર્વક કરવું છે.

સમીરા ના અબુ નો આગ્રહ હતો કે તેમના ઘરે જ બન્ને ની સગાઇ નું ગોઠવવું, ત્યાં કુદરતી વાતાવરણ અને મોકળાસ પણ છે,

હું સવારે છ વાગ્યે ઉઠી ગયો, મુમતાઝ અને અસલમ પણ ઉઠી ગયા, મુમતાઝ ના ચહેરા પર થોડી કમજોરી દેખતી હતી, પણ મને એવું લાગ્યું કે સાંજ સુધી માં બરાબર થઇ જશે મહેમાન આવશે એટલે બધું સારું થઇ જશે., તો પણ મેં અસલમ ને બહાર બોલાવી અને કહ્યું, .

”ભાઈ હજુ પણ મુમતાઝ સાથે વાત કરી લે મહેમાનો ની સામે કોઈ નાટક તો નહી કરે ને?”

“ના ભાઈ એ હું સમજાવી દઉં છું એ તું ફિકર નઈ કર, ”

“સારું તું અહી જ રહેજે, એવું લાગે તો તમે બંને સગાઇ માં સમીરા ના ઘરે આવી જજો, ”

મારાથી રહેવાયું નહી હું મુમતાઝ પાસે ગયો અને કહ્યું, “ મુમતાઝ ક્યારેય પણ હતાશ નહિ થવાનું, તને શું જોઈએ બોલ“

“ભાઈ મારે એકટીવા જોઈએ, નવું”

“હા ચોક્કસ આ સગાઈ નો પ્રસંગ પતી જાય એટલે મળી જશે, તારી તબિયત સાચવજે અને જો તબિયત બરાબર જણાય તો સગાઇ માં આવી જજે,

એકટીવા લઇ આપવા ની પ્રોમિસ કર્યા પછી મુમતાઝ ના ચહેરા ના હાવભાવ બદલાઈ ગયા,

મેં પ્રોમિસ તો કરી પણ મારી ફિકર વધી ગઈ, સગાઇ અને નિકાહ નો ખર્ચ લીમીટેડ હતો , અને હવે મારે નવું એકટીવા આ બજેટ માં સમાવવા નું હતું, સવાર માં દસ વાગ્યે જ રજાક ના અમી અબુ અને તેમના સગા સંબંધી ટ્રેન માં આવી ગયા,

મારા ઘર ની બહાર નાનકડો મંડપ બંધાવ્યો અને પચાસેક જેટલી ખુરસી રખાવી દીધી એટલે મહેમાનો ને અસુવિધા ન થાય, બપોરે બધા સાથે જમ્યા, રૂકસાના અને રજાક ને પણ વાતચીત કરવા મોકળાસ મળી, રૂકસાના ખુબજ ખુસ હતી, હું એક ખુરસી પર બેઠો, મારી નજર રૂકસાના તરફ જ હતી, જેટલા રૂકસાનાને લાડ લડાવ્યા એટલીજ તે જવાબદાર અને ઘરરખી હતી, બધાની નાની-નાની બાબતો નું હમેશા ધ્યાન રાખતી, હું વિચારો માં ખોવાઈ ગયો, મારી સામે રૂકસાના ની નિકાહ નું દ્રશ્ય સામે આવ્યું, રૂકસાના ની વિદાઈ કેવી કપરી હશે, એકજ મહિના માં જતી રેહશે, ઓગણીસ વર્ષ થી ઘર અંગણે પાંગરેલું ફૂલ અચાનક આંખો ની સામે થી ઓઝલ થઇ જશે, તેણી ના હાથ ની ગરમા ગરમ રોટલી, પોતાની પાંચ રૂપિયાની વસ્તુ ખરીદવા બજાર માં જાય અને ઘર માં બધા માટે કંઈ ને કઈ લાવે, આ બધા વિચારો એ મારા હૃદય નું વજન વધારી મુક્યું, પણ તેના ચહેરા ની ખુશી જોઈ ને મને હળવાશ અનુભવાતી,

ક્રમશઃ આવતા ગુરુવારે............