શાયર-૨૬. ઉપસંહાર Rekha Shukla દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

શાયર-૨૬. ઉપસંહાર

શાયર- ૨૬. ઉપસંહાર

કવિરાજની જીવનયાત્રા પૂરી થઈ. સોનાપુરમાં એના અગ્નિસંસ્કાર થયા. સ્થળે સ્થળે એના મૃત્યુના સમાચાર ફરી વળ્યા. સ્થળે સ્થળે લોકોએ અફસોસ બતાવ્યો. કવિરાજ્ નું જન્મસ્થાનમાં

સ્મારક કરવાનુમ ભાવિકોએ નક્કી કર્યું. ધનિઓએ પૈસા આપ્યા. સરકારે જમીન આપી. કવિરાજનુ સ્મારક થયું. કાળાંતરે એની સ્મૄતિ લોપાવા માંડી. ત્યારેય એ શેષ રહી ચિત્તભ્રમ થયેલી

આશામાં . એના પિતાને ઘેર રહે છે એ . દિવસોના દિવસો એ શૂન્ય મુખે બેસે છે. જીવનમાં રસ લેતી કરવાના એના પિતાના પ્રયાસો એળે ગયા છે. કોઈક વાર એને ઘૂરી આવે છે, ત્યારે

એ ઘરમાંથી નાસી જાય છે. એ નાસી જાય છે ત્યારે એને પાછી શોધવામાં ઝાઝી તકલીફ નથી પડતી. કવિરાજ ના બાવલા સામે એ ઊભી હોય છે. બાવલા સામે જોઈને કોઈવાર હસે છે,

કોઈવાર રડે છે. ગામના વૄદ્ધોને એની ઉપેક્ષા છે, નારી વર્ગને એની દયા છે, બાળકોને એક જોણું છે.

એક દિવસે ઘેરથી એ ગઈ. એને પાછી તેડી લાવવાને પ્રભુરામ ને ગવરીશંકર ગયા. એમણે જોયું કે આશા હવે કદી પાછી આવશે નહિ. કવિરાજનાં પૂતળાં ને બાથ ભરીને એ પડી હતી.

એની માથે પૂતળું પડ્યું હતું. પૂતળાં એ એનો કૄશ દેહ છૂંદી નાંખ્યો હતો. આશાના ચહેરા ઉપર એના કૌમાર્ય કાળનું મોહક હાસ્ય હતું. તાપીના તટમાં એના અંતિમ સંસ્કાર થયા.

( સમાપ્ત )