વાંચકોને... સતત આઠ મહિના હું આ ત્રણ ભાગમાં વહેંચાયેલી કથા સાથે, પાત્રો સાથે, કાલ્પનિક દુનિયા સાથે, અલગ અલગ ઘટનાઓ સાથે, અલગ અલગ સ્થળો સાથે, અરે જંગલમાં, આલીશાન મહેલમાં અને પહાડીઓમાં જીવ્યો છું. ક્યારેક આગળ શું લખવું એ ન સુજે તો જાણે આ કથાની જ નાગમતી નદીના નિર્મળ જળમાં કલમ બોળીને આગળ લખતો અને આગળ લખાતું. નયના એક રૂપાળી છોકરી નાગપુર સ્ટેશન ઉપર ઉતરે ત્યાંથી શરુ થઈને આ કથા આગળ ચાલી. પછી તેમાં કપિલ, વિવેક, જાદુગર સોમર, કિંજલ, ડોક્ટર સ્વામી, કદંબ આવ્યા. ભેડાઘાટ અને નાગપુર શહેર તેમાં વણાયા. જોકે એક સ્પસ્ટતા અહી કરવી રહી કે આ કથામાં આવતું નાગપુર શહેર કે

નવા એપિસોડ્સ : : Every Monday, Tuesday, Wednesday, Thursday & Friday

1

મુહૂર્ત (પ્રકરણ 1)

વાંચકોને... સતત આઠ મહિના હું આ ત્રણ ભાગમાં વહેંચાયેલી કથા સાથે, પાત્રો સાથે, કાલ્પનિક દુનિયા સાથે, અલગ અલગ ઘટનાઓ અલગ અલગ સ્થળો સાથે, અરે જંગલમાં, આલીશાન મહેલમાં અને પહાડીઓમાં જીવ્યો છું. ક્યારેક આગળ શું લખવું એ ન સુજે તો જાણે આ કથાની જ નાગમતી નદીના નિર્મળ જળમાં કલમ બોળીને આગળ લખતો અને આગળ લખાતું. નયના એક રૂપાળી છોકરી નાગપુર સ્ટેશન ઉપર ઉતરે ત્યાંથી શરુ થઈને આ કથા આગળ ચાલી. પછી તેમાં કપિલ, વિવેક, જાદુગર સોમર, કિંજલ, ડોક્ટર સ્વામી, કદંબ આવ્યા. ભેડાઘાટ અને નાગપુર શહેર તેમાં વણાયા. જોકે એક સ્પસ્ટતા અહી કરવી રહી કે આ કથામાં આવતું નાગપુર શહેર કે ...વધુ વાંચો

2

મુહૂર્ત (પ્રકરણ 2)

અમે કેફેટેરિયામાંથી બહાર આવ્યા. કોલેજના ગેટ સુધી ગયા ત્યાં સુધી નયના મને જ જોતી રહી. એની આંખોમાં કેટલાય સવાલો પણ એ સવાલોને ઢાંકી દેતો એનો પ્રેમ એની આંખોમાં છલકતો રહ્યો. ભેડાઘાટ પર શું થયું એના દુ:ખ કરતા હું સલામત હતો એની ખુશી એનો ચહેરો વધુ વ્યક્ત કરતો હતો. એ મને જોઈ રહી હતી. હું પણ એને જોઈ રહેવા માંગતો હતો. મને કોલેજનો એ દિવસ યાદ આવી ગયો જયારે મેં એને પહેલીવાર જોઈ હતી. એ મારી બાજુની સીટ પર ગોઠવાઈ ત્યારે. મેં જયારે પહેલીવાર એની આંખોમાં જોયું મને એમાં અમારો ઈતિહાસ દેખાવા લાગ્યો હતો. મને એ પળ યાદ આવી ગઈ ...વધુ વાંચો

3

મુહૂર્ત (પ્રકરણ 3)

અમે પુષ્પાંજલિ બહાર આવ્યા. મને ખાસ ભૂખ નહોતી છતાં મારે ખાવું પડ્યું. હું જાણતો હતો કે હું નહિ ખાઉં નયના અનેક સવાલો કરશે અને એ પણ નહિ ખાય. જોકે સવાલો તો નયનાએ ઘણા કર્યા હતા. થેંક ગોડ! વિવેકે એના સવાલો સંભાળી લીધા હતા. સાંજ ઢળવાને હજુ વાર હતી છતાં એ જંગલ વિસ્તાર હતો એટલે અંધારું દેખાવા લાગ્યું. હવામાં ઠંડક ભળેલી હતી. પણ માત્ર ઠંડક જ. અહી ભેડાઘાટ જેવી શેતાની ચીલ ન હતી. અમે કાર સુધી પહોચ્યા ત્યારે ફરી નયનાએ એ જ સવાલ કર્યો, “તમે મને કઈ જગ્યાએ મુકવાના છો?” “રસ્તામાં બધું સમજાવું. પહેલા તો તારે તારા મમ્મી પપ્પાને મળવું ...વધુ વાંચો

4

મુહૂર્ત (પ્રકરણ 4)

અમેઝ પુના જવાના હાઈવે પર દોડવા લાગી. કાર પુના પહોચે ત્યાં સુધી મારી પાસે વિચારવા સિવાય કોઈ કામ ન વિચારવા માટે પણ મારી પાસે આ જન્મની કોઈ મીઠી યાદો હતી જ કયાં? આ જન્મે તો હજુ મને અને નયનાને મળ્યાને એક અઠવાડિયા કરતા વધુ સમય થયો નહોતો. હું ફરી પૂર્વજન્મની મીઠી યાદોમાં ખોવાઈ ગયો. એ દિવસે અનન્યા સાથે મારી બીજી મુલાકાત હતી. મારે એની પાછળ જઈ એ કયાં રહે છે એ જાણવું હતું. પણ હું ન જઇ શકયો કેમકે પપ્પા એ દિવસે સાંજ સુધી સ્ટોર પર ન આવ્યા. અમે વારાફરતી સ્ટોર પર બેસતા અને એ દિવસે સ્ટોર પર બેસવાનો ...વધુ વાંચો

5

મુહૂર્ત (પ્રકરણ 5)

એ રાત હું ઊંઘી ન શક્યો. એ માટે નહિ કે એ કોઈ અજાણ્યું સ્થળ હતું પણ મારા મન પર નાગના મૃત્યુનો બોજ હતો. મારા કેટલા પોતાના લોકોએ મારા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. કેટલા લોકોએ પોતાના જીવનની કુરબાની આપી હતી. મેં મારા અંકલ અને આંટીને મરતા જોયા હતા. ત્યારબાદ અશ્વિની અને રોહિત, ભાઈ, ભાભીને અને હવે ફરી એકવાર મોતનો સિલસિલો શરુ થવાનો હતો. આઠ મૃત્યુનો બોજ મારી રાહ જોતો તૈયાર હતો પણ હું વધુ કોઈના મૃત્યુના બોજને સહન કરવા તૈયાર નહોતો. માશીએ અમને ગેસ્ટ-રૂમમાં ઊંઘવાની સગવડ કરી આપી હતી પણ મારા જેમ વિવેક પણ ઊંઘી શક્યો નહી. તેનું ...વધુ વાંચો

6

મુહૂર્ત (પ્રકરણ 6)

અમને કારમાં ગોઠવી વિવેક પોતાનો ધર્મ નિભાવવા નીકળી પડ્યો. થેંકસ ટુ વિવેક... એના વિના અમારા માટે જીવિત હોવું અશકય હું કારમાં પાછળની સીટ પર હતો. નયના મારા બાજુમાં હતી. મારી નજર બહાર ન ગઈ કેમકે બારીના કાચ રોલ ડાઉન નહોતા અને કદાચ કાચ રોલ ડાઉન હોત તો પણ હું બહાર ન દેખી શકત કેમકે હું નયનાને દેખવા માંગતો હતો. એક યુગ એની આંખોમાં જોતા વીતી ગયો અને મને પૂર્વજન્મની યાદો દેખાવા લાગી. મેં એ ચહેરાને જોતા રહેવા શું શું કર્યું હતું? એ રાત્રે હું ઓજસ અને બાલુ લગભગ દસેક મીનીટમાં શિવ મંદિર પહોચી ગયા હતા. અમે ત્રણેય શિવ મંદિર ...વધુ વાંચો

7

મુહૂર્ત (પ્રકરણ 7)

હોટલ મેજિક સર્કલ જાદુગરોના રહેવા માટેની જ જગ્યા હોય એવું તેના નામ પરથી દેખાઈ આવતું હતું. તે બે માળની મુંબઈ શહેરના હૃદય જેવા મલાડ વિસ્તારમાં હતી. તેનાથી ત્રણેક બ્લોક દુર બીજી એવી જ હોટલ હતી જેનું નામ પણ મેજીકથી શરુ થતું હતું. આસપાસ ઘણી હોટલો હતી પણ વિવેકના પપ્પાએ અમારા માટે મેજિક સર્કલમાં રૂમ બૂક કરાવ્યો હતો. અમારે એ હોટલમાં રોકાવાનું હતું એટલે અમે બીજી હોટલો તરફ ખાસ ધ્યાન ન આપ્યું. બહારથી એ હોટલ સામાન્ય અને ટુ સ્ટાર દેખાતી હતી. વિવેકે કાર હોટલના પાર્કિંગ લોટમાં પુલ ઓફ કરી. અમે અમેઝ્માંથી બહાર આવ્યા. મેં હોટલની સામે તરફ લગાવેલ હોર્ડીન્ગ્સ તરફ ...વધુ વાંચો

8

મુહૂર્ત (પ્રકરણ 8)

બીજી સવારે હું પાંચ વાગ્યે જાગ્યો. નયના અને વિવેક હજુ ઉઘ્યા હતા. એમને ડીસ્ટર્બ કરવાનું મને ન ગમ્યું. આમ અમારી ફલાઈટ મોડી હતી. મેં મેટ્રેસ હટાવી મારી જાતને બેડમાંથી આઝાદ કરી. એ ગુપ્ત હોલની બારી ખોલી ઠંડા પવનને અંદર દાખલ થવા પરવાનગી આપી. મારી પાસે નયના અને વિવેક જાગે ત્યાં સુધી સોફા ચેર પર ગોઠવાઈ વિચારો કરવા સિવાય કોઈ કામ નહોતું. મેં એ જ કર્યું જે હું છેલ્લા કેટલાય દિવસોથી કરતો હતો. શિવ મંદિરની મુલાકાત બાદ મેં એક અઠવાડિયા સુધી બુકસ્ટોર પર અનન્યાના આગમન રાહ જોઈ. હું નિરાશા અનુભવવા લાગ્યો. કદાચ અનન્યા નહિ આવે પણ જયારે મેં એના આગમનની ...વધુ વાંચો

9

મુહૂર્ત (પ્રકરણ 9)

અમે મેઈન બઝાર પહોચ્યા ત્યાં ખાસ્સી ભીડ હતી. મુંબઈની બઝારમાં ભીડ ન હોય એવું બને પણ નહી. વિવેકે સ્ત્રીઓની તરફ આગળ વધતા કહ્યું, “સામેની શોપ.” મેં અને નયનાએ એ શોપ પર નજર કરી. એની બહાર લાઈટીંગવાળું વુમન્સ વિયર બોર્ડ લાગેલ હતું. શોપ જાણે ઇંટ અને સિમેન્ટ નહિ પણ આખી કાચથી ઉભી કરી હોય એમ સજાવેલ હતી. અંદર વેચાતી અલગ અલગ આઈટમનું પ્રદર્શન કરવા બહારના ભાગે મેનીકીલ ઉભા કરેલા હતા. ત્રીજા નંબરના મેનીકીલ પર લાગેલ કપડા જોઈ મને નવાઈ થઇ. શું હજુ લોકો એ જૂની ફેશનના કપડા પહેરતા હશે? એ મેનીકીલ પર જૂની સ્ટાઈલના કપડા લાગેલ હતા જે અનન્યાને પસંદ ...વધુ વાંચો

10

મુહૂર્ત (પ્રકરણ 10)

“હા...” “તો કહે હું તને કેટલો પ્રેમ કરું છું?” “ક્યારેય દરિયો જોયો છે?” “હા..” “અને આકાશ?” “હા..” તે જરા થઇ જવાબ આપતી હતી, “પણ આ મારા સવાલોના જવાબ નથી.” “કેમ રોમેન્ટિક બુક વાંચે છે ને સવાલોમાં છુપાયેલા જવાબ ન મળ્યા..?” “મળ્યા પણ બુધ્ધુ તારા મોઢે સાંભળવા છે..” “તારો પ્રેમ દરિયાથી ઉંડો છે અને આકાશથી ઉંચો છે.” “હા, પણ મંદિરમાં હજુ ઘણું કામ બાકી છે.” અનન્યા મંદિર તરફ જવા લાગી. “થોડોક સમય રોકાઈ જા ને....?” “કેમ?” એ પાછી ફરી ત્યારે એની ચોટી નાગીનની જેમ વળ ખાઈને એની પીઠ સાથે અથડાઈ. “કેમ કે....” મને કઈ જવાબ ન સુજ્યો. “જા, એક બે ...વધુ વાંચો

11

મુહૂર્ત (પ્રકરણ 11)

અમે એરપોર્ટ પહોચ્યા ત્યારે આકાશ એકદમ સ્વચ્છ હતું. કુદરતી વાતાવણ જંગલ જેવું નહોતું પણ આસપાસ રસ્તા પર દોડભાગ જંગલ જ હતી. મુંબઈની મોટી સડકો પર જંગલ જેમ હિંસક પશુને બદલે હિંસક વાહન દોડતા હતા જે ક્યારે કોને અડફેટે લઇ લે એ નક્કી નહી. “ટેક્ષી હજુ આગળ લેવાની છે.” વિવેકે ટેક્ષી ડ્રાયવરને કહ્યું. “જાણું છું સાહેબ, તમારે ક્યાં જવું છે તે.” ટેક્ષી ડ્રાયવરના શબ્દો મને સમજાયા નહિ. સંભળાયા ખરા પણ હું એનો અર્થ ન સમજ્યો. અર્થ તો મને વિવેક જે કહી રહ્યો હતો એનો પણ સમજાયો નહી પણ હું વચ્ચે બોલવા માંગતો ન હતો. “વિવેક એરપોર્ટ અહી જ છે.” નયના ...વધુ વાંચો

12

મુહૂર્ત (પ્રકરણ 12)

અમે અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા. એસ.વી.પી.આઈ. એરપોર્ટ ભારતના ટોપ મોસ્ટ એરપોર્ટના લીસ્ટમાં હશે એમ મને લાગ્યું. અમદાવાદ અને ગાંધીનગર શહેરના લોકો મુસાફરી માટે એનો ઉપયોગ કરતા હતા એટલે અમે રાતના સમયે ઉતર્યા છતાં ટર્મિનસ વન અને ટર્મિનસ ટુ બંને પર લોકોનો ધસારો હતો. એ કદાચ ગુજરાતનું મુખ્ય એવિએશન હબ હશે કેમકે ત્યાંથી ભારતના મુખ્ય મેટ્રોપોલીઅન સીટી મુંબઈ, નવી દિલ્હી, કલકત્તા, બેંગલોર, અને ચેન્નઈ ઉપરાંત બીજા પણ મહત્વના શહેરો ગુવાહાટી, દિબ્રુગઢ, ગોવા, અને સીલીગુરી માટેની ફ્લાઈટ લીસ્ટ પર હતી. અમે ઉતર્યા ત્યારે એરપોર્ટ જેટ લાઈટ, ગો એર, અને ઈન્ડીગો જેવા ડોમેસ્ટિક એરલાઈનના વિમાનોથી ધમધમી રહ્યું હતું. “આ કયો એરિયા છે?” ...વધુ વાંચો

13

મુહૂર્ત (પ્રકરણ 13)

ઓડીટોરીયમમાં અમે જે તરફથી આવ્યા હતા એ તરફથી દાખલ થવાનો દરવાજો લોક હતો. અમારે કોઈ બીજો દરવાજો શોધવાની જરૂર એમ લાગ્યું. “લેટ્સ ગો ટુ અનધર ડોર..” અવિનાશે ડાબી તરફના કોરીડોરમાં વળતા કહ્યું. “વેઇટ.” તપને એને અટકાવ્યો. “વોટ..? આપણે આ બંધ દરવાજા આગળ શું કરીશું?” અવિનાશ સમજ્યો નહી. તપને એ લોક તરફ હાથ કરી તેના મનથી એના પર ફોકસ કર્યું અને લોક એક ક્લિક સાથે ખુલી ગયું. “તારે મારી સાથે હોવું જોઈએ.. તું જાદુગરમાં ચાલે એમ છે.” વિવેકે અંદર દાખલ થતા કહ્યું. “થેન્ક્સ બટ મને એવા શોમાં કોઈ રસ નથી.” તપને કહ્યું. હું જાણતો હતો એ ખોટું બોલે છે. એને ...વધુ વાંચો

14

મુહૂર્ત (પ્રકરણ 14)

મેં ટેક્ષી ડ્રાઈવ કરતા કરતા બે ત્રણ વાર વિવેકના ચહેરા તરફ નજર કરી. એના ચહેરા પર એ જ દુ:ખ ગુસ્સાના ભાવ હતા. મોનિકા અને તપનના અપમૃત્યુના સદમાથી એ બહાર આવી શક્યો નહોતો. મેં ટેક્ષી રોડ પર પાર્ક કરી અને ફરી અમે એ જ હોટલ પર ગયા જ્યાંથી નંબર ટુનું લોકેશન મેળવ્યું હતું. અમે નબર થ્રીનું લોકેશન મેળવ્યું. વિવેક તપનના મૃત્યુ પછી એકદમ બદલાઈ ગયો હતો. એ ન તો કોઈ કોડ લેંગવેજમાં વાત કરતો હતો ન એ હસતો હતો. એ જાણે મારી સાથે અમુક સમયથી ફરતો હતો એ વિવેક રહ્યો જ ન હતો. હોટલ પર ક્લાર્ક સાથે એણે જયારે ગુસ્સાથી ...વધુ વાંચો

15

મુહૂર્ત (પ્રકરણ 15)

અંશને મળીને વિવેક જરાક શાંત થયો હોય એમ લાગ્યું. “અંશને કોઈ સુરક્ષિત સ્થળે મુકવો પડશે...?” મેં કાર ફરી દ્વારકા રોડ પર ભગાવી એ સાથે જ પૂછ્યું. એ રોડ ફોર્ટી બાય ફોર્ટીનો ન હતો છતાં રોડ ખાસ્સો એવો પહોળો હતો. રોડની આસપાસ વૃક્ષોની ઘટાઓ છવાયેલ હતી. કાર ગ્રીનરી વચ્ચે દોડી રહી હતી. “ના, એ આપણી સાથે જ સુરક્ષિત છે અને આમ પણ એણે કોઈ તાલીમ નથી લીધી, આ બધાથી અજાણ્યો છે માટે એને જાણવું અને સમજવું પણ જોઈએ કે એ પોતે કોણ છે અને તેના દુશ્મન કોણ છે.” વિવેકની વાત યોગ્ય હતી. અંશ માટે પોતાની અને દુશ્મનોની હકીકત જાણવી જરૂરી ...વધુ વાંચો

16

મુહૂર્ત (પ્રકરણ 16)

અમે એ જ હોટલ ગયા જ્યાંથી અમને નબર ટુ અને નબર થ્રીનું લોકેશન મળ્યું હતું. હોટલની બંને મુલાકાત દરમિયાન માત્ર બહાર ટેબલ પરના ક્લાર્ક સાથે જ વાત કરી હતી અમે હોટલમાં ગયા નહોતા. જયારે હોટલ બહાર એ કાળા પીળા પટ્ટાવળી ટેક્સી પુલ ઓફ કરી ત્યારે મને થયુ કે એના ડ્રાયવરને એ ટેક્ષી જોઈ કેટલો આઘાત લાગશે પણ એવું કઈ ન થયુ કેમકે ટેક્ષી ડ્રાયવરને હોટલ માલિક પાસેથી વિવેકે પાંત્રીસ હજાર રૂપિયા અપાવી દીધા જે એની ટેક્ષીને થયેલ નુકશાન માટે પૂરતા હતા. “શું કોઈ અમારી રાહ જોઈ રહ્યું છે?” વિવેકે ટેબલ પરના કલાર્કને પૂછ્યું. હજુ ટેબલ પર એ જ વ્યક્તિ ...વધુ વાંચો

17

મુહૂર્ત (પ્રકરણ 17)

અમે જેશલમેર જવા માટે ટ્રેન પકડી હતી. જતા પહેલા અમે મેલા કપડા બદલ્યા હતા. વિવેકે અમારા માટે સફેદ જભ્ભા સાંકડી મોરીના લેઘા રેડીમેડ જ લાવ્યા. સફેદ કપડામાં વિવેક મારા કરતા વધુ સુંદર દેખાતો હતો. રાજસ્થાનમાં રણમાં જવું પડે એ માટે અમુક બીજી વસ્તુઓનો એક બેક પેક પણ લીધો હતો. શ્લોક અને પ્રિયંકા અમારી સાથે આવવા માંગતા હતા પણ વિવેક અને તેના પપ્પા ઇચ્છતા હતા કે અમે બે જ જઈએ. આમ પણ અડધું જોખમ ઓછું થઇ ગયું હતું, અમે નંબર ત્રણને બચાવીને ડેથ સાયકલ તોડી નાખી હતી. હવે એ લોકો નંબર ચારને અત્યારે મારી શકે એમ ન હતા કેમકે તેઓ ...વધુ વાંચો

18

મુહૂર્ત (પ્રકરણ 18)

અમે નયના અને નંબર નાઈનને બચાવવા માટે એક પ્લાન બનાવ્યો એ મુજબ નાગપુરના જંગલમાંથી રાત્રીના સમયે પસાર થતી માલવાહક છુપાઈને જવાનું નક્કી કર્યું. ટ્રેનમાં જવાનો મુખ્ય હેતુ એ દુશ્મનના ધ્યાનમાં આવ્યા વગર જ જંગલમાં દાખલ થઇ શકવાનો હતો. કદંબ અને એના શિકારીઓએ જંગલના દરેક રસ્તા પર અમારા માટે ઝાળ બિછાવી હતી એ વાતથી અમે અજાણ નહોતા. દુશ્મન અમારા આવવાની રાહ જોઈ રહ્યા હતા. પણ દુશ્મને ક્યારેય વિચાર્યું નહોતું કે સીતેરના દાયકાથી શરુ થયેલ જૂની માલ વાહકમાંથી જંગલમાં કુદવાનું રિસ્ક અમે લઈશું. મને યાદ છે જયારે અહી રેલ્વે લાઈન નહોતી - એ સમય મને હજુ યાદ છે. વર્ષો પહેલા અનન્યા ...વધુ વાંચો

19

મુહૂર્ત - (પ્રકરણ 19)

આગ દુર હતી પણ તેની ઝાળ ભયાનક હતી. મેં પહેલા કહ્યું તેમ અમને માનવ જેવી દરેક લાગણી થાય છે. ગરમી કરતા પણ વધુ ભયાનક હતો ધુમાડો. ત્યાં ચારે તરફ ધુમાડો અને અંધકાર ફેલાઈ ગયા હતા. મેં મારો રૂમાલ નીકાળ્યો. હું ક્યારનોય દોડી રહ્યો હતો એટલે મારા ચહેરા પર અને ગરદન પર પરસેવાના રેલા હતા. એ પરસેવો વળવામાં આસપાસની ગરમી પણ જવાબદાર હતી. એ ગરમીથી થયેલ પરસેવો મારા માટે મદદરૂપ હતો. મેં રુમાલથી પરસેવો લૂછ્યો અને મારા મો ફરતે એ પરસેવાથી ભીનો રૂમાલ બાંધી દીધો. એ રૂમાલ એક ફિલ્ટરનું કામ કરવા લાગ્યો નહિતર એ ધુમાડો મને ગૂંગળાવી મારવા માટે પુરતો ...વધુ વાંચો

20

મુહૂર્ત - (પ્રકરણ 20)

“વિવેક, આપણે નયનાને ક્યાં શોધીશું? આવડા મોટા જંગલમાં આપણને કઈ રીતે અંદાજ આવી શકશે?” મેં મારા હાથ પર જ્યાં છરી વાગી હતી ત્યાં મારો રૂમાલ બાંધ્યો. “લાવ હું મદદ કરું.” તેણે રૂમાલ બરાબર બાંધી આપ્યો. “આપણે નયનાને શોધવી પડશે... વિવેક.” મેં ફરી એ જ વાત કહી. અંધકાર ઘેરાતો હતો અને મને આસપાસના દરેક વ્રુક્ષની પાછળ એક દુશ્મન સંતાઈને અમારી રાહ જોતો હોય એમ લાગતું હતું. “એ જ વિચારી રહ્યો છું.” વિવેકે કહ્યું ત્યારે એ કેટલો જુસ્સામાં હતો એ મને સમજાઈ ગયું કેમ કે એણે રૂમાલને જે રીતે કસીને ગાંઠ આપી હતી એ જોતા હું સમજી ગયો કે એના હાથ ...વધુ વાંચો

21

મુહૂર્ત - (પ્રકરણ 21)

હું મારા મિત્રો સાથે એ જંગલમાં આમ અને તેમ ભટકી રહ્યો હતો. શિકારીઓની બુમો અને એમના ગન ફાયરના અવાજે શાંતિ ડહોળી નાખી હતી. જમીન પર સુકાઈને પડી ગયેલ જે વ્રુક્ષો પર અમે સરકતા અને રેસ લગાવતા એ જ ઝાડ અમને અવરોધ બની રહ્યા હતા.. અમે માનવ રૂપે જ ભાગતા હતા કેમકે શિકારીઓ મદારી હતા. અમે નાગ રૂપ લઈને પણ એમનાથી બચી શકીએ તેમ નહોતા. અમે મોટી ફલાંગો સાથે જમીન પર આડા પડેલા વ્રુક્ષોને કુદતા હતા. અમારા પગ પણ જમીનને ક્યારેક જ અડતા હતા એ સ્પીડે અમે જતા હતા. મને ડર લાગતો હતો. એ માટે નહિ કે હું મરી જઈશ. ...વધુ વાંચો

22

મુહૂર્ત - (પ્રકરણ 22)

અમે નયનાના ઘરના એકદમ પાછળના ભાગે પહોચી ગયા હતા. રાત વધુને વધુ ઘેરી બની રહી હતી. કોઈ સામાન્ય માનવ એ અંધકારમાં જોઈ શકવું અશક્ય હતું પણ એક નાગ હોવાને લીધે મારી પાસે અંધારામાં પણ જોઈ શકવાની શક્તિ હતી માટે એ આછી ચાંદનીમાં પણ મને નયનાના ઘર પાછળનો એ ગાર્ડન દેખાવા લાગ્યો જ્યાં મેં પહેલીવાર નયના સાથે વાત કરી હતી. બસ ત્યારે દિવસ હતો અને આ વખતે રાત. એ સમયે નયના મારી સામે હતી અને હું એને સર્પદંશથી બચાવી શક્યો હતો આ વખતે...? મેં એક નજર આકાશ તરફ કરી. ચંદ્ર હળવી ગતિએ આગળ વધતો હતો. એના આછા કમજોર કિરણો વૃક્ષોની ...વધુ વાંચો

23

મુહૂર્ત - (પ્રકરણ 23)

હું હજુ કઈ સમજ્યો નહી. મેં વિવેક તરફ જોયું પણ વિવેક ત્યાં ન હતો.. મેં આમ તેમ જોયું.. મને દેખાયો એના હાથમાં એ જ છરી હતી જે વિહાને તેના પેટમાં ઉતારી દીધી હતી.. એના પેટ પર એ છરીનો કોઈ જખમ કે નિશાન ન હતું.. વિવેક એ છરી વડે રેયાંસના બે સાથીઓ સાથે લડી રહ્યો હતો. એમની સાથે લડી રહ્યો હતો કહેવા કરતા એમને મારી રહ્યો હતો કહેવું સારું રહેશે કેમકે એ બેમાંથી એકેયને પ્રતિકાર કરવાનો મોકો જ મળ્યો ન હતો. શું ચાલી રહ્યું છે એ સમજાય એ પહેલા જ એ બંને વિવેકની છરીનો ભોગ બની ચુક્યા હતા. “કપિલ, તારી ...વધુ વાંચો

24

મુહૂર્ત - (પ્રકરણ 24)

અમે ભેડાઘાટની બાજુમાં વહેતી નાગમતિ નદીની પેલી તરફના છેડે પહોંચ્યા. અમારા અને ભેડાઘાટ વચ્ચે એક ઊંડી ખાઈ હતી. ત્રણસો ઊંડી ખાઈ જેના તળિયે નદી વહેતી હતી જેમાં શિવમંદિર પાસેથી વહેતા એ ઝરણાનું પાણી પણ ભળતું હતું. જ્યાં હું અને અનન્યા બેસીને કલાકો સુધી એ નિર્મળ જળને જોયા કરતા. અમારે એ ખાઈ કુદીને પેલી તરફ જવાનું હતું જ્યાં કોઈ દુશ્મન અમારી રાહ જોઈ રહ્યો હતો - એ દુશ્મન કોણ હતો એ પણ અમે જાણતા ન હતા. અમારી પાસે નંબર નાઈનને બચાવવા એ એક જ રસ્તો હતો. એ એક જ રસ્તો જેમાં સો ફૂટ જેટલી પહોળી એ ખાઈ કુદવામાં જો કોઈ ...વધુ વાંચો

25

મુહૂર્ત - (પ્રકરણ 25)

મારી આંખો ખુલી ત્યારે હું એક બેડ પર સુતો હતો. મારી પાંસળીઓ સાથે એક વાદળી રંગનું નાનકડું મશીન લાગેલુ મારો અંદાજ સાચો હતો એ લોખંડના રોડથી મારી પાંસળીઓ તૂટી ગઈ હતી અને ફેફસાને શ્વાસ ઉરછવાસની ક્રિયામાં મદદ માટે એ મેડીકલ ડીવાઈઝ મારી પાંસળીઓ સાથે લગાવવા આવ્યું હતું. મારા કોલેપ્સડ લગ્સને એ મશીનની મદદ સાથે પણ શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. સૌથી સીરીયસ ઈજાઓ મારા માથાના ભાગે થઈ હતી. મારી પીઠમાં પણ ફેકચર થયું હતું એમ મને ડોક્ટર કહે તો મને નવાઈ થાય એમ ન હતી. પણ કદાચ હું લકી હતો કે હું એક નાગ હતો. મારામાં દર્દ સહન ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો