બુધવારની બપોરે

(1.2k)
  • 206.8k
  • 304
  • 72.2k

ચોર અને ચૌકીદારનો પ્રભાવ વિપક્ષોમાં એટલી હદે વધી ગયો કે બધાએ પોતાના નામની શરૂઆત ‘ચ’થી કરી દીધી અને એમ મીટિંગ બોલાવી. ચોનિયા ગાંધી, ચાહુલ, ચિયંકા, ચોબર્ટ ચાડ્રા, ચમતા ચૅનજીર્, ચાયાવતી, ચખિલેશ ચાદવ, ચરદ ચવાર... ચોનિયાની અધ્યક્ષતામાં મીટિંગ શરૂ થાય છેઃ

Full Novel

1

બુધવારની બપોરે - 1

ચોર અને ચૌકીદારનો પ્રભાવ વિપક્ષોમાં એટલી હદે વધી ગયો કે બધાએ પોતાના નામની શરૂઆત ‘ચ’થી કરી દીધી અને એમ બોલાવી. ચોનિયા ગાંધી, ચાહુલ, ચિયંકા, ચોબર્ટ ચાડ્રા, ચમતા ચૅનજીર્, ચાયાવતી, ચખિલેશ ચાદવ, ચરદ ચવાર... ચોનિયાની અધ્યક્ષતામાં મીટિંગ શરૂ થાય છેઃ ...વધુ વાંચો

2

બુધવારની બપોરે - 2

ગુજરાતીઓ કોઇ હિલ સ્ટેશને જાય તો ઉતરવા માટે હોટલના રૂમનો ભાવ નથી પૂછતા, આખા હિલ સ્ટેશનનો ભાવ પૂછી લે, ભાવે આલ્યું આ તમારૂં મહાબળેશ્વર...?’) એટલો પૈસો એમની પાસે પડ્યો છે. આમે ય, જગતભરના કોઇ પણ હિલ સ્ટેશને જાઓ, ત્યાં સૌથી વધુ ગુજરાતીઓ જોવા મળે. પંજાબીઓ અને રાજસ્થાનીઓ ખરા, પણ મહારાષ્ટ્રીયનો ભાગ્યે જોવા મળે. જે જોવા મળે, એ ઑફિસના કામે અને ખર્ચે આવ્યા હોય. ...વધુ વાંચો

3

બુધવારની બપોરે - 3

સમય હશે સાંજે ચાર-પાંચ વાગ્યાનો. હું ડ્રૉઇંગ-રૂમમાં બેઠો બેઠો કાંઇ કરતો નહતો. મને કાંઇ ન કરવું ખૂબ ગમે. એ હૉબી પણ છે. છતાં ય, નવરા બેઠા કંઇક કરવું જોઇએ, એવું મોટા ચિંતકો કહી ગયા છે, એ ધોરણે મને બહુ અઘરૂં પડે, એ ‘વિચારવાનું’ શરૂ કર્યું. દીવાલો ઉપર વૉલ-પૅપર નંખાવવા જોઇએ કે આખી દીવાલ નવી નંખાવવી જોઇએ, એ સવાલનો જવાબ શોધવા હું દીવાલની સપાટી, ખૂણા, કલર અને આકાર ચિંતનપૂર્વક જોતો હતો. ...વધુ વાંચો

4

બુધવારની બપોરે - 4

નર્સરીમાંથી સુંદર મજ્જાના બાળકો છુટતા હોય ને ડૅડી લેવા આવ્યા હોય, ત્યારે સ્કૂલના ગૅટમાંથી એક પછી એક નીકળતા બધા ઉપર એની ચાંપતી નજર હોય ને જેવું પોતાનાવાળું આવે એવું જ, બહુ મોટું કામ કરી બતાવ્યું હોય એમ, ચેહરા ઉપર વિજયી સ્માઇલ સાથે બાળકને ઉપાડી લેવાનું... ...વધુ વાંચો

5

બુધવારની બપોરે - 5

નામ એમનું જલસુભાઇ. વાઇફને સીધું ‘વાઇફ’ કહીને જ બોલાવતા. અલબત્ત, વાઇફનું પોતાનું કહી શકાય એવું આગવું એક નામ હતું, જ્ઞાતિમાં સદીઓથી ચાલી આવતી ફૅશન મુજબ, નામ અન્ય કોઇએ પાડ્યા ન હોય, એવા જ પાડવાના, પણ આખું ‘કદમ્બિની’ બોલાવતા ને બૂમ પાડતા તો કેટલાને ફાવે? કેટલાકને ‘કદ્દુ’ સહેલું તો પડ્યું, પણ ઘરમાં કોક વળી થોડું હિંદી ભણેલું નીકળ્યું અને સ્માઇલ સાથે સૂચન કર્યું, ‘‘કદ્દુને ગુજરાતીમાં ‘કોળું’ કે કોઇક વળી ‘દૂધી’ પણ કહે છે એટલે આવું ‘નીક નૅઇમ’ સારૂં નહિ લાગે. એટલે કદમ્બિનીને ઘરમાં બધા ‘બિની’ને નામે બોલાવતા. નામમાંથી આખે આખું કદમ્બ વૃક્ષ ઉખાડીને ફેંકી દેવાયું. ...વધુ વાંચો

6

બુધવારની બપોરે - 6

મારૂં ફૅમિલી ‘સજડબંબ-ફૅમિલી’ તરીકે પ્રસિધ્ધ છે. અમારા ઘરમાં રોજેરોજ કાંઇનું કાંઇ સજડબંબ ચોંટી ગયું હોય. જેમ કે, બાથરૂમનો દરવાજો થઇ જાય કે દવાની બૉટલનું ઢાંકણું ખૂલતું ન હોય. બે-ત્રણ જણા એને ઉખાડવામાં અને બાકીના, એ ચોંટી કેવી રીતે ગયું હશે, એની ચર્ચા કરતા સોફામાં બેઠા હોય. દા.ત. ટૅબલનું ડ્રૉઅર. મોટા ભાગે ટેબલમાં ત્રણ ડ્રૉઅરો હોય, એમાંનું ઊપલું કે વચલું અને ક્યારેક ત્રણે ય સજડબંબ થઇ ગયા હોય ને પૂરૂં ફૅમિલી એને ખોલવામાં સાંજ સુધીમાં ફના થઇ ગયું હોય! ...વધુ વાંચો

7

બુધવારની બપોરે - 7

નામ એમનું જલસુભાઇ. વાઇફને સીધું ‘વાઇફ’ કહીને જ બોલાવતા. અલબત્ત, વાઇફનું પોતાનું કહી શકાય એવું આગવું એક નામ હતું, જ્ઞાતિમાં સદીઓથી ચાલી આવતી ફૅશન મુજબ, નામ અન્ય કોઇએ પાડ્યા ન હોય, એવા જ પાડવાના, પણ આખું ‘કદમ્બિની’ બોલાવતા ને બૂમ પાડતા તો કેટલાને ફાવે? કેટલાકને ‘કદ્દુ’ સહેલું તો પડ્યું, પણ ઘરમાં કોક વળી થોડું હિંદી ભણેલું નીકળ્યું અને સ્માઇલ સાથે સૂચન કર્યું, ‘‘કદ્દુને ગુજરાતીમાં ‘કોળું’ કે કોઇક વળી ‘દૂધી’ પણ કહે છે એટલે આવું ‘નીક નૅઇમ’ સારૂં નહિ લાગે. એટલે કદમ્બિનીને ઘરમાં બધા ‘બિની’ને નામે બોલાવતા. નામમાંથી આખે આખું કદમ્બ વૃક્ષ ઉખાડીને ફેંકી દેવાયું. ...વધુ વાંચો

8

બુધવારની બપોરે - 8

કબુલ કરૂં છું કે, હોટલમાં ડિનર માટેનું મૅનુ પસંદ કરતા મને આવડતું નથી. પથારીમાં ચાદર પાથરતો હોય એમ વૅઇટર ટેબલ ઉપર ડિશ કરતા ય મોટી સાઇઝના મૅનુ પાથરી જાય છે, એ વાંચતા જ નહિ, સમજવામાં ય મને ટાઇમ લાગે છે. મૅક્સિકન કે ચાયનીઝ ફૂડના નામો બોલતા મારે પ્રૅક્ટિસ કરી લેવી પડે છે. ફાટી તો ત્યાં જાય છે, રૂ.૩૫૦ -ની એક સબ્જી અને સાલું આવડું અમથું પરાઠું સિત્તેર-સિત્તેર રૂપીયાનું જોઇને! ઊભા થઇએ ત્યારે બિલ સહેજે ય બે-ત્રણ હજારનું આવે. એમાં સો-દોઢ સો ની ટીપ વૅઇટરને આપવી સ્ટેટસ-સીમ્બોલ થઇ ગયો છે. ...વધુ વાંચો

9

બુધવારની બપોરે - 9

દુનિયાભરની વાઇફોને સાયકલ રોડ ઉપર ચલાવવા માટે શીખવી હોય છે, મારી વાઈફને ઘરમાં ઍક્સરસાઇઝ માટે લાવેલી સાયકલ ચલાવતા શીખવી પડી જવાની બીક અને ઘરના ય બધા સહમત કે કોઇને અથડાવી મારે એના કરતા શીખવાડી દેવી સારી! શીખવવાનું નૅચરલી, મારા ભાગે આવ્યું, પણ એ પહેલા મારે ય શીખવી પડે એમ હતી. રસ્તે ચલાવવાની સાયકલ ઉપર આપણી માસ્ટરી. ...વધુ વાંચો

10

બુધવારની બપોરે - 10

ચારે ય ભાઇઓને એટલે જ ખૂબ બનતું હતું કે, ચારે ય ને મા-બાપ ગમતા નહોતા. પોતાના હતા તો ય....અથવા એટલે જ! ૮૦-પ્લસના થઇ જવા છતાં બેમાંથી એકે ય હજી ‘જવાનું’ નામ નહોતા લેતા, પછી માણસ કંટાળે જ ને? મેહમાનો આવે ત્યારે માણસ ઘરનું ફર્નિચર બતાવે કે હાડપિંજરો? ડોહો અમથો ય ખાંસીએ ચઢ્યો હોય ત્યાં ય ઘરમાં મંગળાની આરતીઓ થવા માંડે કે, ‘શ્રીનાથજીએ સામે જોયું ખરૂ.....બસ, મૅક્સિમમ બે દહાડા..… હાઆઆશ!’? ...વધુ વાંચો

11

બુધવારની બપોરે - 11

પૉપે ઘરમાં બધાને કડકાઇથી કહી દીધું હતું કે, મુંબઇ ‘ફ્લાઇટ’માં જઇએ છીએ, એવું બોલવાનું છે, વિમાનમાં કે ઍરોપ્લૅનમાં જઇએ એવો કાઠીયાવાડી બફાટ નહિ કરવાનો! આપણે મુંબઈ ફ્લાઇટમાં જઇએ છીએ, એની જાણ આપણા સગા કે સંબંધીઓને પણ થવી જોઇએ. લોકોને લાગવું જોઇએ કે, હવે આ લોકો ફ્લાઈટોમાં ફરવા માંડ્યા છે. ...વધુ વાંચો

12

બુધવારની બપોરે - 12

પોતાના પિન્ટુ માટે સૅકન્ડ-હૅન્ડ સ્કૂલ-બૅગ લેવા આવ્યા હોય એમ એ બન્ને મારી ખખડધજ ફિયાટ ખરીદવા આવ્યા હતા. મને ફિયાટો ને એમને ખરીદવાનો કોઇ અનુભવ હોય એવું બન્ને પાટર્ીઓને લાગ્યું નહિ. જુવાનજોધ દીકરી વળાવતી વખતે બાપ કેવો લાગણીભીનો થઇ જાય, એવો ભીનો હું લગરીકે થયો નહતો. મારે તો માલ વળગાડવાનો હતો.....આઇ મીન, મારા સ્વર્ગસ્થ સસુરજી પાસેથી શીખેલું બધું અત્યારે કામે લગાવવાનું હતું. ...વધુ વાંચો

13

બુધવારની બપોરે - 13

નાનપણથી મને જાદુગર બનવાના બહુ ચહડકા હતા. સર્કસથી પણ હું એટલો જ અંજાયેલો, પણ સર્કસ અને જાદુ વચ્ચે ફર્ક કે સર્કસમાં જે કાંઇ બને છે તે સત્ય હોય છે. એક ભૂલ અને સિંહના જડબામાં તમારૂં મોંઢું. એક ભૂલ અને મોતના ગોળામાં મોટર-સાયકલ હાથમાંથી છટકી એટલે મરો તો ખરા.....અથવા મરવાના વાંકે જીવો એટલા હાડકાં ભાંગે. ઘેર હિંચકેથી પડી જવાની ય મને બીક લાગે ત્યાં હવામાં અધ્ધર મૌતના ઝૂલા તો જોવાનું ય આપણું કામ નહિ. ...વધુ વાંચો

14

બુધવારની બપોરે - 14

સાલા એક જ નંબર માટે રહી ગયા, એનું નામ ‘હાઉસી’! ‘ફૂલ-હાઉસ’ માટે ૭૮-નંબર છેલ્લી ચાર મિનીટથી ખૂલ્યો નથી. ૭૭-નીકળ્યો....૭૯-તો પહેલાનો જ નીકળ્યો........૭૮ ગયો ક્યાં? માય ગૉડ, છેલ્લો ચાન્સ છે, હે પ્રભુ, તારી ગાય છું....૭૮-કાઢ......૭૮-કાઢ .......૭૮-કાઢ અને આ છેલ્લો????… ચોત્રીસ્સ્સ્સ્સ્સ.......???? એની તો....! લઇ ગઇ....પેલી ડોસી ફૂલ-હાઉસ અને હૉન્ડા-સિટી લઇ ગઇ........ધત્તેરે કીઇઇઇઇ!’ ...વધુ વાંચો

15

બુધવારની બપોરે - 15

કબુતર શાંતિનું દૂત કહેવાતું હશે, પણ એ તો જેના માથે ચરક્યું હોય એને પૂછી જુઓ કે, દૂતો આવા હોય? અભિષેક સંસ્કૃતિમાં ચોક્કસ શ્રધ્ધા રાખે છે, પણ આવા અભિષેકોમાં નહિ. એ સાલું કુદરતી રીઍક્શન છે કે, માથે ચરકે કે તરત જ આપણે હાથ મૂકીને ચચળી જોઇએ એટલે આજુબાજુ ય ધોળું ધબ્બ થઇ જાય. માથું તો સમજ્યા કે, પાણી નાંખીને ધોઇ પણ નાંખીએ, પણ નવાનક્કોર શર્ટ ઉપર ચરક્યું હોય તો એ વખતે લૂછાય-ઘસાય પણ નહિ અને એવું લઇને આગળ પણ વધાય નહિ! આપણો કાંઇ વાંક ન હોવા છતાં ઘેર જઇએ ત્યારે બા ય ખીજાય! ‘આટલો ઢાંઢો થિયો.....હરખા કપડાં હાચવતાં ય નથ્થી આવડતું?’ ...વધુ વાંચો

16

બુધવારની બપોરે - 16

ગુજરાતીઓ અરીસામાં જેટલી વાર જુએ છે, ત્યારે જુઠ્‌ઠું જુએ છે. એ પોતાનું ફક્ત ઉપલું ફિગર જુએ છે. કોઇ એ નથી માંગતું કે, બાલ્કનીમાં ઉંધા સુકાતા લેંઘાની જેમ પેટ કેવું લટકતું ઝૂલી રહ્યું છે! આવું પેટ આખા બૉડીનો (...અને બાલ્કનીનો) આકાર બગાડી નાંખે છે. આ કાંઇ પૂર્ણકળાએ ખીલેલા પેટોની વાત નથી ચાલતી, બહાર આવું-આવું કરતા તોફાની પેટોની વાત થાય છે. મોટા પેટો બ્લૅક-મની જેવા હોય છે. જેટલા સંતાડી રાખો એટલા બહાર આવે ને પત્તેડી ઝીંકે. ...વધુ વાંચો

17

બુધવારની બપોરે - 17

શહેરના ભરચક ટ્રાફિક વચ્ચે છુટો પડેલો આખલો આખા ટ્રાફિકને નડતો હોય, એમ મારો તૂટેલો ખભો રોજની મારી તમામ ઍક્ટિવિટીઓને નડી રહ્યો છે. એક જ અથવા એકલે હાથે તો માણસ કેટલું પહોંચી વળે? ફાવે ય કેટલું? જીવનસંગ્રામમાં એકલે હાથે ફાઇટ આપવાની ફિશીયારીઓ કવિઓ બહુ મારે છે, પણ તૂટેલા ખભે ભ’ઇ.....એક હાઇકૂ તો લખી જો! સાલી ખંજવાળ આવતી હોય તો બાજુમાં ઊભેલાને લાચારીથી આપણો પાટો બતાવીને રીક્વેસ્ટ કરવી પડે કે, ‘‘સર-જી, જરા અહીં પેટ પાસે થોડું ખણી આપશો....? ઇફ યૂ ડૉ’ન્ટ માઇન્ડ...!’’ એ તો પેલો સજ્જન હોય તો ખંજવાળી આપે, પણ બધા સજ્જન સ્માર્ટ નથી હોતા. ચોક્કસ ક્યાં ખણવાનું છે, એ લૉકેશન સમજાવતા સુધીમાં તો એણે ૩-૪ નવા વિસ્તારો ખોતરી કાઢ્યા હોય! ...વધુ વાંચો

18

બુધવારની બપોરે - 18

કૂતરાઓ ઉપર આ મારો ૩૬૮-મો લેખ છે. કહે છે કે, કૂતરા ઉપર મારો હાથ સારો બેસી ગયો છે. ઘરનો લખતો હોય એવું લાગે. એવું નથી કે, કૂતરા મને બહુ ગમે છે કે હું એમને ધિક્કારૂં છું. મેં કદી કૂતરો પાળ્યો નથી. રખડતા કૂતરાઓને મેં કદી કાંકરીચાળો કર્યો નથી. બને ત્યાં સુધી હું બધા સાથે ડિસ્ટન્સ રાખીને ચાલુ છું, એમાં કૂતરા ય આવી ગયા. આજ સુધી મારી કરિયરમાં મને ચાર વખત કૂતરા બચકાં ભરી ગયા છે (એ હિસાબે, ચૌદ-ચોકુ-છપ્પન ઈન્જૅક્શનો થયા કે નહિ?) અને એ ચારેમાંથી એકમાં પણ મારો વાંક કાઢી શકાય એમ નથી. હું નિદરેષ હતો અને આ ૩૬૯-મા લેખમાં પણ મેં એમનું ખરાબ લખ્યું નથી, એ મારી માણસાઇ બતાવે છે. સામે સાપેક્ષભાવે, હું પણ એ લોકો પાસેથી ‘કૂતરાઈ’ ઇચ્છું, તો હું ગલત નથી. ...વધુ વાંચો

19

બુધવારની બપોરે - 19

ઍરપૉર્ટ જતા દાબી દાબીને બૅગમાં કપડાં ભરવાના હોય, એમ એ બન્ને હાથે પોતાનું પેટ દબાવતો હતો...એક વાર નહિ, અનેકવાર! ચૂંકો ઉપડી હતી. વાત સહનશક્તિની સરહદો પાર કરી ચૂકી હતી. કોઇ પણ ક્ષણે મહા-બ્લાસ્ટ થઇ શકે એવી પરિસ્થિતિ કાબુ બહાર હતી. વડોદરાના ઍક્સપ્રેસ હાઇ-વે પર ૧૨૦-ઉપર દોડતી એની ‘આઉડી’ની સ્પીડ નીચે ય લવાય એમ નહોતી....જરાક મોડું થાય તો જરાક માટે નિશાન ચૂકી જવાય! ...વધુ વાંચો

20

બુધવારની બપોરે - 20

‘‘ઓ ભ’ઇ....આવું નહિ....મકાન તો ઘર જેવું લાગવું જોઇએ....ભાજપના કાર્યાલય જેવું નહિ! કોઇ બીજું બતાવો.’’ મકાનને બદલે ઢાલગરવાડમાં તાકો લેવા હોય, એવી સાહજીકતાથી એ બોલ્યો. ‘‘તમારે કેટલા બૅડરૂમનું મકાન જોઇએ?’’ ‘‘ચાર’’. ‘‘ચાર? યૂ મીન ફૉર...? રાત્રે સુવા કેટલી વાર જાઓ છો?’’ ‘‘એવું નથી, ભ’ઇ. ઘણીવાર એકના એક બૅડરૂમમાં ઊંઘ ન આવે તો બીજામાં જવાય ને?’’ ...વધુ વાંચો

21

બુધવારની બપોરે - 21

દુઃખ સાથે કહેવું પડે છે કે, વર્ષો જૂની પરંપરાસમી મારામારીની કળા આપણે સાવ ભૂલી ગયા છીએ (street fights) એક હતો, જ્યારે કેવા છુટ્‌ટા હાથની મારામારીઓ જોવા મળતી! ગાળો અને ગુસ્સો તો એની બાય-પ્રોડક્ટ્‌સ હતી. એ બન્ને વગર વાત જામે જ નહિ.....ખાસ કરીને, આપણે એમાં ભાગ ન લીધો હોય ત્યારે! બંધ હાથની મારામારીઓ મેં જોઇ નથી અને છુટા હાથની કરી નથી. મારામારી છુટ્‌ટા હાથની એટલે શું, એની મને જાણ નથી. ...વધુ વાંચો

22

બુધવારની બપોરે - 22

સાબરમતી નદી પરના રિવર-ફ્રન્ટ જેવું મનમોહક કપાળ (સૉરી, ‘મનમોહક’ને બદલે ‘તેજસ્વી’ કપાળ વાંચવું.....મૂળ શબ્દ રાષ્ટ્રીય કક્ષાએ પણ ઢીલો પડે કોઇ યોગી-મહર્ષિ હિમાલયના બફર્ીલા પહાડો સાથે હરિફાઇમાં ઉતર્યા હોય, એવા ફરફરતા સફેદ વાળ. પાછળ ઊભેલી દીકરી પપ્પાના બન્ને ગાલો હથેળીમાં રાખે, એવી પૂરા ભારતની જેમ ગાલોને સાચવીને બેઠેલી મુલાયમ દાઢી. (ઓકે. હમણાં ‘મુલાયમ’ શબ્દ વાપરવામાં વાંધો નથી.) ...વધુ વાંચો

23

બુધવારની બપોરે - 23

રોજ ખૂન કરવું હોય અને થાય નહિ, એવી દયાજનક પરિસ્થિતિ એટલે બાજુમાં સુતેલા વરજીના આખી રાત ચાલતા તોતિંગ નસકોરાં. અડધા ઊભા થઇ જઇને ઘસઘસાટ ઊંઘતા ગોરધન સામે જોઇને ખૂન્નસ તો આવે અને કાયદો છુટ આપતો હોય તો ‘એક ખૂન માફ’ના ધોરણે એનું ગળું દબાવી દેવાના ઝનૂનો ઉપડે...... ...વધુ વાંચો

24

બુધવારની બપોરે - 24

- ઍક્યૂઝ મી.....પરવીણભ’ઇ ક્યાં બેસે છે? - ઍક્યુઝ મી નહિ....ઍક્સક્યૂઝ મી બોલાય... - હા, ઍક્સક્યૂઝ મી....પ્રવીણભ’ઇ ક્યાં બેસે છે? - ખુરશી ઉપર....આ જમીન પર બેસીને કામ કરવાની સીસ્ટમ શરૂ થઇ નથી. - ઓહ સૉરી....મારો મતલબ કે આ બૅન્કમાં પરવીણભ’ઇ ક્યાં અને ક્યા ખાતામાં બેસે છે? - હું પણ સૉરી....આટલી મોટી બ્રાન્ચ ઑફિસમાં મિનિમમ ૧૮-પરવીણભ’ઇઓ છે...એમાંના તમારે ક્યા ને મળવું છે? ...વધુ વાંચો

25

બુધવારની બપોરે - 25

આમ મને અહીંની વાત તહીં કરવાની આદત નહિ, ‘છતાં ય’ મારે પત્રકાર બનવું હતું. ગ્રામરમાં હું ઘણો વીક હતો, પત્રકાર બનવાની પહેલી લાયકાત તો જન્મજાત કહેવાય. ખોટું નહિ બોલું, પણ મને ગિફ્ટો આપવા કરતા લેવી વધુ ગમતી. એ તો અનુભવી યારદોસ્તોએ કીધું કે, ‘તારૂં જનરલ નૉલેજ’ બહુ પૂઅર છે....તું વગર મેહનતે પત્રકાર બની શકીશ,’ એટલે મને ય વિશ્વાસ બેઠો કે છોકરામાં એટલે કે, મારામાં કંઇ દમ તો છે. કેટલાક પીઢ પત્રકારોએ સલાહ પણ આપી કે, હવે ડ્રિન્ક્સ લેવાની શરૂઆત કરી દેવી પડશે.....અફ કૉર્સ, શરૂઆતમાં કોઇ ફ્રીમાં નહિ પીવડાવે. ...વધુ વાંચો

26

બુધવારની બપોરે - 26

એ જમાના તો હવે ગયા. ઊફ....કેવા રસભર્યા પ્રેમપત્રો આપણે એક જમાનામાં લખતા હતા, ભલે એને વાંચનારીઓ નહોતી મળતી પણ ઝપટમાં આવી જતી, તો એની તો લાઇફ બની જતી ને? હવે ફૅસબૂક અને વૉટ્‌સઍપના જમાનાની આજની પેઢીને ખબરે ય ન હોય કે, સ્કૂલમાં ભણવાની લિટીવાળી ઍક્સરસાઇઝ નૉટબૂકના છેલ્લા પાનાનો કેવો માદક ઉપયોગ આપણે કરતા હતા - ક્લાસરૂમની પાટલી લૂછવા માટે નહિ, ક્લાસની કોઇ મનલૂભાવન છોકરીને પ્રેમપત્ર લખવા માટે! ...વધુ વાંચો

27

બુધવારની બપોરે - 27

સુભીએ સોફામાં બેઠા બેઠા કાકડી દબાવતી હોય એમ રીમોટ દબાવે રાખ્યું. કોઇ રીસ્પૉન્સ ન આવ્યો. પછી બન્ને અંગૂઠાથી જોર કેમ જાણે એના ગોરધનની આંખોના ડોળા દબાવવાના હોય! ખખડાવી હલાવી પણ જોયું. ત્યારે ખબર પડી કે, રીમોટ ઊંધું પકડ્યું છે. રીમોટનો એક ખૂણો કાનમાં ખંજવાળ્યો. મીઠું લાગતું હતું ને મજો ય પડતો હતો. રીમોટને સોફાની ધાર ઉપર લૂછીને ફરી એક વાર બટન દબાવ્યું. કાંઇ ન થયું. બાજુમાં વૅફર્સની ડિશ પડી હતી એ મન્ચિંગ ચાલુ હતું, એમાં તો એક વખત વેફર્સનું પૅકેટ પણ રીમોટ સમજીને કચડડડ્‌ડ...દબાવાઇ ગયું, પણ એનો ય રીસ્પૉન્સ આવતો નહતો. એણે ફરીથી બટન દબાવ્યું, આ વખતે જરા ભાર દઇને.....ટીવીએ જવાબ ન આપ્યો. ...વધુ વાંચો

28

બુધવારની બપોરે - 28

અમારા ડ્રૉઇંગ-રૂમમાં સૌથી મોટો કચરો વિચારોનો હતો, જેનો ઉપયોગ અમે કદી કર્યો નહતો. ઑનેસ્ટલી, કેટલાક વિચારો તો વપરાયા વિનાના રહ્યા હતા અને બ્રાન્ડ-ન્યૂ વિચારો કોઇ કામમાં આવે એવા નહોતા. ફાલતુ આઇડીયાઓનો કચરો અમે એકબીજા ઉપર ચોક્કસ ઢોળતા હતા.....એમ નહિ કે, ‘આ માણસ બકવાસ કરે છે તો એના સજેશનને બદલે એને ઉપાડીને ઘરની બહાર ફેંકી દઇએ.’ આવા વિચારો ઘરના બધાને ખાસ તો, મારા માટે આવતા. મારી પોતાની માલિકીની વિચારોની એક મોટી ફૅક્ટરી છે, પણ માલ વેચાતો નથી. ઉત્પાદન થતું હોય તો ફૅક્ટરી ચાલે, એવું ઘણા કહે છે. ઘરમાં કોઇ પણ ફેરફાર માટે હું સૂચન કરૂં તો, બધા હસી પડવાને બદલે કેમ જાણે બધાને એકસામટી વૉમિટ થવાની હોય, એવા મોંઢા કરતા. ...વધુ વાંચો

29

બુધવારની બપોરે - 29

ડાકૂ સાહિત્ય પરિષદના નેજા હેઠળ, પ્રમુખશ્રી ખૂંખાર કવિ રબ્બરસિંઘે ડાકૂ-કવિઓનું કવિ સંમેલન બોલાવ્યું હતું, એ જાણવા છતાં કે ગાંવવાલોંને કવિ અને ડાકૂ વચ્ચે કોઇ તફાવત હોવાની જ ખબર નથી. સંમેલનમાં મૂર્ધન્યથી માંડીને નવોદિત ડાકૂઓ ખભે બગલથેલા લટકાવીને શોભામાં અભિવૃધ્ધિ કરી રહ્યા હતા. બધા બગલથેલામાં પૂરતા પ્રમાણમાં દારૂગોળાનો-એટલે કે શે’ર-શાયરી-ગઝલોનો જથ્થો ઝૂલતો હતો. પહેલી વાર ડાકૂઓ મિલિટરી-લિબાસને બદલે ખાદીના ઝભ્ભા-લેંઘા પહેરીને આવ્યા હતા. ...વધુ વાંચો

30

બુધવારની બપોરે - 30

‘એએએએએ....સાપ નીકળ્યો....સાપ નીકળ્યો....ઓ મ્મા રે...! મારો...કોઇ મારો...’ આખી સોસાયટીમાં બૂમરાણ મચી ગઇ. ‘‘સુઉં વાત કરો છો....ઈ તો હવારના ઘરમાં જ નીકર્યા જ નથી’’ મારી પત્ની મારૂં સમજી ને ખુલાસો કરવા ગઇ. પહેલા તો કોઇએ એનું માન્યું નહિ કે, ‘ભાભી જુઠ્‌ઠું બોલે છે.....એમનો ગોરધન ચોક્કસ બહાર નીકળ્યો હશે... એ વિના આટલી હોહા---’’ ...વધુ વાંચો

31

બુધવારની બપોરે - 31

પરણેલી સ્ત્રી કદી બેવકૂફ હોતી નથી. પરણ્યા પહેલા હોઇ શકે છે. ફર્ક એટલો કે, પરણ્યા પછી એને ખબર હોતી કે એ બેવકૂફ બની છે અને પરણ્યા પહેલા માનતી નથી કે, એ પહેલેથી જ બેવકૂફ છે.....! દરેક સ્ત્રીને પોતાને સ્માર્ટ ગણવાનો હક્ક છે અને એ હક્ક એ બખૂબી પર્મૅનૅન્ટ વાપરે છે. પાછી આપણને વારતહેવારે પૂછતી જાય, ‘‘તમે મને શું બુધ્ધુ સમજો છો?’’ જવાબમાં આપણે કહીએ કે આ સવાલની પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન લગાવવાની જરૂર નથી....ત્યાં ફૂલ-સ્ટૉપ જ આવે, તો પોતે આપણે માનીએ છીએ એટલી ઘનચક્કર નથી, એ બતાવી આપવા સામો સવાલ કરે, ‘‘ડૂ યૂ થિન્ક આઇ ઍમ સ્ટુપિડ? મને ય ખબર છે, ત્યાં ફૂલ સ્ટૉપ ના આવે....અલ્પવિરામ આવે!...’’ ...વધુ વાંચો

32

બુધવારની બપોરે - 32

મેરે સપનો કી રાની કબ આયેગી તૂ, આઈ રૂત મસ્તાની કબ આયેગી તૂ, બીતી જાયે જીંદગાની કબ આયેગી તૂ, ચલી તૂ ચલી આઆઆઆ... આવો પ્રશ્ન પૂછનાર ભાઇ પાસે હાલમાં કોઇ વાસ્તવિક પ્રેમિકા નથી. જે કાંઇ છે, તે એમણે સપનામાં જોયેલી કોઇ રાણી છે. તમે તો જાણો છો કે, સપનાનું કાંઇ નક્કી ન હોય. આપણે ય નાના હતા ત્યારથી સપના જોઇએ છીએ, પણ મનભાવન દ્રષ્યો કે સપનાની રાણીઓ કદી આવતી નથી. કોઇ મંદિરનો જટાધારી ભસ્મ ચોપડેલો નાગો બાવો સપનામાં આવે. હિપોપોટેમસ આપણને પાછળ બચકું ભરી ગયો હોય કે ધરતી ફાટી હોય ને આપણે મહીં ગરક થઇ જતા, ‘બચાવો....બચાવો’ની રાડારાડ કરતા હોઇએ, એવા સપના આવે. ...વધુ વાંચો

33

બુધવારની બપોરે - 33

દેવ આનંદ જેની નકલ કરતો હતો તે હૉલીવૂડનો ગ્રેગરી પૅક અને સાધના જેની હૅર-સ્ટાઇલની સુંદર કૉપી કરતી હતી (‘સાધના-કટ’) ઑડ્રી હૅપબર્નવાળી ૧૯૫૩-માં આવેલી વર્લ્ડ-ક્લાસ ફિલ્મ ‘રોમન હૉલીડે’માં જગતનું સૌથી પહેલું ‘વૅસ્પા’ સ્કૂટર વપરાયું છે. એક પ્રેસ-રીપૉર્ટર ગ્રેગરી પૅક, રોમ જોવા નીકળેલી પ્રિન્સેસ ઑડ્રીને પોતાના સ્કૂટર પાછળ બેસાડીને રોમ બતાવે છે, એની કૉમિક ફિલ્મ હતી. આપણા માટે ‘રોમન હૉલીડે’ ન હોય, ‘કૉમન હૉલીડે’ હોય. પાછળ ઑડ્રી હૅપબર્ન કે સાધના-ફાધના ન હોય, મોટે ભાગે તો પાછળ આપણા બચી-ફોઇને બેસાડ્યા હોય. શ્રીનાથજીના દર્શને લઇ જવાના હોય. ...વધુ વાંચો

34

બુધવારની બપોરે - 34

ભરચક સભાગ્રૂહમાં સ્ટેજ પર બેસવું સિધ્ધિ છે અને ઑડિયન્સમાં બેસવું લાચારી છે. અલબત્ત, બન્ને અવસ્થામાં હૉલમાં શ્રોતાઓ હોવા આવશ્યક ખાલીખમ્મ હૉલમાં સ્ટેજ કે ઑડિયન્સમાં બેસવું, હૉલના વૉચમૅનો માટે નોકરી છે....આપણે આવું બેસવાનું આવ્યું હોય તો કોઇ સમજે ખરજવું થયું લાગે છે! ગાર્ડનનો બાંકડો અને હૉલની ખુરશીઓ વચ્ચે શ્રોતાઓની સંખ્યાનો જ ફર્ક છે. બાકડામાં તો ત્રણ થઇ ગયા, એટલે હાઉસફૂલ અને હૉલમાં ત્રણ જ આવ્યા હોય તો આયોજકે પોતાના લમણામાં ભડાકો કરવો પડે. ...વધુ વાંચો

35

બુધવારની બપોરે - 35

અમારા ખાડીયાની મોટા સુથારવાડાની પોળમાં રણજી ટ્રૉફી લૅવલના પોળીયા ક્રિકેટરો થઇ ગયા....થઇને જતા ય એટલા માટે રહ્યા કે, આજુબાજુની પોળ સાથે મૅચ રાખવી હોય તો અમારી અગીયારની ટીમ જ ન થાય. બધાને પકડી પકડીને પોળને નાકે વચનો લેવા પડે કે, ‘બે, તું ચોક્કસ આઇ જજે....તને બે ઑવર નાંખવા આલીશું....પણ છેલ્લી ઘડીએ લટકાવતો નહિ...ખા, તારી માના સમ...!’ ...વધુ વાંચો

36

બુધવારની બપોરે - 36

મને તેલ-માલિશનો બહુ શોખ છે.....કોઇને કરી આપવાનો નહિ, કરાવવાનો. દેખાવમાં લાગુ છું કે નહિ, તેની તો ખબર નથી, પણ કોઇ ધંધાદારી માલિશવાળો નથી. ચંપીના આ શોખને કારણે મને શહેરભરના તેલ-માલિશવાળાના બચ્ચે-બચ્ચા ઓળખે છે. ...વધુ વાંચો

37

બુધવારની બપોરે - 37

એમને ઊંટ ખરીદવું હતું-અમદાવાદના ટ્રાફિકને પહોંચી વળવા. બધે પૂછી ય વળ્યા કે સારા માઇલું ઊંટ ક્યાં મળે? ઊંટો રણમાં તો શહેરમાં કેમ નહિ? આમ તો ઊંટોને એક ખૂંધ હોય, પણ એમણે તપાસ કરી બે ખૂંધો (ઢેકા)વાળા ઊંટોની, જેથી વચમાં સરસ મજાની ગાદી પાથરીને બેસી શકાય. કમનસીબે, જગતમાં હવે ચીન અને મોંગોલીયા સિવાય બે ઢેકાવાળા ઊંટો રહ્યા નથી, એટલે આમણે એક ઢેકાથી ચલાવી લેવાનું સ્વીકાર્યું. ...વધુ વાંચો

38

બુધવારની બપોરે - 38

આજકાલ જીમમાં જઇને બૉડી-મસલ્સ બનાવનાર યુવાનો એમના બાવડાના ઉપસેલા મસલ્સ બતાવવા અડધી બાંયના શર્ટની પણ બાંયો ચઢાવીને ગર્વપૂર્વક ફરતા છે, એમને માટે મને માન છે. હું મૅક્સિમમ તો એવું મારૂં પેટ ફૂલાવી શકું છું ને લોકો એને સહેજ પણ ગૌરવપૂર્વક જોતા નથી. પણ ફિલ્મ ‘ઊરી’માં હીરો વિકી કૌશલને જોયા પછી તાજ્જુબી થઇ કે, આ જ વિકી અગાઉ ફિલ્મ ‘રાઝી’ (‘મૂડ કે ના દેખો દિલબરો...’) અને સંજય દત્તની ‘સંજુ’માં કેવો પતલો અને આપણા જેવો લાગતો હતો! પણ ‘ઊરી’માં એ જ વિકીને ભારતીય ફૌજના એક મર્દ જવાન તરીકે જોયા પછી એ છોકરા માટે માન થઇ ગયું કે, આ ફિલ્મ માટે એ છોકરાએ રોજના પાંચ કલાક લશ્કરી તાલીમ સાથે કસરતો કરીને કેવું સ્નાયુબધ્ધ શરીર બનાવ્યું છે, ...વધુ વાંચો

39

બુધવારની બપોરે - 39

કહે છે કે, ચુંબનની શોધ વાંસળીમાંથી પ્રેરણા લઇને થઇ હતી. ઘણી ગોપીઓ લોહી પી ગઇ હતી, ‘મને તારી બંસરી દે...’ એમાં એ લોકોનો સંગીતપ્રેમ નહોતો, ચુંબન-પ્રેમ હતો. અલબત્ત, ચુંબનો વાંસળી જેટલા લાંબા ન ચાલે. બન્ને વચ્ચે ફર્ક એટલો છે કે, વહાલુડીના હોઠ ખોલાવીને મહીં ફૂંકો મારવાની ન હોય, એમ વાંસળીને ચૂસવાની ન હોય. બન્નેનું સાયન્સ અલગ અલગ છે. રસની કેરી પણ ચૂસવાની હોય, પણ ઉપર કાણું પાડીને અંદર ફૂંકો મારવાની ન હોય. આ જ કારણે, ચુંબનની સરખામણી ફૂગ્ગા ફૂલાવવાની સાથે થઇ શકતી નથી. ...વધુ વાંચો

40

બુધવારની બપોરે - 40

વાઇફોને ઉલ્લુ બનાવવી કિફાયત પડે છે, (એ આપણી નૅશનલ હૉબી પણ છે!) પણ આપણા પોતા-પોતીઓ (ગ્રાન્ડ-ચિલ્ડ્રન)ને ઉલ્લુ બનાવવામાં ભરાઇ છે. આપણો વાંકે ય નથી. આપણને ગોરધન (હસબન્ડ) બને હજી ૩૫-૪૦ વર્ષ માંડ થયા હોય....એટલી ટૂંકી નૉટિસમાં તો માણસ કેટલું ખેંચી શકે? પણ દાદા કે નાના બનવાનો ગાળો તો માંડ આઠ-દસ વર્ષ ચાલે છે. પછી તો એ લોકો મોટા થઇ જાય છે અને વાઇફની જેમ એ લોકોને ઉલ્લુ બનાવી શકાતા નથી. ...વધુ વાંચો

41

બુધવારની બપોરે - 41

આ વખતે વૅકેશનમાં ક્યાં જવું, એ વાર્ષિક સવાલ વાઇફે પૂછ્‌યો, તેના જવાબમાં મેં કીધું, ‘પાંડવો પોતાના હાડમાંસ ગાળવા હિમાલય હતા, એ બાજુ જઇએ....હું છોકરાઓને લઇને ત્યાંથી પાછો આવતો રહીશ...!’ ...વધુ વાંચો

42

બુધવારની બપોરે - 42

આપણા ભોગ લાગ્યા હોય છે કે, ક્યારેક ને ક્યારેક કોઇ સ્ટેજ-ફંક્શનમાં જવું પડે છે અને ગયા પછી બેરહેમ મૂઢમાર પડતો હોય છે. આવા ફંક્શનોની લાક્ષણિકતાઓ વિશે અહીં નિરીક્ષણો રજુ કરવામાં આવ્યા છે. ...વધુ વાંચો

43

બુધવારની બપોરે - 43

આવી પ્રચંડ ગરમી અને પરસેવા નીતરતા લ્હ્યાય-બાળુ બફારામાં હમણાં અમારા નારણપુરામાં ભરબપોરે વરઘોડો નીકળ્યો, ઘોડો એકલો નીકળ્યો હોય તો આપણને દયા આવે, એને બદલે એ તો વર સાથે નીકળ્યો હતો. ધૂમધામ તોતિંગ અવાજના બૅન્ડ-વાજાં સાથે. ગરમી એ હદની કે, માણસનું ચાલે તો પૂરા શરીર ઉપર હાથ-રૂમાલ પહેરીને ઘરની બહાર નીકળે, એવા ધૂમ તડકામાં વરરાજો ઘોડે ચઢી ‘પૈણવા’ નીકળ્યો હતો. સાજન-મહાજન કઇ કમાણી ઉપર વરઘોડામાં જોડાયું હતું, એ દઇ જાણે! ...વધુ વાંચો

44

બુધવારની બપોરે - 44

હું સમજણો થયો ત્યારથી આજ દિન સુધી વરસાદ વિનાની આવી કોરીધાકોડ સીઝન કદી જોઇ નથી. (‘હું સમજણો થયો’, એ અંગત માન્યતા છે!) આખું ચોમાસું ગયું અને એક બાળોતીયું ભીનું થાય એટલા નાનકડા એક ઝાપટાંને બાદ કરતા પૂરા ચોમાસામાં વરસાદ જ નહિ? અને એ ય, પૂરૂં ભારત વરસાદથી ઝાકમઝોળ છે, ત્યારે? મુંબઇમાં વરસાદ તો જાણે બાપાનો માલ હોય, એટલું (અને બહુ વધારે પડતું) દર ચોમાસે પડે રાખે છે. આપણે ત્યાં ‘વરસાદ આયો?’ પૂછીએ છીએ ને મુંબઇમાં ‘વરસાદ ગયો કે નહિ?’ પૂછાય છે. ...વધુ વાંચો

45

બુધવારની બપોરે - 45

આ દિવાળી પહેલા મારા તમામ વૉટ્‌સઍપીયા સંબંધીઓને મૅસૅજ મોકલ્યો હતો (કમનસીબે....એ ય વૉટ્‌સઍપ પર...) કે મને તમારી દિવાળીની શુભેચ્છા મારૂં નવું વર્ષ સુંદર જાય, એવી કોઇ શુભેચ્છા મોકલશો નહિ. આ મૅસેજ મારા બધા દોસ્તોને મોકલ્યો છે, તો તમે ‘પર્સનલી’ લેશો નહિ.’ પરમેશ્વરની કૃપાથી સામો એકે ય નો જવાબ આવ્યો નહિ, એટલે મારો મૅસેજ કામ કરી ગયો છે, એવું ઈ.સ.૨૯૧૯ ના નવા વર્ષ સુધી તો માની લઉં છું. રામ જાણે, જાન્યુઆરીના નવા વર્ષ વખતે પાછા બધા મંડી પડશે. ...વધુ વાંચો

46

બુધવારની બપોરે - 46

આજ સુધી વૃધ્ધ મા-બાપને ઘરમાંથી હાંકી કાઢવાના પેંતરાઓવાળી પચાસ સ્ટોરીઓ તમે વાંચી હોય. ચારમાંથી ત્રણ દીકરા બદમાશ હોય, ચોથો આમ તો હોય જ, પણ એનામાં થોડી માનવતા વગેરે-ફગેરે હોય...પણ બદમાશીમાં એ પેલા ત્રણેનો બાપ થાય એવો હોય. અમારી વાઇફો એકબીજા સાથે સીધી પણ ડોહા-ડોહીને કાઢવાના મામલે એ લોકો અમને ય સારા કહેવડાવે એવી વનેચર જેવી. ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો