બુધવારની બપોરે
(38)
હાઉ ઈઝ ધ ‘જોશ’?......‘હાઇ, સર.’
આજકાલ જીમમાં જઇને બૉડી-મસલ્સ બનાવનાર યુવાનો એમના બાવડાના ઉપસેલા મસલ્સ બતાવવા અડધી બાંયના શર્ટની પણ બાંયો ચઢાવીને ગર્વપૂર્વક ફરતા હોય છે, એમને માટે મને માન છે. હું મૅક્સિમમ તો એવું મારૂં પેટ ફૂલાવી શકું છું ને લોકો એને સહેજ પણ ગૌરવપૂર્વક જોતા નથી. પણ ફિલ્મ ‘ઊરી’માં હીરો વિકી કૌશલને જોયા પછી તાજ્જુબી થઇ કે, આ જ વિકી અગાઉ ફિલ્મ ‘રાઝી’ (‘મૂડ કે ના દેખો દિલબરો...’) અને સંજય દત્તની ‘સંજુ’માં કેવો પતલો અને આપણા જેવો લાગતો હતો! પણ ‘ઊરી’માં એ જ વિકીને ભારતીય ફૌજના એક મર્દ જવાન તરીકે જોયા પછી એ છોકરા માટે માન થઇ ગયું કે, આ ફિલ્મ માટે એ છોકરાએ રોજના પાંચ કલાક લશ્કરી તાલીમ સાથે કસરતો કરીને કેવું સ્નાયુબધ્ધ શરીર બનાવ્યું છે, એ જોઇને મારી પહેલી નજર મારા અને તમારા બધાના ગોળમટોળ પેટો ઉપર ગઇ....! સાલું કૂતરૂં પાછળ પડ્યું હોય તો વીસ ડગલાં દોડી પણ ન શકીએ....કૂતરૂં આગળ નીકળી જાય! ફિલ્મ ‘ઊરી’માં વિકી પાકિસ્તાની આતંકવાદીઓને હાથોહાથની લડાઇમાં પણ ફટકારે છે, ત્યારે કોઇ હિંદી ફિલ્મનો હીરો વિલનો સાથે મારામારી કરતો હોય એવું નહિ, પણ ભારતનો જવાંમર્દ પાકિસ્તાની ટેરરિસ્ટને ફટકારતો હોય, એટલું વાસ્તવિક લાગે છે. બે વર્ષ પહેલા દેશના ખૂબ લાડકા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનને એના ઘરમાં ઘુસીને ઠોકવાની જવાંમદર્ી બતાવી, એના આધાર પર આ ફિલ્મ ‘ઊરી’ બની છે. ભારત માટેની દેશદાઝ ધરાવતા હરકોઇ ભારતીયે આ ફિલ્મ બેશક જોવા જેવી છે, કારણ કે....
‘‘આજ તક હમારી સહનશીલતા કો હમારી કમજોરી સમઝા જાતા થા. પર અબ નહિ. હિંદુસ્તાન અબ ચૂપ નહિ બૈઠેગા. યે નયા હિંદુસ્તાન હૈ. યે ઘર મેં ઘુસેગા ભી....ઔર મારેગા ભી’’!
અને મોદીએ આપણા લશ્કરના જાનબાઝ ચુનંદા જવાનોને ભારત-પાકિસ્તાનની સરહદ ‘ઍલ.ઓ.સી’ (ખ્ણ્ત્ત્ડ થ્ડ્ડ ઊથ્ત્ત્દ્દદ્રથ્ત્) પાર કરીને આતંકવાદીઓને એમના ઘરમાં ઘુસીને ઠોકી આવ્યા, ત્યારે સિનેમા જોતા આખા થીયેટરમાં કોઇના વગર કીધે બુલંદ અવાજે ‘ભારત માતા કી જય’ના નારા સંભળાય, ત્યારે આંખમાંથી હર્ષના આંસુ તો નીકળે ને! દેશભરમાં આ ફિલ્મમાં વપરાયેલ એક ડાયલોગ ‘હાઉ ઇઝ ધ ‘જોશ’? ....‘હાઇ, સર.’ આજકાલ બહુ લોકપ્રિય થઇ ગયો છે.
પણ કરોડો દેશભક્ત ભારતવાસીઓની સામે છુંછા જેવા ગઠબંધનીયા રાજકીય પક્ષો પણ છે. દેશભક્તિ તો બાજુ પર રહી, કૉંગ્રેસ અને આ ગઠબંધનીયા પક્ષોએ પૂરા વિશ્વને અજાયબી પમાડનાર ‘સજીર્કલ સ્ટ્રાઇક’ને ઉપજાવી કાઢેલું નાટક ગણાવ્યું, ત્યારે એ બધા (ગાળ)ઓની (ખાલી જગ્યા) (બહુ ગંદી ગાળ) નાંખવાનું ઝનૂન કોઇ પણ દેશભક્તને ઉપડે. મોદીને ગાળો દેવામાં તમને શૈયાસુખ (સૉરી, ‘આત્મરતિ’)નો આનંદ મળે છે, પણ આપણી આર્મીએ તમારૂં શું બગાડ્યું છે? રાજકારણ અલગ ચીજ છે, પણ સાલાઓ જ્યાં દેશભક્તિની વાત આવે ત્યારે કાંઇ ભલે ન કરો, પણ તમારી જાત તો ન બતાડો!
આલીયા ભટ્ટવાળી ફિલ્મ ‘રાઝી’ જેવો જોશ (.....કદાચ એનાથી ય વધારે) આવે જ્યારે તમે ફિલ્મ ‘ઊરી’ જુઓ. પાકિસ્તાન સામે બહાદુરીપૂર્વકની ‘સજીર્કલ સ્ટ્રાઇક’ કરી બતાવનાર ભારતીય લશ્કરના જાંબાઝ કમાન્ડોને જમીન પર પૂરા લાંબા થઇ જઇને પ્રણામ કરવા પડે કે કેવી હિમ્મતપૂર્વક પાકિસ્તાનને તેના ઘરમાં જઇને આપણે માર્યું છે. હરકોઇ ભારતવાસીને આ ફિલ્મ જોઇને ઝનૂની દેશપ્રેમ ઊભરાઇ જાય અને એક નાનકડો નહિ, મોટકડો અંદાજ આવે કે, ભારતના લશ્કરી જવાનો કેવી મજૂરી, જુસ્સો, તાકાત, દિલેરી અને રાષ્ટ્રપ્રેમથી છલકાઇને આપણા દેશને બચાવી રહ્યા છે!’ અલબત્ત, બચાવતા તો અત્યાર સુધી હતા, પણ હવે પાકિસ્તાની આતંકવાદીઓને એમના ઘેર જઇને મારી આવવાની બહાદુરી બતાવી ‘એક નયા હિંદુસ્તાન’ આપણા જાંબાઝ જવાનોએ આપ્યું છે. સદીઓથી ભારતના ઈતિહાસમાં આપણે કોઇ દેશ ઉપર હૂમલો કર્યો નથી. પાકિસ્તાન, શ્રીલંકા, બાંગલા દેશ કે ચીને આપણને અડપલાં કરવામાં કાંઇ બાકી રાખ્યું નથી અને આપણે ન છુટકે સામી ગોળીઓ ચલાવવી પડતી. પણ આપણી ખામોશીને એ લોકો એમની નીચ ભાષામાં નામદરઈ સમજતા હતા, પણ બે વર્ષ પહેલા પાકિસ્તાનના કબજાના કાશ્મિરમાં ‘લાઇન ઑફ કન્ટ્રોલ’ (ખ્ગ્ર્ઊ) પાર કરીને બહારથી શાંત દેખાતા અને એક ભારતીય તરીકે સિંહની છાતી ધરાવતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘સજીર્કલ સ્ટ્રાઇક’ કરાવીને, ‘સાલોં કો ઘર મેં ઘુસ કે મારેંગે..’ની દિલેરી બતાવીને પાકિસ્તાનને કાયમ માટે ફફડતું કરી નાંખ્યું. ગઠબંધનીયાઓમાંથી એકે ય પાટર્ી પાકિસ્તાનની વિરૂધ્ધ બોલતી તો નથી, પણ મોદીનું લોહી પીવા પાકિસ્તાન સાથે હાથ મિલાવી રહી છે. કૉંગ્રેસ કે બીજી કોઇ પણ મમતા- માયાઓ ઈવન આતંકવાદની વિરૂધ્ધ એક શબ્દ પણ બોલી હોય, તો હું આજે જ કૉંગ્રેસમાં જોડાવવા તૈયાર છું. એ લોકોની સજીર્કલ-સ્ટ્રાઇક્સ મોદીને હટાવવા માટે નિરંતર ચાલી રહી છે. (ગાળ)ઓ મોદીને હટાવીને દેશ માટે શું કરવા માંગે છે, એની નાનકડી વાત આજે પણ કરતા નથી. માની લઇએ કે, મોદી હારી ગયા, તો તમારા બધામાંથી વડો પ્રધાન કોણ બનશે, દેશના વિકાસ માટે શું કરશો કે મોદી નહિ તો તમારી પાસે વડો પ્રધાન બની શકે એવો એકે ય જોકર છે ખરો?
દરેક દેશભક્ત ભારતીયે ‘ઊરી’ જોવી જ જોઇએ. ક્યાં પતલો-પતલો ફિલ્મ ‘રાઝી’ (દિલબરો) અને ‘સંજુ’નો વિકી કૌશલ અને ક્યાં એકલે હાથે પંચને પછાડે એવો સ્નાયુબધ્ધ વિકી કૌશલ! એના બનેવી બનતા મોહિત રાયનાનું પણ કસરતી શરીર જોઇને આપણા એકએક જવાન ઉપર ફખ્ર થાય કે, ત્યાં તો વિકી કે મોહિત જેવો હરએક જવાન પૂરા પરફૅક્શનથી શક્તિશાળી છે. આપણાથી તો સહન પણ ન થાય એવી કેટકેટલી મુશ્કેલ ટ્રૅનિંગ લઇને એકએક જવાન આટલો મજબુત બન્યો છે. દેશનો એક જવાન શહીદ થાય તો આપણા માટે ‘આજતક’ના સમાચારની એક લાઇનથી વિશેષ કાંઇ નથી, પણ જેના ફૅમિલીનો ચિરાગ બુઝાયો છે, એની ઉપર શું વીતી છે, એ દર્દ આ ફિલ્મમાં મોહિત રાયના શહીદ થાય છે, એ ઘટનાનો હ્રદયસ્પર્ષી ચિતાર અહીં છે. આપણે ભલે સરહદ પર જઇને એમની હૌસલાઅફઝાઇ કરી ન શકીએ, પણ ઘેર બેઠા ય દેશપ્રેમ છલકાવવા દરેક ઘરના ડ્રૉઇંગ-રૂમમાં ભારતનો તિરંગો મૂકાવો જોઇએ. શહેરના કોઇ પણ ખાદીભંડારમાં ‘તિરંગો’ મળે છે. મેહમાનોને આંજી નાંખવા લાખ-બે લાખ રૂપીયાનું પૅઇન્ટિંગ લટકાવીએ છીએ, ત્યારે તિરંગો તમને પોસાય એટલા પૈસે મળે છે. એ તો આપણી ય નાલાયકી કહેવાશે, જો રસ્તા ઉપર પડેલો રાષ્ટ્રધ્વજ ગૌરવથી ઉઠાવીને સન્માનજનક સ્થાને ન મૂકીએ, કમ-સે-કમ એટલી દેશભક્તિ તો બતાવીએ. જ્યાં મિનિમમ ૨૦-૨૫ માણસો ભેગા થયા હોય, એવા પ્રોગ્રામમાં સ્ટેજ પરથી રાષ્ટ્રગીત ગવડાવવું જ જોઇએ. માત્ર ૫૨-સૅકન્ડ ચાલતું રાષ્ટ્રગીત ગાવાથી તમે પોતે ભારતીય લશ્કરના મૅજર-જનરલ હો, એવો ફખ્ર થાય છે.
બસ. એક વાર ફિલ્મ ‘ઊરી’ જુઓ જ.....લશ્કરમાં જોડાયા હો, એવું ગૌરવ થશે.
સિક્સર
- કોઇની દાદાગીરી સામે પહેલા એમ કહેવાતું, ‘તારા બાપનું રાજ છે?’
- પ્રિયંકા વાડ્રાના આવ્યા પછી લોકો એમ પૂછે છે, ‘તારી માંનું રાજ છે?’
----