અજવાળાંનો ઓટોગ્રાફ

(1.4k)
  • 189.2k
  • 321
  • 79.7k

કોઈ બાળક પાસે પોતાના મા-બાપ બદલવાનો વિકલ્પ નથી હોતો. અને એમની એ કમનસીબીનો આપણે ક્યારેક ગેરલાભ ઉઠાવતા હોઈએ છીએ. આપણા સમાજમાં નાની ઉંમરે મૃત્યુના મુખ્ય બે કારણો છે. અપેક્ષાઓ અને અભિપ્રાયો. બાળક જન્મે ત્યારે એની બંધ મુઠ્ઠીઓમાં મમ્મી-પપ્પાને સંબોધીને ઈશ્વરે લખેલી કોઈ ચિઠ્ઠી નથી હોતી, કે આ બાળકને ડૉક્ટર કે એન્જીનીયર બનાવજો. (કોઈપણ જાતની પૂર્વશરત વિના પોતાના ભાગે આવેલી જિંદગીને ઉજવી લેવાની સમજણ પાઠ્ય-પુસ્તકો વાંચીને નથી આવતી.)

Full Novel

1

અજવાળાંનો ઓટોગ્રાફ - 1

કોઈ બાળક પાસે પોતાના મા-બાપ બદલવાનો વિકલ્પ નથી હોતો. અને એમની એ કમનસીબીનો આપણે ક્યારેક ગેરલાભ ઉઠાવતા હોઈએ છીએ. આપણા નાની ઉંમરે મૃત્યુના મુખ્ય બે કારણો છે. અપેક્ષાઓ અને અભિપ્રાયો. બાળક જન્મે ત્યારે એની બંધ મુઠ્ઠીઓમાં મમ્મી-પપ્પાને સંબોધીને ઈશ્વરે લખેલી કોઈ ચિઠ્ઠી નથી હોતી, કે આ બાળકને ડૉક્ટર કે એન્જીનીયર બનાવજો. (કોઈપણ જાતની પૂર્વશરત વિના પોતાના ભાગે આવેલી જિંદગીને ઉજવી લેવાની સમજણ પાઠ્ય-પુસ્તકો વાંચીને નથી આવતી.) ...વધુ વાંચો

2

અજવાળાંનો ઓટોગ્રાફ - 2

જ્યારે આપણી કોઈ પ્રિય વ્યક્તિનો જન્મદિવસ આવતો હોય ત્યારે અવારનવાર આપણે વિચારતા હોઈએ છીએ કે એ વ્યક્તિને ભેંટમાં શું શકાય ? અત્યારના સમયમાં જ્યારે બધા પાસે લગભગ બધું ઉપલબ્ધ હોય ત્યારે ગમતી વ્યક્તિને આપવા માટે નવું કશું જ આપણી પાસે હોતું નથી. ...વધુ વાંચો

3

અજવાળાંનો ઓટોગ્રાફ - 3

એક જમાનો હતો જ્યારે દિવસની શરૂઆત મમ્મીના અવાજથી થતી. નિશાળે જવાનું હોય ત્યારે રોજ સવારે મમ્મી ઉઠાડવા આવતી. મમ્મી આપણું નામ બોલે અને માથા પર હાથ ફેરવે, સ્વયં એ ઘટના જ સવાર કરતા વધારે અજવાળુ લઈને આવતી. બારીમાંથી બેડરૂમમાં પ્રવેશતા સૂરજના કિરણો મમ્મીના ચહેરા પર પડતા અને આંખો ખોલતાની સાથે જ આપણને અહેસાસ થતો કે આપણી જિંદગીમાં બબ્બે સૂરજ ઉગ્યા છે. ...વધુ વાંચો

4

અજવાળાંનો ઓટોગ્રાફ - 4

જે રૂમાલમાંથી કબુતર કાઢે એને જાદુગર કહેવાય. જાદુગર કાંઈપણ કરી શકે. એ ધારે તો આખેઆખા માણસને ગાયબ કરી શકે. કેટલાક જાદુગર એવા હોય છે જે પડદાની પાછળ રહીને જાદુ કરતા હોય છે. તેમના જાદુથી ઉદાસી ગાયબ થઈ જાય. તેમનો હાથ ફરે અને જિંદગીના ખરબચડા રસ્તાઓ મખમલ જેવા સુંવાળા થઈ જાય. તેઓ નિરાશાની ટોપલીમાંથી આશાવાદનું કબુતર ઉડાડવાની કળા જાણે છે. ...વધુ વાંચો

5

અજવાળાંનો ઓટોગ્રાફ - 5

ઘરનો એ ઓરડો હવે બહુ ખાલી લાગે છે, જે ઓરડામાં ગણપતિનું સ્થાપન કરેલું હતું. એક જગ્યાએ ચુપચાપ બેસાડેલી મૂર્તિ સાથે પણ થોડા જ દિવસોમાં આપણને કેટલી બધી આત્મીયતા આવી જતી હોય છે. વિસર્જન કરતી વખતે ખ્યાલ આવે કે ભલે ને મૂર્તિને હોય પણ વિદાય આપવી સહેલી નથી. તેમ છતાં આપણે ઢોલ-નગારા વગાડીને અને મીઠાઈઓ વહેંચીને ગણપતિને વિદાય આપીએ છીએ. ...વધુ વાંચો

6

અજવાળાંનો ઓટોગ્રાફ - 6

વૃદ્ધિ પામવી એ સજીવનું લક્ષણ છે અને વૃદ્ધ થવું એ સજીવની નિયતિ. રોજ સવારે અરીસામાં, સામે ઉભેલી જાતને આપણે થતા જોયા કરીએ છીએ. ખરતા અને સફેદ થતા વાળ, સમયના આગ્રહને વશ થઈને ધીમા પગલે ચહેરા પર આવતી કરચલીઓ. આ ફેરફારો આપણને સતત યાદ કરાવે છે કે ધીમી પરંતુ મક્કમ ગતિથી આપણે કાચ જેવી અવસ્થા તરફ પ્રયાણ કરી રહ્યા છીએ. ...વધુ વાંચો

7

અજવાળાંનો ઓટોગ્રાફ - 7

નાના હતા ત્યારે નિશાળે જતી વખતે આપણો લંચબોક્સ અને વોટરબેગ ભરવામાં, યુનિફોર્મને ઈસ્ત્રી કરવામાં અને આપણને સમયસર તૈયાર કરીને મોકલવામાં વ્યસ્ત થઈ જતી મમ્મીની સવારની ચા રસોડામાં પડી પડી ઠંડી થઈ જતી. ધીમે ધીમે આપણે મોટા થયા, મમ્મીની જવાબદારીઓ પણ મોટી થઈ. ઘણું બધું બદલાયું પણ પેલી ઠંડી ચા આજે પણ ત્યાંની ત્યાં જ છે. ...વધુ વાંચો

8

અજવાળાંનો ઓટોગ્રાફ - 8

સાંજ એટલે આંગળીઓ વચ્ચેની જગ્યા પૂરવાનો સમય. દિવસભર વિચારોના ટ્રાફિકમાં અટવાયેલા મનને, ગમતી વ્યક્તિના ખભાની ખુલ્લી જગ્યા પર શાંતિથી કરવાનો સમય. સાંજ વસ્તુઓ નહિ, વ્યક્તિઓ માંગે છે. સાંજ એટલે ડૂબતા સૂરજને જોઈને આપણી જાતમાં કશુંક ઉગાડવાનો સમય. તડકા અને તનાવથી ભડભડ બળતી જાતને કોઈ ગમતી વ્યક્તિના સ્પર્શથી ટાઢક આપવાનો સમય. સાંજ એટલે કોઈને ગળે મળવાનો સમય. ...વધુ વાંચો

9

અજવાળાંનો ઓટોગ્રાફ - 9

પચાસેક વર્ષનું એક દર્દી મારી પાસે આવ્યું. પોતાની થેલીમાંથી રિપોર્ટ કાઢતી વખતે એક લાલ ગુલાબ તેમની થેલીમાંથી નીચે પડ્યું. એ લાલ ગુલાબ લઈને તરત પોતાના શર્ટના ખિસ્સામાં મૂકી દીધું. હું કાંઈ પૂછું એ પહેલા જ તેમણે મને કહ્યું, ‘આ લાલ ગુલાબ એક સ્પેશીયલ વ્યક્તિને આપવાનું છે.’ મેં કહ્યું, ‘એ સ્પેશીયલ વ્યક્તિ નક્કી બહુ નસીબદાર હોવી જોઈએ.’ ...વધુ વાંચો

10

અજવાળાંનો ઓટોગ્રાફ - 10

૧ - “તારક મેહતા” ને કયા ઉપનામ થી ઓળખવામાં આવે છે? -ઇન્દુ 2 - “દીકરાનો મારનાર” કૃતિ ના રચયિતા કોણ ? -ઝવેરચંદ - “ઘસાઈ ને ઉજળા થાઓ” - એ કોના જીવનનું સુત્ર હતું ? -રવિશંકર મહારાજ ...વધુ વાંચો

11

અજવાળાંનો ઓટોગ્રાફ - 12

મારા જન્મદિવસે એક કાર્ડ મળ્યું, જેમાં કોઈએ મારી લાંબી ઉંમર માટે શુભેચ્છાઓ વ્યક્ત કરેલી. મારી દીર્ઘાયુ માટે ઈશ્વરને પ્રાર્થના એ શુભેચ્છક પોતે એક દર્દી છે. એક એવા દર્દી જેઓ એક અસાધ્ય કેન્સરના છેલ્લા સ્ટેજમાં છે. આપણા મૃત્યુની પ્રતીક્ષા કરતા હોઈએ ત્યારે બીજાની લાંબી ઉંમર માટે ઈશ્વરને પ્રાર્થના કરવી, એને સાદી ભાષામાં માણસાઈનો એવરેસ્ટ ચડવો કહેવાય. ...વધુ વાંચો

12

અજવાળાંનો ઓટોગ્રાફ - 11

એક બહુ જાણીતું બાળગીત છે. ‘ખાતી નથી પીતી નથી, ઢીંગલી મારી બોલતી નથી. બોલ બા બોલ એને કેમ બોલાવું પોતાની ઢીંગલી કે ઢીંગલો બોલતો ન હોય, એનું દુઃખ દરેક વ્યક્તિને હોય છે. પરંતુ આપણને થનારા દુઃખ કરતા, ન બોલી શકવાનો અફસોસ આપણી ઢીંગલી કે ઢીંગલાઓને આપણા કરતા વધારે થતો હશે. આ દુનિયામાં રહેલી તકલીફોથી એટલી પીડા નથી થતી, જેટલી પીડા એ તકલીફો કોઈને ન કહી શકવાથી થાય છે. ફક્ત પીડા જ નહિ, આનંદ અને ખુશીઓની એ દરેક ક્ષણ જે કોઈની સામે વ્યક્ત નથી કરી શકાતી, એ આપણી અંદર એક ખાલીપાનું સર્જન કરતી હોય છે. ...વધુ વાંચો

13

અજવાળાંનો ઓટોગ્રાફ - 13

ઘરનો એ ઓરડો હવે બહુ ખાલી લાગે છે, જે ઓરડામાં ગણપતિનું સ્થાપન કરેલું હતું. એક જગ્યાએ ચુપચાપ બેસાડેલી ભગવાનની સાથે પણ થોડા જ દિવસોમાં આપણને કેટલી બધી આત્મીયતા આવી જતી હોય છે. વિસર્જન કરતી વખતે ખ્યાલ આવે કે ભલે ને મૂર્તિને હોય પણ વિદાય આપવી સહેલી નથી. તેમ છતાં આપણે ઢોલ-નગારા વગાડીને અને મીઠાઈઓ વહેંચીને ગણપતિને વિદાય આપીએ છીએ. ...વધુ વાંચો

14

અજવાળાંનો ઓટોગ્રાફ - 14

કેશલેસ ટ્રાન્ઝેક્શન અને પેટીએમના યુગમાં પહોંચી ગયેલા આપણા માટે ‘ઉધાર’ નામનો શબ્દ ગીરના સિંહોની જેમ ધીમે ધીમે નાશ પામતો છે. ખિસ્સામાં રહેલી ગુલાબી રંગની નોટને કારણે આપણો ચહેરો પણ જ્યારે ગુલાબી થઈ જાય ત્યારે સમજાય કે કરન્સીનો કલર બહુ જલદી ચડે છે. ક્રેડિટકાર્ડ લઈને વિશાળ મોલમાં ખોવાયેલા આપણને ક્યાંક જો આપણા પપ્પાનો ભૂતકાળ જડી જાય, તો એ ક્રેડિટકાર્ડની વેલ્યુ આપોઆપ વધી ગયેલી લાગે. આપણા ખિસ્સામાં રહેલા રૂપિયાની કિંમત વધારવાનો સૌથી સરળ રસ્તો એ જ છે કે એની સરખામણી આપણા મમ્મી-પપ્પાના એ દિવસો સાથે કરવી જ્યારે તેઓ આપણી ઉંમરના હતા. ...વધુ વાંચો

15

અજવાળાંનો ઓટોગ્રાફ - 15

૯0 વર્ષ સુધી જીવેલા વિન્સ્ટન ચર્ચિલને કોઈએ પૂછ્યું હતું, ‘તમે આટલું લાંબુ જીવ્યા કઈ રીતે ?’ ચર્ચિલે કહેલું, ‘આટલા વર્ષોમાં મેં મારા હ્રદયમાં કોઈની પ્રત્યેના ધિક્કારને સ્થાન નથી આપ્યું.’ આપણી જાતને નુકશાન કર્યા વિના આપણો અણગમો અભિવ્યક્ત કરી શકવો, એ પણ એક માનસિક સ્વસ્થતાની નિશાની છે. અણગમો દર્શાવવાની સ્પેશિયલ તાલીમથી આપણે ઘણીવાર વંચિત રહી જતા હોઈએ છીએ. આપણી નાપસંદગી અને નામંજૂરી વ્યક્ત કરવાની આપણી રીતને કારણે આપણે લોકોમાં ઘણીવાર અપ્રિય બની જતા હોઈએ છીએ. આપણી અંગત વિચારધારા અને વ્યક્તિગત અભિપ્રાયો લઈને આપણે સમુહમાં જીવીએ છીએ. ...વધુ વાંચો

16

અજવાળાંનો ઓટોગ્રાફ - 16

નાના હતા ત્યારે રાજાની વાર્તાઓ સાંભળવી બહુ ગમતી. રત્નજડિત રાજમહેલ, ધન-કુબેરના ભંડારો, સોનામહોરો અને રાજાના વૈભવની વાતો સાંભળતા, ત્યારે આંખો પહોળી થઈ જતી. જેમ જેમ મોટા થતા ગયા, તેમ તેમ વાર્તાઓની કાલ્પનિક સૃષ્ટિમાંથી જીવનની વાસ્તવિક્તામાં પ્રવેશતા ગયા અને પેલી પહોળી થયેલી આંખોમાંથી અંદર ગયેલું રાજા બનવાનું સપનું પણ ધીમે ધીમે મોટું થતું ગયું. ...વધુ વાંચો

17

અજવાળાંનો ઓટોગ્રાફ - 17

ટ્રેનમાં મુસાફરી કરતી વખતે જ્યારે કોઈ સ્ટેશન પર ટ્રેન થોડી વાર ઉભી રહે, ત્યારે ઘણીવાર આપણે આસપાસના મુસાફરોને પૂછતાં છીએ કે ‘કયું સ્ટેશન આવ્યું ?’. હકીકતમાં આપણે જાણતા હોઈએ છીએ કે ‘સ્ટેશન ક્યારેય નથી આવતું’, આપણે સ્ટેશન પર આવતા હોઈએ છીએ. વર્ષોથી એક જ જગ્યાએ ઉભેલા સ્ટેશન પર આવ-જા તો આપણી થતી હોય છે. ...વધુ વાંચો

18

અજવાળાંનો ઓટોગ્રાફ - 18

કેટલાક લોકો સંબંધો પાસેથી જ્યોતિષવિદ્યા કે ટેરો કાર્ડ્સ જેવી અપેક્ષા રાખતા હોય છે. તેઓ પોતાના સંબંધમાં સતત ભવિષ્ય શોધવાનો કરતા હોય છે. જે સંબંધનું કોઈ ભવિષ્ય જ નથી, એ સંબંધનો વર્તમાન પણ ન હોવો જોઈએ એવું માનીને કેટલાય લોકો ‘કન્સીવ’ થયેલા એક નવા સંબંધની ભ્રૂણહત્યા કરી નાખતા હોય છે. પ્રેમ હોય કે મિત્રતા, કેટલાક સંબંધો જ એવા હોય છે જેમાં ક્યાંય પહોંચવાનું નથી હોતું. અમૂક લોકો એટલા બધા ગમતા હોય છે કે કોઈપણ જાતની અપેક્ષા રાખ્યા વગર આપણા જીવનમાં એમની સૂક્ષ્મ હાજરી જ આપણને ધન્ય કરી નાખતી હોય છે. ...વધુ વાંચો

19

અજવાળાંનો ઓટોગ્રાફ - 19

અસ્મિતાપર્વ ૨૧માં વિચરતી જાતિઓ વિશે વાત કરતી વખતે મિત્તલબહેન પટેલે રુંવાડા ઉભા થઈ જાય એવી એક વાત કરેલી. આ લોકો નહાતા નથી. તેમને પાણીની સુવિધા આપવામાં આવે તો પણ નહિ. અને તેના કારણે તેમનામાંથી એક ચોક્કસ પ્રકારની બદબુ આવવા લાગે છે. તેમનું ન નહાવા પાછળનું કારણ એ હતું કે તેમની જુવાન દીકરીઓ જો નિયમિત નહાવા લાગે તો એમનો વાન અને રૂપ ઉઘડવા લાગે. જુવાન દીકરીઓને ઢાંકવા માટે તેમની પાસે પૂરતા કપડા અને ઘર ન હોવાથી, દીકરીઓની સલામતી માટે તેઓ ગંદા અને બદબુદાર રહેવાનું પસંદ કરે છે. આ વાત ધ્રુજાવી નાખનારી છે. ...વધુ વાંચો

20

અજવાળાંનો ઓટોગ્રાફ - 20

એક સમય હતો જ્યારે ઘરમાં એ.સી નહોતું. અને તેમ છતાં ત્યારે પણ ઉનાળો આવતો. સંજોગો અને પરીસ્થિતિ પ્રમાણે દરેક ઉનાળાની સાથે સમાધાન કરી જ લેતું હોય છે. રેગ્યુલેટર ફેરવીને પંખાની સ્પીડ પાંચ ઉપર કરતા. ભીની કરેલી ચાદર ઓઢીને પંખાની નીચે સૂઈ જતા, જેથી પંખાનો પવન આપણા સૂધી પહોંચતા પહોંચતા થોડો ઠંડો થઈ જાય. ફળિયામાં પાણી છાંટતા, બારીઓ ખુલ્લી રાખતા અને રાતે સૂવા અગાશીમાં જતા. ...વધુ વાંચો

21

અજવાળાંનો ઓટોગ્રાફ - 21

નાની સાઈઝના ડાયપરમાંથી એક સમયે માંડ બહાર આવેલા આપણે જિંદગીના છેલ્લા તબક્કામાં ફરી પાછા ડાયપરમાં પ્રવેશીએ છીએ. આટલા વર્ષો જીવ્યા પછી પણ આપણે અંતે તો આપણા ડાયપરની સાઈઝ બદલ્યા સિવાય બીજું કશું જ કરી શક્તા નથી. બાળપણના ડાયપર અને એડલ્ટ ડાયપર વચ્ચે રહેલા સમયને જ કદાચ આપણે જિંદગી કહીએ છીએ. ...વધુ વાંચો

22

અજવાળાંનો ઓટોગ્રાફ - 22

આપણાથી વધુ શક્તિશાળી માણસ પોતાની વાત મનાવવા માટે દસ લોકોની હાજરીમાં આપણને તમાચો મારે તો ? શક્તિ કે બળની આપણે તેમની બરોબરી કરી શકવાના ન હોવાથી, એમના હુકમનું પાલન કરવું પડે તો ? તમાચો માર્યા પછી એ જ વ્યક્તિ આપણને ગળે લગાડી ‘આઈ લવ યુ’ કહે અથવા તો ‘એ તારા સારા માટે હતો’ એવું સાબિત કરવાનો પ્રયત્ન કરે ત્યારે આપણને કેવું લાગશે ? આ વાંચતી વખતે તમાચો મારનાર વ્યક્તિ વિશે જે વિચાર આપણને આવે છે, તદ્દન એવો જ વિચાર તમાચો ખાધા પછી આપણા બાળકોને આવતો હોય છે. ...વધુ વાંચો

23

અજવાળાંનો ઓટોગ્રાફ - 23

આપણે અવારનવાર આપણી ગૌરવગાથાઓ આસપાસના લોકોને સંભળાવતા હોઈએ છીએ. આપણી સફળતા, આપણી ઉપલબ્ધિઓ કે આપણને મળેલા મૂલ્યવાન ઈનામોની આપણે જાહેરાત કરીએ છીએ. સફળતા એ બજારમાંથી ખરીદેલા બ્રાન્ડ ન્યુ કપડા જેવી છે. એ પહેરવાની જેટલી મજા છે, એનાથી વધારે મજા લોકોને દેખાડવાની છે. સાવ અજાણી કે અપરિચિત વ્યક્તિ સાથે પણ આપણે આપણી સફળતા વહેંચી લેતા હોઈએ છીએ. પરંતુ નિષ્ફળતાનું એવું નથી. આપણી નિષ્ફળતાઓ માટે આપણે બહુ પઝેસીવ હોઈએ છીએ. એ આપણે કોઈની સાથે શેર કરી શક્તા નથી. ...વધુ વાંચો

24

અજવાળાંનો ઓટોગ્રાફ - 24

અમૂક ઉંમર સુધી આખું ઘર આપણું હોય છે. આપણી દરેક પ્રવૃત્તિઓ, વર્તન અને વાતો આપણા ઘરના સભ્યો માટે સાર્વજનિક છે. કોઈથી કશું સંતાડવાનું હોતું નથી. અમૂક ઉંમર પછી આપણા જ ઘરમાં આપણને એક અલગ ઓરડો ફાળવવામાં આવે છે. આપણા મોટા અને સમજદાર થવાની એ સૌથી કમનસીબ વાસ્તવિક્તા છે કે એક જ છતની નીચે રહેતા હોવા છતાં પણ મમ્મી-પપ્પાથી આપણી દીવાલો અલગ થઈ જાય છે. વૃદ્ધિ પામવાનો એક ગેરફાયદો એ પણ છે કે સમજણ આવતાની સાથે જ પ્રાયવસીના નામે આપણી આસપાસ દીવાલો ચણીને આપણે મોટા થયાની ઉજવણી કરીએ છીએ. વાતો કરવા માટેની સૌથી સાર્વજનિક જગ્યા ગણાતા ઘરનું વિભાજન થઈને ધીમે ધીમે ખાનગીકરણ થતું જાય છે. ...વધુ વાંચો

25

અજવાળાંનો ઓટોગ્રાફ - 25

એક સમય હતો જ્યારે દર વર્ષે દિવાળીની ખરીદી કરવા મમ્મી પપ્પા સાથે બજારમાં જતા. રેડીમેઈડ કપડાના કોઈ આલીશાન શો-રૂમમાં ત્યારે એવું લાગતું કે સાવ પામર અને પાંગળી ઓળખ લઈને કોઈ રાજમહેલમાં પ્રવેશી ગયા હોઈએ. મમ્મી પપ્પાની આંગળી પકડી રાખવાનો ત્યારે પહેલો ફાયદો સમજાયો. આપણા ગજા અને લાયકાત બહારની જગ્યાએ પહોંચવું હોય, તો મમ્મી પપ્પાને સાથે રાખવા. ...વધુ વાંચો

26

અજવાળાંનો ઓટોગ્રાફ - 26

ગયા જન્મોના કર્મોવાળી થિયરીને થોડી વાર સાઈડ પર મૂકી દઈએ તો સમજાય કે આપણે કેટલી બધી અસમાનતાઓ વચ્ચે જીવી છીએ. આપણી આસપાસ રહેલા અમૂક લોકો સાથે જો આપણી સરખામણી કરીએ, તો લાગે કે ઈશ્વર પાસે ડિજીટલ વજનકાંટો તો શું ? સાદું ત્રાજવું પણ નહીં હોય. પરીસ્થિતિની એ કેવી વિડંબના છે કે આપણા આલીશાન ઘરની સાફ-સફાઈ કરીને કોઈ વ્યક્તિ પોતાનું ઘર ચલાવી રહી છે. ...વધુ વાંચો

27

અજવાળાંનો ઓટોગ્રાફ - 27

પ્રેમના પુસ્તકમાં ફક્ત પ્રકરણો હોય છે, અનુક્રમણિકા નથી હોતી. કારણકે પ્રેમમાં ફક્ત ઘટનાનું મહત્વ છે, ક્રમનું નહિ. કોઈને પ્રેમ કરતા આપણે ક્યારેય એ વ્યક્તિને એવું પૂછતાં નથી કે આપણે એ વ્યક્તિનો કેટલામો પ્રેમ છીએ ? અથવા તો આ પહેલા તેઓ કેટલી વ્યક્તિઓ સાથે પ્રેમમાં રહી ચૂક્યા છે ? ...વધુ વાંચો

28

અજવાળાંનો ઓટોગ્રાફ - 28

ઈશ્વરને કરેલી પ્રાર્થનાઓ તેના સુધી પહોંચી ગઈ છે, એવો કોઈ ડિલીવરી રિપોર્ટ આપણને મળતો નથી. તેમ છતાં આપણને પ્રાર્થના સંતોષ હોય છે કારણકે આપણને એવી શ્રદ્ધા હોય છે કે આપણી વાત ઈશ્વર જરૂર સાંભળતો હશે. ઈશ્વરના વોટ્સ એપ એકાઉન્ટમાં મોકલેલી અરજીઓ કે ઈચ્છાઓને ક્યારેય બ્લ્યુ ટીક નથી લાગતી. ...વધુ વાંચો

29

અજવાળાંનો ઓટોગ્રાફ - 29

કોઈ જવાબ સમજ્યા વગર લખી નાખવાની પ્રક્રિયાને આપણે ગોખેલો જવાબ કહેતા. નિશાળની બહારની દુનિયામાં પણ આપણે આવા જ કેટલાક જવાબોનો સહારો લઈને સામેવાળાની નજરોમાં પાસ થઈ જઈએ છીએ. આપણો આવો જ એક ગોખેલો જવાબ છે, ‘મજામાં.’ ...વધુ વાંચો

30

અજવાળાંનો ઓટોગ્રાફ - 30

મેટરનિટી લીવ દરમિયાન મમ્મીની સતત સાથે રહેલું બાળક જેમ જેમ સમજણું થતું જાય છે, તેમ તેમ તેને સમજાય છે મારી જિંદગીની સૌથી મહત્વની વ્યક્તિ દિવસના અમૂક કલાકો ક્યાંક ગાયબ થઈ જાય છે. મમ્મી માટે મારાથી વધારે અગત્યનું બીજું શું હોય શકે ? એવો પ્રશ્ન દરેક બાળકને થતો હોય છે. મારી જેમ કેટલાય બાળકોએ બે હાથ જોડી આંખોમાં પાણી સાથે મમ્મીને વિનંતી કરી હશે કે ‘આજે રજા લઈ લે ને !’ ...વધુ વાંચો

31

અજવાળાંનો ઓટોગ્રાફ - 31

જન્મ થયા પછી દરેક બાળકને મળતો પહેલો અધિકાર રડવાનો હોય છે. રુદન ફક્ત અભિવ્યક્તિ નહિ, ક્યારેક જરૂરીયાત હોય છે. આંખોનું ઓશિયાળાપણું નથી, તેઓ આંખોની જાહોજલાલી છે. જાહેરમાં રડી શકવાની લક્ઝરી દીકરાને બહુ મર્યાદિત ઉંમર સુધી જ મળે છે. ત્યાર બાદ અચાનક એને એવું પ્રતીત કરાવવામાં આવે છે કે પુરુષ તરીકેની ઓળખાણ પ્રસ્થાપિત કરવા માટે આંખો કોરી રાખવી જરૂરી છે. ...વધુ વાંચો

32

અજવાળાંનો ઓટોગ્રાફ - 32

નાના હતા ત્યારે ઘરેથી નિશાળે જવા માટે રીક્ષા લેવા આવતી. કોણ જાણે કેમ ? પણ એ રીક્ષાવાળા ભાઈનું નામ યાદ છે. ત્રીસેક વર્ષ જેટલો સમય વીત્યો હોવા છતાં અબ્બાસભાઈનો ચહેરો આજેપણ યાદ છે. અબ્બાસભાઈનું કામ બહુ જ મર્યાદિત હતું. એમની રીક્ષામાં આવતા બાળકોને નિશાળ સુધી પહોંચાડવાના અને નિશાળ પત્યા પછી ઘરે લઈ આવવાના. આપણા બાળમાનસના વિશાળ પડદા પર અબ્બાસભાઈ જેવા લોકોએ બહુ નાની અને તેમ છતાં બહુ યાદગાર ભૂમિકાઓ ભજવી હોય છે. ...વધુ વાંચો

33

અજવાળાંનો ઓટોગ્રાફ - 33

અકાળે અવસાન પામેલા એક ગમતા સંબંધની મૃત્યુનોંધ છાપામાં નથી આવતી. એક ગમતા સંબંધના અવસાનનો ખરખરો કરવાની સૌથી વધારે ઈચ્છા જ લોકો સાથે થાય છે જેમની સાથે હવે બોલવાનો વ્યવહાર પણ નથી હોતો. પણ સ્મશાન સુધી પહોંચી ગયેલા સંબંધની પાછળ ક્યાં સુધી જીવ બાળવાનો ? રાષ્ટ્રીય દરજ્જાનું સન્માન આપેલા મિત્રની વિદાય પછી ક્યાં સુધી શોક પાળવાનો ? ...વધુ વાંચો

34

અજવાળાંનો ઓટોગ્રાફ - 34

રોજ સવારે સ્કુલબસ આવે અને દીકરી નિશાળે જાય ત્યારે સતત એવું લાગ્યા કરે કે રોજની આ પળો દીકરીને આવજો આપણને ટેવ પાડી રહી છે. દીકરીઓને ક્યારેય ગુડબાય ન કહેવાનું હોય, એમને તો આવજો જ કહેવાય. કારણકે ‘આવજો’માં ‘ફરી મારા ઘરે આવજો’ એવો અર્થ છુપાયેલો છે. દીકરો હોય કે દીકરી, કોઈપણ સંતાન જ્યારે ઘરની બહાર પગ મૂકે છે એ ક્ષણે આપણને રીયલાઈઝ થાય છે કે ઘરનો ખાલીપો કેટલા ‘હાઈ વોલ્યુમ’ પર વાગવા માંડ્યો છે ! જે સંતાન માટે આખી જિંદગી કમાયા હોઈએ, એ સંતાન પોતે કમાઈ શકે એ હેતુથી જ્યારે ઘરની બહાર પગ મૂકે છે ત્યારે એક પોર્ટેબલ ઘર ખરીદી લેવાની ઈચ્છા થઈ જાય છે. ...વધુ વાંચો

35

અજવાળાંનો ઓટોગ્રાફ - 35

૪૦ વર્ષ પછીનો સમય દરેક વ્યક્તિ માટે પડકારજનક હોય છે. એ સમય સ્વીકારનો હોય છે. અત્યાર સુધી મધ્યાહને તપતો નામનો સૂર્ય ધીમે ધીમે અસ્ત થવા તરફ પ્રયાણ કરે છે. એ ઢળતા શરીર સામે વિદ્રોહ કરીને યુદ્ધ કરવા કરતા, ૪૦ પછીનો સમયગાળો શરીર સાથે શાંતિ-મંત્રણા કરવાનો હોય છે. કાયમ યુવાન રહેલા મનને જ્યારે શરીરનો સાથ નથી મળતો ત્યારે આપણી જાતમાં આંતર-વિગ્રહો ફાટી નીકળતા હોય છે. સફેદ થઈ રહેલા અને ખરતા વાળ, બેતાળાના ચશ્માં, ચહેરા પર ગ્લો લાવવાની મથામણમાં બ્યુટી-પાર્લરના ધક્કા અને આંખોની નીચેના કુંડાળા. ૪૦ પછીની સૌથી મોટી ચેલેન્જ મનુષ્ય માટે પોતાની જ જાતને સ્વીકારવાની હોય છે. ...વધુ વાંચો

36

અજવાળાંનો ઓટોગ્રાફ - 36

સ્મશાનનું સિક્યોરિટી ચેક બહુ કડક હોય છે. પાણીની બોટલ તો શું ? શ્વાસ પણ સાથે નથી લઈ જવા દેતા. સત્તા, સમૃદ્ધિ અને સૃષ્ટિ. અગ્નિની જ્વાળાઓના વૈભવમાં ચેક-ઈન કરતા પહેલા બધું જ બહાર મૂકી દેવું પડે છે. હેન્ડ લગેજમાં ફક્ત ત્રણ જ વસ્તુઓ લઈ જવાની પરમીશન હોય છે. એક નિર્જીવ શરીર, એ શરીરને ખુશી ખુશી ગુડબાય કહી રહેલો આત્મા અને કેટલાક ઋણાનુબંધ. આ પૃથ્વી પરથી અનિશ્ચિત સમયે આપણને લઈ જનારી કાયમી ઉડાનમાં બહુ ઓછી વસ્તુઓ પરમીટેડ હોય છે. ...વધુ વાંચો

37

અજવાળાંનો ઓટોગ્રાફ - 37

આપણે કોઈનું ખૂન કર્યું હોય કે ચોરી કરી હોય, તો એ સમાચાર નક્કી બીજા દિવસના છાપામાં આવશે. કેટલાક કામ હોય છે જે કરતાની સાથે જ ગામ આખાને એના વિશે જાણ થઈ જતી હોય છે. પણ આપણા પ્રેમમાં હોવાના સમાચાર છાપામાં નથી આવતા. એના બે કારણો છે. એક તો એ કે પ્રેમ કોઈ ગુનો કે ગેરકાયદેસર પ્રવૃત્તિ નથી. અને બીજું એ કે પ્રેમ કોઈ જાહેર માહિતી નથી, તે એક અંગત અનુભૂતિ છે. ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો