નિતુની શેરીમાં, શેરીની સ્ટ્રીટ લાઈટ સિવાય લગભગ તમામ મકાન અંધારઘોમ થઈ ગયા હતા. પણ એ અંધકાર ભરેલી મધ્ધરાતે આગિયાની જેમ એક ઘરમાંથી અંધકારને ચિરી બે ઘટ્ટ બંધ સફેદ પડદા પાછળથી જીણો પ્રકાશ આવી રહ્યો હતો. આટલી મોડી રાત્રે નિતુ મન લગાવીને પોતાની ઑફિસનું કામ કરી રહી હતી. કદાચ તેની કોઈ મજબૂરી હશે! અને હકીકત પણ એ જ હતી. મહાપરાણે નોકરી મળેલી નિતુને અને તે આ નોકરી ગુમાવવા નહોતી માંગતી. રાતનાં લગભગ સાડા બાર વાગી ગયા, પણ નિતુ હજું અણનમ બની બેઠેલી. જોને! વિદ્યા મેડમ તેને કામ જ એટલું આપતી! જાણે તેની સિવાય ઑફિસમાં કોઈ કામ જ ના કરતું હોય અને આપણી નિતુ પણ એટલી જ ચતુર કે બધું જ કામ પૂરું કરી દેતી. પણ આજ-કાલ રાત-રાત ભર જાગી કામ પૂરું કરવા મથી રહી હતી. રામ જાણે કેમ આજકાલ વિદ્યા મેડમ દ્વારા કામનો બોજો વધતો જતો હતો? અને નિતુ તેને કશું કહી શકવા સમર્થ પણ ના હતી.

1

નિતુ - પ્રકરણ 1

નિતુની શેરીમાં, શેરીની સ્ટ્રીટ લાઈટ સિવાય લગભગ તમામ મકાન અંધારઘોમ થઈ ગયા હતા. પણ એ અંધકાર ભરેલી મધ્ધરાતે આગિયાની એક ઘરમાંથી અંધકારને ચિરી બે ઘટ્ટ બંધ સફેદ પડદા પાછળથી જીણો પ્રકાશ આવી રહ્યો હતો. આટલી મોડી રાત્રે નિતુ મન લગાવીને પોતાની ઑફિસનું કામ કરી રહી હતી. કદાચ તેની કોઈ મજબૂરી હશે! અને હકીકત પણ એ જ હતી. મહાપરાણે નોકરી મળેલી નિતુને અને તે આ નોકરી ગુમાવવા નહોતી માંગતી. રાતનાં લગભગ સાડા બાર વાગી ગયા, પણ નિતુ હજું અણનમ બની બેઠેલી. જોને! વિદ્યા મેડમ તેને કામ જ એટલું આપતી! જાણે તેની સિવાય ઑફિસમાં કોઈ કામ જ ના કરતું હોય અને ...વધુ વાંચો

2

નિતુ - પ્રકરણ 2

નિતુ ઉતાવળા પગલે ચાલતી, બહાર રોડ પર આવી. રીક્ષા સ્ટેન્ડ પર જોયું તો એક પણ રીક્ષા ન દેખાય. અનેક ઊંચા હાથ કર્યા ત્યારે માંડ માંડ એક રિક્ષા મળેલી. તેના ચક્કરમાં વધારે નહિ, તે માત્ર વીસ મિનિટ મોડી પહોંચી. દરવાજે પહોંચતાં જ ગાર્ડે તેને એલર્ટ કરી, "મેડમ આવી ગયા છે". દરવાજો ખોલતા ખોલતા ગાર્ડ બોલ્યો. તે સાંભળી નિતુ ચમકી અને ઉતાવળા પગલે અંદર દોડી ગઈ. અનુરાધા તેની ખાસ, તેને અંદર આવતા જોઈ તેની તરફ દોડી અને કાનમાં બોલી, "નિતિકા, આજે લેટ કેમ થઈ?" " અરે.. શું કહું? આજે તો વાત જ જવા દે." "કેમ?" અનુરાધા ફરીથી બોલી. નિરાશ મોં બનાવીને ...વધુ વાંચો

3

નિતુ - પ્રકરણ 3

નિતુ 3. નિતુની મૂંઝવણ નિતુએ બહુ ભારે દિવસ પસાર કર્યો. રાત્રે ઘરે જતા સમયે અનુરાધાની નજર તેના પર જ તે દરવાજે ઉભેલી અને પાછળથી ભાર્ગવે આવીને પૂછ્યું, "અરે અનુરાધા! કેમ અહીં ઉભી છે?" તે બોલી, "ભાર્ગવભાઈ, તમને નિતુ માટે કેવું લાગે છે?" "એમાં લાગવાનું શું હોય? આ વાત તો આખી ઓફિસ જાણે છે કે નિતુ મજબૂરીને કારણે નોકરી કરે છે અને આપણા મેડમ તેનો ફાયદો ઉઠાવે છે." "સાચે હો ભાર્ગવભાઈ! મને તો તેના પર ખુબ દયા આવે છે. કેટલું કામ કરે છે! અને એ પણ એકલા હાથે. છતાં મેડમ તેની પાસે એક્સટ્રા કામ કરાવે છે." "હા એ તો છે ...વધુ વાંચો

4

નિતુ - પ્રકરણ 4

પ્રકરણ ૪ ટાઈમ્સ માર્કેટિંગનિતુ જે કંપનીમાં કામ કરતી એ ટાઈમ્સ માર્કેટિંગ ટુડે મેગેજીન કંપનીનો એક ભાગ હતો. એ મેગેજીન સપ્તાહે પ્રકાશિત થતી. તેમાં આવનાર અલગ અલગ એડ્વર્ટાઇઝનું કામ ટાઈમ્સ માર્કેટિંગ ડીપાર્ટમેન્ટ કરતુ. જેમાં ટુડે ટાઈમ્સ તરીકે અલગ અલગ કંપનીઓ એડ્વર્ટાઇઝ કરતી.આ તેનું એક માત્ર કામ ન્હોતું. આના સિવાય સૌથી મોટી જવાબદારી વિડિઓ એડવર્ટાઈઝમેન્ટ તરીકે તેના પર હતી. આ એજન્સી મુંબઈની અલગ અલગ પ્રોડક્શન હાઉસ સાથે સંકળાયેલી હતી અને તેની સાથે મળીને તે ટીવી એડ્વર્ટાઇઝનું કામ કરતી. આ ક્ષેત્રે નામ ચિન્હ કંપનીમાં ટાઈમ્સ માર્કેટિંગ આવતી.એટલા માટે જ વિદ્યા કોઈપણ કર્મચારીની બેદરકારી કે નાનકડી ભૂલ પણ સહન ના કરતી. આટલું મોટું ...વધુ વાંચો

5

નિતુ - પ્રકરણ 5

પ્રકરણ ૫ ; ટાઈમ્સ માર્કેટિંગ. નિતુ અને અનુરાધા બંને વિદ્યાની વાતને વાગોળતા કેન્ટીનના ટેબલ પર જઈને બેસી ગઈ અને પિતા પિતા વાતો કરવા લાગી. "નિતુ મને તો કશું ના સમજાયું, કે આ મેડમ શું બોલીને ગયા? નક્કી તે ફરીથી કોઈ નવા જૂની કરવાની તૈય્યારી કરી રહ્યા છે." નિતુ બોલી, "છોડને, એ તો કાયમ રહેવાનું. રોજે રોજ શું એકની એક ઉપાદી કરવાની!" અનુરાધાએ મોઢેથી કોફીનો કપ એક બાજુ કરતા પૂછ્યું, "નિતુ!" "હમ?" "તે હમણાં કહ્યું કે તારી ફેમિલી આવે છે?" "હા, બસ બે દિવસમાં તેઓ અહીં આવી જશે." "કોણ કોણ છે તારી ફેમિલીમાં?" "અમારી મમ્મી, નાની બહેન કૃતિ અને અમારામાં ...વધુ વાંચો

6

નિતુ - પ્રકરણ 6

પ્રકરણ ૬ : પરિવારસુવન ગામમાં રહેતા નિતુના પરિવારમાં માત્ર તેની નાની બહેન કૃતિ અને તેની મા શારદા જ હતા. ભાઈ ઋષભ તો હજી ઘણો નાનો હતો. જ્યારે નિતુના ડિવોર્સ થયા ત્યારે તેનીમાં શારદાએ તેને ગામ પાછી આવી જવા કહ્યું પણ તે તેમ ન કરતા પોતાના પગ પર ઊભી થઈ અને પોતાના પરિવારને સુરત ખાતે લઈ જવાની તૈયારી કરી. સુવન ગામમાં નિતુના પરિવારને બધા ખૂબ સાથ સહકાર અને સન્માન આપતા. તેનું મુખ્ય કારણ પંદર વર્ષ પહેલા ગુજરી ગયેલા તેના પિતા હતા. નિતુના પિતા નું નામ શંકરલાલ ભટ્ટ હતું. શંકરલાલ ભટ્ટની ગામમાં સારી એવી ચાનક થતી હતી. લોકો તેની પાસે આવીને ...વધુ વાંચો

7

નિતુ - પ્રકરણ 7

પ્રકરણ ૭ : પરિવાર "ૐ સૂર્યાય નમઃ ||" મંત્રનો જાપ કરતા શારદા પોતાના ખેતરમાં અંદર પ્રવેશી. ખેતરમાં આવવાનો મુખ્ય ખેતરની પૂર્વ દિશામાં હતો, જેથી કોઈ અંદર પ્રવેશ કરે તો સવારના ઉગતા સૂર્યના દર્શન થતા. શારદા આ નિયમ રોજે પાળતી અને અંદર પ્રવેશ કરતા તેને સૂર્ય દર્શન થતા. તે આ મંત્રનો જાપ કરતી અને ખેતરમાં પાક સારો થાય તે માટે સૂર્યદેવની પ્રાર્થના કરતી. આજે પણ રોજની જેમ મંત્રોચ્ચાર કરતી તે ખેતરના મુખ્ય માર્ગેથી અંદર પ્રવેશી. આજની વાત જુદી હતી. રોજે તેના ચેહરા પર જે ભાવ દેખાતો એમાં આજે ઓછપ હતી. શારદની આંખો થોડી ભીની હતી અને ખેતરમાં પ્રવેશતાની સાથે ચારેય ...વધુ વાંચો

8

નિતુ - પ્રકરણ 8

પ્રકરણ ૮ : પરિવારરાતના લગભગ નવ વાગવા આવ્યા અને ત્રણેય સ્ટેશન પર પહોંચી ગયા. ત્યાં અંદર પહોંચીને ધીરુકાકા ચારેય જોતા હતા. "હવે કેણીપા જવાનું છે?" શારદાએ ધીરુભાઈને પૂછ્યું. "હુંય ઈ જ જોઉં છું ભાભી. આ સુરતની ગાડી ક્યાં ઉભી રેતી હશે? લ્યો હું પુછી આવું." "કાકા, પેલી બાજુ." કૃતિએ તેને કહ્યું. "તને ખબર છે?!" શારદાએ આશ્વર્ય સાથે તેને સવાલ કર્યો. દિશા સુચનના બોર્ડ તરફ ઈશારો કરતા તે બોલી, "મમ્મી, સામે લખેલું છે." ધીરુભાઈ કહેવા લાગ્યા, " જોયું! અમારી દીકરી ભણેલી છે તે કેટલી હુશિયાર છે?" "હા ભાઈ ઈ તો ખરું હો." તેઓ પ્લેટફોર્મ પર જઈને ઉભા રહ્યા. જેવી જ ...વધુ વાંચો

9

નિતુ - પ્રકરણ 9

પ્રકરણ ૯ : પરિવાર નિતુ ઘરમાં પરિવારના આગમનથી બહુ જ ખુશ હતી. બંને બહેનોએ સાથે મળીને તમામ સામાન ગોઠવી અને સાંજ ઢળતા સુધીમાં તો ઘરને એવું બનાવી દીધું, જાણે તેઓ વર્ષોથી રહેતા હોય. નિતુના કહેલા એક એક શબ્દને કૃતિ માન્ય ગણતી. તે અલગ હતી પણ નાદાન નહિ કે વડીલોની વાતને માનવાથી જ ઈંન્કાર કરે. આમેય કૃતિ અને નિતુ વચ્ચેનો પ્રેમ પણ એટલો ગાઢ હતો કે જો કોઈને એકબીજાની વાતનું ખોટું લાગે તો વધારે ધ્યાન ના આપે."કૃતિ! એ... કૃતિ." નિતુએ રસોડામાંથી તેને સાદ કર્યો.તે દોડતી આવી અને પૂછવા લાગી, "હા, શું થયું દીદી?""કામમાં ને કામમાં હું તો ભૂલી જ ગયેલી ...વધુ વાંચો

10

નિતુ - પ્રકરણ 10

પ્રકરણ ૧૦ : પરિવાર નિતુ અને કૃતિ એ બંને બહેનોનો વિચાર ધીરુભાઈ આખે માર્ગે કરતા રહ્યા અને બાબુના ઘેર ઘરમાં હિંચકા પર બેસીને આધેડ ઉંમરનો બાબુ સમાચાર જોઈ રહ્યો હતો. ધીરૂભાઇએ દરવાજે આવીને જોયું અને બાબુ તરફ જોઈને તેણે દરવાજો ખખડાવ્યો."બાબુ ઘેર છે કે?"હાથમાં રિમોટ લઈને બેઠેલો બાબુ બોલ્યો; "હા છે ભાઈ, કોણ?" કહેતા તેણે માથું ઊંચું કરી દરવાજા તરફ જોયું."અરે ધીરુકાકા! આવો આવો..."તે હસતા મોઢે અંદર ગયો અને તેને ગળે મળી બોલ્યો; "બઉ જાજે ટાણે દર્શન દીધા છે કાકા. બેસો બેસો..."તે તેની બાજુમાં હિંચકા પર જ બેસી ગયા."હુ કેવું તને બાબુ? કામ જ એવું છે.""હા, કાકા... તમારી વાત ...વધુ વાંચો

11

નિતુ - પ્રકરણ 11

પ્રકરણ ૧૧ : પરિવાર નિતુના પરિવારે તેઓનો સારો એવો પરિચય મેળવી લીધો અને વ્યવહારિક બધી જ વાતો થઈ ગઈ. પરિવારને ભટ્ટ પરિવારે જાણી લીધો અને તેમને જીતુભાઈના પરિવારે. બંને પરિવારે એકબીજાને પસન્દ કરી પોતાની વાત આગળ વધારવાનું મનોમન નક્કી કરી લીધું. કૃતિ અને સાગર નીચે આવ્યા એટલે જીતુભાઈએ ઈશારો કરી તેની ઈચ્છા જાણી પણ સાગરનો ઈશારો નિરાશા ભરેલો હતો. તેના ઘરમાં સૌથી વધુ જીતુભાઈનું ચાલતું. એટલે સાગર કે મધુબેનની ઈચ્છા શું છે? એ જાણવામાં એને વધારે રસ નહોતો. તેને શારદાનો પરિવાર હૈયે લાગ્યો. કૃતિ થોડીવારમાં શરબત લઈને આવી અને બંને બહેનો ત્યાં બધાની સાથે બેસી ગઈ. છેલ્લા ઉત્તરની સૌને ...વધુ વાંચો

12

નિતુ - પ્રકરણ 12

'પ્રકરણ ૧૨ : પરિવારનિતુને ફરીથી ઓફિસના કામમાં લાગવાનું હતું. સવાર પડ્યું અને આજે ઓફિસની રજા પુરી થઈ. પણ આજે નિતુને રોજ કરતાં થોડી નિરાંત હતી. રોજે ઓફિસ અને ઘરનું કામ જાતે કરવાવાળી નિતુનો હાથ બટાવા આજે તેનો પરિવાર તેની સાથે હતો. જાગતાની સાથે તે નીચે આવી અને જોયું તો કિચનમાં લાઈટ ચાલુ હતી. તે અંદર જઈને જુએ તો તેની મા શારદા તેના માટે સવારનો નાસ્તો તૈય્યાર કરતી હતી. તે પાછળથી જઈને સીધી તેની માને જકડી અને પોતાનું માથું તેના ખભા પર રાખી ઉભી રહી."જાગી ગઈ નિતુ?" શારદાએ તેને પૂછ્યું."જાગવું તો પડેજ ને! ઓફિસ જવાનું છે. કાશ જલ્દીથી રવિવાર આવે.""લે ...વધુ વાંચો

13

નિતુ - પ્રકરણ 13

-પ્રકરણ ૧૩: પરિવાર નિતુ આજે એક દિવસની રજા પછી ઓફિસ પહોંચી અને પોતાનું કામ આગળ વધાર્યું. પણ આજે તેનું તેના કામ કરતા ઘરમાં ચાલી રહેલી કૃતિના વેવિશાળની વાતમાં વધારે હતું. તેને સતત તેના વિશે જ વિચાર આવી રહ્યા હતા. તેને થયું, "કૃતિ બોલવામાં બહુ આગળ છે. તેને કોની સાથે કઈ રીતે વાત કરવી તેનું ભાન નથી. કાલે સાંજથી તે ગુસ્સમાં છે અને જબરદસ્તી મેં તેને સાગરને મળવા મોકલી છે. ક્યાંક સાગર સાથે આમ તેમ ના બોલે તો સારું."લંચના સમયમાં ભાર્ગવ, અશોક, કરુણા, અનુરાધા અને નિતુ ચારેય સાથે કેન્ટીનમાં બેઠા બેઠા વાતો કરતા હતા. અનુરાધા બોલી, "આજે સૌથી વધારે શાંતિ ...વધુ વાંચો

14

નિતુ - પ્રકરણ 14

.નિતુ : ૧૪ (પરિવાર)નિતુએ ઘરમાં સૌને કૃતિની હા કહી સંભળાવી અને સૌ આનંદિત થઈ ગયા. સમાચાર સાંભળી શારદા તો થઈ ગઈ અને ધીરુકાકાએ ફરી પાકું કરવા કૃતિને સાદ કર્યો. તે બહાર આવી અને કાકાએ પુછ્યું, "બેટા, આ નિતુ જે કે' છે ઈ હાચુ છે?"તે કશું કહ્યા વિના શરમાઈને પાછી તેની રૂમમાં અંદર જતી રહી. ધીરુકાકા સમજી ગયા. તેણે બાબુને ફોન કરી સમાચાર આપ્યા અને તેણે જીતુભાઈને. દરેક તરફ ખુશીઓનું વાતાવરણ છવાઈ ગયું. ધીરુકાકા પોતાની સુવાની વ્યવસ્થા કરતાં હોલના એક તરફ ચાલ્યા ગયા અને નિતુ ઉપર તેની રુમ તરફ. પણ શારદાએ જોયું કે અત્યાર સુધી નિતુ જેટલી ખુશ હતી તેવી ...વધુ વાંચો

15

નિતુ - પ્રકરણ 15

નિતુ : ૧૫ (લગ્નની તૈયારી) નિતુ સાંજ પડ્યે નિરાશા ભરેલી ઘેર આવી. કારણ કે તેની છેલ્લી આશા જે વિદ્યા નિર્ભર હતી તે પણ વિફળ ગઈ. ઘરમાં પ્રવેશે તે પહેલા તેણે પોતાનો ચહેરો સાફ કર્યો અને ખુશ થવાના ઢોંગ સાથે તે અંદર ગઈ. એમ જાણીને કે જો કોઈ તેનો આવો ચેહરો જોઈ જશે તો સમજશે કે કંઈ થયું છે. આમેય તેની મા શારદાને તો ખબર જ છે, છતાં કોઈને આવા શુભ અવસર પર ઉદાસી દેવાની તેની ઈચ્છા નહોતી. તે અંદર પ્રવેશી કે શારદાએ તેને જોઈ કૃતિને કહ્યું, "લ્યો, આ નિતુ પણ આવી ગઈ. કૃતિ , હવે તું જાતે જ તેની ...વધુ વાંચો

16

નિતુ - પ્રકરણ 16

.નિતુ : ૧૬ (લગ્નની તૈયારી) નિતુએ ઘરની બહાર દરવાજા પાસે તૈય્યાર થઈને ઉભેલી કૃતિને એકલી એકલી મનમાં વિચાર કરીને જોઈ ટકોર કરી, "રાત્રે સૂતા સૂતા કોઈ હસે તો સમજાય કે સપનું જોતા હશે! પણ દિવસે જાગતા જાગતા કોઈ કારણ વિના એકલા એકલા હસે એને શું કહેવાય? એ મને ખબર નથી." "દીદી!... શું તમે પણ!" "સાગરના વિચારોમાં ચડી છે?" તેની મજાક કરતા તે બોલી. "તમે પણ શું સવાર સવારના પહોરમાં મજાક કરો છો!" "સારું સાંભળ, સાગર સાથે અગત્યની બધી વસ્તુઓ પસંદ કરી છુટા પડી જવાનું છે. યાદ છેને? સાંજે મમ્મીએ સાથે જવાનું કહ્યું છે." "હા હા દીદી, યાદ છે મને." ...વધુ વાંચો

17

નિતુ - પ્રકરણ 17

નિતુ : ૧૭ (લગ્નની તૈયારી)નિતુને આશા હતી કે કૃતિ માટે સાગર જે કંઈ કરવા જઈ રહ્યો છે, એ તેને આવશે. પણ સાથે એ વાતની થોડી ચિંતા કે કૃતિ ઉગ્ર સ્વભાવની છે. આખરે તેની પાસે પ્રાર્થના કરવા સિવાય કોઈ વિકલ્પ પણ નહોતો.સાગરે સડકના એક કિનારા પર આવેલી હોટેલ પાસે ગાડી રોકી અને કૃતિને તેની સાથે નીચ ઉતરવા કહ્યું."આ તો હોટેલ છે.""હા.""અહિંયા શું સરપ્રાઈઝ છે?""કહું છું. તું પહેલા મારી સાથે અંદર તો ચાલ."બંને અંદર ગયા અને ત્યાંના એક વેઈટરે અગાઉથી બુક કરેલા સાગરના ટેબલ તરફ તેઓનું ધ્યાન દોર્યું. તે ત્યાં જઈને બેઠા કે તુરંત હોટલનો માહોલ બદલાવા લાગ્યો. વિવિધ પ્રકારના ક્રેકર્સ ...વધુ વાંચો

18

નિતુ - પ્રકરણ 18

નિતુ : ૧૮ (લગ્નની તૈયારી)નિતુ વહેલી સવારે ઓફિસ માટે તૈયાર થઈને નીચે આવી. સામે જોયું તો ધીરુભાઈ સોફા પર કાકા તમે આવી ગયા?""હા નિતુ બેટા. છગીયાએ બૌ કીધું પણ મારું ન્યાં રોકાવાનું મન જ ન્હોતું થાતું. ઘર ઈ ઘર. આ તો ન્યાં ગયા વિના છૂટકો ન્હોતો એટલે થયું કે બે દિ' રોકાયાવું. પણ એક દિ'યે માણ કરીને કાઢ્યો."" એનો ચિન્ટુ શું કરે છે? હવે તો મોટો થઈ ગયો હશેને?""અરે નિતુ વાત જ જવા દે! પેલા તો મને છગીયાની વાતુએ પકાવ્યો અને બાકી હતું એ એના ચીંટિયાએ. પેલા હાલવા ન્હોતો શીખેલો ત્યારે બૌ હારો લાગતો. પણ હવે તો પાંચ છ ...વધુ વાંચો

19

નિતુ - પ્રકરણ 19

નિતુ : 19 (લગ્નની તૈય્યારી) અગાસીમાં બેસીને કૃતિ ફોન પર સાગર જોડે વાત કરી રહી હતી. આજ- કાલ શું ચાલી રહ્યું છે તેનું તેને ભાન જ નહોતું. આ પ્રેમ પણ ગજબ છે. ક્યારેક ક્યારેક એવી ભાન ભુલાવી દે છે કે દુનિયાની ખબર જ નથી રહેતી. બસ, પોતાની મસ્તીમાં મસ્ત અને પોતે કહ્યું તે સાચું. એના સિવાય બીજું કશું સુજવા જ નથી દેતો. હમણાંથી કૃતિ પણ એ રોગનો શિકાર બની બેઠી હતી. બસ જે હતું એ સાગર, એના સિવાય કશું નહિ. એક તો એટલી જલ્દી નીકળેલી લગ્નની તારીખ અને એમાંય અધીરું બનેલું તેનું મન. એ તો કલ્પના જ કરવી ...વધુ વાંચો

20

નિતુ - પ્રકરણ 20

નિતુને આજે પણ પોતાનો પાડોશ પ્રેમ જ કામ લાગ્યો. હરેશ ગાડી લઈને આવ્યો અને બધાએ ભેગા મળીને શારદાને તેની બેસારી. પોતાના ખોળામાં માનું માંથુ મૂકી તે બેસીગઈ. શારદાને શું ચાલી રહ્યું છે? આસપાસ શું થઈરહ્યુંછે? તેની કોઈ ભાન નહોતી. નિતુ અને ધીરુભાઈ તેની સાથે બેસી ગયા અને કૃતિએ તેઓને કહ્યું, "તમે જાઓ હું સાગરને ફોન કરું છું. અમે બંને સાથે આવીયે." તેને લઈને હરેશ નજીકની હોસ્પિટલમાં પહોંચ્યો અને હાજર ડોક્ટરને બોલાવી તેની સારવાર શરૂ કરાવી. તપાસ કરી ડોક્ટરે તેને સીધા આસીયુમાં એડમિટ કરવા કહ્યું. ડોક્ટર બહાર આવે તેની રાહે બધા બેઠા હતા. આ બાજુ કૃતિએ સાગરને ફોન લગાવ્યો. ...વધુ વાંચો

21

નિતુ - પ્રકરણ 21

નિતુ : ૨૧ (લગ્નની તૈયારી)નિતુના ઘરની સામે ગાડી આવીને ઉભી રહી, હરેશે કૃતિની સામે જોયું તો તે બેસાદ્ય હતી."કૃતિ! આવી ગયું.""હા... થેન્ક્સ." કહી તે ગાડીમાંથી નીચે ઉતરી."વેલકમ." કહી તે પોતાના ઘેર તરફ ગયો.કૃતિ ઘરમાં જઈને પોતાની રૂમમાં બેડપર બેસી ગઈ. તેને આજની દરેક ઘટના યાદ આવી. છેલ્લા બે દિવસથી પોતાની મોટી બહેન સાથે કરેલા વર્તન માટે તેને પશ્ચાતાપ થવા લાગેલો. "પૈસા માટે દીદી કેટલો સંઘર્ષ કરે છે! અને એક હું હતી કે એ વાત જ ના સમજી શકી. મને બસ મારુ જ દેખાયું, મેં એના તરફથી પરિસ્થિતિને જોવાનો પ્રયત્ન જ નથી કર્યો. આજ સુધી કેટલો સ્નેહ વરસાવ્યો છે તેણે ...વધુ વાંચો

22

નિતુ - પ્રકરણ 22

નિતુ ; ૨૨ (લગ્નની તૈયારી)નિતુની માતાનું ઓપરેશન પૂર્ણ થયું અને બધાં રિપોર્ટ નોર્મલ આવી ગયા. ઘરમાં બધાને હાશકારો થયો. તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવાની હતી અને બધા તેને ઘેર લઈ જવા માટે તત્પર હતા. હોસ્પિટલની કાર્યવાહી પૂર્ણ કરી ત્યાંથી ડિસ્ચાર્જની ફાઈલ લઈને નિતુ શારદાના વોર્ડમાં ગઈ જ્યાં પહેલેથી જ બધા હાજર હતા. સાંજ થવા આવેલી અને એવા સમયે બધાના ખુશીથી છલકતા ચેહરા જોઈ નિતુને આનંદ થયો કે અંતે બધું બરાબર રીતે ચાલી રહ્યું છે, જેવું તેણે વિચારેલું. હરેશે નેણ ઊંચા કરી ઈશારાથી તેને પૂછ્યું કે શું હાલ છે? નિતુએ ક્ષણિક આંખ બંધ કરી મુખ પર મુસ્કાન ભરીને ઈશારાથી તેને જવાબ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો