Nitu - 2 books and stories free download online pdf in Gujarati

નિતુ - પ્રકરણ 2



નિતુ ઉતાવળા પગલે ચાલતી, બહાર રોડ પર આવી. રીક્ષા સ્ટેન્ડ પર જોયું તો એક પણ રીક્ષા ન દેખાય. અનેક રિક્ષાને ઊંચા હાથ કર્યા ત્યારે માંડ માંડ એક રિક્ષા મળેલી. તેના ચક્કરમાં વધારે નહિ, તે માત્ર વીસ મિનિટ મોડી પહોંચી.

દરવાજે પહોંચતાં જ ગાર્ડે તેને એલર્ટ કરી, "મેડમ આવી ગયા છે". દરવાજો ખોલતા ખોલતા ગાર્ડ બોલ્યો.

તે સાંભળી નિતુ ચમકી અને ઉતાવળા પગલે અંદર દોડી ગઈ. અનુરાધા તેની ખાસ, તેને અંદર આવતા જોઈ તેની તરફ દોડી અને કાનમાં બોલી, "નિતિકા, આજે લેટ કેમ થઈ?"

" અરે.. શું કહું? આજે તો વાત જ જવા દે."

"કેમ?" અનુરાધા ફરીથી બોલી. નિરાશ મોં બનાવીને નિતુએ સવાર સાંજ ની બનેલી તેને કહી સંભળાવી.

હજુ તે બધી વાત કરે તે પહેલાં બન્નેની પાછળથી કડકાઈ ભરેલો વિદ્યાનો અવાજ આવ્યો. "શું ચાલી રહ્યું છે?" બંને પાછળ ફરીને જુએ તો વિદ્યા મેડમ, લાલઘૂમ મો બનેલુ અને ગુસ્સો સાતમે આકાશે. અનુરાધા તો બીકની મારી જ્યાં હતી ત્યાં જ ફાઈલ ખોલી કામ કરવાં માંડી.

વિદ્યા પાસે આવી અને બન્ને સામે એકીટશે જોવા લાગી. ગુસ્સો અપાર હોવા છતાં એ કંઇ જ ન કરી શકી અને બોલી, "કંઈ નહીં. તમારું જે કામ હતું તેના વિશે જ વાત ચાલતી હતી."

પણ વિદ્યા એમ માની જાય તેમાંની ન્હોતી. ગુસ્સો બહાર અાવ્યો અને મોટા અવાજે "બસ" બોલતા જ નિતિકા નું માથું નીચુ થઈ ગયું. આખી ઓફિસ શાંત થઈ ગઈ.

દરેક માણસ નિતુ અને વિદ્યા તરફ જોઈ રહ્યાં. કદાચ એમ વિચારી ને કે શું થશે હવે? ઑફિસ ના બધાં સ્ટાફ સામે જ વિદ્યાએ તેને ઉભે હાથ લીધી. "મન ફાવે ત્યારે ઓફિસ આવવાનું, પેટ ભરીને વાતો કરવાની અને શેઠાણી ની જેમ ફરવાનું. રાજકુમારી છે ને! જાણે બગીચામાં ફરવા નીકળ્યા છે. ઓફિસ તો આપડા બાપની જ છે, કેમ? મન ફાવે એમ વર્તો, કહેવાવાળું કોણ છે?" વિદ્યાનો એ વિના કારણે નિતુ પરનો ગુસ્સો, તે સોરી સિવાય કશું ના બોલી શકી અને હકીકતમાં તેના સોરી સામે વિદ્યા વધારે ના બોલી શકી. તેને પોતાની જાતને શાંત કરવી જ પડી. "કામ થઈ ગયું છે કાલનું?" વિદ્યાએ તોછડાય થી પુછ્યું અને નર્માય થી તેને જવાબ મળ્યો "હા."

"ઠીક છે. મિ. શર્મા આવે અેટલે મીટિંગ માટે આવી જજે."

"જી" નિતુએ જવાબ આપ્યો.

વિદ્યા મોં બગાડી તેની કેબિનમાં જતી રહી અને નિતુ સાથે અનુરાધાએ નીરાંત નો શ્વાસ લીધો. "બાપ રે! જોયું? મેડમ પણ છેને." અનુરાધા બોલી. પણ નિતુ વિચારમાં પડી રહી હોય એમ સૂનમૂન બનેલી.

અનુરાધા સમજી ગઈ કે આ નિતુનો ગુસ્સો છે. સવાર સવાર માં બનેલી આ ઘટનામાં સમગ્ર સ્ટાફે ભાગ લીધો અને રોજની જેમ વિદ્યા નો અકારણ ગુસ્સો અને તોછડું વર્તન તથા અભિમાન જોયા કર્યા. તેની સામે તેનાથી તદ્દન ઉલટ નિતુ સ્ટાફની આંખે છલકતી હતી.

કારણ વગરનો વિદ્યાનો ગુસ્સો ગમે ત્યારે અને ગમે તેના પર આવી જતો. જ્યારથી નિતુ આવેલી ત્યારથી વધારે ને વધારે તે જ તેનો શિકાર બનતી. પહેલાં નિકુંજ હતો, તે પણ નિતુની જેમ તેનો ભોગ બનેલો. સૌથી વધારે કામ વિદ્યા તેનેજ આપતી અને તે કરતો પણ ખરો. આખરે સહનશક્તિની પણ એક સિમા હોય છે. તેને નિતુની જેમ એ વિચાર ન આવ્યો કે બીજી નોકરી શોધવામાં સમય લાગશે. તેણે વિદ્યા ને ઘસીને ના પાડી દીધી અને બીજી નોકરીની તલાશમાં નીકળી પડ્યો. આ વાત ભાર્ગવે નિતુને એક વખત જમતા જમતા કરેલી અને તે વખતે તેણે સલાહ આપેલી કે તેણે પણ નિકુંજની જેમ વિદ્યા મેમને ના પાડી દેવી જોઈએ. તે વખતે ફરીથી નિતુને એ જ વિચાર આવ્યો કે "માંડ કરીને મળેલી આ નોકરી, જો છૂટી જશે તો? અને સાથે ઘરની ચિંતા. નોકરી છોડી બીજી નોકરીની તલાશમાં સમય લાગશે અને જ્યાં સુધી નહિ મળે ત્યાં સુધી વગર કમાણીએ બેસી રહેવું પડશે, તે અલગ." તેની હિમ્મત ના ચાલી.

અનુરાધા અને નિતુ બંને એમ જ ઉભી હતી તે સમે અનુરાધાએ હસીમાં તેને કહ્યું," કામ તો બધું બરોબર પતી ગયું છેને? ક્યાંક ગડબડ થશે તો... મેડમ નો સ્વભાવ તો ખબર જ છે. સવાર સવારમા લાલ મોં કરી લીધું છે, ક્યાંક વધારે લાલ કરશે." તે તો હસી ને ચાલી ગઈ પણ નિતુએ તેની વાતને સિરિયસ લીધી અને ગડબડ ન થાય તે માટે બધું ચેક કરવા લાગી.

બેગ વિખતા માલૂમ પડયું કે એક ફાઈલ તો ઘરે જ છૂટી ગઈ. તેના શરીર માં જાણે અચાનક જ કંપારી છૂટી, એકતો બગડેલું મેડમ નું મૂડ અને ઉપરથી ભૂલથી થયેલી ભૂલ. શું થશે? એટલા માં પાછી ફરેલી અનુરાધા ની નજર તેના પર પડી. તે સમજી ગઈ કે નક્કી કંઈ ગડબડ છે.

" શું થયું નિતુ?" તેણે પુછ્યું.

નિતુએ બધી હકીકત કહી. ભાર્ગવે પાછલી ડેસ્ક પરથી બધી જ વાત સાંભળી, તેણે રસ્તો આપ્યો " અરે કરુણાને ફોન કરને! તે તારી બાજુની સોસાયટીમાં જ રહે છેને? આવશે ત્યારે લેતી આવશે."

અનુરાધા બોલી: "હા નિતુ, તેને ફોન કર. આમેય તે હજુ ઘરેથી નીકળી નહિ હોય, તેનો ટાઈમ મોડો છેને! તેને બોલી દે તે તારી ફાઈલ લેતી આવશે".

નિતુએ તરત જ ફોન કાઢ્યો અને નંબર ડાયલ કરી ફોન કાન પર મૂક્યો. તે ફોન ઉપાડે તે પહેલાં તેનું ધ્યાન ગયું કે દરવાજા પરથી મિ. શર્મા અંદર આવી રહ્યા છે. નિતુનો ફોન કાન પર જ રહી ગયો.

"હેલ્લો" સામેથી અવાજ આવ્યો. નિતુ સ્તબ્ધ રહી ગઈ, તે જવાબ ન આપી શકી અને કાન પર થી હાથ પાછો સર્યો. ભાર્ગવ અને અનુરાધા એમ જ તેને સહાનુભૂતિ અને હિમ્મત આપતાં રહ્યાં. પણ તેની પર કોઈ અસર ન હતી.

એટલાં માં રિસેપ્શન કાઉન્ટર પર કોલ અાવ્યો કે નિતુને અંદર મોકલ. આખી ઓફિસ એ જોવા માટે તત્પર થઈ ગઈ કે હવે શું થશે? ધ્રુજતા પગે તે અંદર ગઈ.

ભૂલથી થઈ, પણ નિતુ થી ભૂલ તો થઈ જ હતી. ઓફિસ ના સ્ટાફનું ધ્યાન કામ કરતાં અંદર શરૂ થનારી મીટિંગમાં હતું. તેઓ કોઈની ચાપલૂસી તો ન્હોતા કરતાં પણ નિતુ માટે દરેકને દિલથી સહાનુભૂતિ હતી. તેઓને એ વિચાર આવતો કે આ વખતે નિતુથી અજાણતા ભૂલ થઈ ગઈ છે અને તેનું શું પરીણામ આવે છે? દરેક લોકો બહાર પ્રાર્થના કરવા લાગ્યા કે તેને વધારે કોઈ સજા ન મળે.

આ બાજુ મિટિંગ રૂમમા મિ. શર્મા તેની સેક્રેટરી સાથે અને વિદ્યા તેમજ મેનેજર જસ્પ્રિત શાહ બેઠેલા હતા. દરવાજા પર ટકોર થઈ,
દરવાજેથી નિતિકા બોલી, "મે આઈ કમ ઈન?"

વિદ્યાએ પરમિશન આપી, "યસ".

તેણે શર્મા સાથે પરિચય કરાવતાં કહ્યું, "મિ.શર્મા, આ છે અમારી હોનહાર અને કાબિલ નિતુ, આઈ મીન નીતિકા ભટ્ટ કે જેણે તમારા માટે રિપોર્ટ અને સર્વે તૈયાર કર્યા છે."

મિ. શર્માએ પોતાની વાત શરુ કરી, " ઓહ વેલ સારી વાત છે. હું પ્રોડક્શન હાઉસ વિશે વધારે જાણવા નથી માગતો તેનો મને ખ્યાલ છે. બટ... વિદ્યા તને ખબર જ હશે કે મારી કંપની નો પેરીઓડ નીચો જઈ રહ્યો છે. તમારી ટાઈમ્સ માર્કેટીંગ તેના માટે શું કરશે? મને તે જાણવામાં રસ છે."

જવાબ આપતા વિદ્યા બોલી, " અબ્સોલુટ સર અને તમે અમારી ટાઈમ્સ માર્કેટીંગ પર વિશ્વાસ રાખો. બાકીની જે કંઈ પણ વાત છે તે તમે નિતુ સાથે ચર્ચા કરી લ્યો."

શર્મા તેનાં ગ્રોથ વિશે જાણવા માગતા હતા અને પાછી પડતી કંપની માટે શું કરી શકીએ તે જાણવા ઈચ્છતા હતા. હવે બાજી નિતુના હાથ માં હતી. પણ તેની પાસે તૈયાર કરેલાં પ્રોડક્શન રીપોર્ટ અને સર્વે ની ફાઈલ હતી, જે માર્કેટ પ્લાનિંગ કર્યું તે ફાઈલ ન્હોતી.

ચર્ચા થવા લાગી અને અંતે શર્માએ તેને પુછી જ કાઢ્યું કે, "તમારી પાસે પ્લાનિંગ શું છે?".

પણ નિતુ હોંશિયાર છે, ભલે તે ફાઈલ ભૂલી ગઈ પણ ફાઈલ પર કરેલું કામ ન્હોતી ભૂલી. તેણે શર્માને આખું પ્લાનિંગ મોંઢે કહી સંભળાવ્યું અને એટલી સરળતાથી કે શર્મા ખુશ થઈ ગયા.
વિદ્યા પણ અંદરથી રાજી થઈ, કે ભૈ ચાલો સારી મીટિંગ થઈ. અંતે વિદ્યા એ કહ્યું કે, "પ્લાનિંગ સ્ટ્રક્ચર ની ફાઈલ મિ. શર્માને આપી દે એટલે તે પણ માર્કેટીંગ પર વૉચ રાખી શકે."

તેનું મન થોડું શાંત થયેલું એ ફરીથી ગભરાયું. તે કશું ના બોલી, તેના ચેહરા પર ટેન્શન સ્પષ્ટ જોઈ શકાય તેમ હતું. વિદ્યા અને મેનેજર જસ્પ્રિત તે જોઈ સમજી ગયા કે નક્કી કોઈ ગડબડ છે. શું વાત છે તે તેને ખબર ન્હોતી. વિદ્યાએ ફરીથી કહ્યું, "નિતુ, મેં કહ્યું એ સાંભળ્યું ને તે? મિ. શર્માને ફાઈલ આપ."

તે કશુજ ના બોલી. થોડી થોથરાય અને કહ્યું, "મેમ એકચ્યુલી આ.... એ... એ..."

"જે હોય તે સ્પષ્ટ બોલ જેથી અમને સમજાય."

"મેમ તે... તે ફાઈલ... ભૂલથી ઘરે જ છૂટી ગઈ છે."

આ સાંભળી વિદ્યા અને જસપ્રિત ચોંકી ઉઠ્યા, " વોટ? ઓહ્ ગોડ નિતુ, એ જ તો આજ નો મેઈન પોઇન્ટ છે અને તું એ જ ભૂલી ગઈ?"

"મેમ મે કરુણા સાથે વાત કરી છે તે હમણાં ફાઈલ લઈને આવતી જ હશે."

"તને ખબર છે ને? કરુણા બાર વાગ્યા પછી આવે છે!"

પોતાનો બચાવ કરતા નિતિકા બોલી, " હા મેમ પણ મે એને કહ્યું એટલે તે હમણાં આવતી જ હશે."

"તો શું મિ.શર્મા ત્યાં સુધી અહીં તેની રાહે બેસી રેહશે?"

ગરમ થતા માહોલને જોઈ શર્મા પણ વાતમાં વચ્ચે કૂદી પડ્યાં. "ના ભૈ ના, મારે લેટ થાય છે મારે જવું પડશે. કોઈની રાહે બેસી રહેવાનો સમય નથી મારી પાસે."

તેને રોકવા માટે અને પોતાની ભૂલ સુધારવા માટે નિતુએ જાણવા છતાં નિષ્ફળ પ્રયાસ કર્યો. "સર પ્લીઝ, આઈ નો મારી મિસ્ટિક છે પણ બસ પાંચ મિનીટ આપો. તે હમણાં આવતી જ હશે. તમે પ્લીઝ પાંચ મિનિટ બેસો એ નીકળી ગઈ છે."

ઘણી વાર વિનંતી કરવાથી માણસ વધારે કઠોર થતો જાય છે, તેવું જ કંઇક શર્માને થયું. નિતુની વિનંતી શર્મા માટે અચોક્કસ બહાનું જ હતું. પણ જો નિતુ ફાઈલ ન આપી શકી તો વિદ્યાથી તેને કોઈ નહિ બચાવે. એવી તંગદિલીમાં જાણે અચાનક ગરમીથી રાહત આપવા કોઈ અણધાર્યો વરસાદ વરસે, તેમ શર્માના મોં માંથી જે શબ્દો નીકળ્યા તેણે નિતુને જીવનદાન જ આપી દીધું.

તે પોતાની બેગ પેક કરી ઊભો થયો અને જતાં જતાં કહેતો ગયો, "વિદ્યા, મારે ફાઈલની ઉતાવળ નથી. હુ સીધો બહાર જાઉં છુ તો કોઈ ની સાથે ફાઈલ મારી કંપનીમાં મોકલાવી આપજે. આમેય જ્યાં સુધી હું પાછો નહિ ફરું ત્યાં સુધી એની જરૂર નહિ પડે."

નિતુ બચી તો ગઈ પણ છતાં શર્માના ગયા પછી વિદ્યાને ગુસ્સો ઠાલવવાનું બીજું કારણ મળી ગયું. જેવા જ શર્મા બહાર ગયા કે જસપ્રિત અને નિતુ પણ બહાર જવાની તૈય્યારી કરવા લાગ્યા.

"એક મિનિટ." તે બંને અટક્યા. એ જોઈ વિદ્યાએ ઉમેર્યું, "શાહ તમે જઈ શકો છો." વિદ્યાના આ વાક્યને સાંભળી નિતુ સમજી ગઈ કે આજે બરોબરની ખીજ પડવાની છે. હાથમાં રહેલી ફાઈલને ફરી ટેબલ પર મૂકી તે તેના કડવા શબ્દો સાંભળવા તૈય્યાર થઈ ગઈ.

શાહ બહાર નીકળ્યા કે વિદ્યા બોલી, "તને મનમાં થતું હશેને હું ફરી તને ખરી ખોટી સાંભળવીશ? નહિ, આજે મારે તને વધારે નથી કહેવું. સારું થયું કે શર્માએ તારી વાત માની લીધી. ભૈ કહેવું પડે, શું ગજબ સ્ટાઈલ હતી તારી! મને આશા ન્હોતી કે તું આટલી સરળતાથી શર્માને સમજાવી દઈશ."

"મે'મ! સોરી. હવેથી હું સરખું ધ્યાન આપીને કામ કરીશ."

"ઠીક છે, ચાલ આ વખતે તારી સોરી હું એક્સેપટ કરું છું..." તે ઉભી થઈ અને તેની એકદમ નજીક જતા બોલી, "... તારા પર કામનો વધારે બોજો છે. તારામાં મારા પ્રત્યે જે ગુસ્સો છે એ બધું હું જાણું છું. પણ ચિંતા નહિ કર. મારી આપેલી ઓફર તો તને યાદ જ હશે?"

"હા, છે."

"તેને એક્સેપટ કર, તારી બધી ચિંતા દૂર થઈ જશે."

દર વખતની જેમ આજે પણ નિતુ એ જ વાત બોલી, "સોરી મેડમ, હું તમારી ઓફર માટે તૈય્યાર નથી. આ મારા વર્કની ફાઈલો છે. ચેક કરીને શર્માને મોકલી દેજો." ઓફરની વાત સાંભળી તે રડવા લાગેલી. તે પોતાના આંસુ લૂછતી મીટિંગ રૂમમાંથી બહાર આવી.

આખી ઓફિસ આ જોઈ રહી. વિદ્યાએ નિતુને શું ઓફર આપી છે? તેની જાણ કોઈને ન્હોતી. અરે તેઓ તો એ વાતથી પણ અજાણ હતા કે વિદ્યા નિતુ માટે કશુંક પ્લાન કરી રહી છે અને તે તેના માટે તૈય્યાર નથી. તે પોતાના ડેસ્ક પર ગઈ અને ચોધાર આંસુડે રડી પડી. અનુરાધા પાછળથી આવી અને તેના ખભા પર હાથ મૂકી માત્ર સાંત્વના જ આપતી રહી.



બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED