લીલો ઉજાસ - દિવ્યેશ ત્રિવેદી

(408)
  • 104k
  • 32
  • 42k

કોઈક ગહન અનુભૂતિનો અહેસાસ થઇ રહ્યો છે. અને સાથે કોઈ કઠિન પરીક્ષાનો સામનો કરી રહી હોઉં તેવું પણ પ્રતીત થઈ રહ્યું છે. ૧૨-૦૯-’૦૨ની સવારે દિવ્યેશે અંતિમ શ્વાસ લીધા. એ પછી તેઓની સૂક્ષ્મ હાજરીનો ઉજાસ હંમેશાં મારી આસપાસ રહ્યો છે. તેઓ મારા માટે હંમેશાં પ્રેરણા અને વિકાસના સ્રોત રહ્યા છે. અત્યારે પણ હું આ લખી રહી છું ત્યારે આ લેખનકાર્યમાં તેઓ જ સહાય કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. સદ્ગતિ (પ્રથમ નવલકથા) બાદ ‘લીલો ઉજાસ’ પણ સમભાવ’ દૈનિકની રવિપૂર્તિમાં હપ્તાવાર પ્રગટ થઈ. અત્યારે તે પુસ્તકાકારે પ્રગટ થઈ રહી છે. અને તેની પ્રસ્તાવના લખી રહી છું ત્યારે સ્વાભાવિક રીતે

નવા એપિસોડ્સ : : Every Monday, Wednesday & Friday

1

લીલો ઉજાસ - પછી? - આમુખ - ડૉ. સ્મિતા ત્રિવેદી

કોઈક ગહન અનુભૂતિનો અહેસાસ થઇ રહ્યો છે. અને સાથે કોઈ કઠિન પરીક્ષાનો સામનો કરી રહી હોઉં તેવું પણ પ્રતીત રહ્યું છે. ૧૨-૦૯-’૦૨ની સવારે દિવ્યેશે અંતિમ શ્વાસ લીધા. એ પછી તેઓની સૂક્ષ્મ હાજરીનો ઉજાસ હંમેશાં મારી આસપાસ રહ્યો છે. તેઓ મારા માટે હંમેશાં પ્રેરણા અને વિકાસના સ્રોત રહ્યા છે. અત્યારે પણ હું આ લખી રહી છું ત્યારે આ લેખનકાર્યમાં તેઓ જ સહાય કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. સદ્ગતિ (પ્રથમ નવલકથા) બાદ ‘લીલો ઉજાસ’ પણ સમભાવ’ દૈનિકની રવિપૂર્તિમાં હપ્તાવાર પ્રગટ થઈ. અત્યારે તે પુસ્તકાકારે પ્રગટ થઈ રહી છે. અને તેની પ્રસ્તાવના લખી રહી છું ત્યારે સ્વાભાવિક રીતે ...વધુ વાંચો

2

લીલો ઉજાસ - પ્રકરણ - ૧. ફૉનનું રહસ્ય – દિવ્યેશ ત્રિવેદી

રાબેતા મુજબ સવારે છ વાગ્યે મનહરભાઈની આંખ ખૂલી ગઈ. એમના આશ્ચર્ય વચ્ચે એમની પડખે સૂતેલાં એમનાં પત્ની વિનોદિનીબહેન જાગી હતાં અને છતને તાકી રહ્યાં હતાં. સામાન્ય રીતે મનહરભાઈ ઊઠી જાય ત્યારે વિનોદિનીબહેનનો હજુ છેલ્લો પ્રહર ચાલતો હોય. મનહરભાઈ એમને જાગી ગયેલાં જોઈને સહજ મર્માળું હસ્યા. એ જેવા પથારીમાં બેઠા થયા કે તરત વિનોદિનીબહેન બોલ્યાં, “હું તો કયારનીય જાગું છું. ખબર નહિ, કોણ જાણે કેમ પણ મળસ્કે આંખ ઊઘડી ગઈ એ પછી ઊંઘ જ ન આવી ...” મનહરભાઈ કંઈ બોલ્યા નહિ એટલે એમણે આગળ ચલાવ્યું. “કારણ વગર જીવને કચવાટ થતો હોય એવું લાગે છે...” મનહરભાઈએ ઊંડો શ્વાસ ...વધુ વાંચો

3

લીલો ઉજાસ - પ્રકરણ - ૨ અમંગળની શંકા - દિવ્યેશ ત્રિવેદી

મનહરભાઈએ મનીષા અને ઉદય અંગેના રહસ્ય પરથી પડદો ખેંચી કાઢવા માટે આબાદ યુક્તિ અજમાવી હતી. એમનું અનુમાન સાચું ઠર્યું કદાચ પિનાકીનભાઈએ લાગતા વળગતા સૌ કોઈને સૂચના આપી દીધી હોવી જોઈએ કે મનીષાના પપ્પાનો કે મમ્મીનો ફોન આવે તો એમને સાચી માહિતી આપવી નહિ અને માત્ર તાબડતોબ વડોદરા આવી જવાનું જ કહેવું. પેલા બંગાળી સજજન કદાચ સંજય નામની કોઈ વ્યક્તિને ઓળખતા ન હોય તો પણ ઉદયની સાથે કામ કરનાર વ્યક્તિ તરીકે એને સાચી વાત કહી દે એવી ધારણા સાથે જ મનહરભાઈએ આ યુક્તિ અજમાવી હતી. એમના મનમાં કશુંક અમંગળ બન્યાની શંકા હતી જ અને એ સાચી પડી ...વધુ વાંચો

4

લીલો ઉજાસ - પ્રકરણ - ૩ - વળી પાછા ચોવીસ કલાક!!!...- દિવ્યેશ ત્રિવેદી

ઉદયે શા માટે આત્મહત્યા કરી હશે એ સવાલ લગભગ સૌ કોઈને મૂંઝવતો હતો. એનું કારણ એ હતું કે, ઉદયને નજરે કોઈ દુઃખ નહોતું. જેમણે પણ ઉદય અને મનીષાને સાથે જોયાં હતાં એમને એ બંને ખુશખુશાલ લાગ્યાં હતાં. પાંચ વર્ષ પહેલાં માતા અને ત્રણ વર્ષ પહેલાં પિતા ગુમાવ્યા પછી એના મોટા જનાર્દનભાઈએ એને સાચવ્યો હતો. જનાર્દનભાઈનાં પત્ની જ્યોતિબહેન પણ ખૂબ પ્રેમાળ અને સમજદાર હતાં. પિતાની થોડી ઘણી મિલકત હતી. બંને ભાઈઓએ એ વહેંચી લીધી હતી. જનાર્દનભાઈ ડભોઈની એક સ્કૂલમાં શિક્ષક હતા. એમના ભાગે ડભોઈનું ઘર આવ્યું હતું અને ઉદયને જે રોકડા પૈસા મળ્યા હતા. એમાંથી એમણે એને વડોદરામાં ફ્લેટ ...વધુ વાંચો

5

લીલો ઉજાસ - પ્રકરણ - ૪ - મનીષાને બોલતી કરે તેવું કોણ? - દિવ્યેશ ત્રિવેદી

મનહરભાઈ અને પિનાકીનભાઇ ભારે હૈયે ડૉક્ટરની ચેમ્બરની બહાર આવ્યા. હવે બીજા ચોવીસ કલાક રાહ જોવાની હતી. બંને બહાર આવ્યા જનાર્દનભાઈ બહાર ઊભેલા હતા. ત્રણે જણ નજીકના એક બાંકડા પર બેઠા. વાતાવરણમાં ગરમી નહોતી. છતાં મનહરભાઈને કપાળ પર પરસેવો હતો. થોડીવારે જનાર્દનભાઈ બોલ્યા, “તમે બંને અંદર ડૉક્ટર સાથે વાત કરતા હતા ત્યારે મેં જુનિયર ડૉક્ટર સાથે વાત કરી. એમનું કહેવું એવું છે કે આવા કેસમાં ૪૮ કલાક નહિ. પરંતુ મોટે ભાગે ૭૨ કલાક જેટલી રાહ જોવી પડે છે. એમની દ્રષ્ટિએ બહુ ચિંતા કરવા જેવું નથી. કોઈક અપવાદરૂપ કિસ્સામાં દર્દીના જ્ઞાનતંતુઓ પર અસર થતી હોય છે...” “પણ એ ...વધુ વાંચો

6

લીલો ઉજાસ - પ્રકરણ - ૫ - તદ્દન રેઢિયાળ છોકરી છે! - દિવ્યેશ ત્રિવેદી

મનહરભાઈનું મન સતત એવી કોઈ વ્યક્તિને શોધવા મથતું હતું કે જેની સાથેની વાતચીતમાં મનીષા ખૂલે અને બોલતી થાય. પોતાની મૂંઝવણ વિનોદિનીબહેન સમક્ષ પ્રગટ કરી. એ પણ વિચારવા લાગ્યાં. પછી એકદમ ઝબકારો થયો હોય એમ બોલ્યા, “પેલી સોનલ... સોનુ... મનીષાની એક જ ફ્રેન્ડ છે. એ કદાચ મનીષાને બોલતી કરી શકે.” “સોનુ...? છટ... એ તો ઝંડો છે ઝંડો! એનું કામ નહિ! એ જ એટલી બકબક કરે છે કે મનીષાને બોલવાનો ચાન્સ જ ન મળે... એને કોઈ દિવસ ચૂપ જોઈ છે? ના, ના, એનું કામ નહિ.” “તમારી વાત સાચી છે, પણ આ તો તમારો અભિપ્રાય છે. મોનુને ...વધુ વાંચો

7

લીલો ઉજાસ - પ્રકરણ - ૬ - સોનુ અને મોનુની જોડી – દિવ્યેશ ત્રિવેદી

બેલ વાગ્યો એટલે મનહરભાઈએ બારણું ખોલ્યું. ઘડીભર તો એમને એમ જ લાગ્યું કે જાણે એ કોઈ સપનું જ જોઈ છે. સામે સોનુ ઊભી હતી. શું બોલવું એ જ મનહરભાઈને સમજાયું નહિ. મનમાં ઊંડે ઊંડે જેની અપેક્ષા હોય અને એ જ અપેક્ષા નિરાશામાં પલટાઈ ગઈ હોય ત્યારે અચાનક એ જ વ્યક્તિ સામે ઊભેલી દેખાય ત્યારે ક્ષણ વાર તો બુધ્ધિ જ બહેર મારી જાય અને જાણે બધું જ થીજી ગયું હોય એવું લાગે. પરંતુ મૌન રહેવું એ સોનુનો સ્વભાવ નહોતો. એથી એણે જ મનહરભાઈ કંઈ બોલે એ પહેલાં બોલવા માંડયું, “અંકલ, તમે મને જાણ ન કરી એ માટે ...વધુ વાંચો

8

લીલો ઉજાસ - પ્રકરણ - ૭ - કારણ વગરનો સંબંધ – દિવ્યેશ ત્રિવેદી

ઉદયે કોઈક આર્થિક વિટંબણાને કારણે જે આત્મહત્યા કરવા જેવું આત્યંતિક પગલું લીધું હશે અને એના મૂળમાં એણે ઝડપથી પૈસા માટે શૅરબજારમાં કોઈક દુસ્સાહસ કર્યું હશે એવો તર્ક લગભગ સૌ કોઈને ગળે ઊતરતો હતો. એનું કારણ એ હતું કે દેખીતી રીતે ઉદયને આત્મહત્યા માટે પ્રેરે એવા બીજા કોઈ સંજોગો દેખાતા નહોતા. અચાનક જયોતિબહેને ઘટસ્ફોટ કર્યો કે અર્ચના કહે છે કે એ ઉદયની આત્મહત્યા પાછળનું સાચું કારણ જાણે છે. એટલે સ્વાભાવિક જ બધાંની નજર અર્ચના પર સ્થિર થઈ ગઈ. જનાર્દનભાઈએ અર્ચનાને કહ્યું, “તને ખબર હોય તો બોલી નાંખ. એણે કોઈ જવાબદારી અધૂરી છોડી હોય તો એ પૂરી કરવાની ...વધુ વાંચો

9

લીલો ઉજાસ - પ્રકરણ - ૮ - અર્ચનાએ શું હિન્ટ આપી? – દિવ્યેશ ત્રિવેદી

સોનલે મનીષાના ઘેર જવાની અને અર્ચનાને મળવાની વાત કરી તથા અર્ચના વિષે સોનલને કંઈક વાત કરી છે એ જાણ્યા સરોજબહેન અને વિનોદિનીબહેનના મનમાં સવાલ થયો કે, ઉદયની આત્મહત્યા અંગે અર્ચના કશુંક જાણે છે એ વાત મનીષા પણ જાણતી હોવી જોઈએ. મનીષા અને સોનલ વચ્ચે અત્યાર સુધી શું વાતચીત થઈ છે એ ખરેખર તો કોઈ જાણતું નહોતું. બધાં માટે એ અનુમાનનો વિષય હતો. સવારે સોનલ નાહીને તૈયાર થઈ ગઈ અને પછી સરોજબહેનને પૂછયું, “આન્ટી, નાસ્તાને હજુ પંદર મિનિટ લાગશે ને?” “હા, પંદર-વીસ મિનિટ તો ખરી જ. મનીષા નાહીને તૈયાર થઈ જાય એટલે નાસ્તો કરીએ.... અને ...વધુ વાંચો

10

લીલો ઉજાસ - પ્રકરણ – ૯ – ઉદયની મિલકત કોની – દિવ્યેશ ત્રિવેદી

જમીને સોનલ અને મનીષા એમના રૂમમાં આવ્યાં. પલંગ પર બેસતાં જ સોનલે કહ્યું. “બોલ, શું વાત કરતી હતી?" “ઊભી તો રહે, આટલી ઉતાવળ શેની કરે છે?" મનીષાએ કૃત્રિમ ચીડ સાથે કહ્યું. “હું બેઠી છું તો તને વાંધો છે કે ઊભા રહેવાનું કહે છે?" સોનલે મનીષાને હાથ પકડીને પલંગમાં બેસાડી દીધી. “આઉચ ... સાવ જંગલી જેવી જ છે!” કહેતાં મનીષા પલંગ પર ગોઠવાઈ ગઈ. “ચાલ, બોલ! હું સાંભળવા તૈયાર છું...” સોનલે ટટ્ટાર બેસતાં કહ્યું. “સોનું, મને એવો વિચાર આવ્યો કે આ ફ્લૅટ ઉદયના નામે છે. એનો એક વીમો પણ છે. એના પી.એફ.ના ...વધુ વાંચો

11

લીલો ઉજાસ - પ્રકરણ – ૧૦ લગ્ન થયા હોવા છતાં બંને કુંવારા? – દિવ્યેશ ત્રિવેદી

સોનલ અને એની ટુકડી સૂરસાગરનું ચક્કર લગાવીને આવી ત્યારે લગભગ સાડા છ થઈ ગયા હતા. મનહરભાઈ અને જનાર્દનભાઈ પણ ગયા હતા. સરોજબહેન અને જ્યોતિબહેનની ગોષ્ઠિ પણ પૂરી થઈ ગઈ હતી. પિનાકીનભાઈ એક બાંકડા પર મનહરભાઈ અને જનાર્દનભાઈની સાથે આવીને બેઠા હતા. સોનલે જોયું કે સરોજબહેન મનીષાને પગથી માથા સુધી જોઈ રહ્યાં હતાં. એમની નજર આજે જુદી લાગતી હતી. એ મનીષાના વ્યક્તિત્વમાં જાણે કશુંક માપવા મથી રહ્યાં હતાં. સોનલને તરત સમજાઈ ગયું કે એમની નજર પર જ્યોતિબહેને કરેલી વાતનો જ પ્રભાવ હતો. એના મનમાં સવાલ થતો હતો કે જ્યોતિબહેને એવું તે શું કહ્યું હશે કે જેથી સરોજબહેનની નજર બદલાઈ ...વધુ વાંચો

12

લીલો ઉજાસ - પ્રકરણ – ૧૧ – ‘ફ્રિજિડીટી’ – મનીષાની માનસિક સમસ્યા? – દિવ્યેશ ત્રિવેદી

બારણું બંધ કરીને મનીષા સોનલ સામે ગોઠવાઈ ગઈ. સોનલે ઊંડો શ્વાસ લઈને કહ્યું, “મોનુ, મારા સવાલનો એકદમ ઓનેસ્ટ - પ્રામાણિક જવાબ આપજે. હું આ સવાલ તને કારણ વગર પૂછતી નથી. તું સાચો જવાબ નહિ આપે તો મારા મનમાં મૂંઝવણ વધશે. એટલે ફરીવાર તને કહું છું કે, સાચો અને પ્રામાણિક જવાબ આપજે.” “બહુ ભૂમિકા બાંધ્યા વગર સીધું પૂછી નાંખ ને!” મનીષાએ અકળામણના ભાવ ચહેરા પર લાવીને કહ્યું. “મોનુ, સાચું કહે, તું ઉદયને ખરેખર પ્રેમ કરતી હતી ખરી?" સોનલે સીધો જ સવાલ કર્યો. “હા.” મનીષાએ એકાક્ષરી જવાબ આપ્યો. “આટલા જવાબથી મને સંતોષ નથી. સારું ...વધુ વાંચો

13

લીલો ઉજાસ - પ્રકરણ – ૧૨ - પુરુષ-ચિત્ત અને સ્ત્રી-ચિત્ત – દિવ્યેશ ત્રિવેદી

સોનલને આમ તાકી રહેલી જોઈને મનીષાએ ફરી વાર પૂછયું, “તું શેના પરથી કહે છે કે... કે... નયનને મારા માટે કૉર્નર છે? એણે તને કંઈ કહ્યું?” “ના, હું તો માનું છું કે, કદાચ એને પણ આવી ખબર નહિ હોય!” સોનલે સહેજ વિચારીને કહ્યું. “એટલે?" મનીષા વધુ ગૂંચવાતી હતી. “એટલે મારું આ તો ઓબ્ઝર્વેશન છે. કદાચ એના અચેતન મનમાં કોઈક લાગણી ઉદ્ભવી હશે, જેના વિષે એ પોતે પણ સભાન નહિ હોય...” “તો પછી તું શૂન્યમાંથી કેમ સર્જન કરે છે?” મનીષા ચિડાઈને બોલી. “મોનુ, બધું જ સર્જન શૂન્યમાંથી જ થતું હોય છે. જવા દે, એ વાત તને ...વધુ વાંચો

14

લીલો ઉજાસ - પ્રકરણ – ૧૩ – નિઃશબ્દતાનું આકાશ – દિવ્યેશ ત્રિવેદી

ટ્રેન ઉપડયા પછી ખાસ્સી વાર સુધી કોઈ બોલ્યું નહિ. મનીષા બારીમાંથી બહાર તાકી રહી હતી. રસ્તા પરનો ટ્રાફિક, લાઈટોની અને આવતાં જતાં માણસોને એ જોયા કરતી હતી. એણે નયને આપેલું પેકેટ થોડીવાર ખોળામાં રાખીને બાજુ પર મૂક્યું હતું. એના મનમાં એમ હતું કે સોનલ કદાચ એ પેકેટ ખોલશે. પરંતુ સોનલ તો ધ્યાનમાં સરકી ગઈ હોય એમ આંખો બંધ કરીને શાંત અને સ્થિર બેઠી હતી. થોડીવારે એણે આંખો ખોલી ત્યારે જાણે એની આંખ ખોલવાની જ રાહ જોઈ રહ્યા હોય એમ મનહરભાઈએ કહ્યું, “તમે બંને નીચેની સીટ પર સૂઈ જજો. અમે બંને ઉપરની બર્થ પર જતાં રહીએ છીએ.” સોનલ કંઈ બોલી ...વધુ વાંચો

15

લીલો ઉજાસ - પ્રકરણ – ૧૪ - અને મનીષા ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડી! – દિવ્યેશ ત્રિવેદી

સોનલ દેખાતી બંધ થઈ ત્યાં સુધી મનીષા બહાર જ ઊભી રહી. સોનલ એની સાથે સ્કૂલમાં ભણતી હતી અને કૉલેજમાં બંને સાથે હતાં. છતાં આ વખતે બંને ખૂબ નજીક આવ્યાં હોય એવું લાગતું હતું. મનીષાને આજે એકદમ સૂનું સૂનું લાગતું હતું. એ અંદર આવીને બેઠી. એને કંઈ ચેન પડતું નહોતું. વિનોદિનીબહેન રસોડું અવેરવાં ગયાં હતાં. મનીષા પણ ઊભી થઈને રસોડામાં ગઈ. એને જોતાં જ વિનોદિનીબહેન બોલી ઊઠયાં. “તું તારે શાંતિથી બેસ. બહુ કામ નથી. હું ફટાફટ અવેરીને આવું છું.” તો પણ મનીષાએ થોડું કામ કર્યું. કામ પતી ગયું એટલે બંને બહાર આવ્યાં. વિનોદિનીબહેનના મનમાં તો થયું કે ...વધુ વાંચો

16

લીલો ઉજાસ - પ્રકરણ – ૧૫ - સાધ્વી થવાનો વિચાર – દિવ્યેશ ત્રિવેદી

સોનલ ચૂપચાપ મનીષાને જોઈ રહી હતી. મનીષા તકિયામાં મોં સંતાડીને હજુય ધ્રૂસકે ને ધ્રૂસકે રડતી હતી. એનો અવાજ સાંભળીને અને વિનોદિનીબહેન પણ દોડી આવ્યાં હતાં. એ બંને સોનલ સામે તાકી રહ્યાં હતાં. એમની આંખો જાણે સોનલને પૂછી રહી હતી કે શું થયું? સોનલે એમને ઈશારાથી ચૂપ રહેવા કહ્યું. મનહરભાઈએ સોનલને ઈશારાથી બહાર બોલાવી. બંને રસોડામાં ગયાં. ત્યાં સોનલે એમને કહ્યું, “ચિંતા કરશો નહિ. એને બોલતી કરતાં વાર લાગશે. અત્યારે એ ઉશ્કેરાઈ ગઈ છે. મને લાગે છે કે અર્ચનાએ ઉદયની વાતમાં કંઈક ગેરસમજ કરી છે અને સાચી વાત કંઈક જુદી જ છે. મનીષા કંઈ કહેવા તૈયાર નથી ...વધુ વાંચો

17

લીલો ઉજાસ - પ્રકરણ -૧૬ – સોનલ, પર્યુષણ અને બૈજિંગ! – દિવ્યેશ ત્રિવેદી

સોનલને સવારે વહેલું નીકળવું હતું. પરંતુ રાત્રે મોડાં સૂતાં હતાં એથી સવારે ઊઠવાનું મન નહોતું થતું. એને નવ વાગ્યા મલાડ પરમજિતને ત્યાં પહોંચવાનું હતું. પરમજિતને ત્યાં દિલ્હીથી રીમા સેન નામનાં એક બહેન આવવાનાં હતાં. એ બહેન દિલ્હીના મંત્રાલયમાં ઊંચા હોદ્દા પર હતાં. એ બહેનના પતિ પણ લશ્કરમાં હતા અને પરમજિતના પતિના મિત્ર હતા. એ સંબંધ ઉપરાંત રીમા સેનનો આવવાનો હેતુ એ હતો કે સરકાર ફેશન ટેક્નોલૉજી ક્ષેત્રનું એક પ્રતિનિધિ મંડળ ચીનની મુલાકાતે મોકલવા માગતી હતી અને એમાં રીમા સેન પરમજિતનો પણ સમાવેશ કરવા માગતી હતી. આમ તો આ પ્રતિનિધિ મંડળ માટે ચીનની સરકારે જ ...વધુ વાંચો

18

લીલો ઉજાસ - પ્રકરણ -૧૭ – લગ્નની પહેલી રાત! – દિવ્યેશ ત્રિવેદી

તકિયાના સફેદ કવર પર મનીષાની આંખો જડાઈ ગઈ. એ તકિયાના કવર પર આછા ગુલાબી રંગની લિપસ્ટિક વડે ઉદયે લખેલા ધીમે ધીમે ઊપસી આવ્યા. “આઈ લવ યુ, મનીષા." પછી તરત દરિયાના મોજાં ઊછળવાનો અવાજ ચિતરાઈ ગયો. પલંગ પાસેની બારીમાંથી આવતો માદક પવન નશીલા શરાબની ગરજ સારતો હતો. ઉદયે એને નહાવા જતી વખતે નાહી લીધા પછી વાળ છૂટ્ટા રાખવાનું કહ્યું હતું. ઉદયે જયારે એને કહ્યું કે, “નાહી લીધા પછી વાળ છુટ્ટા રાખજે અને કોરા કરીશ નહિ, કારણ કે મારે એ ભીના વાળની સુગંધ મન ભરીને માણવી છે. ત્યારે મનીષાના શરીરમાંથી એક મીઠી ધ્રુજારી પસાર થઈ ગઈ હતી. આખા દિવસનો અસહ્ય ...વધુ વાંચો

19

લીલો ઉજાસ - પ્રકરણ - ૧૮ ઉદયની હતાશ મનોદશા - દિવ્યેશ ત્રિવેદી

મનીષાએ પાછળથી ઉદયના ગળામાં હાથ પરોવી દીધા અને કોઈ જુએ છે કે નહિ એની પરવા કર્યા વિના જ એના ચૂમી લીધા. પછી એણે ઉદયનો હાથ ખેંચીને ઊભો કર્યો અને તાણીને અંદર લઈ ગઈ. અંદર આવીને બારણું બંધ કર્યું અને બંને પલંગ પર બેઠાં. મનીષાએ જોયું કે ઉદયના ચહેરા પર ઉદાસી છવાયેલી હતી અને એના પર હતાશાના ઓઘરાળા ઊપસી આવ્યા હતા. મનીષાએ મનોમન નક્કી કરી લીધું કે આમ અચાનક ઊભી થયેલી પરિસ્થિતિને સંભાળી લેવા માટે એણે શરમ મૂકીને પહેલ કરવી પડશે. એણે મનોમન એવો નિર્ણય કર્યો કે આ જ ક્ષણથી એ ઉદયને તુંકારાથી સંબોધન કરશે. એણે વાતની ...વધુ વાંચો

20

લીલો ઉજાસ - પ્રકરણ - ૧૯ - સેક્સ ક્લિનિકની મુલાકાત – દિવ્યેશ ત્રિવેદી

ડભોઈથી જ્યોતિભાભી આવ્યાં. સાથે અર્ચના પણ આવી હતી. અર્ચનાને મનીષા સાથે ખૂબ મજા આવી. જ્યોતિભાભી અને અર્ચના આવ્યાં એ ઉદય અને મનીષા એમને લઈને એક સવારે પિનાકીનભાઈને ત્યાં જઈ આવ્યાં અને સાંજે નયનને ઘેર જઈ આવ્યાં. બંને જગ્યાએ એમનું ઉષ્માભર્યું સ્વાગત થયું. એ પછી ચારેય જણ ડભોઈ ઊપડી ગયાં. ડભોઈમાં ત્રણ દિવસ રહ્યા. ડભોઈમાં તો અર્ચના જ મનીષા માટે ભોમિયો બની ગઈ હતી. એ મનીષાને લઈને ગામમાં ફરી. એની બહેનપણીઓ સાથે મનીષાની ઓળખાણ કરાવી. હીરા ભાગોળ અને પ્રસિધ્ધ તળાવ પણ બતાવ્યું અને એની પાછળ રહેતી ઐતિહાસિક દંતકથાઓ પણ કહી. મનીષાને ડભોઈ ખૂબ ગમી ગયું. મુંબઈ કરતાં અહીંનું જીવન ...વધુ વાંચો

21

લીલો ઉજાસ - પ્રકરણ – ૨૦ - તકલીફનો કોઈ ઈલાજ નથી! – દિવ્યેશ ત્રિવેદી

ઉદયના મનમાં હવે ચોવીસે કલાક આ એક જ પ્રશ્ન રમતો હતો. એ વિચારતો હતો કે આવી સમસ્યા આવડી મોટી કંઈ એની એકલાની જ નહિ હોય. અનેક લોકો આવી અથવા આના જેવી સમસ્યાઓનો સામનો કરતા જ હશે. વિજ્ઞાન આટલું બધું આગળ વધ્યું છે તો એની પાસે આ સમસ્યાનો પણ કોઈક તો ઉકેલ હશે જ. ઉદય વિજ્ઞાનનો વિદ્યાર્થી હતો અને એથી એને વિજ્ઞાનમાં કમ સે કમ આટલી તો શ્રદ્ધા હતી જ. એને એ વાતનો પણ અહેસાસ હતો કે આપણા સમાજમાં કોઈ ખુલ્લા દિલે સેક્સની ચર્ચા કરતું નથી અને કદાચ એથી જ આવી સમસ્યા અંગે કોઈને વાત કરતાં સંકોચ ...વધુ વાંચો

22

લીલો ઉજાસ - પ્રકરણ – ૨૧ - તીવ્ર વિષાદની ચુંગાલ – દિવ્યેશ ત્રિવેદી

ઉદય નિરાશ અને નાસીપાસ થઈ ગયો હતો. એથી એને મુંબઈ જવા માટે તૈયાર કરવાનું અઘરું હતું. ડૉ. સાગરે જે કરી હતી એથી એને એવી દહેશત બેસી ગઈ હતી કે એની સમસ્યાનો કોઈ ઈલાજ થઈ શકવાનો નથી. એને હવે એવું પણ લાગવા માંડયું હતું કે એ અશક્ત અને કમજોર છે તથા જીવનમાં કશું જ કરી શકવાનો નથી. એ તીવ્ર વિષાદની ચુંગાલમાં ફસાયો હતો. મનીષા સમજતી હતી કે વિષાદની આવી લાગણી રહી સહી શક્યતાઓ પર પણ પાણી ફેરવી દેશે. એથી જ તે ઉદયનું ધ્યાન બીજે દોરાય એવા પ્રયાસો કરતી હતી. ક્યારેક પિનાકીનભાઈને ત્યાં જવાનું ગોઠવતી તો ક્યારેક નયનને ...વધુ વાંચો

23

લીલો ઉજાસ - પ્રકરણ – ૨૨ – સોનલની બિયર પાર્ટી – દિવ્યેશ ત્રિવેદી

મનહરભાઈના સમાચાર સાંભળીને મનીષાને ચિંતા થાય એ સ્વાભાવિક હતું. મનહરભાઈનો સ્વભાવ ગુસ્સાવાળો હતો અને એ બહુ વિચારો કરતા હતા. પણ વ્યક્તિ વિષે એ ખૂબ ઝડપથી અનુમાનો બાંધી લેતા. મનીષા એકની એક દીકરી હોવાથી બાળપણમાં થોડી જિદ્દી હતી. એથી એમના મનમાં એવો ખ્યાલ બેસી ગયો હતો કે મનીષા એનું ધાર્યું જ કરે છે અને એથી એ અહંકારી સ્વભાવની છે. એ વારંવાર મનીષાને શિખામણ પણ આપતા કે છોકરીએ તો અહંકાર રાખવો જ ન જોઈએ. સોનલ માટે પણ એના મુક્ત અને બિન્ધાસ્ત સ્વભાવને કારણે એમને કેટલોક પૂર્વગ્રહ હતો. પિનાકીનભાઈ એમના બાળપણના મિત્ર હતા. એ બહુ ચોકસાઈવાળા અને કોઈ પણ વાતનો આગોતરો વિચાર ...વધુ વાંચો

24

લીલો ઉજાસ - પ્રકરણ – ૨૩ – વહેરાતાં સપનાં – દિવ્યેશ ત્રિવેદી

મનીષા અને ઉદય સવારે સવા નવે ડૉ. પ્રભારીના ક્લિનિક પર પહોંચી ગયાં. મનીષાનો આશાવાદ હજુય જીવંત હતો કે અહીં ઈલાજ થઈ શકશે. પરંતુ ઉદયે તો આશા ગુમાવી જ દીધી હતી. એણે તો માની જ લીધું હતું કે હવે એનો ઈલાજ થઈ શકવાનો નથી. એના મનમાં તો એક જ વિચાર વારંવાર આંટો મારી જતો હતો કે જિંદગી જ સાવ નિરર્થક છે. પરંતુ મનીષાના આશાવાદ સામે એનો નિરાશાવાદ પાંગળો બની જતો હતો. બરાબર સાડા નવના ટકોરે ડૉ. પ્રભારી આવ્યા. એમણે તરત જ મનીષા અને ઉદયને અંદર બોલાવ્યાં. ક્લિનિકમાં બિનજરૂરી ભપકો નહોતો. છતાં સજાવટ આકર્ષક લાગતી હતી. ...વધુ વાંચો

25

લીલો ઉજાસ - પ્રકરણ – ૨૪ – નનામા ફૉનથી પરેશાન મનીષા – દિવ્યેશ ત્રિવેદી

મનીષાની વિચારયાત્રા અટકી ગઈ. એણે ઘડિયાળ તરફ નજર કરી. સવારના સાડા પાંચ થવા આવ્યા હતા. હજુ થોડી વાત કરવાની રહી ગઈ હતી. પરંતુ આટલું ઠલવાયા પછી એ ઘણી હળવાશ અનુભવી રહી હતી. એણે સોનલ સામે જોયું. સોનલ ઓશીકું ખોળામાં રાખીને ભીંતને અઢેલીને બેઠી હતી. એનો ચહેરો શાંત હતો અને આંખો બંધ હતી. મનીષાને લાગ્યું કે સોનલની આંખ લાગી ગઈ છે. એણે સોનલનો હાથ ખેંચ્યો અને એને ધમકાવતી હોય એમ બોલી, “હું અહીં બકબક કરું છું અને તું ઊંઘે છે! હવે મારે તને ફરી વાત કરવાની?” “હું ઊંઘતી નથી. તને સાંભળું જ છું. હજુ તમે પાછાં વડોદરા ...વધુ વાંચો

26

લીલો ઉજાસ - પ્રકરણ – ૨૫ – તાંત્રિક રતુકાકાની વિધિઓ – દિવ્યેશ ત્રિવેદી

મનીષા અને સોનલ થોડી વાર શાંત અને મૌન બેસી રહ્યાં. જાણે બંને પોતાની તરંગ લંબાઈ ગોઠવતાં હોય એમ થોડી વારે એકબીજા સામે જોઈ લેતાં હતાં. મનીષાએ એક ઊંડો શ્વાસ લીધો અને નજીકના જ ભૂતકાળમાં લટાર મારવી શરૂ કરી. સોનલ એના શબ્દે શબ્દને ધ્યાનપૂર્વક સાંભળતી હતી અને પોતાના મનમાં એક સુરેખ ચિત્ર ઉપસાવતી હતી. સુરત આવ્યું એટલે મનીષાએ જોયું તો ઉદય હજુ પણ ગુમસુમ બેઠો હતો. એની આંખોમાં જાણે શૂન્યાવકાશ છવાઈ ગયો હતો. મનીષા કેટલીય વાર સુધી એને જોઈ રહી. ઉદયે મનીષા તરફ નજર પણ ન નાંખી. સુરતથી ગાડી ઊપડી એ પછી ઉદયની આંખો ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો