દરેક વ્યક્તિને સપના તો આવે જ છે. પરંતુ, "અમુક જ સપના યાદ રહે છે." અને "અમુક સપના ભૂલી જવાય છે." આમ, તો ઊંઘમાં દેખાતા સપના ક્યારે જ સાચા પડતા હોય છે..! પરંતુ, "જો એકના એક સપના વારંવાર આવે તો શું કરવું ??" જ્યારે કોઈ વ્યક્તિને એકનું એક સપનું વારંવાર દેખાય તો કુદરતી જ કોઈ ઘટનાનો સંકેત મળી રહ્યો હોય છે.. પરંતુ, "આ સંકેતને કેવી રીતે ઓળખવો તેની ખબર પડતી નથી..!" આવી જ એક વાર્તા છે, "ઝંખનાની.."

Full Novel

1

An untoward incident અનન્યા - 1

સપનાને હકીકત સાથે કોઈ લેવાદેવા નથી. છતાં, પણ અમુક સપના એવા હોય છે, જે આપણે હકીકત તરફ દોરી જાય આવું જ એક સપનું વાર્તાની નાયિકાએ જોયું. અને સપનામાંથી તેની જિંદગીમાં એવી ઘણી બધી ઘટનાઓ બની, જે તેને હકીકત સુધી પહોંચાડે છે. થોડા સપનાની ઘટનાઓ અને થોડી મારી કલ્પના મળીને આ વાર્તા આપની સમક્ષ મૂકી રહી છું. વાંચવાનો ચોક્કસ આનંદ આવશે.. તમારા મંતવ્યો અને પ્રતિભાવ મને ચોક્કસથી મળશે. એવી આશા સાથે દર્શના જરીવાળાના જય શ્રી કૃષ્ણ ?? રાધે રાધે ? ?જય શાશ્વત ? An untoward incident (અનન્યા) "સપનાનું ગૂઢ સપનામાં જ ...વધુ વાંચો

2

An untoward incident અનન્યા - 2

ઝંખનાનો પરિવાર સુખી અને સંપન્ન હતો. છતાં તે છેલ્લા કેટલાક દિવસોથી શાંતિથી સૂઈ શકતી નહોતી. એક અધૂરું સપનું તેણે જોયું. "તેથી તે માનસિક રીતે અસ્વસ્થ થઈ રહી હતી." અચાનક થતી તેની આ હરકતો સોહમને પણ અચંબિત કરી રહી હતી. એક સપનાથી તે ઘણી ડિસ્ટર્બ થઈ ગઈ હતી. આ સપનાએ તેના મગજ પર અસર કરી હતી. આવું પહેલી વાર જ બન્યું હતું, કે બાથરૂમમાં ન્હાતા પણ તેને ઠંડી ચઢી હતી, તેનાથી વિચિત્ર તેનું સોહમને નાના બાળકની જેમ વિતરાવું લાગી રહ્યું હતું.! હવે આગળ.. જ્યારે તે સોહમને વિતરાઇ.. ત્યારે તેને એવું લાગી રહ્યું હતું કે ફરીથી તેનું શરીર ઠંડું થઈ ગયું ...વધુ વાંચો

3

An untoward incident અનન્યા - 3

ઝંખના અને તેનો પરિવાર પ્લાલિંગ મુજબ રાત્રે ડિનર કરવા ગયા. ડિનર પત્યા પછી ત્યાંથી નદી કિનારે જાય છે. ત્યાં વ્યક્તિને જોઈ ઝંખના ટેન્શનમાં આવી જાય છે. અચાનક જ વરસાદી વાતાવરણ થઇ જાય છે. પહેલો વરસાદ પસંદ હોવા છતાં તે કારમાં બેસી જાય છે. વરસાદી વાતાવરણને કારણે અમિત તેઓને કોફી પીવા જવાનું કહે છે. કોફી શોપમાં ઝંખના સાથે અજબ ઘટના બને છે. હવે, આગળ... *****----- "કિસ્મતના ખેલ પણ નિરાલા હોય છે.! ક્યારે કંઈ લીલા કરે રહસ્ય ઘણા ઊંડા હોય છે.!" તેઓ કોફી શોપ માંથી બહાર નીકળ્યા, ત્યાં અમિતની નજર એકટીવા સ્ટાર્ટ કરતી છોકરી પર પડી, જે તેણે કોફી શોપમાં જોઈ ...વધુ વાંચો

4

An untoward incident અનન્યા - 4

આગળના ભાગમાં અમિત એક્ટિવા ગર્લનાં ગયા પછી પણ મૂર્તિ બની ઉભો રહ્યો, આ જોઈ સોહમે તેને બૂમ પાડી. તેણે સાંભળી નહીં, માટે સોહમે હોર્ન વગાડ્યો. તેના કારમાં બેસતા વરસાદના છાંટણા થાય છે. કારનો કાચ બંધ કરતા ઝંખનાને કોઈ પડછાયો દેખાઈ છે. માટે ફરીથી કાચ ઉતારી બહાર નજર કરે છે, તો ત્યાં વોશરૂમ વાળી છોકરીને કારમાં બે વ્યક્તિ જબરજસ્તી ઉઠાવી લઈ જઈ રહ્યા હતા. તે તેઓને તેને બચાવા કહે છે, પણ ત્યાં કોઈ હોતું નથી.. ઘરે જતાં બીજે દિવસે રજા હોવાથી તેઓ મૂવી જોવાનું નક્કી કરે છે. બહેસ કરતા ગોલમાલ અગેઈન મૂવી જોવાનું નક્કી કરે છે. મૂવીમાં મર્ડર જોતા ઝંખનાને ...વધુ વાંચો

5

An untoward incident અનન્યા - 5

આગળના ભાગમાં ઝંખના માનસિક રીતે અસ્વસ્થ થઈ જાય છે. તે સોહમને તેના મનની વાત કહી મદદ કરવા કહે ત્યારે તે ડૉ. વ્યાસની સાથે કાઉન્સીલીંગ દ્વારા સપનું ભૂલવામાં સફળ થાય છે. એક મહિનામાં આ વાત વિસરાઈ જાય છે. અમિતના કૉલેજથી ઘરે આવતા તેનું બાઈક પંચર થાય છે. ત્યાં એક અજનબી છોકરી તેની મદદ કરવા માંગે છે. હેલ્મેટને કારણે તે કોણ છે તે ઓળખી શકતો નથી.. અને તેની સાથે ગુસ્સાથી વાત કરે છે, તેમ છતાં તે અજનબી જબરજસ્તી મદદ કરવા તૈયાર છે. હવે આગળ... ********** અમસ્તાં નથી, મળતા અહીં કોઈ અંજાન અજનબી.! મળ્યા છે, તો જરૂર હશે!! ઋણ સંબંધ કોઈ કુદરતી.. ...વધુ વાંચો

6

An untoward incident અનન્યા - 6

આગળના ભાગમાં અમીતનું બાઈક પંચર થતા અજનબી છોકરી તેને મદદ કરવા માંગે છે પણ તે તેના પર ગુસ્સે થઈ છે. હેલ્મેટ કાઢ્યા પછી તે તેને ઓળખે છે.. તેઓ કેફેમાં જાય છે ત્યાં તેની મુલાકાત આરાધ્યા સાથે થાય છે. આરાધ્યા એ જ એક્ટિવ ગર્લ હતી. અચાનક આરાધ્યા તેની મમ્મીને શું થયું હતું? પૂછી લે છે.. તેની વાત સાંભળી ત્યાંથી તે ગુસ્સામાં જતો રહે છે, વાત બદલવા ગુંજન આરાધ્યાને તેની બેન વિશે પૂછે છે, ત્યારે તેના મોંઢાનો રંગ ઊડી જાય છે. તે કંઈ છૂપાવી રહી હોય એવું ગુંજનને લાગે છે, તેને પૂછતા તેની આંખમાં આંસુ આવી જાય છે. તે બીજી વાર ક્યારે કહેશે, ...વધુ વાંચો

7

An untoward incident અનન્યા - ૭

આગળના ભાગમાં ગુંજનના પૂછવાથી પણ આરાધ્યા કંઈ ના બોલી, આખા રસ્તે ચુપ રહી. અમિત ઘરે આવ્યા પછી ગુંજનને ઇગનોર છે, આ વાતથી ઝંખનાને નવાઇ લાગે છે, જમીને હોલમાં ટીવી જોતા સોહમે અમિતને પૂછ્યું,( આજનો દિવસ કેવો ગયો.?) ત્યારે તે આખા દિવસ દરમ્યાન બનેલી ઘટના કહે છે.. આરાધ્યા ગુંજનને મેસેજ કરી મળવા કહે છે. ડોર બેલ વાગતાં અમિત દરવાજો ખોલે છે. તેણે જોતા જ તેની સાથે ગુસ્સેથી વાત કરે છે, ત્યાં ઝંખના આવે છે, આરાધ્યાને અનન્યા સમજે છે, ત્યારે ખબર પડે છે કે તેની જુડવા બહેન છે, અનન્યા મિસીંગ છે, તેની શોધમાં તેઓ સુરત આવ્યા છે, પણ આંટી, શું તમે ...વધુ વાંચો

8

An untoward incident અનન્યા - ૮

આગળના ભાગમાં બહેનો દેખાવે એક જેવી, પણ અનન્યાનો અવાજ રાણી મુખર્જી જેવો છે,અને વળી, અનન્યાના ઇન્સ્ટા પર એક ફોટામાં પણ હતો, આ જોઇ તેણે વઘારે નવાઈ લાગે છે, પીકનીક ગૃપમાં રાકેશ પણ હતો, તેથી તેણે ફોન કરે છે,પણ ફોન સ્વીચ ઓફ આવે છે, રાત્રે બાર વાગ્યા હોવાને કારણે સોહમ દરેકને સુઈ જવા કહે છે, ઘણી કોશિશો પછી અમિતને ઉંઘ આવે છે, સપનુ આવતાં તે જાગી જાય છે.. અને લોબિમાં તેણે પડછાયો દેખાતાં બૂમો પાડે છે, પણ ત્યાં વોચમેન કાકા જ હોય છે, આરાઘ્યાની ફ્રેન્ડ રિકવેસ્ટ એકસેપ્ટ કરી સુઈ જાય છે, ઝંખાનાને ફ્લાવર વાસ તૂટવાનો અવાજ આવતા બાલ્કનીમાં જાય છે, ...વધુ વાંચો

9

An untoward incident અનન્યા - ૯

આગળના ભાગમાં ઝંખના ઝબકીને જાગી જાય છે, ત્યારબાદ તે બાલ્કનીમાં જઈને ફ્લાવર વાસ અને સ્ટ્રીટ લાઈટ નીચે જોઈ છે. પોણા ત્રણ વાગ્યાનું સપનું હતું, તેને ઊંઘ આવી રહી નહોતી, તેથી તેણે ગાયત્રી માતા સાધના કરવાનું વિચાર્યું, આખરે સપનાનું રહસ્ય શું છે!? તે જાણવા માટે તે લાઇબ્રેરીમાં જઈ મંત્ર સાધના કરવા લાગી, પરંતુ ત્યાં તેને સોહમે આવીને અટકાવી, તેનું વર્ષો જૂનું રહસ્ય જાણે આંખોની સામે આવી ગયું, તેથી સોહમે તેને સાધના કરવાની ના કહી, તેની જીદ અને પ્રેમ આગળ તે નમી ગઈ, પરંતુ લાયબ્રેરીમાં થયેલી વાતો ગુંજન સાંભળી ગઈ, વર્ષોથી માસીના રહસ્યને અમિતથી શા માટે છૂપાવ્યું.!? એવા ઘણા બધા સવાલોથી ...વધુ વાંચો

10

An untoward incident અનન્યા - ૧૦

આગળના ભાગમાં સોહમ ગૌરીને યાદ કરતા ભૂતકાળમાં સરી પડે છે, તેઓ બંને બાળપણમાં મિત્રો હતા.. અને શિવભક્ત હતા, સોહમ બેસ્ટ ફ્રેન્ડ માનતો હતો, જ્યારે ગૌરી તેને એક તરફી પ્રેમ કરતી હતી, આ વાતથી તે અજાણ હતો, કોલેજમાં ઝંખનાને જોતા જ તેને આકર્ષણ થયું, પછી દોસ્તી અને પ્રેમ થયો, ત્રણ વર્ષ પછી બંને લગ્ન કરવાનું વિચારે છે, સોહમ ઝંખનાને શિવ મંદિરે બોલાવે છે , ત્યાં ગૌરીને ઝંખના સાથે મુલાકાત કરાવે છે. તે દિવસે પહેલીવાર તે ઝંખના સાથે શિવજીને અભિષેક કરે છે, ત્યાંથી તે તેને પોતાના ઘરે લઈ જાય છે, મમ્મી પપ્પાની મંજૂરી મળી ગઈ, પણ તેના પરિવારની મંજૂરી બાકી હતી. ...વધુ વાંચો

11

An untoward incident અનન્યા - ૧૧

આગળના ભાગમાં સોહમ એક અઠવાડિયાથી શિવ મંદિરે ગૌરીની રાહ જોઈ રહ્યો હતો, છતાં પણ તે આવી નહિ, તેના મનની ઝંખના જાણી ગઈ, તેથી તેણે સોહમને તેના ઘરે જવા જણાવ્યું, તે ગૌરીના ઘરે જાય છે, તો તેને ખબર પડી કે બરોડા જતા અકસ્માતમાં તેના માતા-પિતા મૃત્યુ પામ્યા છે, અને તેને હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવી છે, હોસ્પિટલ જતાં ખબર પડી કે વધુ તબિયત બગડવાને કારણે તેને બરોડા લઈ જવામાં આવી છે,તેથી તે નિરાશ થઈ ઘરે આવે છે.. તેની મમ્મીએ ઝંખનાને ફોન કરવા કહ્યું, ફોન કર્યો તો તેને અર્જન્ટ કામ છે, કહીને ઘરે બોલાવે છે, ત્યાં ગૌરીને જોઈ તે નવાઈ પામે ...વધુ વાંચો

12

An untoward incident અનન્યા - ૧૨

આગળનાં ભાગમાં ગૌરી તેના પ્રેમનો સ્વીકાર કરે છે, તેની કાર અકસ્માતમાં અવગતિ થાય છે.. કારણકે તેની સોહમ સાથે લગ્ન ઇચ્છા અધૂરી રહી જાય છે, આ વાતનો સોહમને વિશ્વાસ નથી આવતો, ત્યારે ઝંખનાનું માનવું હતું કે પ્રેમની શકિતને કારણે તે ગૌરીને જોઈ શકે છે.. ગૌરી સોહમને લગ્ન કરવા કહે છે. પણ સોહમ તેને પામવાની ઈચ્છા છોડી તેની સાચી દિશામાં ગતિ કરવા કહે છે. હવે આગળ.. ********* નજીક હોવા છતાં અંતર ઘણું રહી જાય છે, હૃદયની વાત કહેતા હોઠ મૌન રહી જાય છે..! મૃગતૃષ્ણા બની ક્યારે જિંદગી છળી જાય છે, ઝાંકળની બુંદો બની જિંદગી સરી જાય છે..! ગૌરીએ કહ્યું: "સાચું ખોટું ...વધુ વાંચો

13

An untoward incident અનન્યા - ૧૩

આગળના ભાગમાં મર્યા પછી પણ ગૌરી સોહમ સાથે લગ્ન કરવા ઇચ્છે છે, સોહમની ના માટે તે ઝંખનાને દોષી માને તે તેના શરીરમાં પ્રવેશવા જાય છે, પણ તેની શકિતને કારણે તેનું કઈં ચાલતું નથી. તેની આત્માને મુક્તિ આપવા ઝંખના ગાયત્રી મંત્ર ઉચ્ચારણ કરે છે, પણ સોહમ ગૌરીની તકલીફ જોઈ શકતો નથી.. તેથી તે તેની સાથે લગ્ન કરવા તૈયાર થાય છે, ગૌરી નિત્યક્રમ મુજબ સોહમને શિવ તાંડવ સ્તોત્રનો પાઠ કરી જળ અભિષેક કર્યા પછી લગ્ન કરવા કહે છે.. પણ અભિષેક પછી ગૌરી સોહમના હાથમાં ઝંખનાનો હાથ આપી, બીજા જન્મમાં મળીશું, કહી તેનો આત્મા તેજોમય પ્રકાશનો પુંજ થઇ સૃષ્ટિમાં ભળી જાય છે. હવે ...વધુ વાંચો

14

An untoward incident અનન્યા - ૧૪

આગળના ભાગમા વર્ષો પછી સોહમના મોઢેથી ગૌરીનું નામ સાંભળી ઝંખના ચોંકી જાય છે. એક જ રાતમાં બંને એકબીજાને આપેલા તૂટી ગયાનો અફસોસ કરે છે, ઝંખનાની કુદરતી શક્તિ તેના પહેલા સંતાનને મળશે, આ વાતથી સોહમ દુઃખી થઈ જાય છે. તેને રાત દિવસ ઝંખનાને ખોવી દેવાનો ભય સતાવે છે, એક પ્રોમિસ તોડીને ફરીથી ઝંખના બીજું પ્રોમિસ કરે છે, પણ આ વખતે સોહમ તેને કહી દે છે કે પ્રોમિસ તોડવા માટે જ હોય છે, ત્યાં તો ગુંજન તે ઓના બેડરૂમમાં આવી જાય છે, હવે આગળ.. ****** જિંદગીના વળાંકે ચોક્કસ ભૂલોની માફી હોતી નથી, પીડા અસહ્ય થાય ભૂલો ભૂલીને ભૂલાતી હોતી નથી.. કેમ ...વધુ વાંચો

15

An untoward incident અનન્યા - ૧૫

આગળના ભાગમાં માસીને કિચનમાં ન જોતા ગુંજન માસીને ઉઠાડવા જાય છે, માસીને ડોક્ટર વ્યાસને બતાવવાની વાત સાંભળતા ગુંજન ચિંતિત છે, ઝંખુથી નારાજ સોહમ નાહવા માટે જાય છે.. રસોડામાં ઝંખુની આસપાસ સતત સુગંધ ભળી રહી હોય છે, નાસ્તો કરતા અમિતને આરાધ્યા દેખાવાનો વહેમ થાય છે. અમિત અને ગુંજન નાસ્તો કરતા રાતના સપના વિશે વાતચીત કરે છે, આ વાત સાંભળીને સોહમ બંનેને ફટાફટ નાસ્તો કરી તૈયાર થવા કહે છે. નિરાંતે ચાનો ઘૂંટડો ભરતા ઝંખુની આસપાસ ફરી સુગંધ ભળે છે, પણ સમયના અભાવને કારણે તે પોતાના કામમાં વ્યસ્ત બને છે. હવે આગળ.. ******** મારા અસ્તિત્વમાં અકથિત રીતે છૂંપુ પ્રતિબિંબ તારું, હૈયામાં જ ...વધુ વાંચો

16

An untoward incident અનન્યા - ૧૬

આગળના ભાગમાં ગુંજન ખબર પડે છે કે માસીને આત્મા દેખાય છે. તે વધુ જાણવાની કોશિશ કરતાં, સ્કૂલે જવાનું મોડું છે, એમ કહી તેણે વાત બદલી નાખી.. અમિત આરાધ્યા સાથે વાત કરી ત્યારે ખબર પડી કે તે અનન્યા જ છે. અમિતને એકલા વાત કરતા જોઈ ગુંજને પૂછ્યું કે તુ કોની સાથે વાત કરે છે.? તેણે કહ્યું, અનન્યા સાથે.. આ સાંભળી આરાધ્યા ગુસ્સો કરી જતી રહે છે. ગુંજન પણ અમિતના મજાક પર ઠપકો આપે છે.. સાચે તેને અનન્યા સાથે વાત કરી છે, તેમ જણાવ્યું.. મમ્મી પપ્પાને આવતા જોઈ તે વાત બંધ કરે છે.. ત્યાં તો તેની આસપાસ ફરી સુગંધ ભળી જાય ...વધુ વાંચો

17

An untoward incident અનન્યા - ૧૭

આગળના ભાગમા અમિતને તેની મમ્મીની શક્તિ મળી, આ વાતથી તે બિલકુલ અજાણ હતો, બેડરૂમમાં અજાણી સુગંધ તેને આકર્ષી રહી તેને શ્વાસમાં ભરતાની સાથે જ તેને અનન્યા દેખાય છે, તેનું બદલાયેલું રૂપ અને અડધી રાતે તેને પોતાના બેડરૂમમાં જોઈને તે અચંબિત થઈ જાય છે, ઝંખના પછી અમિત જ અનન્યા મદદ કરી શકે તેમ હતો.. અને મિત્રને મદદ કરવા પણ હંમેશા તત્પર રહેતો હતો, પણ તે અનન્યાને ઓળખતો ના હોવાથી તેને મદદ કરવાની ના પાડે છે, પરંતુ અનન્યા તેને ઓળખે છે, હવે આગળ.. ****** અજાણી સફરમાં કોઈ જાણીતો સંગ મળે છે.. અસંભવને સંભવતાની શક્યતાઓ મળે છે.!! અજનબી થઈને આ રાહોમાં મદદગાર ...વધુ વાંચો

18

An untoward incident અનન્યા - ૧૮

આગળના ભાગમાં અનન્યા રાકેશને રેલવે સ્ટેશન પર પહેલી વાર મળી હતી, તે તેનો પાડોશી હતો.. અને દાદા-દાદી સાથે બરોડા રહેતો હતો, તેઓની મિત્રતાને ઘણો સમય થયા, પછી પણ અનન્યાએ રાકેશને પોતાનુ નામ અને કઈ કોલેજમા અભ્યાસ કરે છે, તે કહ્યું નહોતું.. તેથી તે અનન્યાથી નારાજ થઈ જાય છે, હવે આગળ.. ****** હોય વિશ્વાસ તો વાત કરજો તમે, નહીં તો કોઈ ફરક અમને પડતો નથી.! હજારોની ભીડમાં પણ હવે એક તમે, પારકા થાઓ તો હવે કોઈ ફરક અમને પડતો નથી... રાકેશની નારાજગી પણ યોગ્ય હતી.. તેને કેટલી વાર પૂછ્યું, છતાં પણ, "મેં તેને મારું નામ કહ્યું નહતું.." તે નારાજ થઈ ...વધુ વાંચો

19

An untoward incident અનન્યા - ૧૯

આગળના ભાગમા રાકેશની ખામોશી અનન્યાને ગૂંગળાવી રહી હતી, તેથી તેણે પહેલા વાત કરવાની શરૂઆત કરી, પણ તે ઘરે બાઈક બરોડા જવાનો હોવાથી અનન્યાને જવા કહે છે, પરંતુ અનન્યા તેનું ઘર જોઈ, તેની સાથે જ બરોડા જવા ઈચ્છે છે, અહીંથી તેઓને મિત્રતાની શરૂઆત થાય છે, રાકેશ તેને હગ કરીને પોતાના પ્રેમનો એકરાર કરે છે, અનન્યાને કંઈ સમજ ના પડતા તે રાકેશ સાથે બોલવાનું બંધ કરી દે છે.. અનન્યાને મનાવાનાં રાકેશના દરેક પ્રયત્ન નિષ્ફળ જાય છે, આથી ગુસ્સે થઈ, બીજે દિવસથી તેને ઈગ્નોર કરી, મારીયા સાથે બોલવાનું શરૂ કરે છે. આ સહન ન થતાં ફરીથી અનન્યા જાહેરમાં તેણે તમાચો મારે છે. ...વધુ વાંચો

20

An untoward incident અનન્યા - ૨૦

આગળના ભાગમા રાકેશના સવાલનો અનન્યા પાસે કોઈ જવાબ હોતો નથી. તે પોતાનું કેરિયર બનાવવા માંગતી હતી, તેથી તેને રાકેશથી બનાવી રાખી હતી, એક બાજુ અમિતની ઉત્સુકતા વધી રહી હતી કે અનન્યા તેણે કેવી રીતે ઓળખે છે.!? તેની સાથે વાતોમાં આખી રાત વીતી ગઈ, સવારે સાડા દસ વાગે ઝંખના અમિતને ઉઠાડવા આવે છે, તેના રૂમમાં જતા જ સુગંધથી તેણે ખબર પડી જાય છે કે તેના રૂમમાં કોઈ આત્મા છે. પણ સોહમના બોલવાથી તે કિચનમાં જાય છે. સોહમને મોડું થતું હોવાથી અમિતને ઝંખનાને સ્કૂલે મુકવા કહે છે. આથી ગુંજન આરાધ્યાને ફોન કરી તેની સાથે આવવા કહે છે.. ઝંખના પોતાનું કામ પૂરું ...વધુ વાંચો

21

An untoward incident અનન્યા - ૨૧

આગળના ભાગમાં અમિત આરાધ્યાને અનન્યા સમજી વાત કરી, માટે આરાધ્યા અમિત પર ગુસ્સે થઈ જાય છે, ફરી જો તે વાત કરશે, કિડનેપિંગના કેસમાં જેલના સળિયા ગણતો કરી દેશે.. અમિત તેની મોમને સ્કૂલે મૂકી, કોલેજ જાય છે, છતાં તેનું મન અનન્યાના વિચારોમાં જ હોય છે, કોલેજથી છૂટી અનન્યાને મળવાની આતુરતા સાથે તરત જ પોતાના ઘર તરફ રવાના થાય છે. પણ સુરક્ષા કવચને કારણે તે તેની પાસે આવી શકતી ન હતી. આ વાતની ખબર પડતાની સાથે વિચાર્યા વગર અમિત કવચ છોડી દે છે, અને કવચ દૂર થતાં તે બેડરૂમમાં આવી જાય છે, અને તેની અધૂરી રહેલી પ્રેમ કહાની આગળ વધારે છે.. ...વધુ વાંચો

22

An untoward incident અનન્યા - ૨૨

આગળના ભાગમાં અનન્યાએ અમિત સાથે પ્રેમનો એકરાર કરી લીધો.. કોલેજમાંથી માથેરાન જવાનું હોવાથી વહેલી સવારે ટ્રેનમાં (સુરત) કોલેજ પહોંચવાનું પરંતુ ટ્રેન એક કલાક લેટ હતી, મોડું થઈ જવાને કારણે રાકેશ કોલેજમાં ફોન કરે છે, તેથી સર તેમણે અમિતનો નંબર આપીને તેની સાથે આવવા કહે છે, ઓઢણી ઓઢેલી છોકરી અનન્યા છે, તે જાણી અમિતને આશ્ચર્ય થાય છે, આ ઓળખ થકી અનન્યા તેની પાસે મદદ માટે આવી હતી. ***** કિસ્મતની રમતમાં હારી જતાં, આજે રહસ્ય ઉજાગર થઈ રહ્યું છે.! ન્યાય મળશે એ આશાએ ફરી, કોઈ કુદરતના હાથનું રમકડું થઈ રહ્યું છે.. ઝંખનાને ખબર પડી ગઈ હતી, માટે તે રાતના સમયે ઓચિંતા ...વધુ વાંચો

23

An untoward incident અનન્યા - ૨૩

આગળના ભાગમાં સુરક્ષા કવચ હોવા છતાં અમિતના રૂમમાં અનન્યાને જોઈ ઝંખના ચોંકી જાય છે. અમિતને આ વાત ખબર પડતા, મોમને મદદ કરવા કહે છે, ઝંખના મદદ કરવાની ના પાડે છે, અનન્યા ગુસ્સે થઈ રૂમમાં બધી વસ્તુઓને વેર વિખેર કરવા લાગે છે, ઝંખના ગાયત્રી મંત્રના ઉચ્ચારણ કરે છે, આ સાથે અનન્યા રૂમમાંથી જતી રહે છે, વર્ષોથી છુપાવેલ રહસ્ય અમિત જાણી જાય છે, માટે તે અનન્યાની મદદ કરવા ઝંખના પાસે શક્તિ માંગે છે, પરંતુ સોહમ ઇતિહાસનું પુનરાવર્તન કરવા માગતો નથી, આ વખતે અમિત તેના ડેડ પર ગુસ્સે થઈ જાય છે, ગુસ્સામા ઝંખનાએ બાંધેલું સુરક્ષા કવચ પણ છોડી દે છે, હવે આગળ.. ***** પાળ ...વધુ વાંચો

24

An untoward incident અનન્યા - ૨૪

આગળના ભાગમાં અનન્યા અમિતના શરીરમાં પ્રવેશે છે, તેણે ઝંખનાની શક્તિથી ન્યાય જોઈતો હતો. સોહમ ગુસ્સે થઈ તેને દેવસ્થાન પાસે જવાની કોશિશ કરી ત્યારે, ગુંજનને જોઈને તેના શરીરમાં પ્રવેશ કર્યો, અમિતના બેહોશ થવાથી બંનેનું ધ્યાન અમિત પર હતુ, માટે તેઓને ગુંજન દેખાય નહિ, ઝંખના સુરક્ષા કવચથી તેનો રૂમ સુરક્ષિત કર્યો, અડધી રાત્રે ત્રણેયને એક જેવું સપનું આવે છે, એ જ રાત્રે ગુંજન સુરક્ષા કવચ દૂર કરે છે, જ્યારે અમિત ગુંજનના રૂમમાં જાય છે, ત્યારે તેનું વર્તન વિચિત્ર લાગે છે, ગુસ્સામાં અવાજ બદલીને ગુંજન તેને હાથનો દોરો છોડી નાખવા કહે , હવે આગળ.. ****** કયા મોડ પર લઈ જશે આ રાહની ...વધુ વાંચો

25

An untoward incident અનન્યા - ૨૫

આગળના ભાગમા અમિત અનન્યા ને મદદ કરવા માટે પ્રોમિસ કરે છે, તેની મોમ અજાણ થઇ અમિતને સમજાવે છે, તેના સમજવાથી હવે સોહમ તેની પર ગુસ્સે થઈ જાય છે, ઝંખના સોહમની વિરુધ્ધ જવા માટે ના પાડી.. અને અમિતને પણ આ બધાથી ચક્કરોથી દૂર રહેવા કહે છે, આ જાણી અમિત તેની મોમને ચિંતા નહિ કરવાનું કહી, કોલેજ જવા નીકળે છે, ધૂળની ડમરી ઉઠતાં તે ગુરુ ટેકરી ગુરુજીના આશ્રમે પહોંચી જાય છે, જળ અભિષેક કરતા કોઈ અજાણ્યા સાધુ સાથે રકઝક થયા પછી તેમના આશીર્વાદ મળે છે, હવે આગળ... ****** જિંદગીની રાહો અસમંજસ ભરી, ને ઠોકરો ઘણી મળી; કસોટી કરવાની રીત, ખુદા એ પણ ...વધુ વાંચો

26

An untoward incident અનન્યા - ૨૬

આગળના ભાગમા સોહમે અનન્યાની મદદ માટે ગુરૂજીને બોલાવ્યા હતા, માટે ગુંજનને છુટકારો અપાવા, તે ગંગાજળ છાંટે છે. આથી તે નું શરીર છોડી દે છે, અમિતને કંઈ ચેન ન પડતા તે ઊંડો શ્વાસ ભરે છે, ત્યાં તો અનન્યા ફરીથી આવે છે, પોતાની આપવીતી અમિતને કહેવા લાગે છે. માથેરાનમાં રોકાવા અનન્યા બીમારીનું નાટક કરે છે, ત્યારે તેમની સાથે પ્રોફેસર રમેશ અને મરિયમ પણ ત્યાં રોકાય છે,અડધી રાતે અનન્યા રમેશ સરને મરિયમના રૂમમાં જુએ છે, આથી તે તેની મદદ કરવા રાકેશને કહે છે, પણ રાકેશ તેને સમજાવી રોકી લે છે. વહેલી સવારે ત્યાંથી બરોડા નીકળવા જણાવે છે, આ વાત થી અનન્યા ખૂબ ...વધુ વાંચો

27

An untoward incident અનન્યા - ૨૭

આગળના ભાગમાં રમેશ રાકેશને બ્લેકમેલ કરી, બે દિવસ વધુ રોકાવા કહે છે, જો તે નહીં માને તો તેઓના ફોટા કરી તેઓની બદનામ કરવાની ધમકી આપે છે, અનન્યાને ખબર પડતાં રાકેશને ઘરે જવા કહે છે. તેની રડતા રડતા અચાનક સ્વીચબોર્ડના ગેજેટ પર નજર પડે છે, એ ગેજેટ સિક્રેટ કેમેરાનું હતું, જે હોટલના દરેક રૂમમાં ફીક્સ હતું. મરિયમના રૂમમાંથી રમેશ સરનો મોબાઈલ મળે છે, મોબાઈલ જોતા સરનો છૂપો ચહેરો બંનેની સામે આવે છે, રાકેશ અમુક વિડિયો પોતાના મોબાઈલમાં લઈને બાકીના દરેક વિડીયો ડીલીટ કરી નાખે છે.. બંને છાના પગલે હોટલ માંથી નીકળી મુંબઈ જવા ટેક્સી કરે છે. માથેરાનની વાદીઓમાંથી બહાર આવી ...વધુ વાંચો

28

An untoward incident અનન્યા - ૨૮

આગળના ભાગમાં બંને જણ માથેરાનથી નીકળી, મુંબઈ જતા રસ્તામાં કિડનેપ થઈ જાય છે, ઇન્જેક્શનનો પાવર ઉતરતા જણાયું કે તેઓ હોટલની રૂમમાં હતા, આ રમેશ સર અને મરિયમનું પ્લાનિંગ હતું, પણ રમેશ સરે મરિયમને પણ પોતાનો શિકાર બનાવ્યો, ત્રણેયને ઇન્જેકશન મૂકીને વિડીયો ઉતાર્યા, ઓવર ડોઝના કારણે મરિયમ બેહોશ થઈ જાય છે, આ તકનો ફાયદો ઉઠાવી તેઓ ત્યાંથી ભાગી છૂટે છે, સ્ટેશનથી સીધી સુરતની ટ્રેન પકડે છે. ત્યાં કોઈ ભલા માણસ સાથે તેઓની મુલાકાત થાય છે.. તેઓ તેમની કારમાં તેમના ઘરે છોડવા કહે છે, હવે આગળ... ***** મોઢે મીઠાં બનીને ખંજર મારે આ જગતમાં, ના કરો વિશ્વાસ કોઈ અજનબીનો અહીં.. બે ...વધુ વાંચો

29

An untoward incident અનન્યા - ૨૯

આગળના ભાગમાં અજનબી રમેશ સરનો ખબરી હતો, તેણે કોફીમાં ગેન આપી, તેઓને ફરીથી કીડનેપ કર્યા. અનન્યાની આંખો ખુલી, તો તે કોઈ રૂમમાં હતી, તેઓ ત્રણેયને મરવાનું પ્લાનિંગ કર્યું હતું, પણ અજનબીએ તેને બેહોશ કરી તેના પર દુષ્કર્મ કર્યું, અનન્યા હોશમાં આવી તો તે કારમાં હતી, કારમાં કોઈ હતું નહિ, તે હિંમત કરી બહાર નીકળી તો આજુબાજુ કોઈ વસ્તી નહોતી, પાણી અને નિશાચર પક્ષીનો અવાજ સંભળાતો હતો, તેને પાછળથી માથામાં ઘા કરવાથી ફરી ચક્કર આવવા લાગ્યા, પછી બરફ બનાવાની ફેક્ટરીએ લઈ જઈ, તેને બરફમાં થીજાવી દીધી. અને તે આત્મા બની, અમિતે તેઓને માફ કરવા કહ્યું, તેથી ઉગ્ર બની તેના પર હમલો ...વધુ વાંચો

30

An untoward incident અનન્યા - ૩૦

આગળના ભાગમાં ઝંખનાએ અનન્યાનું ઉગ્ર રૂપ શાંત કરવા શાંતિ મંત્રનો જાપ કર્યો, અમિતના રક્ષણ માટે ગુરુ રક્ષા કવચ બાંધ્યું, પપ્પા અને ઇન્સ્પેક્ટર ગઢવી તથા રાકેશના મમ્મી પપ્પાને પણ બોલાવવા કહ્યું.. હવે સવારે ગુરુજીના આવવાની જ વાર હતી, પણ સમય ઘણો ધીરો પસાર થઈ રહ્યો હતો, હવે આગળ.. ***** ના સમજાય ક્યારે પણ સમયની ગતિ કેવી ન્યારી.!? દુઃખમાં ધીમી રફતાર કરે ને સુખમાં સરકતી સરીતા.. અનન્યા સતત વલોપાત કરતી રહી.. સવાર થતાં તેનું જોર ઓછું થયું. મળસકે લગભગ પોણા પાંચ વાગ્યાની આસપાસ બધાને ઊંઘ આવી ગઈ.. થાકને કારણે નવ વાગ્યા છતાં બધા સૂઈ રહ્યાં હતા.. ઝંખનાની આંખ ખુલી ગઈ. સોહમ, ...વધુ વાંચો

31

An untoward incident અનન્યા - ૩૧

આગળના ભાગમા ગુરુજી મંત્રોચ્ચાર કરીને ઘરના દરેક રૂમને કવચથી બાંધી દે છે, દેવસ્થાને અખંડ દીવો કરીને ધ્યાનમાં બેસી, ઓમકાર કરતા અનન્યાની આત્મા રૂમમાં આવે છે, ગુરુજી તેની મુકિત માટે અમિતના શરીરમાં પંદર મિનિટનો પ્રવેશ આપવા કહે છે, તેની ડેથ બોડી શોધી, અંતિમ વિધિ કરવા તેના પપ્પાને જણાવે છે, હવે આગળ.. ***** કર્મોનો હિસાબ રાખે ઈશ અહીં, કોઈ જોતું નથી મને, મનમાં વહેમ રાખો નહિ.. મૂંગી લાઠી કુદરતની વાગે અહીં, સરભર કરી દે છે, માટે ગુમાનમાં ફરશો નહિ.. "તમે મારા જેવી તુચ્છને ન્યાયને કાબિલ સમજી, માટે મારી આત્મા તમારી આભારી રહેશે," ગુરુજી.. જા હવે સમય બદલાયો છે, ઝંખનાની મદદથી તું ...વધુ વાંચો

32

An untoward incident અનન્યા - ૩૨ - છેલ્લો ભાગ

આગળના ભાગમાં અનન્યાની મદદથી પોલીસે બરફની ફેક્ટરીમાં છાપો માર્યો, રાકેશ ના દેખાતા તે ગુસ્સે થઈ, બરફની લાદી અસ્ત વ્યસ્ત લાગી, તેમાંની એક લાદીમાંથી મરિયમને ડેથ બોડી મળી, આ જોઈ ઝંખનાએ ચીસ પાડી, અવાજ સંભળાતા, ત્યાંના વર્કરોએ તેમને પકડી લીધા. પોલીસના છાપાથી અજાણ તેઓને પોલીસે પકડી લીધા, એમાંથી એક વર્કર નજર છુપાવી માઇકલને છાપાની જાણ કરી, પણ ગઢવી સાહેબે તેને પકડી લીધો.. તેની પાસે મળેલી માહિતીથી માઈકલ અને રમેશ સર પકડાઈ જાય છે, ભારે આક્રંદ સાથે અનન્યા પોલીસ સ્ટેશન પોતાનો બદલો લેવા જાય છે, અમિતની મદદથી માઈકલ અને રમેશને ડરાવી પોતાનો ગુનો કબૂલ કરાવે છે, ફક્ત પાંચ મિનિટ હતી, એક ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો