આગળના ભાગમાં ગુંજન ખબર પડે છે કે માસીને આત્મા દેખાય છે. તે વધુ જાણવાની કોશિશ કરતાં, સ્કૂલે જવાનું મોડું થાય છે, એમ કહી તેણે વાત બદલી નાખી.. અમિત આરાધ્યા સાથે વાત કરી ત્યારે ખબર પડી કે તે અનન્યા જ છે. અમિતને એકલા વાત કરતા જોઈ ગુંજને પૂછ્યું કે તુ કોની સાથે વાત કરે છે.? તેણે કહ્યું, અનન્યા સાથે.. આ સાંભળી આરાધ્યા ગુસ્સો કરી જતી રહે છે. ગુંજન પણ અમિતના મજાક પર ઠપકો આપે છે.. સાચે તેને અનન્યા સાથે વાત કરી છે, તેમ જણાવ્યું.. મમ્મી પપ્પાને આવતા જોઈ તે વાત બંધ કરે છે.. ત્યાં તો તેની આસપાસ ફરી સુગંધ ભળી જાય છે.. હવે આગળ..
******
એની હયાતીની હુંફ દિલમાં પગરવ બની,
જો પાનખર થઇ સ્મરણોએ કેવી દસ્તક કરી.!?
ચળકદાર ઔરાનાં આગમનથી મૌસમમાં સુગંધ ભળી,
અનદેખી છબીએ મનસ પર કેવી છાવણી કરી.!?
"શું થયું અમિત.!?" ત્યાં કેમ રોકાઈ ગયો..??"
કંઈ નહિ.. મમ્મા, "તમને કોઈ સુગંધ આવે છે.?"
આશ્ચર્ય સાથે તે બોલી, સુગંધ.. ના, (દીકરા) "મને કોઈ સુગંધ નથી આવતી.!" પણ "જો દીકરા બાએ સંધ્યાકાળના અગરબત્તી અને દીવા કર્યા, તેની સુગંધ આવી રહી છે.!" પણ તે જાણી ગઈ કે અમિતને પણ એ સુગંધ આકર્ષી રહી હતી.. તે જાણી ગઈ હતી કે ઘરમાં કોઈ આત્મા આવી છે. (તેને તો સવારની પહોરથી જ એ સુગંધ આવી રહી હતી..) તેના મનમાં ધ્રાસકો પડ્યો.. મનમાં ભગવાનને પ્રાર્થના કરી, "મારા અમિતની રક્ષા કરજો..!" અને પોતાના રોજિંદા કામમાં વ્યસ્ત થઈ..
અમિત પણ ચુપ રહી જાય છે.. કારણકે તે જાણતો હતો કે આ સુગંધ કંઇક અલગ જ હતી.. તે તેની મમ્મીની પરેશાની વધારવા માંગતો ન હતો..
ઝંખનાની શક્તિ અમિતમાં આવી છે, આ વાતથી અમિત બેખબર છે.. તથા અચાનક અનન્યાનું ઘરે આવી, તેની સાથે વાત કરવું.. ગુંજન અને આરાધ્યાનાં આવતાની સાથે તેનું ગાયબ થઈ જવું.. આ તેની સમજની બહાર હતું.
એક ગુંજનને જ ખબર હતી, માસીને આત્મા દેખાય છે.. અને અનન્યા મરી ગઈ છે.. અને હવે અમિતને પણ.. તે ચુપ રહી જાય છે.
ગુંજનને ધંધોળતા અમિત બોલ્યો, "મને એ ખબર નથી પડતી કે અનન્યાને રાકેશ વિશે શું કહેવું હશે.?" અને "તું ક્યા વિચારોમાં ખોવાઈ ગઈ છે.!?"
ભાઈ, "મને લાગે છે કે પોલીસની વાત સાચી જ હશે.." (રાકેશે અનન્યાને કિડનેપ કરી હશે..) અને.. -
અને "શું.!?" એવું હતે તો, "તે મને રાકેશને બચાવવાની વાત શા માટે કરતે.?"
શું ખબર.. પણ, "તું ચિંતા નહિ કર ભાઈ..!"
ચિંતા તો મને કોઈ જ નથી.. પણ તેણે મમ્માને પાવરફુલ કહ્યું, "તે કઈ સમજાતું નથી.." એવું શા માટે કહ્યું હતું.? "તે મમ્માને શા માટે મળવા માંગે છે.?" જ્યારે મેં તેનો અવાજ સાંભળ્યો ત્યારે મને એવું લાગ્યું કે, "હું તેને ઓળખું છું.!" "મેં તેને ક્યાં જોઈ છે.!?" "મેં તેનો અવાજ સાંભળ્યો છે.!" પણ, "મને કંઈ જ યાદ આવતું નથી ક્યાં..??"
ડેડ.. "તમે.?"
કેમ, "શું ખીચડી પકાવો છો.?"
કંઈ જ તો નહિ ડેડ.. "ખીચડી તો મમ્માએ બનાવી હશે.!" ચાલો, "જમવા જઈએ મને ભૂખ લાગી છે.!"
વાત બદલીને તેઓ હોલમાં જતા રહ્યા, "તેઓનું આ વર્તન સોહમ માટે કંઈક અજુગતું જ હતું." આજે પહેલી વખત અમિત, સોહમને ઈગનોર કરી રહ્યો હતો.. "તેને ના તો ટીવી જોવાની જીદ કરી, ના તો સરખી રીતે કોઈ વાત કરી.. અને દિનચર્યા પણ જણાવી નહિ.. અને ચૂપચાપ જમી પોતાના રૂમમાં જતો રહે છે.. "
આ બાજુ ગુંજન પણ પરેશાન હતી. તે વિચારી રહી હતી કે, "શું સાચે જ અનન્યા મરી ગઈ હશે.!" "શું સાચે જ માસીને આત્મા દેખાતી હશે.!" "શું અમિતને પણ માસીની જેમ આત્મા દેખાય છે.?" આવા અનેક પ્રશ્નો તેના મનને ઘેરી રહ્યા હતા. રાત્રે તેને બીક લાગતાં માસીને સાથે સુવા જણાવ્યું..
અમિતને પણ ઊંઘ આવતી ન હતી.. તેથી મોબાઈલમાં સ્નેપ ચેટ ઓપન કરી, સ્ટોરી મૂકવાનું વિચાર્યું. હજુ તો મોબાઈલ હાથમાં લે છે.. "ત્યાં ફરીથી તેની આસપાસ સુગંધ ભળી ગઈ." સુગંધ ને શ્વાસમાં લઈ આંખો ખોલે છે, તો આંખો ખુલી ની ખુલી રહી ગઈ. "તું અહીં.. !" "કેવી રીતે..?" આમ, "મારા બેડરૂમમાં કેવી રીતે આવી.!?" "શું તું મને ઓળખે છે..?" ,"શું તું અનન્યા છે.?" રાકેશ સાથે તારે શું સંબંધ છે.?
ઓહ.. આટલા બધા સવાલો.. આ બધું જણાવા તો અહીં આવી છું.. (તે અટ્ટહાસ્ય કરવા લાગી..)
"તું પાગલ છે કે શું..?" હું પૂછું છું તો તને હસવું આવે છે.?
હસતાં હસતાં તેની આંખમાંથી આંસુ આવી જાય છે.. તેની આંખો લાલ થઈ જાય છે. તેના શરીર પર પીડાના નિશાનો ઉપસી આવે છે.. સૂસવાટાભેર પવન સાથે તેના વાળ ખુલી હવામાં ઉડવા લાગે છે.. બહાર વીજળીનો ચમકારો થઈ રહ્યો હતો..
આ બધું શું છે..? આમ, "તું મને બિવડાવશે તો શું હું બી જઈશ.!" તારા વાળને બંધ કર. કોઈ ડરાવણી ડાકણ લાગે છે, મારા ખ્યાલથી જે તું નથી.! અને સીધી સીધી પોલીસ સ્ટેશન જા.. તે તને શોધે છે.. આમ, "હૉરોર મુવિની ડાકણ બની મને બિવડાવીશ નહિ.!"
તને મારું આ રૂપ જોઈને તને બીક લાગતી નથી..! અને હું તને દેખાવ છું, "શું તેનાથી તને કોઈ ફરક નથી પડતો.?"
તારા કામથી કામ રાખ.. તું કોઈ સાચે ભૂત છે કે, "મને તારાથી બીક લાગે..!".અને "શું તું બોલી રહી છે.?" મને તું દેખાય છે. આ જ સવાલ હું તને કરું છું.. આ ઘર મારું છે, અત્યારે તું મને દેખાય છે.. માટે અહીંથી તું નીકળ, આ મારો બેડરૂમ છે.. "તું કોની પરમિશન લઈને અહીં આવી છે.!?" આમ, "બોલતાની સાથે તે તેનો હાથ પકડવા જાય છે.. અને ત્યાં ફ્કત એક ધુમાડો હોય છે. તે પકડમાં આવતી નથી.."
તે ફરીથી હસવાં લાગી..
તુ મને ઘરમાંથી બહાર કાઢશે.. હું તારા મગજ ઉપર છવાઈ જઈશ.. એક તું જ છે જેને મારા આ રૂપથી બીક નથી લાગતી.. તારી જગ્યાએ કોઈ બીજું હતે તો.. -
તો, "શું.??" કદાચ બેહોશ થઈ જાય.. શાંત થઈ ફરી તેના અસલ રૂપમાં આવી ગઈ.. કોઈને પણ મદદની જરૂર પડે તો તું કાયમ હાજર હોય છે.. "તુ મને મદદ નહિ કરે.? તારા સિવાય મને કોઈ બીજું જોઈ શક્તું નથી.!"
તો હું શું કરું.?! તું કોઈ મારી ફ્રેન્ડ છે કે "હું તારી મદદ કરૂ.."
ના જાન ના પહેચાન, તું મેરા મહેમાન.. જા બહુ થયું..
મેરી જાન.. ફિકર નોટ.. ફ્રેન્ડ માટે તો જાન પણ હાજર, આજે કેમ ના પાડે છે.!? જ્યારે હું તને રાકેશ સાથે પહેલી વાર મળી હતી, ત્યારે તે આ જ કહ્યું હતું ને..!?
આ વાત તને કેવી રીતે ખબર .!? "શું હું તને ઓળખું છું.."
ના, "તુ મને ઓળખતો નથી..અને ક્યારે પણ તારી નજર મારી પર પડી નથી.. પણ હું તને ઓળખું છું.."
"કેવી રીતે..?!" મને કંઈ સમજાતુ નથી.!!
(ક્રમશઃ)
******
અનન્યા અમિતને કેવી રીતે ઓળખે છે.?
શું અમિત અનન્યાને મદદ કરવા સક્ષમ બનશે.!?
સોહમને જ્યારે ખબર પડશે ,ત્યારે તેની હાલત શું થશે..!?
*******
An untoward incident (અનન્યા) માતૃભારતી પર વાંચતા રહો દર મંગળવારે.. તમારા અભિપ્રાય જરૂરથી આપશોજી.. આ સાથે દર્શના જરીવાળાના 🙏જય શ્રી કૃષ્ણ🙏 🌺🌺રાધે રાધે 🌺🌺