An untoward incident Annya - 15 books and stories free download online pdf in Gujarati

An untoward incident અનન્યા - ૧૫

આગળના ભાગમાં માસીને કિચનમાં ન જોતા ગુંજન માસીને ઉઠાડવા જાય છે, માસીને ડોક્ટર વ્યાસને બતાવવાની વાત સાંભળતા ગુંજન ચિંતિત થાય છે, ઝંખુથી નારાજ સોહમ નાહવા માટે જાય છે.. રસોડામાં ઝંખુની આસપાસ સતત સુગંધ ભળી રહી હોય છે, નાસ્તો કરતા અમિતને આરાધ્યા દેખાવાનો વહેમ થાય છે. અમિત અને ગુંજન નાસ્તો કરતા રાતના સપના વિશે વાતચીત કરે છે, આ વાત સાંભળીને સોહમ બંનેને ફટાફટ નાસ્તો કરી તૈયાર થવા કહે છે. નિરાંતે ચાનો ઘૂંટડો ભરતા ઝંખુની આસપાસ ફરી સુગંધ ભળે છે, પણ સમયના અભાવને કારણે તે પોતાના કામમાં વ્યસ્ત બને છે. હવે આગળ..


********

મારા અસ્તિત્વમાં અકથિત રીતે છૂંપુ પ્રતિબિંબ તારું,
હૈયામાં જ વિસ્તારી દર્દને ખોવાયું વ્યક્તિત્વ મારું...


ગુંજન બોલી: માસી, "તમે સ્કૂલે જાવ તે પહેલાં મારે કંઈક તમને પૂછવું છે."

"શું પૂછવું છે તારે.?" હમણાં મારી પાસે સમય નથી. બસ, "દસ જ મિનિટમાં તૈયાર થઈ મારે નીકળવું છે.. નહિ તો મને મોડું થઈ જશે.!" બાય ધ વે, "તારે પણ તો યુનિવર્સિટી જવાનું છે.! તું ક્યારે જવાની છે.." તરત ઝંખુએ વાત બદલી પૂછ્યું..

માસી, "હું તો આરાધ્યા આવે એટલે જઈશ.." અમે સાથે જ જવાના છીએ.

સારુ.."યુનિવર્સિટીથી આવે એટલે મને કોલ કરી દે જે.. અથવા તો મેસેજ છોડી દે જે.."

ઓકે.. માસી.. પણ માસી મારે તમને કંઈક પુછવું છે.. તમે વાત બદલી નાખી..

"શું પૂછવું છે.?" અર્જન્ટ છે..

ના, "અર્જન્ટ તો નથી.. પણ મારા મનનું સમાધાન થઇ જાય.."

તારા મનનું સમાધાન થાય.. "એવું તો તારે શું પૂછવું છે.?"

"શું ખરેખર તમને આત્મા દેખાય છે..?"

તે ચોંકી અને બોલી: "આ શું બોલી રહી છે..?" "આ તે કેવો પ્રશ્ન છે..?"

સવાલ ને બદલે સવાલ ના કરો માસી.. આજે સવારે માસા તમારાથી ખૂબ નારાજ હતા..વળી, "ગઈકાલે રાત્રે મેં તમારી અને માસાની વાત સાંભળી લીધી હતી.."

ઓહ.. "તો આ વાત છે.!" હા, "દેખાય છે.."

માસી, "શું તમને બીક નથી લાગતી..?"

ના, નથી લાગતી.. "આત્મા એટલે માણસની અધૂરી રહી ગયેલી ઈચ્છાઓની અદ્રશ્ય છબી.." તો શું કામ બીક રાખવી.!? દરેક મનુષ્યના મૃત્યુ પછી પોતાનું શરીર છોડી.. પોતાના આત્માને પરમાત્માને વિલિન કરે છે. અા જ શાશ્વત છે.. તો પછી બીક કેવી..? આ આત્મા જોવાની શક્તિ લાખો - કરોડોમાંથી કોઈ એક પાસે જ હોય છે. અા વાત સમજવા માટે તું ઘણી નાની છે. તારા ભાણવા પર ધ્યાન આપ.. અને હા, અમિતને નહિ કહેતી, કારણકે અમે તેનાથી આ વાત છુપાવીને રાખી છે..

"કેમ..?"

અત્યારે આ સવાલોનો જવાબ આપવો યોગ્ય નથી, ક્યારેક સમય મળશે તો વાત કરીશું. એક મીઠી સ્માઈલ આપી ઝંખુ તૈયાર થવા ગઈ..

આજે ભલે તમે સમયનું બહાનું કાઢો છો.. પણ, "માસી હું પણ જાણીને જ રહીશ." તે મનમાં બબડી..

ઝંખુની સ્કૂલનો ટાઈમ થયો હોવાથી તે સ્કૂલે જવા નીકળી ગઈ.. આ તરફ આરાધ્યા હજુ પણ આવી નહોતી તેથી ગુંજન તેને મેસેજ કર્યો...

"હાઈ!!"

"ક્યાં છે.!?"

"ક્યારે આવે છે.!??"

પણ આરાધ્યા ઓનલાઈન ન હતી, માટે તે જવાબની રાહ જોતા ઘરમાં આંટાફેરા કરવા લાગી.

ત્યાં તો આરાધ્યાને હોર્ન વગાડી ગુંજનને બોલાવી..

તેણે કહ્યું: "રેઇનકોટ લઇ લેજે વરસાદનો કોઇ ભરોસો નથી.!"

હા.. હા.. લઇ લીધો છે, હવે ચાલ, ફટાફટ ખૂબ જ લેટ થાય છે, ત્યાં કેટલી વાર લાગશે ખબર નહીં..!

આમ, ઘરમાંથી એક પછી એક બધા જ નીકળી ગયા.. ઘરમાં રહ્યા તો બા અને દાદા..

બા હંમેશા તેઓના ગયા પછી, પ્રભુને તેમની સુરક્ષા માટે પ્રાર્થના કરતા.. અને પાંચ વાગ્યાની વાર જોતા કારણ કે પાંચ વાગ્યા પછી ઘરમાં ફરીથી રોનક આવી જાય છે..

પણ, "આજે તો છ વાગ્યા તો પણ સોહમ અને ઝાંખના ન આવ્યા." તેથી બાને ચિંતા થતાં અમિત ને પૂછ્યું, "તારા મમ્મી પપ્પા કેમ આવ્યા નથી.?"

બા, "આજે તેઓને ડોક્ટર વ્યાસને મળવા જવાનું છે.. છ વાગ્યાની અપોઈન્ટમેન્ટ છે.

અરે હા.. "જો હું ભૂલી ગઈ.." પણ, "જોને હજુ ગુંજન પણ નથી આવી..!"

તે યુનિવર્સિટીથી આરાધ્યા સાથે પોલીસ સ્ટેશન જવાની હતી, મેં ફોન કર્યો તે રસ્તામાં જ છે, ઘરે આવીને બધું કહેશે.. તમે ચિંતા નહીં કરો.. અમિતે કહ્યું..

સાડા છ વાગ્યે ડોરબેલ વાગ્યો. અમિતે દરવાજો ખોલ્યો તો એકટીવા ગર્લ હતી..

તે બોલ્યો, તું... ગુંજન, "ક્યાં છે.?" એ તો તારી સાથે આવી હતી ને..?

"મને અંદર આવવા નહીં કહીશ.."

તું.. તું.. તું.. તો અનન્યા છે. તો મારી મમ્મીની વાત સાચી છે. તું અહીં શા માટે આવી છે.! તારા ઘરે જા.. હમણાં તું અહીંથી જતી રહે, જ્યારે મારી મમ્મી અને ગુંજન આવે,, ત્યારે આવજે..

"હું તને રાકેશ વિશે જણાવવા આવી છું.."

"રાકેશ વિશે શું જણાવવાનું છે તારે.!?" તારા મા-બાપએ તારા ગુમ થયાની કમ્પ્લેન પોલીસ સ્ટેશનમાં કરી છે. "સૌથી પહેલા તો તારે પોલીસ સ્ટેશનમાં હાજર થવું જોઈએ.. તારા પપ્પાને મળવું જોઈએ.. તે તારી કેટલી ચિંતા કરી રહ્યા છે.!? પહેલા તું તારા ઘરે જા.. તારા પપ્પા બરોડા થી સુરત તને શોધવા માટે જ આવ્યા છે. તારી બેન અને તારા પપ્પા કેટલા પરેશાન છે.. તેમની પરેશાનીનો થોડો પણ ખ્યાલ તને નથી આવતો..!"

"હું તમને મળીને આવી છું."

ઓહ..! "અહીં શા માટે આવી..?"

મને એવું હતું કે આંટી મળશે, મારે આંટીની મદદ જોઈએ.. છે.. તેઓ ખૂબ જ પાવરફૂલ છે, હું અહીં ઘણી આશાએ આવી છું..

હા, "મારી મમ્મી સ્ટ્રોંગ જ છે.."

સ્ટ્રોંગ નહિ.. પાવરફૂલ..

ત્યાં તો ગુંજન અને આરાધ્યા આવે છે. ગુંજન હસતાં હસતાં બોલી..હા ભાઈ હા માસી સ્ટ્રોંગ જ છે.. પણ "તું કોની સાથે વાત કરે છે.!?" આમ, "હવામા એકલો એકલો વાતો કરશે તો લોકો તને પાગલ કહેશે.."

મને પણ એવું જ લાગે છે.. આ બે બહેનોમાં ખરેખર હવે પાગલ થઈ જઈશ..

મતલબ.. હું કઈ સમજી નહિ.. "તું કોણી વાત કરે છે.?"

અરે, આ આરાધ્યાની બેન અનન્યાની,..

અનન્યાની.. તો ક્યાં છે તે..!? અને અમિત, "તને આવો મજાક કરતા શરમ નથી આવતી.?!"

ઓ..મેડમ, " આ શું રહી મારી પાછળ.. તારી બેન અનન્યા..

"ક્યાં દેખાય છે તને.!?"

આ જો મારી પાછળ... તે પાછું ફરી જોઈ છે.. તો ત્યાં કોઈ જ નહોતું.. આથી તેને કહ્યું: સોરી, "હું તો મજાક કરતો હતો.."

આવો વાહિયાત મજાક કરતા તને શરમ નથી લાગતી, આ મજાક માટે હું તને માફ નહિ કરીશ.. ગુંજન હવે હું અહીં નહિ આવીશ.. હવે તારે કામ હોય તો તું હવે મારા ઘરે આવજે.. એમ કહી તે ગુસ્સે થી જતી રહે છે..

ભાઈ, "તું શું કામ આવી મસ્તી કરે છે.!?"

હું મજાક નથી કરતો.. મેં તેની બહેન સાથે સાચે વાત કરી છે.. તમારા આવ્યા પહેલા તે અહીં જ હતી.!, જરાક વારમાં તે ક્યાં જતી રહી.? તું મમ્મી પપ્પાને કંઈ કહેતી નહીં.. એમને ખોટી ચિંતા થશે..!

મતલબ કે (પહેલા માસીએ...) અને હવે, તે પણ અનન્યાને જોઈ.. "આ ચક્કર શું છે..!" ભાઈ..હવે, "મને બીક લાગે છે.!" આ શું થઈ રહ્યું છે.. ગઇકાલે મને વિચિત્ર સપનું આવ્યું, એ સપનું ભુલાતું પણ નથી..

"આજે યુનિવર્સિટીથી પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો હતો.. અને અમે પોલીસ સ્ટેશન ગયા હતા. ત્યાંથી એવું જાણવા મળ્યું કે તેનું કીડનેપ કરવામાં આવ્યું છે.. સાથે સાથે એવી ખબર પડી કે રાકેશ શર્માના પેરેન્ટ્સે પણ તેના ગુમ થયાની કમ્પ્લેન કરી છે.. પોલીસનું કહેવું છે (ક્યાં તો રાકેશે તેનું કિડનેપ કર્યું છે.!) અથવા (તો બંનેને પ્રેમ હોવાથી તેઓ ફરાર થયા છે..)

હા, મને પણ એવું જ લાગે છે.. કારણ કે અન્યયા મને રાકેશ વિશે જણાવા માંગતી હતી..

ત્યાં તો તેના મમ્મી-પપ્પા પણ આવી ગયા.. અને બંને જણા ચૂપ થઈ ગયા..

બંનેને આમ ચુપ હોય સોહમ બોલ્યો: "આટલી શાંતી કેમ છે.?" આજે બંનેના મોઢા પર બાર કેમ વાગ્યા છે..?

કંઈ નહિ... બસ તમારી વાર જોઈ રહ્યા હતા.. ત્યાં તો અમિતની આસપાસથી જાણે કોઈ સુગંધ પસાર થઈ જાય છે..
(ક્રમશ:)
******
રાકેશ શર્માનું રહસ્ય શું હશે..!?
અનન્યા અમિતને શા કારણે દેખાય..?
શું અમિત તેણે પહેલાથી જ ઓળખતો હશે..?
ગુંજન અને અમિત, અનન્યાને ન્યાય અપાવા ઝંખનાને કેવી રીતે મદદ કરશે.?
*****
An untoward incident (અનન્યા) દર મંગળવારે માતૃભારતી પર વાંચતા રહો.. સાથે સાથે તમારા સુંદર પ્રતિભાવ આપતા રહો..


🙏જય શ્રી કૃષ્ણ🙏
🌺🌺રાધે રાધે🌺🌺


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED