An untoward incident અનન્યા - ૨૯ Darshana Hitesh jariwala દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

An untoward incident અનન્યા - ૨૯

આગળના ભાગમાં અજનબી રમેશ સરનો ખબરી હતો, તેણે કોફીમાં ગેન આપી, તેઓને ફરીથી કીડનેપ કર્યા. અનન્યાની આંખો ખુલી, તો ફરી તે કોઈ રૂમમાં હતી, તેઓ ત્રણેયને મરવાનું પ્લાનિંગ કર્યું હતું, પણ અજનબીએ તેને બેહોશ કરી તેના પર દુષ્કર્મ કર્યું, અનન્યા હોશમાં આવી તો તે કારમાં હતી, કારમાં કોઈ હતું નહિ, તે હિંમત કરી બહાર નીકળી તો આજુબાજુ કોઈ વસ્તી નહોતી, પાણી અને નિશાચર પક્ષીનો અવાજ સંભળાતો હતો, તેને પાછળથી માથામાં ઘા કરવાથી ફરી ચક્કર આવવા લાગ્યા, પછી બરફ બનાવાની ફેક્ટરીએ લઈ જઈ, તેને બરફમાં થીજાવી દીધી. અને તે આત્મા બની, અમિતે તેઓને માફ કરવા કહ્યું, તેથી ઉગ્ર બની તેના પર હમલો કર્યો, આથી અમિતે શિવ તાંડવ સ્તોત્રનો પાઠ શરૂ કર્યો, ઝંખનાને ધ્રાસકો પાડતા, તે અમિતના બેડરૂમમાં આવી તો તે મૂર્ત બની ગઈ, હવે આગળ..


*****


અનન્યાનું ઉગ્ર રૂપ જોઈ તે મૂર્ત બની ગઈ..


તેણે અનન્યાને કહ્યું: શાંત થા.! "તું કોઈ બીજાની ભૂલની સજા કોઈ નિર્દોષને નહિ આપી શકે.!"


મારા માટે એ બધા જ દોષી છે, "જે મને મદદ કરશે નહિ."


અનન્યા, તું તારું એકલાનું જ વિચારે છે.. આ દુનિયા સાથે તારો સંબંધ ક્યારનો પૂરો થયો, તું તારી યાત્રાએ આગળ વધ.. આ બદલો લેવાનો વિચાર ટાળી, તારી મૃત્યુ સુધાર..


જ્યાં સુધી હું બદલો લઈશ નહિ, ત્યાં સુધી હું અહીંથી ક્યારે પણ જઈશ નહિ.!!


ફરીથી તે ઉગ્ર બની, તેની આંખોં ગુસ્સામાં લાલ થઇ, આંસુની જગ્યાએ લોહીની ધાર થવા લાગી, અવાજ બદલાઈ ગયો, હસતાં હસતાં રડવા લાગી.. આ ભયંકર રુદનથી અરીસાના કાચ તૂટી, તેના ટુકડા જમીન પર વિખરાયા.. કોણ જાણે આ ટુકડા અને તેનું રુદન ઝંખનાને આકર્ષી રહ્યું હતું.! અને તેનો આત્મા તેને મદદ કરવા તત્પર બન્યો..


અનન્યાને શાંત કરવા, ઝંખનાએ શાંતિ મંત્ર જાપ શરૂ કર્યો.. પછી ધીરે ધીરે કરી તેને કવચમાં બાંધી દીધી.. પણ તેના રુદનની પીડા રૂંવાડા ઉભા કરી રહી હતી.


ઝંખનાએ તેના કપાળે હાથ ફેરવ્યો, ત્યાં એક વિજળીનો આંચકો અનુભવવાની સાથે તેની સાથે બનેલી ઘટના ઓ તેનું આંખની સમક્ષ આવી જાય છે.. એ દરેક અનુભવ તેને સપનાના માધ્યમથી મળ્યા હતા, ઝંખના હવે તેના દુઃખને બરાબર સમજી ગઈ હતી..


આંટી, "મને ન્યાય જોઈએ.. મને સ્પર્શવાની શકિત જોઈએ.. એક સ્ત્રી થઇ તમે મારી પીડા નહિ સમજો તો કોણ સમજશે.!?"


ઝંખનાએ આંખમાં આંસુ લૂછતાં ફરી, અનન્યાના કપાળે હાથ ફેરવ્યો..


અનન્યાને પણ જાણે ઝંખનાના સ્પર્શની જ જરૂર હતી.. તેનો સ્પર્શ થતાં તે શાંત થઈ, પણ તેની આત્મા તો વ્યાકુળ જ હતી, તે તો તેની સાથે થયેલા અન્યાયનો બદલો ઈચ્છતી હતી, તે ઝંખનાને એકીટશે જોયા કરતી, તેની આસપાસ સતત ફર્યા કરતી. થોડી વારમાં તે અમિત પાસે આવતી..


પણ અમિતને અનન્યાની આત્માથી બચાવવા તેના હાથ ઉપર ગુરુ રક્ષા કવચ બાંધ્યું હતું.. પછી તેને અનન્યા ફરતે એક ચક્ર બનાવ્યું, જેથી તે ફરીથી કોઈને હાની ન પહોંચાડે.. તે ગુરુજીના સાનિધ્યમાં અને તેમની આજ્ઞા લઈ અનન્યાને મદદ કરવા માંગતી હતી.. હવે, તે સવાર પડવાની જ વાર હતી..


તેણે અમિતને કહ્યું, 'તું આરાધ્યાને ફોન કરી, તેના તેના પપ્પાને અહીં બોલાવી લે.. કદાચ તેના પપ્પાને જોઈ તે થોડી શાંત થાય.. અને તુ તારા ડેડીને પણ તારા રૂમમાં બોલાવી લે..


સોહમ બોલ્યો, "હું તો અહીં જ છું, અમિત, તુ ફ્કત આરાધ્યાને ફોન કર..


અનન્યા સાથે ખૂબ અન્યાય થયો છે, "હું તેને મદદ કરવા ઇચ્છું છું.!" પણ સોહમ -


એક શબ્દ પણ બોલીશ નહિ, હું તારી સાથે છું. આવતી કાલે ગુરુજી આવશે, "મને વિશ્વાસ છે, કોઈ રસ્તો જરૂર નીકળશે.."


અમિતે ફોન કરી, તેના પપ્પાને બોલાવી લીધા, તેમની સાથે આરાધ્યા પણ આવી..


તેના પપ્પા અને આરાધ્યાને જોઈ તે વધુ વ્યાકુળ બની..


"શું કારણથી આટલી મોડી રાત્રે અમને અહીં બોલાવ્યા છે.?, તમે સવારની વાર પણ ન જોઈ શક્યા.!? એવું તે શું કામ છે.!?" આવતાની સાથે સોહમ ને ગુસ્સામાં આવીને કહ્યું..


માઇન્ડ યોર લેગવેજ.. મારા ડેડ પર ગુસ્સે થવાનો તમને કોઈ હક નથી.! એક રાત શું જાગીને આવવું પડ્યું.!" (અમે તો કોણ જાણે કેટલી રાતોથી હેરાન થઇએ છીએ.!) મારા મોમ ડેડ કેટલાં દિવસોથી શાંતિથી સૂઈ શક્યા નથી.! એમના વચ્ચે એક દીવાલ ઊભી થઈ ગઈ છે, જે રહસ્ય કેટલાય વર્ષોથી છૂપુ હતું, તેં આજે જગ જાહેર થયું છે..!" અમિતે પણ પોતાના દિલની ભડાશ કાઢતા ગુસ્સામા કહ્યું..


અમિત, "તુ શાંતિ રાખ.." ગુસ્સો નહિ કર..


એક બાજુ અનન્યા તેના પપ્પાને જોતા ફરી ઉગ્ર બની, તેણે ચક્રમાંથી બહાર આવવા ધમપછાડા કર્યા.. પણ તે આ ચક્રમાંથી બહાર નીકળી શકી નહિ..


અનન્યા, "તું પણ શાંત થા..! તારા પપ્પા તારી પાસે જ છે..!


તેણે કહ્યું : આંટી, "મને મારા પપ્પા પાસે જવા દો.!" પ્લીઝ..


એકવાર કહ્યુંને તારા પપ્પા અહીં જ છે, "તું શાંત થા.!"


"આ શું માંડ્યું છે.!?" આ વિરુધ્ધ દિશામાં જોઈ, "તમે કોની વાત કરી રહ્યા છો.!?, આ મારા સમજની બહારની વાત કરી મને બિવડાવા માંગો છો, કે તમે લોકો પાગલ છો..


તમને કોઈ બિવડવા માંગતું નથી.! તમે તમારી દીકરીને જ પૂછી શકો છો, તેણે પણ બધું ખબર જ છે.. અમિતે કહ્યું..


આરાધ્યા, "આ લોકો શું કહી રહ્યા છે.!?, "તું શું જાણે છે.!?, જે હું નથી જાણતો.!?" અને "તું કેમ રડી રહી છે.!?, આ બધું શું છે.!?" તું તો કંઈ બોલ દીકરા..


પપ્પા, અનન્યા.! "આટલું બોલતાં બોલતાં ડૂમો ભરાઈ જતા, તે તેમને ભેટી પડી.."


"અનન્યાને શું થયું છે.!?, "કોઈ તો કહો..!"


સોહમે સાંત્વના આપતા કહ્યું: અનન્યા, "મૃત્યુ પામી છે."


તેઓ એક ઊંડી ચીસ પાડતા બેસી ગયા.. પોતાની દીકરીની મૃત્ય પર શોક કરવા લાગ્યા. રડવા લાગ્યા..


"આ જોઈ અનન્યા પણ રડવા લાગી.."


આંસુ લૂછતાં તે બોલ્યા, "મારી દીકરી સાથે શું થયું છે.!?" "તે કેવી રીતે મૃત્યુ પામી.!?, આવી તેની દશા કેવી રીતે થઇ.!?"


ઝંખનાએ અનન્યાની આપવીતી સંભળાવી દીધી.


મે એને કેટલા વિશ્વાસે માથેરાન મોકલી હતી, રાકેશ સાથે તેને પ્રેમ છે, આ વાતની ખબર નહોતી, જો ખબર હતે, તો હું તેને ક્યારે પણ પિકનિક પર નહિ મોકલતે.! તેના કેટલા બધા સપના હતા.! પણ એ સપનામાં રાકેશ પણ હતો.!, એ આજે ખબર પડી.! તેણે મારો વિશ્વાસ તોડ્યો.! આ એની સજા મળી છે.. પણ હવે હું શું કરી શકું.!? હું ક્યાં પણ મોઢું દેખાડવાને કાબિલ નહિ રહ્યો.! તમે મને માફ કરો.! મારી દીકરીને કારણે તમારા જીવનમાં તોફાન આવ્યું..


તમારી દીકરી સાથે અકથિત ઘટના બની છે, તેનો અફસોસ તેને છે, તેની આત્મા ન્યાય માટે તરસે છે, આવી ઉંમરે પ્રેમ થાય એ સ્વભાવિક છે, પણ તેની સાથે જે બન્યું તે ખોટું છે.! તમે પણ તેને માફ કરી દો, તેના આત્માને થોડી શાંતિ મળે..


"તે ક્યાં છે.!?"


ઝંખના એ બારી તરફ આંગળી ચીંધી..


"મને કેમ દેખાતી નથી.!" મારે તેને જોવી છે..


આ અશક્ય છે. તે તમને જોઈ રહી છે, તેને પોતાની ભૂલની ગ્લાનિ છે.! તમે માફ કરી દો.!


મે માફ કર્યું. પણ એને પૂછો , રાકેશ ક્યાં છે.!?


રાકેશનુ નામ સાંભળતા તે બેબાકળી બની, ફરી એકવાર પોતાનો આપો ખોયો..


રાકેશ ત્યાં રૂમમાં જ બંધ છે.. એને રોજ ઇન્જેકશન આપવામાં આવે છે.. મારામાં સ્પર્શવાની શકિત નથી, માટે હું તેને બચાવી શકું એમ નથી, તમે રાકેશ બચાવી લો..


સોહમે ઇન્સ્પેક્ટર ગઢવીને ફોન કરી, વહેલી સવારે ઘરે આવવા કહ્યું.. સાથે સાથે રાકેશના માતા-પિતાને પણ લાવવા કહ્યું..


હવે સવાર પડવાની તથા ગુરુજીના આવવાની જ રાહ જોવાતી હતી..જાણે સમયનો કાંટો ધીરે ધીરે ચાલી રહ્યો હતો.! આ રાત ઘણી જ લાંબી લાગી રહી હતી..


(ક્રમશઃ)


****


રાકેશ ક્યાં હશે.!?
ગુરુજી કેવી રીતે અનન્યાને મદદ કરશે.!?
અનન્યાને ન્યાય કેવી રીતે મળશે.!?


વાંચતા રહો દર મંગળવારે બપોરે બાર વાગ્યે માતૃભારતી પર untoward incident અનન્યા..


સ્વસ્થ રહો, ખુશ રહો, હસતા અને હસાવતા રહો, આપના પ્રતિભાવ આપતા રહો..


🙏જય શ્રી કૃષ્ણ🙏 🌺રાધે રાધે🌺