An untoward incident Annya - 17 books and stories free download online pdf in Gujarati

An untoward incident અનન્યા - ૧૭

આગળના ભાગમા અમિતને તેની મમ્મીની શક્તિ મળી, આ વાતથી તે બિલકુલ અજાણ હતો, બેડરૂમમાં અજાણી સુગંધ તેને આકર્ષી રહી હતી, તેને શ્વાસમાં ભરતાની સાથે જ તેને અનન્યા દેખાય છે, તેનું બદલાયેલું રૂપ અને અડધી રાતે તેને પોતાના બેડરૂમમાં જોઈને તે અચંબિત થઈ જાય છે, ઝંખના પછી અમિત જ અનન્યા મદદ કરી શકે તેમ હતો.. અને મિત્રને મદદ કરવા પણ હંમેશા તત્પર રહેતો હતો, પણ તે અનન્યાને ઓળખતો ના હોવાથી તેને મદદ કરવાની ના પાડે છે, પરંતુ અનન્યા તેને ઓળખે છે, હવે આગળ..


******


અજાણી સફરમાં કોઈ જાણીતો સંગ મળે છે..
અસંભવને સંભવતાની શક્યતાઓ મળે છે.!!
અજનબી થઈને આ રાહોમાં મદદગાર મળે છે..
કુદરતની કરુણામાં આ કેવો ન્યાય ભળે છે.!


તું રાકેશનો ફ્રેન્ડ છે, એ વાતની મને ખબર હતી, પણ હું રાકેશની મિત્ર છું, એ તને ખબર નહોતી.. આ વાત અમે અમારા દરેક મિત્રોથી પણ છુપાવીને રાખી હતી. કારણકે, "હું અમારી બદનામી ઇચ્છતી ન હતી.. મધ્યમ વર્ગીય પરિવારથી હોવાને કારણે મારું બધું જ ફોકસ ભણતર પર હતું." પણ.. બોલતાં બોલતાં તે અટકી ગઈ.!


પણ, "શું.?" "તારી આવી હાલત કેવી રીતે થઇ.?" અને "હું તને કેવી રીતે મદદ કરી શકું.!?" અમિતે કહ્યું..


કર્મ કોઈનો પીછો છોડતો નથી.. પછી, "તે સારા હોય કે ખરાબ.. પણ મને તો મારા સારા કર્મોએ જ આ સ્થિતિમાં મૂકી દીધી છે.."


મતલબ, "હું કંઈ સમજયો નહિ..!"


મેરિટ પ્રમાણે સુરતની જાણીતી કોલેજમાં એડમિશન મળ્યું.. આ કારણે હું ખૂબ ખુશ હતી, હું બરોડાથી સુરત ટ્રેનમાં જતી હતી.. બરોડાથી કોલેજ સુધી પહોંચવા માટે નવા કેટલાક મિત્રો બન્યા હતા, તેમાંથી એક રાકેશ પણ હતો..


રાકેશનું ઘર તો સુરતમાં છે.! બરોડા, "કેવીરીતે.!?"


હા, તેનું ઘર સુરતમાં જ છે. પણ બરોડામાં તેના દાદા દાદી રહે છે.. તે અઠવાડિયાના ચાર દિવસ બરોડા જ હોય છે.. અહીં તેના મમ્મી પપ્પા રહે છે..


મને આજે પણ યાદ છે, "જ્યારે હું ફૂલ છોડને પાણી આપી રહી હતી, ત્યારે પોતાની બાલ્કનીમાંથી મેં તેને જોયો હતો.." અકાળે જ આમારી નજર એકબીજા પર પડી. અને નજર પડતાંની સાથે તેણે ઇશારાથી મને હાથ કર્યો હતો.. હું મોઢું મચકાવી ઘરમાં જતી રહી.. પછી તો આ રોજનું થયું.. ("મારું બાલ્કનીમાં આવવું ને તેનો મને ઇશારો કરવો..")


એક દિવસ વહેલી સવારે હું જ્યારે બાલ્કનીમાં પાણી આપવા માટે આવી, ત્યારે તે મને ના દેખાયો. ત્યારે મેં તેની દસ મિનિટ સુધી વાર જોઈ.. ત્યાં ઊભી આજુબાજુ નજર કરી. પણ બાલ્કનીમાં કોઈ દેખાયું નહિ, તેથી હું ઘરમાં જઈ રહી હતી. એટલામાં કાગળનો એક ડૂચો મારી બાલ્કનીમાં આવ્યો. મે બબડતાં એ કાગળ ઉચકયો, તેમા લખ્યુ હતુ..


હેલો..
"ગુડ મોર્નિંગ...."
"માય નેમ ઈઝ રાકેશ,"
"આઈ વોન્ટ ટુ મીટ યુ .."
"શું તમે મને મળશો.?"
જો હા હોય, "તો મારા વોટસ અપ પર મેસેજ કરજો."


એ કાગળનો ડૂચો વાળી ફરીથી મે તેની બાલ્કનીમાં જ ફેંકી દીધો.. રૂમમાં જઈ ગુસ્સામાં ગેલેરીનો દરવાજો બંધ કરી દીધો.. ત્રણ-ચાર દિવસ સુધી પછી ગેલેરી માં આવી જ નહીં.. અને અચાનક એક દિવસ રેલ્વે સ્ટેશન પર અમારી મુલાકાત થઈ.. અમે બંને ટ્રેન ચૂકી ગયા હતા. બીજી ટ્રેન વીસ મિનિટ લેટ હતી..


મારી પાસે આવી તેણે કહ્યું: ("હું રાકેશ..") "તમારું નામ શું છે..?" છેલ્લા કેટલાય દિવસોથી તમે બાલ્કનીમાં દેખાતા નથી..!" તે દિવસની ભૂલ માટે હું માફી માગું છું..( સોરી.. )


"ઈટ્સ ઓકે.."


શું તમારું નામ રાણી છે..! તમારો અવાજ તેના જેવો જ છે..!

"ના.."


"વોટ ઇઝ યોર નેમ..!?"


મે મીઠી સ્માઈલ આપી, "મોઢું મચકોડ્યું.."


"મોઢું મચકોડવાની તમને આદત છે કે શું..!?"


"હું અજનબી સાથે વાતો નથી કરતી..!"


ઓ મેડમ, "હું ક્યાં અજનબી છું.?!" હું તો તમારો પાડોશી છું.. અફ્સોસ, તમે મને અજનબી સમજો છો.. આ તો રોજ સવારે તમને બાલ્કનીમાં જોઉં તો મારો દિવસ સારો જાય છે, તેથી તમને મળવા કહ્યું હતું. પણ, "તમે તો તમે જ છો.."


એની વે.. "વોટ ઇઝ યોર નેમ..!?"


બીજી વાર ક્યારે કહીશ.. હજુ થોડી ઓળખ વધુ થવા દો..
ઓહ, તો તમે બીજી વાર મને મળશો.!? (ઈટ્સ ઓકે..) "હું નેકસટ ટાઈમ માટે રાહ જોઇશ.."


શુક્રવારે ફરી રેલ્વે સ્ટેશન મળ્યા.. ત્યારે તેને કહ્યું બે દિવસ હું મમ્મી પપ્પાને ત્યાં રહીશ.. સોમવારે સાંજે આવીશ..


મેં કહ્યું: મતલબ, "મને કંઈ સમજાયું નહિ..!"


હું મારા દાદા દાદી સાથે રહું છું.. મમ્મી પપ્પાને સન્ડેની રજા હોય, તેથી બે દિવસ સુરતમાં રહું છું..


હવે કહેશો.. "વોટ ઇઝ યોર નેમ.!?"


નેક્સટ ટાઈમ મળીશું.. ત્યારે કહીશ..


ઓહ, રાહ જોઈશ આ નેકસ ટાઈમની.!! જ્યાં સુધી તમે નામ નહિ કહેશો, ત્યાં સુધી હું પૂછ્યા કરીશ.. "સુરતમાં કંઈ કોલેજ છે.?"


એન્જિનિયરિંગ કોલેજમાં..!?


ઓહ, પણ કંઈ.. "સુરતમાં તો કેટલીય કોલેજ છે.."


"સુરતની ફેમસ કોલેજ જ છે.."


ઓકે તમારી મરજી... તમારે કહેવું હોય તો કહો.. અને આ સારું છે, તમે મારા વિશે ઘણું જાણો છો.. પણ તમારા માટે હું અજનબી છું..


મને ખબર હતી કે રાકેશની અને મારી કોલેજ એક જ હતી. પણ, "મારે તેને કહેવું ન હતુ.."


એક દિવસ બાલકનીમાં તેને રોજની જેમ હાથ કર્યો.. અરાધ્યાએ પણ હાથ કર્યો.. તમારું નામ કાહેશો..


આરાધ્યા.. "તમારું નામ શું છે..?" તેણે પૂછ્યું..


આ તમારા અવાજને શું થયું.? આજે એકદમ અલગ સંભળાય છે.!!


મારા અવાજને શું થાય..! જેવો છે તેવો જ તો છે.. "તમે મારી દી સાથે વાત કરી હશે.!"


"તારી દી..!"


હા, "અમે બંને જુડવા છીએ."


જુડવા.. "હવે તું ખોટું બોલે છે. જુડવા તો પિચરોમાં હોય.." એવું હોય તો બોલાવ તારી જુડવા બહેનને.. (હું પણ તેણે જોઉં..)


આરાધ્યા બોલાવે તે પહેલાં જ અનન્યા ત્યાં આવી ગઈ..

બંને ને સાથે જોઈ તે જોતો જ રહ્યો. આંખો મસળતાં, માથું ખંજવાળતા ત્યાં જ સ્થિર થઈ ગયો.. આટલું બધું મળતાપણું..


એ દિવસ પછી ધીરે ધીરે, અમે બંને એકબીજાની નજીક આવતાં ગયાં.. એકબીજાને ઓળખતા થયા..મારો રાકેશ પર વિશ્વાસ વધતો ગયો.. છતાં, "રોજ કોઈ ને કોઈ બહાને હું તેને નામ કહેવાનું ટાળતી.. રાકેશ સ્ટેશન પર રોજ મારી વાર જોતો.. ટ્રેન ચૂકી જવાનો ભય મનમાંથી નીકળી ગયો અને રાકેશનો સાથ મને ગમવા લાગ્યો.."


એક દિવસ ફરી ટ્રેન ચૂકી ગયા. ત્યારે રાકેશે કહ્યું, હવે તો નામ કહી દે.. આટલા સમયથી આપણે એકબીજાને ઓળખીએ છીએ, ("શું હજુ પણ હું તારા માટે અજનબી છું..?") આજે રાતે હું તને મારું નામ કહી દઈશ.. બસ, આજનો દિવસ તું મને જે નામે બોલાવે છે, તે નામે જ બોલાવ.. મને તારા મોઢે આ નામ સાંભળવું ગમે છે..


ઓહ, "તો આજે મારો ઇંતજાર પૂરો થશે.. કોલેજ છૂટ્યા પછી હું તને મારા સુરતના ઘરે લઈ જઈશ.."


ના, "હું બીજીવાર ક્યારે આવીશ.. હું સાંજે સમયસર ઘરે પહોંચવા માંગુ છું.."


"તારી કોલેજ કંઈ છે..!?" હવે તો કહી દે..


સારું, ચાલ આજે આપણે સાથે કોલેજ જઈએ.. "શું મને તારી બાઈક પર લીફટ આપશે..!?"


તે દિવસે પહેલીવાર હું તેની સાથે બાઈક પર બેઠી.. એ દિવસે હું ઈચ્છતી હતી કે આ રસ્તાનો ક્યાંય અંત ના હોય..!


તેને મને ફરી પૂછ્યું: હવે, "તો તારી કોલેજનું નામ કહી દે.!"


જે તારી કોલેજ છે, ત્યાં જ મને મૂકી દે.. ત્યાંથી હું મારી કોલેજ જતી રહીશ.. મેં તેને હસતાં કહ્યું....


મતલબ, "તું મને કોલેજનું નામ કહેવા નથી માંગતી.!? હું મૂરખ છું, કે તને પોતાની માનું છું.." હા, "સાચું જ છે, આપણે અજનબી છીએ..!!" આ વાતથી હું જાણી શક્યો કે તને મારા પર અવિશ્વાસ છે.? તું મને અજાણ્યો જ માને છે..!


મારી કોલેજ આવી ગઈ.. "તું અહીંથી જઈ શકે છે..!?" (થેન્ક્યુ સો મચ..) એની વે... બાય મીસ. રાની.. હવે, "મને કોઈ ફરક નથી પડતો.." તમારે તમારું નામ કહેવું હોય તો કહો, આજ પછી હું તમને ક્યારેય નહીં પૂછું..


(ક્રમશ:)


********


" અનન્યાની મિત્રતા પ્રેમમાં કેવી રીતે બદલાશે..!?"

અમિત, "અજાણતાં તેઓને કેવી રીતે મદદ કરશે..?"

અનન્યા, "બરોડાથી સુરત હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરવાનું શા માટે વિચારશે.!?"


વાંચતા રહો દર મંગળવારે માતૃભારતી પર, An untoward incident (અનન્યા) તમારા અભિપ્રાય જરૂરથી આપશોજી.. એવી આશા સાથે દર્શના જરીવાળાનાં 🙏જય શ્રી કૃષ્ણ 🙏 🌺રાધે રાધે 🌺


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED