આગળના ભાગમાં અનન્યા રાકેશને રેલવે સ્ટેશન પર પહેલી વાર મળી હતી, તે તેનો પાડોશી હતો.. અને દાદા-દાદી સાથે બરોડા માં રહેતો હતો, તેઓની મિત્રતાને ઘણો સમય થયા, પછી પણ અનન્યાએ રાકેશને પોતાનુ નામ અને કઈ કોલેજમા અભ્યાસ કરે છે, તે કહ્યું નહોતું.. તેથી તે અનન્યાથી નારાજ થઈ જાય છે, હવે આગળ..
******
હોય વિશ્વાસ તો વાત કરજો તમે,
નહીં તો કોઈ ફરક અમને પડતો નથી.!
હજારોની ભીડમાં પણ હવે એક તમે,
પારકા થાઓ તો હવે કોઈ ફરક અમને પડતો નથી...
રાકેશની નારાજગી પણ યોગ્ય હતી.. તેને કેટલી વાર પૂછ્યું, છતાં પણ, "મેં તેને મારું નામ કહ્યું નહતું.." તે નારાજ થઈ મને ત્યાં જ મૂકી જતો રહે છે. મારી સામે જોતો પણ નથી. તેની આ હરકતે મારા મનમાં ઊંડે સુધી ઘા કર્યો, તે જઈ રહ્યો હતો, જાણે મારું બધું જ ત્યાં જ રોકાઈ ગયું, મારો સમય ત્યાં થોભી ગયો.. લેક્ચરમાં પણ મારું મન લાગતું નહોતું.. બસ, સાંજ પડવાની જ વાર જોતી હતી.
કોલેજ છૂટયા પછી જ્યારે તે બાઈક લઈને જઈ રહ્યો હતો, ત્યારે મેં તેને રોકીને લીફ્ટ માંગી.. તેણે મને લિફ્ટ આપી, પણ આખા રસ્તા પર કંઈ જ બોલ્યો નહીં, તેની ખામોશી મને ભીતરથી ચીરી નાખી હતી, હું ઈચ્છતી હતી કે, "તે ફરીથી એકવાર મને મારું નામ પૂછે.?! ફરીથી મને એકવાર કોલેજનું નામ પૂછે.!?" "ફરીથી એકવાર મને રાણી કહી બોલાવે.." હું એનો અવાજ સાંભળવા માટે આતુર હતી, પણ તે એક શબ્દ પણ બોલ્યો નહિ...માન્યુ કે મેં તારું દિલ દુખાવ્યું છે, "એ વાતનો મને આજે ઘણો જ અફસોસ છે." આ હું કેવી રીતે કહું એ સમજાતું નથી.?"
આ ખામોશી ચીરે છે હૃદય મારું,
દિલની વાત હોંઠો પર આવી શકશે નહિ.!
આ હૈયું બળે છે મારું પણ કેવું.?
મૌનની ભાષા તું સમજી શકશે નહિ.!
મેં કહ્યું: "તુ બોલતો સારો લાગે છે.." આમ, "ચૂપચાપ ક્યાં સુધી રહીશ..?" (તારી અને મારી કોલેજ એક જ છે..) તેથી તો આજે મે તારી પાસે લિફ્ટ માંગી હતી.. "બુધ્ધુ તને એટલી પણ સમજ નહિ પડી.!"
"અહીં ઉતરી જા.." (તેણે બાઈકને બ્રેક મારતા કહ્યું..)
સોરી.. કહેતા હું રડી પડી..
હવે આમ રડશે, "તો કેમ ચાલશે.!?" અજબ છે.. "નામ પૂછે તો બોલે નહિ, ને કંઈ બોલીએ તો રડી પડે..!" મેડમ, "બાઇક મુકવા મારે ઘરે આવ્યો છું.." હવે તો ઉતરો..
આંસુ લૂછતાં હું બોલી, ઘરેરે.. તું અહીં રહે છે.!
હા, આ અઠવાડિયે હું બરોડા જ રહેવાનો છું. અડધો કલાક પછી ફ્રેશ થઇ હું સ્ટેશને જઈશ.. તને કઈ વાંધો ના હોય તો આપણે અહીંથી સાથે જઇશું. અને જો લેટ થતું હોય તો રિક્ષા કરી તું જઈ શકે છે..
ના, આજે હું તારી સાથે જ જઈશ.. અહીં આવી છું, "તો તારું ઘર જોઈને જ જઈશ.." મને તારું ઘર નહિ બતાવે..
કેમ નહિ.. (પણ, મારા મમ્મી પપ્પા આઠ વાગ્યે આવશે..) ઘરમાં કોઈ નથી.. જો તને કોઈ પ્રૉબ્લેમ ના હોય તો.!
"તારે મને કોફી પિવડાવી પડે, માટે બહારથી જ રવાના કરવા માંગે છે.!"
એવું કંઈ જ નથી.. તું આવવા ઈચ્છે છે, "તો હું શું કામ ના કહું.? વેલ કમ ટુ માય હોમ.. મીસ. રાની.. પણ મને કોફી બનાવતા નથી આવડતી.. તારે જાતે જ બનાવી પડશે.!
સારું.. સારું.. "હું બનાવીશ.."
હું કોલેજમાં ફર્સ્ટ યરમાં ભણું છું..અને મારું નામ.. -
મને ખબર છે, તારું નામ અનન્યા છે, મને એ પણ ખબર છે કે તું મારી જ કોલેજમાં ભણે છે.. તે હસતા હસતા બોલ્યો.. પણ તને મારા પર વિશ્વાસ આવે.. અને તું તારી જાતે જ તારું નામ અને કોલેજનું નામ કહે, એની વાર જોતો હતો.. આખરે, "મેડમને મારા પર વિશ્વાસ આવ્યો ખરો.!"
રેલી, ("તને મારું નામ ખબર હતી.!")
હા, "મને તારું નામ ખબર હતી..." પણ મારા માટે તારો વિશ્વાસ ખુબ જરૂરી હતો.. આજે હું તારા પર નારાજ નહિ થતે, તો તું આજે મને નામ નહિ કહેતે..
અમિતએ કહ્યું: ઓહ, સ્ટ્રેજ.. તો રાકેશને તારું નામ પહેલાથી જ ખબર હતી..
હા, આજના જમાનામાં આસાનીથી દરેક વાત ખબર પડી જાય છે, "મારા ફ્રેન્ડ સર્કલ પાસે થી તેને ખબર પડી ગઈ હતી.."
વીતતા સમયની સાથે અમારી મિત્રતા ગાઢ બનતી જતી હતી, હું શનિવારે તેની સાથે તેના ઘરે જતી.. કારણકે મને તેનો સાથ ગમતો હતો, એથી વિશેષ મને તેની પર પૂરતો વિશ્વાસ હતો. દર વખતે અમે કોફી પીને બરોડા જવા નીકળતા.. તે દિવસે હું કિચનમાં કોફી બનાવી રહી હતી, ત્યારે છાના પગે આવી તેણે મારો હાથ પકડી લીધો. અને મને તેની તરફ ખેંચી જોરથી મને હગ કરી પ્રેમનો એકરાર કર્યો..
હું કંઈ સમજી શકી નહીં.. અને જોરથી એક થપ્પડ મારી દીધી.. મને તારી પર કેટલો વિશ્વાસ હતો, તે મને હગ શા માટે કર્યું.. હું ખૂબ રડી રહી હતી.. મને આ જરાક પણ નહિ ગમ્યું..
હું તને પ્રેમ કરું છું.. મને ખબર નહિ પડી, ક્યારે.? કેવીરીતે.? મને હતું કે, "તું પણ મને પ્રેમ કરે છે..?" આ મારા એક તરફી વલણ ને માફ કરી દે.. તેને મને સોરી કહ્યું..
તેણે સોરી કહેવાનું ચાલુ રાખ્યું. અને મે રડવાનું .. મારું રડવાનું બંધ ન થતાં, તેને મારો હાથ પકડી મને ફરીથી હગ કર્યું.
તેને મને કહ્યું: "હું તને ખૂબ જ પ્રેમ કરું છું, તને રડતા નથી જોઇ શકતો.." પ્લીઝ, "ચુપ થઈ જા.."
હવે હું અહીં રોકાવા નથી માંગતી, મારે હમણાં ને હમણાં મારે બરોડા જવું છે.. આ વિશે મને વિચારવાનો સમય આપ.. જો મને પ્રેમ નહિ થાય તો, "હું મારા રસ્તે ને તુ તારા રસ્તે.."
તો, "શું તું આપણી દોસ્તી પણ તોડી નાખશે..?"
દોસ્તી.. હવે રહી જ ક્યાં..? તારા તરફથી દોસ્તી પ્રેમમાં બદલાઈ છે.!
તો મારા પ્રેમને એક મોકો આપ.. જો તને મારા તરફ કોઈ ફિલિગ્સ ના થાય તો, "હું તારી જિંદગીમાંથી હંમેશા માટે જતો રહીશ.."
ફરીથી તેણે મને હગ કરવાની કોશીશ કરી.. ત્યારે મેં વિરોધ કરી કહ્યું : "ખોટો પ્રયત્ન કરીશ નહિ.. મને તો તું માફ કર.. ગુડ બાય મિસ્ટર. રાકેશ.. હું ફટાફટ ત્યાંથી જતી રહી.. સીધી રિક્ષા કરી સુરત સ્ટેશન ગઈ.. મેં તેની સાથે વાત કરવાનું બંધ કરી દીધું.."
અમારી દોસ્તીને જીવંત રાખવા તેણે ઘણા પ્રયત્ન કર્યા.. પણ કોણ જાણે હું કંઈ સમજી શકતી ન હતી.. મારી નારાજગી દિવસે ને દિવસે વધી રહી હતી..
એક દિવસ તેણે ખુબ ગુસ્સામા કહ્યું: "તને બહુ સોરી કહી દીધું, બહુ મનાવી લીધું.. પણ તને મારી થોડી પણ કદર નથી.. હવે તારી પાસે નહિ આવીશ.."
બીજે દિવસે સ્ટેશન પર જાણે રાકેશના હાવભાવ જ બદલાઈ ગયા.. તેને મારી ફ્રેન્ડ સાથે વાત કરવાનું શરૂ કર્યું.. મને તે ઈગ્નોર કરી રહયો હતો.. હું ત્યાં ઊભી છું.. એ વાતથી તેણે કોઈ ફરક પડતો ન હતો.. આ વાત થી મને ખૂબ જ ગુસ્સો આવી રહ્યો હતો.. મે મારા ગુસ્સા પર કાબૂ રાખ્યો.. ટ્રેનમાં મારી બાજુમાં બેસતો રાકેશ મારિયાની બાજુમાં બેઠો.
મને કોલેજ સુધી લિફ્ટ ન આપતા. મારિયાને પોતાની સાથે લઈ ગયો. આ જોઈ મને ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો.. મનમાં થયું કે મારિયાને બે ચાર થપ્પડ લગાવી દઉં..બે ત્રણ દિવસ સુધી તેઓના નાટક જોયા પછી, મારાથી સહન નહિ થતાં રાકેશને બધાની વચ્ચે એક તમાચો માર્યો..
તારો પ્રોબ્લમ શું છે.!? હું નથી તારું નામ લેતો કે નથી તારા રસ્તામાં આવતો.. શામાટે તમાશો બતાવે છે.? કયા હકથી તે મને તમાચો માર્યો.?! તારો બોય ફ્રેન્ડ છું.!, તારો લવર છું.. કયા હકથી મારી જિંદગીમાં આટલી દાદાગીરી કરે છે.! છે જવાબ કોઈ તારી પાસે..!?
(ક્રમશ:)
******
"શું રાકેશ ચરિત્રહીન હશે.!?"
"શું તે છોકરીઓને ફસાવતો હશે.!?"
"મારિયા સાથે તેનો શું સંબંધ હશે.!?"
દર મંગળવારે માતૃભારાતી પર An untoward incident (અનન્યા) વાંચતા રહો..આપના પ્રતિભાવ આપતા રહો...
આભાર 🙏
જય શ્રી કૃષ્ણ 🙏
રાધે રાધે 💐