An untoward incident Annya - 25 books and stories free download online pdf in Gujarati

An untoward incident અનન્યા - ૨૫

આગળના ભાગમા અમિત અનન્યા ને મદદ કરવા માટે પ્રોમિસ કરે છે, તેની મોમ અજાણ થઇ અમિતને સમજાવે છે, તેના ના સમજવાથી હવે સોહમ તેની પર ગુસ્સે થઈ જાય છે, ઝંખના સોહમની વિરુધ્ધ જવા માટે ના પાડી.. અને અમિતને પણ આ બધાથી ચક્કરોથી દૂર રહેવા કહે છે, આ જાણી અમિત તેની મોમને ચિંતા નહિ કરવાનું કહી, કોલેજ જવા નીકળે છે, ધૂળની ડમરી ઉઠતાં તે ગુરુ ટેકરી ગુરુજીના આશ્રમે પહોંચી જાય છે, જળ અભિષેક કરતા કોઈ અજાણ્યા સાધુ સાથે રકઝક થયા પછી તેમના આશીર્વાદ મળે છે, હવે આગળ...


******


જિંદગીની રાહો અસમંજસ ભરી, ને ઠોકરો ઘણી મળી;
કસોટી કરવાની રીત, ખુદા એ પણ અનોખી ધરી..
અજાણ્યા રસ્તે વાળીને, ગૂંચવણ ઊભી કરી;
રુખ બદલી હવા એ, પણ જાણીતી મંજિલ ધરી..


"આ શું.!?, અચાનક ઝંખનાની આંખો ખુલી, તો સપનું હતું.. ફરી સપનું.. આ તે કેવું સપનું.. તેણે ઘડિયાળમાં નજર કરી જોયું, "તો બપોરનાં પોણા પાંચ થયા હતા." તે ઉઠીને ગુંજનને જોવા ગઈ, તે શાંતિથી સૂઈ રહી હતી.. હવે, તેને તાવ પણ નહોતો.. માટે તેને હાશકારો અનુભવ્યો..


મોબાઈલમાં રીંગ વાગી..


ઝંખના: હા, "બોલ દીકરા..."


અમિત: મમ્મ, અમે ડુમ્મસ બીચ પર છીએ, આવતા થોડું મોડું થશે..


ઝંખના: "અચાનક, જવાનું નક્કી થયું.."


અમિત: " હા, તમે ચિંતા કરો તેથી મે તમને કોલ કરી જણાવ્યું.."


ઝંખના: "જલ્દી આવજે, મને તારી ચિંતા છે, અત્યારે તું ઘરની પરિસ્થિતિથી વાકેફ છે.."


"ડોન્ટ વરી મોમ, હું જલ્દી આવી જઈશ.."


ડોરબેલ વાગતાં તેણે દરવાજો ખોલ્યો, "તમે આવી ગયા.!"


હા.. "હજુ,અમિત નથી આવ્યો.."


ના, "તે તેના ફ્રેન્ડ્સ સાથે ડુમ્મસ બીચ ગયો છે, તેને આવતા થોડું મોડું થશે.!" આમ કહી તેણે સોહમને પાણીનો ગ્લાસ ધરી દીધો..


આમ, અચાનક ડુમ્મસ.! મને એવું લાગે છે, "છેલ્લા કેટલાય દિવસોથી તે આપણાથી ઘણું બધું છૂપાવી રહ્યો છે.!!" અમિત કોઈ વાતે સમજવા તૈયાર જ નથી.!! "તેને કેવી રીતે સમજાવું.!!" "કંઈ જ ખબર નથી પડતી.!!" "મને તેની ચિંતા થવા લાગી છે.." જુવાનીના જોશમાં આવીને કોઈ ભૂલ ના કરી બેસે, "આ ઉંમર તેની હરવા ફરવાની છે, મોજ મસ્તી કરી, પોતાના કેરિયરને સેટ કરવાની છે, અને આ ઉંમરે તે આત્માને મદદ કરવા વિચારે છે.." પહેલા તારી ચિંતા હતી, હવે તેની.!! શું કરું કંઈ સમજ નથી પડતી..! એમ કહી તેણે માથે હાથ મૂક્યો..


તમે ચિંતા નહિ કરો.. તે માથું દબાવતાં બોલી.. બધું ઠીક થઈ જશે.!


("ક્યારે!!") ક્યારે થશે.! "આ આશામાં ને આશામાં આટલા વર્ષો કાઢ્યા.. પણ સમસ્યા વધી રહી છે.!!"


હજુ વધશે.! અનન્યાને મદદ કરી દો.. તમારી સમસ્યાનો કાયમી નિરાકરણ આવી જશે. ગુંજને દખલગીરી કરતા કહ્યું.. એક મંદ સ્મિત સાથે તેઓની સામે જોઈ રહી હતી..


આ સાંભળી સોહમે ગુસ્સો કંટ્રોલ કર્યો..


ડોર બેલ વાગતા ઝંખનાએ દરવાજો ખોલ્યો, અરે તમે, આજે કેટલા દિવસ પછી આવ્યા..


"અમારા મેનેજર સાહેબ શું કરે છે.!?"


"કોણ છે," ઝંખુ.!?


"તારો યાર.."


અરે, ગઢવી તુ.. "અહીં બોલ બોલ કેમ આવવું થયુ.?"


નહિ ચા કે નહિ નાસ્તો... સીધુ શું કામ આવ્યો..!?


જો યુનિફોર્મ પહેરી પોલીસ આવે તો શું સમજવું..!? કોઈ કામ વગર તો આવે જ નહિ, બે વર્ષે મારી યાદ આવી..!


ના, આગતા સ્વાગતા.. સીધી ફરિયાદ.. હજુ તુ આવોને આવો જ છે.. કોઈ જ ફરક પડ્યો નથી.!! શું કામ વગર હું નહિ આવી શકુ..!


આવ.. આવ.. વેલ કમ માય હોમ.. તેણે હસતાં હસતાં કહ્યું..


ભાભી, મસાલાવાળી ચા મળે તો મજા આવી જાય.!!


હા, હા.. કેમ નહિ.!!


અચાનક, તુ અહીં.. કોઈ સમસ્યા છે..


હા, "તુ સાચું વિચારે છે.. તારી સોસાયટીમાં જ પાછળની શેરીમાં કેસ માટે આવ્યો છું.. બે અઢી મહિના થયા તો પણ કેસનું નિવારણ આવ્યું નથી.."


આશ્ચર્ય સાથે સોહમ બોલ્યો, "અમારી સોસાયટીમાં.!"


હા, "બરોડાની કોઈ છોકરીનું સુરત શહેરમાં અપહરણ થયું છે.. અહીંથી જતો હતો, તો થયું તને પણ મળી લઉં.."


"સારું કર્યું તુ આવ્યો.. એ બહાને તુ આવ્યો તો ખરો.."


બાય ધ વે, "અમિત કંઈ કોલેજમા છે.!?"


"તુ અહીં ઇન્કવાયરી કરવા આવ્યો છે.." -


આ લો તમારી મસાલા વાળી ગરમા ગરમ ચા..


થેન્ક્યુ ભાભી.. અરે, તે કોઈ જવાબ નહિ આપ્યો..


તેનુ એન્જિનિયરિંગમા લાસ્ટ યર છે, બી. એમ. કોલેજ વેસુમા..


"બી. એમ. કોલેજ.."


હા, "તો તે અનન્યા કેસમાં મને જરૂર મદદ કરશે.!!"


અનન્યા કેસ..


હા, અનન્યા કેસ.. (સાથે સાથે લાસ્ટ યર સ્ટુડન્ટ રાકેશ શર્માનુ અપહરણ થયાની શંકા છે.!!)


ઓહ..


તેની કોલેજ કેન્ટીનમાંથી રાજુ બિહારી પણ ગાયબ છે.. સીધો શક તેની પર જઈ રહ્યો છે.. અઢી મહિના થયા છતાં તે પકડમાં આવ્યો નથી.. કોઈ સોલ્યુશન નથી આવતું..


આ બધા ચકકરોમા તુ અમિતને નહિ ઘસાડતો.. તેનું લાસ્ટ યર છે.. ખોટું, "તેના માઈન્ડ પર અસર થશે.!"


"શું તમને આવી કોઈ વાત તેણે નથી કરી.!?"


ના, "નથી કરી.!" -


અંકલ, "જૂઠું શા માટે બોલો છો.!?" તમને અને તમારા આખા પરિવારને અનન્યા દી વિશે બધી જ ખબર છે.! ("ક્યાં ગયો અમિત.!?") ("ક્યાં ગઈ ગુંજન.!?") બંનેને અહીં બોલાવો.. આંટી, "તમે પણ તો મારી દીને મળ્યા છો ને.!!"


આરાધ્યા, "તને કોઈ ગલતફેમી થઈ રહી છે.!!"


ના, "ગઢવી અંકલ મને કોઈ ગલતફેમી નથી થઇ.!!"


"તું શા માટે અમારું ખોટું નામ લઈ રહી છે..!?" "અમે તારું શું બગાડ્યું છે.!?" ઝંખના બોલી..


મારી દીએ તમારું શું બગાડ્યું છે.!? આ ગુંજન જ કહેતી હતી કે અમિતે અનન્યા સાથે વાત કરી છે.! અને -


હું મજાક કરી રહ્યો હતો, એ તો બોલ..મિસ એકટીવા ગર્લ.. આમ સીધો આરોપ લગાવી, "તમે શું સાબિત કરવા માંગો છો.!?" અમિત બોલ્યો..


ઓહ, તારી જ કમી હતી.. સારું થયું તુ આવી ગયો.. અંકલ, હવે તમે જ આને પૂછી લ્યો..


હું તો અહી મારા મિત્રને મળવા આવ્યો છું, કોઈ પૂછપરછ માટે નહિ..


ઓહ, તો તમારા મિત્રનુ ઘર છે.! મને તો એવું લાગ્યું કે તમે ઇન્કવાયરી માટે અહી આવ્યા હશો.!!


એ છોકરી તું શું બોલી રહી છે.. તું સીધો ઇશારો અમારી પર કરે છે..! અમે તારી બેનના દોષી નથી..સમજી..


તમે અમિતને એરેસ્ટ કરો. હું બીજું કંઈ જાણતી નથી.. મને લાગે છે અમિત બધું જાણે છે.!!


અમારો અમિત કંઈ ગુનેગાર નથી.! આમ, મારા દીકરાને બદનામ નહિ કર. આરાધ્યા, વાતનું વતંગર નહિ કર.. ઝંખના ગુસ્સામાં આવીને બોલી..


ભાભી, રીલેક્સ.. ડોન્ટ વરી.. હું છું.. તમે ટેન્શન નહિ કરો.. હું હકીકત જાણું છું.. મારે તમારી મદદની જરૂર છે, હું તમારી પાસે આ કેસની ઇન્ફોર્મેશન લેવા જ આવ્યો છું. મને મદદ કરો..


"મારી મદદની શું જરૂર છે..!?"


તમને સારી રીતે ખબર છે.! તમે તો માં કાળી અને ગાયત્રી માના ભગત છો..


આ બધું મે ક્યારનું છોડી દીધું છે.


જેનો મને શક છે. એ સાચું છે, ઇ માટે જાણવું છે.!! મારી શંકાનું સમાધાન તમે જ કરી શકો છો..!?


"શું શંકા છે.!?"


"શું અનન્યાની ડેથ થઇ ગઈ છે.!!"


"હા.."


તે અહીં આવી હતી.!!


"હા.." ન્યાય માટે મારી શકિત તેને જોઈતી હતી.. પણ સોહમને આત્માના ચક્કરોમાં પડવું ગમતું નથી..! માટે હું તમને કોઈ મદદ નહિ કરી શકુ..


"શું આંટીએ આત્મા દેખાય છે.!?" મતલબ, "અમિતને પણ દેખાય છે.!!" મતલબ, ગુંજન સાચું કહી રહી હતી..


હા, આરૂ દેખાય છે..!! ગુંજન બદલાયેલાં અવાજે બોલી..


આરૂ.. દી જેવો જ અવાજ...


અનન્યા તું.. મે તને પ્રોમિસ આપ્યું હતું કે તને હુ સાંજે મળીશ.. તેની એક જ શરત હતી કે, "તુ ગુંજનના શરીરમાં પ્રવેશ નહિ કરે.!" અમિત બોલી પડ્યો..


"શરતો અને નિયમો માણસોને લાગે.!" આત્માને નહિ..


દી..દી.. આત્મા.. મારી દીની ડેથ થઇ ગઈ છે..! બોલતાની સાથે આરાધ્યા રડવા લાગી..


આરૂ, "તું રડ નહિ.. તારી બેન સાથે શું થયું, એ એને જ ખબર છે.. હું કોઈને છોડીશ નહિ.. લાલ બિહામણી આંખોના ડોળા ચઢાવી તે જોર જોરથી ચીસો પાડવા લાગી.. આજુબાજુની ચીજ વસ્તુઓ હવામાં અધ્ધર કરી અસ્ત વ્યસ્ત કરવા લાગી.. હું આ લોકોને મદદ માટે પોકારી થાકી ગઈ. પણ મને મદદ કરવા માટે તૈયાર નથી.. મારે આંટી પાસે શકિત જોઈએ છે."


એ શકિત તને એમ નહિ મળી શકે.. આ કોઈ જેવી તેવી શકિત નથી, તેના માટે તારે સક્ષમ થવું પડે.. અમિત બોલ્યો..


અમિત, તે મને પ્રોમિસ કર્યું છે.. એમ કહી ગુંજનનું માથું જોરથી દીવાલે અફાળ્યું.. ગુંજનની આંખમાંથી આંસુ આવી રહ્યા હતા.. તે થોડી વાર રડતી.. થોડી વાર હસતી.. ક્યારે દીવાલે માથું અફાળતી.. ક્યારે હવામાં અધ્ધર થતી..


ભાભી કંઈ કરો.. નહિ તો આ છોકરીને કંઈ થઈ જશે.. સોહમ તુ કંઈ બોલતો કેમ નથી..! તું કઈ કહે ભાભીને..


હવે જે કરવાનું છે.. એ હું જ કરીશ.. સોહમ ગુસ્સે થઈ ગુંજનનો હાથ પકડ્યો.. અને દેવસ્થાન તરફ ખેંચવા લાગ્યો.. પણ આ શું.!?


ગુંજનનું શરીર એકદમ ભારે થયું, તે ત્યાંથી સહેજ પણ ખસી નહિ.. તે વધુ ઉગ્ર બની.. તેને સોહમને ધક્કો મારી દીવાલ ભેગો કરી દીધો.. બસ, હવે બહુ થયુ.. તમારી ઉંમરની મે ઘણી જ મર્યાદા જાળવી.. આ કોઈ ઝંખના નથી, કે તમારો આદેશ માને.. !


સાચું કહ્યું, તે છોકરી.... તું મને ઓળખતી નથી, આ સોહમ છે, અને સોહમ મહાદેવનો ભક્ત છે.. હવે તું જો.. એમ કહી તેણે શિવ તાંડવ સ્તોત્રનું ઉચ્ચારણ કર્યું.. જેવું ઉચ્ચારણ કર્યું.. તેમ ગુંજનનો કોપ વધવા લાગ્યો.. તેં હૈયા ફાટ રુદન કરવા લાગી.. તે ગુંજનનાં શરીરને અસહ્ય પીડા આપી રહી હતી..


ડેડ, હુ તેને સમજાવું છું. પ્લીઝ, તમે ગાવાનું બંધ કરો.. હું ગુંજનને આ રીતે પીડામાં નહિ જોઈ શકું.."


આ વખતે નહિ, એને અહીંથી જવું જ પડશે.! આ આપણું ઘર છે.. કોઈ આત્માઓનું ઘર નહિ..!


દી, "તું શાંત થઈ જા.. હું તને આ રીતે તડપતા નહિ જોઈ શકું, આ શું થઈ ગયું.!? તુ મને આ રીતે મળશે., એ મે સપને પણ વિચાર્યું નહોતું..


મારે મુકિત જોઈએ, હું મારી સાથે થયેલા અન્યાયનો બદલો લઈને જ રહીશ.. હું નહિ જઈશ, હું અહીંથી નહિ જઈશ.. આંખોના ડોળા ગોળગોળ ફેરવી ડરાવણું હસવા લાગી..


સોહમ, આ કેસ અલગ જ મોડ પર જઈ રહ્યો છે.. તેની સાથે શું થયું, તે જાણવું ખૂબ જ જરૂરી છે. જીવતાને બધા મદદ કરે, તુ મરેલાને કર.. છેલ્લીવાર... તું માણસાઈ બતાવી દે, મારા યાર..


પ્લીઝ, અંકલ મારી બેનને મુકિત અપાવા આંટીને કહો.. આંટી, પ્લીઝ.. આટલું કહી તે ત્યાં જ બેહોશ થઈ ગઈ..


આ વાતથી મને નફરત થઇ છે, ફરીથી મારો પરિવાર આત્માના ચકકરમાં મુસીબતમાં ફસાયો છે.. માણસાઈ બતાવી.. હવે હું થાકી ગયો છું.. આ વખતે નહિ મતલબ નહિ..


અમિત બોલ્યો: " ડેડ, કોઈ આટલું કઠોર કંઈ રીતે હોય શકે.!?"


(ક્રમશઃ)


અમિત હવે શું કરશે.!?
આરાધ્યા અને ગઢવી સરની વાતોથી સોહમ શું કરશે.!?
અનન્યા સાથે કંઈ ઘટના બની.!?


, દર મંગળવારે માતૃભારતી પર An untoward incident (અનન્યા)ને વાંચતા રહો, હસતા અને હસાવતા રહો... ઘરમાં રહો, સ્વસ્થ રહો, મસ્ત રહો.. આપના પ્રતિભાવ આપતા રહો..🙏જય શ્રી કૃષ્ણ🙏 🌺🌺રાધે રાધે🌺🌺

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED