દિલ: એ સ્ટોરી ઓફ ફ્રેન્ડશીપ.

(57)
  • 53.2k
  • 12
  • 18.8k

ભાગ-1: નવા શહેરમાં આગમન "એકવાર ચેક કરી લેજે કે બધો સામાન આવી ગયો છે કે નહીં." કાવ્યાએ પેકિંગ કરેલું સામાનનું છેલ્લુ બોક્સ નીચે ઉતારતા કહ્યું. "પછી કોઈ વસ્તુ રહી જશે તો હું ફરી ધક્કા નહીં ખાઉં કહી દઉં છું તને અત્યારથીજ. મારે પછી ખોટી માથાકૂટ ના જોઈએ." "અરે હા, મારી માં! બધો જ સામાન આવી ગયો છે. તારે પેનીક થવાની જરાય જરૂર નથી અને કાંઈ રહી જશે તો હું જાતે લઈને આવીશ બસ. તારે એકપણ ધક્કો ખાવો નહીં પડે." દેવે અકળાઈને હાથ જોડીને કહ્યું. "જા હવે જલ્દી જઈને ટ્રકવાળા ભાઈને પૈસા આપીને આવ." કાવ્યાએ દેવને ફ્લેટની બહાર હડસેલતા કહ્યું. "હા

Full Novel

1

દિલ: એ સ્ટોરી ઓફ ફ્રેન્ડશીપ. - ભાગ-1: નવા શહેરમાં આગમન

ભાગ-1: નવા શહેરમાં આગમન "એકવાર ચેક કરી લેજે કે બધો સામાન આવી ગયો છે કે નહીં." કાવ્યાએ પેકિંગ કરેલું છેલ્લુ બોક્સ નીચે ઉતારતા કહ્યું. "પછી કોઈ વસ્તુ રહી જશે તો હું ફરી ધક્કા નહીં ખાઉં કહી દઉં છું તને અત્યારથીજ. મારે પછી ખોટી માથાકૂટ ના જોઈએ." "અરે હા, મારી માં! બધો જ સામાન આવી ગયો છે. તારે પેનીક થવાની જરાય જરૂર નથી અને કાંઈ રહી જશે તો હું જાતે લઈને આવીશ બસ. તારે એકપણ ધક્કો ખાવો નહીં પડે." દેવે અકળાઈને હાથ જોડીને કહ્યું. "જા હવે જલ્દી જઈને ટ્રકવાળા ભાઈને પૈસા આપીને આવ." કાવ્યાએ દેવને ફ્લેટની બહાર હડસેલતા કહ્યું. "હા ...વધુ વાંચો

2

દિલ: એ સ્ટોરી ઓફ ફ્રેન્ડશીપ. - ભાગ-2: તકરાર

ભાગ-2: તકરાર "કાવ્યા,ચાલ ઉઠ. સાત વાગી ગયા છે. રેડી થઈ જા, થોડી વારમાં આપણે નીકળીએ." દેવે કાવ્યાના માથે હાથ કહ્યું. કાવ્યા ઉઠીને ફ્રેશ થાય છે એટલામાં એના ફોનની રિંગ વાગી. દેવે ફોન ઉપાડીને કહ્યું,"હેલો! હુ ઇસ ધીસ?" સામે છેડેથી તેને કોઈક પુરૂષનો એકદમ ઘેરો,રૂઆબદાર અવાજ સંભળાયો,"હેલો, આઈ એમ મિસ્ટર રઘુવીર રાઠોડ. મે આઈ સ્પીક ટુ કાવ્યા?" દેવે કાવ્યાને ફોન આપ્યો અને પોતે દીવાલને અડીને ઉભો રહયો. કાવ્યાએ 5 મિનિટ સુધી એ માણસ સાથે વાત કરી," હા. હા. ચોક્કસ. કાલે સવારે શાર્પ 11 વાગે હોટેલ ગ્રાન્ડ ભગવતીમાં. ડન." કાવ્યાએ ફોન કટ કર્યો. "કોનો ફોન હતો?" દેવે જાણવાની આતુરતાથી પૂછ્યું. કાવ્યા ...વધુ વાંચો

3

દિલ: એ સ્ટોરી ઓફ ફ્રેન્ડશીપ. - ભાગ-3: ભૂતકાળનાં સંસ્મરણો

ભાગ-3: ભૂતકાળનાં સંસ્મરણો કાવ્યા દેવને ઉતારીને હોટેલ ગ્રાન્ડ ભગવતી પહોંચી. પોતાની કાર પાર્ક કરીને તે કેફેમાં બૂક કરેલા ટેબલ જઈને બેઠી. બેઠા બેઠા તે પોતાનું લેપટોપ ટેબલ પર મૂકીને પોતાનું પ્રેઝન્ટેશન જોવા લાગી. એટલામાં સૂટ બુટમાં તૈયાર બે આશરે પચાસ વર્ષના માણસો તેના ટેબલ આગળ આવે છે. ઉંમર પચાસ વર્ષ હશે, પણ તેમની ચાલવાની ઢબ, ડ્રેસિંગ સેન્સ અને એટીટ્યુડ આજકાલના યંગસ્ટર્સને પણ શરમાવી દે તેવો હતો. એમની ચાલમાં એક રુઆબ દેખાતો હતો. "હાય, યુ મસ્ટ બી કાવ્યા, રાઈટ? આઈ એમ રઘુવીર રાઠોડ." "યસ, યસ. હેલો." કાવ્યાએ આવકારતા કહ્યું. "મીટ મિસ્ટર રાજદીપ રાઠોડ." રઘુવીરે બીજા માણસનું ઇન્ટ્રોડક્શન આપ્યું. "અમે તમારા ...વધુ વાંચો

4

દિલ: એ સ્ટોરી ઓફ ફ્રેન્ડશીપ. - ભાગ-4: સંઘર્ષની શરૂઆત

ભાગ-4: સંઘર્ષની શરૂઆત વર્ષ:2012 પુરપાટ દોડતી ટ્રેન ધીમી પડી અને પ્લેટફોર્મ નં.3 ઉપર આવીને ઉભી રહી. એક હાથમાં સૂટકેસ પોતાની પાછળ કોલેજ બેગ ભરાવીને દેવ ટ્રેનમાંથી નીચે ઉતર્યો. આંખોમાં અનેક સપના અને જુવાનીના જોશ સાથે પોતાની કારકિર્દી બનાવવા માટે દેવ સુરત આવી પહોંચ્યો. પ્લેટફોર્મ પરની માનવમેદની માંથી પોતાની જગ્યા બનાવતા જેમ તેમ કરીને તે રેલવેસ્ટેશનની બહાર આવી પહોંચ્યો. આજે પહેલી વખત તે પોતાના ઘરથી દૂર એકલો આવ્યો હતો. આટલી બધી ભીડ તેણે આજે પ્રથમ વખત જોઈ. એક ગામડામાં રહેલો કિસાનપુત્ર આજે આટલા મોટા મહાનગરની જમીન પર ઉભો હતો. ભણવામાં તેજસ્વી હોવાથી તેને સુરતની ખૂબ જ પ્રતિષ્ઠિત કોલેજમાં સ્કોલરશીપ સાથે એન્જીનિયરિંગમાં ...વધુ વાંચો

5

દિલ: એ સ્ટોરી ઓફ ફ્રેન્ડશીપ. - ભાગ-5: કોલેજનો પ્રથમ દિવસ

ભાગ-5: કોલેજનો પ્રથમ દિવસ દેવ સવારે વહેલા ઉઠી ગયો અને તૈયાર થઈને ભગવાનની પૂજા કરવામાં વ્યસ્ત થઈ ગયો. આજે કોલેજનો પહેલો દિવસ હતો. તેણે ભગવાનને પ્રાર્થના કરી, "હે ભગવાન! આજથી હું મારી કારકિર્દીની શરૂઆત કરવા જઈ રહ્યો છું. મને શક્તિ આપજે કે હું મારા કામમાં સફળતા પ્રાપ્ત કરું. મારા ઉપર તમારી કૃપા બનાવી રાખજો." દેવે ભગવાનને હાથ જોડ્યા. "લવ ઉઠ. હું કોલેજ જાઉં છું, આજે પહેલા દિવસે મારે લેટ નથી થવું." દેવે કોલેજ જવા તૈયાર થતાં કહ્યું. "તું જા. હું આવું છું પછીથી." લવે તાકીયામાં માથું નાખેલું રાખી હાથ હલાવતા દેવને કહ્યું. દેવ કોલેજ જવાં નિકળ્યો. વચ્ચે રસ્તામાં તે ગાર્ડન ...વધુ વાંચો

6

દિલ: એ સ્ટોરી ઓફ ફ્રેન્ડશીપ. - ભાગ-6: મિત્રતાની શરૂઆત

ભાગ-6: મિત્રતાની શરૂઆત દેવ સાંજે કેફેમાં પહોંચ્યો. તે પોતાનું કામ કરી રહ્યો હતો. એટલામાં તેને ઇશીતાને કેફેની અંદર આવતા તે આવી અને બાજુમાં જ્યાં સ્ટેન્ડ અપ અને બીજા શો માટેની જગ્યા હતી ત્યાં ટેબલ ઉપર જઈને બેસી ગઈ. તેણે પોતાની ડાયરી કાઢી અને સાથે પોતાનું ગિટાર કાઢ્યું. પોતાનું ગિટાર સેટ કર્યું અને તે પ્રેક્ટિસ કરવા લાગી. અચાનક દેવને યાદ આવ્યું કે તે જ્યારે જોબ માટે અહીં આવ્યો હતો ત્યારે જ એને જોઈ હતી, જે ગિટાર લઈને બેસી હતી. હવે તેને સમજાયું કે ઇશીતાનો ચહેરો તેને કેમ જાણીતો લાગતો હતો. દેવ તેની પાસે ગયો. ઇશીતા પોતાની ધૂનમાં જ હતી. "વુડ ...વધુ વાંચો

7

દિલ: એ સ્ટોરી ઓફ ફ્રેન્ડશીપ. - ભાગ-7: સરપ્રાઈઝ

ભાગ-7: સરપ્રાઈઝ વર્ષ:2013 સાંજના છ વાગ્યાનો સમય હતો. સૂરજ આથમવાની તૈયારી કરી રહ્યો હતો. ડુમ્મસનાં દરિયાકિનારે બેઠા બેઠા ત્રણેય મસ્તી કરી રહ્યા હતા. ઇશીતા ગિટારની ધૂન છેડી રહી હતી અને સાથે સાથે ગીત ગાઈ રહી હતી. લવ તેનો વિડિઓ ઉતારી રહ્યો હતો. "અત્યાર સુધી પંદર વિડિઓ હું ઉતારી ચુક્યો છું. આ લાસ્ટ વિડિઓ છે. હું નહીં ઉતારું હવે. ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી સારી આવડે એટલે એવું નહીં કે દરવખતે મારા જ હાથમાં ફોન પકડાવી દેવાનો." લવે અકળાઈને કહ્યું. "તું તો મારી સૌથી પાક્કો દોસ્તાર નહીં? આટલું તો તું કરી જ શકે ને મારા માટે." ઇશીતાએ મસ્કા મારતા કહ્યું. "કેટલી મીઠડી ...વધુ વાંચો

8

દિલ: એ સ્ટોરી ઓફ ફ્રેન્ડશીપ. - ભાગ-8: વણબોલાયેલી વ્યથા

ભાગ-8: વણબોલાયેલી વ્યથા દેવ હાથમાં કેકનો ટુકડો પકડીને આંખો પહોળી કરીને આશ્ચર્યમાં ઉભો રહી ગયો. તેને ખબર ના પાડી શું થઈ રહ્યું છે. હમણાં રાશી તેને બોયફ્રેન્ડ બનાવવાની વાતો કરી રહી હતી અને પહેલેથી જ એતો લવની ગર્લફ્રેન્ડ છે. દેવે ઈચ્છા વગર મજબુરીમાં રાશીને કેક ખવડાવી. "ઇટ્સ પાર્ટી ટાઈમ, ગાઈઝ. યુ...હુ..." લવે ચિચિયારીઓ પાડતા કહ્યું. પૂરો માહોલ સેટ હતો. ડીજે, લાઉડ સ્પીકર, કોલ્ડડ્રિંક્સ, ડોમીનોઝના પીઝા. પાર્ટી શરૂ થઈ. બધા ખૂબ નાચ્યાં. પાર્ટી કરી. "ચાલો, હું નીકળું હવે. બહુ મોડું થઈ ગયું છે." ઇશીતાએ ઘડિયાળ જોતાં કહ્યું. "થોડી વાર રોકાઈ જાને હવે, પછી આ રાશી પણ જાય જ છે." લવે ...વધુ વાંચો

9

દિલ: એ સ્ટોરી ઓફ ફ્રેન્ડશીપ. - ભાગ-9: શંકા

ભાગ-9: શંકા વર્ષ:2014 "ક્યાં ખોવાઈ ગયો છે આજકાલ. હમણાંથી તો તું અમને મળતો પણ નથી અને ના હોસ્ટેલ ઉપર છે કે ના ફ્લેટ પર. ક્યાં છો સાહેબ આજકાલ?" દેવે ફોન ઉપર પૂછ્યું. "છોકરી મળી ગઈ એટલે આપણને ભૂલી ગયો છે."ઇશીતાએ કહ્યું. "ગાઈઝ, એવું કંઈ નથી. મારે તમને કંઇક કહેવું છે. આજે સાંજે મળીએ આપણાં અડ્ડા ઉપર." કહીને લવે કોન્ફરન્સ કોલ કટ કર્યો. સાંજે ત્રણેય મિત્રો તેમના અડ્ડા ઉપર ભેગા થયા. લવ ચૂપચાપ ઉભો રહ્યો અને દેવ અને ઇશીતા બેઠા હતા તેમની સામે આંટા મારવા લાગ્યો. "મોઢા માંથી ભસીસ હવે કે શું થયું? આજે અચાનક કેમ અમે સાંભરી આવ્યા તને." ...વધુ વાંચો

10

દિલ: એ સ્ટોરી ઓફ ફ્રેન્ડશીપ. - ભાગ-10: ઝઘડો

ભાગ-10: ઝઘડો બે મહિના બાદ ફરી દેવ સુરત આવ્યો. એકદમ દુઃખી, લાચાર થઈને તે હોસ્ટેલના રૂમમાં પહોચ્યો. તેને થોડો એકલા રહેવું હતું. દેવને સુરત આવ્યે અઠવાડિયું થઈ ગયું પણ ના લવનો કોલ આવ્યો કે ના ઇશીતાનો. લવ પણ જાણે હોસ્ટેલ ઘણા સમયથી આવ્યો ના હોય એવું તેના સામાન ઉપરથી દેવને લાગ્યું. દેવથી રહેવાયું નહીં. તેણે લવને કોલ કર્યો,"હેલો, ક્યાં છે? હું અઠવાડિયાથી હોસ્ટેલ આવી ગયો છું. ભાન બાન પડે છે કે નહીં." દેવે ગુસ્સાભર્યા અવાજમાં લવને કહ્યું. "સોરી યાર, મારા મગજમાંથી જ નીકળી ગયું હતું. હમણાં બિઝી છું, પછી કોલ બેક કરું તને. ચલ,બાય." કહીને તેણે ફોન મૂકી દીધો. ...વધુ વાંચો

11

દિલ: એ સ્ટોરી ઓફ ફ્રેન્ડશીપ. - ભાગ-11: મિત્રતામાં તિરાડ

ભાગ-11: મિત્રતામાં તિરાડ દેવ હોસ્ટેલના ટેરેસ ઉપર જઈને એકલો બેઠો. બેઠા બેઠા તે તેના ફોનમાં કોલેજકાળમાં લીધેલા તમામ ફોટોગ્રાફ્સ રહ્યો હતો. એન્જીનિયરિંગનો અભ્યાસ પૂરો કર્યાનો તેના ચહેરા ઉપર સંતોષ દેખાઈ રહ્યો હતો. તેણે પહેલી વાર સુરત આવ્યો હતો ત્યારનું તેનું પોતાની જાતને આપેલું વચન યાદ કર્યું અને તેને પુરા કર્યાની ખુશી દેખાઈ ચહેરા ઉપર દેખાઈ રહી હતી. તેને પોતાના મૃતપ્રાયઃ પિતા યાદ આવ્યાં. તેને ઇશીતા અને લવ યાદ આવ્યા. તેણે પોતાનો ગુસ્સો બાજુમાં મુક્યો અને ફરીથી તેમને મળવાનું નક્કી કર્યું. તેણે સોરી કહીને ફરીથી જુનાં દિવસોની જેમ ભેગા થઈ જવાનું વિચાર્યું. તેને એ લોકોની સાથે વિતાવેલો સમય યાદ આવ્યો. ...વધુ વાંચો

12

દિલ: એ સ્ટોરી ઓફ ફ્રેન્ડશીપ. - ભાગ-12: માફી

ભાગ-12: માફી "મારી આ રામાયણમાં હું તને પૂછવાનું જ ભૂલી ગયો, કેવી રહી તારી મિટિંગ? મળી ગયો પ્રોજેકટ?" દેવને યાદ આવતા પૂછ્યું. "મિટિંગ સારી રહી. અને ફાઇનલી મને ડીલ મળી ગઈ છે. બહુ મોટો પ્રોજેકટ છે. પણ એક પ્રોબ્લેમ છે." કાવ્યાએ ચિંતા દર્શાવતા કહ્યું. "શુ પ્રોબ્લેમ છે?" "પંદર દિવસમાં જ બધુ ઉભું કરવાનું છે. આટલા શોર્ટ ટાઈમમાં બહુ લોડ પાડવાનો છે." કાવ્યાએ દેવને કારણ જણાવ્યું. "તું ચિંતા ના કર. હું તારી સાથે જ છું, આપણે બધું પરફેક્ટ અરેન્જ કરી દઈશું." દેવે કાવ્યની ચિંતા હળવી કરતા કહ્યું. "પણ મને એ માણસો થોડા ઘમંડી હોય એવું લાગ્યું. એમાંથી એકે તો મને ...વધુ વાંચો

13

દિલ: એ સ્ટોરી ઓફ ફ્રેન્ડશીપ. - ભાગ-13: શોધખોળ

ભાગ-13: શોધખોળ "ઇશીતા ક્યાંક ગૂમ થઈ ગઈ છે. સવારે નવ વાગ્યાની ઘરેથી નીકળી છે પણ હજી સુધી ઘરે પાછી આવી." લવે ચિંતિત સ્વરે કહ્યું. "વોટ? ક્યાં ગઈ તો એ?" દેવે કહ્યું. "ખબર નહીં, પણ મને લાગે છે એ કંઈ પ્રોબ્લેમમાં છે. ફોન પણ નથી ઉઠાવતી. ક્યાં ગઈ હશે?" લવ ચિંતામાં આંટા મારવા લાગ્યો. "ચાલ, હમણાં જ જોઈને આવીએ." દેવે જવાબ આપ્યો. "હા, પણ આટલા વાગ્યે જશો ક્યાં?" કાવ્યાએ સવાલ કર્યો "મને અમુક જગ્યા ખબર છે જ્યાં એ કદાચ ગઈ હોઇ શકે. તું ઘરે રહે અમે બંને જઈને ચેક કરી આવીએ." દેવે કાવ્યાને ઘરે રહેવા કહ્યું. દેવ અને લવ બંને ...વધુ વાંચો

14

દિલ: એ સ્ટોરી ઓફ ફ્રેન્ડશીપ. - ભાગ-14: પુનઃમિલન

ભાગ-14: પુનઃમિલન "જે થઈ ગયું એને ભૂલી જા અને હવે જે કરી શકે છે એના ઉપર ધ્યાન કેન્દ્રિત કર. એનો હાથ પકડી લે અને આ અંધકારમાંથી ખેંચીને એને અજવાળા તરફ લઈ આવે. એને એના બેસ્ટફ્રેન્ડની જરૂર છે અને એ તારા વગર કોઈ કરી શકે એમ નથી. હું તારી સાથે છું."કાવ્યાએ દેવના માથામાં હાથ ફેરવતા કહ્યું. તેણે આગળ કહ્યું,"હમણાં આ સમય પસ્તાવો કરીને રડવા બેસવાનો નથી. એને એક ખરાબ સ્વપ્ન સમજીને ભૂલી જા. ના એમનો કોઈનો દોષ હતો કે ના તારો. એ વખતે પરિસ્થિતિ જ કંઈક એવી હતી કે કોઈના કંટ્રોલમાં નહોતી. પણ અત્યારે પરિસ્થિતિ તારા હાથમાં છે. એટલે આ ...વધુ વાંચો

15

દિલ: એ સ્ટોરી ઓફ ફ્રેન્ડશીપ. - ભાગ-15: ખુલાસો

ભાગ-15: ખુલાસો કાવ્યાએ તરત પેલા વ્યક્તિઓને જોઈને દોટ મૂકી અને ઇશીતાના રૂમ આગળ આવીને ઉભી રહી ગઈ. તે પેલા સીડીઓથી નીચે ઉતારતા જોઈ રહી. કાવ્યાના ચહેરા ઉપર ચિંતાની રેખાઓ દેખાઈ રહી હતી અને મનમાં મનોમંથન ચાલી રહ્યું હતું. રૂમ આગળ આમ કાવ્યાને વિચારોમાં ખોવાયેલી જોઈને દેવ રૂમની બહાર આવ્યો. "ઓ મેડમ, ક્યાં ખોવાઈ ગઈ?" દેવે ચપટી વગાડી કાવ્યાનું ધ્યાનભંગ કરતા કહ્યું. "આ હમણાં અહીં આ રૂમમાંથી જે લોકો નીચે ગયા એ કોણ હતા?" કાવ્યાએ પોતાના મનના વિચારોનો ઉકેલ મેળવવા પ્રશ્ન કર્યો. "હમણાં ગયાં એ? એતો ઇશીતાના પેરેન્ટ્સ અને એનો ભાઈ હતા." દેવે જવાબ આપ્યો. કાવ્યા એ સાંભળીને હેરાન થઈ ...વધુ વાંચો

16

દિલ: એ સ્ટોરી ઓફ ફ્રેન્ડશીપ. - ભાગ-16: સમજાવટ

ભાગ-16: સમજાવટ "હેલો, ઇસ ધીસ મિસ્ટર ચિરાગ રાઠોડ સ્પીકિંગ?" કાવ્યાએ ફોન પર પૂછ્યું. "યસ, સ્પીકિંગ. તમે કોણ?" સામે છેડેથી મળ્યો. "આઈ એમ કાવ્યા, વેડિંગ પ્લાનર. શું આજે સાંજે તમે ફ્રી છો?" "ઓહ યસ, યસ." "મારે તમને થોડી વાત કરવી હતી આ વેડિંગ વિશે." "હા, બોલો શું વાત કરવી છે?" "ફોન પર નહીં, સાંજે પાંચ વાગે હોટલ ગ્રાન્ડ ભગવીમાં મળીને? ઇફ યુ ડોન્ટ માઈન્ડ." કાવ્યાએ પ્રસ્તાવ મુક્યો. "યા, સ્યોર." "થેંક્યું સો મચ." કહીને કાવ્યાએ ફોન કટ કરી દીધો. કાવ્યાએ ફરી ફોન હાથમાં લીધો અને વોટ્સએપમાં ગ્રુપમાં મેસેજ કર્યો,"આજે સાંજે શાર્પ પાંચ વાગે, હોટલ ગ્રાન્ડ ભગવતી." સેન્ડ કરીને ગેલેરીમાં ઉભા રહીને ...વધુ વાંચો

17

દિલ: એ સ્ટોરી ઓફ ફ્રેન્ડશીપ. - ભાગ-17: તમાશો

ભાગ-17: તમાશો કાવ્યાએ ચિરાગને ફોન લગાવ્યો,"હેલો, શું તેં તારા પપ્પા સાથે વાત કરી?" "ના, મારી હિંમત નથી થઈ. તે જ તૈયાર નથી." ચિરાગે જવાબ આપ્યો. "ઓકે." કહીને કાવ્યાએ તરત ફોન કટ કરી નાખ્યો. તરતજ તેણે ઇશીતાને ફોન લગાવ્યો અને એજ પ્રશ્ન પૂછ્યો. ઇશીતાએ પણ ચિરાગ જેવો જ જવાબ આપ્યો. કાવ્યા ફોન કટ કરીને વિચારોમાં ખોવાઈ ગઈ. ****************************** આખરે લગ્નનો એ દિવસ આવી ગયો જેની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. કાવ્યાએ અને દેવે પોતાની આખી ટીમ સાથે મળીને એકદમ ભપકાદાર તૈયારીઓ કરી નાખી હતી. ખુલ્લા આકાશ નીચે એક વિશાળ મંડપ બાંધેલો હતો, જે ધીમે ધીમે માનવમેદનીથી ભરાઈ રહ્યો હતો. ...વધુ વાંચો

18

દિલ: એ સ્ટોરી ઓફ ફ્રેન્ડશીપ. - ભાગ-18: સપનોની ઉડાન

ભાગ-18: સપનોની ઉડાન ઇશીતાએ પોતાના આંસુ લૂછયા અને કહ્યું," ઇનફ ડેડ. બસ બહુ થયું. હવે હું એક શબ્દ પણ સાંભળું." કાવ્યાની આગળ આવીને રાજદીપ સામે નિડરતાથી ઉભી રહીને ઇશીતાએ બોલવાનું શરૂ કર્યું. " બસ. અત્યાર સુધી બહુ મનમાની કરી લીધી તમે, પણ હવે નહીં. અત્યાર સુધી તમે જે કંઈપણ કરવા કહ્યું, એ બધું જ મેં કર્યું. કોઈપણ જાતની ફરિયાદ કર્યા વગર કર્યું. પણ હવે એવું નહીં થાય. તમે ક્યારેય એકવાર પણ મારે શું કરવું છે, મારે શું જોઈએ છે એ પૂછ્યું છે? મારા મનની ઈચ્છા શું છે એ જાણવા ક્યારેય પ્રયત્ન કર્યો છે? હું કેવી પરિસ્થિતિમાં છું શું એ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો