દરેક ના મનમાં કોઈ સપનું હોય છે. પછી એ કરિયર હોય કે રિલેશનશીપ.વાર્તા છે,એક એવી છોકરી ની છે જેની સાથે જે કંઇ પણ બન્યુ એ કોઈ સપના થી ઓછુ ન હતું.આપણે સાંભળીએ છીએ કે છોકરો છોકરી ને પ્રપોઝ કરે છોકરી ની ના આવે તો એ તેની પાછળ પડે છે એને મનાવવા માટે. પણ આ વાર્તા એકદમ અલગ છે તમને દરેક ભાગ માં વિચાર કરશો કે જો મારી સાથે આવું થયું હોત તો હું આમ કરત. જાણવા માટે તમારે મારી વાર્તા વાંચવી જરૂરી છે. આશા રાખું છું કે તમને ગમશે આભાર.

નવા એપિસોડ્સ : : Every Friday

1

લગ જા ગલે

દરેક ના મનમાં કોઈ સપનું હોય છે. પછી એ કરિયર હોય કે રિલેશનશીપ.વાર્તા છે,એક એવી છોકરી ની છે જેની જે કંઇ પણ બન્યુ એ કોઈ સપના થી ઓછુ ન હતું.આપણે સાંભળીએ છીએ કે છોકરો છોકરી ને પ્રપોઝ કરે છોકરી ની ના આવે તો એ તેની પાછળ પડે છે એને મનાવવા માટે. પણ આ વાર્તા એકદમ અલગ છે તમને દરેક ભાગ માં વિચાર કરશો કે જો મારી સાથે આવું થયું હોત તો હું આમ કરત. જાણવા માટે તમારે મારી વાર્તા વાંચવી જરૂરી છે. આશા રાખું છું કે તમને ગમશે આભાર. ...વધુ વાંચો

2

લગ જા ગલે - 2

તમે પણ અધીરા છો એ જાણવા માટે કે આખરે એણે શું નિર્ણય કર્યો? ચાલો, જોઇએ. તમે કયાંક તો આ વાંચ્યો જ હશે કે ખુદ નો મન પર કાબુ એટલે વિકાસ અને મનનો ખુદ પર કાબુ એટલે વિનાશ અને આપણી નિયતિ એ તો વિકાસ કરવાનો હતો. આ રીતે એ પોતાની લાગણી ને દૂર કરી ને તન્મય સાથે જ આગળ કામ કરવાનું નક્કી કરે છે અને વિચારે છે કે એમ પણ કામ પુરતાં જ તો સાથે હોઇશું તો એટલો વાંધો નહીં આવે. પણ એને શું ખબર હતી કે ભવિષ્યમાં એની સાથે શું થવાનું હતું?તન્મય અને નિયતિ એક મોટા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હતા. ...વધુ વાંચો

3

લગ જા ગલે - 3

નિયતિ એ પહેલાં ની જેમ જ મગજથી કામ લીધું. એ વિચારવા લાગી કે,"હમણાં લોકડાઉન ના સમયમાં બધા એકબીજા ની રહેવા નું તો દૂર મળી પણ નથી શકતા અને એવા સમયમાં તને તન્મય સાથે રહેવાનો મોકો મળી રહયો છે. લોકો પોતાના crush ને જોવા માટે પણ તરસતા હોય છે. જયારે તને એની સાથે 24 કલાક સાથે રહેવાનો મોકો મળી રહયો છે. આનાથી વધારે સારું નસીબ તો હમણાં શું હોઇ શકે? તું જા તન્મય પાસે એની સાથે રહે. તે તન્મય સાથે જે સપના જોયા હતા એ સપના ને હકીકત માં માણવાનો અવસર મળ્યો છે. ભલે થોડા દિવસ માટે પણ તું એની સાથે ત્યાં ...વધુ વાંચો

4

લગ જા ગલે - 4

પલક એ તન્મય ની સોસાયટીની બહાર કાર ઉભી રાખી. તન્મય એમની રાહ જોતો બહાર જ ઊભો હતો. પલક અને કાર માંથી બહાર નિકળ્યા. નિયતિ એ પોતાનો સામાન કાઢવા માટે ડીકી ખોલી. નિયતિ એક બેગ બહાર કાઢી રહી હતી ત્યાં જ તન્મય એ આવી ને ડીકી માથી બીજી બેગ કાઢી લીધી. કોરોના ના સમય માં કોઇને હાથ પણ ના મળાવી શકાય તેથી પલક આવજો કહી કાર લઇ નિકળી ગઇ. નિયતિ અને તન્મય પોતાની સોસાયટીમાં પ્રવેશ્યા. સોસાયટી ના ગેટ પર જ સેનિટાઇઝર મૂકયું હતું. બંને એ પોતાના હાથ સેનિટાઇસ કર્યા અને અંદર પ્રવેશ્યા. બિલ્ડીંગ માં પાંચ માં માળે ...વધુ વાંચો

5

લગ જા ગલે - 5

લોકડાઉન ના સમયમાં લોકો ને ઘરમાં જ રાખવા ઘણું જ મુશ્કેલ થઇ રહયું હતું. ઘણા લોકો ના પાડવા છતા કામ વગર ઘરની બહાર નીકળી જતાં. અમદાવાદમાં કોરોના પૂરઝડપે વધી રહયો હતો, છતાં પણ કેટલાક લોકો ને ઘરની બહાર જવા સિવાય ચાલે જ નહીં. લોકો કહે કે, ઘરે રહીને કંટાળી ગયા. પણ આ જ લોકો જો એમની પ્રેમિકા સાથે ઘરમાં પૂરાય ગયા હોત તો તો એ ઘર તો શું? રૂમ ની પણ બહાર ના નિકળે અને કોરોના જેટલો જલદી ફેલાઇ રહયો છે એટલી જલદી ના ફેલાત. પણ બધાનાં નસીબ નિયતિ જેવા ના હોય ને. સવાર પડી ગઇ હતી. નિયતિ બાથરૂમમાં જઇ ...વધુ વાંચો

6

લગ જા ગલે - 6

સાંજનો સમય હતો. ત્રણેય સાથે જમી રહ્યા હતા. નિયતિ ને થોડું માથું દુખી રહયું હતું. તન્મય એ નિયતિ ને આપણે એક presentation નો ડેમો કરવાનો છે બરાબર દેખાય છે કે નહી એ ચેક કરવા માટે." નિયતિ એ માથું હલાવ્યું. જમીને બંને presentation માટે તૈયાર કરેલ રૂમ માં ગયાં. તન્મય કેમેરા પાસે ગયો અને નિયતિ ને સામે ઉભી રાખી અને એને કઇ પણ બોલવા માટે કહયું. નિયતિ એ પોતાના કામ નું થોડું વર્ણન કર્યું. ત્યારબાદ તન્મય એ શાંતિ થી ફરી એ વિડિયો જોયો અને કહ્યું કે,"અવાજ થોડો મોટો રાખજે અને હિન્દી માં ગુજરાતી લહેકો ના આવે એનું ધ્યાન રાખ ફરી એક ...વધુ વાંચો

7

લગ જા ગલે - 7

નિયતિ એ ઉઠી ને તન્મય બાજુ જોયું. એ સરસ રીતે સૂતો હતો. એ જલદીથી ઉઠી ગઇ. ફટાફટ ફ્રેશ થઇ બનાવવા જતી રહી. તન્મય આવે એ પહેલાં જ નિયતિ અને વિવેક ચા પીવા લાગ્યા હતાં. થોડી વાર પછી તન્મય પણ ચા નો કપ લઇ લિવિંગ રૂમ માં આવ્યો. નિયતિ તન્મય તરફ જોવા મા પણ ખચકાતી હતી. બંને રસોડામાં જઇ રસોઇ બનાવવા લાગ્યા. ફરી રસોઇ બનાવતા બનાવતા તન્મય પલક સાથે વાત કરતો હતો. પણ નિયતિ એ એ બાજુ કઇ ખાસ ધ્યાન ન આપ્યું. તન્મય એ ફોન મૂક્યો અને નિયતિ ને કહયું,"ત્રણ રોટલી વધારે બનાવજે પલક પણ ખાવાની છે." નિયતિ એ કહયું "પહેલા ...વધુ વાંચો

8

લગ જા ગલે - 8

તમે જાણવા માગો છો ને એ ચમચી આખરે કોની હતી???એ હતી નિયતિ ની. હા... એ જ નિયતિ જેનો હાથ તન્મય પર પડતો તો એ ઉઠાવી લેતો. તન્મય એ નિયતિ ની જ એઠી ચમચી થી ખાધું અને એક વાર નહી, ઘણી વાર. એક વાર નિયતિ ખાયને ચમચી ડીશમાં મૂકતી અને તન્મય એ જ ચમચી થી ફરી ખાતો. તમે વિચારો તમારી crush તમારી જ ડીશમાંથી અને તમારી જ એઠી ચમચી થી ખાય તો તમને કેવી feeling આવે? બસ, આવું જ કંઈક થયું નિયતિ ને પણ. આજે તો એના ચહેરા પર ખુશી દેખાતી હતી. પહેલું કે તન્મય એ નિયતિ ને રાત ની વાત ને ...વધુ વાંચો

9

લગ જા ગલે - 9

મને ખબર છે તમે રાહ જોઇ રહ્યા છો કે આખરે નિયતિ એ શું કર્યુ? તો ચાલો, જોઇએ. જો કોઇ આ વાર્તા વાંચી રહી હશે તો એ જરૂર ખુશ થશે, કેમ કે નિયતિ એ તન્મય ની મમ્મી નો ભરોસો ના તોડયો. ભલે તન્મય એમને એમ એની સાથે સૂતો રહયો પણ નિયતિ એ એને હાથ પણ ના લગાડયો. હવે, તમે લોકો તમારા મનપસંદ વ્યક્તિ સાથે આ રીતે હોત અને તમે શું કર્યુ હોત એ તમે જાણો. પણ નિયતિ એ તો આ જ કર્યું. બીજા દિવસની સવાર થઇ. બધા પોતપોતાના કામે લાગ્યા હતાં. તન્મય નોર્મલ જ વ્યવહાર કરતો હતો. એને કાલ રાતની જાણે કઇ ખબર ...વધુ વાંચો

10

લગ જા ગલે - 10

બીજા દિવસની સવાર પડી. નિયતિ દરરોજ ની જેમ જ રસોડામાં ખાવાનું બનાવી રહી હતી. તન્મય પાછળ થી છાનોમાનો આવ્યો નિયતિ ને ગલીપચી કરવાં લાગ્યો. નિયતિ એ કહયું, "શું કરો છો?? મને જમવાનું બનાવવા દો..." નિયતિ જમવાનું લઇ લિવિંગ રૂમમાં આવી. ફટાફટ જમીને પોતપોતાનાં કામે લાગ્યા. આજે નિયતિ અને તન્મય નું કામ ઘણું વધારે હતું અને એમણે જલદી થી પૂરૂ કરવાનું હતું. લોકડાઉન ના સમયમાં લોકો ઘરે જ અલગ અલગ વાનગીઓ બનાવી ને ખાતા. નિયતિ એ પણ એનો ફાયદો ઉઠાવી ઘણી બધી વસ્તુ બનાવતા શીખી લીધી.સાંજે નિયતિ એ ચા સાથે ચીઝ સેન્ડવીચ બનાવી હતી. દર વખતની જેમ તન્મય ને ખાવા માટે પૂછ્યું ...વધુ વાંચો

11

લગ જા ગલે - 11

સવારના સાત વાગ્યા હતા. કોઇ દરવાજો જોરથી ઠોકી રહયું હતું. નિયતિ દરવાજો ખોલવા માટે જાય છે. બહાર કચરા લેવા છોકરો ઉભો હોય છે. એ નિયતિ ને પૂછે છે,"સાહેબ છે?" નિયતિ એ કહયું, "એ હજુ સૂતા છે, શું કામ હતું?" છોકરો કહે છે, "એમણે જ બોલાવ્યા હતા. વાંધો નહી હું ફોન કરી લઇશ." આમ કહી એ ચાલ્યો જાય છે. થોડી વાર પછી તન્મય ના ફોન માં રીંગ વાગે છે. તન્મય વાત કરતો ઉભો થાય છે. કપડાં બદલી નીચે જાય છે. થોડી વાર પછી ફરી આવીને સૂઇ જાય છે. વિવેક અને નિયતિ ચા નાસ્તો કરી રહયા હોય છે. વિવેક અને નિયતિ પણ હવે સારા મિત્ર ...વધુ વાંચો

12

લગ જા ગલે - 12

આજે નિયતિ ની આંખ છ વાગ્યા ની ખુલી જાય છે. એણે કાલે રાતે વોડકા પીધું હતું. તેથી એને અજીબ લાગી રહ્યું હતું. એ ફ્રેશ થાય છે. બહાર બાલ્કની માં થોડી વાર બેસે છે. કાલે શું થયું હતું એ યાદ કરવાની કોશિશ કરી રહી હોય છે. ફરી એના મન અને મગજ વચ્ચે રકઝક ચાલુ થઇ જાય છે. એના મગજમાં એકસાથે ઘણા વિચારો ચાલી રહ્યા હોય છે. એ થોડી શાંત થાય છે અને વિચારવાની કોશિશ કરે છે કે એણે તન્મય સાથે કંઇ રીતે રહેવું જોઈએ. પહેલા એ પોતાના મનની વાત સાંભળે છે. એનું મન તો એકદમ જવાળામુખી ની જેમ ભળકી રહયું હતું. એનું ...વધુ વાંચો

13

લગ જા ગલે - 13

સવારે આઠ વાગે નિયતિ તન્મય ને જગાડે છે. તન્મય થોડી વાર કહી ફરી સૂઇ જાય છે. નિયતિ થોડી પછી ફરી જગાડે છે,"ઉઠો... હવે, સાડા આઠ થયા.."તન્મય ઉઠી ને નહાવા જાય છે. ત્યાં સુધી નિયતિ ચા અને નાસ્તો બનાવી દે છે. નિયતિ વિવેક ને બોલાવે છે પછી ત્રણેય નાસ્તો કરે છે. નિયતિ રસોડામાં વાસણ ધોવા જાય છે. તન્મય રૂમમાંથી નિયતિ ને બૂમ મારી ને કહે છે, "હવે, ટ્રેન ચાલુ થઈ જવાની છે, તારે ઘરે જવું હોય તો બુકિંગ કરી દઇએ." નિયતિ એ કઇ જવાબ ના આપ્યો. તન્મય એ પણ ફરી ના પૂછયું. નિયતિ ને તન્મય થી દૂર જવાની બિલકુલ જ ઇચ્છા ...વધુ વાંચો

14

લગ જા ગલે - 14

નિયતિ ખૂબ જ ટેન્શનમાં છે. છેલ્લે છેલ્લે બધું બગડવાનુ હતું. એ માથે ઓશિકું મૂકી સૂઇ જાય છે. નિયતિ ને કહે છે,"દેવદાસ બનકે કયું બેઠી હૈ....? કઇ નહી થાય." તન્મય નિયતિ ને ગલીપચી કરવાં લાગે છે. નિયતિ પણ તન્મય ને કરે છે અને બંને મસ્તી કરવા લાગે છે.મસ્તી કરતા કરતા અચાનક એ ઉભી થાય છે. એને એક તરકીબ સૂઝે છે. એ ફટાફટ એના ભાઇને ફોન કરતી બાલ્કની માં જાય છે. ભાઇને કહે છે કે,"બે નંબર હું તને સેન્ડ કરૂં છું. હમણાં જ મમ્મી પપ્પા નો મોબાઇલ લઇ આ બંને નંબર બ્લોક કરી દે." નિયતિ નો ભાઇ ફોન લેવા જાય છે પરંતુ ...વધુ વાંચો

15

લગ જા ગલે - 15

તમે જાણવા ઉત્સુક છો ને કે આખરે તન્મય કોની વાત કરી રહયો હતો. ચાલો જોઈએ. જેટલા તત્પર તમે છો જ તત્પર નિયતિ પણ છે કે આખરે એ કોની વાત કરી રહયો છે?નિયતિ એ તન્મય ને પૂછયું, "તમે કહેવા શું માંગો છો?"તન્મય એ કહ્યુ, "હું એમ કહેવા માંગું છું કે તું અને વિવેક લગ્ન કેમ નથી કરી લેતા. તમારા બંને નું સારું બને પણ છે. એની પાસે શું નથી??? દેખાવે ખૂબ સરસ છે. સ્વભાવ પણ સારો છે. પૈસા ની કોઇ કમી નથી."તન્મય ની આ વાત થી એને ઘણું જ દુઃખ થાય છે. એ વિચારે છે કે, "તન્મય આમ કઇ રીતે કહી ...વધુ વાંચો

16

લગ જા ગલે - 16

સવાર પડી નિયતિ ની આ ઘરમાં છેલ્લી સવાર હતી. આજે બંને જણ વહેલા ઉઠી ગયા છે. એમનું બધું કામ જ પુરૂં કરવાનું હતું. નિયતિ ની મળસ્કે ચાર વાગ્યા ની ટ્રેન હતી.બંને ઉઠીને જ કામે લાગ્યા છે. ઘર નું વાતાવરણ થોડું બદલાયેલુ લાગે છે. આજે વિવેક એ પહેલાં જમી લીધું. તન્મય અને નિયતિ પછી થી જમવા બેઠા. જમીને તન્મય બહાર ગયો. નિયતિ મન ભરીને આખા ઘરને જોઇ રહી હતી અને એક એક પળને યાદ કરી રહી હતી. સાંજ પડતા તન્મય માસ્ક અને ગ્લોવ્ઝ લઇને આવ્યો. બંને નું હજુ પણ કામ બાકી જ હતું. નિયતિ એ સાંજે ચા બનાવી. ત્રણેય સાથે ચા ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો