ફૂલ સ્પીડમાં દોડી રહેલી જિગરની મોટરસાઈકલનું એન્જિન એકદમથી જ બંધ થઈ ગયું અને એક આંચકા સાથે મોટરસાઈકલ ઊભી રહી ગઈ. જિગરે મનોમન કંપનીના મેનેજર ધવનને એક ગાળ બકી અને ઝડપભેર મોટરસાઈકલને કીક મારી. મોટરસાઈકલ ચાલુ થઈ નહિ. તેણે આસપાસમાં જોયું અને તેનું હૃદય એક ધબકારો ચૂકી ગયું. જમણી બાજુ ચાર પગલાં દૂર જ સ્મશાન..., સ્મશાનનો ઝાંપો હતો. તેણે અફસોસ કર્યો. તેણે રાતના બાર વાગ્યાના આ સમયે, આસપાસમાં બિલકુલ વસ્તી વિનાના સ્મશાનવાળા આ રસ્તેથી નીકળવાની જરૂર નહોતી. પણ તેની કંપનીના મેનેજર ધવને આજે તેની પાસે એટલી કમરતોડ મહેનત કરાવી હતી અને તે એટલો બધો થાકયો હતો

Full Novel

1

પિશાચિની - 1

પિશાચિની એચ. એન. ગોલીબાર (1) ફૂલ સ્પીડમાં દોડી રહેલી જિગરની મોટરસાઈકલનું એન્જિન એકદમથી જ બંધ થઈ ગયું અને એક સાથે મોટરસાઈકલ ઊભી રહી ગઈ. જિગરે મનોમન કંપનીના મેનેજર ધવનને એક ગાળ બકી અને ઝડપભેર મોટરસાઈકલને કીક મારી. મોટરસાઈકલ ચાલુ થઈ નહિ. તેણે આસપાસમાં જોયું અને તેનું હૃદય એક ધબકારો ચૂકી ગયું. જમણી બાજુ ચાર પગલાં દૂર જ સ્મશાન..., સ્મશાનનો ઝાંપો હતો. તેણે અફસોસ કર્યો. તેણે રાતના બાર વાગ્યાના આ સમયે, આસપાસમાં બિલકુલ વસ્તી વિનાના સ્મશાનવાળા આ રસ્તેથી નીકળવાની જરૂર નહોતી. પણ તેની કંપનીના મેનેજર ધવને આજે તેની પાસે એટલી કમરતોડ મહેનત કરાવી હતી અને તે એટલો બધો થાકયો હતો ...વધુ વાંચો

2

પિશાચિની - 2

(2) ‘‘હું તારા માથે એક ભયાનક બલાને ઘૂમતી જોઈ રહ્યો છું. એ બલા ગમે ત્યારે તારે માથે સવાર થઈ અને પછી તારી માટી પલીત થઈ જશે. મારી વાત યાદ રાખજે, બચ્ચા !’’ બાબા ઓમકારનાથે જિગરને આવી ચેતવણી આપી હતી, એને આજે પાંચમો દિવસ હતો અને જિગરને અત્યારે કોઈ યુવતીના હસવાનો અવાજ સંભળાતો હતો અને એ યુવતી તેને કહેતી હતી કે, ‘...એ તેના માથા ઉપર બેઠી છે ! !’ ‘તો શું ખરેખર બાબા ઓમકારનાથની વાત સાચી સાબિત થઈ હતી અને શું એ ભયાનક બલા અત્યારે ખરેખર તેના માથા પર સવાર થઈ ચૂકી હતી ? ! ? ‘પણ....પણ એ યુવતી તેને ...વધુ વાંચો

3

પિશાચિની - 3

(3) મલ્ટીપ્લેક્ષ થિયેટરના ટોઇલેટ-બાથરૂમમાં જિગર તેના બન્ને હાથે તેની કંપનીના મેનેજર ધવનનું ગળું ભીંસી રહ્યો હતો. ધવનનો શ્વાસ રૂંધાઈ હતો. જિગરે આ રીતના તેનું ગળું ભીંસવા માંડયું હતું એના આંચકામાંથી બહાર આવતાં ધવને જિગરના હાથમાંથી પોતાનું ગળું છોડાવવાનો પ્રયત્ન શરૂ કર્યો. તેણે જિગરના બન્ને હાથ કાંડા પાસેથી પકડીને એને દૂર કરવાનો પ્રયત્ન કર્યો, પણ જિગરના હાથની પકડ એટલી બધી મજબૂત હતી કે, એ જિગરના હાથને જરાય હલાવી શકયો નહિ. અને ઉપરથી જિગરે પોતાના હાથની ભીંસ ઓર વધારી. ધવનનો શ્વાસ ઓર વધુ રૂંધાવાની સાથે જ હવે એને એમ લાગ્યું કે, એનો જીવ નીકળી રહ્યો છે. અને...., ....અને આની થોડીક પળોમાં ...વધુ વાંચો

4

પિશાચિની - 4

(4) ‘હું ખરેખર માહીને તારી પત્ની બનાવી દઈશ. હું તારું આ કામ કરી આપીશ, અને બદલામાં તારે દર મહિને કામ કરી આપવું પડશે !’ જિગરના માથેથી અદૃશ્ય યુવતીનો મકકમ અવાજ સંભળાયો, એટલે પળ-બે પળની ચુપકીદી પછી અત્યારે જિગરે અદૃશ્ય યુવતીને પૂછયું : ‘મારે., મારે તારું કયું કામ કરી આપવું પડશે ?’ ‘સમય આવશે ત્યારે હું તને કહીશ.’ જિગરના માથેથી અદૃશ્ય યુવતીનો અવાજ સંભળાયો : ‘પણ અત્યારે તારે મને વાયદો કરવો પડશે. હું તારું કામ કરી આપીશ અને બદલામાં તારે મારું કામ કરવું પડશે. બોલ, તૈયાર છે ? !’ જિગર વિચારમાં પડયો. માહી જો મળતી હોય તો એના બદલામાં આ ...વધુ વાંચો

5

પિશાચિની - 5

(5) ‘તું મને ના નહિ પાડી શકે ! તું મારી છાયામાં આવી ચૂકયો છે. તું મારા વશમાં છે. હવે મન હોય કે ન હોય, પણ તારે મારું કહ્યું માને જ છૂટકો છે ! ! તારે માહીના ફિયાન્સ વિશાલનું ખૂન કરે જ છૂટકો છે ! ! !’’ જિગરના માથા પર સવાર થયેલી અદૃશ્ય શક્તિ શીનાનો અવાજ સંભળાયો, એટલે જિગર વિચારમાં પડયો. જોકે, આમાં તેણે વિચારવા જેવું શું હતું ? ! તે સપનામાં પણ વિશાલનું ખૂન કરી શકે એમ નહોતો. ‘શીના !’ જિગર મનમાં હિંમત એકઠી કરીને બોલ્યો : ‘તારાથી થાય એ કરી લે, પણ એક વાત તો નકકી જ છે. ...વધુ વાંચો

6

પિશાચિની - 6

(6) ડીંગ-ડોંગ ! ડીંગ-ડોંગ ! ! ડીંગ-ડોંગ ! ! ડૉરબેલ વાગી ઊઠી અને જિગરના માથે સવાર થયેલી અદૃશ્ય શક્તિ બોલી ઊઠી કે, ‘‘જિગર ! બહાર પોલીસ આવી છે ! વિશાલના ખૂનીને શોધવા માટે ! ! ઊભો થા અને દરવાજો ખોલ ! ! !’ એટલે જિગર પોતાની જગ્યા પર સજ્જડ-બંબ થઈ ગયો. તેની નજર સામે સબ ઈન્સ્પેકટર બાજવાનો પ્રભાવશાળી ચહેરો તરવરી ઊઠયો. ‘મેં પ્રેસ અને ટી. વી.વાળાઓ સામે કહેલું ને કે, હું ખૂનીને વહેલી તકે પકડી લઈશ ! જો, મેં તને પકડી લીધો ને !’ કહેતાં સબ ઈન્સ્પેકટર બાજવા તેને ઢસડીને ઘરની બહાર ખેંચી જતો હોય એવું દિલ કંપાવનારું દૃશ્ય ...વધુ વાંચો

7

પિશાચિની - 7

(7) જિગર જાણે કોઈ બીજી જ દુનિયામાં પહોંચી ગયો હતો. તેની ચારે બાજુ હાથથી હાથ ન સૂઝે એવું ઘોર જ અંધારું હતું. તે આ અંધારામાં ડૂબકીઓ લગાવી રહ્યો હતો. તેને કંઈ દેખાતું નહોતું. તેે શેમાં ડૂબકીઓ લગાવી રહ્યો હતો એ પણ તેને કંઈ સમજાતું નહોતું. તેનો જીવ જાણે ગુંગળાતો હતો. આવું બીજી થોડીક વાર સુધી ચાલુ રહ્યું અને તેનું ડુબકીઓ ખાવાનું બંધ થયું. તેનો જીવ ગુંગળાવાનો ઓછો થયો. તે બરાબર શ્વાસ લેતો થયો. તેની આંખો સામેથી અંધારું તો દૂર થયું નહિ પણ તેના જીવને થોડુંક સારું લાગવા માંડયું. તે બેહોશીની દુનિયામાંથી હોશમાં આવ્યો. તેણે ધીરેથી આંખો પરથી પાંપણનો પડદો ...વધુ વાંચો

8

પિશાચિની - 8

(8) જિગરે દરવાજો ખોલ્યો ને સામે ઊભેલી વ્યકિતને જોતાં તે ચોંકી ઊઠયો હતો. ‘તે.., તે જે જોઈ રહ્યો હતો શું હકીકત હતી ? ! શું આ શક્ય હતું ? !’ અને આવા વિચાર સાથે જિગર એ વ્યક્તિને જોઈ રહ્યો. -એ વ્યક્તિ એ બીજું કોઈ નહિ, પણ માહીના પિતા દેવરાજશેઠ હતા ! ‘જિગર !’ ...વધુ વાંચો

9

પિશાચિની - 9

(9) ‘‘હું તને એક ખૂની તરીકે ઓળખું છું ! એ ખૂબસૂરત યુવતીના ખૂની તરીકે, જેની લાશ હજુ પણ મુંબઈ-પૂના પરની એ જગ્યા પર પડી છે, જે જગ્યા પર તું એને થોડીક વાર પહેલાં જ છોડીને આવ્યો છે !’’ એ અજાણ્યા માણસે કહ્યું, એટલે જિગરને લાગ્યું કે, તે હમણાં બેહોશ થઈને જ ...વધુ વાંચો

10

પિશાચિની - 10

(10) ‘‘..મને કહે, તું કોની સાથે વાત કરી રહ્યો હતો, જિગર ? ! તું ન કહે તો તને મારા !’’ જિગરને તેની દુલ્હન માહીએ કહ્યું, એટલે તે શું કહેવું એની ગડમથલમાં પડયો. ‘તે જો માહીને કહે કે, તે એક બલા સાથે-એક અદૃશ્ય શક્તિ સાથે વાત કરી રહ્યો હતો અને શીના નામની એ બલા પાછલા ત્રણ-ચાર મહિનાથી તેના માથા પર સવાર છે, તો ચોકકસ માહી ડરી જાય અને આ સુહાગરાતે જ તેને અહીં પડતો મૂકીને ભાગી છૂટે. તેમના છેડાછેડીનો આ દિવસ તેમના છૂટાછેડાનો દિવસ બની જાય.’ ‘જિગર ! તેં મારા સવાલનો જવાબ આપ્યો નહિ ?’ માહીનો અવાજ કાને પડયો, એટલે ...વધુ વાંચો

11

પિશાચિની - 11

(11) જિગર તેના માથા પર સવાર બલા-અદૃશ્ય શક્તિ શીનાને પંડિત ભવાનીશંકરના વશમાં જતી બચાવવા તૈયાર થયો, એટલે શીના બોલી કે, ‘‘જિગર ! એમાં તારા જીવનું જોખમ છે. તું મોતના મોઢામાં પણ ધકેલાઈ શકે. બોલ, હવે તું મને મદદ કરવા માટે તૈયાર છે ? ! ?’ શીનાની આ વાત સાંભળીને જિગર સહેજ ડર્યો-ડગ્યો. પણ અત્યારે હવે તેણે હિંમતભેર કહી નાંખ્યું : ‘શીના, હું તને ભવાનીશંકરથી બચાવવા માટે મારા જીવનું જોખમ લેવા તૈયાર છું.’ અને જિગરે કલ્પનાની આંખે જોયું તો શીનાના ટેન્શનભર્યા ચહેરા પર રાહત આવી ગઈ. ‘મને હતું જ કે, તું મારે ખાતર તારો જીવ જોખમમાં મૂકતાં નહિ ખચકાય !’ ...વધુ વાંચો

12

પિશાચિની - 12

(12) ‘શીના, એકવાર હું મરવા તૈયાર છું, પણ તારી જુદાઈ હું સહન કરી શકું એમ નથી.’ જિગર જુસ્સાભેર કહેવાની વડના ઝાડ નીચે મંત્રનો જાપ કરી રહેલા પંડિત ભવાનીશંકર તરફ આગળ વધી ગયો હતો. તે બે પગલાં આગળ વધ્યો, ત્યાં જ અત્યારે જિગરના માથે સવાર અદૃશ્ય શક્તિ શીના બોલી ઊઠી : ‘જિગર ! પાગલપણું ન કર. ઊભો રહે. તું મંડળની અંદર ન જઈશ, નહિતર ભસ્મ થઈ જઈશ !’ જિગર પંડિત ભવાનીશંકરની ચારે બાજુ ખેંચાયેલી સફેદ રેખા-મંડળથી બે પગલાં દૂર ઊભો રહી ગયો. તે ભવાનીશંકર તરફ જોઈ રહ્યો. ભવાનીશંકર હજુય બંધ આંખે, ઝડપભેર મંત્રનો જાપ કરી રહ્યો હતો. જિગરે ભવાનીશંકરના આ ...વધુ વાંચો

13

પિશાચિની - 13

(13) ‘દીપંકર સ્વામી શું પંડિત ભવાની-શંકરના મંત્રનો જાપ તોડવાનો અને એને મંડળની બહાર ખેંચી લાવવાનો કોઈ તોડ લઈને બહાર ખરા ?’ વિચારતાં જિગર જે રૂમમાં દીપંકર સ્વામી ગયા હતા, એ રૂમના બંધ દરવાજા તરફ જોઈ રહ્યો હતો. દસ મિનિટ વિતી અને અત્યારે હવે એ રૂમનો દરવાજો ખૂલ્યો ને દીપંકર સ્વામી બહાર નીકળ્યા. બરાબર આ પળે જ જિગરના માથે પંખીની પાંખોનો ફડફડાટ સંભળાયો અને પછી તેના માથે જાણે પંખીની અણીદાર ચાંચ વાગી હોય એવું લાગ્યું. તેણે કલ્પનાની આંખે જોયું તો તેના માથા પર આવી ચૂકેલી શીનાના ચહેરા પર રાહત વર્તાતી હતી. ‘જિગર !’ જિગરના કાને દીપંકર સ્વામીનો અવાજ સંભળાયો, એટલે ...વધુ વાંચો

14

પિશાચિની - 14

(14) ‘....તે દીપંકર સ્વામીએ આપેલી આ માટીની હાંડી સાથે નીકળ્યો તો છે, પણ શું તે પંડિત ભવાની-શંકરના મંત્રનો જાપ અદૃશ્ય શક્તિ શીનાને લઈને પાછો ફરશે ? કે પછી દીપંકર સ્વામીનો આ કાળો જાદૂ નિષ્ફળ જશે અને શીના ભવાનીશંકરના વશમાં ચાલી જશે ? ! ‘જોકે, આ સવાલની સાથે એક મોટો અને અગત્યનો સવાલ એ પણ હતો કે, તે દીપંકર સ્વામીએ આપેલો આ કાળો જાદૂ લઈને ભવાનીશંકરની સામે તો જતો હતો, પણ શું આ કાળો જાદૂ સફળ થશે અને તે જીવતો-જાગતો પાછો ફરશે ? ! કે પછી, કે પછી આ કાળો જાદૂ નિષ્ફળ જશે અને તે મોતના મોઢામાં ધકેલાઈ જશે ? ...વધુ વાંચો

15

પિશાચિની - 15

(15) જાણે કોઈ મોટી-શક્તિશાળી તોપમાંથી ગોળો છૂટે એટલી ઝડપે માટીની હાંડી જિગર તરફ ધસી આવી અને જિગર કંઈ સમજે પહેલાં જ એ હાંડી જોરથી તેના માથા સાથે ટકરાઈને ફૂટી. અને એ સાથે જ અત્યારે જિગરની આંખો સામે કાળા-ધોળા ધબ્બાં દેખાયા. બીજી જ પળે એ ધબ્બાઓમાં ચીસો પાડતા ભયાનક ચહેરાં તરવરી ઊઠયાં. તેણે બન્ને હાથે પોતાનું માથું પકડી લીધું. તેના પગ વાંકા થયા અને તે ઘૂંટણિયે પડયો, ત્યાં જ તેને એવું લાગ્યું કે, તે કોઈ ઊંડી ખાઈમાં ગબડી રહ્યો છે..., ગબડી રહ્યો છે અને ત્રીજી પળે તે એ ઊંડી ખાઈમાં આલોપ થઈ ગયો ! ! ! દૃ દૃ દૃ જિગરની ...વધુ વાંચો

16

પિશાચિની - 16

(16) અગાઉ જિગરના માથા પર સવાર થઈને તેને માલામાલ બનાવનાર અને પછી પંડિત ભવાનીશંકરના વશમાં ચાલી ગયેલી અદૃશ્ય શક્તિ અત્યારે તેની સામે બસ સ્ટેન્ડ પર ઊભી હતી, એ વાતમાં જિગરના મનમાં બે મત નહોતા કે, જરાય શંકા નહોતી ! જિગર કેટલાંક મહિના સુધી શીનાને કલ્પનાની આંખે પોતાના માથા પર સવાર થયેલી જોતો રહ્યો હતો, એ જ શીના અત્યારે તેની સામે જીવતી-જાગતી ઊભી હતી એટલે જિગર આનંદમાં આવી ગયો. ‘શું આનો મતલબ એ હતો કે, શીના પંડિત ભવાનીશંકરના વશમાંથી-ભવાનીશંકરની ચુંગાલમાંથી આઝાદ થઈ ચૂકી હતી ? !’ અને આ વિચાર સાથે જ જિગર શીના તરફ આગળ વધ્યો, ત્યાં જ બસ આવી. ...વધુ વાંચો

17

પિશાચિની - 17

(17) ‘સલોમીએ પ્લૅનશેટ્‌ની વિધિ મારફત વીરની માતાના આત્મા પાસેથી, ‘એમની તિજોરીની ચાવી કયાં પડી છે ?’ એ જાણીને વીરને અને વીરે મોબાઈલ ફોન કરીને પોતાની પત્ની પાયલને એ જગ્યા પર ચાવી શોધવાનું કહીને મોબાઈલ ચાલુ રાખ્યો, તો જિગર ‘‘વીરની પત્ની પાયલને તિજોરીની ચાવી મળશે કે નહિ ?’’ એ સવાલ સાથે વીર સામે તાકી રહ્યો હતો. તો વીરની સામે બેઠેલી સલોમી તેમજ એની આસપાસ બેઠેલા વીરના બન્ને દોસ્તો પણ વીરને એની પત્ની પાયલ પાસેથી શું જવાબ જાણવા મળે છે ? એની અધીરાઈ સાથે તાકી રહ્યા. આવી રીતે થોડીક મિનિટો વીતી એ પછી કાને મોબાઈલ ફોન ધરીને બેઠેલો વીર બોલ્યો : ...વધુ વાંચો

18

પિશાચિની - 18

(18) ‘મારું ગળું.., મારું ગળું ભીંસાય છે, મારો જીવ જા...!’ અને જિગર આગળ બોલી ન શકયો. તે બોબડો બની એટલે દીપંકર સ્વામી જિગરને પગથી માથા સુધી જોતાં ચિંતાભેર બોલી ઊઠયા હતા : ‘‘જિગર ! આ પંડિત ભવાનીશંકરનું જ કામ લાગે છે. તેં એની પાસેથી શીનાને પાછી મેળવવાનો પ્રયત્ન કર્યો, એટલે એણે ગુસ્સામાં આવીને, તને મારી નાંખવા માટે મૂઠ મારી હોય એવું લાગે છે ! !’ અને આ સાંભળતાં જ જિગરની હાલત ઓર વધુ ખરાબ થઈ ગઈ. ‘સ્વામીજી ! જલદી મને બચાવવા માટે કંઈક કરો, નહિતર.., નહિતર મારો જીવ નીકળી જશે.’ જિગરના મનમાં આ શબ્દો ગૂંજ્યા ને આ શબ્દો બોલવા ...વધુ વાંચો

19

પિશાચિની - 19

(19) ભયાનક બનેલી માહીએ જિગરની ગરદનમાંની ધોરી નસમાંથી લોહી પીવા માટે પોતાના લાંબા-અણીદાર દાંત જિગરની ગરદન તરફ આગળ વધાર્યા, એના દાંત જિગરની ગરદનને અડયા, ત્યાં જ શાંત વાતવારણને ખળભળાવતી ડૉરબેલ ગુંજી ઊઠી. માહીની આંખોમાં ભય ધસી આવવાની સાથે જ, એણે જિગરની ગરદન પાસેથી લાંબા-અણીદાર દાંત હટાવ્યા. આની બીજી જ પળે એના લાંબા-અણીદાર દાંત નાના-સામાન્ય થઈ ગયા અને એનો ભયાનક બનેલો ચહેરો પણ પાછો સુંદર ને સામાન્ય બની ગયો. હવે એ જિગરથી અળગી થઈ, એટલે જિગર બોલ્યો, ‘અત્યારે આટલી વહેલી સવારે તો વળી કોણ હશે ? !’ ‘તું દરવાજો ખોલીને જો. મેં નાઈટી પહેરી છે, એટલે હું બાથરૂમમાં જઈને ડ્રેસ ...વધુ વાંચો

20

પિશાચિની - 20

(20) ‘ગઈકાલ રાતે જે રીતના ભવાનીશંકરે તેને ખતમ કરવા માટે માહીના રૂપમાં એક બલાને તેની પાસે મોકલી હતી, એવી રીતના ભવાનીશંકરે કોઈ ભૂત-પ્રેતને તેના રૂપમાં અહીં માહી પાસે મોકલ્યું હતું અને એ જ તેની માહીને અહીંથી લઈ ગયું હતું,’ એ સમજાતાં જ જિગરને આખોય બંગલો ચકકર-ચકકર ફરતો હોય એવું લાગવા માંડયું હતું. ‘જમાઈરાજ...!’ જિગરના કાને તેના સસરા દેવરાજશેઠના ખાસ નોકર મન્નુકાકાનો અવાજ પડયો, એટલે તેણે આંખો મીંચી ને ચાર-પાંચ પળ પછી પાછી આંખો ખોલી. તેની નજર સામે ચકકર-ચકકર ફરતો બંગલો સ્થિર થયો. ‘...તમારી તબિયત તો સારી છે ને ?’ મન્નુકાકાએ પૂછયું. ‘હા.’ જિગરે મન્નુકાકાની દીકરી રૂકમણી સામે જોયું. થોડીવાર ...વધુ વાંચો

21

પિશાચિની - 21

(21) જિગરને સપનામાં બંગાલી- બાબાનો ચહેરો દેખાયો અને પછી એક ગુફા દેખાઈ ને એ ગુફાની અંદર માહી દેખાઈ, એ જિગરે મોબાઈલ ફોન પર દીપંકર સ્વામીને કહી, એટલે દીપંકર સ્વામીએ કહ્યું કે, ‘આનો મતલબ એ કે, માહી એ ગુફામાં જ છે !’ અને એટલે જિગર મુંઝવણમાં પડયો હતો કે, ‘હવે એ ગુફાને શોધવી કયાં ? માહી પાસે પહોંચવું કેવી રીતના ? !’ ત્યાં જ અત્યારે જિગરના કાને મુકાયેલા મોબાઈલ ફોનમાંથી દીપંકર સ્વામીનો અવાજ સંભળાયો : ‘જિગર ! સપનામાં તેં એ ગુફા જોઈ છે, એટલે તને જ એ ચોકકસ ખબર છે કે, એ ગુફા કેવી છે. વળી તું જ એ વિચારી ...વધુ વાંચો

22

પિશાચિની - 22

(22) જિગર એ ગુફામાં ઘૂસ્યો અને માહીના નામની બૂમ પાડવા ગયો, ત્યાં જ તેના કાનના પડદા સાથે પંડિત ભવાનીશંકરનો અફળાયો : ‘‘જિગર ! તું અંદર તો ભલે આવી ગયો, પણ હવે હું તને જીવતો બહાર નહિ નીકળવા દઉં.’’ એટલે જિગરે ચારે બાજુ નજર દોડાવી, પણ તેને અંધારા સિવાય બીજું કંઈ દેખાયું નહિ. ‘..જો હું મોતથી ડરતો હોત તો અહીં ન આવ્યો હોત, પંડિત ભવાનીશંકરજી !’ જિગર અંધારામાં તાકતાં બોલી ગયો એ પછી તેને થયું કે, તે પોતાને આટલી હદે તકલીફ પહોંચાડનાર ભવાનીશંકરને માનથી બોલાવી ગયો હતો. અને આ વિચાર સાથે જ તેના મગજમાં તુકકો જાગ્યો. તે ભવાનીશંકર સામે લડીને ...વધુ વાંચો

23

પિશાચિની - 23

(23) અદૃશ્ય શક્તિ શીનાએ એના બન્ને હાથથી જિગરનો ચહેરો પકડયો ને પોતાની તરફ ખેંચ્યો. અને આ સાથે જ જિગરના ભયનું એક લખલખું ફરી વળવાની સાથે જ તેના મગજમાંથી એક ડરામણો વિચાર પણ પસાર થઈ ગયો કે, ‘કયાંક...કયાંક શીના તેની ગરદનમાં દાંત ખૂંપાડીને તેને મારી તો નહિ નાંખે ને ? !’ અને એટલે જિગરે એકદમથી જ તેનો ચહેરો શીનાથી દૂર હટાવવા માંડયો. તો શીના બોલી ઊઠી : ‘શું થયું, જિગર ?’ ‘તું...,’ જિગર સહેજ કંપતા અવાજે બોલી ઊઠયો : ‘...તું શું કરી રહી છે, શીના ? !’ શીના હસી : ‘તને એમ લાગ્યું ને કે, હું તારી ગરદનમાં દાંત ખૂંપાડીને ...વધુ વાંચો

24

પિશાચિની - 24

(24) ‘...હું આજે માહીનું લોહી પીવા માંગું છું.’ અદૃશ્ય શક્તિ શીના ઘસઘસાટ ઊંઘી રહેલી માહી તરફ જોતાં બોલી ગઈ, જિગર કાંપી ઊઠયો, થરથરી ઊઠયો. ‘તું...? !’ તે થરથરતા અવાજે બોલ્યો : ‘...તું શું બોલી ? !’ ‘તેં બરાબર જ સાંભળ્યું છે, જિગર !’ શીના બોલી : ‘હું આજે માહીનું લોહી પીવા માંગું છું.’ જિગર શીના સામે જોઈ રહ્યો. ‘તું...,’ તે કંપતા અવાજે બોલ્યો : ‘...તું મારી સાથે મજાક તો નથી કરી રહી ને, શીના ? !’ ‘ના !’ શીના ભારપૂર્વક બોલી : ‘હું તારી સાથે આવી મજાક શું કામ કરું ? ! હું ખરેખર જ માહીનું લોહી પીવા માંગું ...વધુ વાંચો

25

પિશાચિની - 25

(25) જિગર પલંગ પર સૂતેલી માહીની નજીક પહોંચ્યો, ત્યાં જ માહી એક ચીસ પાડતાં હવામાં-છ-સાત ફૂટ અદ્ધર ઊંચકાઈ અને પાછી જોશભેર પલંગ પર પટકાઈ, એટલે જિગર ડરી-ગભરાઈ ગયો હતો. ‘..આ તે વળી શું થઈ ગયું હતું ? !’ તેના મગજમાં આ વિચાર દોડી ગયો હતો, અને એ સાથે જ અત્યારે ફરી માહીએ ચીસ પાડી અને જમીન પરથી હવામાં-અદ્ધર ઊંચકાઈ અને પાછી જોશભેર પલંગ પર પટકાઈ. જિગર જડ બની ગયો. તેને આ દૃશ્ય જલદી પચે એમ નહોતું. ‘અચાનક તેની માહી સાથે આ શું બની રહ્યું હતું ? ! અને...અને આ બનતું રોકવા માટે તે કરે, તો શું કરે ? ! ...વધુ વાંચો

26

પિશાચિની - 26

(26) ‘હાલ પૂરતું મેં તારી પત્ની માહીનું લોહી પીવાનું માંડી વાળ્યું છે. આજે હું તારા સસરા દેવરાજશેઠનું લોહી પીશ.’ અદૃશ્ય શક્તિ શીના જિગરને કહીને ગઈ એટલે જિગર માહીના ગળામાં બનારસીદાસે આપેલું માદળિયું પહેરાવીને કારમાં એરપોર્ટ તરફ હંકારી ગયો હતો. અને ત્યારે ‘તે પોતાના સસરા દેવરાજશેઠને શીનાથી બચાવી શકશે ?’ એ વાતમાં તેને જ શંકા હતી. અત્યારે તે પૂરપાટ ઝડપે કારને એરપોર્ટ તરફ દોડાવી જઈ રહ્યો હતો, પણ છતાંય તેણે ઝડપ વધારી. આગળ રસ્તો જમણી તરફ વળતો હતો. તેણે સ્પીડ ઓછી કર્યા વિના જ કારને જમણી બાજુ વળાવી અને તેને સામેથી એક ટ્રક ધસી આવતી દેખાઈ. તેનો જીવ ગળે આવી ...વધુ વાંચો

27

પિશાચિની - 27

(27) ‘‘દેવરાજ શેઠની લાશ જિગરની કારની ડીકીમાં પડી છે !’’ એવો અદૃશ્ય શક્તિ શીનાનો મોબાઈલ ફોન આવ્યો અને જિગરે ડીકી ખોલી અને એમાં પડેલી દેવરાજશેઠની લાશ જોઈ તો એ થીજી ગયો હતો. ત્યાં જ શીનાએ કહ્યું હતું કે, ‘‘એ તેની પત્ની માહીના મોબાઈલ ફોન પરથી વાત કરી રહી છે.’’ એટલે જિગર શીનાથી માહીને બચાવવા કારમાં ઘર તરફ હંકારી જવા જતો હતો, ત્યાં જ તેના કાને જીપની બ્રેકની ચિચિયારીનો અવાજ પડયો હતો. તેણે એ જીપ તરફ જોયું હતું અને તેનું હૃદય જાણે ધબકવાનું બંધ થઈ ગયું હતું. -એ જીપ હાઈવે પોલીસની હતી, અને એ જીપ રિવર્સમાં તેની તરફ પાછી આવી ...વધુ વાંચો

28

પિશાચિની - 28

(28) જિગર કારમાં પૂર-ઝડપે ઘર તરફ આગળ વધી રહ્યો હતો. ‘અત્યાર સુધીમાં અદૃશ્ય શક્તિ શીના તેના ઘરે, માહી પાસે જ ગઈ હશે. શું તે ઘરે પહોંચશે ત્યાં સુધીમાં શીના માહીને ખતમ કરી નાંખશે ? ! શું શીના માહીનું લોહી પી જશે ? શું હવે તેને તેની માહીનું મરેલું મોઢું જ જોવા મળશે ? !’ આવા બધાં સવાલો જિગરના મનમાં ગૂંજવા લાગ્યા, પણ આ વિશે વિચારવા-કરવા જેવી હાલત તેના મગજની રહી નહોતી. અત્યારે હવે જિગરની કાર તેના ફલેટના પાર્કિંગમાં પહોંચી, ત્યારે તે જાણે દસ-બાર કિલોમીટર દોડીને આવ્યો હોય એમ હાંફી રહ્યો હતો. તે દોડીને લિફટમાં દાખલ થયો. તેણે બટન દબાવ્યું. ...વધુ વાંચો

29

પિશાચિની - 29 - છેલ્લો ભાગ

(29) ‘હમણાં જે માણસ બહાર ગયો એ તારા જેવો જ મારો એક આશિક છે. એણે મારા કહેવાથી માહીના ગળામાંથી કાઢીને બહાર ફેંકી દીધું અને એને ખતમ કરી નાંખી. હવે હું માહીનું તાજું-તાજું લોહી પીશ !’ એવું બોલતાં શીનાએ સાપ જેવી, બે મોઢાંવાળી લાંબી જીભ મોઢાની બહાર કાઢી, હોઠ પર ફેરવી અને પછી પોતાના લાંબા અણીદાર દાંત માહીની ગરદન તરફ આગળ વધાર્યા, એટલે જિગર ‘નહિઈઈઈઈ..’ની ચીસ પાડતો શીના અને માહી તરફ ધસ્યો. તે શીનાની નજીક પહોંચ્યો અને શીનાને માહીથી દૂર ધકેલવા માટે તેણે શીનાને બાવડા પાસેથી પકડી, ત્યાં જ જાણે તેને ઈલેકટ્રીકનો કરન્ટ લાગ્યો હોેય એવો જોરદાર ઝટકો લાગ્યો અને ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો