બા, હું રેલમંત્રી બનીશ

(51)
  • 52.2k
  • 9
  • 17.9k

હજુ હું પોતાને અણઘડ લેખક જ માનુ છુ. આ મારી છઠ્ઠી રચના છે, પણ હજુ ઘણુ આગળ જવાનું છે. ધ્રુવ ભટ્ટ, રા.વિ.પાઠક, કાજલ ઓઝા વૈદ્ય, ધૈવત ત્રિવેદી, યુવા લેખક જીતેશ દોંગા કે પછી રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી જેવા શબ્દો થકી દુનિયા ને તમારી સામે સાક્ષાત ખડી કરનારા લેખકોના લખેલા છંદ, કાવ્ય, વારતાઓ, નવલકથાઓ અને લઘુકથાઓમાંથી પ્રેરણા લઉ છુ અને મારી આસપાસ જીવતા-પરાણે જીવતા-મરતા માણસો અને ઘટનાઓ ને મારી વાર્તામાં ગુંથવાનો પ્રયાસ કરૂ છુ. કોઈ પણ કિસ્સો, પાત્ર કે વાર્તા તમને રસપ્રદ લાગે, તમારી સાથે જોડાયેલી લાગે કે વાર્તામાં કહેલી કોઈ વાત તમને ન ગમે તો તમે મને લખી શકો છો.

નવા એપિસોડ્સ : : Every Wednesday

1

બા, હું રેલમંત્રી બનીશ - અધ્યાય ૧

પ્રસ્તાવના હજુ હું પોતાને અણઘડ લેખક જ માનુ છુ. આ મારી છઠ્ઠી રચના છે, પણ હજુ ઘણુ આગળ જવાનું ધ્રુવ ભટ્ટ, રા.વિ.પાઠક, કાજલ ઓઝા વૈદ્ય, ધૈવત ત્રિવેદી, યુવા લેખક જીતેશ દોંગા કે પછી રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી જેવા શબ્દો થકી દુનિયા ને તમારી સામે સાક્ષાત ખડી કરનારા લેખકોના લખેલા છંદ, કાવ્ય, વારતાઓ, નવલકથાઓ અને લઘુકથાઓમાંથી પ્રેરણા લઉ છુ અને મારી આસપાસ જીવતા-પરાણે જીવતા-મરતા માણસો અને ઘટનાઓ ને મારી વાર્તામાં ગુંથવાનો પ્રયાસ કરૂ છુ. કોઈ પણ કિસ્સો, પાત્ર કે વાર્તા તમને રસપ્રદ લાગે, તમારી સાથે જોડાયેલી લાગે કે વાર્તામાં કહેલી કોઈ વાત તમને ન ગમે તો તમે મને લખી શકો ...વધુ વાંચો

2

બા, હું રેલમંત્રી બનીશ - અધ્યાય ૨

અધ્યાય -૨ વીસેક વર્ષ પૂર્વે હું ને ઈશ્વરભાઈ, મિનલના બાપુજી બેઉ અમદાવાદ રેલવે સ્ટેશન પર સાથે સાથે કામ કરતા. મટીરીયલ સુપરીટેન્ડન્ટ ની કચેરીમાં કારકૂન તરીકે ફરજ બજાવતા જ્યારે હું ગેંગમેન તરીકે રેલના પાટાઓના ચેકીંગ અને સમારકામ નુ કામ કરતો. રેલવે કોલોનીમાં કવાટર્સ પણ બન્નેના આજુબાજુમા જ હતા એટલે બન્નેના પરિવાર વચ્ચે સારો એવો ઘરોબો બંધાયો હતો. મારાથી ત્રણેક વરસ ઉંમરમાં મોટા ઈશ્વરભાઈ ખૂબ જ પ્રેમાળ ને મજાકિયા સ્વભાવ ના માણસ હતા. સદાય હસતા રહેવુ એ એમની ઓળખાણ બની ચૂકી હતી. હું એમને મારા મોટાભાઈ સમાન જ માનતો. ઈશ્વરભાઈ પોતાના કામમાં તો એટલા ઈમાનદાર કે કોઈને જરાક સરખુય કંઈ આઘુપાછુ કે ...વધુ વાંચો

3

બા, હું રેલમંત્રી બનીશ. - અધ્યાય ૩

અધ્યાય ૩ "બેટા" આટલા વર્ષે ઓળખશે કે નહી એની અવઢવ સાથે ધીમા અવાજે મેં સાદ કર્યો. "મિનલ બેટા." "ઓળખ્યો હું જગદીશ, જગાકાકા." એણે મારી તરફ નજર કરી મને ઓળખવાનો પ્રયત્ન કર્યો. મને ઓળખ્યો હોય એવુ એની આંખો પરથી લાગ્યું, પરંતુ એ કંઈક બોલે એ પહેલા તો આગળનુ સ્ટેશન આવતુ હોવાથી લોકોએ ઉતરવા માટે ભીડ કરી દીધી. શર્માજી એ મેડમ સાહેબને યાદ અપાવ્યુ કે આગળના સ્ટેશન પર એમને પણ ઉતરવાનું છે. અમારા વચ્ચે કંઈ વાત થાય એ પહેલા ભીડના લીધે એણે ઉતરી જવુ પડયું. મારા જેવા બુઝુર્ગ માટે એટલું જલ્દી નીચે ઉતરવુ મુશ્કેલ હતુ, માટે હું ભીડ ઓછી થવાની રાહ ...વધુ વાંચો

4

બા, હું રેલમંત્રી બનીશ. - અધ્યાય ૪

અધ્યાય ૪ સાડા ત્રણની આસપાસ હું રેલ્વે ઓફિસ પંહોચી ગયો. રેલવેની એ બહુમાળી ઈમારતમાં બહુ ફર્યો, બહુ લોકોને કાર્ડ પણ આપણા દેશમાં લોકોને જવાબ દેવો એ જીવ દેવા જેવુ લાગે, એટલે મોટાભાગના એ આગળ જવા કહયુ, તો કેટલાકે અંદાજે જવાબો આપ્યા. આખરે થાકીને એક બાંકડા પર જઈને બેઠો. ત્યાંજ સામેના કેબિનમાંથી મિનલ બહાર આવતી દેખાઈ. મને ત્યાં જોતા જ એણે શર્માજીને બૂમ મારી. શર્માજી તરત જ હાજર. "જી, મેડમ સાહેબ." "તમે તમારૂ કામ આજે બરાબર નથી કર્યુ. આ વડીલ મારા પિતા સમાન છે, અને તમે... " એ પછી એ કાંઇ બોલી નહી. એકાદ મિનિટ પછી. "ચાલો કાકા, આપણે ચા-નાસ્તો ...વધુ વાંચો

5

બા, હું રેલમંત્રી બનીશ. - અધ્યાય ૫

અધ્યાય ૫ કોઈ અમીરોની સોસાયટી કે સરકારી બંગલાઓની જગ્યાએ અમારી રિક્ષા રેલવે કોલોનીમાં આવી ઉભી રહી. આજે જાણે આખો આખો યાદોમાં જ થઈ ને પસાર થઈ રહયો હતો, એવુ એ કોલોનીમાં ચાલતા ચાલતા અનુભવ્યું. રેલવે ક્વાર્ટસની હરોળમાં સૌથી છેલ્લે આવેલા, નાનકડા, એક માળના પણ સુઘડ અને સ્વચ્છ ઘરના ઓટલા પર અમે ચઢ્યા. ઓટલો લીંપેલો હતો, માટે ઠંડક આપતો હતો. એક ઝૂલો ત્યાં બાંધેલો હતો, અને ઓટલાની કિનારે એક લીમડાનુ ઝાડ હતુ, ઝાડની પાસે હરોળમાં અલગ અલગ છોડ ફૂલ અને શાકભાજીના છોડ વાવ્યા હતા. શર્માજી નુ ઘર બાજુમાં હોવાથી એમણે ત્યાંથી જ રામ-રામ કર્યા. મિનલે ઘરના દરવાજા પર ચાર-પાંચ વાર ...વધુ વાંચો

6

બા, હું રેલમંત્રી બનીશ - અધ્યાય ૬

અધ્યાય ૬ વાતો કરતા કરતા અમે હિંચકે જઈ બેઠા. મિનલે સૌને મુખવાસ આપ્યો. આટલી જ ક્ષણોમાં હિરલને જાણે મારી બંધાઈ ગઈ હોય એમ, એ મારા ખોળામાં આવીને બેસી હતી અને અમારી સવાલ-જવાબની રમત ચાલુ હતી. નાના બાળકોની જીજ્ઞાસા નદીના પૂર જેવી હોય છે, જો અંદર ઉતર્યા તો તણાઈ ગયા સમજો. "તમને ખબર કાકા, હું અને મિનલ તમારા ઘરની પાછળ પેલા મોટા-મોટા સિમેન્ટના ભૂંગળા પડયા રહેતા, એમાં બહુ રમતા. રેલવે કોલોનીની આખી બચ્ચા-પાર્ટી હોય તો સંતાકૂકડી કાં તો દોડપકડ અને જો અમે બેઉ એકલા જ હોઈએ તો ઘર-ઘર." અર્જુને મિનલ સામે આંખ મિચકારીને કહયુ. "થોડી શરમ કર, શરમ, વડીલ બેઠા ...વધુ વાંચો

7

બા, હું રેલમંત્રી બનીશ - અધ્યાય ૭

અધ્યાય ૭ હિરલને સૂવડાવી મિનલ પણ સૂવાનો પ્રયત્ન કરતી હતી. દરરોજ દસના ટકોરે ઘસઘસાટ સૂઇ જતી મિનલ આજે બે છતાં પથારીમાં પડખાં પર પડખાંં ઘસતી હતી. દિવસ દરમિયાન જગાકાકા સાથે થયેલી વાતો એને જંપવા જ દેતી નહોતી. બાપુજીને ચિંતાતૂર જોઈ એમનુ માથુ દબાવી આપતી મિનલ, બા અને બાપુજીના સ્વધામ ગયા બાદ ઘણા પ્રયત્નો છતાં રડી ન શકેલી ગૂમસુમ મિનલ, દાદીની વ્હાલસોયી મિનલ, રેલીઓમાં મોખરે રહેતી મિનલ, બેબાક જવાબ દેતી મિનલ, ગરીબ મજૂરોની તારણહાર મિનલ, રેલમંત્રી મિનલ એવી પોતાના જ જીવનની ઘટમાળ આજે એને એક પછી એક સાદ્રશ્ય થઈ રહી હતી. વારેવારે જુના દિવસો એની આંખો સમક્ષ કોઈ જાગતા સ્વપ્નની ...વધુ વાંચો

8

બા, હું રેલમંત્રી બનીશ - અધ્યાય ૮

અધ્યાય ૮ વહેલી સવારે મિનલે બધા માટે ચા-નાસ્તો બનાવી દીધો, અને પોતાના માટે ટિફિન પણ ભરી દીધું. અર્જુને આજે પરથી રજા લીધી હતી, એ જગાકાકાને વડોદરા શહેર ફેરવવા લઈ જવાનો હતો. હિરલે પણ કમાટી બાગ જવાની જીદ પકડી હતી. ચા-નાસ્તો કરી અર્જુન, જગાકાકા અને હિરલ પોતાના રસ્તે નીકળી પડયા, જ્યારે મિનલ શર્માજી સાથે પોતાની ઓફીસના રસ્તે વળી. રિક્ષામાંથી ઉતરી રિક્ષાવાળાને પૈસા આપતી મિનલ ની નજર અચાનક જ સામેના મોલના પગથિયાં પાસે ચાદર પાથરીને બેઠેલી એક છોકરી પર પડી. ઉનાળાની સવાર હતી અને દસેક વાગ્યાનો સમય. સૂર્ય ધીરેધીરે એના તાપનો ત્રાસ વધારી રહયો હતો. એવા સમયે એ છોકરી જે અંદાજે ...વધુ વાંચો

9

બા, હું રેલમંત્રી બનીશ. - અધ્યાય ૯

અધ્યાય ૯ મિનલનો આજનો આખો દિવસ આમ તો ઘણો સારો ગયો, પણ ભૂતકાળમાં સહન કરેલી ખરાબ આર્થિક પરિસ્થિતિનો સમય ટીશ બની રહી-રહીને એના હ્ર્દયમાં ફરીથી ખૂંપી રહયો હતો. આજે પહેલીવાર એનુ કામમાં જરાક પણ ધ્યાન નહોતુ. નાની ઉંમર હોવાથી બાપુજી અને બાના મૃત્યુનો શોક પણ સમજી ન શકવાનો અફસોસ, ઉપવાસ કરીને કે માત્ર દહીં-રોટલી ખાઈ કાઢેલા દિવસો, બીમારીમાં પડેલા બા માટે ઉઠાવેલી જહેમત, ખાસ બહેનપણી મનીષાનો સથવારો, માટીના રમકડા બનાવવામાં ભૂંસી નાખેલી હાથની રેખાઓ એમ અવિરતપણે જાણે એ પોતાના જીવનની આત્મકથા આજે વાંચી રહી હતી. આખો દિવસ ચાલ્યો ગયો. એનુ દિવાસ્વપ્ન અટક્યું, જ્યારે શર્માજીએ ઓફિસમાં પ્રવેશ કર્યો. "મેડમ સાહેબ, ...વધુ વાંચો

10

બા, હું રેલમંત્રી બનીશ - અધ્યાય ૧૦

અધ્યાય ૧૦ આ તરફ હું, અર્જુન અને હિરલ કમાટીબાગમાં બાળકોની ટ્રેનની મજા લઈ રહયા હતા અને ટ્રેનમાંથી ઉતરતા જ મુલાકાત મિનલની ખાસ સખી મનિષા સાથે થાય છે. મારા ખૂબ આગ્રહવશ મનિષા મિનલની રેલમંત્રી સુધીની સફર, એણે સહન કરેલી મુશ્કેલીઓ, એની ધીરજ અને સરળતા વિશે વાત કરી રહી છે. મિનલ હવે તરૂણાવસ્થામાં પ્રવેશી રહી હતી. લાંબી બિમારીના ખાટલા બાદ બાનુ મરણ થયુ હતુ. મિનલે બાના અંતિમ સમય સુધી એમની પૂરી સેવા કરી હતી. જીવનના અનેક રંગો જોઈ ચૂકેલી મિનલ હવે સરળતાથી ઘર ચલાવી શકતી હતી, અને એના ખર્ચા પણ કાંઈ ખાસ હતા નહી. અઠવાડિયામાં ચાર વાર તો એ ઉપવાસ પર ...વધુ વાંચો

11

બા, હું રેલમંત્રી બનીશ - અધ્યાય ૧૧

અધ્યાય ૧૧ "આ કમજાત છોકરડીનુ કાંઈક કરવુ પડશે, ભત્રીજા. આજ સુધી તો હું કોઈ પણ ગુનામાંથી રમતો રમી બચતો છુ. પણ આ ઈશ્વર ના કેસમાં જ મને જીંદગીમાં પહેલીવાર જેલ થઈ છે. આ બધુ કામ નક્કી એની આ છોડીનુ જ. એ નપાવટે જ આ કેસ ફરી ચલાવ્યો છે. એ મિનલડીનુ કાંઈક રસ્તો કરવો પડશે, ભત્રીજા." ઈશ્વરભાઈના કેસમાં હજુ આજે જ જામીન પર છુટેલો લખતરસિંહ ઉર્ફે લાખુ પોતાના ભત્રીજા, હરપાલસિંહ, જે વડોદરાનો સાંસદ અને માથાફરેલો ગુંડો પણ હતો એને સંબોધી કહી રહયો હતો. "હા, છેલ્લા દસ વર્ષથી બરોડામાં એકધારૂ મારૂ શાસન ચાલ્યું છે, ને આ ન જાણે કયા ઉકરડામાંથી બહાર ...વધુ વાંચો

12

બા, હું રેલમંત્રી બનીશ - અધ્યાય ૧૨

અધ્યાય ૧૨ હું વડોદરા પાછો ફરવા માટે ટ્રેનની રાહ જોતા-જોતા લગભગ બે કે અઢી કલાક સુરત સ્ટેશન પર બેસી એ ટ્રેન હજુ ત્રણેક કલાક મોડી ચાલી રહી હતી. હજુ વધુ સમય કાઢવો એ મિનલ માટે મુસીબત વધારી શકે એમ હતુ, માટે મોડુ પડવુ ખૂબ જ મોંઘુ સાબિત થાય એમ હતુ. મિનલના દૂશ્મનો મિનલને ક્યારે મારવાના છે માત્ર એ જ જાણી શકાયુ હતુ , પણ એમની યોજના ખરેખરમાં શુ છે એ જાણવા હું ટ્રેનમાં રોકાઈ હરપાલસિંહ અને એના સાથીદારોના જાગવાની રાહ પણ જોઈ શકતો હતો, પણ એમ કરવામાં ઘણુ મોડુ થઈ જાય એમ હતુ. અને પત્રવ્યવહારના એ જમાનામાં સંદેશો પંહોચાડવા ...વધુ વાંચો

13

બા, હું રેલમંત્રી બનીશ - અધ્યાય ૧૩

અધ્યાય ૧૩ હું જ્યારે મિનલના ઘરે પંહોચ્યો, ત્યારે મધરાત થઈ ગઈ હતી. ચારેતરફ નીરવ શાંતિ હતી. અભિવાદન કરવા આવેલી કેટલાક લોકો અને પાર્ટીના કાર્યકર્તાઓ જ્યાં પણ જગ્યા મળી ત્યાં સૂઈ ગયા હતા. હવાલદારોને બહાર ચોકી પર રાખી, લોકોની વચ્ચે થઈ, જગ્યા કરતો કરતો, સાવચેતીથી પગ મૂકતો મૂકતો હું દરવાજા સુધી પંહોચ્યો. મિનલને એના સ્વપ્નોમાંથી જગાડવાની લગીરે ઈચ્છા ન હોવા છતાં મેં દરવાજે બે-ત્રણ ટકોરા દીધા અને નકૂચો પણ પછાડયો. દરવાજો મિનલે જ ખોલ્યો. મને દરવાજે ઉભેલો જોઈ એ આશ્ર્ચર્ય પામી પણ કંઈ પૂછવાને બદલે એણે મને અંદર આવવા કહયુ. એણે મને પાણી લાવી આપ્યું અને સામે આવીને ખુરશીમાં બેઠી. ...વધુ વાંચો

14

બા, હું રેલમંત્રી બનીશ - અધ્યાય ૧૪

અધ્યાય ૧૪ ત્રણથી સવારના છ સુધી હું માત્ર પડખાં ઘસતો રહ્યો. નિંદ્રા આવે તો પણ ક્યાંથી આવે, ચિંતાએ મગજ કબજો કરી લીધો હતો. બે થી ત્રણ વાર બહાર આંટા મારી આવ્યો, પણ મનમાં મચેલુ વિચારોનુ ધમાસાણ ઓછુ ન થયુ તે ન જ થયુ. આખરે હું મારી રોજીંદી ક્રિયાઓ પતાવી, નાહી-ધોઈ બેઠકરૂમમાં આવ્યો. મિનલ અને અર્જુન તૈયાર થઈ ચૂક્યા હતા. મિનલે સાદી એક નેતાને શોભે તેવી સાડી પહેરી હતી, જ્યારે અજ્જુએ સાદો ઝભ્ભો-લેંગો પહેર્યા હતા. મિનલ અત્યારે પણ બિલકુલ સ્વસ્થ જણાતી હતી. મિનલ નાની હતી ત્યારે પણ બિલકુલ જીદ્દી હતી. કોઈ વસ્તુ માટે એ ઈશ્વરભાઈ કે મારી પાસે હઠ કરતી, ...વધુ વાંચો

15

બા, હું રેલમંત્રી બનીશ - અધ્યાય ૧૫

અધ્યાય ૧૫ સવારે દસ વાગ્યાની આસપાસની ટ્રેન હતી. દિલ્હી સુધીનો પ્રવાસ બાર કલાકનો હતો, પણ એ બાર કલાકો બાર ની જેમ વીતવાના હતા. અમારી બોગીમાં હું, મિનલ,અજ્જુ અને દેસાઈ સાહેબે સાથે મોકલેલા બે હવાલદાર હતા. મિનલને કેટલીય વાર ના પાડવા છતાં જીદ કરીને એ ધરાર બારીની પાસે જ બેઠી હતી અને મૂક બની બહારના દ્રશ્યો સાવ નચિંત થઈ કોઈ બાળકના જેવી ઉત્સુકતાથી જોઈ રહી હતી. એના ચહેરા પર બસ એક જ લાગણી વર્તાતી હતી : આત્મસંતોષની. અજ્જુના ચહેરા પરના ભાવ અને કપાળ પર પડેલી કરચલીઓ એના મનમાં ચાલી રહેલી ચિંતાને સ્પષ્ટરૂપે દર્શાવતા હતા. મિનલની જીદ સામે એણે કાયમની શરણાગતિ ...વધુ વાંચો

16

બા, હું રેલમંત્રી બનીશ. - અધ્યાય ૧૬

અધ્યાય ૧૬ રાતે લગભગ સાડા અગિયાર વાગ્યે ટ્રેન દિલ્હીના પહાડગંજ રેલવે સ્ટેશન પર આવી પંહોચી. એ જ ડામાડોળ મનોસ્થિતિ પણ હસતા ચહેરે સહુ પ્લેટફોર્મ પર ઉતર્યા. હમણાં ભીડમાંથી કોઈ હથિયાર કે બંદૂક કંઈક લઈને આવશે અને મિનલ પર હુમલો કરી દેશે તો? અંહી પ્લેટફોર્મ પર આટઆટલુ માણસ છે તો શપથવિધિમાં તો ન જાણે કેટલા હજારોની ભીડ એકઠી થશે, શુ મિનલ પરનો હુમલો પોલીસ ખાળી શકશે? ટોળા વચ્ચે એ હુમલાખોરોને કઈ રીતે ઓળખી શકાશે? આવા અનેક અનિયંત્રિત પ્રશ્ર્નોએ મારૂ મન સાવ અસંતુલિત કરી મૂક્યુ હતુ. જાણે અંહી જ હુમલો થવાનો હોય એમ હું અને અર્જુન ચોતરફ નજર ફેરવી રહયા હતા. ...વધુ વાંચો

17

બા, હું રેલમંત્રી બનીશ - અધ્યાય ૧૭

અધ્યાય ૧૭ પહેલીવાર સિગારેટ પીવાનો મને કોઈ અફસોસ નહોતો. સિગારેટે એનુ કામ પણ પૂરી નિષ્ઠાપૂર્વક કર્યુ.અનિદ્રાભરી રાતની એ ક્ષણો વરસો સમાન ભાસતી હતી. તમાકુભરેલા કાગળના ઠૂંઠાઓએ ધુમાડામાં પરિવર્તિત થઈ એ ક્ષણો રાહત સાથે પસાર કરાવી આપી. વહેલી પરોઢે આંખો મીંચી હું જાગ્રત અવસ્થામાં જ ખાટલામાં સહેજ વાર માટે આડો પડ્યો અને મારી આંખ સહેજ વાર માટે મળી ગઈ. રવિવારનો એટલે રજાનો દિવસ હતો. નોકરી ન જવાનુ હોવાથી આજે હું રોજ કરતા જરા મોડો ઉઠ્યો હતો. દાતણ કરી બહાર આંગણામાં આવ્યો તો મિનુડીને એના ઘરના ઓટલા પર ભોંખડિયે ચાલતી અને રમતી જોઈ. ઈશ્ચરભાઈ બાજુમાં બેસી એને રમાડતા હતા. એ વખતે ...વધુ વાંચો

18

બા, હું રેલમંત્રી બનીશ. -અધ્યાય ૧૮

અધ્યાય ૧૮ વહેલી સવારે ડોરબેલ વાગતા તિવારી સાહેબે હાંફળા-ફાંફળા દોડતા આવીને દરવાજો ખોલ્યો. દરવાજે મને ઉભેલો જોઈ કંઈક ખરાબ આશંકાએ એ ચોંક્યા. "શુ થયુ કાકા? આટલી સવાર-સવારમાં તમે અહીં?" "બધુ બરાબર છે ને? મિનલબેનને તો કાંઈ..." એમણે ચિંતિત સ્વરે પૂછ્યુ. "બધુ બરાબર છે, સાહેબ." "પણ પેલી બે ગેંગ હજુયે પકડાણી નથી એની ચિંતામાં રાત આખી સૂઈ શક્યો નથી. શુ આપણે વહેલા સ્થળ પર પંહોચી જઈએ તો એકાદ પણ શંકાસ્પદ પકડાઈ શકે અને કદાચ પૂરી ગેંગ સૂધી પંહોચી શકાય." "હું એટલો મોટો માણસ નથી કે હું આપને સલાહ આપી શકુ, પરંતુ જો એમની યોજના શપથવિધિ સમયે જ હુમલો કરવાની હોય ...વધુ વાંચો

19

બા, હું રેલમંત્રી બનીશ. - અધ્યાય ૧૯

અધ્યાય ૧૯ હું પણ મિનલની સાથે મંચની નજીક પંહોચી ગયો. એને રેલમંત્રી બનતી જોવાનો લ્હાવો હું લેવા માંગતો હતો. પણ પધારી ચૂક્યા હતા. મિનલને મળી આશીર્વાદ આપ્યા બાદ જ્યારે એ મારી પાસે આવ્યા ત્યારે હું એમને પરિસ્થિતિથી પૂર્ણપણે વાકેફ કરી ચૂક્યો હતો. શપથવિધિ સમારોહ શરૂ થઈ ચૂક્યો હતો. મહાનુભાવોના સ્વાગત, હાર-તોરા જેવી ઔપચારિક વિધિઓ પછી સમૂહ રાષ્ટ્રગાન ગાવામાં આવ્યુ. અલગ અલગ નેતાઓ કેબિનેટ મંત્રી તરીકે માનનીય રાષ્ટ્રપતિશ્રી અને પ્રધાનમંત્રીશ્રીના અધ્યક્ષપદે શપથ લેવા લાગ્યા. એકવાર હુમલાનો પ્રયાસ થયો હોવાથી પોલીસતંત્ર પહેલા કરતા વધુ સતર્ક હતુ. તિવારી સાહેબે બધી જ માહિતી ત્યાં હાજર રાષ્ટ્રીય સુરક્ષા અધિકારીઓને પણ આપી હતી. મિનલ સાથે ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો