આત્માની અંતિમ ઇચ્છા

(1k)
  • 75.4k
  • 60
  • 36.4k

છેલ્લા એક અઠવાડિયાથી કાવેરી અજીબ સપનું જોતી હતી. અત્યાર સુધી તેણે આ વાત પતિ લોકેશને કરી ન હતી. તેને સમજાતું ન હતું કે આવું સપનું કેમ આવી રહ્યું છે. સપનું અધુરું રહેતું હતું. આ સપનું ક્યારે પૂરું થશે અને તેનો શું મતલબ હશે એના વિચારમાં તે આખો દિવસ સાનભાન ભૂલીને કામ કરતી હતી. તેને આ સપના સાથે મા મોરાઇનું કોઇ અનુસંધાન હોય એમ લાગતું હતું. મોરાઇ મા તેને સપનામાં કંઇ કહેવા માગતી હોય એવો ભાસ થઇ રહ્યો હતો. સપનામાં એક મહિલા આવતી હતી. તે મોરાઇ મા જેવી જ દેખાતી હતી. સમસ્યા એ હતી કે તેનો ચહેરો સ્પષ્ટ દેખાતો ન હતો. તે દરરોજ સવારે ઊઠીને પથારીમાં બેસી આંખો બંધ કરી મોરાઇ માનું સ્મરણ કરતી હતી. ત્યારે મા મોરાઇની તસવીર તેની બંધ આંખોમાં તરવરતી હતી. પોતાના સૂવાના ઓરડામાં કાવેરીએ ત્રણ જગ્યાએ મોરાઇ માની તસવીર રાખી હતી. દિવસ-રાત તે માને યાદ કરતી હતી. દર બુધવારે તે મોરાઇ માના મંદિરે પણ જતી હતી. સપનું તેનો પીછો છોડતું ન હતું. તેને હવે થતું હતું કે લોકેશને આ સપના વિશે વાત કરવી જોઇએ. પછી થતું કે તે હસી કાઢશે. તે કાવેરીની વધુ પડતી ધાર્મિકતાથી કંટાળતો હતો. તેને કોઇ ચમત્કાર કે સપનામાં વિશ્વાસ ન હતો. તે અલગ સ્વભાવનો જ માણસ હતો. તેણે એને કહી દીધું હતું કે તારે જેવી અને જેટલી ભક્તિ કરવી હોય એવી કરજે પણ મને મારી રીતે જીવવા દેજે. ત્યારથી તે લોકેશને પોતાના ધાર્મિક વિચારોમાં સામેલ કરતી ન હતી. તેને લગ્ન પછી લોકેશ તરફથી દુ:ખ મળ્યું ન હતું. તે લોકેશની ઇચ્છાઓને માન આપતી હતી. તેણે કલ્પના પણ કરી ન હતી કે લોકેશ જેવો દિલફાડ ચાહનારો પતિ મળશે.

Full Novel

1

આત્માની અંતિમ ઇચ્છા - ૧

આત્માની અંતિમ ઇચ્છા-રાકેશ ઠક્કરપ્રકરણ-૧છેલ્લા એક અઠવાડિયાથી કાવેરી અજીબ સપનું જોતી હતી. અત્યાર સુધી તેણે આ વાત પતિ લોકેશને કરી હતી. તેને સમજાતું ન હતું કે આવું સપનું કેમ આવી રહ્યું છે. સપનું અધુરું રહેતું હતું. આ સપનું ક્યારે પૂરું થશે અને તેનો શું મતલબ હશે એના વિચારમાં તે આખો દિવસ સાનભાન ભૂલીને કામ કરતી હતી. તેને આ સપના સાથે મા મોરાઇનું કોઇ અનુસંધાન હોય એમ લાગતું હતું. મોરાઇ મા તેને સપનામાં કંઇ કહેવા માગતી હોય એવો ભાસ થઇ રહ્યો હતો. સપનામાં એક મહિલા આવતી હતી. તે મોરાઇ મા જેવી જ દેખાતી હતી. સમસ્યા એ હતી કે તેનો ચહેરો સ્પષ્ટ ...વધુ વાંચો

2

આત્માની અંતિમ ઇચ્છા - ૨

આત્માની અંતિમ ઇચ્છા-રાકેશ ઠક્કરપ્રકરણ-૨ કાવેરીને આજે થયું કે સપનું હવે પૂરું થવું એ અજાણી મહિલા કે મોરાઇ મા સતત આગળ વધી રહ્યા છે. એ ઉડતા ઉડતા એક ઉજ્જડ જેવા ગામ પછી આગળ વધી રહ્યા છે. કાવેરી છેલ્લા ઘણા દિવસથી વહેલી સવારે આવતા સપના પર વધુ ધ્યાન આપી રહી હતી. એ મહિલા દરરોજ એક રોડ પર આગળને આગળ વધી રહી હતી. અને તેને રસ્તામાં આવતી નિશાનીઓ બતાવી રહી હતી. એ મહિલા કઇ મંઝિલ પર જવાની હતી અને તેને કયો ઇશારો કરવાની હતી એ કાવેરીને સમજાતું ન હતું. સપનું દર વખતે અધુરું રહેતું હતું એટલે કાવેરી બેચેન રહેતી હતી. એક તરફ ...વધુ વાંચો

3

આત્માની અંતિમ ઇચ્છા - ૩

આત્માની અંતિમ ઇચ્છા-રાકેશ ઠક્કરપ્રકરણ-૩ સપનામાં આવતી મહિલાના મકાનના પારણામાં ઝૂલતી બાળકીનો ચહેરો પોતાના જેવો જોઇને કાવેરી રોમાંચિત અને ઉત્સાહિત ગઇ હતી. મોરાઇ માએ વર્ષો પછી એની ઇચ્છા જાણી છે. મને પુત્રી થવાની છે એવા સપના એ જોવા લાગી. આજે તે ફરી લોકેશના ઊઠવાની રાહ જોવા માગતી ન હતી. તે આ ઘડીએ જ લોકેશને ખુશખબર આપવા માગતી હતી. તેણે લોકેશને હચમચાવી નાખ્યો. લોકેશ આંખ ચોળતો બોલ્યો:"કાવેરી, શું વાત છે? આટલી વહેલી સવારે મને ઊઠવા ધક્કો કેમ મારી રહી છે?""અરે ધક્કો તો મારા સપનાને એવો લાગ્યો કે મોરાઇ માએ મને મારી થનારી બાળકીની સૂરત બતાવી દીધી. મારું સપનું આજે ઘણું આગળ વધ્યું ...વધુ વાંચો

4

આત્માની અંતિમ ઇચ્છા - ૪

આત્માની અંતિમ ઇચ્છા -રાકેશ ઠક્કરપ્રકરણ-૪ લોકેશને લાગ્યું કે તે કોઇ ભયાવહ સપનું તો જોઇ રહ્યો નથી ને? મૃત હાલતમાં જોઇ હતી એ લસિકા જ કાવેરીના સપનામાં આવી રહી હશે? તેણે શા માટે કાવેરીને અહીં સુધી બોલાવી છે? લોકેશને થયું કે પોતે લસિકાનો ચહેરો જોવામાં કોઇ ભૂલ કરી નથી. શું એ ભૂત-પ્રેત સ્વરૂપમાં છે? કે પછી ખરેખર જીવે છે? તેણે કાવેરીને એકલી જ બોલાવી હતી. મતલબ કે કોઇ રહસ્ય છે. લોકેશ કાર ચાલુ રાખી એસીમાં બેઠો હતો. તેના ચહેરા પર ડર સાથે પરસેવો વહી રહ્યો હતો. તે અસ્વસ્થ બની ગયો. તેણે જોયું કે કાવેરી નજીક આવી અને એ સ્ત્રી મકાનમાં પાછી ...વધુ વાંચો

5

આત્માની અંતિમ ઇચ્છા - ૫

આત્માની અંતિમ ઇચ્છા-રાકેશ ઠક્કરપ્રકરણ-૫ લોકેશ હજુ લસિકાના અસ્તિત્વ વિશે ગુંચવાડામાં હતો. લસિકા જીવે છે કે મરી ગઇ હતી હવે નક્કી કરવું પડે એમ હતું. જો મરી ગઇ હોય અને એની આત્મા જ કાવેરી પાછળ પડી હોય તો કોઇ અનિષ્ટની સંભાવના વધી જતી હતી. કાવેરીને જે સ્ત્રી મળી એ અદ્દલ લસિકા જેવી જ પોતાને તો દેખાઇ હતી. લોકેશ કાવેરીને લસિકા વિશે કંઇ કહી શકે એમ ન હતો. તે પોતાનો ભૂતકાળ કાવેરીથી છુપાવેલો જ રાખવા માગતો હતો. કાવેરીને લસિકા સાથેના સંબંધની ખબર પડે તો લગ્નજીવન પર સંકટ આવી શકે એમ હતું. સ્ત્રીઓનું કંઇ કહેવાય નહીં એ ક્યારેક સ્વાભાવિક રીતે અને ઉદાર દિલથી ...વધુ વાંચો

6

આત્માની અંતિમ ઇચ્છા - ૬

આત્માની અંતિમ ઇચ્છા -રાકેશ ઠક્કરપ્રકરણ-૬ લસિકાના મરણની નોંધ ગ્રામ પંચાયત કચેરીમાં જોવા ના મળી એટલે લોકેશની ચિંતા વધી હતી. લસિકાના મૃત્યુ વિશે ક્યાંથી માહિતી મેળવવી એ તેને સૂઝતું ન હતું. અચાનક તેને વિચાર આવ્યો કે એ સમયનું અખબાર જોવું જોઇએ. તેને તારીખનો તો ખ્યાલ હતો. એ સમયગાળામાં છેલ્લા એક અઠવાડિયાના અખબારો જોવાથી કોઇ માહિતી જરૂર મળવી જોઇએ. લોકેશે કારને શહેરની લાઇબ્રેરી તરફ વાળી લીધી. રસ્તામાં બે-ત્રણ જગ્યાએ પૂછ્યું ત્યારે જાણવા મળ્યું કે શહેરમાં એક નાની અને એક મોટી સરકારી લાઇબ્રેરી છે. લોકેશે કારને મોટી સરકારી લાઇબ્રેરી તરફ વાળી. તે લાઇબ્રેરી પર પહોંચ્યો ત્યારે ત્યાં તાળું લટકતું હતું. અને સૂચના હતી કે ...વધુ વાંચો

7

આત્માની અંતિમ ઇચ્છા - ૭

આત્માની અંતિમ ઇચ્છા -રાકેશ ઠક્કરપ્રકરણ-૭ લોકેશને પહેલાં તો એમ લાગ્યું કે લસિકાને તરતા આવડતું હશે. અને તે તરત પાણીમાં તરતી દેખાશે. તળાવની પાળ પરથી અચાનક લપસીને પાણીમાં પડેલી લસિકાનું માથું પાણીની ઉપર જ ના આવ્યું. લોકેશને થયું કે જો તેને બચાવવામાં નહીં આવે તો તરત જ જીવ ગુમાવશે. લોકેશે વધારે વિચાર કર્યા વગર પાણીમાં છલાંગ મારી. તેને તરતા આવડતું હતું. નાનપણમાં જ તેને મિત્રોના સહકારથી પાણીમાં તરવાની તાલીમ બાળરમતો રમતાં-રમતાં મળી ગઇ હતી. ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં તળાવ-નદી અને કૂવા જેવી ઊંડા પાણીવાળી જગ્યાઓ હોય ત્યાં બાળકોને તરવાની તાલીમ મળી જ જાય છે. લસિકા એક છોકરી હોવાને કારણે આ તાલીમ મેળવી શકી ...વધુ વાંચો

8

આત્માની અંતિમ ઇચ્છા - ૮

આત્માની અંતિમ ઇચ્છા ૮-રાકેશ ઠક્કરપ્રકરણ-૮ લોકેશ લસિકા વિશે જાણવા અત્યંત આતુર હતો. લસિકાના ગામની મહિલાને પૂછ્યું ત્યારે તેણે મોં પર કોઇ ભાવ વગર એક જ શબ્દ 'ગઇ..' કહ્યો અને લોકેશ પર જાણે વીજળી પડી. લસિકા એટલી માંદી હતી કે જીવી ના શકી? લસિકાની ખબર કાઢવા જવામાં તેણે મોડું કેમ કર્યું? લસિકાને કઇ બીમારી થઇ ગઇ હશે? કે તે અગાઉથી જ કોઇ બીમારીથી પીડાતી હતી? મેં એને પાણીમાં ડૂબતા બચાવી પણ એ બીજા કારણથી બચી નહીં શકી હોય? જેવા અનેક અમંગળ વિચારો તેના મગજમાં મધમાખીના ટોળાની જેમ ધસી આવ્યા. પછી લોકેશને થયું કે તે કંઇ જાણ્યા વગર આવા અમંગળ વિચારો શા માટે ...વધુ વાંચો

9

આત્માની અંતિમ ઇચ્છા - ૯

આત્માની અંતિમ ઇચ્છા ૯-રાકેશ ઠક્કરપ્રકરણ-૯ લસિકાએ પોતાને ઓળખતી ન હોવાની વાત કરી એ સાંભળી લોકેશ આભો જ બની ગયો. પોતે કોઇ અજાણી છોકરીની છેડતી કરી હોય એ રીતે લસિકા ગુસ્સે થઇ રહી હતી. આ એ જ લસિકા છે જેને જીવ જોખમમાં મૂકીને તળાવમાં ડૂબતાં પોતે બચાવી હતી? એ દિવસે પોતાની સાથે પ્રેમની વાતો કરનારી આ એ જ લસિકા છે કે બીજી કોઇ? જેના નામના જાપ જપતાં મારું દિલ ધડકી રહ્યું છે એ લસિકા મને આજે હડધૂત કેમ કરી રહી છે? જેની સાથે સાત જનમનો સંબંધ બાંધવાનું વિચારતો રહ્યો એ લસિકા સાથે આજે ઓળખાણ પણ રહી નથી? લોકેશના મનમાં અનેક વિચાર ઘૂમરાવા ...વધુ વાંચો

10

આત્માની અંતિમ ઇચ્છા - ૧૦

આત્માની અંતિમ ઇચ્છા -રાકેશ ઠક્કરપ્રકરણ-૧૦ લોકેશની હાલત કફોડી હતી. ડાબો હાથ લોખંડના એંગલમાં ફસાઇ ગયો હતો અને જમણો હાથ ડાબા હાથમાં હતો. એ હાથમાંથી લસિકા લપસી ચૂકી હતી. તેનું શરીર લોકેશના જમણા હાથ પર બે ક્ષણ અટકીને નદીના ધસમસતા પ્રવાહમાં પડી રહ્યું હતું.... લોકેશ લસિકા સાથે જીવનનો અંત લાવી દેવાની કસમ નિભાવી શકયો નહીં. તેનો હાથ એંગલમાં ખરાબ રીતે ફસાઇ ગયો હતો. લોકેશ અને લસિકાને હાથ પકડીને નદીમાં ઝંપલાવતા જોઇ ડ્રાઇવર ડઘાઇને થોડે દૂર ઊભો રહી ગયો. તેણે બંનેને પાણીમાં પડતા જોઇ તરત જ પાછા વળી બંને જાડા માણસોને આગળ વધતા અટકાવ્યા અને કહ્યું:"ચાલો પેલી બાજુ...બંનેએ પાણીમાં ઝંપલાવ્યું છે. આસપાસમાં કિનારો ...વધુ વાંચો

11

આત્માની અંતિમ ઇચ્છા - ૧૧

આત્માની અંતિમ ઇચ્છા -રાકેશ ઠક્કરપ્રકરણ-૧૧ રેખાને ગયા અઠવાડિયે લસિકા મળી હતી? કેવી રીતે? તેના મોતને તો વર્ષો વીતી ગયા તો પછી શું લસિકા ખરેખર જીવે છે? રેખાની વાત સાંભળીને લોકેશના હોશકોશ ઊડી ગયા હોય એવી સ્થિતિ હતી. તેના કપાળ પર પ્રસ્વેદ બિંદુઓ ફૂટી નીકળ્યા હતા. તેના દિલમાં ગભરાટ છે એનો અણસાર ચહેરો કહી રહ્યો હતો. રેખા લોકેશની આ સ્થિતિને સ્થિતપ્રજ્ઞની જેમ જોઇ રહી હતી. તે લોકેશના જવાબની રાહ જોઇ રહી હતી. લોકેશને થયું કે લસિકાના મૃત્યુની નોંધ થઇ છે કે નહીં તેની શોધ કરી રહ્યો છે એ વાતની રેખાને ખબર પડવી જોઇએ નહીં. તેણે કપાળ પરનો પરસેવો લૂછતા સ્વસ્થ હોવાનો ડોળ ...વધુ વાંચો

12

આત્માની અંતિમ ઇચ્છા - ૧૨

આત્માની અંતિમ ઇચ્છા-રાકેશ ઠક્કરપ્રકરણ-૧૨કાવેરીના ફોન પછી ખુશ થવું કે કેમ? એ લોકેશ નક્કી કરી શકતો ન હતો. સમાચાર તો હતા પણ લોકેશનું મન મૂંઝવણ અનુભવી રહ્યું હતું. કાવેરીના શબ્દો તેના મનમાં પડઘાતા હતા:"લોકેશ! બહુ જ ખુશીના સમાચાર છે. મોરાઇ માએ આપણી પ્રાર્થના સાંભળી લીધી છે. હું મા બનવાની છું! તમે પિતા બનશો! હું એટલી ખુશ છું કે તમને વર્ણન કરી શકતી નથી.... પહેલાં મને એમ હતું કે તમને રૂબરૂમાં આ સમાચાર આપીશ. પણ આ ખુશીને હું વહેંચ્યા વગર રહી શકી નથી. સૌથી મોટો આભાર તો એ અજાણી મહિલાનો કે જેણે મને આશીર્વાદ આપ્યા હતા. તેણે આશા બંધાવ્યા પછી મને ...વધુ વાંચો

13

આત્માની અંતિમ ઇચ્છા - ૧૩

આત્માની અંતિમ ઇચ્છા -રાકેશ ઠક્કરપ્રકરણ-૧૩કાવેરીને સમજાવવા માટે તેની માતાને કહેવા ગયેલા લોકેશને નિરાશા મળી. કાવેરીની મા દીનાબેન પણ સંતાનની મોરાઇ માના આશીર્વાદ માની રહી હતી. સામાન્ય સંજોગોમાં આમ બન્યું હોત તો લોકેશને ચિંતા ન હતી. આ તો ડોક્ટરોએ ના પાડ્યા પછી લસિકાને કારણે કાવેરી મા બનવા જઇ રહી હતી તેનો ભય હતો. કાવેરીને ખબર નથી કે લસિકા બદલો લેવા કેવા કેવા કાવતરા કરી રહી છે. લસિકાએ કાવેરી સામે પોતાને તેની હિતેચ્છુ સાબિત કરી છે અને પાછળથી તેની દુશ્મન તરીકે કામ કરી રહી છે. દીનાબેનને મળીને નીકળ્યા પછી લોકેશના મનમાં સતત એવા વિચાર આવી રહ્યા હતા કે લસિકાના કોપમાંથી કાવેરીને તે ...વધુ વાંચો

14

આત્માની અંતિમ ઇચ્છા - ૧૪

આત્માની અંતિમ ઇચ્છા -રાકેશ ઠક્કરપ્રકરણ-૧૪ડૉકટરની સલાહ સાંભળવા આતુર કાવેરી અને લોકેશ તેમની સામે જ જોઇ રહ્યા હતા. લોકેશને થયું ડૉક્ટર એમ જ કહેશે કે શારીરિક સ્થિતિને જોતાં ગર્ભ રાખવાનું સલામતિભર્યું નથી. અગાઉના ડૉક્ટરોના રીપોર્ટસ પણ એમ જ કહેતા હતા. કદાચ ગર્ભ રાખવા બદલ ડૉક્ટર એમને ઠપકો પણ આપી શકે. લોકેશ એમ ઇચ્છતો હતો કે ડૉકટર કોઇપણ એવી વાત કરે જેથી આ ગર્ભને પાડી નાખવો પડે અને કાવેરીનું જીવન બચી જાય. સલાહ આપવાની વાત કરીને અટકી ગયેલા ડૉક્ટર અગાઉના રીપોર્ટના પાનાં ફેરવતા આગળ બોલ્યા:"...હા, મારી સલાહ છે કે આ બાળક સ્વસ્થ અવતરે એ માટે કાવેરીબેન શક્ય એટલો આરામ કરે. અગાઉના રીપોર્ટ ...વધુ વાંચો

15

આત્માની અંતિમ ઇચ્છા - ૧૫

આત્માની અંતિમ ઇચ્છા -રાકેશ ઠક્કરપ્રકરણ-૧૫સવારે કાવેરી ઘરમાં ક્યાંય ના દેખાઇ એટલે લોકેશનો રક્તચાપ વધી ગયો. તેના મનમાં લસિકાનો બદલો થઇ ગયો. લસિકા ક્યાંક કાવેરીને નુકસાન તો પહોંચાડશે નહીં ને? લસિકા તેને ક્યાંક લઇ ગઇ તો નહીં હોય ને? તે વિચાર કરતો ઘરની બહાર નીકળ્યો અને કાવેરીના નામની બૂમો પાડવા લાગ્યો. સવારે બહાર કોઇ દેખાતું ન હતું. પણ લોકેશની બૂમ સાંભળી બાજુના ઘરમાં ગયેલી કાવેરી ઉતાવળા પગલે ચાલતી બહાર આવી અને બોલી:"લોકેશ... હું અહીં છું..." ઉતાવળે ચાલવાથી કાવેરી હાંફતી હતી. તેને સલામત જોઇ લોકેશને હાશ થઇ. તે બોલ્યો:"કાવેરી, ધીમેથી ચાલ...સાચવ...""તમે બૂમો પાડો છો તો મારે તો દોડવું જ પડે ને..." કહી કાવેરી ...વધુ વાંચો

16

આત્માની અંતિમ ઇચ્છા - અંતિમ

આત્માની અંતિમ ઇચ્છા -રાકેશ ઠક્કરપ્રકરણ-૧૬ અંતિમડૉક્ટરે સમય ઓછો હોવાની વાત કરીને એક રીતે ચેતવણી જ આપી હતી. કાવેરીને અને બચાવવા માટે પરવાનગી માગવામાં આવી રહી હતી. ડોકટર પહેલાં એકને બચાવવાનો વિકલ્પ આપીને પછી બંનેના જીવ પર જોખમ હોવાની વાત કરી રહ્યા હતા. લોકેશને થયું કે તે મોડો પડ્યો છે. તેણે લસિકા સાથે સીધો મુકાબલો કરી લેવાની જરૂર હતી. કાવેરી સાથે લસિકા વિશે વાત કરી લીધી હોત તો આજે આ સ્થિતિ ઊભી થઇ ના હોત. પોતે લસિકા સાથેના સંબંધની વાત છુપાવીને મોટી ભૂલ કરી છે. હવે એવો સમય પણ નથી કે કાવેરી સાથે વાત થઇ શકે. પોતાની આ ભૂલ ભારે પડવાની છે. ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો