રાધા ઘેલો કાન - 1 હાથોમાં હાથ અને વાતોમાં એકબીજાની અદાઓનુ રાજ .. એમ કિશન અને રાધિકા લૉન પર લટાર મારતા હતા .. એમના કાનમાં ક્યાંક ઠંડા ઠંડા પવનનો તો ક્યાંક એકબીજાનુ નામ લેતી ધડકનનો અવાજ હતો .. બવ ખુશ અને દુનિયાથી બેખબર..? જાણે ભગવાને બન્નેને એકબીજા માટે જ મોકલ્યા હોય..રોજ આવી રીતે 20 મિનિટ એકબીજા સાથે ગાળતા.. અરેરે .. તેમના ખોવાયેલા પ્રેમનાં વણઁનમાં હુ એમનો પરિચય આપવાનુ જ ભૂલી ગયો... કિશન નાના ગામનો એવો સીધો અને સાદો છોકરો.. સીધો એવો કે સારા સાથે સારો.. અને ખરાબ સાથે એનાથી પણ ખરાબ.. પણ થોડો શાયર મિજાજનો પણ હતો .. એ દરેક
Full Novel
રાધા ઘેલો કાન - 1
રાધા ઘેલો કાન - 1 હાથોમાં હાથ અને વાતોમાં એકબીજાની અદાઓનુ રાજ .. એમ કિશન અને રાધિકા લૉન પર મારતા હતા .. એમના કાનમાં ક્યાંક ઠંડા ઠંડા પવનનો તો ક્યાંક એકબીજાનુ નામ લેતી ધડકનનો અવાજ હતો .. બવ ખુશ અને દુનિયાથી બેખબર..? જાણે ભગવાને બન્નેને એકબીજા માટે જ મોકલ્યા હોય..રોજ આવી રીતે 20 મિનિટ એકબીજા સાથે ગાળતા.. અરેરે .. તેમના ખોવાયેલા પ્રેમનાં વણઁનમાં હુ એમનો પરિચય આપવાનુ જ ભૂલી ગયો... કિશન નાના ગામનો એવો સીધો અને સાદો છોકરો.. સીધો એવો કે સારા સાથે સારો.. અને ખરાબ સાથે એનાથી પણ ખરાબ.. પણ થોડો શાયર મિજાજનો પણ હતો .. એ દરેક ...વધુ વાંચો
રાધા ઘેલો કાન - 2
રાધા ઘેલો કાન :- 2 અને તેના કાકા કિશનને કહે છે, જો આજે ગુરુવાર છે .. આપણે સાંઈ મંદિર છે.. તો ફટાફટ તૈયાર થઈ જા .. કિશન નાહી ધોઇ તૈયાર થઇને નીચે આવી જાય છે .. અને કાકા-કાકી સાથે મંદિર જવા નીકળે છે .. પણ કહેવાય છે ને કે જો બે દિલ મળવાનાં જ હોય તો ધૈયઁને પણ પોતાના લક્ષણ ભૂલવા પડે છે .. અને તે જ રીતે રાધિકાને પણ દર ગુરુવારે સાંઇમંદિર જવાની ટેવ હતી .. પણ તે આજે એને exam હોવાથી રોજનાં સમય કરતા વહેલા નીકળી જાય છે.. પણ કિશનને તો સાંઇદશઁન કરતાં વધારે તો સવારનાં રૂપદશઁન ...વધુ વાંચો
રાધા ઘેલો કાન - 3
રાધા ઘેલો કાન :- 3 ( આગળ જોઈએ કિશન-રાધિકાની વાતો ) રાધિકા : મતલબ ? રુપ રાધા જેવુ છે હુ નઇ ? કિશન : એ તો હવે આપણી Friendship થાય એટલે જ ખબર પડે .. ( મીઠી સ્માઇલ સાથે ) રાધિકા : ઑહ્હ .. એવુ ?? - મનમાં ( દિલ પણ એવુ જ છે .. ડાહ્યા પણ કોઇને પણ થોડી ત્યાં જગા મળી જાય.. ) કિશન : યા..... રાધિકા : Ok..Ok... આગળ જો .. રુપ જોવામાં ને જોવામાં બીજા કોઇનુ રૂપ બગાડી નાખીશ .. કિશન : ના,ના તમે એનુ ટેન્શન ના લો .. તમે ખાલી કોલેજનો રસ્તો બતાવો .. ...વધુ વાંચો
રાધા ઘેલો કાન - 4
રાધા ઘેલો કાન - 4 રાધિકાને કોલેજ પર છોડીને આવતો કિશન બસ ગાડીમાં બેઠો બેઠો કંઈક વિચારી જ રહ્યો એના વિચારમાં ને વિચારમાં એ સાંઈમંદિર પણ ચુકી જાય છે.. એનું આટલુ ગહન વિચારવાનુ કારણ બીજું કઈ નહીં પણ નિક હતો.. અને એટલા માટે નહીં કે તે રાધિકાનો ફ્રેન્ડ છે પરંતુ એટલા માટે કારણ કે જયારે એ કિશનને મળ્યો ત્યારે એ બસ એટલું જ બોલ્યો હતો કે મેં તને ક્યાંક જોયો છે.. અને કિશનનું ભૂતકાળ માત્ર કિશનને જ ખબર છે કે એનું ભૂત શુ છે? જે ભૂતને ભૂલવા માટે તે આટલો ખુશ અને અધૂરી લાગણી લઈને ફરે છે એનું કારણ ...વધુ વાંચો
રાધા ઘેલો કાન - 5
રાધા ઘેલો કાન - 5 ગયા ભાગમાં જોયું કે નિખિલ અને રાધિકા બન્ને પેપર આપવા માટે પોતાના કલાસરૂમમાં જાય જ સુપરવાઇઝર આવ્યા. ચલો એકદમ ચૂપ.. ! અહીં વાતો કરવા આવ્યા છો કે પેપર આપવા?? ચલો આ લો.. ! એક-એક પેપર લઈને પાછળ જવા દો. ખરેખર પણ આ મહેનત વગરની ટ્રીક સારી છે ને? દરેક ટીચર આવું જ કરતા હોય છે.. પહેલી બેન્ચ વાળાને પેપર આપી દેવાનું, એટલે છેલ્લે સુધી પોહચી જાય. મને લાગે કોરોના વાયરસ ફેલાવાની શરૂઆત આવી રીતે જ થઇ હશે.એકને મળી ગયું હશે એટલે એણે ધીમે ધીમે પાછળ આવા દીધું. ? અને છેલ્લે ભારતમાં આવી ગયું છે. ...વધુ વાંચો
રાધા ઘેલો કાન - 6
રાધા ઘેલો કાન - 6 રાધિકા પાણી પીવા માટે બહાર જાય છે.લોબીમાં બીજા પણ ક્લાસ હોય છે ત્યાં બીજા ફ્રેન્ડ્સનાં પણ નંબર પડેલા હોય છે.. તે એમની સામે હસતા હસતા પાણી પીને જલ્દી કલાસમાં આવે છે ને.. એનું આગળનું પેપર લખવાનુ સ્ટાર્ટ કરે છે .. 3 કલાક પુરા થાય છે.તે પેપર સરને પેપર આપીને પેન પોતાના પર્સની અંદર મુકતા મુકતા બહાર આવે છે.બહાર નિખિલ તેની રાહ જોઈને બહાર ઊભો હોય છે.. કેમ બીજા બધા કઈ ગયા? રાધિકા નિકને પૂછે છે. ખબર તો છે તને એ લોકોને કંઈક કામ હોય તો જ ઊભા રે.. મતલબી છે.ગયા પેપર આપીને ક્યારના.. ઓહહ..ઓકે ...વધુ વાંચો
રાધા ઘેલો કાન - 7
રાધા ઘેલો કાન :- 7 ગયા ભાગમાં જોયું તે પ્રમાણે રાધિકા કિશન વિશે વિચારતા વિચારતા બારીની બહાર જોઈ રહી છે.. અને અહીંયા કિશન પોતાની examની તૈયારી કરતા કરતા તેની ટેક્સ્ટ બુક વાંચી રહ્યો છે.. કેમ? કિશન? પહેલા તો તુ બવ હોશિયાર હતો.. હવે કેમ કોલેજમાં આટલી બધી કેટી આવે છે? કિશનનાં કાકીએ શાક સમારતાં સમારતાં મજાકમાં કિશનને સવાલ કર્યો.. કઈ નઈ કાકી એમ જ.. કિશને ઉતર વાળ્યો.. શુ એમ જ.. !!? અમને ખબર નથી એવુ લાગે.. બીજી બધી વાતોમાં હવે ઓછું ધ્યાન આપ અને ભણવામાં વધારે, તારા પપ્પાનો ફોન આવ્યો હતો ગઈકાલે.. ખબર છે આજ સુધી એટલા ટેન્સનમાં એમને ...વધુ વાંચો
રાધા ઘેલો કાન - 8
રાધા ઘેલો કાન :- 8 ગયા ભાગમાં જોયું કે કિશન એના ભૂતકાળને કારણે રાધિકા બારીમાંથી ઉભી થઈને જાય છે તે રાધિકા વિશે પણ એવુ જ વિચારે છે કે દરેક છોકરી મતલબી હોય છે.. આટલુ વિચારતા એ બારીમાં જ ઊભો હોય છે અને એના ભૂતકાળમાં ખોવાય ગયેલો હોય છે ત્યાં જ એના મોબાઈલ પર એક મેસેજ ટોન વાગે છે.. અને એ મેસેજ બીજા કોઈનો નહીં પણ એનો જ હોય છે જેના કારણે કિશન આજે એના કાકાનાં ઘરે આવેલો હોય છે.. કિશન એના કાકાનાં ઘરે એનું વેકેશન ગાળવા કે examની તૈયારી માટે નહીં પરંતુ અમુક યાદોને મૂકીને નવી ઝીંદગીની શરૂઆત કરવા ...વધુ વાંચો
રાધા ઘેલો કાન - 9
રાધા ઘેલો કાન :- 9 ગયા ભાગમાં જોયું તે પ્રમાણે નિકિતા અને એની ફ્રેન્ડ્સ કિશનને કોલ પર કોલ કરતા છે.. અને અહીં નિકિતા ખુબ જ રડતી હોય છે.. અને એની ફ્રેન્ડ કિશનને કોલ કરવાના વ્યર્થ પ્રયત્નોથી કઁટાળીને એને કહે છે.. જયારે એ તારી સાથે હતો ત્યારે તને એની કદર નહોતી અને તે હમેશા એને ઇગ્નોર જ કર્યો છે.. ત્યાં જ બીજી ફ્રેન્ડ બોલે છે..મેં તને પેહલા પણ કીધું હતું કે એના જેટલો પ્રેમ તને કોઇ નહીં કરશે.. પણ મારાથી ખબર નઈ આટલી મોટી ભૂલ કઈ રીતે થઈ ગઈ.. મેં અજાણતા જ એને કયારે ઇગ્નોર કરવા લાગી અને હું પણ ...વધુ વાંચો
રાધા ઘેલો કાન - 10
રાધા ઘેલો કાન :- 10 ગયા ભાગમાં જોયું તે પ્રમાણે નિકિતા અને એની ફ્રેન્ડ વાતો કરતી હોય છે ત્યાં કિશનને કોઇ ફોટો મોકલે છે અને ફોટો મોકલનાર સાથે વાત થાય છે.. અને એટલામાં જ કિશનનાં ઘરની ડોરબેલ વાગે છે.. કિશન ઘરનો દરવાજો ખોલે છે અને સામે જ જોવે છે તો કોણ?? તમને ખબર પડી જ ગઈ હશે કોણ? હા.. હા.. એજ સવારની પરી "રાધિકા".. હા એણે સવારે જ કિશનને કીધું હતું કે હું સાંજે આવીશ અંકલનાં ઘરે.. અને એટલે જ કોઇ કામનાં બહાનાથી અંકલ અને આંટીને મળવા માટે આવે છે.. અને ફરીથી એજ રીતે કિશન હાલ પણ રાધિકાને જોઈને ...વધુ વાંચો
રાધા ઘેલો કાન - 11
રાધા ઘેલો કાન :- 11 ગયા ભાગમાં જોયું કે કિશન એ અંજલીનો સ્કુલમિત્ર હોય છે અને એજ અંજલી કિશન નિકિતાનાં ઝગડાનો ફાયદો ઉઠાવીને બન્નેને અલગ કરવા માટે કિશનને નિકિતા વિરુદ્ધ ચડાવે છે.. રાધિકા આજે exam આપીને બહાર નીકળે છે ત્યાં જ સામે જોવે તો કિશન એની સામે ઊભો હોય છે એની રાહ જોઈને.. અને ત્યાં જ નિખિલ પણ ત્યાં આવી ચડે છે અને કિશન ને જોતા જ બોલે છે.. ઓહ.. hi, કિશન શુ ચાલે છે? બસ હાથ પગ.. સીધો જવાબ આપને ભાઈ.. હું શાંતિથી વાત કરું છું ને.. પણ મેં કીધું વાત કર એમ?? હેય રાધિકા.. કેવું ગયું પેપર? ...વધુ વાંચો
રાધા ઘેલો કાન - 12
રાધા ઘેલો કાન :- 12 ગયા ભાગમાં કિશન અને રાધિકા રાધિકાની કોલેજ આગળ મળે છે.. અને બીજી બાજી નિકિતા એની કોઇ ફ્રેન્ડ કિશનની જ વાતો કરતા હોય છે.. અને નિકિતા એની ફ્રેન્ડ આગળ હજી એક વખત કિશનને મળવાની ઈચ્છા વ્યક્ત કરે છે... હવે આગળ.. ઓકે છોડોને યાર તમે બન્ને.. જે દિવસથી મળ્યા એ દિવસથી બસ ખબરની એકબીજાનાં દુશમન જ બની બેઠ્યાં છો.. ઓકે તો એને કે હવે એ અહીંથી જતો રહે.. કિશને રાધિકાને જવાબ આપ્યો.. અરે હું શુ કામ જવ? આ કોલેજ કેમ્પસ તારું નથી.. મારી મરજી હું ગમે ત્યાં ઊભો રહું.. અને ગમે ત્યાં ફરું તારે શુ? ઓકે ...વધુ વાંચો
રાધા ઘેલો કાન - 13
રાધા ઘેલો કાન :- 13 છેલ્લા ભાગમાં કિશન અને રાધિકાની મિત્રતાની કહો કે પ્રેમની જે કહો તે પણ વાત વધે છે.. તે બન્ને કોલેજની થોડે દૂર ચા પીવા માટે મળે છે અને ચા પીતા પીતા બન્ને એકબીજાની વાતો જાણે છે.. હવે આગળ.. ના હો તુ મને ચાનો નશો કરાવીને તારા નશા તરફથી મારું ધ્યાન ના ભટકાવી શકે..કેને કોણ છે એ વિશેષ.. રાધિકા કિશનનાં ભૂતકાળ વિશે જાણવાનો પ્રયત્ન કરે છે.. છે નહીં હતી. કિશન ઉતર વાળે છે.. અરે પણ કોણ? કિશન :- એ બધું જાણવું જરૂરી છે.? રાધિકા :- હા વળી, જે વાતો છુપાવે એ મિત્ર થોડી કહેવાય કિશન :- ...વધુ વાંચો
રાધા ઘેલો કાન - 14
રાધા ઘેલો કાન :- 14 ગયા ભાગમાં જોયું કે રાધિકા અને કિશન બન્ને મળે તો છે પણ કિશનની વાતો સાંભળીને કિશન સાથે આગળનો સંબંધ રાખવો કે નહિ તે વિચારમાં પડી જાય છે અને બવ દિવસ સુધી કિશનની નજર સામે પણ આવતી નથી.. અને એક દિવસ તે નિખિલ પાસેથી બધું જાણવા માટે નિખિલ ને કોલ કરે છે હવે આગળ.. હેલો નિખિલ.. હાય.. સામેથી નિક બોલે છે.. હા.. મારે કામ હતું તારું.. હા બોલને.. શુ થોડીવાર માટે મને મળવા આવી શકીશ? કેમ એકદમ? કામ છે.. ઓકે ક્યાં આવું? ત્યાં જ જ્યાં આપડે ફ્રેન્ડ્સ મળીએ છીએ.. ઓકે.. પોહંચુ થોડીવારમાં.. આટલુ કહીને રાધિકા ...વધુ વાંચો
રાધા ઘેલો કાન - 15
રાધા ઘેલો કાન :- 15 ગયા ભાગમાં જોયું કે રાધિકા નિખિલ પાસેથી કિશન વિશેની બધી જાણકારી મેળવી લે છે ત્યાં જ અંજલીને પણ ખબર પડી જાય છે કે કિશન નિકિતાને મળવા માટે માની ગયો છે.. હવે નિખિલ નિકિતાનો જૂનો ફ્રેન્ડ હોવાને કારણે અંજલીને ગમે ત્યાંથી નિખિલનો નંબર મળી જાય છે અને કિશન વિશે જાણવા માટે તે નિખિલને કોલ કરવાનું વિચારે છે હવે આગળ.. રાધિકા પોતાના ઘરે બેસી છે અને બસ કિશન વિશે જ વિચાર્યા કરતી હોય છે કે શુ ખરેખર કિશને નિકિતાને મારી હશે કે નિખિલ મને એના વિશે ખોટું કહે છે? અરે ના ના પણ નિખિલ શુ કામ ...વધુ વાંચો
રાધા ઘેલો કાન - 16
રાધા ઘેલો કાન : 16 ગયા ભાગમાં જોયું કે રાધિકા કિશન વિશે બધું જાણીને એના વિશે વિચાર્યા જ કરતી છે અને ત્યારબાદ તે એને જોવા માટે અંકલનાં ઘરે જાય છે પરંતુ ત્યાં કિશન મળતો નથી અને તે વધારે જ દુઃખી થઈ જાય છે.. અને એકબાજુ અંજલી કિશન વિશે બધું જાણવા માટે નિખિલને કોલ કરે છે અને કિશન અને રાધિકાની વાત નિખિલ અંજલી ને જણાવે છે.. ત્યારબાદ અંજલી પણ દુઃખી થઈ જાય છે હવે આગળ.. "ગુસ્સાથી દૂર થયેલા મળી જાય પણ પ્રેમથી દૂર થયેલા કયારેય મળતા નથી" !! આ વાતને હવે કિશન સાચી સાબિત કરશે કે જૂઠી ખબર નઈ.. કિશન ...વધુ વાંચો
રાધા ઘેલો કાન - 17
રાધા ઘેલો કાન :- 17 ગયા ભાગમાં જોયું કે કિશન ઘરે આવી જાય છે.. કિશનનાં પાપા કિશનને એની કોલેજ એની પરીક્ષા માટે બોલતા જ રહેતા હોય છે.. કિશન ઘરની બહાર નીકળે છે ત્યાં એનો મિત્ર મનીષ એને મળે છે અને કિશનને સમજાવે છે કે જે પણ નિર્ણય લે તુ એ સમજી વિચારીને લેજે.. હવે આગળ.. કિશનનાં દરિયાકેરા જીવનમાં ચાલતી આ હાલાક ડોલક નૈયાને તે પાર ઉતારવા માંગે છે પરંતુ તે પોતાનો નિર્ણય લઇ શકતો નથી.. કિશન ઘરમાં બેઠો છે.. હાલ ઘરે કોઇ છે નઈ.. તે અને તેનું એકાંત એક રૂમમાં બેઠા છે.. ટેબલ પર ચાનો કપ પડ્યો છે અને ...વધુ વાંચો
રાધા ઘેલો કાન - 18
રાધા ઘેલો કાન : 18 ગયા ભાગમાં જોયું કે કિશન નિકિતાને મળે કે ના મળે એ વિશે વિચારતો જ છે અને ત્યાં જ નિકિતાનો કોલ આવે છે.. અને નિકિતાને કિશનનો અને રાધિકાનો સાથે બેઠેલા ફોટો મળી જાય છે અને નિકિતા કિશનને કોલ કરે છે અને રડતા રડતા કિશનને હવે મળવા માટે ના કહી દે છે.. હવે આગળ.. ટેબલ પર માથું મૂકીને કયારે સૂઈ જાય છે.. એને ખબર જ નથી રહેતી.. અને એ આટલા બધા વિચારોમાં ખોવાય જાય છે.. કે એની ઊંઘમાં અને સપનામાં પણ ક્યાંક આ બધા પ્રોબ્લેમસ જ ચાલ્યા કરે છે.. અને એના કારણે ઊંઘમાં એકદમ જ ઝબકી ...વધુ વાંચો
રાધા ઘેલો કાન - 19
રાધા ઘેલો કાન :19 ગયા ભાગમાં જોયું કે કિશન નિકિતા સાથે વાત કર્યા બાદ એની મમ્મી સાથે થોડી વાતો છે એનો મિત્ર કિશનને પોતાની જાતને ઓળખવા માટે કહે છે.. ઘરે જઈને કિશન નિકિતાને કોલ કરે છે અને મળવા માટે કહે છે.. બન્નેનું મળવાનું નક્કી થાય છે.. અને એક બાજુ રાધિકા કિશનની યાદોમાં જ ખોવાયેલી રહે છે અને એ જગ્યાએ જ ચા પીવા જાય છે.. જ્યાં તે બન્ને પહેલા ગયા હોય છે.. અને ત્યાં એક વ્યક્તિ આવીને કિશનને બરબાદ કરી નાખવાની વાત કરે છે.. હવે આગળ તે વ્યક્તિ રાધિકાને આટલુ કહીને ત્યાંથી નીકળી જાય છે.. અને હોટેલમાં આજુબાજુનાં લોકો પણ ...વધુ વાંચો
રાધા ઘેલો કાન - 20
રાધા ઘેલો કાન : 20 પણ મને એ ખબર ના પડી કે આ રાધિકા એની સાથે કેમ આટલી રસ છે? કઈ ની ચલ.. પછી વાત કરીએ.. જોયુ જશે બધુ એતો.. આટલુ બોલીને નિકિતા પોતાની સ્કુટી લઈને ઘર તરફ રવાના થાય છે.. ******************************************** તુ અહીં આવ.. રાધિકા નિખિલને ઘરમાંથી બાર બોલાવતા કહે છે.. શુ થયું?.. કેમ એકદમ આજે ઘરે? આવને અંદર ! નિખિલે રાધિકાને ઘરમાં બોલાવતા કહ્યું... તારો ફોન બે દિવસથી લાગતો નથી.. બંધ છે કે શુ?? હા યાર મોબાઈલમાં નેટવર્કનો બવ પ્રોબ્લેમ આવે છે એટલે નહીં લાગતો હોય ફોન.. નિખિલ રાધિકાને સોફામાં બેસવાનો ઈશારો કરતા કહે છે.. ના એક ...વધુ વાંચો
રાધા ઘેલો કાન - 21
રાધા ઘેલો કાન : 21 અમારા ઘરમાં એમ પણ બહુ ટાઈમથી ફેમિલીમેટર ચાલુ છે.. અને એમ માનીલે, આ પણ એક ભાગ જ છે.. ખબર નહીં એ બધી પણ હું જ્યાં સુધી ઓળખું છું કાકાને ત્યાં સુધી હું તેને ચોક્કસ કહું છું.. " કાકા આવું કયારેય ના કરે.. " છોડ એ બધું.. તુ બોલ પછી કેવી રહી exam?? કિશન બોલ્યો.. બસ સારી.. મનમાં ( તુ આયો હતો એ દિવસે સૌથી સારુ પેપર ગયું હતું.. ) રાધિકાએ એક હાસ્ય સાથે જવાબ આપ્યો.. હા.. ઓકે ચલ પછી વાત કરીએ.. મારે કામ છે.. હા.. હા.. કરી લે તુ વાત.. રાધિકાએ પણ ટોન્ટ મારતા ...વધુ વાંચો
રાધા ઘેલો કાન - 22
રાધા ઘેલો કાન : 22 (અંજલી અને રાધિકાની મુલાકાત ) આટલુ વિચારી તે ફટાફટ એની સ્કુટી લઇ એના ઘર જાય છે.. અને ઘરે પોહચી તરત એના રૂમમાં જાય છે અને વિચારવા લાગે છે કે કિશન સામે આની સચ્ચાઈ કઈ રીતે લાવું? આટલુ વિચારતા વિચારતા એકદમ તેને અંજલીની યાદ આવે છે અને તરત તે અંજલીને ફોન કરવાનું વિચારે છે.. રાધિકા અંજલીનો નંબર ડાયલ કરે છે.. હેલો, અંજલી? હા બોલ.. હું રાધિકા.. મેં તને કોલ કર્યો હતો ને કિશનનાં નંબર માટે એ.. હા.. હા.. બોલ.. પછી થઈ વાત કિશન સાથે? હા વાત પણ થઇ અને ઘણું બધું જાણવા પણ મળ્યું.. શુ?? ...વધુ વાંચો
રાધા ઘેલો કાન - 23
રાધા ઘેલો કાન : 23 (કિશનના લગ્નની વાત ) ના.. ના.. તુ મારાં ગામમાં આવી છે એટલે તુ બોલ.. પાછું એની તરફ જ સંકટ ઢોળે છે.. ઓકે.. ચલ તારી પસંદનું મંગાવી લે કઈ પણ.. એમ? મેં તો સાંભળ્યું હતું કે આપડી પસંદ એક જ છે.. અંજલીએ કટાક્ષમાં રાધિકાને જવાબ આપ્યો અને હસવા લાગી.. ઓહ કઈ રીતે? રાધિકાએ આશ્ચર્યથી પૂછ્યું.. કેમ તને નથી ખબર? અંજલીએ સામે પ્રશ્ન કર્યો.. " કઈ ની છોડ.. બે કટીંગ મંગાવી લવ છું.. " અંજલીએ વેઈટર સામે જોતા રાધિકાને કહ્યું.. " હા મને તો બવ ગમે છે ચા.." રાધિકા બોલી.. " ઓહો તને પણ?? " અંજલીએ ...વધુ વાંચો
રાધા ઘેલો કાન - 24
રાધા ઘેલો કાન :- 24 તુ ટ્રાય તો કરી જો.. અંજલી રાધિકાને એનો ફોન આપતાં કહે છે.. ઓકે.. રાધિકા પર ફોન લગાવે છે.. હેલો.. સામેથી અવાજ આવ્યો.. હા.. હું રાધિકા હા બોલ.. કિશને ઉતાવળમાં જવાબ આપ્યો.. કેમ કઈ કામમાં છે? ના ના બોલને.. કઈ નઈ.. કિશને સામેથી ઉતાવળા સ્વરે જવાબ વાળ્યો.. હું મારાં માસીના ત્યાં આવી છું.. તારા શહેરમાં.. રાધિકા એ પણ હરખમાં આવીને કિશનને આ સમાચાર સંભળાવ્યા.. ઓહો.. રાધિકા અને એ પણ અમારા શહેરમાં? સ્વાગત માટે આવું પડશે એમને ! કિશને પણ તેનું સ્વાગત કરતા શબ્દો વાપરી જવાબ આપ્યો.. ના મારું સ્વાગત તો ...વધુ વાંચો
રાધા ઘેલો કાન - 25
રાધા ઘેલો કાન : 25 આ એરિયા ગેસ્ટ હાઉસનો જ એરિયા હતો એટલે કિશનના મનમાં વધારે શંકા જવા લાગી પણ કિશન હમણાં એને કઈ જણાવા માંગતો નહોતો અને તેને રંગે હાથ જ પકડીશ એવુ વિચારીને.. " ઓકે કઈ વાંધો નઈ.. પછી મળી લઈશુ.. " આટલુ કહી કિશન ફોન ક્ટ કરી કંઈક વિચારવા લાગે છે .. અને તે કાલે 12 વાગે એ જ એરિયામાં જવાનું વિચારે છે.. * * * * * * * * * * * * * * * * * * * * * * * બીજા દિવસે સવારે કિશન મનીષના કેહવા પ્રમાણે તે જ ગેસ્ટ ...વધુ વાંચો
રાધા ઘેલો કાન - 26
રાધા ઘેલો કાન : 26 એને પટાવીને એની સાથે લવનું નાટક કરે તો? હટ.. હટ.. મરવું છે મારે.. બિલકુલ ઓકે ચલ લવ નઈ.. ફ્લર્ટ તો કરીશને?? હા એ કદાચ કરી શકું.. હા તુ ગમે તે કરીને એની કલોઝ થઈ જા.. અને પછી આગળનું આપણે વિચારીએ.. આટલુ કહી તે બન્ને છુટા પડે છે.. * * * * * * * * * * * * * * * * * * * * * * * * * ઘરે પોહ્ચ્યા પછી થોડીવારમાં રાધિકા નિખિલને મેસેજ કરે છે.. અને બન્નેની પેહલેથી ફ્રેન્ડશીપ હોવાથી રાધિકાને વાત કરવામાં પણ બવ ખચકાટ નહોતો તેથી ...વધુ વાંચો
રાધા ઘેલો કાન - 27
રાધા ઘેલો કાન : 27 અહીં બન્નેને આના માટે નથી બોલાવ્યા હો.. " રાધિકા બન્નેની આંખો વચ્ચે હાથ લાવતા છે.. બન્ને એકબીજાનો હાથ લઇ લે છે ને, ચા પીવા લાગે છે.. "જા ને બે.." મનીષ પણ વાતને ઇગ્નોર કરતા બોલે છે.. શુક્રવારે મળવાનું નક્કી કરી ત્રણે ત્યાંથી છુટા પડે છે.. * * * * * * * * * * * * * * * * * * * * * ( શુક્રવારે સવારે ) અંજલીનો કોલ આવે છે મનીષ પર.. " હા બોલ અંજલી.. " " કર્યો હતો ફરી કોલ કિશનને?? " " હા હમણાં જ વાત થઈ.. ...વધુ વાંચો
રાધા ઘેલો કાન - 28 - છેલ્લો ભાગ
રાધા ઘેલો કાન : 28 બસ આ ઘમંડ જ તોડવો હતો.. તને યાદ છે તારી કોલેજમાં આવતી દિશા? " તો?" કિશન પોતાની આંખો સાફ કરતા અને ઊભો થતા બોલે છે.. તને ખબર છે એ કોની ગર્લફ્રેન્ડ હતી?? એને કોણ લવ કરતું હતું?? તુ જે રીતે મારાં પર મરે છે.. અને મને જેટલો પ્રેમ કરે છે ને એટલો જ પ્રેમ મારો ભાઈ એ દિશાને કરતો હતો.. પણ તારી ફ્રેન્ડશિપે અને તારી વાતો એ ખબર નહીં એવો તો શુ જાદુ કર્યો હતો દિશા પર કે એ મારાં ભાઈને ભૂલીને તારી દીવાની થઈ ગઈ હતી.. અને એના પરિણામે મારો ભાઈ દિશાના પ્રેમમાં ...વધુ વાંચો