રાધા ઘેલો કાન - 11 spshayar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • શ્રાપિત પ્રેમ - 18

    વિભા એ એક બાળકને જન્મ આપ્યો છે અને તેનો જન્મ ઓપરેશનથી થયો છે...

  • ખજાનો - 84

    જોનીની હિંમત અને બહાદુરીની દાદ આપતા સૌ કોઈ તેને થંબ બતાવી વે...

  • લવ યુ યાર - ભાગ 69

    સાંવરીએ મનોમન નક્કી કરી લીધું કે, હું મારા મીતને એકલો નહીં પ...

  • નિતુ - પ્રકરણ 51

    નિતુ : ૫૧ (ધ ગેમ ઇજ ઓન) નિતુ અને કરુણા બીજા દિવસથી જાણે કશું...

  • હું અને મારા અહસાસ - 108

    બ્રહ્માંડના હૃદયમાંથી નફરતને નાબૂદ કરતા રહો. ચાલો પ્રેમની જ્...

શ્રેણી
શેયર કરો

રાધા ઘેલો કાન - 11

રાધા ઘેલો કાન :- 11

ગયા ભાગમાં જોયું કે કિશન એ અંજલીનો સ્કુલમિત્ર હોય છે અને એજ અંજલી કિશન અને નિકિતાનાં ઝગડાનો ફાયદો ઉઠાવીને બન્નેને અલગ કરવા માટે કિશનને નિકિતા વિરુદ્ધ ચડાવે છે..

રાધિકા આજે exam આપીને બહાર નીકળે છે ત્યાં જ સામે જોવે તો કિશન એની સામે ઊભો હોય છે એની રાહ જોઈને..

અને ત્યાં જ નિખિલ પણ ત્યાં આવી ચડે છે અને કિશન ને જોતા જ બોલે છે..
ઓહ.. hi, કિશન શુ ચાલે છે?
બસ હાથ પગ..
સીધો જવાબ આપને ભાઈ..
હું શાંતિથી વાત કરું છું ને..
પણ મેં કીધું વાત કર એમ??
હેય રાધિકા.. કેવું ગયું પેપર? કિશને નિખિલને હટાવતા રાધિકા આગળ જતા બોલ્યો..
નિખિલ અટકતા અટકતા કિશન અને રાધિકાની વચ્ચે ઊભો રહેવાનો અને પોતાની હયાતી સાબિત કરવાનો નિરર્થક પ્રયત્ન કરે છે.. 😅

સારુ ગયું કિશન.. રાધિકા પોતાના ચેહરા પર એક અલગ જ નિખાલસ ભાવ લાવીને જવાબ આપે છે..
રાધિકાને લાગતું હોય છે કે એણે જે કાગળ ગઈકાલે રાતે એના ઘરે મુક્યો હતો તે કાગળ વાંચી લીધો છે..
પરંતુ એ કાગળ વિશે કિશનને કાંઈ જ ખબર નહોતી..
નિખિલ તારે કેવું ગયું પેપર?..
સારુ..પણ તારા જેવું નહીં..
એના જેવું તો ના જ જાય ને..
પેપર પણ થોબડા જોઈને જ જાય.. 😅
એ કિશન તુ તારી લિમિટ ક્રોસ કરે છે..
તુ મને લિમિટ ના સીખવાડ ઓકે..
તને શુ લાગ્યું હું તને નથી ઓળખતો..ગઈકાલે તે મને કીધું પછી મેં બવ વિચાર્યું પછી યાદ આવ્યું કે તુ એ જ છે જે પેલા દિવસે.. આટલુ બોલતા અટકી ગયો અને કિશને ગુસ્સામાં નિખિલને જવાબ આપ્યો..
તુ પણ એવુ ના વિચારીશ કે મને તારા વિશે કાંઈ ખબર નથી..
ભલે તને યાદ ના હોય મને બરાબર યાદ છે એ દિવસ જયારે..
આટલુ બોલતા નિખિલ અટકી જાય છે..
શુ બોલને હવે.. કેમ અટકી ગયો?
કે પછી રાધિકા છે એટલે બોલતો નથી..
એવુ કાંઈ નથી ઓકે..
હું હમણાં પણ બોલી શકું છું..
હા તો બોલને..
તમે બન્ને એકબીજાને પેહલે થી જાણો છો?
હા.. નિખિલ બોલ્યો..
કાંઈ રીતે?
એની જૂની ગર્લફ્રેન્ડનાં કારણે?
ઓહો કિશન..તારી ગર્લફ્રેન્ડ પણ છે ??
તો કેમ ના હોય?
કોણ છે એ??
છે નહીં હતી..
કેમ શુ થયું?. હવે કેમ નથી?
બ્રેકઅપ થઈ ગયું..
કઈ રીતે અને કેમ?
તારા ફ્રેન્ડને બધી ખબર જ છે.. કિશને જવાબ વાળ્યો..

અને અહીંયા નિકિતા પણ...

નિકિતા હવે ભૂલને એને.. એને તારામાં interest નથી તો તુ શુ કામ આટલો ભાવ આપે છે.. નિકિતાની ફ્રેન્ડ અને નિકિતા બન્ને ટેબલ પર બેઠા બેઠા વાતો કરતા હોઈ છે..
કાંઈ નઈ પણ બસ એક વાર એને મળી લેવું છે.. પછી ભલે એ મારી સાથે વાત ના કરે.. ચાલશે..
એની સાથેની મારી વાતો એટલી છે,
મુલાકાતો એટલી છે,
એની દર વખતે મને ખુશ કરવા માટેની હરકતો એટલી છે
એના દરેક મેસેજ મોકલેલી એની શાયરિઓ એટલી છે કે હું એને યાદ કરીને પણ જીવનભર ખુશી ખુશી જીવી લવ પણ એ મને બેવફા કહે એ મને બિલકુલ પસંદ નથી.. બસ એક વખત મળવું છે..
મને નહોતી ખબર કે એક વાત છુપાવાથી એ આટલો બધો સેન્સેટીવ થઇ જશે અને આવી રીતે બીહેવ કરશે.. એણે આવી રીતે પેહલા કયારેય મારી સાથે વાત નથી કરી..

તને ખબર છે.. હું ઘરે કાચમાં પણ જોવું છું તો મને એવુ જ થાય છે કે મેં બવ મોટુ પાપ કર્યું છે..
મને નથી ખબર કે કોઈનો વિશ્વાસ તોડવાની આટલી મોટી સજા પણ હોય શકે..
કે કોઈ અઢળક પ્રેમ કરતું હોવા છતાં પણ બસ એક ભૂલનાં કારણે આવી રીતે છોડીને જતું રહે..
મને તો લાગે છે એ તારી ભૂલની જ રાહ જોતો હતો..અને તમારા આ સંબંધથી કઁટાળી ગયો હતો..
એવુ કયારેય બને જ ના dear..
તને નથી ખબર એ મને બવ લવ કરે છે..
એતો મનેય ખબર છે નિકિતા..
પણ એના આવા બીહેવથી હું થોડી confuse છું..
હમમમ..મારી આંખમાંથી એક આંસુ નહોતો પડવા દેતો એને આજે મારાં એક આંસુની કિંમત નથી..
આટલુ બધું કોઇ કાંઈ રીતે બદલાઈ શકે યાર..
કાંઈ ની છોડ ચલ હવે.. કોફી પી લે..
આ કોફી પણ હવે મને ભાવતી નથી યાર..
એની યાદ ભૂલવા માટે મેં ચા છોડીને કોફી તો પીવું છું
પણ એની સાથે ચા પીવાની મજા આ કોફી કયારેય પુરી નહિ કરી શકે...
ખરેખર કિશને તને પુરેપુરી બદલી નાખી છે..
હાલ બોલે છે તુ પણ શબ્દો તો કિશનનાં જ છે..
નિકિતા આટલુ સાંભળીને કિશનને યાદ કરતા કરતા કોફીનાં કપ સામે જ જોઈ રહે છે..

આગળની વાત આગલા ભાગમાં જોઇશુ..
નિકિતા કિશનને લાસ્ટ ટાઈમ મળશે?
અને કિશન અને નિખિલ કઈ વાત રાધિકાથી છુપાવે છે.. જોઈએ આગલા ભાગમાં..
ઘરમાં રહો.. વાંચતા રહો.. જોડાયેલા રહો..

આપના પ્રતિભાવ આવકાર્ય છે..