રાધા ઘેલો કાન - 18 spshayar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

રાધા ઘેલો કાન - 18

રાધા ઘેલો કાન : 18

ગયા ભાગમાં જોયું કે કિશન નિકિતાને મળે કે ના મળે એ વિશે વિચારતો જ હોય છે અને ત્યાં જ નિકિતાનો કોલ આવે છે.. અને નિકિતાને કિશનનો અને રાધિકાનો સાથે બેઠેલા ફોટો મળી જાય છે અને નિકિતા કિશનને કોલ કરે છે અને રડતા રડતા કિશનને હવે મળવા માટે ના કહી દે છે..
હવે આગળ..

ટેબલ પર માથું મૂકીને કયારે સૂઈ જાય છે..
એને ખબર જ નથી રહેતી..
અને એ આટલા બધા વિચારોમાં ખોવાય જાય છે.. કે એની ઊંઘમાં અને સપનામાં પણ ક્યાંક આ બધા પ્રોબ્લેમસ જ ચાલ્યા કરે છે..
અને એના કારણે ઊંઘમાં એકદમ જ ઝબકી જાય છે..
તરત ઊંઘમાંથી ઉઠીને મોબાઈલ ચાર્જમાં મૂકી, પોતાનું મોં ધોવે છે અને રૂમની બહાર જાય છે..
રૂમની બહાર જઈ તરત મમ્મીને પૂછે છે..
મમ્મી તુ મારી રૂમમાં આવી હતી?
ના બેટા.. કેમ? મમ્મીએ પોતાનું કામ કરતા જવાબ આપ્યો..
" ના મને એવુ લાગ્યું કે મને કોઇ ઉઠાડીને ગયુ"..
એટલે પૂછ્યું..
ના બેટા, હું તો તારી રૂમમાં આવી જ નથી..
ઓકે તો પપ્પા ક્યાં છે?
એ તો કંઈક બજારમાં ગયા છે?
તો હું એકદમ ઝબકી ગયો કે શુ?
હા બેટા.. એવુ જ હશે તુ શુ કામ આટલા વિચારો કર્યા કરે છે.. એના કારણે જ આવું બધું થાય છે..

મમ્મી આટલુ બોલે છે ત્યાં જ કિશનની નજર નિકિતા એ આપેલી ગિફ્ટ પર પડે છે..
જે ગિફ્ટ એના શૉ-કેશમાં પડી હોય છે..
આ ગિફ્ટ જોતા જ તે એને કાઢીને બહાર ફેંકવા જાય છે..
પણ તરત જ કોઇ સંકેતથી તેના પગ રોકાઈ જાય છે..
અને તે ત્યાંથી ધ્યાન હટાવીને મમ્મી પાસેથી ચાનો કપ લે છે..
અને સોફા પર બેસતા જ મમ્મીને પૂછે છે..

શુ મમ્મી આપણે આંખોથી દેખેલુ કયારેય જૂઠું પણ હોય એવુ બની શકે..?
હા બેટા.. કેમ નઈ..
પણ કેમ તુ આવું પૂછે?.
કઈ નઈ.. મમ્મી એમ જ..
હા બેટા કેમ નઈ..
ઘણી વખત આંખે દેખેલું સાચું પણ નથી હોતું..
બવ વખત આપણા જીવનમાં એવુ બનતું જ હોય છે કે જે આપણને એકદમ સાચું અને આપણી નજરમાં પણ સાચું હોય..પરંતુ એ બવ વખત ખોટું પણ નીકળે છે..

પણ તુ કેમ આવું બધું પૂછે છે..
કઈ નઈ મમ્મી બસ એમ જ..

જો બેટા હવે તુ છે ને તારા ભવિષ્ય પર પણ ધ્યાન આપ..
તારો ભાઈ તો નાનો છે.. તારે જ હવે બધું જોવાનું છે..
હા મમ્મી.. ખબર છે મને બધી.. કિશન કઁટાળ્યો હોય એ રીતે જવાબ આપે છે..
બેટા માન્યું કે તેને ખરાબ લાગે છે મારી બધી વાતો પણ સાચું કહું છું હું તેને..
તારા વગર તારા પાપા સામે કોણ જોશે..?
તારા કાકા દેખાવડો બવ સારો હોવાનો કરે છે પણ એ કયારેય આપણું સારુ થતા નહીં દેખી શકે..
તુ હજી તારા કાકાને ઓળખતો નથી અને તારા પપ્પા પણ..
હા મમ્મી હું બધું જાણું છું.. કિશન એની મમ્મીને સાંત્વના આપતાં જવાબ આપે છે..

કિશન ચા પીને બહાર નીકળે છે અને વિચારવા લાગે છે.. કે મારાં અને રાધિકાનાં ફોટા કોણે પાડ્યા હશે?
આ વિચારમાંને વિચારમાં તે એના મિત્ર મનીષને કોલ કરે છે અને બેસવા માટે બોલાવે છે..
મનીષ : બોલ ભાઈ..
કિશન : કઈ નહીં ભાઈ.. આવ બેસ..
મનીષ : શુ રોતડુ.. જયારે હોય ત્યારે ઉતરેલી કઢી જેવું મોં કરીને બેઠો હોય છે..
કિશન : અરે પણ શુ કરું..?
પ્રોબ્લેમસ જ એટલા છે..
મનીષ : શુ થયું પાછુ?
કિશન : અરે આપણે પેલા દિવસે હું નિકિતાને મળવા જવ કે ના જવ એ વિચારતા હતા અને હવે નિકિતા જ મને મળવા તૈયાર નથી..
મનીષ : કેમ લા એવુ? શુ થયું પાછુ?
કિશન : થયું એમ કે એની ફ્રેન્ડનો કોલ આયો પહેલા મારી પર અને હું મારાં કાકાનાં ત્યાં ગયો હતો ને ત્યાં મારે એક છોકરી સાથે ફ્રેન્ડશીપ થઈ હતી.. તો અમે બન્ને એક દિવસ મળ્યા હતા..
મનીષ : ઓહો.. એક તો પત્યું નથી ને બીજું? વાહ ભાઈ..
કિશન : અરે એવુ કઈ નહોતું યાર.. તો એ દિવસે અમે મળ્યાને એનો ફોટો પાડીને કોઈએ નિકિતાને સેન્ડ કરી આપ્યો બોલ..
મનીષ : હા તો હવે?
કિશન : હવે શુ? હવે નિકિતાને એવુ લાગે છે કે એ છોકરી મારી કોઇ સ્પેશ્યલ છે..
હવે મેં મારી લાઈફમાં કોઈને સ્પેશ્યલ બનાવી જ નથી કયારેય મિત્રો અને એના સિવાય તેને પણ ખબર છે..
મનીષ : પણ તુ તો કહે છે ને.. કે તુ એની સાથે ચા માટે મળ્યો હતો..
કિશન : હા મળ્યો તો હતો..
મનીષ : તો પછી યાર.. તારા અને ચાને જે સંબંધ છે એતો આખા ગામને ખબર છે ને..?
કિશન : શુ???
મનીષ : કે કિશન બવ મિત્રો નથી રાખતો અને જે રાખે છે એની સાથે પુરેપુરી મિત્રતા રાખે છે..
આખુ ગામ કિશન સાથે બેસવા માટે તલપાપડ છે પણ તુ કોઈને ભાવ આપતો નથી અને ત્યાં તુ એક છોકરી સાથે અને એ પણ ચા માટે મળે છે તો નવાઈ તો લાગે જ ને..
તુ કોઈને આટલો બધો હક આપી દે તારી લાઈફમાં? એવુ મેં તો કદી સાંભળ્યું નથી..
કિશન : અરે મનીષ.. તુ પણ યાર..?
મનીષ : હા તો સાચું જ ને.. તુ પેલા તારી અંદર નમીને જો કે ભૂલ કોની છે અને કોણ કેવું છે બરાબર..
પછી બીજા કોઈના પર આરોપ લગાવજે ઓકે..
કિશન : મનમાં ( પોતાના વિશે વિચારે છે અને હવે તેને પોતાના પર જ શંકા જવા લાગે છે.. )
અરે પણ તુ એ તો વિચાર કે મારો અને રાધિકાનો ફોટો પાડ્યો કોણે હશે?
કેમ કે નિકિતા તો એવુ કહે છે કે નિખિલે તો પાડ્યો જ નથી તો બીજું કોણ પાડે?
એક કામ કર તુ છે ને એક વખત હવે નિકિતાને મળી જ લે.. એટલે બવ બધા પ્રશ્નોનાં જવાબ તને મળી જશે..
અને એવી રીતે જ મળજે..
જેવી રીતે તુ પહેલા એને મળતો હતો..
તારા ખુશનુમા ચેહરા અને આકર્ષિત અંદાજ સાથે જ ઓકે...
કિશન : એવી રીતે મળવું જરૂરી છે?.
મનીષ : હાસ્તો.. હવે આ મુરજાયેલા સબંધને ખીલવવો તો પડશે ને?
કિશન : જરૂર નથી ખીલવવાની..
મનીષ : છે જરૂર ઓકે.. જા છાનોમાનો..
કિશન : જોઈએ..
કિશન અને મનીષ છુટા પડે છે..
કિશન ઘરે જાય છે.. પોતાની રૂમની અંદર જઈને તરત નિકિતાને કોલ કરે છે..
કિશન : હેલો..
નિકિતા : હા બોલ..
કિશન : કાલે ફ્રી છે?..
નિકિતા : કેમ? શુ કામ છે?
કિશન : કેમ કામ વગર ના પુછાય હવે મારાથી?
નિકિતા : બોલ..
કિશન : કાલે મળીએ આપણે..?
નિકિતા : શુ કામ? એને જ મળવા જાને ફોટા વાળીને..નિકિતા ગુસ્સાને ઢાંકી પ્રેમ બતાવતી હોય એ રીતે જવાબ આપે છે..
કિશન : ના મારે તો ફોટાવાળીને નહિ.. ઝગડા વાળીને મળવું છે.. કિશન પણ એના ફ્લર્ટી અંદાજમાં જવાબ વાળે છે..
નિકિતા : ઓહહ એવુ.. એટલે હું છું તો તારા માટે હજી ઝગડાળુ જ એમને? તને તો હમેશા હું એવી જ લાગીશ કે...
કિશન : ના એવુ નથી હું તો ખાલી એમ જ કહું છું યાર.. મજાક કરું છું..
નિકિતા : પણ હું મજાકનાં મૂડમાં નથી..
કિશન : ઓહહો મારી નિકુ આજે ગુસ્સામાં છે એમને?
નિકિતા : મારી સાથે વાત ના કર તુ ઓકે..
કિશન : કેમ પણ યાર.. ખરેખર યાર એ મારી ફ્રેન્ડ છે..
નિકિતા : હા.. હા.. હશે ફ્રેન્ડ તારી.. તો જાને એની સાથે જ જઈને વાત કર.. ચાની ચુસ્કી લેતા લેતા..
કિશન : કોઈ જરૂર નથી હવે તો નિકિતા સાથે ચા પીવી છે..
પીવા આવીશ કે નહીં?
નિકિતા : આજ સુધી કોઇ દિવસ ના પાડી છે તો આજે ના પાડવાની હતી..
કિશન : હે.. હે.. બવ દિવસ ના પાડી છે હો..
નિકિતા : અરે એતો ઘરે કઈ પ્રોબ્લેમ હોય કે ના મળાય એવુ હોય તો જ ને.. નહિતર મળું જ છું ને યાર..
કિશન : હવ ડાયી..
નિકિતા : તુ આમ જ રહેતો હોય તો શુ કામ ઝગડા કરીને આપણો સંબંધ બગાડે છે?
કિશન : હું ઝગડા કરું છું એમ?
નિકિતા : તો બીજું કોણ કરે છે?
કિશન : તારું ચાલુ કે હવે મારી ભૂલો કાઢવાનું..
જ બધું મને નથી ગમતું.. કઁટાળી જવાય તારી જોડે..
નિકિતા : છે ને? ચાલુ કર્યું ને તે?
કિશન : અરે એવુ નથી યાર..ખાલી ક્વ છું.. તુ કેમ ગુસ્સે થાય છે?
નિકિતા : તો શુ યાર..
કિશન : ઓકે કાલે મળીએ આપડે?
નિકિતા : ક્યાં મળશુ પણ?
કિશન : ત્યાં જ જ્યાં પેહલી વખત મળ્યા હતા..
બીજું કોઇ જ નહીં..
તુ, હું અને આપણને હમેશા સાથ આપતી આ પ્રકૃતિ ઓકે ..
નિકિતા અને કિશન : ડન..
કાલે સાંજે 5 વાગે મળશુ.. ઓકે..
બાય.

રાધિકા એના ઘરે અને ઘરની બાલ્કનીમાં કિશનની યાદો સાથે જીવવા લાગી છે.. કિશનનાં ભૂતકાળને જાણ્યા પછી કિશન પ્રત્યે રાધિકાની કિશન પ્રત્યેની લાગણીમાં વધારો થઈ ગ્યો હતો..
તે એના ઘરની બહાર આવતા જ સીધા કિશનને શોધવાનો જ પ્રયત્ન કરતી અને ક્યાંક કિશનનો દીદાર મળી જાય એ આશયથી હમેશા તેના કાકાનાં ઘરની આગળ આંટા માર્યા કરતી અને આજે એકદમ વિચારતા વિચારતા અને સ્કુટી લઈને ત્યાં પોહચે છે જ્યાં કિશને અને રાધિકા બન્નેએ ચા પીધી હતી..
ત્યાં પોંહચીને ટેબલ પર બેસે છે અને બે કટીંગનો ઓર્ડર આપે છે..
વેઈટર બે ચા લઈને ટેબલ પર મૂકે છે..
ટેબલ પર મૂકીને જાય છે.. અને રાધિકા કિશનની યાદમાં જ આ ચા મંગાવે છે.. અને આ બીજી કટીંગ કિશન એની સાથે જ છે એવુ મેહસૂસ કરાવા માટે જ મંગાવે છે..
પરંતુ એકદમ સામેની ખુરસી પર કોઇ છોકરો આવીને બેસે છે.. જેને રાધિકા એ ક્યાંક જોયેલો હોય છે..
રાધિકાને જોઈને અને ખુરસી પર બેસતા જ બોલે છે..
" કેમ આજે કિશન નથી આવાનો ?
તુ કોણ? રાધિકા સામે પ્રશ્ન કરે છે..
મને નથી ઓળખતી..?
હું તારા ક્લાસમાં જ છું..
સામેવાળા વ્યક્તિ એકદમ ગુસ્સામાં અને દાંત દબાવતા જવાબ આપે છે..
તો કિશન સાથે તારે શુ લેવાદેવા?
મને કોઈએ કીધું છે કિશનને બરબાદ કરવાનો છે..
અને તને પણ કહું છું.. "તુ પણ દૂર રહેજે એનાથી નહિતર તેને પણ નહીં છોડું.. પણ તુ છે કોણ?? " અને કોણે કીધું છે?
હું કોણ છું એ તને ખબર પડી જ જશે થોડા દિવસમાં..
જે દિવસથી એ અહીં આવ્યો હતો એ દિવસથી જ મને એના પર નજર રાખવાનું કીધું હતું.. પણ આજે તેને એકલી જોઈ એટલે અહીં આવી ગયો..

હવે કોણ છે આ ચરકટ ?
અને એને કોણે કીધું છે કિશનને બરબાદ કરવાનું?.
એતો આગલા ભાગમાં જ ખબર પડશે..
અને શુ ખરેખર હવે કિશન અને નિકિતા એક થઈ જશે.. તમને શુ લાગે છે?
પ્રતિભાવ આપજો અને ઘરમાં રેહજો...
જય દ્વારકાધીશ.. 😊