રાધા ઘેલો કાન - 8 spshayar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રાધા ઘેલો કાન - 8







રાધા ઘેલો કાન :- 8



ગયા ભાગમાં જોયું કે કિશન એના ભૂતકાળને કારણે રાધિકા બારીમાંથી ઉભી થઈને જાય છે અને તે રાધિકા વિશે પણ એવુ જ વિચારે છે કે દરેક છોકરી મતલબી હોય છે..

આટલુ વિચારતા એ બારીમાં જ ઊભો હોય છે અને એના ભૂતકાળમાં ખોવાય ગયેલો હોય છે ત્યાં જ એના મોબાઈલ પર એક મેસેજ ટોન વાગે છે..
અને એ મેસેજ બીજા કોઈનો નહીં પણ એનો જ હોય છે જેના કારણે કિશન આજે એના કાકાનાં ઘરે આવેલો હોય છે.. કિશન એના કાકાનાં ઘરે એનું વેકેશન ગાળવા કે examની તૈયારી માટે નહીં પરંતુ અમુક યાદોને મૂકીને નવી ઝીંદગીની શરૂઆત કરવા માટે આવ્યો હોય છે પણ શુ ખબર આ નવી ઝીંદગીમાં પણ વીતેલો ભૂતકાળ એની સામે જ રહેશે..

એ મેસેજ જોવે છે તો એજ મોબાઈલ નંબર જોવે છે અને મો બગડી જાય છે..
જે મોબાઈલ નંબરનાં ફોન આવવાની એક સમયે આખા દિવસથી રાહ જોતો હોય છે..

એ નંબર સાથે જે નામને જોવે છે એ નામ જોતા જેના દિલમાં હમેશા વાતોનું ઘોડાપુર આવતું હતું તે નામ જોઈને આજે તે એકદમ ખરાબ લાગણી અનુભવે છે..
અને જે ( Hi..) મેસેજ જોતા તે એની દરેક દુનિયા ભૂલી જતો હતો તે જ મેસેજ જોઈને આજે તે એ મેસેજને ઇગ્નોર કરવા માંગે છે..

નિકિતા નામ જોતા તેને એ દિવસો, એ વાતો બધું એની આંખો આગળ ફરીથી તાજું થઈ જાય છે..

નિકી :- hi dear..
કિશન : plz dear તો ના જ બોલીશ.. કારણ કે આ શબ્દથી મને ખુબ જ નફરત થઈ ગઈ છે.. અને એ શબ્દ તારા મોઢેથી તો નથી જ શોભતો.. બોલ શુ કામ મેસેજ કર્યો છે હવે?

નિકી :- plz આવા અજાણ્યાની જેમ વાત ના કરીશ..
કિશન :- તો શુ કરું.. તે મજબૂર કર્યો છે મને અજાણ્યો બનવા માટે નહિતર મેં તો મારી આખી દુનિયા જ તને બનાવી હતી..
નિકી :- હા તો એ જ હવે મને ખબર પડી ગઈ છે કે તુ જ સાચો છે અને તારી સાથે જ હું ખુશ રહીશ..
કિશન :- પણ હવે હું તારી સાથે ખુશ નથી.. અને રહેવા પણ નથી માંગતો.. જે માણસને ફેમિલી કરતા પણ વધારે મહત્વ આપ્યું હોય.. એજ માણસ આમ ચીટ કરશે એવુ કયારેય મેં વિચાર્યું નહોતું..

નિકી :- મેં ચીટ નથી કર્યું plz આવા ખરાબ વર્ડ્સ તો મારાં માટે ના વાપર plz..

કિશન :- તુ ચીટર જ છે.. તારે શુ.. તુ આજે મારી સાથે વાત કરે છે.. આવી જ રીતે બીજા કોઇ સાથે પણ નોર્મલી વાત કરીશ મને નથી ખબર તુ કેવી છે??
હું હવે બધું જ સમજુ છું.. તારી દરેક વાત મારી પાસે આવી ગઈ છે.. સારુ થયું ને હું બવ જલ્દી તારાથી દૂર થઈ ગયો નહિતર ખબર નહીં.. મારે મારી lifeમાં કેટલું રડવું પડતું..

નિકી :- plz મને આટલી ખરાબ ના સમજ તુ.. યાર અને મારી પુરેપુરી વાત સાંભળ..

કિશન :- શુ વાત સાંભળું?
આ વખતે પણ તુ કંઈક નવી story બનાઇશ..

નિકી :- કોઇ story નથી બનાવી યાર.. સાચું જ કેહવા માંગુ છું.. હું માનું છું કે મેં એની સાથે વાત કરતી હતી..

કિશન :- બસ તો મારે આગળ કોઇ વાત નથી સાંભળવી તારી ઓકે..

આટલો રિપ્લાય કરીને તે નિકિતાને wp પર બ્લોક કરી દે છે..
અને બ્લોક કરતા જ નિકિતાનો કોલ આવે છે..
પણ કિશન તે કોલ receive કરતો નથી..
આવી રીતે 3-4 વખત કોલ આવે છે.. અહીં નિકિતાનાં આંખમાંથી આંસુ રોકાતા નથી..
પરંતુ કિશન એક પણ કોલ receive કરતો નથી..
અને એની ફ્રેન્ડ કિશનને કોલ કરે છે અને કહે છે..
કિશન plz લાસ્ટ ટાઈમ એને માફ કરી દે.. અને વાત કરી લે.. પણ કિશન લાસ્ટમાં એક જ જવાબ આપે છે..
જે રીતે એ મારાં વગર એની સાથે 1 મહિનાથી ખુશ છે..
એવી જ રીતે આગળ પણ રહી લેશે..
એની ફ્રેન્ડ કહે છે પણ વાત તો કરી લે..
હું બેવફા સાથે વાત નથી કરતો..
આટલુ બોલીને કિશન ફોન મૂકી દે છે..
અને આંખનો ખૂણો પલાળતાં એટલું વિચારે છે..
તે મને રડાવ્યો હોત તો માફ કરી દેત..
તે મારી સાથે વાત નાં કરી હોત તો માફ કરી દેત..
પરંતુ તે તો બેવફાઈ કરી છે..
અને કિશન ગદ્દારને કયારેય માફ નથી કરતો..
આટલુ બોલતા પલળેલી આંખોને એક અલગ જ attitude સાથે લૂછતાં લૂછતાં તે એનો મોબાઈલ નંબર પણ બ્લેકલિસ્ટમાં નાખી દે છે..

અને દર વખતની જેમ એની ડાયરીમાં એક શાયરી લખે છે..
તારા ગુસ્સાને પણ હું પ્રેમ કરું છું..
તારા ઝગડાને પણ હું વ્હાલ કરું છું..

તુ આવત જો દુનિયા છોડીને તો હું તને કબૂલ કરું છું..
પણ તારી બેવફાઈનાં કારણે તને આજ દૂર કરું છું..

આટલુ લખીને નિકિતાને કરેલા પ્રેમની શાયરીને ભુંસતો હોય છે અને એની પ્રેમની શાયરી રાધિકા તરફ નજર કરે છે..

છે તો આખરે છેલછબીલો જ..
મને ખબર છે તમને કિશનનાં કેરેક્ટર પર શંકા જતી હશે.. પણ એવુ બિલકુલ નથી કારણ કે કિશને જયારે નિકિતાને પ્રેમ કર્યો તયારે નિકિતાને જ કર્યો..
એ વખતે એની lifeમાં ના બીજું કોઇ હતું ના બીજું કોઇ આવતું..
પરંતુ સારા સાથે સારા અને ખરાબ સાથે એનાથી પણ વધારે ખરાબ આ નિયમ સાથે જીવવાવાળો કિશન ખુબ પ્રેમ કરતો હોવા છતાં આસાનીથી રાધિકાને છોડી દે છે એની બેવફાઈનાં કારણે..

અને અહીં નિકિતા ખુબ જ રડે છે.. અને એની ફ્રેંડ્સ ને કિશનને કોલ કરવા માટે અને વાત કરવા,મનાવવા માટે કહે છે પણ કિશન કોઈની એક સાંભળતો નથી..

શુ લાગે છે નિકિતા સાથે ફરી વાત કરશે ?
શુ ખરેખર નિકિતા બેવફા છે??
કે પછી કિશન રાધિકા સાથે એનું નવું પ્રેમપ્રકરણ શરૂ કરશે??
અને આ નિક કેટલે પોહ્ચ્યો??

જોઈએ આગલા ભાગમાં શુ થાય છે?
જોડાયેલા રેહજો અને પ્રતિભાવ આપતાં રેહજો.. 😊😍

જય હિન્દ - જય ગુજરાત

:- સાર્થક પારેખ sp "દબદબો"