રાધા ઘેલો કાન - 5
ગયા ભાગમાં જોયું કે નિખિલ અને રાધિકા બન્ને પેપર આપવા માટે પોતાના કલાસરૂમમાં જાય છે.ત્યાં જ સુપરવાઇઝર આવ્યા.
ચલો એકદમ ચૂપ.. !
અહીં વાતો કરવા આવ્યા છો કે પેપર આપવા??
ચલો આ લો.. !
એક-એક પેપર લઈને પાછળ જવા દો.
ખરેખર પણ આ મહેનત વગરની ટ્રીક સારી છે ને?
દરેક ટીચર આવું જ કરતા હોય છે..
પહેલી બેન્ચ વાળાને પેપર આપી દેવાનું,
એટલે છેલ્લે સુધી પોહચી જાય.
મને લાગે કોરોના વાયરસ ફેલાવાની શરૂઆત આવી રીતે જ થઇ હશે.એકને મળી ગયું હશે એટલે એણે ધીમે ધીમે પાછળ આવા દીધું. 😀
અને છેલ્લે ભારતમાં આવી ગયું છે.
પણ ભારતવાળા વાયુને નથી માનતા.શુ લાગે કોરોનાને માનશે ? કેવાય તો ચાઇનાની જ વસ્તુ..
છોડો આગળ જોઈએ...
પેપર ફરતા ફરતા રાધિકા પાસે પહોંચે છે.રાધિકા પેનને પોતાના બે હોઠ વચ્ચે એવી રીતે રમાડી રહી છે જાણે બે પાંદડા ડાળી માટે લડતા હોય.પેન રમાડતા-રમાડતા તે કિશન વિશે વિચારવા લાગે છે.એની વાતોને યાદ કરીને મંદ-મંદ હસતી હોય છે.
તેનું હાસ્ય પણ આખા ક્લાસમાં એક અલગ જ મુસ્કાન પાથરતું હોય છે.જાણે એની સાથે આખો ક્લાસ હસતો હોય એવુ જ સૌને લાગી રહ્યું છે.
આખો ક્લાસ પેપર જોવાની વાત તો દૂર પણ એનું દીદાર કરવા માટે જ આવતું હોય એમ એની સામે જ જોઈ રહે છે.
હવે આ હાસ્યમાં કોના માટે શેની લાગણી જન્મ લઇ રહી છે. એતો રાધિકાને જ ખબર પરંતુ એ હાસ્યમાં ને હાસ્યમાં એને એજ ખબર નહોતી કે એની આગળવાળો સ્ટુડન્ટ પેપર આપવાના બહાને 2 મિનિટથી ડિસ્ટર્બ કર્યા વગર એને જ જોઈ રહ્યો હતો.
પણ સ્વાભાવિક છે હાસ્યરૂપી વરસાદ વરસતો હોય તો તૂટેલદિલરૂપી ખેડૂત એને નિહાળશે જ..
એટલી જ વારમાં સુપરવાઇસર આવ્યા.. શુ ભાઈ??
પેપર આપવા આવ્યો છે કે પ્રેમપેપર લખવા??
અને એય.. છોકરી શું ગાન્ડાવેડાં કરે છે..?
પેપર લઈને ફટાફટ પાછળ જવા દે. સર થોડા ગુસ્સામાં બોલ્યો.
' એ સર ગાંડી નહીં કેવાનું '.. રાધિકાએ મો મચેડતા જવાબ આપ્યો..
એટલામાં જ રાધિકાની આગળ બેઠેલો છોકરો બોલ્યો.."હા..હા સર.. એવુ નહિ કેવાનું.."
અબે એ તુ તારું કામ કરને.. મારી પટલાઈ કર્યા વગર.. રાધિકાએ ચહેરા પર થોડો ગુસ્સાનો ભાવ લાવીને જવાબ આપ્યો..
ઓહહ આ તો વીજળી છે બાપ.. આને જોઈ શકાય,નિહાળી શકાય,પણ સતાવાય ના. નહિતર આ તો આપડા પર જ પડે.. ( સ્ટુડન્ટ મનમાં ને મનમાં બબડ્યો..)
પોતાની પેનને બે હોઠની પ્રેમભરી જાળમાંથી મુક્ત કર્યા બાદ તે પેપર જોવા લાગે છે..
( ખરેખર પણ પેનને breakup કરતા પણ વધારે દુઃખ થયું હશે..જાળમાંથી છૂટ્યા બાદ 😀😍 )
પેપર લખવાનુ સ્ટાર્ટ કરે છે ને ધીમે ધીમે પેપરનો 1 કલાક પૂરો થાય છે..
1 કલાક પૂરો થતા જ ત્યાં એક માસી જેમના ચેહરા પર ખબર નહિ.શેની ઉમ્મીદનાં વાદળ હજી તરતા દેખાય રહ્યા છે.કે તે હજી પણ આ કોલેજમાં ફરજ બજાવી રહ્યા હશે અને એ પણ એક પટાવાળા તરીકે.તેમની ઉંમર 65 દેખાતી હતી તે દરરોજ દર કલાકે-કલાકે દરેક સ્ટુડન્ટને પાણી પીવડાવવા માટે આવતા હોય છે. ધીમે ધીમે અને ખોડા ખોડા ચાલતા ચાલતા બધાને પાણી પીવડાવ્યા બાદ માસી રાધિકા પાસે પાણી પીવડાવવા આવે છે.
રાધિકાને તરસ લાગેલી હોવા છતાં તે માસી પાસેથી પાણી લેવાની ના પાડે છે.અને માસી પાણી આપતા આપતા ક્લાસની બહાર નીકળી જાય છે.
અહીં આખો ક્લાસ જયારે રાધિકાનો દીદાર કરતું હોય છે ત્યાં રાધિકા આ માસીને જ જોઈ રહી હોય છે..
માસીનાં ગયા પછી તે થોડીવારમાં સર પાસે પાણી પીવા જવા માટે રજા માંગે છે.
રાધિકા પોતાની જગ્યા પર ઊભા થઈ સર સામે જોઈને.
'સર હું પાણી પીવા જવ?'
અરે હમણાં તો માસી આવ્યા હતા એમની પાસેથી ના પી લેવાય ?? સર એ થોડો ગુસ્સામાં જવાબ આપ્યો.
ના સર.
કેમ ના? બસ ચાલુ પેપરમાં બહાર રખડવાનું સારુ લાગે છે.
સર એવુ નથી તે માસી ઉંમરલાયક હતા એટલે મને એમની પાસેથી પાણી પીવું નથી ગમતું.
સર તો અવાક થઈને જોઈ જ રહ્યા.આખો ક્લાસ રાધિકાની આ વાત સાંભળીને સ્તબ્ધ થઈ ગયું અને રાધિકા સર સામે નાનો છણકો કરતી ગુસ્સામાં પાણી પીવા ક્લાસની બહાર નીકળી ગઈ.
હવે રાધિકાનું પેપર કેવું જાય છે અને નિખિલ અને કિશનનું આગળ શુ થાય છે??
એતો આગળના ભાગમાં જ ખબર પડશે..
જોડાયેલા રહો અને વાંચતા રહો.. 😊
તમે પણ આના વિશે જો કોઇ અંદાજો લગાવી શકતા હોય તો જરૂરથી આપના પ્રતિભાવ અમને જણાવો..
આપના પ્રતિભાવ અમારા ઉત્સાહ માટે ખુબ જરૂરી છે..
:- સાર્થક પારેખ sp "દબદબો"