રાધા ઘેલો કાન - 1
હાથોમાં હાથ અને વાતોમાં એકબીજાની અદાઓનુ રાજ .. એમ કિશન અને રાધિકા લૉન પર લટાર મારતા હતા ..
એમના કાનમાં ક્યાંક ઠંડા ઠંડા પવનનો તો ક્યાંક એકબીજાનુ નામ લેતી ધડકનનો અવાજ હતો .. બવ ખુશ અને દુનિયાથી બેખબર..😍 જાણે ભગવાને બન્નેને એકબીજા માટે જ મોકલ્યા હોય..રોજ આવી રીતે 20 મિનિટ એકબીજા સાથે ગાળતા..
અરેરે .. તેમના ખોવાયેલા પ્રેમનાં વણઁનમાં હુ એમનો પરિચય આપવાનુ જ ભૂલી ગયો...
કિશન નાના ગામનો એવો સીધો અને સાદો છોકરો.. સીધો એવો કે સારા સાથે સારો.. અને ખરાબ સાથે એનાથી પણ ખરાબ.. પણ થોડો શાયર મિજાજનો પણ હતો .. એ દરેક વાતને બે વધારે શબ્દો આપીને જ રજૂ કરતો ..
જેથી કોઇ પણ ને તે આકષીઁ લેતો હતો..
શાયરી અને કવિતા લખવી એનો શોખ જ નહિ પણ પોતાના દિલમાં રહી ગયેલી અધૂરી લાગણી પણ હતી.. પણ તે બધૂ તે હસતા મોઢે સ્વીકારી લેવા વાળો આવો એવો રંગીલો આપણો કિશન..
અને રાધિકા જે મોટા ઘરની.. અમીર , Forward અને Practical છોકરી હતી.. તે Mature Mindથી વિચારવા વાળી અને કિશન જે દિલનાં ધબકારે રંગાઇને જીવવાવાળો ..
માણસ ગમે તે હોય .. પણ પ્રેમ તો પ્રેમ છે ..
પૂછી ને થોડી થાય !!
એતો બસ એકબીજાની આંખોમાં ખોવાઇ ને જ ખબર નઇ કયારે થઇ જાય .. એને લાખ અશરફી સાથે પણ તોલી શકાતો નથી..
વાત બવ લાંબી છે .. હુ તમને જણાવું ..
એમના પ્રેમની શરુઆત જયારે કિશન તેના કાકા ના ઘરે રહેવા ગયો ત્યારે તે સવારની પહોર માં
ઊંઘ માંથી ઉઠીને ગેલેરીમાં આવીને ઊભો રહે છે..
અને સામેનાં જ દરવાજે રાધિકા પોતાના છેક ઘુંટણ સૂધી આવતા વાળને પાણીનાં બંધનથી છુટ્ટા કરતી હોય છે.. અને તેણીયે કાઢેલી લટનો પણ તેના ગાલ પર કુદરતી વટ હતો .. અને મુખ તો એવુ એનુ બવ બધા સ્મિત અને આંખોમાં દરેક સ્મિતને આવકાર આપતુ તેનુ કુદરતી રહસ્ય..
ભગવાને તેને બનાવા માટે સમય પણ કદાચ ચોઘડીયા જોઇને કાઢ્યો હશે..
અને આવો ચહેરો જોઇને કિશન માત્ર એના હોશ નઇ તે પોતાની જાતને પણ ભૂલી ગયો હતો..
બસ એ વખતે એના મોંમાંથી માત્ર થોડા શબ્દો જ નીકળ્યા .. કે
" હુ આવતા પવનની લહેરમાં લહેરાવ છુ ..
કે કોઇ વાવાઝોડુ છે .. જે મને એની તરફ ખેંચી જાય છે .. "
કિશન થોડા શબ્દો બોલીને બસ રાધિકાને જોતો જ રહે છે ..
પણ રાધિકા તેની ધૂનમાં જ હોય છે ..
જેથી તેની તીખી નજર કિશન પર પડતી નથી અને અંદરથી કોઇનો બોલાવવાનો અવાજ આવતાં જ રાધિકા ઘરમાં જાય છે ..
અને અહીંયા આપણો કિશન તો જાણે ગાંડો થઇ ગયો હોય એમ બસ ખબર નઇ થોડી વાર તો તેના ચહેરાનો રંગ ઉડી જાય છે .. અને તેના મોંમાંથી આવતા શબ્દો પણ જાણે રાધિકાનાં દીદારની પ્રશંશા જ શોધતાં રહે છે ..
કિશનને ખબર જ ના રહી કે શુ થયુ ?
તે તો એમ વિચારીને જ સ્તબ્ધ થઇ ગ્યો કે આજ સૂધી સાંભળ્યુ હતુ ..
' પહેલી નજરનો પ્રેમ હોય છે .. ' અને આજે કદાચ મારી સાથે પણ એજ થયુ છે ..એ તો બસ ગાંડોઘેલો થઇ આમતેમ ડાફોડિયા મારતો જાય છે .. અને ગીતો ગુનગુનાવતો જાય છે ..
" તુ ઇતની ખૂબસૂરત હે .. ફિદા દીદાર પે તેરે "
ના બ્રશ કરવાનું ભાન , ના ન્હાવાનું ભાન ..બસ તે તો એ રૂપરંગ જોઇને જ જાણે ધરાઇ ગ્યો હતો .. 15 મિનિટમાં તો 10 વખત પાછો ગેલેરીમાં આવ્યો કે કદાચ ફરી દેખાય જાય .. થોડી વારમાં કાચમાં જોવે તો થોડી વારમાં પલંગ પર ઉંઘે ..
હરખઘેલો એ કિશન ' રાધા ઘેલો કાન ' થઇ ગયો ..
તેને થયું કે , એનુ નામ શુ હશે ?
જો આનું રૂપ રૂપસુંદરી જેવું છે ..
તો નામ તો સોનાથી મઢાયેલું હશે .. અને તે વિચારમાં ને વિચારમાં નીચેના રૂમમાં આવે છે ..
ત્યાં તેના કાકા-કાકી બ્રૅકફાસ્ટ કરતાં હોય છે .. અને તેના કાકા કિશનને બોલાવે છે ..
શુ લાગે છે કિશનને રાધિકાનું નામ ખબર પડશે??
શુ કિશન રાધિકા સાથે જોયેલા સપના પુરા કરી શકશે.. આ બધું તો આવતા ભાગમાં જ ખબર પડશે..
તમે પણ આના વિશે જો કોઇ અંદાજો લગાવી શકતા હોય તો જરૂરથી આપના પ્રતિભાવ અમને જણાવો..
આપના પ્રતિભાવ અમારા ઉત્સાહ માટે ખુબ જરૂરી છે.. 🙏😊
ઘરમાં રહો.. વાંચતા રહો..
:- સાર્થક પારેખ sp "દબદબો"