Radha ghelo kaan - 22 books and stories free download online pdf in Gujarati

રાધા ઘેલો કાન - 22

રાધા ઘેલો કાન : 22 (અંજલી અને રાધિકાની મુલાકાત )

આટલુ વિચારી તે ફટાફટ એની સ્કુટી લઇ એના ઘર તરફ જાય છે.. અને ઘરે પોહચી તરત એના રૂમમાં જાય છે અને વિચારવા લાગે છે કે કિશન સામે આની સચ્ચાઈ કઈ રીતે લાવું?

આટલુ વિચારતા વિચારતા એકદમ તેને અંજલીની યાદ આવે છે અને તરત તે અંજલીને ફોન કરવાનું વિચારે છે..

રાધિકા અંજલીનો નંબર ડાયલ કરે છે..
હેલો, અંજલી?
હા બોલ..
હું રાધિકા..
મેં તને કોલ કર્યો હતો ને કિશનનાં નંબર માટે એ..
હા.. હા.. બોલ.. પછી થઈ વાત કિશન સાથે?
હા વાત પણ થઇ અને ઘણું બધું જાણવા પણ મળ્યું..
શુ?? અંજલી થોડી આશ્ચર્ય સાથે પૂછે છે..
હું આજે નિખિલનાં ઘરે ગઈ હતી.. એમ જ મળવા માટે અને ત્યાં જઈને જોવું તો શુ?..
શુ થયું?.
અરે નિકિતા હજી પણ નિખિલને મળે છે અને વાતો પણ કરે છે..
શુ ખરેખર?.
હા..
તો મને તો એવી વાત મળી કે કિશન અને નિકિતા બન્નેનું પેચ અપ થઈ ગયું છે..
હા.. કિશને પણ મને એ જ કીધું હતું..
પરંતુ કિશન હજી અંધારામાં જ છે..
"નિકિતા એને હજી પણ ખોટું જ બોલે છે.." રાધિકા જવાબ આપે છે..

પણ આપણે એને કહીશું તો પણ એ હમણાં તો કોઈનું માનશે જ નહીં કારણ કે નિકિતાએ એવી ચાલ ચલી છે જેના કારણે કિશનને એવુ જ લાગે છે કે એના કાકા જ દોષી છે..
કેમ એવુ તો શુ કર્યું??
એ બધું કહેવાનો હમણાં ટાઈમ નથી હું ત્યાં આવું છું મારાં માસીને ત્યાં પછી બધી વાત કરીશ હું તને..
ઓકે..આવીને કોલ કર મને..

" નિકિતા આવું કેમ કરતી હશે જયારે કિશન એને છોડીને ગયો હતો ત્યારે તો એને રડતા નહોતું આવડતું અને બધાને કેહતી ફરતી કે કિશન સાથે વાત કરાવ.. અને હવે જયારે કિશન એના પર વિશ્વાસ કરે છે પ્રેમ કરે છે ત્યારે તે જ એની સાથે ગદ્દારી કરે છે..
કેહવત સાચી જ કહેવાય છે..
" કુત્તોકો ઘી હજમ નહીં હોતા " "
આટલુ બોલતા બોલતા તે એનો ફોન એના પર્સમાં મૂકતી હોય છે પરંતુ તેને એકદમ થાય છે કે લાવ એક વખત કોલ કરીને હું મારી રીતે એને જણાવી દવ કે નિકિતા હજી પણ તારી સાથે ચીટ જ કરે છે..

આટલુ વિચારતા તે પર્શમાંથી મોબાઈલ પાછો કાઢે છે અને તરત જ કિશનને કોલ કરે છે..
હેલો,,કિશન..
હા બોલ શુ છે??
કિશને નિકિતાને બધું કીધું હતું અંજલીનું..
એના કારણે ગુસ્સામાં કિશન અંજલી સાથે વાત કરે છે..

" કેમ આવી રીતે વાત કરે? કામમાં છે કે શુ??"
અંજલીએ શાંતિથી ઉત્તર વાળ્યો..
" ના..ના કોઇ કામ ના હોય.. મારે શુ કામ હોય?
કામ તો બધા તને કરતા બવ આવડે છે "
બોલ શુ કામ છે??
અરે એકદમ શુ થયું?
કેમ આવી રીતે વાત કરે છે મારીસાથે?" અંજલી આશ્ચર્ય સાથે પૂછે છે..
કઈ નઈ.. બધું તને નઈ સમજાય.. બોલને તારે શુ કામ છે?
ઓકે..
મેં તો તારા સારા માટે જ કોલ કર્યો છે..
નિકિતા અને નિખિલ હજી પણ વાત કરે છે અને મળે પણ છે.. ખબર છે તને?? અંજલી કિશનને આખી વાત ખોલતા બોલે છે..
" અંજલી plz ઈનફ..! k
દર વખતે તુ મને નિકિતા વિરુદ્ધ ભડકાવે છે અને અમને બન્નેને અલગ કરવાની જ વાતો કરતી હોય છે..
પેલા પણ તે મને fake ફોટા મોકલીને એની વિરુદ્ધ કરી દીધો હતો અને આજે પણ તુ !!
રીયલી તારી પાસેથી આવી ઉમ્મીદ નહોતી મને અંજલી !!
હું તને એક સારી ફ્રેન્ડ માનતો હતો અને તુ કેવી નીકળી?
તારે તો અમને બન્નેને એક કરવાનું વિચારવાનુ હોય અમારા સંબંધને તૂટવાથી બચવાનો હોય પણ તુ તો હમેશા બસ અમારા બન્ને વચ્ચે એક દીવાલ જ ઊભી કરવા માંગે છે..
રિઅલી યાર?... આવું નહોતું કરવું જોઈતું તારે..
તુ તો ફ્રેન્ડ કેહવાને પણ લાયક નથી હવે.. !" કિશન આટલા સમયનો બધો ગુસ્સો અંજલી પર ઉતારતા બોલે છે..
અહીં કિશન મોંમાંથી બોલતા શબ્દોને નથી રોકી શકતો તો સામે અંજલી એની આંખમાંથી નીકળતા આંસુને..
દડ-દડ વહેતા આંસુને તે મૌન રાખી "ઓકે બાય" એટલું કહીને ફોને મૂકી દે છે..

આટલા નફરત ભરેલા શબ્દો સાંભળી અંજલી ફોન ક્ટ કરી બસ રડવા જ લાગે છે..
મેં એવી તો શુ ભૂલ કરી કે તે આટલી બધી નફરતથી મારી સાથે વાત કરે છે..
બસ એને સચ્ચાઈ જણાવી એજ મારી ભૂલ?
મને નહોતી ખબર એ એક નિકિતા માટે આટલી જૂની ફ્રેન્ડશીપ પર પણ વિશ્વાસ નહીં કરે..
અને બસ તે રડતી જ રહે છે..

* * * * * * * * * * * * * * * * * * * * * ** * * * *

અંજલીની વાત સાંભળ્યા પછી કિશન ફરીથી નિકિતાને મળવા માટે બોલાવે છે..
નિકિતા આવતાની સાથે જ કિશનને ભેટી પડે છે અને કહે છે
" કેમ બેટા કાલે મળવા ના આવ્યો?
તને ખબર છે ને એક દિવસ તને નથી મળતી તો પણ મને નથી ફાવતુ.. થોડો સમય કાઢીને મળવા આવું જોઈને..."
નિકિતા કિશનને હગ કરતા બોલે છે..
અરે ડીઅર થોડા કામમાં બીઝી હતો એટલે ના આવી શક્યો..
કિશન નિકિતાનાં કપાળ પર ચુંબન કરતા કહે છે..
શુ યાર આખો દિવસ કામ-કામ..
તારે તો તારું કામ પેહલા ને પછી હું હેને? જા હવેથી મારી સાથે વાત ના કરતો.. કિટ્ટા..
આટલુ બોલી નિકિતા બીજી તરફ ફરી જાય છે..
સોરી જાન.. હવેથી નઈ થાય બસ ભૂલ.. બે કાન પકડતા માફી માંગતા કહે છે..
હવે થવી પણ ના જોઈએ..
હા મારી મેડમ.. નહીં થાય બસ..
અને બન્ને હસતા હસતા વાતો કરવા લાગે છે..

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

"હા મમ્મી હવે હું નાની નથી કે તુ આટલી એડવાઇસ આપે છે..
મને ખબર છે હવે કે મારે કઈ રીતે રેહવું જોઈએ અને કઈ રીતે નહીં ઓકે.." રાધિકા ચીડિયા સ્વભાવથી એની મમ્મી સાથે વાત કરે છે..

હા બેટા.. મને ખબર છે તુ મોટી થઈ ગયી છે એટલે જ તેને આટલી એડવાઇસ આપું છું બેટા..
ઓકે.. ચલ મમ્મી હું નીકળી છું.. મારે લેટ થાય છે.. પછી બસ નીકળી જશે તો કલાક પછી બીજી બસ આવશે.. ચલ બાય..

રાધિકા કિશનનાં શહેર તરફ જાય છે પરંતુ તે કિશનનાં જ ઘરે જતી હોય એટલી ઉત્સાહમાં છે.. કારણ કે કિશનને જોવાની આદત એને લાગી ગઈ હતી જે હજી પણ છૂટી શકી નહોતી.. અને હવે તો તેને રોજ કિશન જોવા મળવાનો હતો તેનો એને ખુબ આનંદ હતો..

તે ફટાફટ તેના ઘરેથી નીકળે છે..
બસ પકડીને તરત કિશનનાં શહેરમાં પોહચી જાય છે..
માસીનાં ઘરે જઈ થોડો સમય માસી સાથે વાતો કર્યા પછી તરત અંજલીને મેસેજ કરે છે.. અને મળવા માટે પૂછે છે..
અંજલીનો સામેથી કોલ આવે છે અને મળવા માટે એક જગ્યાનું એડ્રેસ આપે છે..
એ તેની માસીની છોકરીને સાથે લઇ અંજલીને મળવા માટે નીકળે છે..

રાધિકા હોટેલનાં ટેબલ પર બેઠી રાહ જોતી હોય છે..
અને સામેથી આવતી અંજલી પોતાની રડમસ હાલતનાં કારણે
પોતાની લાલ આંખો છુપાવા માટે ચશ્મા પહેરીને આવે છે..

હાય, રાધિકા કેવું લાગ્યું અમારું શહેર..? ટેબલની નજીક આવતા અંજલી ચશ્મા ટેબલ પર મુકતા બોલે છે..

" કાશ્મીર જેવું..!
સુંદર બવ છે.. પણ બબાલો પણ એટલી જ છે.."
રાધિકા ચેહરા પર હાસ્ય લાવતા બોલે છે..

"હમમમ.. અનાયાસે."અંજલી વાતને વચ્ચેથી અટકાવતા બોલે છે..
બવ જલ્દી આવી ગઈ ને તુ તો? અંજલી નવા પ્રશ્નથી શરૂઆત કરે છે..
" હા.. કોઇ ખેંચી લાવ્યું.. કદાચ.." !
રાધિકા પણ ચેહરા પર એક અજુગતું હાસ્ય લાવીને કહે છે..
" ઓહો સારુ કહેવાય.. ખેંચાઈને તો આવી.."
અંજલી પણ વાતને વાળતા જવાબ આપે છે..

બોલ તુ શુ લઈશ?? અંજલી રાધિકાની મેહમાનગતિ કરતા પૂછે છે..
ના..ના.. તુ બોલ તુ કેહ એ..
ના.. ના.. તુ મારાં ગામમાં આવી છે એટલે તુ બોલ.. અંજલી પાછું એની તરફ જ સંકટ ઢોળે છે..
ઓકે.. ચલ તારી પસંદનું મંગાવી લે કઈ પણ..
એમ?
મેં તો સાંભળ્યું હતું કે આપડી પસંદ એક છે.. અંજલીએ કટાક્ષમાં રાધિકાને જવાબ આપ્યો અને હસવા લાગી..

ક્રમશ : :

ઘરમાં રહો.. વાંચતા રહો..
જય દ્વારકાધીશ 😊


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED