રાધા ઘેલો કાન - 26 spshayar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રાધા ઘેલો કાન - 26

રાધા ઘેલો કાન : 26

એને પટાવીને એની સાથે લવનું નાટક કરે તો?
હટ.. હટ.. મરવું છે મારે..
બિલકુલ નઈ..
ઓકે ચલ લવ નઈ.. ફ્લર્ટ તો કરીશને??
હા એ કદાચ કરી શકું..
હા તુ ગમે તે કરીને એની કલોઝ થઈ જા..
અને પછી આગળનું આપણે વિચારીએ..
આટલુ કહી તે બન્ને છુટા પડે છે..

* * * * * * * * * * * * * * * * * * * * * * * * *

ઘરે પોહ્ચ્યા પછી થોડીવારમાં રાધિકા નિખિલને મેસેજ કરે છે..
અને બન્નેની પેહલેથી ફ્રેન્ડશીપ હોવાથી રાધિકાને વાત કરવામાં પણ બવ ખચકાટ નહોતો તેથી તે બહુ સારી રીતે એની સાથે વાતો કરે છે અને બધું જાણવાનો પ્રયત્ન કરે છે પરંતુ નિખિલ એની અને નિકિતાની કોઇ વાત બહાર લાવતો નથી..

તે બે દિવસ આવું ચલાવે છે પણ વ્યર્થ પ્રયત્નો કરતી રાધિકાને હવે લાગે છે કે આ રીતે કઈ શક્ય થવાનું નથી એટલે ફરીથી તે અંજલીને મળવાનું વિચારે છે અને
કહે છે " તારે પણ હવે તારી મિત્રતાથી જ કામ કરવું પડશે..હવે તારે પણ નિકિતા સાથે ફ્રેન્ડશીપ કરીને કંઈક વાત બહાર કાઢવી પડશે.. "

" પણ તને શુ લાગે મેં એની પેહલા જ એક વખત સચ્ચાઈ બહાર લાવી છે તને શુ લાગે ફરી એ વિશ્વાસ કરશે મારાં પર??
બકા છોકરો કદાચ છોકરાની મિત્રતા પર ફરી વિશ્વાસ કરે પણ એક છોકરી કદી છોકરી પર વિશ્વાસ ના કરે.. " અંજલી રાધિકાના વિચારીને મૂળથી જ નકારતા કહે છે..
" અરે એવુ કઈ ના હોય તુ પ્રયત્ન તો કરી જો.. " રાધિકા અંજલી પર થોડો ફોર્સ કરતા કહે છે..

" પણ હવે હું કયા મોઢે એની સાથે ફ્રેન્ડશીપ કરું યાર..
ના સોરી.. મારાથી નઈ થાય.."
આટલુ કહી અંજલી નિકિતા સાથે વાત કરવાની ચોખ્ખી ના કહી દે છે..

હવે આગળનું શુ વિચારવું અને શુ કરવું એના માટે અંજલી મનીષને કોલ કરવાનું વિચારે છે.. અને કોલ કરે છે..

હેલો મનીષ?
હા કોણ?
હું અંજલી.. " કિશનની ફ્રેન્ડ"
હા બોલ..
કામ હતું તારું થોડું..
બોલને..
તને પણ ખબર છે ને કે નિકિતા અને નિખિલ કિશન સાથે ચીટ કરે છે..
હા તને ક્યાંથી ખબર?
હા મને પણ ખબર પડી છે..
કિશનની જ બીજી એક ફ્રેન્ડના આધારે મને ખબર પડી..
કોણ રાધિકા??
હા..
ઓહહ..
તો તુ નિકિતાને રંગે હાથ પકડવામાં અમારી હેલ્પ કરીશ?
હા કેમ નઈ..? હું પણ એજ વિચારતો હતો કે એ બન્નેને ફરીથી કઈ રીતે પકડાવું?

હા તો એક કામ થાય..મારી પાસે એક આઈડિયા છે..
તારા ગેસ્ટ હાઉસની આજુબાજુમાં જેટલાં પણ ગેસ્ટ હાઉસ છે એ બધા ગેસ્ટ હાઉસમાં તપાસ કરાવીએ કારણ કે નિખિલ આ શહેરમાં અજાણ્યો છે એટલે તેને તારા ગેસ્ટ હાઉસમાં નહીં તો બીજા કોઇ ગેસ્ટ હાઉસમાં રૂમ બુક કરાવી હશે..

" હા યાર.. આ બની શકે.. પણ કોઇ પણ ગેસ્ટ હાઉસવાળા એમના કસ્ટમરની ડિટેઇલ નથી આપતા.." મનીષ સામેથી સામો જવાબ વાળે છે..

" પણ આપણે ક્યાં નિયમથી ડિટેઇલ કઢાવાની છે.."
અંજલી પણ તેની વાતને તોડતા અને નવો ઉપાય જણાવતા બોલે છે..
" તો કઈ રીતે?? "
" તારા કોઇ ફ્રેન્ડ તો હશે ને આજુબાજુના ગેસ્ટ હાઉસમાં? " અંજલીએ પૂછ્યું..
" હા.. પણ એ લોકો એમનેમ કઈ નહીં કહે ? "
" કેમ? "
" હર ચીઝકી એક કિંમત હોતી હૈ.. " માર્કેટમાં આવું ચાલે બકા બધું.. મનીષ નિરાશ થતા જવાબ આપે છે..

" અરે તુ એનું ટેન્સન ના લે.. એ બધું મળી જશે.. "
રાધિકા વચ્ચે ટાપસી પૂરતા બોલી..

" ઓકે તો હું તપાસ કરું છું.. આજુબાજુના ગેસ્ટ હાઉસમાં..
અને પછી ક્વ તને કે શુ કરવાનું છે ઓકે.. " એટલું કહી મનીષ ફોન ક્ટ કરી દે છે..

ઓકે મનીષે આજુબાજુના દરેક ગેસ્ટહાઉસમાં તપાસ કરી અને દરેક ગેસ્ટહાઉસના એક-એક માણસને પૈસા આપીને છેલ્લા અઠવાડિયાની માહિતી કઢાવાની શરૂઆત કરે છે..

અને એક કિશન નામના જ ગેસ્ટ હાઉસમાં ચાર દિવસ પેહલાની નિકિતા અને નિખિલના નામનું બુકિંગ નીકળે છે.

એ તરત અંજલીને કોલ કરે છે અને એ બુકિંગ રશીદનો ફોટો અંજલીને મોકલી આપે છે..

પણ અંજલી અને રાધિકા આટલા સબૂતથી સંતુષ્ટ નથી એટલે તે મનીષને બેક કોલ કરે છે અને..

હેલો મનીષ..
હા બોલ અંજલી..
તે કામ તો બવ સરસ કર્યું પણ તને શુ લાગે કિશન આટલા એક બુકિંગ પરથી વિશ્વાસ કરશે??
એ આને પણ આપડી એક સાજિસ જ ગણાવશે..
તો બીજું તો શુ થાય..
તે જે જે માણસોને આ કામ સોંપ્યું હતું.. તેમને ફરી પૂછ કે આ કપલ ફરી અહીં આવે એવુ લાગે છે અને જો આવે તો કયારે?
કે જો ફરી આવે તો તરત આપણને જાણ કરે અને એના માટે એને જેટલાં પૈસા જોઈતા હશે એ મળી જશે..

મનીષ તરત એ જ માણસને કોલ કરે છે અને પૂછે છે..
અને જાણવા મળે છે કે એ લોકો દર શુક્રવારે જ અહીં મળે છે..
એટલે તરત આ વાતની જાણ મનીષ રાધિકા અને અંજલીને કરે છે..

અંજલી, રાધિકા અને મનીષ ત્રણે હવે આવનાર શુક્રવારની રાહ જોવે છે..
અને કિશનને કિશન ગેસ્ટહાઉસમાં કઈ રીતે લાવવો તેના વિશે વિચારવા લાગે છે..

એક કામ થાય.. રાધિકા કિશનને મળવા માટે બોલાવે તો કેવું રહે??
" અને એમ પણ એ રાધિકાથી આકર્ષિત તો છે જ..
અને રાધિકા પણ.." અંજલી હસતા હસતા કહે છે..

" ના.. ના.. એ ભલે મારાથી આકર્ષિત હોય કે ના હોય પણ એને હું ખોટું બોલીને ના બોલાવી શકું.. "

" તો સાચું બોલીને બોલાવજે એમ પણ તુ એને લવ તો કરે જ છે.." અંજલી મજાક કરતા બોલે છે..

" ઓહો રાધિકા? તુ કિશનને લવ કરે છે એમ? " મનીષ વાતમાં ટાપસી મુકતા બોલે છે..

" હા તો તને શુ લાગે આટલી બધી મેહનત હું નિકિતા માટે કરું છું.. "
રાધિકા નિકિતાનો મજાક ઉડાવતા જવાબ આપે છે..

હા પણ "રાધા ઘેલો કાન" સાંભળ્યું હતું પણ અહીં તો "કાના ઘેલી રાધા" છે એમને?
મનીષ હસતા હસતા બોલ્યો..

" ના ના અહીં તો " નિકિતા ઘેલો કાન" છે.."
અંજલી પણ વચ્ચે ટાપસી પૂરતા બોલી..

" એ તો અંધારામાં છે એટલે નિકિતા ઘેલો છે.. જયારે ખબર પડશે તયારે નિકિતા પર થુંકશે પણ નઈ.. "
રાધિકા મોં મચકોડતા જવાબ આપે છે..

" કઈ નઈ એ બધું છોડો હવે એ કહો કે આ કિશનને ત્યાં બોલાવશે કોણ??
હવે શુક્રવારને બે જ દિવસ બાકી છે.." અંજલી વાતને અટકાવતા બોલે છે..

" હજી એક આઈડિયા છે.." રાધિકા બોલી..
" શુ? "

" જો કિશનને મનીષ નિકિતાના બહાને નહિ પણ એને કહેજે કે મારે તને એ દિવસ વિશે સાચી વાત કહેવી છે એ બહાને બોલાવે તો?? " રાધિકા બોલી..

હા આ ચાલે યાર.. અંજલી ખુશ થતા બોલી..

હા અને ગમે તે હોય પણ મિત્ર બોલાવે એટલે એ આવશે જ..
" સાચી વાત અને એમાં પણ કિશનને તુ આ બહાને બોલાવે અને ના આવે એવુ બને જ ના.. " અંજલી બોલી..

" ઓકે તો આવું જ કરીશુ.. " મનીષે હકારાત્મક જવાબ આપ્યો..

" તુ હમણાં જ કોલ કર અને હા સ્પીકર કરજે.. "
ઓકે..
આટલુ કહી મનીષ કિશનને કોલ કરે છે..
હેલો કિશન?.
હા બોલ હવે કેમ કોલ કર્યો.. ફરીથી ખબર પડી કે નિકિતા ક્યાંક આવાની છે એમ?
ના યાર.. એવુ કઈ નથી પણ એ દિવસે જે પણ થયું એની પાછળ સચ્ચાઈ શુ છે એ જણાવા માટે મારે તને મળવું છે..
હા તો એમાં મળવાની શુ જરૂર?
અહીં જ કહીદે ફોન પર જ શુ વાત છે?
ના,વાત ફોન પર કહેવાય એમ નથી.. એના માટે મળવું જ પડશે..
ઓકે તો મળીએ કાલે..
ના કાલે નઈ શુક્રવારે જ સાડા અગિયાર વાગે કિશન ગેસ્ટ હાઉસની બાજુમાં જે ટી પાર્લર છે ને ત્યાં જ..
શુક્રવારે જ કેમ પણ??
કાલે મળી લઈએ ને?
ના કાલે નહીં મળાય મારે થોડું કામ છે..
ઓકે ચલ બાય..

મનીષ ફોન ક્ટ કરીને..
ત્રણે : yesssssss.. હવે મજા આવશે..
હવે તો કિશનને આપડા પર વિશ્વાસ થશે ને?
હા હવે તો એને શુ એના બાપને પણ વિશ્વાસ કરવો પડશે..
" નઈ ઓય બાપ પર નઈ.." રાધિકા મનીષને અટકાવતા બોલે છે..

" હટને તને શુ ખબર પડે.." મનીષ બોલ્યો...

" ઓ તુ બવ ચરબી ના કર ઓકે.. " રાધિકા ગુસ્સામાં બોલી..

" કિશન વિશે હું કઈ નઈ સાંભળી લવ.." રાધિકા કિશન પર હક જતાવતા બોલી..

" ઓહો એમ.."? આટલુ બોલતા જ અંજલી મનીષનો હાથ પકડી લે છે અને આગળ બોલતા અટકાવે છે..

અને મનીષ પર અંજલીનો હાથ જોઈને મનીષ અંજલીની આંખોમાં જોવા લાગે છે...
અને તરત બન્ને એકબીજાની ઊંડી આંખોમાં ખોવાયા જ હોય છે ને ત્યાં જ..
" ઓય.. આ બધું શુ છે..?
અહીં બન્નેને આના માટે નથી બોલાવ્યા હો.. " રાધિકા બન્નેની આંખો વચ્ચે હાથ લાવતા બોલે છે..
બન્ને એકબીજાનો હાથ લઇ લે છે ને,
ચા પીવા લાગે છે..
"જા ને બે.." મનીષ પણ વાતને ઇગ્નોર કરતા બોલે છે..

ક્રમશ ::

ઘરમાં રહો.. વાંચતા રહો..
જય દ્વારકાધીશ 😊